Page #1
--------------------------------------------------------------------------
________________
K
પ્રજ્ઞાવબોઘ મોક્ષમાળા
કર્તા ડો. ભગવાનદાસ મન:સુખભાઇ મહેતા એમ.બી.બી.એસ.
શ્રીમદ્રાચંદ્ર જ્ઞાનમંદિર ઘાટકોપ૨, મુંબઈ ४०० ०७७.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
“જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણું”
-શ્રી આચારાંગ સૂત્ર કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરોગ.”
-શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
કર્તા ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ. બી. બી. એસ.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર
ઘાટકોપર, મુંબઈ - ૪૦૦ ૦૭૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : ભોગીલાલ ૨. મહેતા પ્રમુખ, શ્રીમાળંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર, મુંબઈ - ૪૦૦૦૭૭.
પ્રથમવૃત્તિ: પ્રત ૧૦૦૦ દ્વિતિચઆવૃત્તિ: પ્રત ૧૦૦૦ જાન્યુઆરી, ૧૫૨ : ૨૦૦૮ ઓગસ્ટ, ૧લ્લ૭: ૨૦૧૩
તૃત્રિયાવૃત્તિ: પ્રત ૧૦૦૦ સપ્ટેમ્બર, ૨૦૦૭: ૨૦ઉ3.
પડતર કિંમત : રૂા.0.00 વેચાણ કિંમત : રૂા. ૬.00
-: પ્રાપ્તિ સ્થાન :
શ્રીમાળંદ્ર જ્ઞાનમંદિર, “રાજભવન", શ્રીમદ્ રાચંદ્ર માર્ગ, તીલક રોડ, ધાટકોપર (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૭૭.
-: મુદ્રણ સ્થાન :મહાવીરપિંટર્સ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
લોકહિતાર્થે પરમ સત્કૃત પ્રચા૨ થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે એવા પરમાર્થ પ્રયોજનથી શ્રીમદ્ રાચંદ્રદેવે પ૨મથુત પ્રભાવક મંડળની ચોળા કરી હતી. આ હેતુને અનુલક્ષીને શ્રીમદ્રાચંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર સંસ્થા દ્વારા પણ સમયે સમયે પરમકૃતનું પ્રકાશન કાર્ચ થઈ રહ્યું છે. ઘર્મ માર્ગે પ્રવર્તન ક૨વામાં અને અધ્યાત્મના માર્ગે અંતર્મુખી થવામાટે સાઘકને ઉપયોગી શ્રેણીમાં સદ્ગત ડો. ભગવાનદાસ મ. મહેતા કૃત પ્રજ્ઞાવબોઘ મોક્ષમાળા' ગ્રંથની તૃતીય આવૃત્તિના પ્રકાશસંશ્રેચનો લાભ લેવાનું આ સંસ્થાને પ્રાપ્ત થતાં,સંસ્થાની સમિતી અત્યંત ગૌરવ અનુભવે છે.
આ પ્રકાશનકાર્ચમાં જે વ્યકિતઓએ તન, મન, ઘન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને આત્મશ્રેચનું કારણ બનો.
તારીખ : ૧/૯/૨૦૦૭ સંવત : શ્રાવણ વદ ૫, ૨૦૧૩
ભોગીલાલ ૨. મહેતા પ્રમુખ, શ્રીમાળંદ્ર જ્ઞાનમંદિર,
ધાકોપર
(3)
Page #5
--------------------------------------------------------------------------
________________
તૃત્રિય આવૃત્તિની પ્રસ્તાવના
સર્ણત ડો. ભગવાનદાસ મ. મહેતા કૃત આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન જાન્યુઆરી ૧૫૨-વિ. સ. ૨૦૦૦ પોષમાં થયું હતું. ધણા વર્ષોથી આ ગ્રંથ અપ્રાપ્ય હતો તેથી આ વૃત્રિચ આવૃત્તિનું શ્રીમરામચંદ્રજ્ઞાનમંદિર, ધાટકોપ૨તરફથી પ્રકાશન થાય છે તે અતિ હર્ષનું કારણ છે.
આ વૃત્રિય આવૃત્તિ થોડા ફેરફાર સહિત દ્વિતિય આવૃત્તિનું પુન:મુદ્રણ છે.
આ આત્મશ્રેયસાઘક ગ્રંથનોવિનય અને વિવેકપૂર્વક ઉપયોગ ક૨વાની ભલામણ અસ્થાને નહીંગણચ.
સદ્ગતડો. ભગવાનદાસ મ. મહેતા આદયાત્મિક પ્રકાશન સમિતી
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિ પ્રસ્તાવના
“તે ત્રિશલાતન મન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં; સંશય બીજ ઊગે નહિ અંદર જે જિનના કથનો અવધારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ, ઉતારૂં.
શ્રી મોક્ષમાળા મોક્ષમાળાની આ લઘુ ભગિનીનો જન્મ ધણા લાંબા ગાળે થાય છે. વર્તમાન યુગના સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૪૧ માં બાલાવબોધ મોક્ષમાળાની રચના કરી; અને આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની રચના આ લેખકે સં. ૨૦૦૭ માં કરી. આમ આ બન્ને મોક્ષમાળાના અંતરાલમાં છાસઠ વર્ષ જેટલો દીર્ઘ સમય વ્યતીત થયો છે. મોક્ષમાળાના ચાર ભાગ લખવાની શ્રીમની યોજના હતી. તેમાં બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબોધ મોક્ષમાળા એ બન્નેની રચના તેઓશ્રીએ સં. ૧૯૪૧-૪૨ માં કરી; ત્રીજા વિવેચનરૂપ ભાગની સ્પષ્ટ યોજના તેમણે નિર્દેશી નથી, પરંતુ ચોથા ભાગરૂપ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાના પાઠોની નામાવલીની સંકલના (વિષયાનુક્રમણિકા-Index) તેઓશ્રીએ સં. ૧૯૫૬ માં પ્રકાશી (શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૬૫-૨). પણ તે પછી તરતમાં-સં. ૧૯૫૭ માં તો તેઓશ્રીનો દેહોત્સર્ગ થયો. એટલે આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા તેઓશ્રીના વરદ સ્વશ્રીહસ્તે લખાવાનું બન્યું નહિ. તથાપિ તે જ અરસામાં આર્ષદ્રષ્ટા શ્રીમદ્ આ સંબંધમાં આ લેખકના પૂ. સદ્ગત પિતાશ્રી સાથેના સત્સંગ પ્રસંગમાં માર્મિક ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે એનો પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે. તે કોઈ કરશે.' (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૦૫). આજે અર્ધશતાબ્દિ જેટલો સમય વ્યતીત થયે આ વાણી અત્રે ફલવતી બનવાની સંભાવના ઉપસ્થિત થઈ
(૫)
Page #7
--------------------------------------------------------------------------
________________
છે; અને In the foot-steps of the Great Master તે મહાગુરુના પગલે-શ્રીમદ્ સૂચવેલ પાઠોના નામોની સંકલના અનુસાર જ આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ગ્રંથનું ગ્રંથન કરી આ લેખકે તેમની ભાવનાને મૂર્તિમાન્ કરવાનો અને તેમના પ્રેરણાબીજને ફળપરિણામી કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે.
આ ગ્રંથ લખવા સંબંધી સહજ સ્વયંભૂ સંકલ્પ તો આ લેખકના હૃદયમાં થોડા વર્ષ પૂર્વે ઉત્પન્ન થયો હતો; પણ તે વખતે તો માત્ર બે-ત્રણ પાઠ લખી તે સંકલ્પતરંગને ગૌણ કરી ઉપશમાવી દીધો હતો. અને પછી શ્રીયોગદષ્ટિસમુચ્ચય વિવેચન (બૃહતટીકા) આદિ ઇતર ગ્રંથલેખન પ્રવૃત્તિ આડે તેને અવકાશનો પણ અભાવ હતો; પરંતુ આ શ્રીયોગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયે, સં. ૨૦૦૬ ની સંવત્સરીના મંગલ દિને હવે આ પ્રજ્ઞાવબોધનું કાર્ય મ્હારે કરવું જ એવી અંતર્પ્રેરણા થતાં, તે સત્તાગત સંકલ્પબીજ નવપલ્લવિત થયું, અને તે શુભ દિને જ પ્રારંભિત થઈ ૨૦૦૭ ના આષાઢ શુદ પંચમીના દિને પૂર્ણતા પામી આ મૂર્તિમાન વૃક્ષ બન્યું, જેના ફળપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વાંચકના કરકમળમાં આવે છે.
મોક્ષમાળા (બાલાવબોધ) જેવો સન્મતિતર્ક આદિનો સમકક્ષ અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રંથ જે મહામતિ મહાપ્રભાવકે સોળ વર્ષની વયે માત્ર ત્રણ જ દિવસમાં પ્રૌઢ ગંભીર સુપ્રસન્ન શાસ્રશૈલીથી ગૂંથ્યો હતો, તે સોળે કળાએ પૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા પ્રજ્ઞાનિધાન પરમ પુરુષની અનુપમ ક્ષયોપશમ શક્તિ ક્યાં? અને એમની જ સૂચિત માર્ગરેખાને અનુસરવાની ધૃષ્ટતા કરનાર આ મંદતિની અતિ અતિ સ્વલ્પ શક્તિ ક્યાં? ક્યાં મેરુ, ક્યાં સર્જવ? ક્યાં સિન્ધુ, ક્યાં બિન્દુ? ક્યાં ભાસ્કર, ક્યાં ખઘોત? મન્દ્રઃ कवियश: प्रार्थी ગમિધ્યાયુપહામ્યતામ્ ' } એ કવિ કાલિદાસની ઉક્તિનું તથા ‘અન્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ' એ શ્રી માનતુંગાચાર્યની ઉક્તિનું અત્રે સ્મરણ થાય છે. તથાપિ ‘મહાનનો યેન ગતઃ સ પન્થા: '} મહાજને જે
'
(૬)
.
Page #8
--------------------------------------------------------------------------
________________
માર્ગે ગમન કર્યું તે માર્ગ એ ન્યાયે–યથાશે રથોદ્દેશ યથોપશે તે સાધુચરિત મહતુ પુરુષના આદેશ પ્રમાણે, ઉદ્દેશ પ્રમાણે ને ઉપદેશ પ્રમાણે, આ લેખકે પણ ‘લડથડતું પણ ગજબચ્ચું ગાજે ગજવર સાથે રે' એવા આત્મવિશ્વાસથી આ સાહસ કર્યું છે. તે ‘વિશ્વમુવમંડનું ભવતુ '
આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળામાં નોકારવાળીની જેમ એકસો આઠ પાઠરૂપ ૧૦૮ મણકા છે, અને તે શુભ સંખ્યા જાણે પંચ પરમેષ્ઠિના એકસો આઠ ગુણનું સહજ સ્મરણ કરાવે છે. આવી મંગલમયી આ મોક્ષમાળાના એકસો આઠ પાઠમાં ૭૬ પાઠનો સ્પષ્ટ નામનિર્દેશ શ્રીમદ્જીએ સ્વયં પ્રદર્શિત કર્યો છે; અને ચૌદ પાઠ મહત્પુરુષ ચરિત્ર માટે, દશ પાઠ ભાગમાં વધારાને માટે, છ પાઠ હિતાર્થી પ્રશ્નો માટે અને બે પાઠ સમાપ્તિઅવસરને માટે નિયત રાખવાનું તેઓશ્રીએ સૂચન કર્યું છે. આમ એકસો આઠ પાઠની આ સંકલનાબદ્ધ યોજના છે. ક્યા ચરિત્રો મૂકવા તેનો નિર્દેશ શ્રીમદ્ કર્યો નથી, એટલે અત્રે યથાયોગ્ય ચરિત્રની ચૂંટણી આ લેખકે કરી તે યથાસ્થાને મૂક્યા છે; અને તેમાં શ્રીમના ચરિત્રને પણ પ્રસંગોચિત જાણી સ્થાન આપ્યું છે તે સુજ્ઞ સજ્જનોને સમુચિત જ જણાશે. પાઠોમાં વધારના ભાગ માટે જે દસ પાઠ અનામત રાખ્યા છે, તે માત્ર દસ પાઠની અલ્પ મૂડીને પણ અત્રે ઘણી જ કરકસરથી વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડ્યો છે; તેમજ ‘હિતાથી પ્રશ્નો' એમ મોઘમ રીતે છ પાઠની યોજના શ્રીમદ્ કહી છે, એટલે કે હિતાર્થી પ્રશ્નોની પસંદગી કરવામાં પણ યથાયોગ્ય વિવેક વાપરવો પડયો છે. છેવટે સમાપ્તિઅવસરના બે પાઠ કહ્યા છે, તે માટે શ્રીમની મોક્ષમાળાની શૈલી અનુસાર છેલ્લા બે ટુંકા કાવ્યો પ્રયોજ્યા છે. આમ શ્રીમદ્ સૂચવેલ વિષયસૂચિ (Index) અનુસાર પાઠના મથાળાં (Headings) પ્રમાણે યથામતિ આ એકસો આઠ પાઠનું આલેખન આ લેખકે કર્યું છે.
વચમાં યથાયોગ્ય સ્થાને ચરિત્રો અને વધારાના ભાગના પાઠ મૂકાવાને લીધે સંખ્યાના અનુક્રમમાં ફેર પડ્યો હોય તે ભલે, બાકી
(૩)
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ પ્રદર્શિત કરેલ સળંગ અનુક્રમમાં કંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલું જ નહિ પણ તે કડક રીતે જાળવવામાં આવ્યો છે, અને તેમ કરવામાં આવ્યું છે તે સહેતુક છે. કારણકે પ્રજ્ઞાનિધાન શ્રીમદ્ આ પ્રજ્ઞાવબોધના એક પછી એક પાઠના વિષયની પરમાર્થ કર્યાત્મક સંકલનામાં કેવો અદ્ભુત પ્રજ્ઞાતિશય દાખવ્યો છે, તેનો પરિચય આ લેખકે યથાસ્થાને સ્પષ્ટ કરી બતાવેલ શિક્ષાપાઠોના પૂર્વાપર સંબંધ પરથી સુજ્ઞ વિવેકી વિચક્ષણ વાંચકને થશે. પ્રમાણમાં આ ગ્રંથનું કદ બાલાવબોધ મોક્ષમાળા કરતાં મોટું છે તે સકારણ છે. બાલાવબોધ પામીને આગળ વધેલા આત્મવિઘાર્થી અર્થે પ્રજ્ઞઅવબોધ હોય એટલે
સ્વાભાવિક રીતે જ ઉપલા ધોરણના પુસ્તકની જેમ આ પ્રજ્ઞાવબોધનું પ્રમાણ મોટું છે, અને એના પાઠોનું માપ બાલાવબોધના પાઠ કરતાં પ્રાય: દોઢું કે કવચિત્ વધારે રાખવામાં આવ્યું છે. બાકી ભાવની અપેક્ષાએ તો ભાવવારિધિ શ્રીમદ્દ્ની કૃતિના અનંતાંશને પણ આ પામી શકે એમ નથી જ. આ પ્રજ્ઞાવબોધના પ્રત્યેક પાઠના અંતે સારરૂપ એક બે કળશકાવ્ય (કવચિત્ વધારે) રચ્યા છે, જેથી આખા પાઠનું તાત્પર્ય બુદ્ધિગ્રાહ્ય બની પ્રાજ્ઞજનોના હ્રદયમાં સ્થિર થઈ શકે. અત્રે પ્રેસ અંગે પરમાર્થસ્નેહી શ્રી મનુસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદ્ભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરૂં છું.
આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા બાલાવબોધ મોક્ષમાળાનું અનુસંધાન હોઈ, માત્ર પઠન નહિ પણ મનન કરવા યોગ્ય પાઠય પુસ્તક તરીકે જે તેનું ઉપયોગિપણું છે તે જ આનું ઉપયોગિપણું છે; અને જે તેનું પ્રયોજન છે તે જ આનું પ્રયોજન છે. એટલે બાલાવબોધ મોક્ષમાળા અંગે તેના સમર્થ કર્તા પુરુષે તેની મુખમુદ્રા-પ્રસ્તાવનામાં જે ટંકોત્કીર્ણ વચન લખ્યા છે તે સર્વ અન્ને પણ લાગુ પડે છે : ‘આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છઉં. બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી
(૮)
Page #10
--------------------------------------------------------------------------
________________
એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી . આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાનો પણ છે.” શ્રીમદ્ભા આ વચન અત્યંત સત્ય છે. કારણકે વર્તમાન સમાજ પ્રત્યે દષ્ટિ કરીએ છીએ તો કેટલાંક લોકો અવિવેકી વિદ્યાના પ્રસંગથી સમયના પ્રવાહમાં તણાઈ જઈ ધર્મ પ્રત્યે સર્વથા અશ્રદ્ધાળુ જણાય છે. તો કેટલાક વળી કુલપરંપરાગત મતાગ્રહ અને અંધશ્રદ્ધામાં જ નિમગ્ન થયેલા દેખાય છે. ધર્મતત્ત્વની સમ્યક પરિજ્ઞા કરી, તે, પ્રત્યે સાચી તાવિક શ્રદ્ધા ધરાવનારા ધન્ય માનવો તો કવચિત જ દષ્ટિગોચર થાય છે. અશ્રદ્ધાળુને શ્રદ્ધા પ્રેરવા, અંધશ્રદ્ધાળુને સત્ય શ્રદ્ધા ઉપજાવવા અને સત્ય શ્રદ્ધાળુને વિશેષ સ્થિર કરવા નિમિત્તભૂત થઈ, આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પ્રજ્ઞાનો અવબોધ (જાગૃતિ) કરી પ્રાજ્ઞજનોને મોક્ષ પુરુષાર્થમાં પ્રેરે એ જ એના પ્રયોજનનું સફળપણું છે.
અને ચારે પુરુષાર્થમાં મોક્ષપુરુષાર્થ એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. મોક્ષ એ જ સર્વ સાધકનું અંતિમ ધ્યેય (Ultimate goal) અને સર્વ મુમુક્ષુનું એક માત્ર પ્રયોજન (Objective) છે. સર્વ ધર્મ અને સર્વ શાસ્ત્રનો ઉપદેશ એક મોક્ષ અર્થે જ છે. ભવબંધનના કારણરૂપ દુ:ખધામ કર્મ પારતંત્રથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્ય પામવું, અર્થાત .ભવરોગથી મુક્ત થઈ આત્માની શુદ્ધ સ્વભાવરૂપ સ્વસ્થ આરોગ્ય અવસ્થા પ્રગટવી એ જ મોક્ષ. આ મોક્ષ કોણ નથી ઇચ્છતું? પશુ પણ બંધનથી છૂટવા ઇચ્છે છે. તો પછી મનુષ્ય કેમ ન ઇચ્છે? અને ભવ એ જ મહા બંધન છે. એટલે તેથી છૂટવાને તીવ્રવેગી અભિલાષ (સંવેગ) ધરતો મુમુક્ષુ ઉગ્ર સંવેગથી અને અદમ્ય ઉત્સાહથી મોક્ષપુરુષાર્થ આદર્યા વિના રહે જ નહિ.
આ ભવબંધનના કારણરૂપ કર્મશૃંખલા તોડી મોક્ષ પામવાની લગામ આત્માના પોતાના હાથમાં જ છે. કારણકે દેહાદિ પરભાવમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્મભ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે; અને આ અવિઘારૂપ આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. એટલે આત્મભ્રાંતિ છોડી જીવ જે દેહાદિ અને રાગાદિ પરાભવ પ્રત્યે આત્મભાવ ધરવાની ‘ના' પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષમોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તો ભાવકર્મ ન બંધાય, અને તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મ પણ ન બંધાય અને આ પ્રકારે ભાવકર્મ-દ્રવ્યકર્મનું દુક્ર (Vicious Circle) તૂટી કર્મબંધની સાંકળ (Chain) તૂટે. આમ આ બંધસંકલના તોડવાની લગામ આત્માના હાથમાં છે; એ વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિ પરિણમવાની બ્રેક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્યચાવી (Master-key) પુરુષના (આત્માના) પોતાના ગજવામાં જ છે. મોહનિદ્રામાંથી જાગેલો આત્મા વિવેકખ્યાતિ વડે પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મન ભજે તો મોક્ષ હથેળીમાં જે છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડયો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો (આત્માનો) હુંકાર કર્મ-શૃંગાલને નસાડવા માટે બસ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ ‘જબ જાગેંગે આત્મા, તબ લાગેંગે રંગ” એ જ પરુષનુ પરમ પુરુષાર્થપ્રેરક ઉદ્ધોધન છે કે
“જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.”
આ મોક્ષપુરુષાર્થની સિદ્ધિનો રત્નત્રયીરૂપ અમોઘ ઉપાય પરમ પુરુષ વીતરાગોએ પ્રદર્શિત કર્યો છે. ભવરોગના ભિષગવર એવા આ વીતરાગોએ આ સમ્યગુદર્શન– જ્ઞાન–ચારિત્રરૂપ દિવ્ય રસાયનનું નિરૂપણ કર્યું છે, જેનું સેવન કરવાથી આત્મા નીરોગી બને છે. જિનના મૂળમાર્ગરૂપ આ દિવ્ય રસાયનનો સરસ રસ આ ગ્રંથમાં મૂળરૂપે રહ્યો હોઈ, તેની શાખા-પ્રશાખારૂપ સર્વ શિક્ષાપાઠોમાં સર્વત્ર વ્યાપક બન્યો
(૧૦)
Page #12
--------------------------------------------------------------------------
________________
છે. જેથી મોક્ષપથપ્રદર્શક સર્વ સંસાધનનો બોધ કરતી આ યથાર્થનામાં “મોક્ષમાળા' પણ મુમુક્ષુને મોક્ષપુરુષાર્થની જાગૃતિ પ્રેરી મોક્ષરૂપ આત્મનીરોગિતાનું કારણ થઈ પડશે! શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞાના નિર્વાહણરૂપ આ યત્કિંચિત પુરુષાર્થ વડે આ “કોઈ કરશે એવી તે આર્ષદ્રષ્ટાની સૂચક ભવિષ્યવાણીનો (Prophecy) સત્યકાર થવાનું આ લેખક કંઇ પણ નિમિત્ત બન્યો હોય, તો તેટલું આ પ્રયત્નનું સફળ પણું લેખી, ગુણદોષજ્ઞ હંસદૃષ્ટિ સુજ્ઞજનો અત્રે નિમજ્જન કરી ચિત્તપ્રસન્નતા અનુભવો! કાર્તિક પૂર્ણિમા, સં. ૨૦૦૮ ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ૫, ચોપાટી રોડ, મુંબઈ-૭
એમ. બી. બી. એસ.
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતનો જ્યોતિર્ધર
અનુષ્ટુપ
રાજચંદ્ર ઊગ્યો દિવ્ય, ભારત ગગનાંગણે ; જ્યોતિ વિસ્તારતો સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર, ધન્ય ભારતભૂમિ આ; રાજ કલ્પતરુ જન્મે, ધન્ય ગ્રામ વવાણિઆ. ધન્ય તે શબ્દજિત તાત, ધન્ય તે માત દેવકી; ચોવીશ ઓગણીસેંની, પૂર્ણિમા ધન્ય કાર્તિકી. ઉપજાતિ
આ વાણીઓ ગ્રામ વવાણિઆનો, અપૂર્વ સત્ રત્નવણિક્ સુજાણો; વ્યાપાર રત્નત્રયીનો અનન્ય,
કરી લહ્યો આતમલાભ રાષ્ટ્રપિતા ભારત ભાગ્યધાતા,
ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા; તેના ય જે પ્રેરણામૂર્ત્તિ વંઘ,
તે રાજચંદ્ર સ્તવું વિશ્વવંઘ.
ધન્ય.
વસંતતિલકા
સાક્ષાત સરસ્વતી શું આ નરરૂપધારી? વાચસ્પતિ અવનિમાં શું ગયા પધારી? એવા વિતર્ક જનના મનમાં લસંતા, શ્રી રાજચંદ્ર વચનામૃતને સુણતાં.
માલિની અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ શ્રી રાજચંદ્રે, અમૃતમયી પ્રસારી જ્ઞાન-જ્યોત્સના સુછંદે ;
(૧૨)
૧
ર
3
૫
૬
Page #14
--------------------------------------------------------------------------
________________
તહિ સુજન ચકોરો, હાઈ આનંદ પામે, સુમન કુમુદ કેરો પૂર્ણ ઉદ્ધોધ જામે. ૭
મન્દકાન્તા બાલ્યાવસ્થા મહીં મરણ કો ભાળી સંવેગ વેગે, જેને જાતિસ્મરણ ઊપજ્યુ પૂર્વજન્મો જ દેખે; એવી એવી સ્મૃતિ બહુ થઈ કર્મના બંધ છૂટ્યા, તૂટ્યા જ્ઞાનાવરણ પડદા જ્ઞાન અંકુર ફૂટ્યા. ૮ જાગ્યો આત્મા વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તત્ત્વોબોધે લઘુ વય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી; ને ભાવંતો જિન સ્વરૂપને ભાવિતાત્મા મહાત્મા, આરોધો આ સ્વરૂપ પદની શ્રેણિએ દિવ્ય આત્મા. ૯
માલિની શતમુખ પ્રતિભાના ઓજપુંજે લસંતા, કવિ શતાવધાની ભાવનાબોધવંતા; દરશન સુપ્રભાવી ગૂંથી જેણે રસાળા, દિન ત્રણ મહિ વર્ષે સોળમે મોક્ષમાળા. ૧૦ ષડ દરશન કેરો સાર જેમાં સમાવ્યો, નવનીત શ્રુતઅબ્ધિ મંથી જેમાં જમાવ્યો; અનુભવરસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ. - ૧૧ પથ પર પદ બોધ્યો વીતરાગાનુસારી, શ્રવણ મૂળ કરાવ્યો જિનનો માર્ગ ભારી; ધન દિન લલકાર્યો ધર્મ સાચો ઉધાર્યો, સુઅવસર અપૂર્વી દિવ્ય દ્રષ્ટા સુગાયો. ૧૨ કવિવર પર જ્યોતિર્ધારી શ્રીમદ્ અનેરો, પરમ મરમ ભાખ્યો લોક પુરૂષ કેરો; જિન પદ જન જોગી ઇચ્છતા તેહ ગાયો, જિન પ્રવચન સિન્ધ બિન્દુમાંહી સમાવ્યો. ૧૩
(૧૩)
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
ત્રોટક તપ તેજથી રાજ રવિ જગમાં, સમતા થકી સૌમ્ય જ સોમ સમા; શુભ મંગલમૂર્તિ ગુરુ બુધમાં, પરબ્રહ્મજ્ઞ મંડન (મંદન) શુક્ર સમા. .
અનુષ્ટ્રપ શ્રીમદ્ જ્ઞાનશ્રીસંપન્ન, વંદ્ય જે બુધવૃન્દને ભગવાન દાસ તે વંદે, યોગી રાજચંદ્રને.
વંશસ્થ સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહતું મહંતના, શ્રી રાજને હો મનનંદ વંદના.
૧૫
ચૈત્ર વદી પંચમી, ૨૦૦૭
(૧૪)
Page #16
--------------------------------------------------------------------------
________________
समर्पण
‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી! દેખણ દે'- એ રાગ જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, સૂચિત સંકલના સૂચિ અનુસાર રે; દાસ ભગવાને ગુરુકુપા આધારે રે, ગ્રંથ ગૂંચ્યો છે એહ આજ્ઞાનુસારે રે... જે ધર્મમૂર્તિ ૦ કૃતિઓ જે સુકૃતી તણી જ જયંતિ રે, કીર્તિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસતી રે, શાંત સુધારસ ધારને વરવંતી રે... જે ધર્મમૂર્તિ ૦ આત્માર્થ અમૃતપાન જેણે બોધ્યું રે, સત્ ધર્મનું સત્ તત્ત્વ જેણે શોધ્યું રે; તે રાજચંદ્ર કરાન્જમાં ઉલ્લાસે રે, ગ્રંથ સમપ્ય એહ ભગવાન દાસે રે... ધર્મમૂર્તિ ૦
કાર્તિક પૂર્ણિમા, સં. ૨૦૦૮
भगवानदास
(૧૫)
Page #17
--------------------------------------------------------------------------
________________
વીતરાગ વાણી
વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા;
નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
卐
શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વલ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને
ત્રિકાળ શ્રદ્ધા રહો! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.
5
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ,
તારિણી ભવાબ્ધિ મોક્ષયારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
(૧૬)
श्रीमद राजचंद्र
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
૧૪
૧૮
૯
૨૧
૨૩
શિક્ષાપાઠ
૧. વાંચકને પ્રેરણા .... ... ... ૨. જિનદેવ (કાવ્ય) ... .. ૩. જિનદેવ-ભાગ ૨ ... ૪. નિગ્રંથ ... ... ... ૫. દયાની પરમ ધર્મતા ... ૬. સાચું બ્રાહ્મણપણું ...... ૭. મહા માહણ મહાવીર ... ...
મૈત્રી આદિ ચાર ભાવના ..
સન્શાસ્ત્રનો ઉપકાર ... .. . ૧૦. પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર .. .. ૧૧. પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર-ભાગ ૨ (કાવ્ય) ૧૨. ત્રણ મનોરથ ... ... ૧૩ ચાર સુખશયા ... ... ૧૪. જંબૂ સ્વામી ... ... ૧૫. વ્યાવહારિક જીવોના ભેદ ૧૬. ત્રણ આત્મા-ભાગ ૧
ત્રણ આત્મા-ભાગ ૨ ..
સમ્યગુદર્શન- ભાગ ૧ . ... ૧૯. સમ્યગુદર્શન–ભાગ ૨ ... ૨૦. ‘યાકિની મહત્તરાસૂન' ' ૨૧. મહાત્માઓની અસંગતા ૨૨. સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ... ... ... ૨૩. અનેકાન્તની પ્રમાણતા ... ૨૪. મનભ્રાંતિ ... ... ૨૫. તપ .... ... ... . . •••
૩૧
૩૩
૩૬
૩૮
૧
૮.
જ : : : : : : : : : : : : : :
૪૩
૪૬
૪૮
૫૧
૫૪
૫૬
૫૮
૬૨
(૧૩)
Page #19
--------------------------------------------------------------------------
________________
૭૭
८८
૯૧
૯૪
છે
શિક્ષાપાઠ
૨૬. જ્ઞાન-ભાગ ૧ ... ... .. •••••• ૨૭. જ્ઞાન-ભાગ ૨ (કાવ્ય) .. ... ... ... ૬૮ ૨૮. કિયા .. ... ... ... ... ... ... ૨૯. સિદ્ધસેન દિવાકર અને સમંતભદ્રાચાર્ય ... ... ૭૩ ૩૦. આરંભપરિગ્રહની નિવૃત્તિ પર જ્ઞાનીઓએ આપેલો ઘણો ભાર ૭૫ ૩૧. દાન .. ... ... ... ... ... ... ૩૨. નિયમિતપણું ... ... .. ... ... .. ૮૦. ૩૩. જિનાગમ સ્તુતિ (કાવ્ય) . .. ... ...
૮૩ ૩૪. નવતત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ-ભાગ ૧ ... ૮૪ ૩૫. નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ-ભાગ ૨ ૩૬. સાર્વજનિક શ્રેય .. ... ... ... ૩૭. ભગવાન ઋષભદેવજી ... ... ... ૩૮. સગુણ ... .. ... ... ... ... ૩૯. દેશધર્મ વિષે વિચાર .. '. ૪૦. મૌન ... .. ... . ૪૧. શરીર . ..
૧૦૬ ૪૨. પુનર્જન્મ ... ... ...
૧૦૮ ૪૩. પંચ મહાવ્રત વિશે વિચાર
૧૧૧ ૪૪. દેશબોધ-ભાગ ૧ ..
૧૧૪ ૪૫. દેશબોધ-ભાગ ૨ (કાવ્ય)
૧૧૬ ૪૬. પ્રશસ્ત યોગ .... ... ..
૧૧૭ ૪૭. સરલપણું ... ... ... ...
૧૨૦ ૪૮. નિરભિમાનપણું .. ...
૧૨૩ ૪૯. બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું....
૧૨૫ ૫૦. દુષ્કરદુષ્કરકારી સ્થૂલભદ્રજી ...
૧૨૮ ૫૧. આજ્ઞા .. ... . •••
૧૩૦ ૫૨. સમાધિ મરણ ... ... ..
૧૩૩ ૫૩. વૈતાલીય અધ્યયન .. . .. .
૧૩૬
છે
૧૦૩
(૧૮)
Page #20
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
૧૩૯ ૧૪૧
૧૪૪
૧૪૭ ૧૫૦ ૧૫૨
૧૫૪
૧૫૭
૧૬૦
૧૬૩
૧૬૫
૧૬૯ ૧૭૨
શિક્ષાપાઠ ૫૪. સંયોગોનું અનિત્યપણું ... .. ••• ૫૫. મહાત્માઓની અનંત સમતા ૫૬. માથે ન જોઇએ ... ... ૫૭. ઉદયાદિ ભંગ .. .. ••• - ૫૮. જિનમત નિરાકરણ ... .. ૫૯. ત્રીસ મહામોહનીય સ્થાનક
તીર્થંકર પદ પ્રાપ્તિ સ્થાનક ૬૧. માયા ... ... ... .. ... ... ૬૨. પરીષહ જય ... ... . ... ૬૩. વીરત્વ (કાવ્ય) ... ... ... ... ૬૪. ભગવાન નેમનાથજી અને મહાસતી રાજીમતી ૬૫. સદ્ગુરુ સ્તુતિ (કાવ્ય) ...
પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર–ભાગ ૧ .. પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર-ભાગ ૨ .. અવિરતિ ... ... .. ••• • •
અધ્યાત્મ ... .. ••• • • ૭૦. મંત્ર .. .
શ્રીપાલ રાજા અને મયણાસુંદરી ૭૨. છ પદ નિશ્ચય–ભાગ ૧ .. ... ૭૩. છ પદ નિશ્ચય ભાગ-૨ .. ૭૪. મોક્ષમાર્ગની અવિરોધતા
સનાતન ધર્મ . .
સૂક્ષ્મ તત્વ પ્રતીતિ ૭૭. સમિતિ ગુપ્તિ ... .. ૭૮. કર્મના નિયમો .. .. ... ૭૯. મહત્ પુરુષોની અનંત ૮૦. “કલિકાલસર્વજ્ઞ' ... .. ૮૧. નિર્જરા કમ .. .
૧૭૪
૧૭૮
૧૮૨
૧૮૬
૧૮૮
૧૯૧
૧૯૪ ૧૯૮
૭૫.
૨૦૧
૭૬.
૨૦૩
૨૦૬ ૨૧૦ ૨૧૩
૨૧૬
૨૨૦
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૨૮
૨૩૫
૯૨.
શિક્ષાપાઠ
પૃષ્ટ ૮૨. આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ... .. ૨૨૨ ૮૩. મુનિધર્મ યોગ્યતા .. • • •
૨૨૫ ૮૪. પ્રત્યક્ષ અને પરોક્ષ ... ૮૫. ઉન્મત્તતા .. .. ..
૨૩૨ એક અંતર્મુહૂર્ત ... . ૮૭. દર્શન સ્તુતિ (કાવ્ય) .... ... ...
૨૩૮ ૮૮. ભક્ત ત્રિમૂર્તિ-ભાગ ૧
૨૩૯ ભક્ત ત્રિમૂર્તિ-ભાગ ૨
૨૪૩ ૯૦. વિભાવ-ભાગ ૧ (કાવ્ય) ..
૨૪૬ ૯૧. વિભાવ-ભાગ ૨ ... ..
૨૪૮ રસાસ્વાદ ... ... .... ....
૨૫૦ ૯૩. અહિંસા અને સ્વચ્છંદતા ..
૨૫૨ ૯૪. અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ
૨૫૫ ૮૫. પારમાર્થિક સત્ય ... ... ... ...
૨૫૭ ૯૬. આત્મભાવના .. ... ... ... ..
૨૬૦ ૯૭. જિનભાવના ... ... ... ... .. ૨૬૨ ૯૮. શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧ ... ૨૬૫ ૯૯. શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૨ .... ૨૭૧ ૧૦૦. શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૩ .. ૨૭૩ ૧૦૧. હિતાર્થી પ્રશ્નો-ભાગ ૧ ... ...
૨૭૬ ૧૦૨. હિતાથીં પ્રશ્નો-ભાગ ૨ . ..
२७८ ૧૦૩. હિતાર્થી પ્રશ્નો-ભાગ ૩ ... • •
૨૮૧
• ૧૦૪. હિતાર્થી પ્રશ્નો-ભાગ ૪ .
૨૮૪ ૧૦૫. હિતાર્થી પ્રશ્નો-ભાગ ૫ ..
૨૮૬ ૧૦૬. હિતાથી પ્રશ્નો-ભાગ ૬ ..
૨૮૯ ૧૦૭. સમાપ્તિ અવસર (કાવ્ય)-ભાગ ૧
૧૯૩ ૧૦૮. સમાપ્તિ અવસર (કાવ્ય)-ભાગ ૨ .. ૨૯૪
(૨૦).
Page #22
--------------------------------------------------------------------------
________________
प्रज्ञावबोध मोक्षमाळा
शिक्षापाठ १ : वांचकने प्रेरणा વિવેકી વાંચક! આજે આ ગ્રંથ તમારા કરકમલમાં આવે છે. તે પ્રત્યે તમે પ્રસન્ન દષ્ટિથી અવલોકજ! તેમાં કથન કરેલ ભાવોને વિચારપૂર્વક અવગાહજ! અને હેય-ઉપાદેયનો (ત્યજવા-ગ્રહવા યોગ્યનો) વિવેક કરી પરમાર્થનું પરિશ ન કરજો! એથી કરીને તમને આત્માના અનંત આનંદ ગુણની પ્રસાદી પ્રાપ્ત થશે.
સા વિદ્યા યા વિમુવતયે ! જેમ વ્યવહારમાં તેમ પરમાર્થમાં પણ જે મુક્તિનું કારણ થાય તે વિદ્યા. આત્મવિદ્યા એ જ ખરી વિદ્યા છે, તેના લક્ષ વિનાની સર્વ વિદ્યા અવિદ્યા છે. વર્તમાનમાં કેટલાક લોકો અવિવેકી વિદ્યાના પ્રસંગથી સમયના પ્રવાહમાં તણાઈ જઈ ધર્મ પ્રત્યે સર્વથા અશ્રદ્ધાળુ જણાય છે. તો કેટલાક વળી કુલપરંપરાગત મતાગ્રહ અને અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા દેખાય છે. ધર્મ તત્વની સમ્યક પરિજ્ઞા કરી, તે પ્રત્યે સાચી શ્રદ્ધા ધરાવનારા ધન્ય માનવો તો કવચિત્ જ દષ્ટિગોચર થાય છે. અશ્રદ્ધાળુને શ્રદ્ધા પ્રેરવા, અંધશ્રદ્ધાળુને સત્ય શ્રદ્ધા ઉપજાવવા અને સાચી શ્રદ્ધાળુને વિશેષ સ્થિર કરવા આ પુસ્તક નિમિત્તભૂત થાય એવી પરમ કૃપાળુ ભગવાન પ્રત્યે પ્રયાચના!
મહા ભવરોગ મટાડવા માટે પરમ ભાવવૈદ્ય વીતરાગ દેવે સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ દિવ્ય રસાયનનું નિરૂપણ કર્યું છે, જેનું સેવન કરવાથી આત્મા નીરોગી બને છે. જિનના મૂળમાર્ગરૂપ આ દિવ્ય રસાયનનો સરસ રસ આ ગ્રંથમાં મૂળરૂપે રહ્યો છે, જેથી એ આત્મનીરોગિતાનું કારણ થઈ પડશે! નિષ્કારણ કરૂણાશીલ ભગવાને હૃદયસાગરનું મંથન કરી જ્ઞાનામૃત વલોવ્યું છે, જેના પાનથી વિબુધો અમૃતપણાને પ્રાપ્ત થાય છે. માટે કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ’–એ મહાસૂત્રને હૃદયમાં ધારણ કરી, હે વિબુધો! વિનયાદિ
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અનુપાન સાથે આ જ્ઞાનામૃતનું પાન કરી તમે અમૃતત્વને પામો! એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના!
કળશ
(હરિગીત) જિનરાજ ચંદ્ર સુદર્શને પ્રજ્ઞાવબોધ સમુદ્રની,
છોળો ઊંચે ઉછળે અહો! બુધરંજની ચિતનંદની; તેમાં નિમજ્જન આચરી હે પ્રાજ્ઞજન! ત્રણ તાપની,
શાંતિ કરી અનુભૂતિ લ્યો આનંદમય નિજ આત્મની.
शिक्षापाठ २ : जिनदेव } भाग १
રત્નમાલા (આરતીનો રાગ) જય જિનદેવા! જય જિનદેવા!
દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે,
યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે ... જય જિનદેવા!૦ ૧ રાગાદિક સહુ શત્રુ - જીત્યા,
વરી કેવલશ્રી રીઝી પ્રીત્યા; શ્રીમદ્દ સાચા જિન તમે છો,
દિવ્ય ગુણોથી દેવ તમે છો . જય જિનદેવા!૦ ૨ કર્મ જીત્યાથી જિન છો જિષ્ણુ,
સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ; શંકર સહુનું શું કરવાથી,
હરિ પુરુષોત્તમ અઘ હરવાથી ... જય જિનદેવા!૦ ૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી;
બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝક્યાથી;
* કેવલી વરી હોવાથી જે સાચા શ્રીમદ્ છે. ૧ જીતનારા.
