________________
છે જેમના સ્મરણાર્થે આ ગ્રંથ છપાયે તે શેઠ
દલપતભાઈ મગનભાઈ !
જેનોના વિશાલ સમુદાયથી અને પુષ્કલ ભવ્ય જિનાલયાદિથી તથા હજારે નરરત્નથી શોભાયમાન શ્રી અમદાવાદના ઇતિહાસે ઘણું અતિહાસિક ગ્રંથોનું અપૂર્વ ગૌરવ વધાયું છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નનું ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણ હોય છે, તેમ આ અમદાવાદ એ હજારો આદર્શ જીવન ગુજારનારા પવિત્ર સંયમી મહાપુરૂષેની અને ઉદારાશયી દાનવીર પુરૂની તથા મહાસમર્થ પ્રતિભાશાલી પંડિત વર્ગની પણ જન્મભૂમિ છે. આ અમદાવાદના રહીશ અને દીલ્હી દરવાજાની વ્હાર ભવ્ય બાવન જિનાલય જિનમંદિરના બંધાવનારા શેઠ હઠીસિંહ કેસરીસિંહના પત્ર શેઠ દલપતભાઈ મગનભાઈને જન્મ વિ. સં. ૧૯૭૦ ના ફાગણ સુદ ૬ રવિવારે થયો હતે. ધર્મિષ્ઠ કુટુંબમાં જન્મેલા જીના ધર્મ સંસ્કાર વિભાવે જ સારા હોય છે. એ પ્રમાણે શેઠ દલપતભાઈના પણ ધાર્મિક સંસ્કારે જન્મથી માંડીને ઉંચ કોટીના હતા.ગ્ય ઉંમરે વ્યાવહારિકાદિ શિક્ષણને પામ્યા બાદ તેઓ સ્ટાર અને વીમાને ધંધો કરતા હતા. અને તીવ્ર બુદ્ધિબેલે પિતાની આર્થિક સ્થિતિમાં પણ સારામાં સારા વધારો કરી શક્યા હતા. અમદાવાદની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક હતા. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિક - બાધિત શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર જિનધર્મના તેઓ