Page #24
--------------------------------------------------------------------------
________________
જિનદેવ-ભાગ ૧
રામ તમે છો આતમરામી,
સ્વામ તમે છો ચેતન સ્વામી .. જય જિનદેવા!૦ ૪ જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી,
દેહ છતાંયે જેહ વિદેહી ; મુક્તિ તણો મારગ • જગબંધુ,
બોધ અદૂષણ કરુણાસિબ્ધ ... જય જિનદેવા!૦ ૫ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી,
સંગમ તીરથ શિવપથ શ્રેણી; એ જસ તીર્થે નિત્ય નિમજી,
પાવન જન સૌ પાપ વિવર્જી .. જય જિનદેવા!૦ ૬ ઘાતિય પ્રગટયું વીર્ય અનંતું,
| દર્શન જ્ઞાન ને સૌખ્ય અનંતું; નિજ પદ પામે જિનરૂપ ભાળી,
અજકુલવાસી સિંહ ક્યું નિહાળી ... જય જિનદેવા!૦ ૭. જિન ઉપાસો જિન થાય જીવો,
દીપ ઉપાસી વાટ ન્યું દીવો; જિન સહજાન્મસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણસુદેવા ... જય જિનદેવા!૦ ૮
- શાર્દૂલવિક્રીડિત એવા શ્રી અરિહંત અહંત પ્રભુ નીરોગી જીનેશ્વરા,
આખ પ્રાપ્ત પર પરેષ્ઠિ પદને વૈલોક્યના ઇશ્વરા; શ્રીમદ્ જે ભગવાન દાસ શરણ કારુણ્યના ધામ જે,
હો આત્માપણ તેહના ચરણમાં! સાચો સુવિશ્રામ જે. ૧
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોલમાળા
शिक्षापाठ ३ : जिनदेव } भाग २ જિન એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર્ શત્રુઓને જીતી જે શુદ્ધ સહાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે 'જિન'. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મક્ટકનો સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન. અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણોના સ્વામી થયા હોવાથી, એ જ ખરેખરા દેવ” છે.
વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ જિનદેવ પરમ “અહંત' અર્થાત વિશ્વની પૂજાના પરમ પાત્ર છે. સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ યોગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ મહાદેવ સર્વદાને માટે સર્વ દોષથી સર્વથા રહિત થયા છે. કારણકે જેમાં સર્વ દોષો સમાય છે, એવા રાગ, દ્વેષ ને મોહ એ ત્રણ મહાદોષને આ મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે; અથવા પ્રકારતરે આ પરમ નિર્દોષ મૂર્તિએ આ અઢાર દોષને નષ્ટ કર્યા છે.
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે ન્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજ્જાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી; અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મોપયોગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. મિથ્યામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુ:શીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી; અને સપરિવાર સમક્તિ સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દર્શનમોહને ક્ષીણ કર્યો.
Page #26
--------------------------------------------------------------------------
________________
જિનદેવ-ભાગ ૨
અને રાગ, દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચારિત્ર મોહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તો જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણ બાઘા બની ઉઠીને નાઠા! ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે–હાસ્ય, અરતિ, રતિ, શોક, દુર્ગચ્છા, ભય, વેદોદય (કામ)એ તુચ્છ કૃષિપંકિત જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દોષ તો બિચારા કયાંય ચગદાઈ ગયા! આમ ચારિત્રમોહનો સર્વનાશ કરી, નિષ્કારણ કરૂણારસના સાગર આ પરમકૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું.
આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલોકબંધુ દાન સંબંધી વિદનને દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા. લાભ સંબંધી વિદનને-લાભાંતરાયને નિવારી, પરમ લાભાસથી મસ્ત એવા આ પ્રભુ, જગતને આત્મલાભમાં વિદન કરનારા લાભવિદનના નિવારક થયા. પંડિત વીર્ય વડે કરીને વીર્યવિદનને- વીર્યંતરાયને નિવારી, આ પ્રભુ પૂર્ણ પદવીના યોગી બન્યા. અને ભોગાંતરાય–ઉપભોગાંતરાય એ બને વિન નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપરણતારૂપ ભોગના સુભોગી થયા.
આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ, વિતરાગ પરમાત્મા છે–જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે કે-“હારું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન થયેલું છે. હારૂં મુખકમલ પ્રસન્ન છે. હારો ઉત્સગ સ્ત્રીસંગથી રહિત છે.. અને હારૂં કરયુગલ પણ શસ્ત્રના સંબંધ વિનાનું છે. તેથી કરીને જગતમાં કોઈ ખરેખરો વીતરાગ દેવ હોય તો તે તું જ છે.”
આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી” કૃપાદૃષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. કારણકે “જિનપદ નિજપદ એકતા,
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
ભેદભાવ નહિ કાંઈ.' એટલે સિંહને દેખીને જેમ અજદુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને ‘દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. '' . . (અનુષ્ટ્રપ) શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ જે;
મુમુક્ષુજન એવા તે, ભગવાન જિનને ભજે.
शिक्षापाठ ४ : निग्रंथ જિનદેવ જેવા મહત્વ પુરુષના નિગ્રંથ વીતરાગ માર્ગે વિચરવાનો ‘અપૂર્વ અવસર’ જેને પ્રાપ્ત થયો છે, એવા નિગ્રંથ સાધુપુરુષના સ્વરૂપનો અત્રે કંઇક વિચાર કરીશું. ધન, ધાન્ય, ઘરબાર આદિ બાહ્ય ગ્રંથિ (ગાંઠ, બંધન) અને મોહ–રાગ-દ્વેષ-ક્રોધ-માનાદિઅત્યંતર ગ્રંથિ,– એમ ‘સર્વ સંબંધનુ બંધન તીક્ષણ છેદીને', જે દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારની પરિગ્રહરૂપ ગ્રંથિથી રહિત અસંગ થયા છે તે નિગ્રંથ. જેને પંચ પરમેષ્ઠિ મધ્ય ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, એવા આ વીતરાગદશા સાધક નિગ્રંથ સાધુની દશા કેવી અદ્ભુત હોય!
દેહથી ભિન્ન એવા કેવલ ચૈતન્યમૂર્તિ આત્માનું અનુભવજ્ઞાન જેને ઉપન્યું છે, એવા આ જ્ઞાની મુનીશ્વર દર્શનમોહરૂપ મહા મિથ્યાત્વગ્રંથિને છેદી નાંખી, ચારિત્રમોહના ક્ષય ભણી પરમ શૂરવીરપણે સર્વાત્માથી પ્રવર્યા હોય છે. એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈપણ પરમાણુમાત્ર પણ હારું નથી એવો અખંડ નિશ્ચય થયો હોવાથી, આ મહાત્માને આત્મા સિવાય અન્ય સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિરૂપ પરમ વૈરાગ્ય વર્તે છે. આ નિ:સાર દેહમાંથી પણ પરમાર્થરૂપ સાર કાઢી લેવાને ઇચ્છતા આ શાંતમૂર્તિ સંતનો દેહ પણ માત્ર આત્મસંયમના હેતુએ જ હોય છે; બીજા કોઈ પણ કારણે તેને
Page #28
--------------------------------------------------------------------------
________________
નિગ્રંથ
કાંઈ પણ કલ્પતું નથી. ભમરો ફૂલમાંથી રસ ચૂસે, પણ તેને લેશ પણ પીડા ન ઉપજાવે, એવી પરમ નિર્દોષ માધુકરી વૃત્તિ આ ભિક્ષુ આચરે છે; અને સંયમયાત્રા દેહના નિર્વાહ પૂરતું પ્રાય: એક જ વાર ભિક્ષાભોજન લઈ નિત્ય તપનો લાભ લ્ય છે. આત્મસ્વરૂપના તેજથી પ્રતપતા આ વીર તપસ્વીને પોતાના દેહમાં પણ કિંચિત્માત્ર મમત્વરૂપ મૂચ્છ હોતી નથી, તો પછી ઉપકરણાદિમાં તો કયાંથી હોય?
નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન આ યોગી પુરુષ મન-વચન-કાયાના યોગને જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે; અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની માવજજીવ આત્માને વિષે એવી સ્થિરતા કરે છે, કે ગમે તેવા ઘોર પરીષહ કે ઉપસર્ગના ભયથી તે ક્ષોભ પામતી નથી. આ સંક્ષિપ્ત યોગની કવચિત પ્રવૃત્તિ કરવી પડે, તે આ સંયમી પુરુષ માત્ર આત્મસંયમના હેતુથી જ સમ્યપણે કરે છે; અને તે પણ નિજ સ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને તથા જિનદેવની આજ્ઞાને આધીનપણે રહીને,-નહિ કે સ્વચ્છેદે કે સ્વરૂપનો લક્ષ ચૂકીને. આત્મારામી મુનિની આ સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય છે. આવા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ સ્વરૂપગુપ્ત સંતો પંચ મહાવ્રતની દઢ પ્રતિજ્ઞા લઈ તેના પરિપાલનમાં નિરંતર ઉઘુકત રહે છે. પંચ ઇંદ્રિયના વિષયમાં એને રાગદ્વેષરૂપ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. પંચ પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી. અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કર્યા વિના એ પ્રારબ્ધ ઉદયને આધીન થઈ ને નિર્લોભપણે વિચરે છે.
આ ક્ષમાશ્રમણો કદી ક્રોધ કરે તો કોઈ પ્રત્યે જ કોધ કરે છે, માન કરે તો દીનપણાનું માન કરે છે, માયા કરે તો સાક્ષીરૂપ દષ્ટાભાવની માયા કરે છે, અને લોભ કરે તો અલોભનો લોભ કરે છે! કોઈ બહુ ઉપસર્ગ કરે તો તેના પ્રત્યે આ ક્ષમામૂર્તિ કોપતા નથી. ચક્રવર્તી આવીને વંદન કરે તોપણ એમનામાં માન ગોત્યું જડતું નથી. દેહ છૂટી જાય તોપણ એમના રોમમાં પણ માયા ઉપજતી નથી. મોટી
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
લબ્ધિસિદ્ધિ પ્રગટે તોપણ એમને લોભનો અંશ પણ સ્પર્શતો નથી. આમ સન્માર્ગની દીક્ષા પામેલા આ સંતોએ શિરોમુંડન કરવા સાથે જ કષાયોનું મુંડન કરી નાંખ્યું હોય છે; અચેલકપણું ધરવા સાથે જ સર્વ પરભાવ વિભાવથી વજિત એવું આત્મમગ્નતારૂપ ભાવનગ્નપણું દાખવ્યું હોય છે; ચાવજજીવ અસ્નાનપણું ભજવા સાથે જ નિરંતર જ્ઞાનગંગામાં નિમજ્જન કરવારૂપ પરમ શુચિ સ્નાતકપણું સેવ્યું હોય છે; અગારવાસ ત્યજવા સાથે જ વેષવિભૂષા કે શરીરની ટાપટીપરૂપ પરિકર્મ વળ્યું હોય છે.
સદા સામાયિક ભાવમાં વર્તતા આ શુદ્ધોપયોગવંત શ્રમણને શત્રુ-મિત્રમાં, માન-અપમાનમાં, જીવિત-મરણમાં કે ભવ–મોક્ષમાં સર્વત્ર શુદ્ધ સમભાવ વર્તે છે. આવા નિરંતર આત્મસમાધિમાં સ્થિત આ અવધૂત એકાકીપણે ભયાનક સ્મશાનને વિષે વિચરતા હોય, કે જ્યાં વાઘ-સિંહનો ભેટો થાય છે એવા પર્વતમાં વિચરતા હોય, તો પણ એમનું આત્મામાં સમવસ્થાનરૂપ આસન અડોલ રહે છે ને મનમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી. આમ તેમણે દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથપણું સિદ્ધ કર્યું છે, એવા આ આત્મજ્ઞાની સમ્યગુદષ્ટિ વીતરાગ મુનીશ્વર, દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ, આ અવનિતલને પાવન કરતા વિચરે છે. (અનુષ્ટ્રપ) રાગદ્વેષ તણી ગાઢ, ગ્રંથિ દુર્ભેદ્ય ભેદીને,
છેદે જે ભવની ગ્રંથિ, તે નિગ્રંથ કહ્યો જિને.
शिक्षापाठ ५ : दयानी परम धर्मता
આ નિગ્રંથ ભગવંતોનો ધર્મ પરમ દયામય છે. સંત કબીરજીનું સુભાષિત છે કે “જિસકે હિરેદે હવે ભૂત દયા, વાને તીરથ ઓર કિયો ન કિયો.” અર્થાત્ જેના હૃદયમાં પ્રાણીદયા છે, તેણે બીજાં તીર્થ કર્યો કે ન કર્યા તે સરખું છે. કારણ કે સર્વ ધર્મમાં પ્રધાન એવા તારનારા દયારૂપ
Page #30
--------------------------------------------------------------------------
________________
દયાની પરમ ધર્મતા
પરમ તીર્થનું તેણે સેવન કર્યું છે “ હિંસા પરમો ધર્મ:'' એ સૂત્ર પણ એ જ ભાવનો પ્રતિધ્વનિ કરે છે. દયા એ “સર્વમાન્ય ધર્મ' છે. સર્વ દર્શનોએ આ દયાને એકી અવાજે વખાણી છે. અને તેમાં પણ જિનદર્શને તો અવધિ જ કરી છે. કરુણાસિબ્ધ મહાવીરની દયાનો અખૂટ ઝરો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ રક્ષા સુધી આગળ વધ્યો છે. કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પણ દુ:ખ દેવું નહિ, મન-વચનકાયાથી કોઈ ને પણ દૂભવવું નહિ; દૂભાવરાવવું નહિ અને દૂભાવનારને અનુમોદવું નહિ; એટલું જ નહિ પણ સર્વ પ્રાણીનું સુખ ઇચ્છવું ને કરવું, એ જ ભગવાન મહાવીરના બોધનો મુખ્ય ધ્વનિ છે. ‘સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.’ આ દયા એ જ સર્વ ધર્મનું મૂળ ને સર્વ સિદ્ધાન્તનો સાર છે. સત્ય, શીલ, દાન આદિ પણ દયાની રક્ષા કરનારા અંગભૂત અંગરક્ષક જેવાં છે. એ બધાંય ‘દયા હોઈને રહ્યા પ્રમાણ' છે. દયા એ સૂર્ય અને સત્યાદિ તેની પ્રદક્ષિણા કરતું નક્ષત્રમંડલ છે. માટો દયા એ જ મોટામાં મોટો ધર્મ છે.
દયા એટલે કરુણા અથવા અનુકંપા. કરુણાભાવથી હૃદયનું દ્રવવું, અનુકંપિત થવું તે દયા. પુષ્પપાંખડીને પણ દૂભવતાં અરેરાટી ઉપજે એવું ચિત્તનું કોમળ પરિણામ તે કરુણા. બીજા જીવોને દુખવેદનાથી આત્મામાં જેવો કંપ થાય છે, તેવો તેને અનુસરતો કંપ પોતાના આત્મામાં સંવેદવો, પરદુ:ખે દાઝવું ને તે જાણે પોતાનું જ દુ:ખ હોય એમ જાણી તે દૂર કરવા પ્રવૃત્ત થવું તે અનુકંપા. આવી કરુણામય દયા જે પાળવા ઇચ્છતો હોય, તે પર જીવને દુ:ખ કેમ આપી શકે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઇચ્છે નહિ, તે દયાળુ નાના મોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે કરુણાળુ તો કયારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે; એટલું જ નહિ પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આમ અહિંસા એ દયાનું સ્વાભાવિક પરિણામ છે. દયા-અહિંસાનો સંબંધ માતા-પુત્રી જેવો છે. બન્ને એક સીક્કાના બે પાસા જેવી છે. જ્યાં દયા છે ત્યાં અહિંસા છે ને અહિંસા છે ત્યાં દયા છે. દયા અને
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અહિંસાનો આવો ગત– પ્રયાગત ભાવ ને અવિનાભાવિ સંબંધ છે. વ્યવહારથી અને પરમાર્થથી આ અહિંસા એ પરમ ધર્મ કેવી રીતે છે, તેની કંઈક મિમાંસા કરીએ, એટલે દયાની પરમ ધર્મતા પણ સ્વયં સમજાઈ જશે.
પ્રમત્તયો~િાવ્યપરોપvi હિંસા એ સૂત્ર પ્રમાણે પ્રાણનું વ્યપરોપણ-હણવું તે હિંસા, એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. એટલે રાગદ્વેષાદિ પ્રમાદવશે કરીને, મન-વચન-કાયાના યોગથી, પોતાના કે પરના કોઈ પણ ઇંદ્રિયાદિ દ્રવ્ય પ્રાણનું હણવું તે દ્રવ્યહિંસા ને જ્ઞાનાદિ ભાવપ્રાણનું હણવું તે ભાવહિંસા. તેથી વિપરીત તે અહિંસા. આમાં મુખ્ય ચાવી આત્મપરિણામના હાથમાં છે; સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણું હોવાથી એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસોટી છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં ન હોવું, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ-પ્રમત્ત થવું, અથવા રાગ દ્વેષ– મોહ આદિ વિભાવરૂપ પ્રમાદથી વિકૃત ભાવને પામવું, તે આત્મસ્વરૂપની ઘાતરૂપ ભાવહિંસા છે. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પણ આત્માના પ્રમાદરૂપ વિકાર ભાવના-વિભાવના કારણ છે. માટે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગભૂત છે. એથી ઊલટું આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું, રાગાદિ પ્રમાદથી સ્વરૂપભ્રષ્ટ ન થવું, તે શુદ્ધ આત્મપરિણામની અઘાતરૂપ ભાવ અહિંસા છે; અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. આમ અહિંસા એ જ પરમ ધર્મ છે, એટલે દયાની પરમ ધર્મતા સહેજે સિદ્ધ થાય છે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આત્મદ્રવ્યને જ્યાં પરદ્રવ્યનો કે પરભાવનો સમય માત્ર પણ પરમાણુ જેટલો સંગ નથી, એવા પરમ અહિંસક શુદ્ધ સહજ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પરમ તાત્ત્વિક ભાવ અહિંસા છે, એ જ પરમ ભાવદયા છે અને એ જ પરમ ધર્મ છે. આવો પરમ ભાવદયામય શુદ્ધ અહિંસા ધર્મ સ્વાચરણથી સિદ્ધ કરી, જેણે શુદ્ધ સહજાત્મસ્વરૂપે સ્થિતિ કરી છે, એવા પરમકૃપાળુ શ્રી જિનદેવે આ ભાવદયામય પરમ ધર્મનું આ સ્વરૂપ પ્રકાશ્ય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
સાચું બ્રાહ્મણપણું
યંતનાથી છકાય જીવની રક્ષા એ આ પરમ કોમળ ભાવદયા પરિણામનો સહજ સ્વાભાવિક વ્યવહાર છે, અને એ જ પરમકૃપાળુ નિગ્રંથોએ આચરેલો પરમ સુંદર આચાર છે. ચાલો આપણે પણ ‘એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ!' (અનુષ્ટુપ) સ્વભાવને વિભાવે જે, ના હણી સ્વદયા ધરે; તેહ ભાવદયાસિંધુ, હિંસા કેમ કરે? ખરે !
૧૧
शिक्षापाठ ६ : साधुं ब्राह्मणपणुं
.
આવા પરમ અહિંસામય દયાધર્મનું પાલન કરવું એ જ સાચું બ્રાહ્મણપણું છે. બ્રાહ્મણનું પ્રાકૃત રૂપ ‘માહળ' થાય છે, તે પણ એ જ પરમાર્થનું સૂચન કરે છે કે હે બ્રાહ્મણ ! હે માહણ ! તું જીવને માહણ ! જીવહિંસા કરીને આત્મસ્વરૂપની ઘાત મ કર! અથવા બ્રાહ્મણ એટલે નવવાડવિશુદ્ધ બ્રહ્મચર્યધારી, વા બ્રહ્મમાં–શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરનારો બ્રહ્મચારી. શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત એવો જે ‘દ્રવ્યભૂત’ હોય અને દેહમમત્વ છોડી કાયા વોસરાવી દીધી છે એવો જે ‘વ્યુત્ક્રુષ્ટકાય' હોય, તેને જ શ્રી સૂયગડાંગ સૂત્રમાં સાધુ કહ્યો છે; અને તેને જ ત્યાં માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ એમ ચાર યથાર્થ સંજ્ઞા આપી છે.
+ જ =
વિપ્ર અને દ્વિજ એ બ્રાહ્મણના પર્યાયશબ્દો છે, તે પણ એ જ ભાવને પુષ્ટ કરે છે. વિઘા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ મોહરૂપ અવિદ્યા દૂર કરી જે આત્મવિદ્યાના પ્રકર્ષને પામેલ છે તે વિપ્ર. દ્વિ બે વાર જેનો જન્મ થયો છે, અથવા બીજો જન્મ જેનો થયો છે તે દ્વિજ. અર્થાત્ સમ્યગ્દર્શનરૂપ સંસ્કારબીજ આત્મામાં રોપાયાથી જેનો સમ્યગ્દષ્ટરૂપે બીજો જન્મ-નવો અવતાર થયો છે, તે ‘દ્વિજ’. આ સમ્યગ્દર્શનરૂપ આધ્યાત્મિક સંસ્કારજન્મ પામવાનો અધિકાર કોઈ પણ જાતિને છે. આવો સંસ્કારજન્મ પામવાથી યોગિકુલમાં જન્મ પામેલા ‘કુલયોગી’ દ્વિજો, કુલવધુ જેમ,
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પોતાના યોગિકુલને છાજે એવું વર્તન કરે છે. જેમકે પરભાવવિભાવરૂપ પર ઘર પ્રત્યે ન જવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલ્લંઘાય એવા ઉચિત મર્યાદા ધર્મમાં–‘મરજાદ'માં વર્તવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું, ઇત્યાદિ યોગિકુલના ધર્મને કુલયોગી બરાબર પાળે છે. તેમજ-કુલપુત્ર જેમ અનાર્ય કાર્ય દૂરથી વર્જે છે, તેમ આ આર્ય કુલયોગી દ્વિજો પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પોતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચોરી કરવારૂપ અદત્તાદાનન, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપે વ્યભિચારને અને મમત્વથી પરવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને, ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે. આવું જ્ઞાનસંસ્કારસંપન્ન સમ્યગુદષ્ટિ જોગીજનનું જે પારમાર્થિક દ્વિજપણું તે જ સાચું બ્રાહ્મણપણું છે.
આ બ્રાહ્મણત્વ સાથે યજ્ઞની ભાવના પણ જોડાયેલી છે, તેનો પરમાર્થ પણ વિચારવા યોગ્ય છે. પોતાપણાની-અહંત્વમમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિ:સ્વાર્થપણેનિષ્કામપણે જે કંઈ યજન, પૂજન, ભક્તિ આદિ સદનુષ્ઠાન કરવામાં આવે તે યજ્ઞ. ઇંદ્રિય પશુઓનું અર્થાત્ વિષયવાસનાઓનું બલિદાન આપી, ધર્મધ્યાન અગ્નિમાં કર્મબન્ધનને હોમી દેવા તે યજ્ઞ. કર્મ ઇન્ધનને ભસ્મ કરનારા આવા અગ્નિહોત્રની ‘ધૂણી’ સદાય ધખાવી સાચો ભાવયજ્ઞ- બ્રહ્મયજ્ઞ કરે તે જ સાચો બ્રાહ્મણ. ગીતામાં કહ્યું છે કે-“જે બ્રહ્મને અર્પણ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ હવિ (હોમદ્રવ્ય) બ્રહ્મઅગ્નિમાં, બ્રહ્મથી હોમવામાં આવે છે; અને બ્રહ્મકર્મ સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યે જ જવાનું છે.”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આવો જ ભાવ બતાવ્યો છે. ત્યાં બ્રાહ્મણો જન્મથી ચાંડાલ એવા હરિકેશિબલ મુનિને પૂછે છે કે હે મુનિ! તમારી જ્યોતિ (અગ્નિ) શું છે? તમારૂં જ્યોતિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે? તમારા ઇંધન કયા છે? ક્યા હોમથી તમે જ્યોતિને હોમો છે? મુનિ જવાબ આપે છે-તપ હારી જ્યોતિ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
સાચું બ્રાહ્મણપણું
૧૩
જીવ મ્હારૂં જ્યોતિસ્થાન છે. યોગો મ્હારી સૂવા છે. શરીર મ્હારૂં ઇંધન છે. કર્મ હારા સમિધ છે. સંજમ જોગ શાંતિ છે. ઋષિ સંબંધી એવો પ્રશસ્ત હોમ હું હોખું . આવો સાચો ભાવયજ્ઞ-બ્રહ્મયજ્ઞ કરનારા હરિકેશિબલ મુનિ જન્મે ચાંડાલ છતાં લક્ષણે સાચા બ્રાહ્મણ હતા; એટલે જ ત્યાં આગળ વધીને કહ્યું છે કે-મુંડનથી શ્રમણ થતો નથી, ૩કારથી બ્રાહ્મણ થતો નથી, અરણ્યવાસથી મુનિ થતો નથી, કુશચીરથી તાપસ થતો નથી. પણ સમતાથી શ્રમણ હોય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ હોય, જ્ઞાનથી મુનિ હોય, તપથી તાપસ હોય; કર્મથી બ્રાહ્મણ હોય, કર્મથી ક્ષત્રિય હોય, કર્મથી વૈશ્ય હોય, કર્મથી શૂદ્ર હોય.
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પરમાર્થથી મોક્ષમાર્ગમાં જાતિવેષનો ભેદ છે જ નહિ. તે યથોક્ત મોક્ષમાર્ગ જે કોઈ પણ સાચો મુમુક્ષુ સાધે છે, તે મુક્તિ પામે છે. જાતિવેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” પરમાર્થથી તો બ્રહ્મ જાણે તે બ્રાહ્મણ, રાગાદિ આંતર્ શત્રુઓને હણે તે ક્ષત્રિય, આત્મહાનિ ત્યજી આત્મલાભનો જ વ્યાપાર કરે તે વૈશ્ય (વાણીઓ) અને આંતર્ મલનું શોધન કરે તે શૂદ્ર. આ ચારે વર્ણના સારભૂત પરમાર્થગુણ જાણી, તેને આત્મામાં પરિણમાવવા તે જ સાચું બ્રાહ્મણપણું ને તે જ સાચું શ્રમણપણું. (અનુષ્ટ્રપ) ચુતગંગા મહીં સ્નાત, સ્નાતકો શુચિ જે થયા;
સાચા પવિત્ર ચારિત્રી, બ્રાહ્મણો શ્રમણો કહ્યા.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७ : महा माहण महावीर સાચું બ્રાહ્મણપણું ભૂલી અજ્ઞજનો જ્યારે હિંસામય યજ્ઞ આદિ અધર્મ પ્રવૃત્તિમાં મગ્ન થઈ ગયા હતા, અને અંધશ્રદ્ધાની આંધી જ્યારે લોકોના હૃદયમાં અંધકાર ફેલાવી રહી હતી, ત્યારે જગતનું આ મોહતિમિર વિદારવા જગદુદ્ધારક મહા માહણ મહાવીરનો પ્રાદુર્ભાવ થયો.
આ સિદ્ધાર્થકુલદીપક વીર ક્ષત્રિયપુત્ર ત્રીસ વર્ષની ભર યુવાવસ્થામાં, છતી રાજ્યલક્ષ્મીને તૃણવત્ ત્યજી, અપૂર્વ વૈરાગ્યથી ત્યાગ કરીને ચાલી નીકળ્યા. જેને જન્મથી જ મતિ, શ્રુત ને અવધિ એ ત્રણ મહાજ્ઞાન હતા, એવા આ જ્ઞાનગંભીર ત્યાગવીર ત્રિશલાનંદનને દીક્ષા અવસરે જ ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટયું; અને તે જ દિને આ અસંગ મહામુનિ અન્યત્ર વિહાર કરી ગયા. માર્ગમાં ઇંદ્ર આવી ભગવાનને વિજ્ઞાપ્યું- હે પ્રભુ! હું પારિપાર્થક થઈને આપના ઉપસર્ગ નિવારવા ઇચ્છું છું. ભગવાને કહ્યું–આ કદી બન્યું નથી ને બનવાનું નથી કે અતાદિ કોઈ પણ આત્મા પર સહાયથી કેવલજ્ઞાન પામે. તે વીર આત્માઓ આત્મવીર્યથી જ કેવલ ઉપાર્જી પરમ પદ પ્રાપ્ત કરે છે. આમ ઇંદ્રની ભક્તિજન્ય ઈચ્છાનું પણ જેણે નિવારણ કર્યું, એવા આ દેહમાં પણ નિર્મમ પ્રભુ ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, ગજેંદ્ર જેવા મસ્ત, મૃગેન્દ્ર જેવા નિર્ભય, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, પૃથ્વી જેવા ક્ષમાશીલ, ખશૃિંગ જેવા એકાકી, ફણિધર જેવા એકાન્તદષ્ટિ, વૃષભ જેવા સ્થિર, કૂર્મ જેવા ગુખેન્દ્રિય, ભારંડ જેવા અપ્રમત્ત, ગગન જેવા નિરાલંબન, શંખ જેવા નિરંજન, સુવર્ણ જેવા જાતરૂપ, અને કમલદલ જેવા નિર્લેપ હતા. આવા આ સર્વત્ર સમભાવી અવધૂત, વાયુની જેમ અપ્રતિબદ્ધપણે, ગ્રામ-નગર–અરણ્યાદિમાં એકાકી આત્માને ભાવતા સતા વિહરવા લાગ્યા. અપ્પા મારેમાળે વિદર . ચાતુર્માસ આવતાં મહાવર એક કુલપતિના આશ્રમમાં વાસ કર્યો. ત્યાં કિંચિત્ અપ્રીતિનું કારણ થતાં તે ચાતુર્માસમાં પણ ત્યાંથી ચાલી નીકળ્યા, અને તેમણે આ પાંચ અભિગ્રહ રહ્યા:–અપ્રીતિસ્થાને રહેવું નહિ, ગૃહસ્થનો વિનય
Page #36
--------------------------------------------------------------------------
________________
મહા માહણ મહાવીર
૧૫
કરવો નહિ, પાણિપાત્રમાં ભોજન કરવું, સદા કાયોત્સર્ગધ્યાને સ્થિતિ કરવી અને પ્રાયે મૌન રહેવું. આમ મૌન ધારી કાયોત્સર્ગ ભાવે નિરંતર શુદ્ધ આત્માનું ધ્યાન ધરતા આ જીવન્મુક્ત મહામુનિ, વિહગ જેમ મુક્તપણે, અવનિત વિચરતા રહ્યા.
દીક્ષાદિનથી માંડીને આ મહાનિગ્રંથ મહાશ્રમણને અનેક ઉપસર્ગો આવી પડ્યા, તેને આ મેરુ સમા સ્થિર ક્ષમામૂર્તિએ અનન્ય સમતા ભાવે સહન કર્યા. જેમ જેમ ઉપસર્ગનું બળ વધતું જતું હતું, તેમ તેમ આ મહાવીરનું આત્મવીર્ય ઓર ને ઓર ઝળકી ઊઠી તેમનું અંતર્ગત આધ્યાત્મિક મહાવીરપણું પ્રગટ કરતું હતું. ઉપસર્ગોથી ડરવાની કે ભાગવાની વાત તો દૂર રહી, પણ વીર સુભટની જેમ તેને સામા જઈ ઊલટા ભેટવા માટે આ મહાવીર ખાસ અનાર્ય દેશોમાં વિચર્યા. ત્યાં મુંડો એમ કહી કોઈ તેને હણતા હતા, કોઈ ગૂઢ ચર માની ધારી રાખતા હતા, કોઈ ચોર જાણી બાંધતા હતા, અને બીજાઓ પણ સ્વરુચિ પ્રમાણે અનેક પ્રકારની વિડંબના કરતા હતા. પણ પ્રેમમૂર્તિ પ્રભુ તો તે ઉપસર્ગ કરનારા નિસર્ગફૂર અનાર્યોને પણ પોતાના કર્મક્ષયમાં સહાયરૂપ આત્મબંધુ માની કર્મક્ષપણથી આનંદ પામતા; અને ઘોર તપશ્ચર્યા કરતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું ધ્યાન ધ્યાવતાં પ્રતિમાવત્ સ્થિર
થતા.
એકદા પ્રભુ અઠ્ઠમ તપ કરી, એકરાત્રિની મહાપ્રતિમાથી એક રૂક્ષ દ્રવ્ય પર સ્થિર નિર્નિમેષ દષ્ટિએ એકાગ્ર ધ્યાને સ્થિત હતા. ત્યારે અવધિથી જાણી ઈંદ્ર સુધર્મા સભામાં પ્રભુના મેરુ સમા આ અક્ષોભ્ય ધ્યાનની પ્રશંસા કરી. તે સહન ન કરી શકવાથી મત્સરથી બળતો સંગમ નામનો એક દુષ્ટ દેવ, આ મર્ચ તે શી વિસાતમાં એમ હુંકાર કરતો, પ્રભુ જ્યાં ધ્યાનસ્થ બિરાજમાન હતા, ત્યાં આવ્યો અને તેમને ઘોર ઉપસર્ગો કર્યા. છેવટે હજાર લોહભારથી ઘડેલું કાલચક્ર તે દુષ્ટ પ્રભુ પર ફેક્યું, જેથી તે ગોઠણ સુધી પૃથ્વીતલમાં નિમગ્ન થઈ ગયા. એવી સ્થિતિમાં પણ તે કરુણાસિબ્ધ મહાવીર તે દેવને માટે શોચવા લાગ્યા કે-અરે! વિશ્વને તારવા ઇચ્છતા અમે આ બિચારાના
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
સંસારકારણ થશું! અમારા નિમિત્તે ક્લિષ્ટ કર્મ બાંધતા આ બાપડાની શી ગતિ થશે? એમ ચિંતવતાં તે પરમ કૃપાળુની આંખમાં ઝળઝળી આવ્યા. આવા કરુણામૂર્તિને તે નિણ દેવે વીસ મહા ઉપસર્ગો તે રાત્રીએ કર્યા, પણ ધ્યાનનિમગ્ન પ્રભુ લેશ પણ ચળ્યા નહિ. એટલે પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો હું ક્યા મોઢે સુધમસભામાં પાછો જાઉં એમ ચિંતવી, તે અધમાધમ સંગમે પ્રભુનો પીછો પકડી, આહારને પણ ન કલ્પ એવો દૂષિત અનેષણારૂપ કરી દેતાં છ માસ સુધી વિવિધ ઉપસર્ગો કર્યા. છેવટે સમતામૂર્તિ પ્રભુને મેરુવત અક્ષોભ્ય દેખી, તે દુષ્ટ દેવ થાક્યો અને ક્ષમા યાચી સ્વસ્થાને ગયો.
સંગમના આ ઘોર ઉપસર્ગ પછી ગોપે પ્રભુના કાનમાં ખીલા ખોડયા, તે ભયંકરમાં ભયંકર મહા ઉપસર્ગ પણ ક્ષમામૂર્તિ પ્રભુએ અનન્ય સમતાભાવે વેધો. આમ મહાસત્વપણાની જાણે કસોટી કરવા આવેલા મહા ઉપસર્ગ- પરીષહની અગ્નિપરીક્ષામાંથી શુદ્ધ સુવર્ણની જેમ મહાવીર સમુત્તીર્ણ થયા. અને આમ સાડાબાર વર્ષ પર્યત અખંડ મૌન પાળી, જેણે અપૂર્વ અપ્રમત્ત યોગ સાધ્યો હતો, એવા આ સમર્થ યોગીશ્વરને જુપાલિકા નદીના કાંઠે શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની અપૂર્વ શ્રેણીએ ચઢતાં, કેવલજ્ઞાન ઉપર્યું.
પછી આ તીર્થકર ભગવંત મહાવીર ધર્મતીર્થનું સ્થાપન કરી, સર્વ શોકનો નાશ કરનારા એવા “અશોક” ધર્મચકનું પ્રવર્તન કર્યું. ઇંદ્રભૂતિ ગૌતમ આદિ મહા બ્રાહ્મણો તેમના પટ્ટશિષ્ય ગણધર થયા. મહારાજા બિંબિસાર (શ્રેણિક) આદિ મહાક્ષત્રિયો તેમના અંગ્રગણ્ય અનુયાયી . બન્યા. આનંદ આદિ મહાવૈશ્યો અને સદાલપુત્ર આદિ મહાશૂદ્રો પણ તેમના મહાભક્ત ઉપાસક થયા. ચારે વર્ણના લોકોને મહાવીરના વિશાળ વિશ્વવ્યાપક ધર્મધ્વજ તળે સ્થાન મળ્યું. ભારતવર્ષમાં સ્થળે સ્થળે ગ્રામાનુગ્રામ વિહાર કરતા આ ભારતના મહાજ્યોતિધર પોતાનો અહિંસા અને સત્યનો દિવ્ય સંદેશ જગતને સંભળાવ્યો; ધર્મ કોઈ એક અમુક જાતિનો જ ઇજારો નથી, પણ સર્વ કોઈ આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે એવી ઉદ્ઘોષણા કરી; સર્વ આત્માઓ આત્મત્વધર્મે
Page #38
--------------------------------------------------------------------------
________________
મહા માહણ મહાવીર
૧૭
સમાન છે, સર્વ જીવો સાધર્મિક આત્મબંધુ છે એવું વિશ્વબંધુત્વ બોધ્યું; સર્વત્ર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યઐ એ મહા ઉદાર વિશ્વકલ્યાણકારિણી ભાવનાઓ પ્રચારી, અને આમ ત્રીસ વર્ષ પર્વત પરમાર્થ ધર્મામૃતની વર્ષા વષવી, આ મહાવીર પ્રભુ દીવાળીના દિને બહોંતેર વર્ષની વયે નિર્વાણ પધાર્યા.
મંદાક્રાન્તા લોકો સર્વે ભુવનભરમાં મોહનિંદે સુતા'તા,
ને અજ્ઞાને ગહન તિમિરે ગાઢ તે ઘોરતા'તા; ત્યાં તો ઊગ્યો ભરત ગગને દિવ્ય તે વીર ભાનુ,
ધન્યા! ધન્યા! જનની ત્રિશલા ધન્ય સિદ્ધાર્થ માનું. ૧ તે વીરેન્દ્ર સકલ જગની ભાવ નિદ્રા ઉડાડી,
તે યોગીન્દ્ર જન મનમહીં આત્મજ્યોતિ જગાડી; તે બુન્હેન્દ્ર શિવપથ તણી શુદ્ધ વિધિ બતાવી, - તે દેવેન્દ્ર ભવવન વિષે સાચી દિશા સુજાડી. ૨ ‘જીવોને મા હણ” ઈમ મહા માહણે વીર નામે,
ફૂંક્યો મંત્ર ત્રય ભુવનમાં આ અહિંસા સુનામે; સૌ જંતુને જીવન પ્રિય છે, રક્ષજ સર્વ પ્રાણી!
ભાખી એવી જગતગુરુ તે શ્રી વીરે વીરવાણી. ૩ મૈત્રી સર્વે ભૂત પ્રતિ અહો! સર્વ જીવો ધરાવો!
દુ:ખી પ્રત્યે કરુણ ઝરણું નિત્ય સર્વે વહાવો! રાખો રાખો પ્રમુદિતપણું સર્વદા ગુણી પ્રત્યે!
દાખો દાખો વિપરીત પ્રતિ ભાવ માધ્યસ્ય નિ! ૪ એવી એવી અમલ અતિશે ભાવનાઓ પ્રસારી, | મુક્તિ કેરા અમલ પથની આત્મવિદ્યા પ્રચારી; દીવાળીને દિન જગદીવો નાથ નિર્વાણ પામ્યો,
જન્માબ્ધિથી તરણકરણો લોકઅગ્રે વિરામો. ૫
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રશાવબોધ મોક્ષમાળા
સંસ્મરણાર્થે ભુવનદીપના દ્રવ્ય દીવા કરાવો!
સંસ્મરણાર્થે ભુવન રવિના દીપમાલા રચાવો! ધાવી ગુણો ભગવન તણા ભાવ દીવા જલાવો!
ભક્તિ ભાવે નિજહૃદયમાં આત્મ જ્યોતિ જગાવો! ૬
शिक्षापाठ ८ : मैत्री आदि चार भावना વિશ્વવંઘ મહાવીર ભગવંતે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર વિશ્વવત્સલ ભાવનાનું નિરૂપણ કર્યું છે. શાંતિના ફિરસ્તા જેવી આ ચાર ઉત્તમ ભાવના અધ્યાત્મની જનની, મોક્ષમાર્ગની પ્રવેશની, ચિત્તની પ્રસાદની અને ધર્મધ્યાનની રસાયની છે. જગતમાં બીજાઓ પ્રત્યે આપણું વર્તન અને વલણ કેવું રાખવું જોઈએ, તેનો અનુપમ બોધ કરતી આ ભાવનાઓ પ્રભાવના પામે, તો અશાંતિના કારણો દૂર થઈ જગતનું કેટલું બધું કલ્યાણ થાય? કારણ કે “પરહિતચિંતા તે મૈત્રી, પરસુખતુષ્ટિ તે મુદિતા, પરદુ:ખવિનાશિની તે કરુણા અને પરદોષઉપેક્ષણી તે ઊપેક્ષા.” અર્થાત્ સન્મિત્રની જેમ બીજા સર્વ જીવોનું હિત ચિંતવી સાચું મિત્રપણે દાખવવું તે મૈત્રી. બીજો કોઈ પણ આપણા કરતાં ગુણમાં કે પુણ્યમાં અધિક હોય, તો તે પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ-મત્સર નહિ કરતાં રાજીપો રાખવો, ચિત્તપ્રસન્નતા ધારી ગુણાનુરાગ દાખવવો તે પ્રમોદ. કોઈ આપણા કરતાં ગુણમાં કે પુણ્યમાં ન્યૂન હોય, અથવા દોષથી દુષ્ટ કે દુ:ખથી આર્ત હોય, તો તેના પ્રત્યે તુચ્છ ભાવરૂપ તિરસ્કાર નહિ કરતાં અનુકંપા ધરી, તેના દોષ-દુ:ખાદિનું છેદન કરવા તત્પર થવું તે કરુણા. અને કોઈ સમજાવવાના ગમે તેટલા પ્રયત્નો છતાં દોષરૂપ અકાર્યમાંથી વાર્યો વારી શકાય એમ ન હોય, કે વાંકો વિમુખ ઉપરાંઠો ચાલતો હોય, તો તેની ઉપેક્ષા કરી રાગદ્વેષ રહિત મધ્યસ્થપણું–ઉદાસીનપણું ધરવું, તે માધ્યસ્થ અથવા ઔદાસીન્ય. આવી આ યોગ-સન્મિત્રની મૈત્રી કરાવનારી આ મૈત્રી આદિ ભાવનાઓ જીવને મોક્ષમાર્ગની યોગ્યતા
Page #40
--------------------------------------------------------------------------
________________
મૈત્રી આદિ ચાર ભાવના
‘પાત્રતા આપનારી’ છે. એટલા માટે જે મુમુક્ષુ જોગીજનો તેનું નિરંતર પુન: પુન: ભાવન કરે છે. જેમકે
૧૯
મારે સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રી છે. આ જગમાં મારો કોઈ પણ શત્રુ નથી ને મારે કોઈની સાથે વેર નથી. જેવું મારા આત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ આત્માઓનું સ્વરૂપ છે. તેથી એ સર્વ મારા સાધર્મિક આત્મબંધુઓ જ છે, એમ નિશ્ચય રાખી હે ચેતન! તું વિશ્વબંધુત્વ ભાવ! સમસ્ત જગજીવ પ્રત્યે વાત્સલ્ય ધરી, તેઓનું નિરંતર હિત ચિંતવ! ‘સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો!’ એમ તું મૈત્રી ભાવનાનું ભાવન કર !
પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પોતાના હૃદયમાં પ્રફુલ્લિત થઈ હે ચેતન! તું તેના પ્રત્યે તારો સાચો પ્રમોદભાવ દાખવ! અને તે તે ગુણવંતની ધન્યતા ચિંતવ કે ધન્ય છે આને! આનામાં વિદ્યા- વિનય-વિવેક–વિજ્ઞાનનો કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાન, કેવો ચારિત્રવાન છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરોની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહો આ મહંતોનું મહા અસિધારાવ્રત ! અહો આ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓની બ્રાહ્મી સ્થિતિ ! આ સદ્ધર્મપરાયણ સગૃહસ્થો પણ ધન્ય છે ! બન્ને કુળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સર્વ સુકૃતીઓના સુચરિત સંકીર્તનનો રસાસ્વાદ લેવડાવી હે ચેતન! તું તારી રસનાને ‘રસના’ કર! ગુણવંતની ગુણગાથા શ્રવણ કરાવી તારા શ્રવણને તું ‘શ્રવણ’ કર ! અન્યના ઐશ્વર્યના પ્રસન્ન અવલોકનથી તારા લોચનને તું ‘લોચન’ (રોચન) કર! અને આમ સાચા નિર્દભ પ્રમોદભાવથી અન્યના સુકૃતમાં મફતનો ભાગ પડાવી તારી જીભના, તારા કાનના ને તારા નેત્રના નિર્માણને કૃતાર્થ કર!
.
ક
રોગ વગેરે શારીરિક દુ:ખોથી જેમજ દારિદ્રય-દૌર્ભાગ્ય આદિથી ઉપજતા માનસિક દુ:ખોથી આ જગજ્જીવો બિચારા આધિ-વ્યાધિ- ઉપાધિરૂપ ત્રિવિધ તાપ પામી રહ્યા છે. તે પ્રત્યે હે જીવ! તું કરુણાર્ક દષ્ટિથી જો ! અનુકંપા ભાવ! અને પોતાનું દુ:ખ દૂર
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રશાવબોધ મોક્ષમાળા
કરવાને જેમ તું સદા તત્પર રહે છે, તેમ પરદુ:ખભંજન કરવાને તનમનધનની સમસ્ત શક્તિ હોમી દઈ તારી અનુકંપાને સાર્થક કર! અરે! મહાભવરોગથી આર્ત આ જીવો બિચારા અનંત જન્મ મરાદિ દુ:ખ અનુભવી રહ્યા છે; વિષયકષાયથી વ્યાકુલ થયેલા તેઓ પોતાના હાથે દુર્ગતિનો ખાડો ખોદી તેમાં ઊંડા ને ઊંડા ઉતરી રહ્યા છે. આ સર્વ જીવોને સન્માર્ગે દોરી હું શાસનરસિક કરું તો કેવું સારું! એવી ભાવદયાની ઊર્મિઓથી હે જીવ! તું તારા હદયસાગરને છલકાવી દે!
અને “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા'. માટે હે જીવ! તું ખરેખરું સુખ ઇચ્છતો હો, તો ઉદાસીન ભાવને ભજ! રાગ-દ્વેષ ન સ્પર્શી શકે. એવા ઊતુ– ઊંચા આત્મસ્વભાવના આસનમાં આસીન-સ્થિત થા! “આ અચેતન છે તે દશ્ય છે ને ચેતન છે તે અદશ્ય છે. તો હું કયાં રોષ કરું? ને ક્યાં તોષ કરું? માટે હું તો મધ્યસ્થ જ રહીશ”—એવો હે ચેતન! તું દઢ નિશ્ચય રાખ. સદબોધ દેતાં પણ કોઈ સમજાવ્યો ન સમજે તો પણ તું રોષ મ પામ. ભગવાન મહાવીર જેવાથી પણ સ્વશિષ્ય જમાલિ ઉન્માર્ગે જતાં રોધી શકાયો નહિ, તો બીજાનું શું ગજું? સૂત્ર છોડી કોઈ ઉસૂત્ર ભાખે, સન્માર્ગ છોડી કોઈ ઉન્માર્ગે જાય, અમૃત છોડી કોઈ વિષ પીએ, તો તેમાં આપણે શું કરશું? એમ ચિંતવી, પર ચિંતા છોડી હે - ચેતન! તું સમતાભાવે તારા નિજ સ્વરૂપની ચિંતા કર! અને આ અવનિના પરમ અમૃતરૂપ ઔદાસીન્ય શાંતસુધારસનું પાન કરી અત્રે જ જીવન્મુક્ત સુખનો અનુભવ કર! (શિખરિણી) બધા પ્રાણી પ્રત્યે સતત શુભ મૈત્રી ધરી રહો,
ગુણોથી શોભતા સુજન પ્રતિ પ્રીતિ બહુ વહો; ઉપેક્ષો વિરૂધ્ધ દુ:ખિત અનુકંપા નિત ચહો, પ્રકાશતો એવું ધરમ જિનનો આ જય હો!
Page #42
--------------------------------------------------------------------------
________________
સત્યાચનો ઉપકાર.
शिक्षापाठ ९ : सत्शास्त्रनो उपकार
આ મૈત્રી આદિનો જે બોધ કરે છે, એવા વિશ્વકલ્યાણકારી સતુશાસ્ત્રનો ઉપકાર અમાપ છે. કારણકે ‘પ્રાણી માત્રનો રક્ષક બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે શ્રી વીતરાગનો ધર્મજ છે.* એટલે તે વીતરાગ ધર્મના નિરૂપક સશાસ્ત્રને જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે. શાસ્ત્ર એ અહિતમાંથી નિવૃત્તવી જીવને હિતમાં પ્રવર્તાવનાર સન્મિત્ર છે. શાસ્ત્ર એ અપાર ભવસાગરમાંથી જીવને પાર ઉતારનારી નૌકા છે. શાસ્ત્ર એ શિવસુખની જન્મદાત્રી જનની છે. “શાસ્ત્ર એ સર્વત્ર ગમન કરનારું ચક્ષુ છે.” શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનું, આપ્ત પ્રમાણભૂત જ્ઞાની પુરુષનું વચન. જીવને મોક્ષમાર્ગ સંબંધી જે શાસન-આજ્ઞા કરે અને ભવભયથી ત્રાણ- રક્ષણ કરે તે શાસ્ત્ર, એવો તેનો વ્યુત્પતિઅર્થ જ તેનું પરમ ઉપકારપણું સૂચવે છે.
અને આવું શાસ્ત્ર તો નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞનું જ વચન હોઈ શકે, બીજા કોઈનું નહિ. સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા પુરુષનું સવચન તે જ સશાસ્ત્ર અથવા સદાગમ છે; અને તે જ વસ્તુનું સસ્વરૂપ બોધી જીવનું સાચું કલ્યાણ કરવાને સમર્થ હોવાથી પરમ માન્ય છે. 'નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું'. કારણકે મહા યોગબલસંપન્ન તે તે મહાગુરુઓનો ચૈતન્યસ્વરૂપ આત્મા અક્ષર
સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ આવા પરોક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ જીવને શ્રેયસ્કર થઈ પડે છે.
અત્રે “સ” શાસ્ત્ર એમ જે કહ્યું છે તે અસશાસ્ત્રનો વ્યવચ્છેદ કરવા માટે છે. કારણકે સશાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; અસત્શાસ્ત્ર તો ઉપકારી નહિ, પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષ-મોહની વૃદ્ધિ કરનારા એવા અસશાસ્ત્રનું આત્માથન - + આ ગ્રંથમાં “ ' એકવડા “ઇન્વર્ટેડ' કોમામાં અવતરણરૂપે મૂકેલ વચન શ્રીમદ્ રાજચંદ્રનું
છે અને “ ” બેવડા ઈન્વર્ટેડ કોમામાં મૂકેલ વચન અન્યનું છે એમ સર્વત્ર સમજવું.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
શું પ્રયોજન? જગતપૂજ્ય એવું સશાસ્ત્ર અમૃત છોડી કુશાસ્ત્રવિષથી આત્મવિડંબના કોણ કરે? વળી “અર્થકામની બાબતમાં લોકો વિના ઉપદેશે પણ પ હોય છે,” વગર શિખવ્ય પણ આપોઆપ પ્રવર્તે છે, પણ ધર્મની બાબતમાં તો શાસ્ત્ર ઉપદેશ વિના પ્રવૃતિ ઘટતી નથી. માટે તેમાં શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણી, તદુકત વિધિ અનુસાર મુમુક્ષુ આદરથી પ્રવર્તે એ જ એને આત્મહિતનો હેતુ છે.
કારણ કે આ કરવું ને આ ન કરવું એમ આત્મપદાર્થને અવિરોધરૂપ વિધિનિષેધ જે દાખવે છે,-એવું સશાસ્ત્ર જ
મોહાંધકારભર્યા આ લોકમાં આલોક” (પ્રકાશ) કરનારો દીવો છે. સશાસ્ત્ર એ અજ્ઞાનાંધ જનોને તત્ત્વદષ્ટિ અર્પનારૂં જ્ઞાનચક્ષુ, દિવ્યનયન છે,–જે વિનાની ધર્મક્રિયા પણ “અંધપેક્ષા કિયા તુલ્ય છે. કારણ કે અંધપણાને લીધે માર્ગ ન દેખતો આંધળો ઉન્માર્ગે જઈ જેમ ઊંડા ખાડામાં પડી જાય, તેમ દષ્ટિગંધપણાને લીધે સન્માર્ગ નહિ દેખતો અજ્ઞાની જીવ ઉન્માર્ગે ગમન કરી દુર્ગતિરૂપ ગર્તામાં–ખાડામાં પડી જાય છે. પણ સશાસ્ત્રનું અવલંબન જીવને હસ્તાવલંબરૂપ થઈ પડી દુર્ગતિમાં પડતો અટકાવે છે, અને તેને સદ્ધર્મમાં ધારી રાખી આત્મઉન્નતિને પંથે ચઢાવે છે. સશાસ્ત્ર એ ભવઅરણ્યમાં ભૂલા પડેલા જીવપથિકને ઉત્તમ માર્ગદર્શક ભોમીઓ છે; મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુને બારમા ગુણસ્થાનકના અંત પર્યંત દિશાદર્શન કરાવનારો પરમ સહાયક સોબતી છે.
સતશાસ્ત્ર એ ભવરોગનો નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃત સંજીવની છે, એટલે ભવરોગનું નિવારણ ઈચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદોષથી આ જીવને સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત લાગુ પડયો છે; વીતરાગરૂપ સદવૈધે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેનો આ ત્રિદોષ સન્નિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાથ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતો જાય છે. પરમ
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર (૧)
૨૩
શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ શ્રુત ઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂછિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે.
પરમ શાંતસ્વરૂપ વીતરાગના વદન-હિમાદ્રિમાંથી નીકળેલી એવી શાંતસુધારસના કલ્લોલો ઉછાળતી શ્રુતગંગાના નિર્મલ નીરમાં જે નિમજજન કરે છે, તે આત્મા શીતલ શુચિ અને શાંત થાય છે; અને તે દિવ્ય સરિતાની અખંડ શાંતવાહિતાના પ્રવાહમાં તણાતો જઈ પરમાત્મસ્વરૂપ સમુદ્ર ને મળે છે. (ચોપાઈ) સતયુત નિર્મલ ગંગાજલે, મનનો મલ સઘળોએ ગળે;
ચિત્તરત્નની અશુદ્ધિ ટળે, આત્મપ્રકાશે નિત ઝળહળે.
शिक्षापाठ १० : प्रमादना स्वरूपनो विशेष विचार (१)
સશાસ્ત્રનો ઉપદેશ જેના આત્મામાં પરિણમે છે, તેનો પ્રસાદ છૂટે છે. આ પ્રમાદ એટલે આળસુપણું એવો માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી પ્રમત્તપણું, ચુતપણું, ભ્રષ્ટપણું, આત્માનું સ્વરૂપથી ચૂકવું તે પ્રમાદ. એટલે જે કંઈ વડે કરીને જીવ પોતાની સ્વરૂપસ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ થાય, તે પણ પ્રમાદ એવો તેનો વિશાળ અર્થ છે. આત્માના સસ્વરૂપથી નિપાત નિચે પડવું, અધ:પતન થવું, તે સન્નિપાત એ જ મુખ્ય પ્રમાદ છે. અને આ સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતથી જ જીવને રાગ-દ્વેષ– મોહ એ ત્રિદોષ સન્નિપાતરૂપ અન્ય પ્રમાદ લાગુ પડે છે.
મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પંચ પ્રમાદ પણ આ સ્વરૂપભ્રષ્ટતારૂપ મુખ્ય પ્રમાદનું જ પરિણામ છે. કારણકે સ્વરૂપથી
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પ્રમત્ત થયેલો જીવ મોહમદિરાથી મત્ત બની પરભાવમાં અહંભાવરૂપ મદ પ્રમાદ ધરે છે. એટલે પછી તે મદમસ્ત જીવ પંચ ઇંદ્રિયરૂપ ગવાક્ષમાંથી પડતું મૂકી, ઝંપલાવી, પર વિષયમાં પતનરૂપ પ્રમાદ પામે છે. અને તે પતનથી મૂચ્છિત થઈ તેમાં આસકિત ધરતો વિષયાસક્ત જીવ તે વિષયને કાજે કષાય પ્રમાદને સેવે છે. આ પ્રકારે વિષયકષાયરૂપ પરભાવવિભાવમાં નિમગ્ન થયેલો તે આત્મભાન ભૂલી જવારૂપ પ્રમાદને પામી અજ્ઞાનરૂપ ઘોર નિદ્રામાં ઘોરે છે; અને આત્મકથાના વિસ્મરણરૂપ પ્રમાદને પામી વિપરીત એવી પરકથારૂપ વિકથી કરે છે આમ સ્વરૂપ ચૂકવાને લીધે ઉપજતા પંચ પ્રમાદથી ‘આખું જગતું પરકથા ને પરવૃત્તિમાં વહ્યું, જાય છે.”
અથવા આ પંચ પ્રમાદ આત્માને સ્વરૂપભ્રષ્ટ કરનારા કારણરૂપ પણ છે. કારણકે-મદિરાની જેમ અષ્ટ પ્રકારના મદ જીવને આત્મભાન ભૂલાવી સ્વરૂપથી ચૂકાવે છે. વિષય એ જીવના આત્મસ્વરૂપને હણનારૂં ભયંકર વિષમ વિષ છે; બીજાં વિષ તો એક વાર જ મારે, પણ આ વિષ હાલાહલ તો અનંત જન્મમરાણ કરાવી અનંતવાર મારે છે. અને આશ્ચર્ય તો એ છે કે આમ આત્માને વિષની જેમ મારી નાંખનારા આ વિષયના યોગક્ષેમાથે–વિષયસંરક્ષણાર્થે જીવ કષાય કરે છે! વિષયની મદદે શીધ્ર દોડી જવા કષાય દોસ્તો સદા તૈયાર જ Ever-ready) ઊભા છે! અને જીવને કષ-સંસારનો આય-લાભ પ્રાપ્ત કરાવી પોતાનું કષાય” નામ સાર્થક કરનારા આ કસાઈ જેવા કષાય નિર્દયપણે આત્મસ્વરૂપની ઘાત કરે છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જીવનો ભયંકરમાં ભયંકર પ્રમાદ છે. આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે જ જીવ અમૃત જેવી સરસ આત્મકથા છોડી, વિષ સમી વિરસ વિકથા સેવે છે. અજ્ઞાની જીવને જ વિષયવિકારની વૃદ્ધિ કરનારી શૃંગારમય સ્ત્રીકથા ગમે છે; ખાનપાનની વિવિધ વાનગીઓની વાતો કરવારૂપ ભક્તથા તેને વહાલી લાગે છે; સ્વદેશની આ સ્થિતિ છે ને પરદેશની તે સ્થિતિ છે, સ્વદેશમાં આ બન્યું ને પરદેશમાં તે બન્યું, ઇત્યાદિ દશકથા તેને રસ ઉપજાવે છે; આ રાજ્ય આપણું છે ને તે રાજ્ય પારકું છે, આપણા રાજ્યમાં આવી સુંદર વ્યવસ્થા છે ને તેના રાજ્યમાં તેવી .
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર (૧)
અસુંદર અવ્યવસ્થા છે, ઇત્યાદિ રાજકથા તેને આનંદ આપે છે. પણ તે મૂઢ જાણતો નથી કે આત્માનો વાસ્તવિક સ્વદેશ અને સ્વરાજ તો સહજાત્મસ્વરૂપ છે, અને પરદેશ-પરરાજ તો પરસ્વરૂપ છે. એટલે આવી વિક્થારૂપ પરકથામાં જીવ રચ્યો પચ્યો રહે, ત્યાં લગી તે સ્વરૂપથી ભ્રષ્ટ કેમ ન રહે? આમ આ પંચ પ્રમાદને જીવ જ્યાંલગી સેવે છે, ત્યાંલગી તે સ્વરૂપભ્રષ્ટ જ રહ્યા કરે છે.
૨૫
આમ આ સર્વ પ્રકારનો પ્રમાદ સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ સાથે પરસ્પર કાર્યકારણ સંબંધ છે. આ સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ એ જ સર્વ પ્રકારના પ્રમાદનું બીજ છે, એ જ સર્વ અનર્થનું ને સર્વ દુ:ખનું મૂળ છે, એ જ જીવનો મોટામાં મોટો ને ભયંકરમાં ભયંકર શત્રુ છે. આ ‘પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ ખેદકારક છે.’ પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે- એ રહસ્યમય સૂત્રોનો પરમાર્થ આ પરથી સ્પષ્ટ થાય છે. તેમજ-સમય ગોયમ મા પમાય- હે ગૌતમ ! સમયનો પ્રમાદ મ કર ! એ મહાસૂત્રનો મહિમા પણ આ પરથી સમજાય છે. સમય = (૧) કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, (૨) મર્યાદા, (૩) આત્મા, (૪) અવસર. આનો પરમાર્થ એ છે કે હે ગૌતમ ! તું આ સમય-મનુષ્યપણાનો અમૂલ્ય અવસર પામ્યો છે, તો હવે સમયમાં-સ્વરૂપમર્યાદામાં રહી, સમયને-આત્માને તું સમયમાત્ર પણ પ્રમાદ પમાડીશ મા! સમયમાત્ર પણ પરભાવમાં ગમન કરી આત્મસ્વરૂપની મર્યાદા ચૂકીશ મા! આમ ભગવાને એક સમયમાત્ર પણ પ્રમાદ કરવાની ના કહી છે, તો પછી વિશેષનું તો પૂછવું જ શુ? (ચોપાઈ) સમય તણો ય પ્રમાદ જ મૂક! સ્વરૂપની મર્યાદ ન ચૂક! સમય ન આવો આવશે ફરી, ભગવાન સ્વરૂપ ન ભૂલતો જરી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ११ : प्रमादना स्वरूपनो विशेष विचार (२)
વૈતાલીયા અતિ દુર્લભ માનવત્વમાં, અતિ આ દુર્લભ જીવિતવ્યમાં; ક્ષણ કેવલ એક માનવી! તુજને યોગ્ય નથી ગુમાવવી. ૧ પળ ઉપર જાય છે પળો, દિવસો, ઉપર જાય દિવસો; વષો પર વર્ષ જાય છે, નિજ આયુષ્ય વ્યતીત થાય છે. ૨ ક્ષણ રે! ક્ષણ એમ વીતતાં, ભવ નિરંત વૃથા વહી જતા; કંઈ શ્રેય થયું ન તાહરૂં, વિસર્યો આત્મસ્વરૂપ તું ખરું. ૩ ઘટિયંત્ર ઘડી ઘડી કહે, કર કલ્યાણ મનુષ્ય ભવ્ય હે! ગત આ પળ આવશે નહિ, જતી દે તું જ-પ્રમાદને અહિ. ૪ ગલતું જ્યમ અંજલિ જલ, કુશ અગ્રે ચલ જેમ ઝાકળ; જલબિન્દુય અન્જિની દલે, ત્યમ આયુષ્ય નિરંતરે ગળે. ૫ કરતાં અહિંકાલ કાલ' રે! ભરશે કાળ કરાલ ફાળ રે; મનની મનમાં રહી જશે, પડ મા લેશ પ્રમાદના વશે. ૬ ભજશે તુજ કેશ શ્વેતતા, તજશે ઈન્દ્રિય વૃન્દ સ્વસ્થતા; તક સાધી સ્વશ્રય સાંધી લે, પૂર પૂર્વે દઢ પાળ બાંધી લે. ૭ તિજ આંતર નિંદ ગાઢ તું, ઉઠ આત્મ! ઉઠ જાગ જાગ! તું; પુરુષાર્થ સદા ખુરાવને, ભજ નિત્યે અપ્રમાદ ભાવને. ૮ દૂર મોહ નિશા પછી થશે, ચિદ આકાશ પ્રકાશ પામશે; ભગવાન નિજ ધામમાં જશે, સુખ શાંતિ પદમાં વિરામશે. ૯
Page #48
--------------------------------------------------------------------------
________________
ત્રણ મનોરથ
૨૭
शिक्षापाठ १२ : त्रण मनोरथ હે પરમ કૃપાળુ દેવ! આપના ચરણકમળની કૃપાથી મને આરોગ્યની પ્રાપ્તિ હો! બોધિલાભની પ્રાપ્તિ હો! ઉત્તમ આત્મસમાધિની પ્રાપ્તિ હો! આપના અનુગ્રહથી આ મારા ત્રણે મનોરથ પૂર્ણ થાઓ!
' હે ભગવાન! હું મહા ભવરોગથી આ છું. જન્મ–જરામરણાદિ દુઃખોથી હું ક્ષણે ક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મોહસન્નિપાતથી હું આત્મભાન ભૂલ્યો છું. ઉગ્ર રાગવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીણ દ્રષશલ્ય મારા દદયમાં ભોંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મજન્ય આ ભાવરોગથી મારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિમય પરમ સ્વાથ્ય વર્તે છે, એવા હે આરોગ્યમૂર્તિ સહજાન્મસ્વરૂપ પ્રભુ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હો!
' હે ભવરોગના ભિષગવર! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બોધિ ઔષધિના સેવન વિના મારો આ ભવરોગ મટે એમ નથી. માટે હે બોધિમૂર્તિ પ્રભુ! હું આપને શરણે આવ્યો છું. તો હવે સમુદ્રમાં નષ્ટ રત્ન જેવા પરમ દુર્લભ આ બોધિરત્નના લાભથી મારો જન્મ સફળ થાઓ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળો આ બોધિ-સ્નદીપક મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો!
આ બોધિ વિના મને સમાધિ થવી સંભવતી નથી. માટે હે સમાધિમૂર્તિ પ્રભુ! બોધિની પ્રાપ્તિ થઈ મને આત્મસમાધિની પ્રાપ્તિ થાઓ! બીજના ચંદ્રમા જેવી બોધિબીજ કલાનો વિકાસ પામી, મારો આત્મ-ચંદ્ર પૂર્ણ સમાધિની સોળે કલાથી ખીલી ઉઠો! મારૂં વાસનામય ચિત્ત વિલીન થઈ આત્મામાં લય પામો! સર્વે પરભાવ-વિભાવ સમાઈ જઈ, મારો આત્મા સ્વરૂપમાં સમાઈ અખંડ આત્મસમાધિ અનુભવો!
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
હે સચ્ચિદાનંદ પ્રભુ! આમ આપના કૃપાપ્રસાદથી બોધિ, સમાધિ અને આત્મઆરોગ્ય પામી મારો આત્મા આપના જેવી નિરાબાધ ને નિરામય સ્વસ્થ અવસ્થા પામો! એટલું જ પ્રાર્થ છું તે સફળ થાઓ! ૩ શાંતિ: શાંતિ: શાંતિ:! (દોહરા) પરમ કૃપાળુ દેવ હે! આપો. બોધિલાભ;
આપો આરોગ્યલાભ ને, આપ સમાધિલાભ.
(૨)
“મનુષ્યત્વ, આર્યદશ, ઉત્તમકુળ, શારિરીક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુકત થવાની સાચી જિજ્ઞાસા એ છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦. “મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારું” " – શ્રીમદ્ રાજચંદ્ર, પ્રણીત મોક્ષમાળા
( શિક્ષાપાઠ, ૪૫ “શ્રાવકે ત્રણ મનોરથ ચિંતવવા”
– શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા-૧, પૃ. ૭૦૬
Page #50
--------------------------------------------------------------------------
________________
ત્રણ મનોરથ
* 66
‘છૂછ્યું. પિછલા પાપસેં, નવા ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફળ મનોરથ હોઈ. પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરૂં સંથારો સાર. તિન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન.”
– શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
**
૨૯
નિદ્રા પૂરી થતાં સવારમાં જાગૃત થઈ ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓ સર્વ લૌકિક મનોરથ તજી નિત્ય ત્રણ મનોરથ મનમાં ચિંતવે છે. સૌ પ્રથમ –
(૧) આરંભ-પરિગહના ત્યાગનો મનોરથ** :
શ્રાવક પહેલાં મનોરથનું ચિંતવન કરતાં વિચારે છે કે “હું* ભગવાન, હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું.”
આ રત્નચિંતામણી સમાન મનુષ્ય દેહ હારી ન જાઉં તે માટે આ અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યથી નિર્વતી અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી થવા હું કયારે શ્રાવકના બારવ્રતોને અંગીકાર કરીશ ? ત્યાર પછી ચિંતવે છે :
સદગત્ ડો. ભગવાનદાસ મહેતાની હૈયાતી દરમ્યાન તેઓએ નિર્દેશ કર્યો હતો કે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની દ્વિતીય આવૃત્તિના પ્રકાશન વખતે વિશેષમાં ઉપર જણાવેલા ત્રણ મનોરથ સંકલિત કરવા.
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(૨) સર્વસંગ પરિત્યાગનો મનોરથ* :
એવો શુભ અવસર કયારે આવશે કે, હું આ લોકમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત થઈ સર્વસંગનો ત્યાગ કરનારો થાઉં? કયારે માધુકરી વૃત્તિને ભજનારો બનું? મૂળ ગુણ અને ઉત્તરગુણવાળી એવી મુનિઓની ચર્ચાનું સેવન ક્યારે કરીશ? દુ:શીલ પુરુષોનો સહવાસ-સંસર્ગ તજી ગુરુ ચરણોની રજમાં આળોટતો હું ધ્યાનયોગનો અભ્યાસ કરી કયારે આ સંસારનો ઉચ્છેદ કરીશ? અને અંતે ભાવે છે :
(૩) સમાધિ મરણનો મનોરથ :
મૃત્યુકાળ નજીક આવે ત્યારે ક્રમે ક્રમે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી તેમજ કોધાદિ કષાયોના ત્યાગરૂપી સંલેખના વ્રતને હું ધારણ કરીશ. અરિહંત ભગવાન, સિધ્ધ ભગવાન, સાધુ ભગવાન અને કેવળજ્ઞાનીઓએ પ્રકારેલું ધર્મનું શરણ ગ્રહી, જીવિત કે મરણની કામના ત્યાગી, પોતાના તપના બદલામાં સંકટોથી ન ગભરાતાં જિનેશ્વર ભગવાનની ભક્તિમાં લીન રહી આનંદ શ્રાવકની પેઠે હું સંથારો કરીશ.
* શ્રી હેમચંદ્રાચાર્યકુત “યોગશાસ'ના ગુર્જરીનુવાદમાંથી ટૂંકાળીને સાભાર.
Page #52
--------------------------------------------------------------------------
________________
ચાર સુખશયા
शिक्षापाठ १३ : चार सुखशय्या સુખશધ્યા એટલે જ્યાં સુખેથી, આરામથી, લહેરથી શયન કરી શકાય એવી સુખદ સ્થિર થયા. ડગમગતા પાયાવાળી, ભાંગીતૂટી કે ઉપધાન (ઓશીકા) ને તળાઈ વગરની ખૂંચે એવી ખાટલી તે સુખશવ્યા ન કહેવાય; પણ સ્થિર પાયાવાળી, કોમળ ઓશિકા ને સુંદર તળાઈવાળી અખંડ પર્યમિકા હોય તે જ સુખશપ્યા કહેવાય. તેમ પરમાર્થમાં, અધ્યાત્મ પરિભાષામાં પણ પરભાવની જે શવ્યા તે અસ્થિર, ડગમગતી, સૂતાં ખૂંચે એવી દુ:ખદાયક છે, માટે તે સુખશવ્યા નહિ, પણ દુ:ખશપ્યા છે. સાચી સુખશયા તો એક નિજ સહજ આત્મસ્વરૂપ પદ છે. કારણકે તે જ અત્યંત સ્થિર ને શયન કરતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારું છે. માટે તે જ પારમાર્થિક સુખથયા છે. જેમ જેમ તેવી ભાવસુખશયામાં જીવ શયન કરે છે, જેમ જેમ પરભાવ- વિભાવથી વિરામ પામી જીવ આત્મારામી બને છે, તેમ તેમ તેને પરમ આત્મસુખની-પરમાનંદની ઓર ને ઓર લહરીઓ છૂટે છે.
આત્માને આ પરમ સમાધિમય સહાત્મસ્વરૂપ પદની સુખશયામાં શયન કરાવવા માટે વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ ને આચારસમાધિ એ ચાર સુખશયા ઉપકારી છે-કે જેથી આત્મા ચેતનમય સ્વભાવમાં શયન કરી પોતાના પુરુષ' નામને સાર્થક કરે છે. કારણકે પુરૂએટલે ચેતન, અને તેમાં ‘શેતે’ એટલે શયન કરે તેનું નામ પુરુષ. આ વિનયસમાધિ આદિ પ્રત્યેક સુખશવ્યાના ચાર ચાર ભેદરૂપ ચાર ચાર પાયા છે; અને તેમાં જ્ઞાન-દર્શન- ચારિત્ર એ આત્મભાવના અવટંભરૂપ સુંદર સુકોમળ ઉપધાન (ઓશીકાં) છે. કારણકે ઉપધાન = ઉપ + ધાન, અર્થાત્ જ્યાં સમીપપણાથી આત્મા આત્મભાવને વિષે વ્યવસ્થાપિત થાય છે તે “ઉપધાન. આવા જ્ઞાનદર્શનાદિ ઉપધાનવાળી ચેતનમય સ્વભાવની સુંદર તળાઇમાં, વિનયસમાધિ આદિ ચાર સુખશયા આત્મ-પુરુષને સુખે શયન કરાવે છે. તેનું મુમુક્ષુને મનન કરવા યોગ્ય ઉત્તમ સ્વરૂપ શ્રી દશવૈકાલિક સૂત્રમાં આ પ્રકારે પ્રકાશ્ય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
'પ્રવાવબોધ મોક્ષમાળા
- શ્રી સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે-હે આયુમન મેં શ્રી સદ્ગુરુચરણ સમીપ વાસ કરતાં આ શ્રવણ કર્યું છે : વિનયસમાધિ ચાર પ્રકારે છે : (૧) અનુશાસન- શિક્ષા કરવામાં આવતા શુકૂષાશ્રવણની તીવ્ર ઇચ્છા ધારે. (૨) સમકપણે પરિવજે-પ્રતિપન્ન કરે, માન્ય કરે. (૩) આમ શ્રવણથી જે શ્રત થયું તે યુતને આરાધે અને (૪) આમ શ્રુતપ્રાપ્તિથી હું કેવો વિનીત છું એવા આત્મોકર્ષથી-ગર્વથી ગૃહીત ન થાય. આમ ચાર પ્રકારે આત્મસ્થિત એવો મોક્ષાર્થી યથાવત્ વિનયસમાધિ આચરે.
શ્રુતસમાધિ ચાર પ્રકારે છે : (૧) મને શ્રુતજ્ઞાન હોશે આ બુદ્ધિથી અધ્યયન કરવાનું હોય, નહિ કે મોહ આદિ આલંબનથી. (૨) હું એકાગ્રચિત્ત હોઈશ એટલા માટે અધ્યયન કરવાનું હોય, નહિ કે વિડુતચિત્ત (ડામાડોળ) હોઉં એ માટે. (૩) હું આત્માને સ્વરૂપને વિષે સ્થાપીશ એટલા માટે અધ્યયન કરવાનું હોય. અને (૪) આમ સ્વયં આત્મધર્મમાં સ્થિત થયેલો હું પરને આત્મધર્મમાં સ્થાપીશ, એટલા માટે અધ્યયન કરવાનું હોય. આમ હું જ્ઞાન પામી એકાગ્રચિત્ત હોઈશ અને પોતે સ્વરૂપમાં સ્થિત થઈ બીજાને સ્થાપીશ, એમ સમજી શ્રુતસમાધિમાં રત થયેલો મુમુક્ષુ પુરુષ શ્રતોનું અધ્યયન કરે.
તપસમાધિ ચાર પ્રકારે છે : (૧) ઈહલોક અર્થતાથી–આ લોક સંબંધી કામનાથી તપઅનુષ્ઠાન ન કરે. (૨) પરલોક અર્થતાથી–પરલોક સંબંધી કામનાથી તપ અનુષ્ઠાન ન કરે. (૩) કીર્તિ-વર્ણ-શબ્દ-શ્લોક અર્થતાથી તપ અનુષ્ઠાન ન કરે. (૪) નિર્જરાર્થતા સિવાય બીજા કોઈ અર્થે તપનુષ્ઠાન ન કરે. આમ વિવિધ ગુણવાળા તપમાં રત, સર્વ પ્રકારની આશાથી રહિત એવો નિરાશ અને નિર્જરાર્થિક સદા તપ સમાધિયુક્ત પુરુષ પુરાણ પાપને તપથી ધૂણી નાંખે, ખંખેરી નાંખે.
આચારસમાધિ ચાર પ્રકારે છે : (૧) ઈહલોક અર્થતાથી આચાર (જ્ઞાનાચાર આદિ પંચ) ન આચરે (૨) પરલોક અર્થતાથી આચાર ન આચરે. (૩) કીર્તિ-વર્ણ-શબ્દ-શ્લોકઅર્થતાથી આચાર ન આચરે. (૪) અહ-જિનપદ પામવારૂપ આહંત હેતુ સિવાય અન્ય
Page #54
--------------------------------------------------------------------------
________________
જંબૂ સ્વામી
અર્થે આચાર ન આચરે. આમ જિનવચનમાં રત, અતિતી, સૂત્રાદિથી પ્રતિપૂર્ણ ને અત્યંત મોક્ષાર્થી, એવો આચાર-સમાધિથી સંવૃત દાન્ત પુરુષ મોક્ષભાવનું અનુસંધાન કરનારો ભાવસંધક હોય.
33
આ ચાર સમાધિને સમ્યક્ જાણીને સમાહિત–સુસમાધિસ્થિત આત્મા આત્માનું જ પદ ક્ષેમ ને શિવ કરે. આ શિવસ્વરૂપ આત્મપદ કેવું છે ? વિપુલ હિતવાળું અને તત્કાળ તથા આયતિમાં–પરિણામે પથ્થ ને સુખાવહ એવું આ શિવપદને પામી તે આત્મસમાધિસ્થિત પુરુષ જન્મમરણથી મુક્ત થાય છે, શાશ્વત એવા સિદ્ધ થાય છે, અથવા આત્મરત એવા મહદ્ધિક દેવ થાય છે.
(દોહરા) ચઉ સુખય્યામાં કરી, જ્ઞાનાદિ ઉપધાન; આત્મસ્વભાવ તળાઇમાં શયન કરે ભગવાન.
शिक्षापाठ १४ : जंबू स्वामी
જંબૂકુમાર લગ્ની પ્રથમ રાત્રીએ આઠ નવોઢા પત્નીઓ સાથે વાસભુવનમાં બિરાજ્યા છે. પણ નવયુવાવસ્થામાં વર્તતા આ મહાધનાઢય શ્રેષ્ઠિપુત્ર, શ્રી સુધર્માસ્વામીની સમક્ષ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે; અને પ્રાત:કાળે તો તેમની પાસે દીક્ષા લેવાના સમયની પ્રતીક્ષા કરી રહ્યા છે. હાડોહાડ વૈરાગ્યરંગથી રંગાયેલા જંબૂકુમારને તેમના આ નિશ્ચયમાંથી ચલિત કરવાને નવવધૂઓ અનેક પ્રકારની ભોગકથા કહી ઘણો ઘણો પ્રયાસ કરે છે, પણ જંબૂકુમાર યોગકથાનું સંકીર્તન કરી તેમને નિરુત્તર કરતાં કહે છે કે-કામભોગની કથા તો આ જીવે અનંતવાર શ્રવણ કરી છે, અનંતવાર પરિચયકરી છે, અનંતવાર અનુભવ કરી છે; પણ સત્ એવી આત્મધર્મ કથા એણે કદી શ્રવણ કરી નથી, કદી પરિચય કરી નથી, કદી અનુભવ કરી નથી. મેં સુધર્મા સ્વામી જેવા સદ્ગુરુ મુખે સુધર્મ કથા શ્રવણ કરી છે. એટલે આ મહત્ પુરુષના નિગ્રંથ માર્ગે વિચરવાનો ‘અપૂર્વ અવસર' હવે હું ચૂકવાનો નથી. આમ ભોગકથાને સ્થાને યોગથાનો મિષ્ટ સંવાદ જંબૂકુમાર કરી રહ્યા હતા.
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ કોશમાળા
ત્યાં આજે લગ્નની ધમાલને લઈ લૂંટ ચલાવવાનો સારો લાગે છે એમ જોઈ, એક પ્રભવ નામનો મોટો ધાડપાડુ તે રાત્રીના પાંચસો ચોર સાથે જંબૂકમારના આવાસે આવ્યો. નિદ્રા પમાડનારી અને તાળા ઉઘાડનારી એમ બે વિદ્યાના પ્રભાવે પ્રભવે ઘરના સર્વ માણસોને ઉઘાડી દીધા; અને તેમના અલંકારાદિ બધી માલમત્તા લૂંટી ગાંસડા પોટલા બાંધી લીધા. પણ એક મહાભાગ્ય જંબૂકુમાર ઉપર તેની વિદ્યાનો કંઈ પ્રભાવ ચાલ્યો નહિ. જંબૂકુમાર જે જાગતા રહી ઠંડા પેટે
આ બધું દશ્ય જોયા કરતા હતા, તે મધુર વાણીથી માર્મિક વચન બોલ્યા-અહીં નિરાંતે શયન કરી રહેલા આ નિમંત્રિત જનોને તે લોકો!
સ્પર્શશો મા! સ્પર્શશો મા! તેઓનો આ હું જાગતો પહેરેગીર છું. તે મહાપુણ્ય પ્રભાવોના આ વચનથી તે ચોરો જાણે લેખમય માટીના પૂતળા હોય એમ ખંભિત થઈ ગયા!
એટલે ચમત્કાર પામેલો પ્રભાવ પણ પત્નીઓથી પરિવરેલા જંબૂકુમારને ધારી ધારીને જોઈ જ રહ્યો અને તેણે પોતાની વાર્તા નિવેદન કરી કે હું વિધ્ય રાજાનો પ્રભાવ નામે પુત્ર છું. તારી મૈત્રીથી મારા પર અનુગ્રહ કર! હે સખા! તું મને તારી સંભની અને મોક્ષણી વિદ્યા દે. તેના બદલામાં હું તને મારી અવસ્વાપનિકા અને તાલોદ્દઘાટની એ બે વિદ્યા આપું. જંબૂએ કહ્યું- હે પ્રભવ! પ્રભાતે તો હું આ આઠેય નવોઢા પ્રિયાઓને છોડી, નિર્મમ થઈ ને પ્રવજ્યા લેવાનો છું. તેથી મને આ તારી વિદ્યાનું શું પ્રયોજન છે? એટલે આશ્ચર્યથી દિંગ થઈ ગયેલા પ્રભવે ઉંધાડનારી વિદ્યા સંહરી લઈ, અંજલિ જોડી જંબૂકુમાર પ્રત્યે વિજ્ઞાખું–હે સખા! તું અભિનવ યૌવનવંતો છે. આ નવોઢાઓ પ્રત્યે અનુકંપા કર. તું વિવેકી છે, માટે ભુક્તભોગી થઈ તું પરિવજ્યા લેશે તો શોભશે. જંબૂએ જવાબ આપ્યો-વિષયસુખ તુચ્છ છે. વિષયસેવામાં કદાપિ સુખ હોય તોપણ સર્ષવ જેટલું નથી અને દુ:ખ તો મેરુ જેટલું છે, –મધુબિન્દુ આદિની પેઠે. તે આ પ્રકારે :
કોઈ એક પુરુષ ભમતાં ભમતાં એક ભયંકર અટવીમાં આવી પેઠો. ત્યાં એક મદઝરતો વનમાતંગ સૂંઢ ઉછાળતો તેની સામે દોડયો. એટલે
Page #56
--------------------------------------------------------------------------
________________
જંબૂ સ્વામી
૩૫
તેણે જીવ બચાવવાને સમીપમાં તૃણથી ઢંકાયેલો કૂવો હતો તેમાં ઝંપલાવ્યું. તે કૂવાના તટ પર એક વડનું ઝાડ હતું, તેની એક શાખા કૂવામાં લટકતી હતી તેને આલંબીને તે લટકી રહ્યો. હાથીએ કૂવાની અંદર સૂંઢ નાંખી, પણ તેને પકડી શક્યો નહિ. પછી તે લટકતા પુરુષે કૂવામાં નીચે દષ્ટિ દીધી તો મોટું વકાસી રહેલો મોટો અજગર દીઠો; ચારે બાજુએ નજર ફેરવી તો કાંડા મારતા ચાર ભયંકર ફણિધરો દીઠા. વળી તે વડની શાખાને છેદવા માટે કાળો ને ઘોળો એમ બે ઉદરડા કર્કઃ અવાજ કરી રહ્યા હતા. હવે તે પુરુષને નહિ પહોંચી શકવાથી તે હાથીએ તે શાખાને જોરથી પ્રહાર કરવા માંડયા. એટલે તે હાલકડોલક થતી શાખામાંથી મધમાખીઓ મધપૂડો છોડીને ઊડવા માંડી અને તીક્ષ્ણ મુખોથી તે પુરુષને. સર્વ અંગે કરડવા લાગી ત્યાં વડ પર રહેલા મધપૂડામાંથી મધુબિન્દુ તેના લલાટ પર ટપક્યું ને નીચે ઉતરી તેના મુખમાં પેઠું. એટલે તે મધુબિન્દુનો આસ્વાદ પામી, આહા! કેવું મીઠું! એમ દુ:ખસાગર મધ્યે સ્થિત મૂર્ખશિરોમણિ મહતસુખ માનવા લાગ્યો!!
હે પ્રભવ! તું આ દષ્ટાંતનો પરમાર્થ સાંભળ : સંસારી જીવરૂપ પુરુષ છે. તે સંસાર અટવીમાં ભમી રહ્યો છે. મૃત્યુરૂપ હાથી તેની પાછળ પડયો છે. તે પુરુષે મનુષ્ય જન્મરૂપ કૂવામાં ઝંપલાવ્યું ને આયુષ્યરૂપ વટશાખામાં તે લટકી રહ્યો છે. જરાક પ્રમાદથી ચૂક્યો કે નીચે નરકરૂપ અજગર ગળી જવા ટાંપીને બેઠો છે. ચારે બાજુ કોધાદિ ચાર કષાય ફણિધરો સવા માટે ફૂંફાડા મારી રહ્યા છે. શુક્લપક્ષ ને કૃષ્ણપક્ષ એમ બે કાળા ઘોળા ઉદરડા તે જીવનું આયુષ્ય ક્ષણે ક્ષણે કાતરી રહ્યાં છે. વ્યાધિઓરૂપ મક્ષિકાઓ તેને પ્રતિઅંગે ડંખ મારી રહી છે. આમ દુઃખના દરીયામાં સુખના ટપકારૂપ મધુબિંદુ તે વિષયસુખ છે. તેમાં ક્યો સુબુદ્ધિમાન રંજે? હવે હે મિત્ર! જો કોઈ દેવ કે વિદ્યાધર તે કૂવામાંથી ઉદ્ધાર કરે તો તે દુર્ભાગી પુરુષ તેમ ઇચ્છે કે નહિ? પ્રભવે કહ્યું–તે તારનારને કેમ ન ઈચ્છે? જંબૂએ કહ્યું- તો હું ગણધર દેવ જેવા પરમ તારક સદ્ગુરુ મળ્યા છતાં ભવસાગરમાં કેમ નિમજું? ઈત્યાદિ પ્રકારે સંવેગરંગી જંબૂકમારે પ્રભવના મનનું સમાધાન કર્યું, એટલે તે પણ પ્રતિબોધ પામી દીક્ષા લેવા તત્પર થયો.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
પછી અનેક પ્રકારની રસપ્રદ ધર્મગોષ્ઠિ વડે તે રાત્રી નિર્ગમન કરતાં જંબૂકુમારે આઠ પત્નીઓના મનનું પણ સમાધાન કર્યું, અને મોહભાવ દૂર કરાવી તેમને પ્રતિબોધ પમાડી. આમ ધર્મજાગરણરૂપ આ રાત્રી વ્યતીત થયે આ સર્વ મુમુક્ષુ મહાત્માઓએ છતી એવી અઢળક ઋધ્ધિનો તૃણવત્ ત્યાગ કરી, શ્રી સુધર્માસ્વામી પાસે નિગ્રંથ પ્રવજ્યા અંગીકાર કરી. (દોહરા) મહામુમુક્ષુ જંબૂનો, અહો! અહો વૈરાગ!
છતી ઋદ્ધિને છાંડતાં, કેવો અદ્ભુત ત્યાગ!
शिक्षापाठ १५ : व्यावहारिक जीवोना भेद
આ સંસારમાં સંસરતા વ્યાવહારિક જીવોના ભેદનું એકથી માંડી ચૌદ પ્રકારે વર્ણન કરવામાં પ્રજ્ઞાવંત મહાત્માઓએ અપૂર્વ બુદ્ધિવૈભવ દાખવ્યો છે : (૧) ‘સર્વ જીવને ઓછામાં ઓછો કૃતજ્ઞાતનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ઉપયોગરૂપ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે.” (૨) ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે–ભયથી ત્રાસે તે ત્રસ, તડકામાંથી છાંયામાં ને છાંયામાંથી તડકામાં આવે, ગમનાગમન આકુંચન - પ્રસારણ આદિ કરે; અને એક જ સ્થળે સ્થિર સ્થિતિ કરે તે સ્થાવર. અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ એમ બે પ્રકારે. (૩) વેદ (લિંગ) અપેક્ષાએ ત્રણ પ્રકારે : સ્ત્રી, પુરુષ કે નપુંસક એ ત્રણ લિંગમાં સર્વ જીવનો સમાવેશ થાય છે. અથવા સંયત, અસંયત અને સંયતાસંયત એમ ભાવલિંગથી ત્રણ પ્રકારે. (૪) ચાર પ્રકારે ગતિ અપેક્ષાએ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
(૫) પાંચ પ્રકારે ઇંદ્રિય અપેક્ષાએ : (1) જેને એક સ્પર્શન ઈન્દ્રિય છે તે એકેન્દ્રિય જીવ. પૃથ્વી, અપ, તેજસ, વાયુ અને વનસ્પતિ. (II) જેને સ્પર્શન તથા રસના એમ બે ઇંદ્રિય છે તે બે ઇંદ્રિય
Page #58
--------------------------------------------------------------------------
________________
વ્યાવહારિક જીવોના ભેદ
૩૭
જીવ. શંખ, છીપ, કૃમિ આદિ. (A) સ્પર્શન, રસના તથા ઘોણ એમ ત્રણ ઇંદ્રિય જેને છે તે ત્રીન્દ્રિય જીવ. કીડી, માંકડ, જૂ આદિ. (IV) સ્પર્શન, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિય જેને છે તે ચતુરિન્દ્રિય જીવ. ભ્રમર, માખી, મચ્છર, પતંગીયા આદિ. (V) સ્પર્શન, રસના, ઘાણ, ચહ્યું અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિય જેને છે તે પંચેન્દ્રિય જીવ. દેવ, નારક, મનુષ્ય, પશુ, પક્ષી, મત્સ્ય આદિ. (૬) ષડુ જીવનિકાયની અપેક્ષાએ છ પ્રકારે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. પૃથ્વી જ જેની કાયા છે તે પૃથ્વીકાય છે. (૭) વેશ્યા અપેક્ષાએ સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની વેશ્યાવાળા, તથા અલેશી (ચૌદમા ગુણસ્થાનવાળા લેવા.)
" (૮) જન્મ પામવાના પ્રકારની અપેક્ષાએ જીવો આઠ પ્રકારના છે : 0 ઇંડામાંથી જન્મે તે અંડજ. હંસ, મયૂર આદિ. (II) પોતમાંથી જન્મે તે પોતજ. હાથી આદિ. (II) જરાયુથી (ઓળથી) વિંટાયેલ જન્મે તે જરાયુજ. મનુષ્ય, અશ્વ આદિ. (આ ત્રણે પ્રકાર ગર્ભજ જન્મના ઉપભેદરૂપ છે.) (y) રસમાં જન્મે છે તે રસજ. દહીં, દૂધ આદિમાં ઉપજતા અતિ સૂક્ષ્મ જંતુ, કૃમિ આદિ. (v) સ્વેદમાં પસીનામાં જન્મે છે તે સ્વેદજ. માંકડ, જૂ આદિ. (VI) સંમૂછનથી જન્મે છે તે સંપૂર્ઝન જ. પતંગીયા, કીડી, માંખી આદિ. (આ ત્રણે પ્રકાર સમૂઈન જન્મના ઉપભેદરૂપ છે.) ઉદ્દેદથી જન્મે તે ઉભિદજ. ગગોડા વગેરે. (VI) શય્યાદિમાં સંપૂર્ણ અંગોપાંગસહિતપણે એકદમ ઉપજે તે ઉપરાતજ. દેવ, નારક.
(૯) નવ પ્રકારે : જેને માત્ર એક જ ઇંદ્રિય છે તે પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર; જેને અનુક્રમે ત્રણ, બે અને એક ઇન્દ્રિય વિકલ (ન્યૂન, ઓછી) છે તે બે ઇંદ્રિય, તે ઇંદ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ વિધેન્દ્રિય; અને જેને પાંચે સકલ ઇંદ્રિયો છે તે પંચેન્દ્રિય,-આમ ઇંદ્રિયોની ન્યૂનાધિકતાની અપેક્ષાએ સર્વ જીવો નવ પ્રકારે સમજી શકાય છે. (૧૦) દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વિકલેન્દ્રિય, સંશી (મનવાળા) પંચેંદ્રિય અને અસંશી (મન વગરના) પંચેંદ્રિય. (૧૧) અગીયાર પ્રકારે : સૂક્ષ્મ અને બાદર એકેંદ્રિય; ત્રણ વિગ્લેંદ્રિય; જલચર, સ્થલચર અને નભશ્વર એમ ત્રણ તિર્યંચ પંચેંદ્રિય; મનુષ્ય, દેવતા અને નારક.
૩૮
(૧૨) બાર પ્રકારે : પૃથ્વીકાય; અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જીવનિકાયના પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ ગણતાં બાર પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. (૧૩) તેર પ્રકારે : ઉપરમાં કહ્યા તે બાર ભેદ સંવ્યવહારિક, તેમાં એક અસંવ્યવહારિકનો (સૂક્ષ્મ નિગોદનો) મેળવતાં, સર્વ જીવો તેર પ્રકારે સમજી શકાય છે. (૧૪) ચૌદ પ્રકારે : ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ. અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિગ્લેંદ્રિય તથા સંજ્ઞી, અસંશી એ સાતના પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતાં પણ સર્વ જીવો ચૌદ પ્રકારે સમજી શકાય છે. (દોહરા) ચૌદ જીવસ્થાનો વિષે, ભમ્યો અનંતી વાર; સ્વરૂપ ભૂલીને જીવ આ, પરભાવે પ્રીતિ ધાર.
शिक्षापाठ १६ : त्रण आत्मा } भाग १
સમસ્ત વિશ્વના આત્માઓને આપ્યંતર દશાવિશેષ પ્રમાણે ત્રણ વિભાગમાં ખેંચી શકાય : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. દેહાદિને વિષે જેને આત્મસ્રાંતિ વર્તે છે તે બહિરાત્મા. દેહાદિમાં તેવી આત્મભ્રાંતિ ટળવાથી જે તેમાં સાક્ષીભૂત થઈને રહ્યો છે તે અંતરાત્મા. અને કર્મ કલંકથી રહિત એવો નિર્મળ શુદ્ધ આત્મા તે
પરમાત્મા.
બહિરાત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ હોવાથી તે પોતાના દેહને જ આત્માપણે માને છે. મનુષ્યદેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચદેહમાં રહેલાને તિર્યંચ માને છે, દેવદેહમાં રહેલાને દેવ
Page #60
--------------------------------------------------------------------------
________________
ત્રણ આત્મા-ભાગ ૧
૩૯
માને છે, અને નારકદેહમાં રહેલાને નારક માને છે. આમ જે જે દેહપર્યાયમાં તે સ્થિતિ કરે છે, તે તે દેહરૂપ તે પોતાને માને છે; પણ તત્ત્વથી હું પોતે તેવો નથી, હું તો આ દેહાદિથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. એટલે
દહ તે હું” એવી દેહમાં અહંકારરૂપ આત્મબુદ્ધિને લીધે તેને મમકાર (મમત્વ) ઉપજે છે; અને તેથી આ મારો પુત્ર, આ મારી સ્ત્રી, આ મારો મિત્ર ઇત્યાદિ વિભ્રમરૂપ કલ્પનાઓનો ઉદ્ભવ થાય છે. આ કલ્પનારૂપ માયાજાલ વડે પોતાની આત્મસંપત્તિ માની બેસી આ મૂઢ મિથ્યાદષ્ટિ જીવ તેના નિમિત્તે રાગદ્વેષ કરે છે, તેથી કર્મબંધ કરી તે આત્મઘાતને પંથે પડે છે અને અનંત દુ:ખમય સંસારચક્રમાં ભમે છે.
કારણકે આત્માથી બાહ્ય એવા પરભાવોને વિષે આત્મભ્રાંતિ વર્તતી હોવાથી, બહિરાત્માની દષ્ટિ અને વૃતિ સદા બહિંમુખ જ રહે છે. એટલે તે બહારથી સુખ મેળવવાને ઝાવાં નાખે છે. આત્માથી અન્ય એવા પૌલિક ઇંદ્રિયવિષયોમાં સુખની મિથ્યા કલ્પના કરી, તે સુખ મેળવવાની દુરાશાએ તે મૃગજળ જેવા વિષયોની પાછળ દોડે છે, અને તેના કારણે કષાય કરે છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ પ્રત્યે રાગ ને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. “પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત” થયેલો આ જીવ પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભોગમાં આસક્ત થઈને કોશેટાના કીડાની જેમ પોતે પોતાને બાંધે છે; અને પરભાવની ખાતર પોતાનું આત્મહિત ચૂકી, વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, પોતે પોતાનો વૈરી બની ભવદુ:ખ પામે છે. આમ દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ મોહમૂઢ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે ને એ જ સંસારદુ:ખનું મૂલ છે; આત્મભ્રાંતિથી જ જીવ ભવભ્રાંતિ પામે છે.
પરંતુ જે અંતરાત્મા છે તેને તો સંસારદુ:ખના મૂળરૂપ એવી આ દેહમાં આત્મબુદ્ધિ હોતી જ નથી, પણ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. એટલે આ સમ્યગુદષ્ટિ પુરુષ બહિરવૃતિ છોડી દઈ, બાહ્ય ઇંદ્રિયવ્યાપાર નહિ કરતાં, અંતમાં પ્રવેશ કરે છે અને તેને ખેદ થાય
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦
પશાવબોધ મોક્ષમાળા
છે કે-અરે! ઇંદ્રિયોદ્વારા મારા સ્વરૂપથી ચુત થઈ, હું વિષયોમાં “પતિત થયો હતો! તે વિષયોને પામીને હું પોતે પોતાને ભૂલી ગયો! આનાથી તે બીજું મોટું અંધેર કયું? “આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર?' આમ જેને પોતાના પૂર્વ અજ્ઞાનજન્ય દુશ્લેષ્ટિતનો તીવ્ર પશ્ચાત્તાપ થયો છે, એવો વિચક્ષણ અંતરાત્મા અંતર્મુખ અવલોકન કરતાં દઢ સંવેગ રંગથી ભાવે છે કે-આ હારી આગલી ભૂલ સ્મૃતિમાં આવતાં હવે મને હસવું આવે છે કે શી મારી મૂર્ખતા! હવે ફરીને હું નહિ જ ભૂલું. ‘સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેંગે ફેર'.
આમ પરભાવને વિષે જેની અાંત્વ-મમત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ છે એવો અંતરાત્મા, તેના નિમિત્તે ઉપજતા રાગદ્વેષને ત્યજી સમત્વ ભજે છે, અને પોતાના આત્માને ઉદ્ધોધન કરે છે કે- 'હે જીવ!* તું ભ્રમા મા! તને સત્ય કહું છું. અંતરમાં સુખ છે; વ્હાર શોધવાથી મળશે નહીં અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુલ્લભ છે. નિમિત્તાધીન વૃતિ ફરી ફરી ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.' અને આમ અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી સમણીએ ચઢતો અંતરાત્મા કર્મોનો ક્ષય કરતો રહી, ઉત્તરોત્તર ગુણસ્થાનશ્રેણીએ ચઢતો જાય છે ને પરમાત્મભાવની નિર્દો આવતો જાય છે. (દોહરા) પરભાવે રમે ન વિરમે, વિભાવથી બહિરાત્મ;
પરભાવે ન રમે વિરમે, વિભાવથી અંતરાત્મ.
* શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬
Page #62
--------------------------------------------------------------------------
________________
ત્રણ આત્મા-ભાગ ૨
शिक्षापाठ १७ : त्रण आत्मा } भाग २
અને આ મુમુક્ષુ જોગીજન અનંતસુખ સ્વરૂપ એવા જે મૂળ શુદ્ધ તે આત્મ પદ’ ને ઈચ્છે છે, ઇચ્છે છે જે જોગી જન,” તે જ પરમાત્મા છે. આ પરમાત્મા તે શુક્લ એવા ધ્યાનઅગ્નિ વડે કર્મકલંકનું દહન કરી “નિત્ય નિરંજન જ્ઞાનમય” થયેલા પરમ આત્મા છે. જ્ઞાનાનંદથી પૂર્ણ પાવન એવા આ આંનદઘન ભગવાન ગણગણરત્નના અગર છે. એના અનેક ગુણનિષ્પન્ન નામે પ્રસિદ્ધ છે. જેમકે
સકલ કર્મમલથી રહિત હોવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ દર્શનજ્ઞાનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વર્જિત એવા એક અતિ શુદ્ધ જ્ઞાયક સ્વભાવના પ્રગટપણાથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથક અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઇશશાસનકર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગતના બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપનો જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે.
અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલક્ષી તેને સ્વયંવરી હોવાથી તે શ્રીમદ્ રમાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપ-કલ્યાણ સ્વરૂપ હોવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શર્કર-આત્મસુખકર હોવાથી તે શંકર છે. જ્ઞાન વડે સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મક્લેશ હરનારા હોવાથી તે હરિ છે. પરમ બ્રહ્મજ્ઞપાણાથી તે પરંબ્રહ્મ છે. સજ્જ જગતની પરમ પૂજાના પરમ પાત્ર હોવાથી તે અહેતુ છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રશાવબોધ કથામાળા કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશે શુદ્ધ પ્રેક્ટ મૂર્તિમાનું ચૈતન્ય ધાતુમય હોવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિ:પ્રયાસપણે નિરંતર વર્તી રહ્યા હોવાથી તે ‘સહજાત્મસ્વરૂપ” છે. ઈત્યાદિ અનેક યથાર્થ તત્ત્વવાચક નામથી આ પરમાત્મા ઓળખાય છે.
આવો આ અતીન્દ્રિય પરમાત્મા વેદોથી કે શાસ્ત્રોથી કે ઇંદ્રિયોથી જાણ્યો જતો નથી, પણ તે માત્ર યોગિગમ એવો નિર્મલ ધ્યાનનો જ વિષય છે. એટલે ઇંદ્રિયરામી એવો બહિરાત્મા આ પ્રભુનું ધ્યાન પામવાનો અધિકારી નથી, પણ આત્મારામી એવો અંતરાત્મા યોગી જ યોગ્ય અધિકારી છે. કારણકે જ્યાં સુધી સ્ફટિકની જેમ ચિત્તની નિર્મલતા થાય નહિ, ત્યાં સુધી પરમાત્મસ્વરૂપનું ધ્યાન દ્વારા સ્પર્શન અર્થાત્ સમાપત્તિ થાય નહિ. પત્થરમાં કે મલિન દર્પણમાં જેમ છાયા (પ્રતિબિંબ) ન પડે, તેમ રાજસી-તામસી વૃતિથી મલિન ચિત્તમાં પણ ધ્યેય એવા પરમાત્માની છાયા ન પડે. પણ સાત્ત્વિક ચિત્તરત્ન જ્યારે ક્ષણવૃત્તિવાળું નિર્મલ સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ થઈ જાય, ત્યારે જ તેમાં પરમાત્માની છાયા પડે, તદ્રુપતાપત્તિરૂપ સમાપતિ થાય. દીપકને ઉપાસી વાટ જેમ દીવો બને છે, તેમ પરમાત્માના ઉપાસનથી ઉપાસક આત્મા પોતે ઉપાસ્ય એવો પરમાત્મા થાય છે. મરીનું ધ્યાન ધરતાં ઇયળ જેમ ભમરી બને છે, તેમ પરમાત્માના તન્મય એકાગ્ર ધ્યાનથી અંતરાત્મા પરમાત્મા થાય છે.
તાત્પર્ય કે-બહિરાત્મપણે ત્યજી દઈ, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, “હું છું તે પરમાત્મા છું ને પરમાત્મા છે તે હું છું” એવું અભેદ ધ્યાન ધરવું, તે જ સમાપત્તિનો વિધિ છે, તે જ આત્મઅર્પણનો દાવ છે. અવિકાર એવા નિર્મલ દર્પણમાં જેમ પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં જ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, પ્રતિબિંબ પડે છે, સમાપત્તિ થાય છે, અર્થાત્ તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. અને ત્યારે તેના પરમ ધન્ય
Page #64
--------------------------------------------------------------------------
________________
સમગદર્શન-ભાગ ૧
૪૩
અનુભવોલ્ગાર નિકળી પડે છે કે “જે પરમાત્મા છે તે હું છું, જે હું છું તે પરમ છું, હું જ મારાથી ઉપાસ્ય છું. નમો મુજ! નમો મુજ રે!” (ત્રોટક) ત્યજી દષ્ટિ બહિર્ બહિરાત્મ ત્યજી,
સ્થિર ભાવથી અંતર આત્મ ભજી. પરમાતમ તે નિજ આત્મ અહો! નિત ભાવનથી પરમાત્મ લહો!
- शिक्षापाठ १८ : सम्यग्दर्शन } भाग १
જેમ છે તેમ યથાવત્ આત્મતત્વનું દર્શન, આત્મસાક્ષાત્કાર તે સમ્યગદર્શન અથવા સમ્યકત્વ. સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુનું સમ્યક
સ્વરૂપ સમજી સહવું તે વ્યવહાર સમ્યગદર્શન છે અને તે નિશ્ચય સમ્યગુદર્શનનું કારણ હોય છે. દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન અને ઉપયોગવંત તથા અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને તેની શુદ્ધ પ્રતીતિ ધારવી તે નિશ્ચય સમ્યગદર્શન અથવા ભેદજ્ઞાન છે. આ જે દર્શન અર્થાત્ દેખવું તે સાક્ષાત્ આત્મઅનુભવરૂપ, આત્મસંવેદનરૂપ છે, એટલે જ તે “વેદ્યસંવેદ્ય પદ” કહેવાય છે. અને જ્યાં સાક્ષાત સ્વરૂપદર્શન છે, ત્યાં પછી કોઈ પણ વિકલ્પ હોય નહિ, પણ દૃઢ નિશ્ચયપ્રતીતિરૂપ શ્રદ્ધાન જ હોય. “તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન” એ વ્યાખ્યામાં દર્શનનો અર્થ શ્રદ્ધાન કર્યો છે તેનું રહસ્ય પણ એ જ છે.
સમ્યગદર્શન એ આત્માનો નિર્વિકલ્પ ગુણ છે, પણ આ ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી, કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ, મિથ્યાદર્શનરૂપ બની ગયો છે. આત્મા પોતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ પામ્યો, એ જ એનો અનાદિ વિપર્યાસરૂપ દર્શનમોહ છે. આપ આપનું ભૂલ ગયા! એ જ જીવની ‘સર્વ ભૂલની બીજભૂત ભૂલ' છે. આ દર્શનમોહથી જ જીવ ચારિત્રમોહને પામે છે, એટલે તેને તે પરભાવ નિમિત્તે ગાઢ રાગદ્વેષની
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ગ્રંથિ-ગાંઠ પડે છે, અને તેથી અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભ એ અનંત સંસારનો અનુબંધ કરનારા તીવ્ર કષાયોની આમ ઉત્પત્તિ થાય છે : “જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે, અસદ્ગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભ થાય છે.' આ અનંતાનુબંધી ચાર તથા ‘મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની' સમ્યકત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી. ત્યાં સુધી સમ્યગદર્શન ઉપજતું નથી. આ અનંતાનુબંધી અને રાગદ્વેષ ગ્રંથિ આદિ સર્વ ભૂલના, સર્વ ગૂંચના ને સર્વ આંટીના મૂલરૂપ દર્શનમોહ ટળે તો ગ્રંથિભેદ થઈ સમ્યગદર્શન પ્રગટે.
જીવની આ ગાઢ રાગદ્વેષ પરિણામરૂપ તમોગ્રંથિ, વાંસની કર્કશ ઘન રૂઢ ને ગૂઢ ગાંઠની જેમ, ભેદવી ઘણી ઘણી દુષ્કર છે. આ ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે અસામાન્ય અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં પૂર્વાનુપૂર્વ યથાપ્રવૃત જેવો તેવો પ્રયત્ન કામ આવે નહિ. કારણ કે જીવ યથાપ્રવૃતકરણ કરી અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે; પણ તે કવચિત કિંચિત્ ભાવચમકારારૂપ સામાન્ય પ્રયત્ન હોઈ, આત્મવીર્યની મંદતાને લીધે જીવ તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. એટલે જીવ જ્યાં લગી અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવઉલ્લાસને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી, અનન્ય અસાધારણ પ્રયત્નથી, પોતાના સર્વ સામર્થ્યથી (with all his might), શૂરવીરપણે કરેડી કરી,” યાહોમ કરીને, ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગનો ભેદ કરવામાં સર્વાત્માથી પ્રવર્તતો નથી, ત્યાં લગી તે તે કાર્યમાં સફળ થતો નથી.
અને આ અપૂર્વ પુરુષાર્થ ખુરાવવા અર્થે આત્માર્થી જીવને મૂર્તિમાન સમ્યગદર્શનસ્વરૂપ સદ્ગુરુના ચરણકમળનું અને તેના સદુપદેશનું આલંબન પરમ ઉપકારી છે. કારણકે જ્યારે જીવને કષાયનું ઉપશાંતપણું હોય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા હોય નહિ,
Page #66
--------------------------------------------------------------------------
________________
સમગદર્શન-ભાગ ૧
સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતમાં દયા વર્તે, ત્યારે આ સુપાત્ર જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો સદ્ગોધ પ્રાપ્ત થઈ પરિણમે, તો તે અંતશુદ્ધિ પામે ને તેનું આત્મબળ વધતું જાય. એટલે પછી તે અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવઉલ્લાસ પામી. “અપૂર્વકરણ' અર્થાત્ અપૂર્વ આત્મસામર્થ્યવિશેષ પામે છે,-કે જેથી ગ્રંથિભેદ કરી જીવ અંતર્મુહૂર્તમાં દર્શનમોહના ઉપશમથી અવશ્ય સમ્યગદર્શન પામે છે. આમ ગ્રંથિભેદ કરી, આત્માનુભૂતિરૂપ સમ્યગ્રદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદોલ્લાસ ઉપજ્યો છે, એવા સમ્યગદષ્ટિ યોગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્ગાર નીકળી પડે છે,– ‘અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃતિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો!'
આમ કલ્પવૃક્ષ ને ચિંતામણિરત્ન કરતાં અધિક એવા આ સમ્યગદર્શનનો મહિમા જ્ઞાનીઓએ ખૂબ ખૂબ ગાયો છે. “ત્રણે કાળમાં, ત્રણે લોકમાં સમ્યકત્વ સમું પ્રાણીનું કંઇ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.” સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે તેનો સંસાર પરિત્ત થઈ જાય છે. સમ્યકત્વ આવ્યા પછી વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ-પરાવર્ત સંસાર હોય; અને ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે અથવા ત્રણ ભવે કે તે જ ભવે પણ મોક્ષ પામે. (દોહરા) ભેદજ્ઞાન જ્યાં ઉપજે, ઉપજે તત્ત્વશ્રદ્ધાન;
આત્મજ્ઞાનમય તે નમું, સમક્તિ પરમ નિધાન.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ १९ : सम्यग्दर्शन } भाग २
આ સમ્યગુદર્શનનું લક્ષણ શું? શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યગુદર્શનનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને પણ સમ્યગદર્શનનું લક્ષણ કહ્યું છે તેનું રહસ્ય એ છે કે આત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક સમ્યક શ્રદ્ધા છે. એટલે આત્માનુભૂતિજન્ય સમક શ્રદ્ધા જ સમ્યગુદર્શનનું લક્ષણ છે એમ ફલિત થાય છે. એટલા માટે જ કહ્યું છે કે “ભૂતાઈથી–પરમાર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.” આ નવતત્વરૂપ અનેક વર્ષની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણ સૂત્ર પરોવાયેલ છે, તેને ખોળી કાઢી સમદષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન–અનુભવન કરે છે. આમ માનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની જેમ, દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન જેવા શુદ્ધ ચૈતન્યમય આત્માનું પરમાર્થથી ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ ઉપજવી તે સમ્યગદર્શનનું મુખ્ય લક્ષણ છે.
આ આત્માનુભવરૂપ સમ્યગદર્શનના આ બીજા બાહ્ય લિંગપાંચ પ્રગટ ચિન્હો પણ છે : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. પ્રથમ તો પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું હોય, તો વિવેકવિચારનો અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મોક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે,” અને પછી સ્વદયા-પરદાયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે, ત્યારે પાંચમો આસ્તિષ્પ ગુણ પામવાની યોગ્યતા-પાત્રતા તેનામાં પ્રગટે. અથવા ઊલટા અનુક્રમે–આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્ત્વના અસ્તિત્વનીહોવાપણાની આસ્થા-અંતપ્રતીતિ ઉપજે, આત્મસ્વરૂપ સમજે, તો પોતાના આત્માની અનુકંપા ઉપજે કે–અરે! હું અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરભાવમાં રમો! તે રમવા યોગ્ય નહોતું! “હું છોડી નિજ રૂ૫ રમો પરપુદગલે! ઝીલ્યો ઊલટ આણી વિષય તૃષ્ણા જલે!”—એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિર્વેદ- સંસારથી અત્યંત કંટાળો આવી જાય, અને આ
Page #68
--------------------------------------------------------------------------
________________
સમગદર્શન-ભાગ ૨
ભવબંધનથી શીધ્ર છૂટવાનો-મોક્ષનો તીવ્રવેગી અભિલાષ અર્થાત્ સંવેગ ઉપજે; અને તેના પરિણામે પ્રથમ પ્રગટે, વિષય કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવવિભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે, અને તેનો આત્માસ્વરૂપમાં સમાય. અને આમ “જ્ઞાનસ્થ હei વિરતિઃ' જ્ઞાનનું ફલ વિરતિ, ‘સમજ્યા તે શમાઇ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા' એ મહાસૂત્રો ચરિતાર્થ બને.
આવા આ પ્રશમાદિ ગુણ સમ્યગુદર્શનના લક્ષણરૂપ છે. એટલું જ નહિ પણ તેની પ્રાપ્તિમાં કારણરૂપ પણ છે. કારણકે જીવમાં જેમ જેમ આ પરમ ઉપકારી પ્રશમાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતા-પાત્રતા વધતી જાય છે. એટલે પછી “આખ પુરુષની પ્રતીતિ, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ, અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ'-એમ સમ્યકત્વની ઉત્તરોત્તર વધતી જતી ત્રણ કક્ષાઓને સ્પર્શે તે ધન્ય સમદષ્ટિ આત્મા કૃતાર્થ બને છે.
આવું આ મહા મહિમાવાનું સમ્યગદર્શન સમ્યગદષ્ટિરૂપ દિવ્ય નયન વિના પ્રાપ્ત થાય નહિ; અને આ દિવ્ય નયનની પ્રાપ્તિ તો સમ્યગું યોગદષ્ટિરૂપ દિવ્ય ચક્ષને પામેલા સાક્ષાત દષ્ટા એવા ભાવયોગી સદ્ગુરુથી જ થાય, નહિ કે દષ્ટિઅંધ એવા અસરથી. દષ્ટિઅંધ અસદ્ગર તો અંધની જેમ પોતે ઉન્માર્ગે જતા હોઈ, બીજાને પણ ઉન્માર્ગે દોરી દુર્ગતિની ગર્તામાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તો સદ્ગરનું જ નયન-દોરવણી જોઈએ. વળી જીવની દષ્ટિ જો દષ્ટિરાગથી રંગાયેલી હોય, તો તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું વિપર્યસ્ત હોય છે, સમ્યક હોતું નથી. ઘણી વખત લોકો દષ્ટિરાગની પુષ્ટિને પણ સમદષ્ટિપણે માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે, પણ એ બન્ને કેવળ જૂદી વસ્તુ છે. દાખલા તરીકે–પોતાના કુલધર્મના ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હોવા યોગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય છતાં, પોતાના મતસંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
માનવા તે પ્રગટ દષ્ટિરાગપણું છે. પણ સમ્યગ્દષ્ટિપણામાં તેવો રાગ હોતો નથી, એટલે તેમાં તો વસ્તુનું વસ્તુસ્વરૂપે સમ્યગ્દર્શન થાય છે; સદેવનું, સદ્ગુરુનું, સદ્ધર્મનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. આમ એ બન્નેનો પ્રગટ ભેદ છે.'
માટે સમ્યગ્દષ્ટ ઇચ્છનારા મુમુક્ષુએ તો દૃષ્ટિરાગં ને દષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છોડી દઈ, દષ્ટિઅંધ એવા અસદ્ગુરુને ત્યજી સમ્યગ્દષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદ્ગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી ‘બિના નયનકી બાત,’ ‘બિના નયન પાવે નહિ,’ યોગદષ્ટિરૂપ દિવ્ય નયન વિના પામે નહિ; પણ ‘સેવે સદ્ગુરુકે ચરન સો પાવે સાક્ષાત્.’
(દોહરા) આત્મઅનુભવ રંગ જ્યાં, શમ સંવેગ તરંગ; તે સમકિતના સંગનો, હોજો સદા પ્રસંગ !
शिक्षापाठ २० : ' याकिनीमहत्तरासूनु' हरिभद्रसूरि
સમ્યગ્ યોગદષ્ટિના નિરૂપણ વડે લોકોની અંધશ્રદ્ધારૂપ ઓઘદૃષ્ટિ ટાળી, જેણે પરમાર્થમય જિનમાર્ગનું સમ્યગ્દર્શન કરાવ્યું છે, એવા ‘યાકિનીમહત્તરાસૂનુ' શ્રી હરિભદ્રસૂરિના પવિત્ર ચરિત્રનું અત્રે સ્મરણ થાય છે. “વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે,”–એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ જેણે મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરી છે, એવા આ ષદર્શનવેત્તા મહર્ષિ–આ ભારતભૂમિમાં મતદર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠયા “નિર્પેક્ષ વિરલા કોઈ’” સાચા સંત પુરુષો થયા છે, તેમાં કોઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઈ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંતદષ્ટિને યથાર્થપણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિર્ધર આર્ષદષ્ટા થઈ ગયા.
Page #70
--------------------------------------------------------------------------
________________
“યાકિનીમહત્તરાસૂન' હરિભદ્રસૂરિ
૪૯
વિક્રમના આઠમા નવમા સૈકામાં થઈ ગયેલા આ ભારતભૂષણ મહાત્મા, ચિત્રકૂટના (ચિત્તોડના) નિવાસી સર્વશાસ્ત્રપારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા; અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરોહિત હતા. તે ચતુર્દશ વિધાસ્થાનોમાં પ્રકષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાનો મદ ચઢવાથી પ્રતિજ્ઞા કરી હતી કે–અત્રે જેનું કહેલું હું ન સમજી શકું તેનો હું શિષ્ય થઈ જાઉં. આમ દ્વિશ્રેષ્ઠ હરિભદ્ર અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે કોઈ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. ત્યાં એક “યાકિની મહત્તરા' નામના વૃદ્ધ સાધ્વીજીને ‘વક્કી તુ ' ઇત્યાદિ ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા. આ ગાથાનો અર્થ બેસાડવા હરિભદ્ર ઘણું મથ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિ. એટલે તેમણે પાસે જઈને ઉપહાસમાં વૃદ્ધાને પૂછયું–અહો! માજી! આ તમે ચિફ ચિક શું કર્યું? ત્યારે યોગિનીએ જવાબ આપ્યો-બેટા! નવું લિંપેલું ચિક ચિક થાય. નવનિતં વિવિજાયતે I (અર્થાત્ વ્યંગમાં તું પણ નવો નિશાળીઓ છે, શિખાઉ આણઘડ છે, એટલે આ બધું તને ચિક ચિક લાગતું હશે, પણ તેમ નથી.) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રનો ઉપહાસ થઈ ગયો! એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિશ સરલાત્મા હરિભદ્ર વિનમ્ર બની વિનયથી પૂછયું–અહો માતાજી! તમે જે આ પાઠ કર્યો તેનો અર્થ આપ સમજાવો, હું તે અર્થ સમજતો નથી, હું આપનો શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું- હે ભદ્ર! પુરુષને શિષ્ય કરવાનો અમારો આચાર નથી, પણ તારી જિજ્ઞાસા હોય તો તું અમારા ધર્માચાર્ય પાસે જા, એટલે હરિભદ્ર જિનભટાચાર્ય પાસે જઈ, સમસ્ત નિવેદન કરી, તેમની પાસે દીક્ષિત થયા. પછી તો જિનદર્શનરૂપ પારસમણિનો સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રનો આત્મા તેના રંગથી હાડોહાડ રંગાઈ ગયો. આમ જેના શુભ નિમિત્તથી પોતાનો આ જીવનપલટો થયો અને પરમ ધર્મબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયો, એવા તે યોગિની ‘યાકિની મહત્તરા' ને પોતાને સદ્ધર્મસંસ્કારરૂપ ધર્મજન્મ આપનારા, સાચો પરમાર્થ ‘દ્ધિજ' બનાવનારા પોતાના ધર્મમાતા માની,
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦.
પ્રશાવબોધ મોક્ષમાળા
કૃતજ્ઞશિરોમણિ હરિભદ્ર પોતાને “યાકિનીમહત્તરાસૂન' તરીકે ઓળખાવવા લાગ્યા. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં જિનાગમના પારગામી થયા ને તેને યોગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યા.
તેમના બે મહાબુદ્ધિમાન શિષ્યો હંસ અને પરમહંસ તે સમયની ધાર્મિક અસહિષ્ણુતાનો ભોગ બન્યા. એટલે આવા બે ઉત્તમ શિષ્યરત્નોના વિરહથી શોકમગ્ન થયેલા હરિભદ્ર સૂરિને ક્ષણિક આવેશરૂપ કોપ વ્યાપ્યો; પણ તેમના ગુરુએ પાઠવેલી 'ગુણસે સિમ્મા' છે. ત્રણ ગાથાથી તેનું તત્પણ શમન થયું, અને તેમને પારાવાર પશ્ચાત્તાપ થયો અને પ્રાયશ્ચિત યાચ્યું. પછી શિષ્યસંતતિનો વિરહ જેને વેદાતો હતો અને આવા દુખમય સંસારસ્વરૂપ પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી જે “ભવવિરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરંગી શ્રીહરિભદ્રાચાર્ય, “શાસ્ત્રસંતતિ' ના સર્જનાર્થે, અનુપમ આશ્ચર્યકારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ બીજભૂત ગાથા મોકલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંગરંગતરંગિણી સમી સમરાદિત્ય મહાકથા રચી. અને તદુપરાંત માત્ર માનસિક ક્ષણિક કોપાવેશના પ્રાયશ્ચિત અર્થે આ સાધુચરિત અતિ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ શ્રી યોગદષ્ટિસમુચ્ચય આદિ ચૌદસો (૧૪૦૦) પ્રકરણ ગ્રંથોનું અનન્ય અતુલ સર્જન કર્યું! પોતાને વેદાયેલો સશિષ્ય વિરહ અને પોતે ઝંખેલો ભવવિરહ તેમણે આ પોતાની ‘ચિરંજીવ’ શાસ્ત્રસંતતિમાં ‘વિરહ' અંકથી અમર કરેલો દશ્ય થાય છે. સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ ક્લામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગૂંથેલો એમનો એકેક ગ્રંથ આ મહા નિગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથનિર્માણકૌશલ્ય દાખવે છે. આમ ચૌદસો જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ અક્ષરદેહે અમર એવા મહર્ષિ હરિભદ્રસૂરિ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી, વિરાટ કવિ બ્રહ્મા અને મહાનું આર્ષદૃષ્ટા થઈ ગયા.
Page #72
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની અસંગતા
૫૧
(દોહરા) દિવ્ય યોગદષ્ટિ દીધી, ઓઘદૃષ્ટિ હરણાર્થ;
તેહ આર્ષ દષ્ટા નમું, શ્રી હરિભદ્ર કૃતાર્થ.
शिक्षापाठ २१ : महात्माओनी असंगता
જેને સમ્યગદર્શન ઉપજ્યું છે એવા સમષ્ટિ મહાત્માઓ સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે. કારણ કે હું દેહાદિથી ભિન્ન એવો એક શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મા છું, બીજું કંઇપણ પરમાણ માત્ર પણ મારું નથી,-એવો દઢ પરમાર્થ નિશ્ચય તેમને થયો છે; અને “સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે' એવા જ્ઞાનીના વાક્યોનો અનુભવરૂપ નિર્ધાર તેમના હૃદયમાં ઉપજ્યો છે. એટલે જ બાહ્યભંતર સંગરૂપ સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામી, “જ્ઞાનનું ફલ વિરતિ” એ વીતરાગવચનને તેઓ સત્ય કરે છે. ક્ષીરનીર જેમ સ્વ-પરનો ભેદ આત્મા-અનાત્માનો વિવેક જેણે કર્યો છે, એવા આ પરમ હંસો શુદ્ધ માનસ-સરોવરના નિર્મલ અનુભવજલમાં ઝીલે છે. જીવન્મુક્તપણાની પાંખે ઊંચા ચિદાકાશને વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કયાંય પણ પ્રતિબંધ કરતા નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુનો પ્રસંગ તે સંગ છે અને “આ સર્વ સંગ મહાશ્રવ છે” એવું તીર્થકરવચન જેણે જાણ્યું છે, એવા આ શાંતમૂર્તિ અસંગ મહાત્માઓ સહજ આત્મસ્વરૂપમાં ગુખ-સંવૃત થઈ પરમ સંવર આદરે છે, અને પરમ આત્મસમાધિ અનુભવે છે.
સમ્યગદષ્ટિ યોગી પુરુષો કવચિત્ પ્રાળ્યોદયથી સંસાર પ્રસંગમાં વર્તે, તોપણ નિરંતર અસંગપણાને જ ભજે છે. બહિંદષ્ટિ જગજીવોની દષ્ટિએ અવિરતિ દેખાવા છતાં, અંતથી–ભાવથી તો તેઓ સાધુચરિત વિરતિ જ હોય છે. આ સમદષ્ટિ મહાત્માઓનું શરીર સંસારમાં અને મન મોક્ષમાં હોય છે. “મોક્ષે વિત્ત મરે તનુઃ ” એટલે તેનો સર્વ જ યોગ- ધર્મઅર્થાદિ સંબંધી વ્યાપાર પણ યોગરૂપ જ હોય છે. મંત્રપૂતળીની જેમ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જેની સર્વ
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૨
પ્રશાવબોધ મોક્ષમાળા
પ્રવૃત્તિ ચાલે છે, એવા નિરિચ્છ સમદષ્ટિ યોગીપુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની, અનાસક્ત ભાવવાળી હોય છે. એટલે સ્નેહરૂપ-આસકિતરૂપ ચીકાશના અભાવે તે કોરાધાકોડ’ જ્ઞાનીને કર્મજિ વળગતી નથી. જ્ઞાની ભોગવતાં છતાં બંધાતા નથી ને અજ્ઞાની નહિ ભોગવતાં છતાં બંધાય છે! એ વિલક્ષણ વાત જ્ઞાનીના અપૂર્વ જ્ઞાનનું કે અનન્ય વૈરાગ્યનું અદ્ભુત સામર્થ્ય સૂચવે છે.
પતિવ્રતા સ્ત્રીનું મન જેમ ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં છતાં સદા પ્રિયતમ એવા ભર્તારને વિષે લગ્ન હોય છે, ગાય વનમાં જઈ ચારો ચરે ને ચારે દિશામાં ફરે છે, પણ તેની દષ્ટિ તો સદાય પોતાના વ્હાલા વત્સમાં જ ચટેલી હોય છે, તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી બીજાં કાર્ય કરતાં છતાં સદાય કૃતધર્મમાં જ લીન હોય છે. આમ શ્રતધર્મ અર્થાત્ સત્પરુષ સમીપે શ્રવણ કરેલો આત્મધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે, લોહચુંબકની જેમ આકર્થી પોતા ભણી ખેંચી રાખે છે, તે જ્ઞાનાક્ષેપકવંત સમર્થ યોગીને ભોગો પણ ભવહેતુ થતા નથી. મોહમયી માયા મધ્યે પણ સદા અમોહસ્વરૂપી એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તો ભોગપંક મળે પણ જલમાં કમલની જેમ લપાતા નથી, ખરડાતા નથી, એનું ઉત્તમ દષ્ટાંત શ્રી તીર્થકર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભોગપંક મળે પણ જલકમલવત અલિપ્ત હતા. બીજા સામાન્ય પ્રાકૃતજનોને જે ભોગ બંધનું કારણ થાય, તે આવા અપવાદરૂપ જ્ઞાની પુરુષવિશેષોને નિર્જરાનું કારણ થાય છે! “ને માસવા સે પરિસંવા''} હોત આસવા પરિસરા' તે આનું નામ! પણ અનાસકત યોગના નામે તેનું આંધળું અનુકરણ કરવા જતાં બીજા મોહમૂઢ પ્રાકૃતજનો તો ખરા જ ખાય! કારણકે “રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રનો, કોઈ ન પામે હો તાગ,”—એવી પરમ વિરક્ત જ્ઞાનદશાવાળા તીર્થકરાદિ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે.
અને એવું જ ઉજ્જવલ જીવતું જાગતું જ્વલંત દષ્ટાંત વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા અસંગ જ્ઞાની પુરુષના અધ્યાત્મ
Page #74
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની અસંગતા
૫૩
ચરિત્રમાં સુજ્ઞ જિજ્ઞાસુને પ્રાપ્ત થાય છે, ને તેની સાક્ષી તેમના વચનામૃતો જ પૂરે છે. શ્રેણિક મહારાજ, જનકવિદેહી, શ્રીકૃષ્ણ આદિના દષ્ટાંત પણ સુપ્રસિદ્ધ છે. આ અંગે એક સુભાષિત છે-“જંગમની જુક્તિ તો સર્વે જાણિયે, સમીપે રહે પણ શરીરનો નહીં સંગ જો; એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો.” તેનો પરમાર્થ એ સમજાય છે કે-જેણે પોતાની સમસ્ત ચિત્તવૃતિઓરૂપ ગોપીઓને પોતાના અનુપમ આત્મસ્વરૂપ સૌદર્યથી આકૃષ્ટ કરી અંતર્મુખ કરી હતી, એવા જ્ઞાની આત્મારૂપ ‘કૃષ્ણ'ની આ યુક્તિ તો જુઓ! એમ હર્ષાવેશમાં બોલતી ભક્તિપ્રધાન એવી ચિત્તવૃતિઓરૂપ ગોપીઓ કહે છે કે–અમે આ શરીરમાં એકાંતે ને એક જ આસને વસીએ છીએ, છતાં અમને શરીરનો સંગ નથી! અને એમાં જો ભૂલ થઈ તો “પડે ભજનમાં ભંગ જો.”
શ્રી શય્યભવસૂરિએ મનક મુનિ-જેના માટે પોતે ખાસ શ્રીદવશવૈકાલિક સૂત્ર રચ્યું, તે વાત ગંભીરતાથી તેના મૃત્યુ પર્યત કળાવા ન દીધી, એ પ્રસંગ પણ અમોહસ્વરૂપી એવા તે મહાત્મા શથંભવસ્વામીનું અસંગપણું-અનાસક્તપણે જ પ્રકાશે છે. તેમજ–“વર્ણોએ શબ્દ કર્યા, શબ્દોએ વાક્ય કર્યા, ને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું, અમે કાંઈ કર્યું નથી,” એમ શ્રીપુરુષાર્થસિદ્ધિઉપાય ગ્રંથને અંતે અનન્ય નિર્મમત્વ દાખવનારા મહાનિર્ગથ મહર્ષિ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની અસંગતા પણ કેવી અદ્ભુત છે!
આમ અસંગ મહાત્માઓ સર્વત્ર પરભાવવિભાવના સંગસ્પર્શથી રહિત એવું આત્માનુચરણરૂપ અસંગ અનુષ્ઠાન આચરે છે. શીધ્ર મોક્ષપદ પ્રાપ્ત કરાવનારા અસંગ ચૈતન્યના પરમ શાંત રસામૃતસાગરમાં નિમજ્જન કરનારા આ અસંગ યોગીઓની આત્મદશા પરમ અદ્ભુત હોય છે. તેની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થાય છે, થયા છે ને થશે તેને નમસ્કાર.'
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(દોહરા) અનાસક્ત જલકમલવત, જ્ઞાની સદા અસંગ;
અસંગાનુષ્ઠાને લહે, શીધ્ર જ મોક્ષ અસંગ.
शिक्षापाठ २२ : सर्वोत्कृष्ट सिद्धि આત્મસિદ્ધિ એ જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. સર્વ પરભાવવિભાવના સ્પર્શલેશથી રહિત એવો અસંગ શુદ્ધ આત્મા સિદ્ધ કરવો એ જ સર્વ સાધકનું અંતિમ સાધ્ય છે. કારણકે ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણે સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.” આ પરમ શાંતપણારૂપ અસંગ અનુષ્ઠાનની એકનિષ્ઠ આરાધનાથી જ આત્માનું સહજ એવું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે; અને આ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ એ જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે.
આમ સાધ્ય સાધન ને સિદ્ધિનું સમસ્વરૂપ જે સમજ્યો છે એવા સાધક મુમુક્ષુને, શુધ્ધ આત્મસાધનરૂપ અસંગ નિગ્રંથપણાનું અપ્રમત્તપણે ઉત્કૃષ્ટ આરાધન કરતાં, આત્મવીર્યનો અપૂર્વ ઉલ્લાસ ફુરે છે. એટલે અપૂર્વકરણ વડે ધર્મસંન્યાસરૂપ અપૂર્વ સામર્થ્યયોગ પામી, તે ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, યથાખ્યાત ચારિત્રરૂપ પરમ વીતરાગપણાને પામે છે. અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ જ્ઞાનીઓએ આખ્યાત કર્યું છે, તેવું આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃતિરૂપ યથાખ્યાત” વીતરાગ ચારિત્ર તેને પ્રગટે છે. એટલે પછી આ અમોહસ્વરૂપ વીતરાગ યોગીશ્વર તત્ક્ષણ જ મૂળ શુ તે આત્મપદરૂપ ‘સયોગી જિન સ્વરૂપ’ પામી, ‘નિજ કેવલજ્ઞાન નિધાન પ્રગટાવે છે, અને પરમ જ્યોતિ સ્વરૂપ સહજાન્મસ્વરૂપે ઝળહળે છે.
આવા ક્ષીણદોષ, ગુણાવતાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન સર્વલબ્ધિફલના ભોગી હોય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ,
Page #76
--------------------------------------------------------------------------
________________
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અનંત વીર્ય આદિ સર્વ લબ્ધિ આ કેવલી ભગવંતના ઘટમાં વસે છે. અણિમા-મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિંકરી થઈને ફરે છે; પાતંજલ આદિ યોગશાસ્રોમાં તથા જિનાગમોમાં વર્ણવેલ સર્વ વિભૂતિઓનું આ ભગવાન એક ધામ હોય છે. છતાં તેના કિંચિત્ માત્ર પરપૌદ્ગલિક સ્ફુરણાર્થે આ આત્મનિમગ્ન પરમ પ્રભુ તેની સામી દૃષ્ટિ પણ કરતા નથી, એવા તે પરમ નિસ્પૃહ નિરુત્સુક હોય છે. જ્યાં આત્માની અનંત ઋદ્ધિ પ્રગટ થઈ છે, ત્યાં અન્ય લબ્ધિસિદ્ધિ-વિભૂતિ કોણ માત્ર છે? કારણકે−‘તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી, કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હો.' આત્મામાં અહિંસાની પરમ પ્રતિષ્ઠા-અત્યંત સ્થિરતા થઈ હોવાથી, આ પરમ અહિંસક વીતરાગ યોગીશ્વરની સંનિધિમાં સિંહ-વ્યાઘ્ર આદિ જેવા હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર ભૂલી જઈ પરસ્પર પ્રેમથી વર્તે છે, ઇત્યાદિ સર્વ મહાપ્રભાવ અત્રે આ વીતરાગના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થાય છે.
૫૫
કેવલ જ્ઞાનમય શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ એ જ આ વીતરાગની સર્વ ચમત્કારિક સિદ્ધિઓનું મૂળ છે. એટલે જ દાનાંતરાયનો ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે; લાભાંતરાયનો ક્ષય થયો હોવાથી અણચિંતવ્યો એવો સહજ આત્મસ્વરૂપ લાભ નિરંતર પામે છે; ભોગાંતરાયનો ક્ષય થયો હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ સંપત્તિનો અયત્ને ભોગ કરે છે; ઉપભોગાંતરાયનો ક્ષય થયો હોવાથી શુદ્ધ સ્વગુણનો નિરંતર ઉપભોગ લે છે; અને વીર્યાન્તરાયનો ક્ષય થયો હોવાથી સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત સહજપણે અનંત આત્મશક્તિ સ્ફુરાયમાન કરે છે. અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાત્મસ્વરૂપ પદમાં જ નિરંતર રમણ કરનારા હોય છે. એટલે જ આ ‘ધ્રુવપદરામી' આત્મારામી કૃતકૃત્ય પ્રભુને કોઈ કામના નહિ
હોવાથી તે નિષ્કામી જ હોય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
પલાવબોધ મોક્ષમાળા
આવા સર્વલબ્ધિસિદ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધોદય પ્રમાણે સદેશનાદાન વડે પરમ પરોપકાર કરતા સતા, દેહ છતાં દેહાતીત એવી કાયોત્સર્ગ-જીવનમુક્ત દશાએ વિચરે છે. નિષ્કારણ કરુણારસસાગર એવા આ પરમ કૃપાળુ દેવ પરમાર્થમઘની વૃષ્ટિ કરી, સંસારતાપથી સંતપ્ત જગજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. “ભવદુ:ખવારણ દિવસુખકારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી, આ ભગવાન ધર્મમૂર્તિ વિશ્વબંધુ દુષ્ટ અસાધુજનોને દુષ્ટ માર્ગ છોડાવી, ને શિષ્ટ સાધુજનોને ઈષ્ટ પરમાર્થ માર્ગે ચઢાવી, સર્વ જગત જંતુનું પરમાર્થ હિત કરવારૂપ પરમ લોકાનુગ્રહ આચરે છે. અને પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યોગના અંતરૂપ અયોગી એવી શૈલેશી અવસ્થાને પામી, શીધ્ર જ ભવવ્યાધિનો ક્ષય કરી પરમ નિર્વાણરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. (દોહરા) શુદ્ધિ સર્વોત્કૃષ્ટ ત્યાં, સિદ્ધિ સર્વોત્કૃષ્ટ;
પરોપકાર કરી પરમ, પામે પદ પ્રકૃષ્ટ.
शिक्षापाठ २३ : अनेकान्तनी प्रमाणता
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામેલા શ્રી સર્વેશ પ્રત્યેક વસ્તુને અનેકાન્ત, અનેક સંતવાળી–ગુણધર્મવાળી દીઠી છે, એટલે અનેકાન્ત એ જ વસ્તુનું સ્વરૂપ છે; અને તેનું સમગ્રપણે સર્વદલીય ગ્રહણ કરે એવું અનેકાન્ત જ્ઞાન જ પ્રમાણ છે. તત્વ-અતુ, સંતુ-અસતુ, એક-અનેક, ભેદ-અભેદ, નિત્ય-અનિત્ય એમ એક વસ્તુના પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું સાપેક્ષપણે પ્રકાશન કરે તે અનેકાન્ત. આ. અનેકાન્ત તો “પરમાગમનો જીવ”-પ્રાણ છે; અને જન્માંધ પુરુષો હાથીના સ્વરૂપ વિષેનો ઝગડો કરે છે, તેની જેવા તત્ત્વસ્વરૂપ વિષેના સર્વ દર્શનોના ઝગડાને મિટાવનારો એવો સર્વગ્રાહી પરમ ઉદાર છે. તત્વના જીવનરૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તત્ત્વજ્ઞોએ ઉદારઘોષા
Page #78
--------------------------------------------------------------------------
________________
અનેકાન્તની પ્રમાણતા
૫૭
ઉદ્ઘોષણા કરી છે કે-“અનેકાન્ત સિવાય તત્ત્વવ્યવસ્થા નથી,” તે અત્યંત સત્ય છે. આ અંગે શ્રી અમૃતચંદ્રાચાર્યજીનું સુભાષિત છે–“રવૈયાના નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી (છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્ત્વ આકર્ષતી અને બીજે શિથિલ (ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ નવનીત વલોવી જયવંત વર્તે છે.”
આ અનેકાન, તત્ત્વનો અવિસંવાદી અસંદિગ્ધ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુક્તિ છે. દાખલા તરીકે-તે તે આત્મા પર ઉતારીએ તો તે સ્વરૂપથી તત્ છે, પણ પરરૂપથી અતત્ છે, સ્વદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી તે સત્-હોવારૂપ અસ્તિરૂપ છે, પણ પરદ્રવ્યક્ષેત્ર-કાલ– ભાવથી અસહુ-નહિ હોવારૂપ નાસ્તિકરૂપ છે. ધમ એવા દ્રવ્યની અપેક્ષાએ તે એક અખંડ પિંડરૂપ અભેદ છે પણ ધર્મગુણપર્યાયની અપેક્ષાએ અનેક ખંડ ખંડ ભેદરૂપ છે. ધ્રુવ એવા દ્રવ્યની દષ્ટિએ તે નિત્ય છે, પણ પર્યાયની દષ્ટિએ અનિત્ય છે. આમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્ત્વનિશ્ચયરૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે, અને આમ અસ્તિનાસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ એકાનેક, નિત્યાનિત્ય ને ભેદભેદરૂપ સુપ્રતીત થાય છે. એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનો અનુભવ કરે છે, પણ પુરુષ તો તેનો તે જ છે. સમુદ્રના મોજાં પલટાય છે, પણ સમુદ્ર પલટાતો નથી; તેમ પૂર્વ પર્યાયનો નાશ થઈ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, પણ આત્મ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ થઈ મુકુટ બનાવ્યો, પણ સોનું તો તેનું તે જ છે. આમ અનેકાન્ત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય યુકત એવું ‘સત્ સ્વરૂપ છે. આવા એકાક્ષરી ‘સત્’ સ્વરૂપમાં જ આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન શકાય છે. આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ ગણધરોને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ ‘ત્રિપદી' છે; અને એ જ અપેક્ષાવિશેષે રૂપકરૂપે ઘટાવીએ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ‘ત્રિમૂર્તિ છે.
આમ અનેકાન્તદષ્ટિએ આત્મા નિત્યાનિત્ય અર્થાત્ પરિણામી નિત્ય છે; અને તેના પરિણામી નિત્ય આત્મામાં જ બંધ-મોક્ષઆદિ
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
પશાવબોધ મોક્ષમાળા
વ્યવસ્થા ઘટે છે. પણ જો સર્વથા અપરિણામી–એકાંત ફૂટસ્થ નિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં બંધમોક્ષાદિ વ્યવસ્થા નહિ ઘટે; કારણકે અવસ્થાંતરના અભાવે કાં તો ભવને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે; અને યોગમાર્ગ પણ નિષ્ફળ થઈ પડી, કૃતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંત અનિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં પણ બંધમોક્ષ, સુખદુખ આદિ વ્યવસ્થા નહિ ઘટે. કારણકે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણવિકાસરૂપ આ યોગમાર્ગ પણ કોને પ્રાપ્ત થશે? આમ નિત્ય કે અનિત્ય કોઈપણ એકાન્તવાદમાં બંધ મોક્ષાદિ વ્યવસ્થા ઘટતી નથી. વસ્તુસ્વભાવ ઘટતો નથી અને લોકવ્યવહાર પણ ઘટતો નથી; કેવલ અનેકાન્ત સિદ્ધાન્તમાં જ સર્વ વ્યવહાર ઘટે છે, સમસ્ત વસ્તુસ્વભાવ ઘટે છે અને અવિકલ એવી સકલ બંધમોક્ષ વ્યવસ્થા ઘટે છે; માટે અનેકાન્તની જ સર્વત્ર પ્રમાણતા છે. કારણકે જ્ઞાનથી જ મોક્ષ છે, ક્રિયાથી જ કલ્યાણ છે, નિશ્ચય જ સાચો છે, વ્યવહાર જ કામનો છે, એમ બીજી અપેક્ષાઓનો અપલાપ કરી, આ આમ ‘જ' છે, એવા ‘જ'- કારરૂપ દુર્ણયને અનેકાન્ત દૂર કરે છે; અને તનયો પ્રત્યે પિતાની જેમ સર્વ નયો પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાનો અ૫લાપ નહિ કરતાં, આ આ અપેક્ષાએ આ આમ આમ છે, એમ મધ્યસ્થપણે વસ્તુતત્વનું સુનયરૂપ સમ્યક પ્રતિપાદન કરે છે અને એ જ અનેકાન્તવાદને સપ્રમાણ બનાવે છે.
આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે સર્વસમન્વયકારી અનેકાન્તવાદી તો સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. કારણકે પરમ ઉદાર અનેકાન્તદષ્ટિ જેના હૃદયમાં પરિણમી છે, એવા વિશાલદષ્ટિ સમ્યગુદષ્ટિ મહાત્માઓ “દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે.” એટલે નયોઅપેક્ષાવિશેષોની યથાયોગ્ય મર્યાદા સમજનારા તે સંતજનો ‘ચાત્' પદના ન્યાસ વડે એકાન્તવાદનું આગ્રહરૂપ દૂષણ દૂર કરી છે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરે છે. અને એમ સાપેક્ષપણે પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનોને ચોક્કસ ભાસે છે કે આ બધા
Page #80
--------------------------------------------------------------------------
________________
મનભ્રાંતિ
૫૯
દર્શનો એક જિનદર્શન અર્થાત્ શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ છે. એટલે પોતાના અંગરૂપ એ ષડ્રદર્શનને આ જિનદર્શનના આરાધક પુરુષો સમ્યક ચાદ્વાદષ્ટિથી આરાધે છે. આવી પરમ વિશાલ અનેકાન્તદષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમોત્તમ છે કે તેમાં સર્વ મતદર્શન હળીમળીને પોતપોતાની સંભાળ કરતા રહે છે. “રચના જિનઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરૌં નિજ સંભાલ.” (ઉપજાતિ) જ્યાં નિત્ય નાના નય નૃત્યકારી,
સત્ સપ્તભંગી વિલસે રસાલી; પ્રમાણ તો વાઘ વીણા વગાડે,
વાગૂ રંગભૂ વિસ્મય આ પમાડે. (દોહરા) તત્ત્વનું સત્ત્વ સદા દીએ, અનેકાન્ત સિદ્ધાન્ત;
તેથી તે જ પ્રમાણ છે, બાકી મનની ભ્રાન્ત.
शिक्षापाठ २४ : मनभ्रांति અનેકાન્ત એવા આત્મતત્વનો નિર્ણય થતો નથી, ત્યાંલગી મનભ્રાંતિ છે, ને મનભ્રાંતિ છે ત્યાંલગી આત્મશાંતિની આશા રાખવી તે આકાશકુસુમવત છે. મોહરૂપ વિકલ્પચક્રના ચાકડે ચઢેલ મનની ભ્રાંતિ એ જ સંસારચક્રની ભ્રાંતિનું મુખ્ય કારણ છે. ‘ઉપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર.” જ્યાંલગી મનનું ભ્રમણ છે, ત્યાંલગી ગમે તેટલા જપ-તપ- સંયમાદિ સાધન પણ ભ્રમરૂપ થઈ પડી, ગગનમાં ચિત્રામણની પેઠે, નિષ્ફળ ને વૃથા ખેદરૂપ થઈ પડે છે. એટલા માટે જ્ઞાનીઓએ ચિત્તની સ્થિરતા પર ઘણો ભાર મૂક્યો છે. પરમ તત્ત્વગંભીર સુભાષિત છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” તેમજ “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” માટે ચિત્તને નિર્મલ કરી સ્થિર કરવું, ભ્રાંતિ ટાળવી, એજ આત્મશાંતિનું મુખ્ય સાધન છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કારણકે ભ્રાંત મન એ જ સર્વ કલેશનું ને શા મન એ જ સર્વ આનંદનું મૂળ છે. વિકલ્પાકુલ મન એ જ સર્વ દુ:ખની ભૂમિ ને નિર્વિકલ્પ મન એ જ સર્વ સુખની ભૂમિ છે. પ્રતિકૂળ મન એ જ પરમ શત્રુ ને અનુકૂળ મન એ જ પરમ મિત્ર છે. દુષ્ટ અધ્યવસાયવાળું મન એ જ નરક ને શિષ્ટ અધ્યવસાયવાળું મન એ જ સ્વર્ગ છે. રાગાદિ ક્લિષ્ટ વાસનાથી વાસિત મન એ જ સંસાર ને તેથી નિવસિત મન એ જ મોક્ષ છે. મન એ જ બંધનું ને મન એ જ મોક્ષનું કારણ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને ક્ષણવારમાં નરકગમનયોગ્યતા કરનારું અને ક્ષણવારમાં કેવલજ્ઞાન પમાડનારૂ આ મન જ હતું. મન એ જ કલ્પવૃક્ષ ને મન એ જ કંટકવૃક્ષ છે. મન એ જ કામધેનુ ને મન એ જ નિષ્કામધેનું છે. મને એ જ ચિંતામણિ ને મન એ જ દુશ્ચિતામણિ છે. અસદ્ ઉપયોગથી અવશ મન એ જ વિષ વમનાર વિષધર ને સઉપયોગથી વશ મન એ જ અમૃત ઝમનાર અમૃતઝર છે. આત્માની અમૂલ્ય શક્તિઓ મનોભ્રાંતિને લીધે વેરણછેરણ થઈ વેડફાઈ જાય છે તે ન વેડફાઈ જવા દેવા માટે વિચક્ષણ પુરુષે આ ઉત્તમ ચિત્તરત્નનું યત્નથી જતન-ગોપન કરવા યોગ્ય છે.
પણ મન એ ઘણી ચંચલ વસ્તુ છે, “વાયુની જેમ તેનો નિગ્રહ કરવો દુષ્કર છે.” મન એ કલ્પનારંગની પાંખે ઉડી ક્ષણમાત્રમાં લાખો યોજનાની મુસાફરી કરી આવનાર પવનવેગી તુરંગ છે. દિશાના કે કાળના બંધન જેને નડતા નથી એવો તે અપ્રતિબદ્ધવિહારી છે. “મનડું કિમહી ન બાઝે”. રાત હોય કે દિવસ હોય, વસતિ હોય કે ઉજ્જડ હોય, ગમે ત્યારે ને ગમે ત્યાં આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં ગમન કરે છે. મુકિતના અભિલાષી એવા મહાતપસ્વીઓ જ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરે છે, ત્યાં તો આ દુશ્મન જેવું મન કંઈક એવું ચિંતવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છે! મોટા ‘આગમધર’ કહેવાતા લોકોના હાથે પણ આ મનડું મદોન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણી શકાતું નથી. આ ‘મનડું' છે તો નપુંસકલિંગી, પણ તે “સકલ મરદને ઠેલે” છે, – ઠેબે ચડાવે છે. બીજી વાત તો પુરુષ સમર્થ છે, પણ આ નપુંસક મનડાને કોઈ જેર કરી શકતું નથી! આમ મનડું કોઈ રીતે બાઝતું નથી–એવો જાણે એનો ભ્રાંતિમય સ્વભાવ પડી ગયો છે!
Page #82
--------------------------------------------------------------------------
________________
મનભ્રાંતિ
આ ભ્રાંતિ શબ્દના બે અર્થ થાય છે : ભ્રાંતિ એટલે ભ્રમણ અથવા ભ્રમણા. પરવસ્તુમાં આત્મભ્રાંતિરૂપ ભ્રમણા એ જ પરભાવ પ્રત્યે ભ્રમાગરૂપ મનભ્રાંતિનું મૂળ ઉપાદન કારણ છે. એટલે જ ભ્રાંત સ્વભાવવાળો આ મન-ભ્રમર પરભાવરૂપ પુષ્પાસનો રસીયો થઈ, તેની પ્રાપ્તિ માટે ઝાંવાં નાખે છે; ને રાગદ્વેષરૂપ ગુંજારવ કરતો તે યત્રતત્ર ભ્રમણ કરતાં ખેદ આદિ અષ્ટ ચિત્તદોષને પામી, ભ્રાંતિરૂપ મહાલેશમય મનરોગ અનુભવે છે. તેના નિવારણનો ઉત્તમ ઉપાય આ મનમધુકરને શુદ્ધ સહજાત્મસ્વરૂપી પ્રભુના પદપંકજમાં લીન કરી દઈ, તેના ગુણ-મકરંદનુ અમૃતપાન કરાવવું એ છે,-કે જેથી મુગ્ધ થયેલો આ મનમધુકર પરભાવની દુર્વાસના ત્યજી, પોતાના શુદ્ધ સ્વરૂપને ભજે. અથવા આ ભ્રામક વૃત્તિવાળા મન મર્કટને વશ કરવા માટે અને ક્ષણ પણ નવરું ન પડવા દેતાં, બાબરા ભૂતની જેમ કે કુલવધૂની જેમ, તેને તેના જોગા સતત કામમાં– સપ્રવૃત્તિમાં રોકી રાખવું અગત્યનું છે. જેમકે-જેણે તે મનનો જય કર્યો છે, એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું. અથવા તો એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ- અવરોહણ કર્યા જ કરે! અને ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઇને ખાવા હોય તેટલા ખાય!
અથવા આ ભ્રાંત સ્વભાવવાળા મનસારથિને સ્વચ્છેદે ન પ્રવર્તવા દેતાં, મોહનિદ્રામાંથી જાગેલો આત્મા જ પોતાની આજ્ઞા પ્રમાણે ચાલવાની તાકીદ કરે, તો પછી તે કુશળ સારથિ ઇંદ્રિય અશ્વોને બરાબર લગામમાં રાખી, આત્માના રથને સન્માર્ગે ચલાવી, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને પહોંચાડે. આમ મન- સૂબાને સોંપેલી સત્તા પાછી ખેંચી લઈ, આત્મ-રાજા સ્વશાસન પોતાને હસ્તક રાખી પોતાનું સ્વામિત્વ દાખવે, ને સ્વચ્છંદી મનની આજ્ઞામાં નહિ વર્તતાં તેને પોતાની આજ્ઞામાં પ્રવતવિ, એ જ તેને વશ કરવાનો ઉત્તમ વિધિ છે. ઇત્યાદિ પ્રકારે આ દુરારાધ્ય મનને જે ‘ઠેકાણે' આણે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે અને આમ આત્મા સ્વસ્વભાવના જાગ્રત ઉપયોગમાં વહેં એ જ ભ્રાંત મનોયોગને શાંત
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
કરવાનો શ્રેષ્ઠ ને સુગમ ઉપાય છે. (દોહરા) ભ્રમણારૂપ ભ્રાંતિ ટળે, ટળે ભ્રમણરૂપ ભ્રાંત;
સ્વરૂપમાં વિશ્રાંત થઈ, આત્મા હોય પ્રશાંત.
शिक्षापाठ २५ : तप - મનોભ્રાંતિ ટાળી મનોનિગ્રહ અને ઇંદ્રિયવિજય કરવા માટે મુખ્ય ઉપાય ઈચ્છાનિરોધરૂપ તપ છે. કર્મની નિર્જરાર્થે જે તપવામાં આવે તે ત૫; અથવા જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં પ્રતાપે, નિજ
સ્વરૂપ તેજે ઝળહળે તે તપ. એ તપનો મુખ્ય ઉદેશ નિરંતર લક્ષમાં રાખી મુમુક્ષુએ આત્માર્થે જ યથાશક્તિ તપ તપવા યોગ્ય છે. કારણકે તપ એ જીવને કર્મમુક્ત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, તપ એ કર્મબન્ધનને ભસ્મ કરનારો પ્રચંડ અગ્નિ છે. આમ આદિ ફળ જેમ તાપથી જલદી પાકે છે, તેમ કર્મ પણ તપ અગ્નિના તાપથી શીઘ પાકીને નિર્ભર છે. અગ્નિતાપથી સુવર્ણની જેમ, જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરનો મેલ ગળતો જઈ આત્મા શુદ્ધ બને છે. દેવેન્દ્રોથી વંદિત એવા શ્રી તીર્થંકર ભગવાન કે જે ચાર જ્ઞાનના સ્વામી હતા અને અવશ્ય સિદ્ધિ પામવાના હતા, તે પણ બલ-વીર્ય ગોપવ્યા વિના તપને વિશે ઉદ્યમવંત હતા. તો પછી અન્ય મુમુક્ષુઓએ તો તપમાં વિશેષ કરીને ઉદ્યમ કરવા યોગ્ય હોય એમાં પૂછવું જ શું? આ તપના મુખ્ય બાર ભેદ છે-અનશનાદિ છ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ આત્યંતર.
- અનશન-ચાર પ્રકારનો આહાર જેમાં એક, બે કે વધારે દિવસ માટે ત્યાગ કરાય છે તે અનશન. ઉણોદરી-પેટ ભરાય તે કરતાં થોડા કોળીઆ ઊણું રહેવું તે. રસત્યાગ-વૃત આદિ વિકૃતિ કરનારા રસવાળા પદાર્થોનો ત્યાગ. વૃતિ સંક્ષેપ-અમુક આટલી જ સંખ્યાવાળી વસ્તુ હું લઈશ એમ વૃતિનો સંક્ષેપ કરવો તે. કાયક્લેશ-કાયાને કષ્ટ આપી કસવી તે. સંલીનતા-કૂર્મની જેમ અંગોપાંગ સંલીન કરીને, સંકોચીને સૂવું
Page #84
--------------------------------------------------------------------------
________________
બેસવું, ઇંદ્રિયોનો વ્યાપાર રોધવો તે. જેમકે-રૂપથી મોહિત થઈ દૃષ્ટિ તે પ્રત્યે જતી હોય તેને જવા ન દેવી, છાનીમાની બેસાડી દેવી, અંદરમાં સંલીન કરવી. આમ છ પ્રકારે બાહ્ય તપ છે. આ તપની તાલીમથી, સમજણપૂર્વક શરીરને કસવાથી, રીઢું કરવાથી સુંવાળાપણું, સુખશીલિયાપણું ટળે છે; અને ક્વચિત દુ:ખ કષ્ટ આવી પડશે તે સમભાવે સહવાની શકિત વધે છે,–જેથી આત્મસ્થિરતાને બાધ આવતો નથી.
પ્રાયશ્ચિત્ત-પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત અથવા પ્રાયે ચિત્તને શોધે તે પ્રાયશ્ચિત. પોતાના થયેલા દોષ માટે તીવ્ર પશ્ચાત્તાપ કરી, તે પુન: ન થાય એવી દઢ ભાવનાથી, તેની શુદ્ધિ અર્થે સરુએ આપેલો અથવા પોતે પોતાના પર નાંખેલો શિક્ષારૂપ દંડ પરમ ચિત્તપ્રસન્નતાથી માથે ચઢાવવો તે પ્રાયશ્ચિત્ત. આલોચના, મિથ્યા દુષ્કૃત, પ્રતિક્રમણ આદિ એના અનેક પ્રકાર છે. ખરા અંત:કરણ પશ્ચાતાપરૂપ પાવકથી ઘણા નિબિડ પાપકર્મો પણ ભસ્મીભૂત થાય છે.
વિનય-દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય અને ઉપચાર વિનય એમ વિનય ચાર પ્રકારનો છે. વૈયાવૃન્ય-આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શૈશ્ય, ગ્લાન (રોગા), તપસ્વી, કુલ, સંઘ આદિની વ્યાધિ આદિ આવી પડયે નિષ્કામભાવે વૈયાવચ્ચ-સેવાસુશ્રુષાકરવી તે વૈિયાવૃન્ય. સ્વાધ્યાય અથવા સજઝાય-દેહમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી આત્મામાં આત્મબુદ્ધિનો અભ્યાસ કરવો, આત્મભાવના ભાવવી તે સ્વાધ્યાય. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે એવા અધ્યાત્મ ગ્રંથો વાંચવા વિચારવા; વૈરાગ્ય-ભક્તિવાહી પદો, ભજનો, સ્તવનો ગાવા, લલકારવા; તત્ત્વપૃચ્છા કરવી; નિરભિમાનપણે જાણે પોતાના આત્માને ઊંચેથી બોધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે.
ધ્યાન-સતુતત્વચિંતનમાં એકાગ્રપણે ચિત્તનો વિરોધ કરવો તે ધ્યાન અથવા યોગ. મુમુક્ષુએ આર્ત-રૌદ્ર ધ્યાન છોડી ધર્મધ્યાન ને શુક્લધ્યાન એ બે પ્રશસ્ત ધ્યાન જ ધ્યાવવા યોગ્ય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જેમકે–સર્વજ્ઞની આજ્ઞાનું પ્રમાણ કરી તેનું સમ્યક ચિંતન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. જ્ઞાનીના આજ્ઞારૂપ માર્ગ છોડી ઉન્માર્ગે જતા જીવને પ્રાપ્ત થતા અપાયનું ચિંતન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન. ચર્તુગતિમાં ભ્રમણ કરતા જીવને ભોગવવા પડતા કર્મના દારૂણ ધપાકનું ચિંતન કરવું તે વિપાકવિચય ધર્મધ્યાન. પુરુષાકાર લોકનું સ્વરૂપ વિચારી તેના રહસ્યનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન. આત્માથી અન્ય સર્વ દ્રવ્યોનું પૃથકપણું-ભિન્નપણું ચિંતવવું, શુદ્ધ એક આત્માનું શુદ્ધપણું ધ્યાવતાં શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની શ્રેણીએ ચઢવું, ઇત્યાદિ પ્રકારે શુક્લધ્યાન. કાયોત્સર્ગ-કાયાનો ઉત્સર્ગ, ત્યાગ તે કાયોત્સર્ગ, હું આ દેહ નથી ને આ દેહ મારો નથી એમ સમજી, તેના અહંત્વમમત્વનો ત્યાગ કરી દેહને વોસરાવી દેવો, ‘અપ્પા વોસિરામિ' કરવું તે કાયોત્સર્ગ. અથવા તેવી દેહ છતાં દેહાતીત કાયોત્સર્ગ દશાએ વર્તતા અહંત ભગવંતોના ધ્યાન-અવલંબને તેવી શુદ્ધ આત્મઅનુભવ સ્થિતિનો અભ્યાસ કરવો તે પણ કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ પરમોત્કૃષ્ટ આત્યંતર તપ છે, સર્વ તપની કલગીરૂપ છે. આમ છ પ્રકારે આત્યંતર તપ છે, અને તે મુખ્ય છે.
બાહ્ય તપ આ આત્યંતર તપને ઉપકારી-સહાયકારી થાય છે, એટલે તે પણ યથાશક્તિ અવશ્ય કર્તવ્ય છે જ, પણ-તન-મનવચનની સ્કૂર્તિ સર્વથા હણાઈ જાય એમ ગજા ઉપરવટ થઈ ને કે ક્રિયાજડપણે તો નહિ જ. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયનો ત્યાગ કરી, સ્વાધ્યાયાદિ આવ્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવો જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ; તો જ તે ખરેખરો ‘ઉપવાસ' કહી શકાય, નહિ તો લાંઘણ જ છે! કારણકે આત્મસ્વરૂપના લક્ષ વિનાનું કેવલ કાયક્લેશરૂપ તપ તે બોલતપ અથવા અજ્ઞાન તપ છે. માટે ત૫ જ્ઞાનપૂર્વક હોય તો જ વાસ્તવિક કલ્યાણ છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપને નથી જાણતો એવો અજ્ઞાની કોડ વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી, તે જ્ઞાની એક શ્વાસોચ્છવાસ માત્રમાં પણ કરે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
શાન-ભાગ ૧
૬૫
(દોહરા) તપ કોડો વર્ષો કરે, તોય ન છૂટે બાલ;
ક્ષણમાં કર્મો ક્ષીણ કરી, જ્ઞાની છૂટે તત્કાલ. તપથી કમ નિર્જર, તપથી નિર્મલ થાય; તપથી સ્વરૂપે પ્રતપતો, આત્મા ઝળહળ થાય.
शिक्षापाठ २६ : ज्ञान} भाग १ જિન ભગવાનને મુખ્યપણે જ્યાં આત્મજ્ઞાન છે તેને જ જ્ઞાન કહ્યું છે. કારણકે ‘સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” નવ પર્વ સુધી ભણ્યો હોય, પણ જો જીવને ન જાણ્યો તો તે સવન અજ્ઞાન કહ્યું છે. આ જીવ ને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહિ,’ તો ‘પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહિ,'-આવો કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યો છે. ગ્રંથનું જ્ઞાન તે જ્ઞાન નથી, કવિચાતુર્ય તે જ્ઞાન નથી, મંત્ર તંત્રો તે જ્ઞાન નથી, ભાષા તે જ્ઞાન નથી, તેમજ તેવા તેવા અન્ય પ્રકારો પણ જ્ઞાન નથી. પણ જ્ઞાન તો જેને સંવેદનથી આત્મપરિણામી થયું છે એવા જ્ઞાનીમાં જ સાક્ષાત મૂર્તિમાન છે. બાકી સત્-છતું એવું જ્ઞાનસ્વરૂપ પ્રગટ પ્રાપ્ત કર્યા વિના પોતાની કલ્પનાથી કોટિ શાસ્ત્રોનું સર્જન પણ “માત્ર મનનો આમળો' જ છે, પણ જ્ઞાન નથી. એક પણ વ્રત-પચ્ચખાણ નહોતું, છતાં શ્રી શ્રેણિક મહારાજ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે, તેનું કારણ એક તેમનું નિશ્ચય આત્મસંવેદનરૂપ આત્મજ્ઞાન જ.
- આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નીકળે છે કે બોધબીજભૂત, મૂળભૂત આત્માનુભૂતિવાળું જધન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદસંવેદ્યપદ અર્થાત્ આત્મજ્ઞાન છે. પણ તે આત્મસંવેદનરૂપ બીજભૂત જ્ઞાન વિનાનું બીજું બધુંય ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય તો ત્યાં વેદસંવેદ્ય પદ- નિશ્ચય આત્મજ્ઞાન નથી. એટલા માટે જ
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
""
સ્વપર ભેદવિજ્ઞાનરૂપ મૂલ બીજભૂત જ્ઞાન જેને હતું, પણ બીજું કાંઇપણ જ્ઞાન જેને નહોંતું, એવા “તુષમાષ” જેવા અતિ મંદ ક્ષયોપશમી પણ તરી ગયા છે; અને આ બોધબીજભૂત સંવેદન જ્ઞાન જેને નહોતું, એવા નવપૂર્વધર જેવા અંતિમહા ક્ષયોપશમી શાસ્રપારંગતો પણ 'રખડયા છે. કારણકે ‘શાસ્ત્રો (લખેલાનાં પાના) ઉપાડવા ને જાણવા એમાં કંઈ અંતર નથી,−જો તત્ત્વ ન મળ્યું તો, કારણ બેયે બોજો જ ઉપાડયો,’ ‘‘સાર લહ્યા વિન ભાર કહ્યો શ્રૃત, ખર દૃષ્ટાંત પ્રમાણ. સ્વપરને જૂદા પાડનાર એવા પ્રયોજનભૂત ભેદજ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન છે. એટલેજ મિથ્યાત્વયુક્ત એવા મતિ-શ્રુત-અવધિને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિભુંગજ્ઞાન) કહ્યા છે. શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ ઉપકારી નિમિત્ત સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે. પણ એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્કજ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી. પરંતુ જો તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપ પરિણમે, અર્થાત્ આત્મામાં ભાવશ્રુતપણું પ્રગટે, આત્મજ્ઞાન ઉપજે, તો જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે. નહિ તો શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂઢ જનોનો સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે! સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જો એકો આત્મા હાથમાં ન આવ્યો તો એકડા વિનાના મીંડા જેવું છે. માટે જ સુભાષિત કહ્યું છે કે-‘જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.’
૬૬
આ આત્મઅનુભવરૂપ સ્વરૂપ પદ કાંઈ બ્હારમાં નથી, અંતમાં જ વર્તે છે, મેરુ સમો મહામહિમાવાન આ “પરમ નિધાન પ્રગટ મુખ આગળે” જ પડયો છે, છતાં આ અજ્ઞાની જગત અંધની જેમ તેને ઉલ્લંધીને ચાલ્યું જાય છે! કારણકે આખા બ્રહ્માંડ સંબંધી અનંત કલ્પનારૂપ સ્વચ્છંદ વિચાર કરવામાં આ જીવે કાંઈ બાકી રાખી નથી, પણ હું પોતે કોણ છું? મારૂં ખરૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લોકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહદેવળમાં
Page #88
--------------------------------------------------------------------------
________________
શાન-ભાગ ૧
૬૭ બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતો નથી! આ લોક પુરુષાકારે છે એનું વર્ણન વિસ્તારવાની ચતુરાઈ તે દાખવે છે, પણ જ્ઞાનીઓએ કહેલા આ પુરુષાકાર લોકનો ભેદ શું છે? અને એમ કહેવાનું કારણ શું છે? તેનો વિચાર કરવાની તકલીફ તે લેતો નથી!
પણ “પિંડે સો બ્રહ્માડે”-આ શરીર પરથી આ લોકપુરુષનો ઉપદેશ જ્ઞાનદર્શનના ઉદેશે જ્ઞાનીઓએ કર્યો છે, એ રહસ્ય લક્ષમાં લઈ, એ બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ પિંડને ખોજે-ખોળે, તો તેને આત્મસ્વરૂપનો પત્તો લાગે, “ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય, અને અલોકમાં રહેલા લોકને અવલોકે, “લોકરૂપ અલોકે દેખ.” અર્થાત નહિ અવલોકનારા એવા અલોકમાં-અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લોકને એટલે કે અવલોકનારા આત્માને દેખે. અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે એનો “ઓરતો” ને શંકા ખોવાઈ જાય. ‘ટળ્યો ઓરતો શંકા ખોઈ’ આમ એન્ન છતાં જૂદા ને જૂદા એવા જીવ-અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે; અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે અને આમ પર એવા અજીવમાં આત્મભ્રાંતિથી આ જીવ બંધાય છે, ને આત્મભ્રાંતિ મૂકવાથી મૂકાય છે, એવું બંધમોક્ષનું સ્વરૂપ તે સમજે છે. “સમજે બંધ-મુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શોક સદીવ” એટલે પછી તે જ્ઞાની પુરુષ દેહાધ્યાસ છોડી, પરભાવવિભાવનો કર્તા મટી, સાક્ષીપણે દષ્ટાભાવે નિરખતો રહી સદાને માટેનો શોક ટાળે છે. આમ જ્ઞાનભાનુનો પ્રકાશ થતાં તત્સાણ જ અજ્ઞાન અંધકાર નાશે છે. ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.’ (દોહરા) મતિ શ્રત અવધિ ને મન:, પર્યવ કેવલ જ્ઞાન;
પંચ જ્ઞાન વ્યાપિ નમું, આત્મ જ્ઞાનનિધાન.
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ २७ : ज्ञान} भाग २
કૂચનો રાગ જ્ઞાનને ઉપાસીએ, જ્ઞાનને ઉપાસીએ, ચાલો ઉલ્લાસથી જ્ઞાનને ઉપાસીએ! જ્ઞાનભાનુ તણા કિરણો પ્રસારીને, તેજોના અંબાર ભરીએ; અનાદિના ગાઢ અંતરે ભરાયલા, મોહના તિમિરો ભેદીએ... ચાલો ! ૦૧ જ્ઞાનની ચારુ ચાંદનીમાં ન્હાઈને, ચિત્ત ચકોર રીઝાવીએ; જ્ઞાન પીયૂષનું પાન કરી પ્રેમથી, પરમામૃત . પદ પામીએ.. ચાલો ! ૦૨ આવો અગાધ અને આવો વિશાલ જે, જ્ઞાનનો દરિયો દેખીએ; ભુજાબલે તેનો પાર કેમ પામીએ? સદ્ગુરૂ નાવ જે ન સેવીએ.. ચાલો ! ૦૩ જ્ઞાન વિના કિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તો પાંગળું લેખીએ;. ધર્મરથ કે એક ચકે ચલાવીએ? એક પાંખે કેમ ઊડીએ?... ચાલો ! ૦૪ જ્ઞાનીજનો દ્વારા એકઠો કરાયેલો, જ્ઞાન ખજાનો લૂંટીએ; ફાલ્યા ફૂલેલા જ્ઞાન કેરા બાગના, પુષ્પો ' સુગંધી ચૂંટીએ... ચાલો ! ૦૫ દેતાં ખૂટે નહિ લેતા ખૂટે નહિ, જ્ઞાન અક્ષયનિધિ માનીએ; ચોર્યું ચોરાય નહિ લૂંટયું લૂંટાય નહિ, જ્ઞાન નિર્ભય ધન જાણીએ... ચાલો ! ૦૬
Page #90
--------------------------------------------------------------------------
________________
કિયા
લોકને પ્રકાશતી અંતરે ઉલાસતી, જાગતી જ્યોત જગાવીએ; જ્ઞાનને ઉપાસતાં જ્ઞાનમય રૂપને, ભગવાન કહે પ્રગટાવીએ... ચાલો ! ૦૭
शिक्षापाठ २८ : क्रिया જ્ઞાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં-વર્તનમાં મૂકવાની પ્રક્રિયા તે ક્રિયા. આ જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે. જ્ઞાનક્રિયાખ્યા મોક્ષઃ | ‘જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન-ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું તે જ નિર્જરાનો સુંદર માર્ગ છે.' જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના બે ચક્ર જેવા છે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યો હોય ત્યાં આંધળો ને પાંગળો સહકાર સાધે તો બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેનો યથાયોગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે “પઢમં ના તો રયા''} જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું, તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂળ–અનુસરતી તાત્ત્વિક સમજણવાળી હોવી જોઈએ. એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપપણે-છાજે એમ રાગાદિનો ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવનો નિરોધ થઈ સંવર- નિર્જરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ આવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યોગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. અને તે અર્થેજ ‘શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જ્ઞાનીને સંમત છે.”
પણ એક જ અનુષ્ઠાન -ક્રિયામાં કર્તાના ભાવભેદ-આશયભેદ પ્રમાણે ફલભેદ હોય છે. માટે વિષ, ગર, અનુષ્ઠાન, તદ્ધતુ અને
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અમૃત એ પાંચ અનુષ્ઠાને પ્રકારનું સ્વરૂપ સમજી, મુમુક્ષુએ સત્ અનુષ્ઠાન જ સેવવા યોગ્ય છે. આ લોક સંબંધી ધન-કીર્તિપૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે તે વિષ અનુષ્ઠાન છે; કારણકે સત્ ચિત્તને મારી નાખતું હોવાથી અને તુચ્છ સ્પૃહા વડે કરીને મહતું એવા સત્ અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂં વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરલોક સંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી, કાલાંતરે હણી ગર અનુષ્ઠાન થઈ પડે છે. સંપૂર્ઝનજ કિયા જેમ તત્ત્વસમજણ વગર કરવામાં આવતું અનુષ્ઠાન કર્યું ન કર્યા બરાબર હોઈ અનનુષ્ઠાન થઈ પડે છે. સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં આવતું અનુષ્ઠાન, શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનનો હેતુ-તળેતુ થઈ પડે છે. આ જિન ભગવાને કહ્યું છે એમ જાણી, ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન, આત્માને અમૃતરૂપે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે. માટે આમાં વિષ અને ગર એ બન્ને પ્રકારના વિકિયારૂપ અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દૂરથી ત્યજી દઈ, ત્રીજા અનનુષ્ઠાનને કર્યું ન કર્યા બરાબર એવું અક્રિયારૂપ જાણી, આત્માથી મમકૃએ તો આત્માને અમૃતરૂપે પરિણમતું એવું સક્રિયારૂપ અમૃત અનુષ્ઠાન કે તેના હેતુરૂપ તળેતુ અનુષ્ઠાન એકાંત શુદ્ધ આત્માર્થે જ આદરવા યોગ્ય છે.
કારણકે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ્ય રાખી શુદ્ધ આત્મસાધન સેવે તો શુદ્ધ આત્મસિદ્ધિ થાય. લક્ષ્ય નિશાન બરાબર તાકી, બાણ સાધે તો લક્ષ્ય વિંધાય. તે એક નિશાનથી આડુંઅવળું-વાંકુંચૂંકું, ઉપર નીચે બાણ જાય તો નિશાન વિંધાય નહિ, ચૂકી જઈ વંચક થાય, અફળ જાય, અથવા આડાઅવળા અલક્ષ્ય વિંધવારૂપ અનેક ફળ થાય; તેમ પરમાર્થમાં પણ એક સ્વરૂપલક્ષ્યના અનુસંધાનવાળી જે યોગ-કિયા એક મોક્ષ ફળ પ્રત્યે લઈ જાય, તે જ અવંચક-નહિ ચૂકનારી હોવાથી સફળ છે. બાકી તે એક લક્ષ્યને ચૂકીને કરવામાં આવતી યોગ-ક્રિયા એક મોક્ષરૂપ સફળથી ચૂકાવનાર-વંચક
Page #92
--------------------------------------------------------------------------
________________
ક્રિયા
૭૧
હોઈ અફળ છે, અથવા ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનાર છે. આવા વંચક યોગ, વંચક ક્રિયા ને વંચક ફ્લરૂપ અનંત સાધન સેવવામાં આ જીવે મણા રાખી નથી. પણ મૂર્તિમાત્ સત્સ્વરૂપ સત્પુરુષના યોગ વિના, ‘સંત ચરણ આશ્રય વિના,' સ્વરૂપનો લક્ષ્ય નહિ થયો હોવાથી, તે સર્વ સાધનો લક્ષ્ય વિનાના બાણની પેઠે, પરમાર્થે નિષ્ફળ ગયા છે; ઠગની જેમ જીવને ઠગનારા-વંચનારા ‘વંચક’ બન્યા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! ‘સૌ સાધન બંધન થયા!' પણ સાચા સદ્ગુરુની સ્વરૂપઓળખાણરૂપ અવંચક યોગથી સ્વરૂપનો લક્ષ્ય પામી, તે સ્વરૂપની સાધક એવી સત્ અવંચક યોગ–· ક્રિયા કરે, યોગાવંચક-ક્રિયાપંચક કરે, તો શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવેંચક ફ્લની—લાવંચકની પ્રાપ્તિ થાય; સ્વરૂપ ઓળખી, સ્વરૂપ સાધે, તો સ્વરૂપ પામે. આ ઉપરથી આ પરમાર્થ ફલિત થાય છે કે આત્મસાધન કરવા ઈચ્છતા આત્માર્થી સાધકે એટલું અવશ્ય ગવેષવા યોગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મોક્ષહેતુરૂપ થઈ પડે છે કે કેમ ? ઈષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિન્દુ પ્રત્યે લઈ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિન્દુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના બાણની પેઠે, આ મારા યોગ- ક્રિયા-લ વંચક
તો નથી થઈ પડતા ને? અવંચક જ રહે છે ને?
તાત્પર્ય કે–જેમ રાધાવેધ સાધનારા બાણાવળીનો લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય, તેમ આરાધક પુરુષ · સતત આત્મસિદ્ધિનો જ લક્ષ રાખી સર્વ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે; જ્ઞાનની ખાલી પોકળ વાતો કરવારૂપ શુષ્કજ્ઞાનીપણું નહિ કરતાં, શમસંવેગાદિ તથા સમિતિગુપ્તિ આદિ સર્વ ‘પરમાર્થહેતુ મૂળ વ્યવહાર' આચરે; તેમજ અંતર્ભેદ રહિતપણે- અનુપયોગપણે યંત્રવત્ કરાતી બાહ્ય ક્રિયામાં રાચવારૂપ ક્રિયાજડપણું નહિ કરતાં, તે તે અવશ્ય કરવા યોગ્ય ષટ્આવશ્યકાદિ ક્રિયામાં આત્મોપયોગપણે ઊંડા ઉતરી તેનો અધ્યાત્મરસ ચાખે. જેમકે-સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
આત્મભાવમાં વર્તે. ચતુર્વિશતિસ્તવ કરતાં પ્રભુનો સહજત્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામીપણું ભાવે. પ્રતિક્રમણ કરતાં સ્વરૂપાતિક્રમ દોષની ક્ષમા યાચી, સ્વરૂપસ્થાનમાં પ્રતિ–પાછું કમણ-ગમન કરે. અને કાયોત્સર્ગ કરતાં દેહાતીત દશાનો અનુભવ અભ્યાસ કરે. આમ સર્વ કિયા તે આરાધક પુરુષ અધ્યાત્મપરિણતિરૂપ ભાવક્રિયાના અનુસંધાનપૂર્વક કરે; અને ચઢતા પરિણામ રાખી ઉત્તરોત્તર ક્રિયાશુદ્ધિથી પ્રીતિઅનુષ્ઠાન આદિ ચાર પ્રકારની અનુષ્ઠાન કક્ષાઓને સ્પર્શે અર્થાત્ પ્રસ્તુત ક્રિયા પ્રત્યેના પરમ પ્રેમથી પ્રીતિઅનુષ્ઠાન આદરે. પરમ પ્રીતિયુક્ત પૂજ્યભાવથી ભક્તિ અનુષ્ઠાન આદરે. શાસ્ત્રવચન અનુસાર યથાસૂત્ર આદર્શ આચરણરૂપ વચન અનુષ્ઠાન આદરે. અને પછી અભ્યાસજન્ય દઢ સંસ્કારથી વચનના સંગ-અવલંબન વિના આપોઆપ પ્રવર્તતું, એવું સર્વ પરભાવવિભાવના સંગસ્પર્શ વિનાનું અસંગ અનુષ્ઠાન આદરે અને આમ અમૃતક્રિયાના અનુષ્ઠાનથી આત્માને અમૃત કરે. (દોહરા) વિષ ગર ક્રિયા વિક્રિયા, અક્રિયા અનનુષ્ઠાન;
તદ્ધતુ અમૃત સકિયા. આત્માર્થે અનુષ્ઠાન.
સ્વરૂપના લક્ષ્ય કરી, યોગ અવંચક હોય; તો કિયા અવંચક અને, ફલ અવંચક જોય.
Page #94
--------------------------------------------------------------------------
________________
સિદ્ધસેન દિવાકર અને સમભદ્રાચાર્ય
૭૩
शिक्षापाठ २९ : सिद्धसेन दिवाकर अने
समंतभद्राचार्य જ્ઞાન-કિયા, નિશ્ચય-વ્યવહાર આદિનું સમન્વયપૂર્વક પરસ્પર સાપેક્ષપણે સમ્યક પ્રતિપાદન કરનાર અનેકાન્તની પ્રતિષ્ઠામાં શ્રી સિદ્ધસેન દિવાકરનો અને શ્રી સમંતભદ્રાચાર્ય નો ફાળો અનન્ય છે. દાર્શનિક પદ્ધતિએ જિનદર્શનના ન્યાયનો પાયો નાંખનારા આ બન્ને મહા જ્યોર્તિધરોએ જિનદર્શનની અપૂર્વ પ્રભાવના કરી છે. આ બન્ને મહાપ્રભાવકોમાં શબ્દગત, શૈલીગત ને વસ્તુગત ઘણું સામ્ય દશ્ય થાય છે. મહા તાર્કિક તરીકે પ્રસિદ્ધ આ બન્ને મહાકવિઓએ દર્શન-ન્યાય જેવા કઠિન વિષયમાં પણ કવિતા સુંદરીને વાલ્મય રંગભૂમિ પર યથેચ્છ નૃત્ય કરાવ્યું છે. એ જ એમનું આ વિષયનું અપૂર્વ પ્રભુત્વ દાખવે છે. બન્નેની મહાસુતિકાર તરીકેની
ખ્યાતિ અપ્રતિમ છે. બૃહસ્વયંભૂ સ્તોત્ર આદિમાં સમન્તભદ્રજીએ તથા બત્રીશ બત્રીશી-કલ્યાણમંદિર આદિમાં દિવાકરજીએ,– એમ આ બને ભકતશિરોમણિ મહાત્માઓએ પરીક્ષાપ્રધાનીપણે તાત્વિક ભક્તિનો અનુપમ રસપ્રવાહ વહાવ્યો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેવા પણ શ્રી સિદ્ધસેન દિવાકરને અંજલિ અર્પતાં વેદે છે કે મહાથવાળી સિદ્ધસેનની સ્તુતિઓ ક્યાં? ને આ અશિક્ષિતની આલાપક્લા જેવી હારી સ્તુતિ ક્યાં? “નવ સિદ્ધસેનસ્તુતિયો મહા શિક્ષિત -નવ વૈષા !' અને જ્ઞાનાર્ણવ જેવા મહા યોગશાસ્ત્રના કર્તા મહર્ષિ શ્રી શુભચંદ્રાચાર્યજી જેવાએ પણ કવીન્દ્ર સમન્વભદ્રને ભાસ્કરની ઉપમા આપી તેવીજ ભવ્ય અંજલિ અપ છે: સમન્તમદ્રારિ વીન્દ્ર પાર્વતાં ઋત્તિ યત્રામનસૂવિતરક્ષય: " ઇ.
આવા આ બન્ને મહા પ્રતિભાસંપન્ન કવીશો સમર્થ પરીક્ષાપ્રધાની હોઈ, તેઓએ મત-દર્શનના આગ્રહ વિના અત્યંત મધ્યસ્થતાથી, પ્રામાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, યુક્તિની કસોટીએ ચઢાવી છે તે દર્શનોના શાસ્ત્રતત્ત્વની નિષ્પક્ષપણે વિચક્ષણ પરીક્ષા કરી છે; અને શુદ્ધ સુવર્ણની જેમ
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
કષ- છેદ-તાપની* અગ્નિપરીક્ષામાંથી સમુત્તીર્ણ થનારા શાસ્ત્રસુવર્ણનું પ્રમાણભૂતપણું સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. દાર્શનિક મીમાંસા કરતી દિવાકરજીની બત્રીશીઓ અને સમતભદ્રજીની બૃહસ્વયંભૂસ્તોત્ર-આપ્તમીમાંસા આદિ કૃતિઓ આ વસ્તુની સાક્ષી પૂરે છે.
એટલે આવા આ પરીક્ષાપ્રધાની અસાધારણ બુદ્ધિપ્રતિભાના ચમત્કારો સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય એમાં આશ્ચર્ય નથી. દા. ત. સન્મતિતર્કમાં કેવળજ્ઞાન-કેવલદર્શનની અભેદ એકતા વિષયમાં મહર્ષિ દિવાકરજીએ ઉપસ્થિત કરેલી નવીન ને મૌલિક ચર્ચા તે મહામતિની સૂક્ષ્મ તર્કશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે. તેમજ-“પુરાતનોએ જે વ્યવસ્થિતિ નિયત કરી છે, તે તેમજ છે, એમાં ચિંતન કર્યાથી શું સિદ્ધ થવાનું હતું? એવા પ્રકારે મૃતજનોના રૂઢ ગૌરવ થકી ‘તહત્તિ'-તેમજ છે એમ કહેવાને હું જન્મેલો નથી, એવું મારા પ્રતિપક્ષીઓ ભલે જગતમાં જાહેર કરો!”—એમ જૂનું એટલું સોનું માનનારા પુરાતનવાદને સિદ્ધસેન દિવાકરજીએ કરેલો નીડર પડકાર તેમનું અપૂર્વ પરીક્ષાપ્રધાનીપણું દાખવે છે.
અને બુદ્ધિનિધાન શ્રી સમંતભદ્રાચાર્યજીએ પણ અદ્ભુત બુદ્ધિવૈભવ દાખવનારૂં તેવું જ ઉત્તમ પરીક્ષાપ્રધાનપણે દાખવ્યું છે. તેની પ્રતીતિ આપણને આપ્તમીમાંસાના તેમના મંગલાચરણ પરથી જ થાય છે. ત્યાં ગુફામાંથી બહાર નીકળતો સિંહ ત્રાડ પાડે તેમ તેમણે સિંહગર્જના કરી છે કે- હે ભગવન્! દેવતાઓનું આગમન, આકાશગમન, ચામર આદિ વિભૂતિઓ તને છે, તેથી કાંઈ તું અમારા મનને મહાન નથી. કારણકે તેવી વિભૂતિઓ તો માયાવી ઇંદ્રજાલીઆ પણ કરી દેખાડે. એટલે તે જ તારૂં મહત્વ અમે માનતા નથી. તારું ખરું મહત્વ તો તારું વીતરાગપણું છે અને એ જ તારૂં આપણું છે.
સુવર્ણની જેમ શાસની કપ-છેદતાપ પરીક્ષા આ પ્રકારે : (૧) કોઈ એક શાસના વિધિનિષેધ એક અધિકારવાળા (એક મોલતત્વ ગોચર) છે કે નહિ તેની પરીક્ષા તે કય પરીક્ષા, (૨) એમાં જે વિધિનિષેધ બતાવ્યા છે, તેનો યોગોમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદ પરીક્ષા. (૩) અગ્નિતાપથી સોનું ગાળવામાં આવે, તો તેની અશુદ્ધિની ખબર પડે, તેમ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે શાસની વાવણી કરવી, જેથી તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તેની ચકાસણી થાય.-આ તાપ પરીક્ષા.
Page #96
--------------------------------------------------------------------------
________________
આરંભ પરિગ્રહની નિવૃત્તિ પર જ્ઞાનીઓએ આપેલો ઘણો ભાર
કારણકે જેના રાગ-દ્વેષ-મોહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ આપ્ત હોવા યોગ્ય છે. એમ ત્યાં મહર્ષિ સમંતભદ્રસૂરિજીએ સર્વશ વીતરાગનું આપ્તપણું પરીક્ષાપ્રધાનીપણે સુયુક્તિથી સુપ્રતિષ્ઠાપિત કર્યું છે.
(દોહરા) સન્મતિતર્કકરા નમું, સિદ્ધસેન સૂરીંદ્ર; આપ્તમીમાંસાકાર નમું, સમંતભદ્ર મુનીંદ્ર.
शिक्षापाठ ३० : आरंभ परिग्रहनी निवृत्ति पर ज्ञानीओओ आपेलो घणो भार
૭૫
આત્માને સ્વરૂપમાં સ્થિર કરવારૂપ સંવર ક્રિયામાં મુખ્ય અંતરાય આરંભપરિગ્રહ છે; એટલા માટે Ο જ્ઞાનીઓએ આરંભપરિગ્રહની નિવૃત્તિ પર ઘણો ભાર આપ્યો છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં ‘દ્વિભંગી’ કહી છે કે-જ્યાંલગી આરંભપરિગ્રહની નિવૃત્તિ થતી નથી, ત્યાંલગી જીવને મતિજ્ઞાનાવરણીયથી માંડીને કેવલજ્ઞાનાવરણીય આદિ પ્રકાર નિવૃત્ત થતા નથી. ‘એમ સત્તર વાર તે ને તે વાત જણાવી' ત્યાં કહ્યું છે કે જીવને મતિજ્ઞાનથી માંડી યાવત્ કેવલજ્ઞાનાદિ કયારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવહૈં. કારણકે ‘આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ઉપશમના કાળ છે.'
આરંભ પરિગ્રહ એ પ્રગટ આકુલતાનું કારણ અને નિરારંભ નિષ્પરિગ્રહ એ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ તેટલી આકુલતા ને દુ:ખ, જેટલી નિરારંભ નિરુપાધિ તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિધ્ધ એવી નિર્વિવાદ વાત છે. છતાં વિપર્યાસ બુદ્ધિવાળો જીવ એથી ઊંધુંજ કલ્પી ઊંધુંજ પ્રવર્તન કરે છે ! તે તો એમ જ સમજે
.
છે કે આરંભ-સમારંભથી મને ભોગસુખ સાંપડશે. એટલે તે ભોગસાધનરૂપ ધન મેળવવા માટે નાના પ્રકારના હિંસાપ્રધાન આરંભો
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા અર્થાત્ કર્માદાની ધંધા આદરી, તે પાપોપાર્જન કરે છે. કારણકે ભોગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે કે જ્યાં જ્યાં ભોગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેનો દિલોજાન દોસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. ભોગની ઉત્પત્તિમાં, પ્રાપ્તિમાં અને ઉપભોગમાં સર્વત્ર પાપ પાપ ને પાપ જ
છે. આમ સર્વ પ્રકારના વિષયસાધનની ઉત્પત્તિ આરંભ વિના અર્થાત્ - જીવોના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. એટલે તે પાપમય ભોગસાધન અર્થે જીવ આરંભ વધારે છે.
અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભનો મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન પરિગ્રહ પણ પોતાના નામ પ્રમાણે, જીવને 'પરિ' એટલે ચોતરફથી ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તો આ ગ્રહ (ભૂત અથવા દુષ્ટ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ પર પકડ એવી તો મજબૂત હોય છે, કે તેના ભીડામાંથી છૂટવા ધારે તોપણ છૂટવું જીવને ભારે પડે છે. તે પરિગ્રહ બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયો આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રોજનો જાતિઅનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા રાજાદિનું આંતરજીવન તપાસીએ, તો તે ભોગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ ગયેલાં દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પડી ગયેલા જણાય છે કે તેઓને ધર્મકાર્ય માટે ફુરસદ મળતી નથી! અથવા તો શ્રીમત ધનાઢય જનોની જીવનચર્યા નિરખીએ તો તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણકે દ્વિગારવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગૂંચીને તેઓ એટલા બધા ગરકાવ થઈ ગયેલા હોય છે કે ધર્મ જેવી કોઈ ચીજ જગતુમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ તેનું પણ તેમને ભાન રહેતું નથી! અથવા તો આ શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાળમાં એટલા બધા ગૂંથાઈ ગયા હોય છે, મીલ-કારખાના વગેરે પાપોપાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરોજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, કે બાપડા શાંતિથી ભોજન પણ લેતા નથી! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઉંઘતા પણ નથી! તેમજ બીજાઓને પણ પોતપોતાના પ્રમાણમાં આરંભપરિગ્રહ
Page #98
--------------------------------------------------------------------------
________________
દાન
આકુલતામય દુ:ખનું ને અશાંતિનું કારણ થઈ પડે છે. આવા અનુપશમના નિવાસધામરૂપ આરંભપરિગ્રહ મધ્યે ‘વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે.”
આમ દુ:ખના મૂળરૂપ આરંભપરિગ્રહ આડે જીવને ધર્મ સૂઝતો નથી અને તે આત્મલાભને ઘાતક થઈ પડે છે. એટલું જ નહિ પણ અનિચ્છાએ તેનો ઉદયપ્રસંગ હોય તોપણ તે આત્મભાવના ઉત્કૃષ્ટપાણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતને અંતરાય કરનાર પ્રાયે થાય છે. એટલા માટે જ જ્ઞાનીઓએ આરંભપરિગ્રહના ત્યાગનો પુન: પુન: ઉપદેશ કર્યો છે, –જે મુમુક્ષુએ ફરી ફરી મનન કરી જેમ બને તેમ આદરથી અનુસરવા યોગ્ય છે. (દોહરા) આરંભપરિગ્રહ જાળ એ, વૈરાગ્ય ઉપશમ કાળ;
પાપમિત્રની જોડી એ, બાળ બાળ તત્કાળ.
शिक्षापाठ ३१ : दान જેમ જેમ આરંભપરિગ્રહની નિવૃત્તિ થાય, તેમ તેમ આત્મા પોતાના જ્ઞાનસંપત્તિમય સ્વરૂપનું દાન પોતાને કરે છે, અને પરભાવને વિષે અહંત- મમત્વ ઘટવાથી તેની ત્યાગવૃત્તિ ઉદય પામે છે, જેથી દ્રવ્યથી પણ તેની દાનપ્રવૃત્તિ ઉદારપણે પ્રવર્તે છે. આ દાન ધનથી જ થઈ શકે વા ધનવાન જ કરી શકે એ માન્યતા ભૂલભરેલી છે. દાન તનથી, મનથી, વચનથી, ધનથી વિવિધ પ્રકારે થઈ શકે; અને તે દાનનો પ્રવાહ દેશકાળાનુસારે યોગ્ય વહેણોમાં વાળવો જોઈએ. દાન કરનાર, કરાવનાર અને અનુમોદનાર એ સમાન ફળના ભાગી થાય છે. સુપાત્ર સક્ષેત્રે યોગ્ય કાળે ભક્તિથી વાવેલું અલ્પદાનરૂપ યોગબીજ પણ, વટબીજની જેમ ફાલીકલી, મહા યોગવૃક્ષમાં પરિણમી મોક્ષફળ આપે છે. જે સત્પાત્ર સુક્ષેત્રે દાન આપે છે, તે મોક્ષમાર્ગન ધારી રાખે છે, એમ મહાનિગ્રંથ મુનીશ્વર શ્રી પદ્મનંદિજીએ કહ્યું છે. દાન એ
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૮
vશાવબોધ મોક્ષમાળા
વ્યવહારધર્મનું પ્રથમ અંગ છે, તેનું ઉત્તમ ઉદાહરણ ભગવાને પોતે પણ પ્રવજ્યા પૂર્વે સંવત્સર દાન દઈ પૂરું પાડ્યું છે. આ દાનના અભયદાનાદિ. પાંચ મુખ્ય ભેદ છે. .
પહેલું અભયદાન–આ દાનનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે. દ્રવ્ય અને ભાવ એમ તેના બે ભેદ છે. કોઈપણ જીવને મરણભયથી બચાવી અભય આપવું એ દ્રવ્ય અભયદાન. નિષ્કારણ કરૂણાથી જીવને સન્માર્ગ બોધી અનંત જન્મમરણથી બચાવવો એ ભાવ અભયદાન,–તે પરમોત્કૃષ્ટ અભર્યદાન છે. અભયદાનથી પરમ નિર્જરા અને અનંત પુણ્યની રાશિ વધે છે. બીજું સુપાત્ર દાનપાત્રના ત્રણ ભેદ પડે છે : અપાત્ર કુપાત્ર અને સુપાત્ર. સુપાત્રદાનમાં યોગ્યાયોગ્યનો વિચાર અવશ્ય કર્તવ્ય છે. સુપાત્ર કોણ? આત્મધ્યાનમાં નિમગ્ન ને દેહમાં પણ નિર્મમ, એવા એકાંત આત્માથને જ સાધનારા સાચા સાધુપુરુષ એ જ સુપાત્ર. “આ સુપાત્રપણું ગુણને લઈને છે, વેષને લઈને નથી.” એવા સાચા સાધુગુણસંપન્ન સુપાત્ર મળવા સર્વ કાળમાં દુર્લભ છે. એવા સુપાત્ર પુરુષને યથાશક્તિ વિધિપૂર્વક યોગ્ય દાન દેવું તે સુપાત્રદાન, આત્મામાં તેવા પ્રકારની યોગ્યતાનું રોપણ કરી ‘યોગબીજરૂપ થઈ પડે છે. આ સુપાત્રદાનના પ્રભાવે ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે, એમ તેનો અત્યંત મહિમા વર્ણવનારા પુષ્કળ દષ્ટાંતો શાસ્ત્રમાં કહ્યા છે. ઉત્તમ પાત્ર ભગવાન ઋષભદેવજી અને ઉત્તમ દાતા શ્રેયાંસકુમારનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
ત્રીજું અનુકંપાદાન-પરદુ:ખે અનુકંપવું તે અનુકંપા. એમાં યોગ્યાયોગ્યનો વિચાર કરવા યોગ્ય નથી, પણ દુ:ખી એવા ગમે તેવા દુષ્ટ પાપી જીવ પ્રત્યે પણ અનુકંપા જ કર્તવ્ય છે. અત્રે નાગને બચાવનારા શ્રી પાર્થપ્રભુજીનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. અનુકંપાદાનથી પુણ્યરાશિ વધે છે. ચોથું ઉચિતદાન-લોકવ્યવહારમાં ઉચિત પ્રસંગે યોગ્ય દાન આપવું તે ઉચિતદાન. અને તે પણ વિવેકપૂર્વક પ્રસન્નચિત્તે ને યથાશક્તિ જ દેવા યોગ્ય છે, ફૂલણજી થઈ ગજા ઉપરવટ દેવા યોગ્ય નથી. આ ઉચિત દાનથી કાંઈ પરભવનો લાભ થતો નથી. પાંચમું
Page #100
--------------------------------------------------------------------------
________________
દાન
કીર્તિદાન–કીર્તિલોભની ખાતર દાન કરવું તે કીર્તિદાન. આ દાન કેવળ કનિષ્ઠ પ્રકારનું છે; તુચ્છ ફળ ખાતર મહતફળ હારી જવા જેવું, “સાંઠાની ખાતર જારને હણી નાંખવા જેવું” છે. માટે કીર્તિ અર્થે નહિ, પણ પરમાર્થે જ દાન કર્તવ્ય છે.–આમ દાનના આ પાંચ પ્રકાર છે. તેમાં અભયદાન, સુપાત્રદાન ઉત્તમ છે; અનુકંપાદાન મધ્યમ છે; અને ઉચિતદાન, કીર્તિદાન કનિષ્ઠ છે. પ્રથમ બે પ્રકારથી પરમ નિર્જરા ને મહાન પુણ્યરાશિ, મધ્યમથી પુણ્યરાશિ તેમજ નિર્જરા; અને કનિષ્ઠથી અલ્પ પુણ્ય થાય, પણ નિર્જરા નહિ.
આમ દાનનું સ્વરૂપ વિચારી આ દાન વિધિથી આપવું જોઈએ. વિધિથી એટલે ન્યાયોપાર્જિત, ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનનો જ આવા સત્કાર્યમાં સદુપયોગ થવો જોઈએ. લોકોને લૂંટીને, ચૂંસીને, અપ્રમાણિકતાથી અનીતિથી કમાયેલા ધનને આવા દાન જેવા સત્કાર્યમાં સ્થાન જ નથી. કોઈ એમ જાણતો હોય કે હું અનેક છળપ્રપંચ કરી હમણાં તો પૈસો ભેગો કરું અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તો તે મૂર્ખના સ્વર્ગમાં જ (Fool's paradise) વસે છે! “વાધરી ખાતર ભેંસ મારવા” જેવું કરે છે! મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે,-એમ જાણીને કે મારું કલ્યાણ થશે. આમ સમજી હજારો રૂપઆ ખર્ચી નાંખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે ને સામટા હજારો રૂપીઆ ખર્ચી નાંખે છે! જુઓ જીવનું કેટલું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે!” માટે ન્યાયોપાર્જિત ધન એ જ અત્ર વિધિ છે. તેમજ
આ દાનકાર્યમાં ઉચિતપણું જાળવવાની પણ બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે બરાબર જોઈ વિચારીને જેમ ઘટે તેમ દાન કરવા યોગ્ય છે. દાન આપવું તે પણ લે! રાંકા લેતો જા! એવા તુચ્છભાવથી અથવા “ઉપર હાથ રાખવા” ના ભાવથી આપવું તે ઉચિત નહિ, પણ અનુચિત છે. યથાયોગ્ય પાત્રને યોગ્ય કાળે યોગ્ય દાન યોગ્ય રીતે આદરથી આપવું, તે પાત્રને પોતાનું દીન-લાચારપણું કે ઓશીયાળાપણું ન લાગે, એમ જમણો હાથ આપે ને ડાબો હાથ ન
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
..
જાણે એવી રીતે વિધિથી આપવું તે ઉચિતપણું છે. માટે “હાથે તે સાથે” એમ વિચારી મુમુક્ષુએ નિષ્કામપણે અનિદાનબુદ્ધિથી જ દાન દેવા યોગ્ય છે. આ અંગે એક સુંદર ઉત્પ્રેક્ષા સ્મરણમાં રાખવા યોગ્ય છે કે ઉદાર દાનેશ્વરીઓના ભવનમાં રમી રમી અને તેમના હાથે જનોમાં ભમી ભમીને થાકી ગયેલી લક્ષ્મી કૃપણોના ઘરમાં જઈ ઉંધી જાય છે!
८०
(દોહરા) અભયદાન ઘો સર્વને, દીએ સુપાત્રે દાન; અનુકંપાવત્ સંત છે, સ્વને સ્વરૂપનું દાન.
शिक्षापाठ ३२ : नियमितपणुं
પરિગ્રહને નિયમમાં આણી, તેની મૂર્છા ટાળવા મુમુક્ષુ પુરુષ દાનાદિ નિયમ સેવે છે, તેનો અંતિમ ઉદ્દેશ સ્વરૂપમાં નિયતપણારૂપ આત્માનું નિયમિતપણું પામવાનો છે. અને એ પ્રયોજનની સિદ્ધિ અર્થે નિયમિતપણું એ એક ઉત્તમ આવશ્યક સદ્ગુણ છે. ‘નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે ને આનંદના કારણરૂપ થઈ પડે છે.’ જ્ઞાનીના આ વચનો અત્યંત સાચા છે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અવતારવા યોગ્ય છે.
કુદરતનું આખું તંત્ર જોઈએ તો નિયમિતપણે ચાલે છે. સકલ વિશ્વને પ્રકાશનારો સૂર્ય પ્રતિદિન નિયત સમયે ઉદય પામી, નિયત સમયે અસ્ત પામે છે. નેત્રને આહ્લાદ આપનારો ચંદ્ર અનુક્રમે કૃષ્ણ-શુક્લ પક્ષમાં નિયમિતપણે હાનિ-વૃદ્ધિ પામ્યા કરે છે. સમસ્ત ગ્રહચક પોતાના નાયક સૂર્યમંડળની આસપાસ નિયમિત ગતિએ પ્રદક્ષિણા ફર્યા કરે છે. પોતાની નિયત મર્યાદાને કદી પણ નહિ ઉલ્લંઘનારો એવો સમુદ્ર પણ નિયમિતપણે ભરતી-ઓટના ક્રમને અનુસરે છે. ‘એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે.’ નિસર્ગમાં સર્વત્ર નિયમિતપણાનું એકછત્ર સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. વનસ્પતિવિજ્ઞાન કે પ્રાણીવિદ્યા લ્યો, રસાયનશાસ્ત્ર લ્યો કે
Page #102
--------------------------------------------------------------------------
________________
નિયમિતપણું ભૌતિકશાસ્ત્ર લ્યો, ખગોળ લ્યો, કે ભૂગોળ લ્યો, શરીરયંત્રની રચના લ્યો કે ઇંદ્રિયવિજ્ઞાન લ્યો, જ્યાં જુઓ ત્યાં સર્વ સ્થળે પ્રતિનિયત નિયમોને અનુસરી પ્રવૃતિ થયા કરે છે. આવી લોકવ્યવસ્થા ન હોત તો સર્વત્ર અનવસ્થા ને અંધાધુંધી પ્રવર્તી રહેત. આમ આખી કુદરત ડગલે ને પગલે નિયમિતપણાનો બોધ કરે છે. પ્રકૃતિ જાણે પ્રતિક્ષણે પોકારીને કહે છે–અહો સુજ્ઞ મનુષ્યો! નિયમિતતા એ મારું જીવન છે. તમે વિજ્ઞાનદ્વારા તે ખોળી કાઢો છો, તો તે નિયમિતપણાને તમે કાં અનુસરતા નથી?
યુરોપવાસીઓનો નિયમિતતા ગુણ પ્રશંસવા તથા અનુકરણ કરવા યોગ્ય છે. ‘કામ ટાણે કામ ને આરામ ટાણે આરામ'- આ તેઓના જીવનનું મુખ્ય સૂત્ર છે. તેઓ પોતાનો નિત્યક્રમ નિયમિતપણે ગોઠવે છે અને ઘડિયાળના ચક્ર જેવી ચોક્કસાઈથી તેને અનુસરે છે. જેથી તેમના બાહ્ય જીવનમાં એક પ્રકારનો ઉલ્લાસ, ર્તિ ને આનંદ દષ્ટિગોચર થાય છે. ભારવાસીઓમાં પ્રાય: અનિયમિતપણાને લીધે એથી ઊલટી જ સ્થિતિ દેખાય છે.
આ બધું ગમે તેમ હો, પણ જેમ વ્યવહાર જીવનમાં તેમ પરમાર્થ જીવનમાં પણ નિયમિતતાની આવશ્યકતા નિર્વિવાદ છે. વિચક્ષણ મુમુક્ષ પુરુષ તો પ્રતિક્ષણે એમ વિચારે છે કે-આ અમૂલ્ય મનુષ્ય દેહ ચિન્તામણિરત્નથી પણ અધિક છે, એની ક્ષણ પણ મારે પ્રમાદમાં નિરર્થક જવા દેવી યોગ્ય નથી. માટે મારે મારો જીવનક્રમ આત્માર્થનું સાધન થાય એમ એવો નિયમિતપણે યોજવો જોઈએ કે એની એક પળ પણ એળે ન જાય એમ વિચારીને તે પોતપોતાના સંજોગ અનુસાર પોતાની દિનચર્યા આદિનો કમ નિયમિતપણે ગોઠવે છે અને તેને અનુસરવાની ટેવ પાડે છે. જેમકે-તે પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તમાં જ વહેલો ઊઠે છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરી, પ્રાત:સ્મરણીય પુણ્યશ્લોક મહાત્માઓના નામ ગુણ ને પવિત્ર ચરિત્રનું સ્મરણ કરી, તેમની નિષ્કામ ભક્તિમાં ચિત્તનું અનુસંધાન કરે છે. ‘હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં?' એના વિચાર વિવેકપૂર્વક શાંત
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
ભાવે કરે છે. પછી દેહચિંતાદિ પ્રાત:વિધિ આટોપી, શાંત ચિત્તે યથાવકાશ સ્વાધ્યાય–પ્રભુભક્તિ આદિ આવશ્યક ધર્મકર્તવ્યમાં લીન થાય છે. પછી સંસાર આદિ પ્રયોજન અંગે જે કંઈ કર્તવ્ય હોય તે નિરાસક્ત ભાવે કરે છે. ભોજનાદિ વિધિથી નિવૃત્ત થઈ, પોતપોતાના વ્યવસાયમાં નીતિપરાયણ રહી પ્રમાણિકપણે પ્રવર્તે છે. વચ્ચમાં અવકાશ પ્રમાણે ધર્મધ્યાન, જ્ઞાનારાધન, ભક્તિ આદિ આત્મહિતકર સલ્કિયાનો બને તેટલો લાભ લેવા ચૂકતો નથી. ખાસ કરીને સંધ્યાસમયે તે નિવૃતિને વિશેષપણે ભજે છે. પૂર્વે અભ્યાસેલ વિષયોનું પરાવર્તન, સદ્ભક્તિ, ક્ષમાપના આદિનો નિત્યક્રમ યથાયોગ્યપણે સાચવી સમાધિભાવે શયન કરે છે. આમ આત્માર્થસાધક ધર્મક્તવ્ય માટે નિયત સમય રાખી તે ચોક્કસ કુરસદ મેળવે છે; પણ પ્રમાદી આળસુઓની જેમ તે ધર્મકાર્ય માટે ફુરસદ નથી એવા ખોટા ન્હાના કાઢતો નથી કે મિથ્યા આલંબનો પકડતો નથી.
આમ આત્માર્થી મુમુક્ષુ તો પોતાના મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃતિને સર્વથા શુદ્ધ કરી નિયમિત કરી નાંખે છે. કારણકે પરભાવથી મુક્ત થઈ આત્મા સ્વરૂપમર્યાદામાં આવવારૂપ પારમાર્થિક નિયમિતપણું પામે એ જ આ આત્માર્થીનો આદર્શ હોય છે. અને એ જ એક ધ્યેયની સિદ્ધિમાં આ પ્રાજ્ઞજનનું પરમાર્થમય જીવનચક, ઘડીયાળના કાંટાની જેમ, નિયમિતપણે ચાલ્યા કરે છે. (ત્રોટક) નિયમિતપણે ગ્રહચક્ર ફરે, નિયમિત બધું જગચક ઠરે;
નિયમિતપણે ઘટિચક પરે, જન પ્રાજ્ઞનું જીવનચક્ર ખરે!
Page #104
--------------------------------------------------------------------------
________________
૧
જિનાગમસ્તુતિ
शिक्षापाठ ३३ : जिनागमस्तुति (રત્નમાલા) જય જિનવાણી! જય ગુણખાણી!
અમૃત સમાણી વિબુધપ્રમાણી! સકલ જીવોને અભયપ્રદાની! આત્મકલાની અવિકલ ઠાણી! આપ્ત પ્રણીતા! જિનવર ગીતા! ભવભયભીરુ ભૂત સુહિતા! કર્મ વિજેતા! ધર્મ જનેતા!
શુદ્ધ વિમુકિત માર્ગ પ્રણેતા! (માલિની) જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું,
ગણધર હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતી શ્રુતગંગા રક્ષજે તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મભ્રાંતિ હતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરંતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખજનની તે વંદું જિનેંદ્ર વાણી. જિન વચન સુધાંશુ શાંતિ સુધા સેવે છે, વિમલ વિમલ જ્યોત્સના જ્ઞાનની વિસ્તરે છે; સુમન મન ચકોરો તત્ર આનંદ પામે,
ભવિજન કુમુદોનો પૂર્ણ ઉબોધ જામે. (મંદાક્રાંતા) સૂત્રો જેમાં અમલ જલ છે અર્થગંભીર મીઠાં,
સિદ્ધાંતોના પ્રબલ ઉછળે જ્યાં તરંગો ગરીઠા; દેખીને જ્યાં ગણગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત,
ચારુ એવો શ્રત જલનિધિ વર્ણવા કોણ શક્ત? (શિખરિણી) નિશા દોષો ટાળી જગતજનને જાગ્રત કરી,
કરી જ્ઞાનોદ્યોત પ્રબલ તમ મોહાત્મક હરી; પ્રકાશે છે લોકે જિન વચનરૂપી દિનપતિ, સ્કુરતો સત્ તેજે કુમતિ ગ્રહને દુઃસહ અતિ
૪
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(ત્રોટક)
ગિરિ મેરુ સમા જિન શાસનમાં, ભગવાન સદાગમ નંદનમાં; સુરવૃક્ષ સુભાષિત રમ્ય દીસે, પ્રસરે તસ સૌરભ સર્વ દિશે. ૭
शिक्षापाठ ३४ : नव तत्त्व- सामान्य
संक्षेप स्वरूप} भाग १ સકલ જિનાગમ એ નવતત્ત્વના વિવરણરૂપ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ નવ તત્ત્વમાં સમસ્ત વિશ્વનું સમગ્ર તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. એ નવ તત્વનો જીવ-અજીવ એ બે તત્ત્વમાં સમાવેશ થાય છે, પણ ‘તે વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.' આ નવ તત્ત્વનું સંક્ષેપ સ્વરૂપ અત્રે કહીશું.
જીવતત્ત્વ-જે જ્ઞાન-દર્શન પ્રાણથી ત્રણે કાળને વિષે જીવે છે એવી ચૈતન્યમય વસ્તુ તે જીવ. ચૈતન્યમય ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે, જેથી તે જડ એવા અજીવથી પ્રગટ જૂદો જણાય છે. આ ઉપયોગ બે પ્રકારનો છે. વસ્તુના વિશેષ સ્વભાવને ગ્રહે તે સાકાર એવો જ્ઞાનોપયોગ અને સામાન્ય સ્વભાવને ગ્રહે તે નિરાકાર એવો દર્શનોપયોગ. ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો જીવનું સ્વતત્ત્વ' અર્થાત્ પોતાનું ખાસ અસાધારણ તત્ત્વ છે. જીવના બે ભેદ છે-કર્મયુકત તે સંસારી ને કર્મમુકત તે મુક્ત.
અજીવ તત્ત્વ-અચેતન જડ વસ્તુ તે અજીવ. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ પાંચ અજીવ છે. એ પાંચ તથા છઠું જીવ મળીને પદ્રવ્ય કહેવાય છે; અને તેમાં કાળ વિનાના શેષ પાંચ દ્રવ્યો પ્રદેશોના બહુત્વને લીધે પંચાસ્તિકાય કહેવાય છે. ઉક્ત છે દ્રવ્યમાં,- શબ્દ-રસ-રૂ૫-ગંધ-સ્પર્શ જેમાં છે એવું પુદ્ગલ
Page #106
--------------------------------------------------------------------------
________________
નવ તત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ-ભાગ ૧
૮૫
દ્રવ્ય જ રૂપી છે; તે શબ્દાદિ જેમાં નથી એવા બાકીના પાંચે દ્રવ્ય અરૂપી છે. ધર્મ, અધર્મ ને આકાશ દ્રવ્ય એક છે; કાલ, પુદ્ગલ ને જીવ અનેક છે. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ ચાર નિષ્ક્રિય છે; જીવ અને પુદ્ગલ એ બે સક્રિય છે. એક જીવ દ્રવ્યના, ધર્મના ને અધર્મના પ્રદેશ અસંખ્ય છે; પુલના સંખેય, અસંખ્યય વા અનંત પ્રદેશ છે; આકાશના અનંત પ્રદેશ છે; કાળ એક પ્રદેશાત્મક હોઈ અપ્રદેશ છે. આ છએ દ્રવ્યનો અવગાહ લોકાકાશમાં છે, નહિ કે હાર. એટલા માટે આકાશના લોકાકાશ ને અલોકાકાશ એમ બે વિભાગ કહ્યા છે. ધર્મ-અધર્મ, તલમાં તેલની જેમ, સમસ્ત લોકાકાશને અવગાહે છે. અસંખ્યાતપ્રદેશી એક જીવ, પ્રદીપની જેમ, પ્રદેશોના સંકોચ-વિકાસથી તે લોકાકાશના અસંખ્યય ભાગ આદિને અવગાહે છે. અને પુદ્ગલો તેના એક પ્રદેશાદિને અવગાહે છે, એમાં ભજના છે. દા. ત. અનંત પ્રદેશી પુદગલ આકાશના એકથી માંડી અનંત પ્રદેશને અવગાહે છે. આમ સર્વ દ્રવ્યોને પોતામાં અવગાહ–અવકાશ આપવો તે આકાશનો ઉપકાર છે. ગતિપરિણત દ્રવ્યને સહાય કરવી તે ધમસ્તિકાયનો ઉપકાર છે. સ્થિતિ પરિણત દ્રવ્યને સહાય કરવી તે અધર્માસ્તિકાયનો ઉપકાર છે. શરીર, વાર્થી, પ્રાણાપાન, મન, સુખદુ:ખ, જીવિત-મરણ એ પુદ્ગલોનો ઉપકાર છે. હિતાહિતોપદેશ વડે કરીને જીવોનો પરસ્પર ઉપકાર છે. સર્વ દ્રવ્યોનું પરિવર્તન કરવારૂપ વર્તના, પરિણામ, ક્રિયા, પરવાપરત્વ એ કાળનો ઉપકાર છે.
આસવ તત્ત્વ- કાય, વાક, મનનું કર્મ તે યોગ છે અને તે જ આસવ છે. ગરનાળામાંથી જલની જેમ, યોગપ્રણાલિકામાંથી કર્મનો આસવ થાય છે, માટે યોગને આસ્રવ કહ્યો છે. યોગથી આસવેલું કર્મ સકષાયને, લીલા ચામડા પર રજની જેમ, ચોટે છે; પણ અકષાયને, સુક્કી ભીંત પર ફેકેલા ઢેફાંની જેમ, ચોંટતું નથી. ચાર કષાયથી, પાંચ ઇંદ્રિયથી, પાંચ અવ્રતથી અને પચીશ ક્રિયાઓથી કષાયજન્યસાંપરાયિક કર્મ આરાવે છે; અને તીવ્રમંદ ભાવથી ને જ્ઞાન-અજ્ઞાત ભાવથી, તેમજ વીર્યવિશેષથી ને અધિકરણવિશેષથી તે સાંપરાયિક કર્મોનો વિશેષ હોય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
પુણ્ય-પાપ તત્ત્વ – શુભ યોગ તે પુણ્યનો આસ્રવ ને અશુભ યોગ તે પાપનો આસવ છે. અહિંસાદિ શુભ ભાવથી પુણ્ય આવે છે ને હિંસાદિ અશુભ ભાવથી પાપ આવે છે. પુણ્યનું ફળ શાતા, શુભ આયુષ્ય, શુભ નામ, અને ઉચ્ચ ગોત્ર છે; પાપનું ફળ તેથી વિપરીત છે. પણ બન્નેનું ફળ સંસાર જ છે, એટલે એ રીતે એ બેમાં તફાવત નથી. કારણકે પુણ્ય સોનાની બેડી, તો પાપ લોઢાની બેડી, એમ બન્ને બંધનરૂપ જ છે.
બંધ તત્ત્વ-જીવ, સકષાયપણાને લીધે, કમને યોગ્ય પુદ્ગલો યોગ થકી બધી બાજુથી ગ્રહે તે બંધ. જીવના રાગાદિ પરિણામ તે ભાવબંધ અને તેથી કર્મપરમાણુનો સંબંધ તે દ્રવ્યબંધ. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ બંધ ચાર પ્રકારનો છે. પ્રકૃતિ ને પ્રદેશ યોગથી અને સ્થિતિ ને અનુભાગ કષાયથી બંધાય છે. કર્મનો અમુક ફળ આપવાનો સ્વભાવ તે પ્રકૃતિબંધ; કાળમર્યાદા તે સ્થિતિબંધ, શુભ-અશુભ વા ઘાતી-અઘાતી રસ, વિપાક, અનુભવ તે અનુભાગ બંધ; કર્મપુદ્ગલોનું અલ્પ બહુ સંખ્યામાં ગ્રહણ તે પ્રદેશ બંધ. આ ચાર પ્રકારના બંધ પરત્વે મોદકનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની મૂળ પ્રકૃતિ છે, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુ છે.
સંવર તત્ત્વ-આસ્ત્રવહેતુઓનો નિરોધ તે સંવર. “આસવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે ભાવસંવર અને તેથી દ્રવ્યારાવને રોકે તે દ્રવ્ય સંવર.” વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર તે ભાવસંવરના વિશેષ છે, જેથી કરીને કર્મ આમ્રવના દરવાજા સંવૃત (બંધ) કરી, આત્મા સ્વરૂપને વિષે સંવૃત (ગુપ્ત) થાય છે. આ સંવરની પરાકાષ્ઠા અમોહસ્વરૂપ એવા યથાખ્યાત ચારિત્રમાં પ્રાપ્ત થાય છે,–જ્યાં આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ જિન ભગવંતોએ આખ્યાત કર્યું છે, તેવું નિષ્કષાય વીતરાગ સ્વરૂપ પ્રગટે છે.
નિર્જરા તત્વઆત્માને લાગેલા કર્મનું નિર્જરવું-ખરી જવું તે નિર્જરા. કર્મ પુદ્ગલોનો રસ ભોગવાઈ જાય તે ભાવનિર્જરા ને તે
Page #108
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ – ભાગ ૧
આત્મપ્રદેશથી ખરી પડે તે દ્રવ્ય નિર્જરા. તે નિર્જરા બે પ્રકારે– વિપાકજા અથવા અકામ નિર્જરા, અવિપાકજા અથવા સકામ નિર્જરા. બાંધેલું કર્મ સ્વયં ઉદયમાં આવી, વિપાક-ફળ આપી ક્ષીણ થાય તે વિપાકજા. અને ઉદયમાં નહિ આવેલા કર્મ ઉદેરી તપ:શક્તિ વડે ઉદયાવલીમાં પ્રવેશાવીને, આમ્ર-કણસ વગેરે ફળની જેમ વિપાકકાળ પૂર્વે પરિપાક પમાડી નિર્જરાય તે અવિપાકજા. વિપાકજા અથવા અકામ (ઇરાદા વગરની) નિર્જરા તો ચારે ગતિમાં સર્વને હોય જ છે, પણ ઈરાદાપૂર્વકની એવી સકામ અથવા અવિપાકજા નિર્જરા તો તપસ્વીઓને હોય છે.
મોક્ષ તત્ત્વ-બંધહેતુઓનો અભાવ તથા બંધની નિર્જરા હોતાં, સર્વ કર્મબંધનથી સર્વથા છૂટવું તે જ મોક્ષ. સર્વ કર્મ ક્ષય થયે આત્માની સ્વાત્મસંપ્રાપ્તિ અર્થાત્ સહજાન્મસ્વરૂપ સ્થિતિ એ જ ભાવમોક્ષ, અને કર્મવર્ગણાથી આત્માનું જુદું થવું તે દ્રવ્ય મોક્ષ. બીજ સર્વથા બળી ગયે જેમ અંકુર ફૂટતો નથી, તેમ કર્મબીજ બળી ગયે મુક્તને ભવાંકુર ઊગતો નથી. એવું અપુનબંધક ને અપ્રતિપાતી એવું મોક્ષપદ પામેલો આ બંધમુક્ત આત્મા, પૂર્વપ્રયોગ આદિ કારણના યોગે કરીને લોકના અગ્રભાગ પર્યત ઉર્ધ્વગમન કરે છે. અને ત્યાં નાના દીપપ્રકાશની જેમ જ્યોતમાં જ્યોત મળી, લોકાગ્રે ‘સુસ્થિત' એવા આ સિદ્ધ ભગવાન અનુપમ અનુત્તમ ને અવ્યાબાધ એવું મોક્ષસુખ અનુભવતાં, સાદિ અનંતો કાળ શાશ્વત સ્થિતિ કરે છે. (દોહરા) જીવ અજીવ મૂળ તત્ત્વમાં, નવે ય તત્ત્વ સમાય;
ભેદ જીવાજીવનો લહૈ, મોક્ષ સ્વભાવ પમાય.
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોથમાળા शिक्षापाठ ३५ : नव तत्त्व- सामान्य संक्षेप
- સ્વA૫} મમ ૨. આ દિગ્ગદર્શન પરથી બંધમોક્ષની તાત્વિક વ્યવસ્થાનો અત્રે કંઈક વિચાર કરી, ઉક્ત નવ તત્વની અવિકલા સંકલના ને તેનો હેયોપાદેય વિવેક બતાવશું. આગલા શિક્ષાપાઠમાં કહ્યું તેમ બંધ બે પ્રકારે છે–આત્માના રાગાદિ પરિણામરૂપ ભાવકર્મ તે ભાવબંધ અને દ્રવ્યકર્મ તે દ્રવ્યબંધ. પરભાવમાં આત્મભ્રાંતિને લીધે ઉપજતી આસક્તિરૂપ ભાવકર્મ એ જ દ્રવ્યકર્મબંધનું મૂળ કારણ છે. કારણકે પરવસ્તુમાં મોહ પામવારૂપ દર્શનમોહ ઉપજ્યો, એટલે ચારિત્રમોહ ઉપજ્યો; અને તેના અવખંભને અન્ય સર્વ કર્મનો બંધ થવા લાગ્યો. દર્શનમોહ-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) સેનાનાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મસેનાએ આત્મા પર આક્રમણ કર્યું, અને પોતાના પુદ્ગલક્ષેત્રમાં અતિક્રમણ (Tresspass) કરવાના અપરાધ બદલ તેને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂર્યો!
અથવા પ્રકારાંતરે વિચારીએ તો જગતની મોહમાયાજાળમાં લપટાવનાર આ નામચીન મોહનીયના બે ભેદ છે. દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિરૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે જીવ પરભાવથી વિરામ પામતો નથી ને અવિરતિ રહે છે. (૩) તેથી તે સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ-અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવભાવને ભજે છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિઘારૂપ આત્મભ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુરૂપ આશ્રવદ્વાર– કર્મઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે કર્મની બેડીથી બંધાયેલો આત્મા ભવભ્રમણ દુ:ખ પામે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ- ભાગ ૨
૮૯
આથી ઊલટું, (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મભ્રાંતિ છે, તે છોડી દઈ જીવ જો આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગુદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવથી વિરામ પામી ભાવવિરતિ થાય. (૩) એટલે તેનો આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદદોષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદ–અપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિ, રાગાદિ વિભાવથી રંગાય નહિ અને નિષ્કષાય–પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપાણે વર્તે, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય. આમ કમને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનકમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમોહને હણવાનો અચૂક ઉપાય બોધ છે ને ચારિત્રમોહને હણવાનો અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ-ચારિત્રમોહ એમ દ્વિવિધ મોહનીય કર્મની અને તેના ઉપભેદરૂપ મિથ્યાત્વાદિ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીઘ સમજાઈ જાય છે. કારણકે મોહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિષ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ, સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે.
આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કે દેહમાં આત્મભ્રાંતિરૂપ દર્શનમોહ એ જ આ ભવભ્રમણ-દુ:ખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મભ્રાંતિ ટળે તો. કારણકે ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ સંકલના થયા કરે છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle) ચાલ્યા કરી ભવચક ભમ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ કયારે તૂટે? આ દુષ્ટ ચક્રનો અંત કયારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકર્મ તૂટે તો આ સાંકળ તૂટે ને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ધરવાની ના પાડે, પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ. તો ભાવકર્મ ન બંધાય એટલે તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મ પણ ન બંધાય અને આ કર્મબંધની સાંકળ તૂટે. આમ આ બંધસંકલના ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે; વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિ પરિણમવાની બ્રેઇક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્યચાવી (Masterkey) પુરુષના (આત્માના) ગજવામાં જ છે. તાત્પર્ય કે જીવ પરભાવ નિમિત્તે રાગ–ષ– મોહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તો મોક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડ્યો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાનાં છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. ‘જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.'.
આ બંધ-મોક્ષની વ્યવસ્થા પરથી નવતત્વની અવિકલ સંકલના અને તેનો હેયોપાદેય વિવેક પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ : રોગ, રોગહેતુ, ઔષધ અને આરોગ્ય. તેમાં અત્રે કર્મ તે રોગ છે, માટે હેય છે. આશ્રવ-બંધ તે કર્મરોગના હેતુ છે, માટે તે પણ હય છે. સંવર-નિર્જરા તે કર્મરોગને મટાડવાના અમોઘ ઔષધ છે, માટે આદેય છે. અને મોક્ષ તે કર્મરોગનું મટી જવું અર્થાત્ આત્માનું આરોગ્ય છે, માટે પરમ આદેય છે. આવા પ્રકારે જીવના આ કર્મરોગની અમોઘ ચિકિત્સા ભાવવ્યાધિના ભિષવર ભગવાન તીર્થકરોએ દાખવી છે. (દેહરા) આત્મબુદ્ધિ પરભાવમાં, બંધનું મૂળ નિદાન;
આત્મબુદ્ધિ નિજ આત્મમાં, મોક્ષનું મૂળ નિદાન. આસ્રવ બંધ ભવરોગના, હેતુ ત્યજવા યોગ્ય; સંવર નિર્જરા ઔષધિ, મોક્ષ આત્મઆરોગ્ય.
Page #112
--------------------------------------------------------------------------
________________
સાર્વજનિક શ્રેય
૯૧
शिक्षापाठ ३६ : सार्वजनिक श्रेय
તત્ત્વવિજ્ઞાનથી જીવાજીવનો ભેદ કરી જેણે સર્વ આત્માનું સમાનપણું જાણ્યું છે, એવો આત્માર્થી જીવ સર્વ જીવને સમાનધર્મી સાધર્મિક આત્મબંધુઓ માની, તે પ્રત્યે વત્સ પ્રત્યે ગાય જેવું વાત્સલ્ય ધરે છે; અને પરસ્પર ઉપકાર એ જીવનો ધર્મ છે એમ જાણી સાર્વજનિક શ્રેય અર્થે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. કારણકે સત્પુરુષોની વિભૂતિઓ પરોપકારાર્થે હોય છે. પરોપારાય સાં વિભૂતય: I એટલે આત્માર્થી પુરુષ પરોપકારનો વ્યસની બની, જનકલ્યાણના યજ્ઞની વેદી પર પોતાના સર્વ અંગ હોમી ઘે છે, મન-વચન-કાયાની સમસ્ત શકિત સમર્પણ કરે છે; પોતાને જે આત્માર્થનો-પરમાર્થનો લાભ થયો તે અન્ય જીવોને પણ થાય, એવા નિ:સ્વાર્થ પરમાર્થપ્રેમી તે પરમાર્થપ્રવૃત્તિ શુદ્ધ સેવાભાવથી જ કરે છે.
વ્યક્તિના શ્રેયમાં સમાજનું શ્રેય છે ને સમાજના શ્રેયમાં વ્યક્તિનું શ્રેય છે. એમ બન્નેનો પરસ્પર ગાઢ સંબંધ સમજી પ્રત્યેક વ્યક્તિએ આખા સમાજના ઉત્કર્ષમાં પોતાનો બનતો ફાળો આપવો ઉચિત છે, કે જેથી આદર્શ સમાજનું ઘડતર થઈ સર્વ જનોનું આ લોક-પરલોકનું શ્રેય થાય. અને દેશની અધોગતિ કરનારા હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, અસહિષ્ણુતા, અન્યાય, અનીતિ, વિરુદ્ધ આહાર વિહાર, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિ દૂર થઈ, દેશની ઉન્નતિ કરનારા અહિંસા, સત્ય, સંપ, સહિષ્ણુતા, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહાર વિહાર, નિર્વ્યસન, ઉદ્યમ આદિની વૃદ્ધિ થાય. લોકોનું સામાજિક નૈતિક ધોરણ ઉંચું આવે ને સર્વ પ્રકારે સર્વોદય થઈ સામાજિક નૈતિક ઉન્નતિ થાય, એવી વ્યવહારશુદ્ધિ કરવી એ સાર્વજનિક શ્રેયનો ઉત્તમ સન્માર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ મુખ્ય છે, કારણકે ધર્મથી જ બીજા બધા પુરુષાર્થ સિદ્ધ થાય છે. “ધનાર્થીઓને ધન આપનારો ધર્મ છે, કામીને સર્વ કામ આપનારો ધર્મ છે, અને પરંપરાએ મોક્ષનો સાધક પણ ધર્મ છે.'' માટે અર્થ-કામની સિદ્ધિમાં પણ ધર્મને બાધા ન ઉપજે એવી વ્યવહારશુદ્ધિ આચરવી આવશ્યક છે. જેમકે
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨
ઘણાવબોધ મોક્ષમાળા
જૂગાર, માંસાહાર, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરીપરધનહરણ, પરસ્ત્રીગમન-એ મહાદુ:ખદાયી સખ વ્યસનને દેશવટો દેવો. પરસ્ત્રી પ્રત્યે વિકારી દષ્ટિ ને વ્યભિચારી વૃત્તિ નહિ કરતાં, મા
હેન સમી નિર્મલ દષ્ટિ રાખી સશીલની વૃદ્ધિ કરવી. પ્રાણ જાય પણ અનીતિથી ન રળવું એવી ટેકથી ધન આદિના ઉપાર્જનમાં ન્યાયનીતિ-પ્રમાણિકતાનું ઉચ્ચ પ્રમાણ જાળવવું. દા. ત. ‘કોઈથી મહા વિશ્વાસઘાત, મિત્રથી વિશ્વાસઘાત, કોઈની થાપણ ઓળવવી, વ્યસનનું સેવવું, મિથ્યા આળનું મૂકવું, ખોટા લેખ કરવા, હિસાબમાં ચૂક્વવું, જુલમી ભાવ કહેવો, નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો. જૂનાધિક તોળી આપવું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું, કર્માદાની ધંધો, લાંચ કે અદત્તાદાન –એ વાટેથી કંઈ પણ રળવું નહીં' ઇત્યાદિ પ્રકારે વ્યવહારશુદ્ધિ સાચવવી એમાં જનતાનું આ લોકપરલોક બન્નેનું કલ્યાણ છે.
અને આવી વ્યવહારશુદ્ધિથી પ્રમાણિકપણે ઉપાર્જન કરેલા ધનનું સાર્વજનિક ઉપયોગ માટે દાનાદિ કરવું તેનો પણ અત્ર સાર્વજનિક શ્રેયમાં સમાવેશ થાય છે. જેમકે-દીન દુ:ખી જનતા માટે વિવેકપૂર્વક પોતાના ન્યાયોપાર્જિત દ્રવ્યનો યથાશક્તિ સવ્યય કરવો. આત્મસમર્પણ બુદ્ધિવાળી ત્યાગભાવનાથી અન્નદાન-ઔષધદાન આદિ દેવા, દેશકાળને અનુસરી દવાખાના-ઈસ્પિતાલ વગેરે કરાવવા. તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે, અથવા દુષ્કાળ-અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ આદિ કુદરતી કોપ આવી પડે ત્યારે, સંકટ સમયે પોતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખર્ચીન, જાતિધર્મના ભેદભાવ વિના, જનતાની-દરિદ્રનારાયણની જેટલી બને તેટલી નિ:સ્વાર્થ નિર્દભ સેવા કરવી. આ સાર્વજનિક લોકકલ્યાણના સુકૃત્યમાં પણ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનું ઔચિત્ય જાળવવું ઉચિત છે. આ બધુંય પ્રશસ્ત હોઈ, પરંપરાએ યોગબીજનું કારણ થાય છે; કારણકે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ સેવાધર્મને લીધે પ્રવચનની. ઉન્નતિ થાય છે, જેથી કરીને લોકોને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થઈ, પોતાને ને પરને કલ્યાણ કારણ થઈ પડે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
સાર્વજનિક શ્રેય
૯૩
આમ લોકોના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનો યોજવા યોગ્ય છે. એટલું જ નહિ પણ પારલૌકિક સાધનોનો તો વિશેષ કરીને પ્રબંધ કરવા યોગ્ય છે, કે જેથી વિદ્યા, વિનય, વિવેક, વિચાર ને વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને લોકોની સમ્યક તત્ત્વદષ્ટિ ખૂલી સત્ય ધર્મનો સમુદાય થાય. જેમકે- ઠામઠામ વિદ્યામંદિરો ઉઘાડી સવિઘાની વૃદ્ધિ કરવી. જ્ઞાનની પરબ જેવા ગ્રંથાલયો કરી જ્ઞાનની પિપાસા છિપાવવી. સંસ્કારના ધામ જેવી જ્ઞાનસંસ્થાઓ સ્થાને સ્થાને સંસ્થાપવી. વિદ્યાવ્યાસંગી વિદ્વાનોને ઉત્તેજન-બહુમાન આપવું. સર્વ પુરુષો ને સર્વ સ્ત્રીઓ જ્યાં સુશિક્ષિત સુશીલ ને ધર્મનીતિપરાયણ છે એવો આદર્શ સુસંસ્કારી સમાજ સર્જાવવો.
અને આ સાર્વજનિક શ્રેયના પ્રયોજનની સિદ્ધિને અર્થે આ સમ્યક જ્ઞાનપ્રચારના શુભ કાર્યમાં પ્રત્યેક શ્રીમંત અને ધીમંત આત્માર્થીએ એ છૂટે હાથે પોતાનો ફાળો આપવો જોઈએ; અને પરમ ઉપકારી જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય વારસો મૂકી ગયા છે, તે અદ્ભુત જ્ઞાનનિધાનનો આત્મહિતકારી સદુપયોગ કરી, જગતુમાં ઉદારપણે તે પરમ શ્રતની પ્રભાવના કરવી જોઈએ. આવા પુણ્ય કાર્યમાં
જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સહકાર જામશે, જ્યારે ધીમંતોની જ્ઞાનગંગા શ્રીમંતોની ધનયમુના સાથે ભળી સરસ્વતીનો સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત પાવન બનશે, ત્યારે સાર્વજનિક શ્રેય કરનારી જ્ઞાનીની વાણીનો જગમાં જયજયકાર થશે, અને આમ સાર્વજનિક શ્રેય હાંસલ કરવાથી યોગબીજનો પરમ લાભ પામેલા આ પુણ્યવંત આત્માઓનો પણ જયજયકાર થશે! (દોહરા) સાર્વજનિક શ્રેયમાં, યથાશકિત કરી યત્ન;
આત્માર્થી મુમુક્ષુ લહે, જ્ઞાનાદિ ગુણરત્ન.
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ३७ : भगवान ऋषभदेवजी
આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતભાગમાં જ્યારે કલ્પવૃક્ષોનો પ્રભાવ મંદ થઈ રહ્યો હતો, ત્યારે પરમ લોકકલ્યાણકારી જંગમ કલ્પદ્રુમ સમાં ભગવાન ઋષભદેવજીનો પ્રાદુર્ભાવ થયો. નાભિ કુલકર અને મરુદેવી માતાના આ કુલદીપક આદિ નારેશ્વર, આદિ મુનીશ્વર ને આદિ જિનેશ્વરે લોકોનું દ્રવ્ય-ભાવ સંકટ ટાળી અનુપમ સાર્વજનિક શ્રેય કર્યું.
આ પરમર્ષિના જન્મથી પાવન થયેલા તે સુવર્ણ યુગમાં દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીયા લોકોના સર્વ મનોરથો પૂરતા હતા. પણ કાળક્રમે તે કલ્પવૃક્ષોનો પ્રભાવ પણ ક્ષીણતા પામ્યો. ત્યારે શું કરવું એમ કિંકર્તવ્યમૂઢ થયેલી પ્રજાએ વિનીતાપતિ રાજા ઝષભદેવજીને સવિનય વિનવ્યું–હે નાથ! હવે અમારે જીવન કેમ નિર્વાહવું? એને ઉપાય આપ કૃપા કરીને દર્શાવો. એટલે પરમ કરુણાળુ શ્રી ઋષભદેવજીએ વ્યવહારથી અનભિજ્ઞ તે ભોળી અને ભલી પ્રજાના કલ્યાણાર્થે સકલ લોકવ્યવહાર પ્રવર્તાવ્યો; સકલ કલાઓ અને વિદ્યાઓ શીખડાવી; અને નહિ મુંઝાતાં, હવે આ કર્મભૂમિમાં સત્કર્મરૂપ પુરુષાર્થ કરી, સાચા કર્મયોગી બનો!—એવો બોધ કરી, સર્વનો સર્વોદય કરે એવી પરમ ઉદાર ને ન્યાયી રાજનીતિ પ્રવર્તાવી. આમ જેના શાસનકાળમાં સર્વ લોકો સર્વ પ્રકારે સુખી હતા, એવા આ પરમ લોકપ્રિય રાજા 2ષભદેવજીએ ઘણા લાંબા કાળ સુધી પ્રજાનું પુત્રવત પાલન કર્યું. - પછી જન્મથી જ જે ત્રણ જ્ઞાનના ધારક અને આજન્મ વૈરાગી હતા, એવા આ ભગવાને ભરતાદિ પુત્રોને પૃથ્વી વહેંચી આપી, વર્ષ પર્યત પરમ ઉદારદાનની ધારા વષવી; અને શમસામ્રાજ્યના ગ્રહણાર્થે આ સાગરાન્ત પૃથ્વીના સામ્રાજ્યનો તૃણવત્ ત્યાગ કરી, દીક્ષા લઈ દ્રવ્ય-ભાવ નિગ્રંથ થઈને ચાલી નીકળ્યા. વિખરાયેલી જટાથી જેનો
સ્કંધપ્રદેશ શોભી રહ્યો હતો, એવા આ અવધૂત પ્રભુ એકાકી મૌનપણે વિચરવા લાગ્યા. જ્યાં જ્યાં પ્રભુ જતા ત્યાં લોકો તેમને પોતાના ભૂતપૂર્વ રાજા જાણી, તેમની પાસે ભક્તિથી મુક્તાફલ, રત્ન,
Page #116
--------------------------------------------------------------------------
________________
ભગવાન ઋષભદેવજી
વસ્ત્રાદિ ધરતા,–જેનો આ સ્વદેહમાં પણ નિ:સ્પૃહ મુનીશ્વરને કંઈપણ ખપ ન હતો. મુનિપણાના આચારથી અભિજ્ઞ હોવાથી તે મુગ્ધ લોકોને પ્રભુને નિર્દોષ આહાર અર્પવાનું સૂઝ્યું નહિ. એટલે આમ પૂર્વ કર્મના દોષથી ભગવાનને આહારલાભનો એક વર્ષ પર્યંત અંતરાય પડયો. પછી જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું, એવા શ્રી શ્રેયાંસકુમારે, અક્ષય તૃતીયાના પુણ્ય દિને ભગવાનને ઈક્ષુરસથી પ્રતિલાભિત કર્યા; અને આ પરમ તપસ્વીને વર્ષીતપનું પ્રથમ પારણું કરાવવાનું અનુપમ સૌભાગ્ય પ્રાપ્ત કરી પરમ શ્રેય હાંસલ કર્યું. આમ રશિરે શૂરની જેમ પરીષહ-ઉપસર્ગને સમભાવે સહન કરતા, આ આત્મધ્યાનનિમગ્ન યોગીશ્વર ઋષભદેવજીએ અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
૯૫
66
તે જ સમયે તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતની આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ત્યારે કોનું પૂજન પ્રથમ કરવું? કૈવલ્યજ્ઞાની પ્રભુનું કે ચક્રરત્નનું? તેની વિમાસણ ભરતેશ્વરને થઈ પડી. ‘તાત ચક્ર ધર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પણ ક્યાં જડ એવું પામર ચક્રરત્ન? ને ક્યાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા પરમ ભાવરત્ન પ્રભુ? એમ ચિંતવતાં તેમણે પ્રભુપૂજન જ પ્રથમ કરવું ઉચિત જાણ્યું. “રીઝવવો એક સાંઈ, લોક તો વાત કરેરી.' અને પ્રભુદર્શનાર્થે જતાં ભરતરાજ, મરુદેવા માતાજીને પણ સાથે લઈ જવા માટે આવ્યા. ઋષભદેવજી જ્યારથી સર્વસંગપરિત્યાગી થઈને ચાલી નીકળ્યા હતા, ત્યારથી તેમના દર્શનને ઝંખતા મરુદેવાજીને ઝૂરી ઝૂરીને રુદન કરતાં ચક્ષુએ પડળ આવી ગયા હતા. આવા મરુદેવાજી પાસે આવીને ભરતરાજે કહ્યું-માજી! પિતાજી અત્રે પધાર્યા છે ને તેમને અનુપમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. માટે ચાલો દર્શનાર્થે!
પછી મરુદેવા માતાજીને હાથીની અંબાડીએ બેસાડી ભરત ચક્રી પ્રભુ સન્મુખ ચાલ્યા. માર્ગે જતાં મરુદેવાજી પોતાના ચિત્તનું સમાધાન કરતાં ભાવવા લાગ્યા-હે ઋષભ! અમારા જેવા રાગી તે પ્રીતિ કરે, પણ તું તો વીતરાગ છો. એટલે અરાગી સાથેની પ્રીતિ તો લોકોત્તર
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વીતરાગ માર્ગે જ થઈ શકે. અનાદિની પ્રીતિ તો મોહવિષ ભરેલી છે, તે રીતે પ્રીતિ કરવાનો મારો ભાવ છે, પણ ત્હારા જેવા નીરાગી સાથે તો મોહ વિષ રહિત નિર્વિષ પ્રીતિ જ થઈ શકે. તો પછી તું અમોહસ્વરૂપ સાથે મોહરૂપ પ્રીતિ કરવાનો અઘટિત બનાવ કેવી રીતે બને ? પર વસ્તુ સાથેની અનંતી પ્રીતિ જે ત્રોડે, તે જ ત્હારી સાથે પ્રીતિ જોડે. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ.'' આમ જ્યાં મરુદેવાજી ભાવી રહ્યા છે, ત્યાં તો પ્રભુના સમવસરણના દર્શન થતાં ભરત આશ્ચર્યથી બોલી ઉઠયા–માજી! જુઓ! આ ભગવાનનું સમવસરણ! જુઓ! આ આપના પુત્રની અતિશય અદ્ભુત ઋદ્ધિ! એટલે હર્ષના અશ્રુ ઉભરાતાં માતાજીના આંખના પડળ ખૂલી ગયા ને પ્રભુની અદ્ભુત ૠદ્ધિ દેખતાં, તેમના અંતર્ના મોહપડળ પણ ખૂલી ગયા, ને તેઓ તત્ક્ષણ કેવલજ્ઞાન પામ્યા! પછી પ્રભુને વંદન કરી, સદ્બોધ શ્રવણ કરી ભરતરાજ સ્વસ્થાને આવ્યા અને ચક્રરત્નને પૂજી ચક્રવર્તી દિગ્વિજય કર્યો.
૯૬
ભરતે પોતાના અઠ્ઠાણુ નાના ભાઈઓને પોતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું. એટલે તેઓ ફરીયાદ કરતા ભગવાન ઋષભદેવજી પાસે ગયા. ભગવાને ‘‘સંવુાહ ∞િ ન વુાઃ '' ઇત્યાદિ બોધથી તેમનો ઐહિક મોહ દૂર કરાવી, તેમને પ્રતિબોધ પમાડયા. આમ ભવ્ય જનોને પ્રતિબોધ પમાડતા ભગવાન ઋષભદેવજી, પરમાર્થમેઘની વૃષ્ટિ વર્ષાવતા ભારતઅવિનને પાવન કરવા લાગ્યા, અને આમ લાખો વર્ષ શુદ્ધ સનાતન આત્મધર્મનો ઉપદેશ આપી, આ પરમ પરોપકારી પુરાણ પુરુષ અષ્ટાપદ પર્વત પર પાદપોપગમન અનશન કરી, પરમ નિર્વાણપદને પામ્યા.
(દોહરા) ધર્મામૃતના મેઘ તે, પરમ પુરુષ પુરાણ; લોકકલ્યાણકરા નમું, ઋષભદેવ ભગવાન.
Page #118
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણ
૯૭
शिक्षापाठ ३८ : सद्गुण
સર્વ શ્રેયની પ્રાપ્તિ સદ્ધર્મથી થાય છે, પરંતુ સદ્ગુણની પ્રાપ્તિ વિના સદ્ધર્મશ્રવણની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, માટે શ્રેયાર્થીએ કેટલાક પ્રાથમિક સદ્ગુણ અંગમાં અવશ્ય પ્રગટાવવા યોગ્ય છે.
ન્યાયોપાર્જિત ધન એ તો સન્માર્ગને અનુસરનારા માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ મધ્યેનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, ધર્મના કક્કાનો પહેલો અક્ષર છે. ન્યાયોપાત્ત વિત્તથી આ લોક-પરલોક બન્નેમાં હિત થાય છે, એથી અન્યથી અહિત જ થાય છે. ‘એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે.' એમ વિચારી માર્ગાનુસારી જીવ પરધનને પત્થર તુલ્ય ને પરસ્ત્રીને મા-વ્હેન તુલ્ય ગણી, દૃઢ નીતિને અનુસરે છે. એવી સન્નીતિને જે અનુસરે તે જ ખરેખરા સગૃહસ્થ (Gentleman) ગણાય. અને આવા સગૃહસ્થમાં સપ્તવ્યસન ત્યાગનો સદ્ગુણ અવશ્ય હોય
જ.
જેમ નિર્વ્યસનપણું તેમ સજ્જનપણું પણ સગૃહસ્થનો આવશ્યક ગુણ છે. સજ્જન હોય તે કદી પણ કોઈના પણ અવર્ણવાદ ન વદે, તેમજ આત્મપ્રશંસા ન કરે; પોતાના દોષ પ્રત્યે ને પરના ગુણ પ્રત્યે જ દષ્ટિ રાખી, આત્મનિંદા ને પરગુણપ્રશંસા જ કરે. સજ્જન હોય તે કદી પણ આપત્તિમાં અદીનતા ને સંપત્તિમાં નમ્રતા ન છોડે; કોઈ એ કરેલા કંઇપણ ઉપકાર પ્રત્યેની કૃતજ્ઞતા ન ભૂલે અને સદા પર ઉપકારમાં તત્પર રહી સાચી સભ્યતા-દાક્ષિણ્યતા દાખવે. સજ્જન હોય તે આય પ્રમાણે વ્યયનો સિદ્ધાંત લક્ષમાં રાખી, અસદ્ભય છોડી યોગ્ય સ્થાને સદા સર્વ્યય કરે; અને માતાપિતાદિ પૂજ્ય ગુરુવર્ગની, દેવ-અતિથિ આદિની યથાયોગ્ય સેવાભક્તિ કરે. સજ્જન હોય તે ઔદાર્ય, ગાંભીર્ય, સ્વૈર્ય ને ધૈર્ય ધારે; લઘુતા, દીનતા,
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વિનીતતા, નિરાભિમાનિતા, સત્યવાદિતા, સરલતા આદિ ગુણો અંગમાં આણે; સર્વત્ર ઔચિત્ય જાળવી સદા સદાચાર પાળે, અને કંઠે પ્રાણ આવે તો પણ કદી ગહિત નિંદ્ય અધર્મ આચરણ ન જ કરે. સજ્જન હોય તે અદ્વેષ, જિજ્ઞાસા, શુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ બુદ્ધિગુણનો વિકાસ કરતો રહી, સદા સન્માર્ગે જ ગમન કરે.
૯૮
તેમજ-દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ સપ્ત ગુણ, આકાશમાં સપ્તર્ષિમંડલની જેમ, મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગૃત હોય : (૧) દયા-એ તો મુમુક્ષુનો આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડે. કઠોર ક્લિષ્ટ પરિણામથી રહિત તેની ચિત્તભૂમિ એવી કોમળ પોચી ને દયાથી આર્દ્ર હોય કે તે પરદુ:ખના તાપથી શીઘ્ર ઓગળી જાય, દ્રવી જય. (૨) શાંતિ-શાંતસ્વભાવી મુમુક્ષુને સદાય વિષયકષાયનું ઉપશાંતપણું, મંદપણું, મોળાપણું જ વર્તે. (૩) સમતા-હર્ષમાં કે શોકમાં, સુખમાં કે દુ:ખમાં સર્વત્ર મુમુક્ષુને સમભાવ, રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ જ વર્તે. સર્વ આત્મા પ્રત્યે આત્મસમાન સાધર્મિક બંધુપણાની બુદ્ધિ હોવાથી, તેને કદી પણ કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ઉપજવાની વાત તો દૂર રહો, પણ સર્વ પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ જ, Ο મૈત્રીભાવ વર્તે. (૪) ક્ષમા–બીજાએ કરેલા અપરાધને મુમુક્ષુ જીવ કોધના ઉદયને શમાવી સમભાવે ખમી લે, એવો તે સર્વસહા ક્ષમા (પૃથ્વી) સમો ક્ષમાશીલ હોય. (૫) સત્ય-જેવું મનમાં, જેવું વચનમાં, તેવું નિર્દભ નિષ્કપટ સત્ય આચરણ કરી, મન-વચન-કાયાની એકતા દાખવવી, એ તો તન-મન-વચને સાચા સત્ય પરાયણ મુમુક્ષુનું ખાસ વિશિષ્ટ લક્ષણ હોય. (૬) ત્યાગ દેહાદિમાં અહંત્વ-મમત્વ વિસર્જનરૂપ ત્યાગ જેણે કર્યો છે, એવો મુમુક્ષુ ધનાદિ પરભાવના દાનાદિ સદુપયોગમાં અપૂર્વ ત્યાગ બુદ્ધિ દાખવ્યા વિના રહે નહિ. (૭) વૈરાગ્ય-સાચા અંતરંગ વૈરાગ્યનો રંગ જ્યાંલગી ચિત્તમાં ન લાગ્યો હોય, ત્યાંલગી જીવમાં જ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી; જ્યાંલગી ચિત્તભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને
જીવ
Page #120
--------------------------------------------------------------------------
________________
દેશધર્મ વિશે વિચાર
૯૯
ચાલ્યું જાય છે; પણ જ્યારે વૈરાગ્યજલના સિંચનવડે તે ચિત્તભૂમિ આદ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમજ્ઞાનબીજનો પ્રક્ષેપ થઈ શકે છે;-એમ જે જાણે છે તે સંવેગરંગી મુમુક્ષુનું ચિત્ત તો સદાય વૈરાગ્યતરંગિણીમાં ઝીલ્યા જ કરે છે. આમ ‘દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય જાગ્ય.' આ સગુણો જેનામાં હોય, તે જ ધર્મરત્નને યોગ્ય એવો ખરેખરો ધનવાન છે. બાકી બીજા તો દરિદ્રી ને દીન છે. કારણકે દરિદ્રો જેમ ઉદરભરણની ચિંતાથી ઊંચા ન આવે તો પછી રત્નના કયવિક્રયની ચિંતા તો કયાંથી કરે? તેમ આ સદ્ગુણધનથી હીન છે, તે દીન ધર્મરત્નનો મનોરથ પણ કેમ કરી શકે? (દોહરા) ન્યાયવૃત્તિ સૌજન્યતા, દયા આદિ ગુણપાત્ર;
સદ્ગુણ ધન સંપન્ન તે, ધર્મરત્નના પાત્ર.
शिक्षापाठ ३९ : देशधर्म विषे विचार સદ્ગુણથી જ્યારે ચિત્તની પાટી ચોકખી થઈ જીવ પાત્ર બને છે, ત્યારે જ તેમાં તત્ત્વશ્રવણરૂપ અક્ષર લખાય છે. અને તે સપાત્રમાં વિધિથી વાવવામાં આવેલા સદ્ધર્મબીજ, સક્ષેત્રમાં બીજની જેમ, સારી પેઠે ઊગી નીકળે છે. પરંતુ તથારૂપ ગુણહીન અપાત્રમાં તો, ઉખર ભૂમિમાં બીજની જેમ, સદ્ધર્મબીજ નાશ પામે છે અથવા નિષ્ફળ જાય છે. કારણકે પ્રાથમિક ગુણયોગ્યતા પામવા જેટલું સ્વલ્પ કાર્ય પણ જે સમ્યકપણે નથી સાધતો, તો મહતું કાર્ય કેમ સાધવાનો હતો? સર્ષવ માત્ર ધારણમાં જે અસમર્થ છે, તે મેરુ ગિરિ ધારણનું સમર્થપણું કેમ દાખવવાનો હતો? માટે સદ્ગુણસંપન્ન સહસ્થ જ સદ્ગુરુસમીપે સદ્ધર્મશ્રવણનો યોગ્ય અધિકારી છે. કારણકે અપૂર્વ શુશ્રુષારસથી શ્રવણ કરનારા આ સાચા શ્રાવક' ને જ ધર્મ સમકપણે પરિણમે છે. એટલે આત્મસ્વભાવમાં વર્તવારૂપ ધર્મ જ ઉપાદેય છે એ તત્વ જેણે જાણ્યું છે, એવો આ મહાસત્ત્વ મુમુક્ષુ સર્વથા ન બની શકે તો દેશથી-અંશથી તે
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ધર્મ આચરવા ઇચ્છે છે; અને પછી તેવા ઉલ્લાસભાવની સ્ફુરણાથી દૃઢપણે સ્વશક્તિનો વિચાર કરી તે દેશધર્મના ગ્રહણમાં સમ્યક્ પ્રકારે પ્રવર્તે છે.
૧૦૦
આ દેશવિરતિ ધર્મ નું ગ્રહણ સમ્યગ્દર્શન હોય તો જ ન્યાય છે, નહિ તો નહિ; કારણ કે ઉખર ક્ષેત્રમાં નાંખેલા ધાન્યની જેમ, મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતો કદી પણ ઊગી નીકળતા નથી. માટે દેશધર્મમાં સમ્યગ્દર્શન સૌથી પ્રથમ હોવું જોઈએ. પ્રશમાદિ ચિન્હથી વ્યક્ત થતું રત્નદીપક સમું સમ્યગ્દર્શન જેના અંતમાં પ્રગટયું છે, તે સમ્યગ્દષ્ટ પુરુષ જ દ્રવ્યથી ને ભાવથી આ દેશિવરતિ ધર્મ અંગીકાર કરવાનો યોગ્ય અધિકારી છે. આમ જેના મૂલ આધારભૂત સમ્યક્ત્વ છે, એવા સમ્યક્ત્વમૂલ બાર વ્રત એ જ દેશધર્મ છે, અર્થાત્ દેશથી-અંશથી પણ પરભાવ વિભાવથી વિરામ પામી આત્માને સ્વસ્વભાવરૂપ ધર્મમાં આણવાનો અભ્યાસ છે. અહિંસાદિ પાંચ અણુવ્રત, દિવ્રત આદિ ત્રણ ગુણવ્રત, અને સામાયિકાદિ ચાર શિક્ષાવ્રત, એમ સમ્યક્ત્વમૂલ દ્વાદશ વ્રતનું વ્યવહારથી અને નિશ્ચયથી સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે :
પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત: સ્થૂલ પ્રાણાતિપાતથી હિંસાથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ પ્રા. વિ. જેમ બને તેમ રાગાદિવડે થતી આત્મહિંસાથી વિરમવું તે નિશ્ચયથી પ્રા. વિ. ગૃહસ્થ ત્રસ જીવની હિંસાનો તો અવશ્ય ત્યાગ કરે, અને અનિવાર્ય એવી સ્થાવરની હિંસા પણ યતના રાખી જેમ બને તેમ ઓછી થાય એવો લક્ષ રાખે; અને તેમાં પણ સંકલ્પજન્ય તથા નિષ્પ્રયોજન હિંસાનો જરૂર ત્યાગ કરે. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત: કન્યાલીક, ગવાલીક, ભૂમ્યલીક, થાપણ ઓળવવી, ખોટી સાક્ષી એ વગેરે સ્થૂલ મૃષાવાદથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ મૃ. વિ. નિશ્ચયથી તો પુદ્ગલાદિ પરવસ્તુને પોતાની કહેવી, સિદ્ધાંતના ખોટા અર્થ કહેવા તે ભાવમૃષાવાદથી વિરમવું. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત: સ્થૂલ પરદ્રવ્યહરણથી-ચોરીથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ અ. વિ.
Page #122
--------------------------------------------------------------------------
________________
દેશધર્મ વિશે વિચાર
૧૦૧
નિશ્ચયથી તો પર વસ્તુનું આદાન-ગ્રહણ ન કરવું તથા તેની ઇચ્છાથી વિરમવું તે અ. વિ. ચોથું પરસ્ત્રીગમનવિરમણ અથવા સ્વદારા સંતોષ વ્રત: પરસ્ત્રી પ્રત્યે ગમનથી વિરમવું તે વ્યવહારથી, અને પરભાવ પ્રત્યે વ્યભિચારથી-વિષયાભિલાષથી વિરમવું તે નિશ્ચયથી ચતુર્થ વ્રત. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત: ધન-ધાન્ય, દાસદાસી આદિ સચિત્ત-અચિત્ત એમ બે પ્રકારના બાહ્ય પરિગ્રહનું ચોક્કસ પરિમાણ નિયત કરવું ને તે પણ જેમ બને તેમ ઘટાડતા જવું તે વ્યવહારથી પરિ. ૫. મિથ્યાત્વ, વેદ, કષાય, હાસ્યાદિ નો કષાય એમ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહથી જેટલું બને તેટલું નિવૃત્ત થતા જવું તે નિશ્ચયથી પરિ. ૫. આમ પાંચ અણુવ્રત.
છઠું દિવ્રત: સર્વ દિશામાં અમુક નિયત મર્યાદાથી હાર ગમનથી વિરમવું તે વ્યવહારથી દિવ્રત. એક સિદ્ધગતિ જ ઇચ્છી, ચતુર્ગતિમાં ભ્રમણેચ્છાથી વિરમવું તે નિશ્ચયથી દિવ્રત. સાતમું ભોગોપભોગમાન વત: અભક્ષ્ય-અનંતકાયાદિ વર્જી, ભોગઉપભોગ પદાર્થનું પરિમાણ નિયત કરવું તે વ્યવહારથી ભો. ઉ.માન વ્રત; નિશ્ચયથી તો જેમ બને તેમ પરભાવનું ભોક્તાપણું ત્યજી, આત્મભાવનું ભોક્તાપણું ભજવું તે ભો. ઉ. માન વ્રત. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત: અર્થ-પ્રયોજન વિનાના જે હિંસાકષાયાદિવર્ધક અનર્થરૂપ કાર્યથી આત્માને અનર્થ-નિમ્પ્રયોજન દંડ, લેવા દેવા વિનાની નાહકની શિક્ષા પ્રાપ્ત થાય છે, તે અનર્થદંડથી વિરમવું, તે વ્યવહારથી અ. ૮. વિ. જેમકે–પાપદ્ધિ , યુદ્ધ, પરદારાગમન આદિ ચિંતવવારૂપ અપધ્યાન અનર્થદંડથી વિરમવું, કૃષિ વાણિજ્ય આદિ અંગે પાપનો ઉપદેશ આપવારૂપ પાપોપદેશ અનર્થદંડથી વિરમવું, નિષ્કારણ ભૂમિ ખોદવી, હરિયાળી ચગદવી, ફલ-ફૂલ ચૂંટવા આદિ પાપચયરૂપ અનર્થદંડથી વિરમવું. તલવાર, છરી, વિષ, બંક, બૉમ્બ આદિ હિંસાસાધનો દેવારૂપ હિંસપ્રદાન અનર્થદંડથી વિરમવું. રાગાદિનું વર્ધન કરનારી વિકથાઓના શ્રવણશ્રાવણાદિરૂપ દુકૃતિ અનર્થદંડથી વિરમવું. ઇત્યાદિ પ્રકારે વ્યવહારથી અ. દ. વિ. શુભાશુભ કર્મ તેને જીવ પોતાના કરી જાણે છે તેથી વિરમવું
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
તે નિશ્ચયથી અ. ૮. વિ. આમ આ ત્રણ વ્રત, અણુવ્રતોને ગુણ કરતા હોવાથી ગુણવ્રત..
- નવમું સામાયિક વ્રત: સાવધ યોગથી નિવર્સી બે ઘડી (ક વધારે) સ્થિર થઈ સ્વાધ્યાયાદિ કરવા તે વ્યવહારથી સામાયિક. સર્વ જીવ પ્રત્યે રાગદ્વેષરહિત સમતાપરિણામ તે નિશ્ચયથી સામાયિક. આત્મસમાધિ ભાવે સમતાપરિણામે આ સામાયિક કરે તેટલો વખત શ્રાવક શ્રમણ સમાન હોય. દશમું દેશાવકાશિક વ્રત: દિવ્રતથી જે મર્યાદા નિયત કરી તેની અંદર પણ અમુક દેશનો જ અવકાશ રાખવો અથવા એક દેશે બેસી ધર્મધ્યાન કરવું તે વ્યવહારથી દેશા વ્રત. અન્ય દ્રવ્યથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ જ આત્માનો સ્વદેશ જાણી, તેમાં જ અવકાશ પામવાનો અભ્યાસ કરવો તે નિશ્ચયથી દેશા. અગીયારમું પૌષધોપવાસ વ્રત: ચાર પ્રહર કે આઠ પ્રહર સુધી સમતાભાવી સામાયિક પરિણામે સર્વ સાવધ યોગ છોડી સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવર્તવું તે વ્યવહારથી પૌ. નિશ્ચયથી તો જ્ઞાનધ્યાનથી આત્મધર્મની પુષ્ટિ કરવી તે પૌષધ. બારમું અતિથિસંવિભાગ વ્રત: ધર્મપાલન માટે જેને સર્વ તિથિ સમાન છે એવા અતિથિરૂપ સસાધુને કે સદગૃહસ્થને પોતાને નિમિત્તે કરેલા આહારાદિમાંથી સંવિભાગ આપવો તે વ્યવહારથી અ. સં. અને બીજા જિજ્ઞાસુને જ્ઞાનદાન દઈ, પોતાના જ્ઞાનના ભાગીદાર બનાવવા તે નિશ્ચયથી અ. સં. આ ચાર વ્રત યતિધર્મના અભ્યાસની વાનકીરૂપ શિક્ષા આપનારા હોવાથી શિક્ષાવ્રત છે. આમ બાર વ્રત ધારણ ઉપરાંત, સદ્ધર્મનિષ્ઠ સદ્ગૃહસ્થ મરણ સમય નિકટ જાણી સંલેખના કરે, અર્થાત્ ધીરે ધીરે શરીરની કૃશતા કરવા સાથે કષાયની કૃશતા કરે.
આ પ્રત્યેક વ્રતના તેમજ સમ્યગુદર્શનના પાંચ પાંચ અતિચાર છે. તેનો “વિહિત અનુષ્ઠાનમાં વીર્યસ્તુરણાથી” (ધર્મબિન્દુ) સમદષ્ટિ દેશવિરતિ પુરુષ જય કરે છે; અને આમ પરભાવ-વિભાવથી યથાશક્તિ વિરામ પામતો જઈ, તે આત્મસ્વભાવ ધર્મની આંશિક સાધના કરતો-પદે પદે કરીને પણ ચારિત્રધર્મ પર્વત પર
Page #124
--------------------------------------------------------------------------
________________
મૌન
૧૦૩
આરોહણ કરતો જાય છે. કારણકે અલ્પ ગુણોને પણ જે સમકપણે આરાધે છે, તે પછી ઘણા ગુણોની આરાધનાને પણ યોગ્ય થાય છે, અને અનુક્રમે ચારિત્રમોહનો ક્ષય કરી, તે સર્વવિરતિ ધર્મરૂપ મૌનમુનિપણું અંગીકાર કરવાને પણ યોગ્ય બને છે. (દોહરા) સમ્યગદર્શન મૂલ આ, દેશધર્મ સાધત;
ચારિત્રધર્મ પવિત, પદે પદે ય ચઢત.
શિક્ષાપડ ૪૦ : મન મૌન શબ્દના અનેક અર્થ થાય છે. મૌન એટલે ન બોલવું, સાવધ વચન ન ઉચ્ચારવું. મૌન એટલે મુનિપણું. મૌન એટલે મન-વચન-કાયાનું સંયમન. મૌનનો આ પ્રત્યેક અર્થ સમર્થ છે ને તે પરસ્પર સંબઇ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે. આમ વાણીનું મૌન એ જ માત્ર મૌન નથી, પણ મન-કાયાનું મૌન પણ મૌન છે. સાવધ વચન ન ઉચ્ચારાતાં ગૂપચૂપ રહેવું તે વાણીનું મૌન. જ્યાં ત્યાં વિક્ષેપ ન પામતાં મનમાં વિકલ્પનું ન ઊઠવું તે મનનું મૌન. વિષયોમાં ન પ્રવર્તતાં ઇંદ્રિયોનું છાનુંમાનું બેસી રહેવું તે કાયાનું મૌન. અને સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૂંગા થઈ જઈ આત્માનું સ્વભાવમાં ગુપ્ત રહેવું તે સર્વોત્કૃષ્ટ એવું આત્માનું મૌન.
આત્માની ઘણી શકિત નિપ્રયોજન વાણી દ્વારા વેરણછેરણ થઈ વેડફાઈ જાય છે. પાણીની ચકલી જેમ અનિયંત્રિતપણે વાણી ખૂલ્લી મૂકવાથી આત્માનું ‘પાણી’ નકામું વહ્યું જાય છે. છબસ્થ અવસ્થામાં જાણે-અજાણે હિંસામય, અસત્યમય, સાવદ્યમય, પાપમય કે એકાંતમય વચન રખેને ઉચ્ચરાઈ જાય, એટલા માટે ઉપયોગ રાખી, વિચારવાનું જીવ જેમ બને તેમ અલ્પભાષી થઈ ભાષાસમિતિ સાચવે છે. અત્રે ભગવાન મહાવીરનું જેમ સાડા બાર વર્ષ જેવા દીર્ધકાળ સુધીનું અનન્ય મૌન ઉત્તમ દષ્ટાંતરૂપ છે. શ્રીમહાવીરને પગલે વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું ‘પરમાર્થ મૌન' પણ સુપ્રસિદ્ધ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રશાવબોધ મોક્ષમાળા
છે,–જેમનું આ અંગે ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે- “નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીના ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. વિચારીને, યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. કોઈપણ મહાપુણ્યને જોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણે પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે.'
મુનિપણારૂપ જે મૌન છે તે પરથી પણ આ જ પરમાર્થ ફલિત થાય છે. કારણકે જે સમ્યકત્વ છે તે મૌન (મનિપણું) છે ને મૌન છે તે સમ્યકત્વ છે. “નં સંમંતિ પાસદ તે મોતિ પાસદ, મોતિ પાસદ તે સંમંતિ પાસદા' એ શ્રી આચારાંગનું પ્રસિદ્ધ સૂત્ર છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે.” આમ આત્માનુભવરૂપ આત્મજ્ઞાનનો ને મુનિમણારૂપ મૌનનો ગત-પ્રયાગત સંબંધ છે. અને વસ્તુગતે વસ્તુરૂપ જે આત્માનુભવ છે તે તો અવાઓ છે, જ્યાંથી વાણી મૌન થઈ પાછી વળે છે, “યતો વાવો નિવસ્વૈત ' એટલે સમ્યક બોધિ પામેલો જે આત્મજ્ઞાની મુનિ છે, તે પ્રાપ્ત બોધિલાભનો નિજ અભ્યાસ સ્થિર કરવા માટે અને આત્મસમાધિ દશા પામવા માટે પ્રથમ તો દ્રવ્યથી ને ભાવથી મૌન ભજે છે; અને વચનોચ્ચારરૂપ બહિર્વાચા ને વિકલ્પોત્યાનરૂપ અંતર્વાચાને વિસર્જન કરવા તે પરમાર્થ મૌનની ભાવના ભાવે છે. જેમકે
બહિર્વાચાનો ત્યાગ કરતાં તે ભાવે છે કે-“જે રૂપ મારાથી દેખાય છે તે બીલકુલ જાણતું નથી અને જે રૂપ જાણે છે તે દેખાતું નથી, તો હું બોલું કોની સાથે? જે હું બીજાઓથી સમજાવાઉં ને હું બીજાઓને સમજાવું, તે આ તો મારૂં ઉન્મત્ત ચેતિ છે. કારણકે હું તો નિર્વિકલ્પ છું. અગ્રાહ્ય એવા પરસ્વરૂપને જે ગ્રહતો નથી, ને ગૃહીત
Page #126
--------------------------------------------------------------------------
________________
મૌન
૧૦૫
- એવા સ્વસ્વરૂપને જે મૂકતો નથી અને સર્વથા સર્વ જે જાણે છે, તે
સ્વસંવેદ્ય એવો હું છું. વળી જે હું બોધવાને ઇચ્છું છું કે હું નથી, અને જે હું છું તે અન્યને ગ્રાહ્ય નથી, તો હું અન્યને બોધું શું?” (સમાધિશતક) આમ જેણે બહિર્વાચાનો ત્યાગ કર્યો છે એવો મુનિ, હું સુખી, હું દુખી, હું રાગી, હું દ્વેષી, એમ અંતમાં બોલાતી વિકલ્પઉત્થાનરૂપ અંતવાચાનો પણ ત્યાગ કરવા પ્રવૃત્ત થાય છે; અને સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૂંગાપણારૂપ પરમાર્થમૌનનો આશ્રય કરતાં, રાગાદિ વિકલ્પના વિસર્જનાર્થે આત્મભાવના ભાવે છે કે-“બોધાત્મા એવા મને તત્વથી પ્રગટપણે દેખતાં મારા રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે. મને નહિ પેખતો આ લોક મારો શત્રુ નથી કે મિત્ર નથી, મને પ્રગટ પેખતો આ લોક મારો શત્રુ નથી કે મિત્ર નથી.” માટે રાગદ્વેષાદિ વિકલ્પકલ્લોલથી મારા નિર્મલ મનોજલને હું શા માટે ડોળું? ક્વચિત આ જગનું શું? એવો વિકલ્પ ઊઠે તો તે ચિંતવે છે કે-આ જગત છે, તે દેહમાં આત્મદષ્ટિવાળાને વિશ્વાસરૂપ ને રમ લાગે, પણ આત્મામાં જ આત્મદષ્ટિવંતને તો તેમાં વિશ્વાસ ક્યાં? ને રતિ ક્યાં?” માટે આ જગતની મને ચિંતા શી?
આમ અંતર્જલ્પરૂપ સમસ્ત કલ્પનાજાલને ફગાવી દઈ જે પરમાર્થમૌનને ભજે છે, તે નિર્વિકલ્પ મુનિ જ આત્મામાં સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિને પામે છે. અને આમ આત્મભાવનાના દઢ અભ્યાસથી બોધિ-સમાધિમાં સ્થિર થયેલો જે સ્થવિર” ભાવિતાત્મા જ્ઞાની વીતરાગ મુનીશ્વર હોય છે, તે જ પછી નિષ્કારણ કરુણાથી જગજીવોના કલ્યાણાર્થે પ્રગટ સન્માર્ગનો યથાર્થ ઉપદેશ આપવા સમર્થ હોય છે. સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૌનપણું બોધતી અપૂર્વ વાણી પ્રકાશતા આવા ગીતાર્થ જ્ઞાનીની આ અનુભવવાણી પણ પરમાર્થથી મૌનરૂપ જ છે. (દોહરા) મન-વચ-કાયા સંયમ, વિકલ્પ-જલ્પ જ ત્યાજ;
પરભાવ વિભાવે મુંગા, મૌન જ્ઞાની મુનિરાજ.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ४१ : शरीर દેશધર્મ કે મુનિધર્મ નું પાલન કરવું એ જ આ નિ:સાર શરીરનો સાર છે. આ ધર્મનો રંગ જ સાચો રંગ છે, બાકી બીજે બધો રંગ પતંગ છે. દેહ ભલે જીર્ણ થાય, પણ ધર્મરંગ કદી જીર્ણ થતો નથી. ઘાટ-ઘડામણ ભલે જાય, પણ સોનું વિણસતું નથી. માટે આ દેહરૂપ વૃક્ષ નીચે જીવ મુસાફર ક્ષણિક વિસામો લેવા બેઠો છે, એમ જાણી ધર્મ-સાધન વડે જેટલું બને તેટલું આત્માર્થનું કામ કાઢી લઈ, પાકા વાણીઆની પેઠે આ શરીરનો કસ કાઢવો એ જ વિચક્ષણ મુમુક્ષુનું કર્તવ્ય છે. કારણકે ‘અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈ એ.’ એટલે મનુષ્યપણારૂપ ધર્મબીજની સત્કર્મ ખેતી વડે આત્માર્થ સાધી તે અમૂલ્ય માનવદેહનું સાર્થક્ય કરે જ છે.
પણ મંદબુદ્ધિ ભવાભિનંદી જીવો આ ધર્મબીજરૂપ મનુષ્યપણાનું તેવું સાર્થક્ય કરવાને બદલે તે બીજને વેડફી નાંખી, અમૂલ્ય આત્માર્થ હારી જાય છે; અને યોગસાધનને બદલે શરીરનો ભોગસાધનરૂપ હીન ઉપયોગ કરી, કાગડાને ઊડાડવા માટે ચિંતામણિરત્ન ફેંકી દે છે! કારણ કે “આ ભવ મીઠા પર કોણ દીઠા” એમ માત્ર વર્તમાનદર્શી આ લોકો, મુખેથી ધર્મનું નામ લેતાં છતાં, આચરણમાં તો ખાવું, પીવું ને ખેલવું, Eat, drink & be mery, એ ચાર્વાક સિદ્ધાન્તને જ અમલમાં મૂકે છે. એટલે તે વિષયોના કીડા વિષયોનો કેડો મૂકતો નથી ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે! અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, તે દેહનો સંબંધ તો ઊલટો તેને બંધરૂપ બની ભવભ્રમણ દુ:ખ આપે છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે-જે દેહ પોતે નથી તે દેહની ખાતર જીવ ચોવીસે કલાક આટલી બધી વેઠ ઉઠાવે છે! અને જે આત્મા પોતે છે તેની ખાતર કંઈ પણ કરવાની આ બાપડાને એક
Page #128
--------------------------------------------------------------------------
________________
શરીર
૧૦૭
મીનીટની ફુરસદ મળતી નથી !! વાસ્તવિક રીતે તો દેહાથ અર્થે જેટલી કાળજી, જેટલી જહેમત, જેટલો પરિશ્રમ અને જેટલો ઉત્સાહ આ જીવ દાખવે છે, તેના કરતાં અનંતગણી કાળજી, અનંતગણી જહેમત, અનંતગણો પરિશ્રમ અને અનંતગણો ઉત્સાહ તેણે આત્માર્થ અર્થે. દાખવવો જોઈએ; દેહને અર્થે આત્મા નહિ ગાળતાં આત્માને અર્થે દેહ ગાળવો જોઈએ; અને ત્યારે જ કલ્યાણ છે.
માટે દેવાર્થની મૂછ ટાળવા માટે આત્માર્થીએ આ શરીરનું સ્વરૂપ ભાવવા યોગ્ય છે: “શીયત ઈતિ શરીરે,” શીર્ણ થાય, જીર્ણ થાય, તે શરીર એવો તેનો વ્યુત્પજ્યર્થ જ તેનું પૂરણ-ગલનરૂપ પુલ સ્વરૂપ દાખવે છે. જ્ઞાનીઓએ આ શરીરને ભિદુર, વિધ્વંસનધમાં, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, ચયાપચયિક અને વિપરિણામી કહેલ છે તે અત્યંત સત્ય છે કારણ કે ‘પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યાવસ્થામાં વર્તતો' હૃષ્ટપુષ્ટ દેહ પણ, કાચની બરણી જેમ ક્ષણવારમાં ભેદ પામી ત્રુટી પડે એવો ભિદુર ક્ષણભંગુર છે. આ કાયા મળમૂત્રાદિ અશુચિની ખાણ છે, રોગ-જરાનું નિવાસનું ધામ છે. એમાં મોહ પામવા જેવું છે શું? આ અશુચિમય કાયાનો હારનો ભાગ અંદરમાં ને અંદરનો બહારમાં હોત, તો એના ચીતરી ચડે એવા સ્વરૂપ સામું પણ કોઈ ન જોત, અથવા જાનાદિકથી તેનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડત. મરણ આગળ સર્વ દેહધારી જીવો અશરણ છે. શ્રી ઋષભદેવાદિ જેવા પરમ યોગીશ્વરો પણ આ દેહને રાખી શક્યા નથી. માટે આવા અનિત્ય, અશુચિ, અશરણ અને અશાશ્વત શરીર દ્વારા નિત્ય, શુચિ, સશરણ અને શાશ્વત આત્માનું કલ્યાણ સાધવાનું પ્રયોજન જ આત્માર્થી પુરુષ કરે છે; અને ધર્મસાધનરૂપ શરીરનૌકા વડે સંસારસમુદ્ર તરી જવાનો અપૂર્વ પુરુષાર્થ આદરે છે. કારણકે પંચવિધ શરીરમાં ઔદારિક એવા માનવદેહથી જ મોક્ષ મળે છે.
આ પંચવિધ શરીરનું સ્વરૂપ સમજવા યોગ્ય છે : ઔદારિક, વૈકિય, આહારક, તેજસ્ અને કાશ્મણ એમ પાંચ શરીરો છે. તેમાં આગળ આગળનું શરીર છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. સ્કૂલ-ઉદાર
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રશાવબોધ મોક્ષમાળા
પુદગલોવાળું એવું ઔદારિક શરીર તે ગર્ભજ કે સંપૂઈન જ હોય, ને તે તિર્યંચ તથા મનુષ્યને હોય છે. વિકિયા પામનારૂં એવું વૈકિય શરીર જન્મપ્રત્યયી દેવ-નારકીને હોય છે; અને કવચિત્ લબ્ધિપ્રત્યયી વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યને હોય છે. આહારક શરીર ચૌદ પૂર્વધરને જ હોય ને કયાંય પણ વ્યાઘાત પામતું નથી. તેમજ જમ્મુ અને કાશ્મણ એ છેલ્લા બન્ને શરીરો અપ્રતિઘાત છે, અર્થાત લોકાંત સિવાય કયાંય પ્રતિઘાત પામતા નથી એવા સૂક્ષ્મ છે; અને જીવને અનાદિ સંબંધવાળા હોઈ સર્વ સંસારી જીવને હોય છે. આ તૈજસુ અને કાશ્મણ બન્ને સૂક્ષ્મ શરીર, જીવની જેમ, આખા સ્કૂલ શરીરમાં વ્યાપીને રહ્યા છે. તેજથી શરીરની ઉષગતા ને પાચનક્રિયાદિ થાય છે; કામણથી કોધાદિવેદનાદિ થાય છે. આ પાંચ પ્રકારના શરીરમાં કામણ સિવાયના ચારે શરીર સોપભોગ છે. અર્થાત્ તે દ્વારા સુખદુ:ખ ઉપભોગવાય છે, કર્મ બંધાય છે, વેદાય છે અને નિર્જરાય છે; પરંતુ માત્ર કામણ શરીર જ નિરુપભોગ છે, અર્થાત્ તેના વડે કરીને સુખદુ:ખ ઉપભોગવાતા નથી, કર્મ બંધાતું નથી, વેદાતું નથી અને નિર્જરાતું પણ નથી. સકર્મ સ્થિતિમાં સર્વ જીવને કામણ, તેજસ અને ઔદારિક કે વૈકિય એમ ત્રણ શરીર હોય છે; પણ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવા ગમન કરતી વેળાએ તો માત્ર તૈજસ્ અને કાશ્મણ એ બે શરીર હોય છે. (દોહરા) દેહાથે ગાળી આત્મ આ, ભમ્યો અનંતીવાર;
આત્માર્થ ગાળે દેહ તો, ભમે નહિ ફરી વાર.
शिक्षापाठ ४२ : पुनर्जन्म જ્યાંલગી કર્મમય કાર્મણ શરીર છે, ત્યાંલગી જીવ પુન: ઔદારિક કે વૈક્રિય કોઈ પણ શરીર ધારણ કરવારૂપ પુનર્જન્મ પામ્યા વિના રહેતો નથી. પૂર્વ આયુનું પૂર્ણ થવું તે મરણ અને નવીન આયુનું ઉદય આવવું તે જ જન્મ છે. સિદ્ધ જીવ કર્મ રહિત છે, તેથી તેને જન્મ મરણ નથી ને તે અવતાર ધરતા નથી. પણ સકર્મ જીવ, જીર્ણ વસ્ત્ર બદલાવી
Page #130
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
૧૦૯ નવું વસ્ત્ર પહેરે, તેમ જૂનું ખોળિયું બદલાવી નવું ખોળિયું ધારી પુનર્જન્મ પામે છે; અને નાટકના પાત્રની જેમ, નવા લેબાસમાં હાજર થાય છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આગમથી, અનુમાનથી અને અનુભવથી સિદ્ધ છે. આ પુનર્જન્મ કેવા પ્રકારે થાય છે, તેનો સમસ્ત સૂક્ષ્મ વિધિ જ્ઞાનીઓએ એવી અભુત વૈજ્ઞાનિક ચોક્કસાઈથી (Scientific accuracy) શાસ્ત્રમાં સંસ્થાપિત કર્યો છે, કે તે કોઈ પણ વિચક્ષણને તે યોગીશ્વરોના અતીન્દ્રિય જ્ઞાન માટે બહુમાન ઉપજાવ્યા વિના રહે નહિ.
એક દેહ છોડી બીજે દેહ (વિગ્રહ) ધારણ કરવાને અર્થે જીવ ગમન કરે છે, તે વિગ્રહગતિ કહેવાય છે, અને તેમાં માત્ર કાર્મણ યોગ હોય છે. આ વિગ્રહગતિ બે પ્રકારની છે: કાં તો ઋજુ એટલે વિગ્રહ-વળાંક વગરની, ને કાં તો વક્ર એટલે વિગ્રહ-વળાંકવાળી. હવે ગતિનો સામાન્ય નિયમ એવો છે કે જીવોની અને પુદ્ગલોની ગતિ અનુશ્રેણિ અર્થાતું આકાશપ્રદેશપંક્તિની અનુસાર જ હોય છે. સિદ્ધિ પામતા નિષ્કર્મ જીવની ગતિ અવિગ્રહા-વળાંક વગરની પ્રજુ હોઈ, કર્મપ્રતિઘાતના અભાવે લોકાંત પર્યત હોય છે. પણ સકર્મ એવા સંસારી જીવની ગતિ તો કાશ્મણ શરીરના આક્ષેપણ-ગુરુત્વાકર્ષણ-જન્ય પ્રતિઘાતને લીધે વિગ્રહવતી-વળાંકવાળી અથવા અવિગ્રહા-વળાંક વગરની હોય છે; અને તે ઉપપાતક્ષેત્ર પ્રમાણે તિર્ધક ઊર્ધ્વ કે અધ: ચાર સમય પૂર્વે જ હોય છે. આમ પૂર્વ દેહના સંબંધી સ્વજનો પ્રાણપોક મૂકી શોક શરૂ કરે, ત્યાર પહેલાં તો ક્યારનોયે આ સ્વકર્મવશગામી જીવ, વધારેમાં વધારે ચાર સમયમાં, ઉત્તર દેહના ઉત્પત્તિ ક્ષેત્રે પહોંચી ગયો હોય છે, અને ત્યાં ઔદારિક વા વૈક્રિય શરીરની રચનાને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે, અને તે જ જન્મ છે. આ જન્મ સંમૂછન, ગર્ભ અને ઉપપાત એમ ત્રિવિધ હોય છે. જરાયુજ, અંડજ, પોતજનો ગર્ભજન્મ; નારક-દેવનો ઉપપાત જન્મ; અને શેષનો સમૂઈન જન્મ હોય છે.
આમ આગમથી સ્થાપિત થયેલો આ પુનર્જન્મનો સિદ્ધાંત અનુમાનથી પણ આ પ્રકારે દૃઢ થાય છે: ઉપયોગ એ આત્માનું
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અસાધારણ વિશિષ્ટ લક્ષણ ના મુખ્ય ગુણ છે. સંસારી જીવનો આ ઉપયોગ અશુદ્ધ અને અપૂર્ણ છે. ઉપયોગની આ અશુદ્ધતા-અપૂર્ણતાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. “તે નિમિત્ત અનુપૂર્વિએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહાતાં કર્મપુદ્ગલ છે.’ તેમજ જગતની ચિત્રવિચિત્રતાનો યુતિયુકત ખુલાસો પણ આ કર્મના સિદ્ધાંતમાં જ પ્રાપ્ત થાય છે. કારણ કે ચિત્રવિચિત્ર જગજીવોની દેહ-આકારમાનસ-પ્રકૃતિ આદિની ચિત્રવિચિત્રતાનું પ્રયોજન અચિંત્ય સામર્થ્યવાળા કર્મ વિના સંભવતું નથી. ગર્ભાધાન થયે, અનુક્રમે શરીરના જુદા જુદા અંગોપાંગોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળી અદ્ભુત અટપટી રચના યથાસ્થાને નિયત પ્રકાર ને નિયત આકારે થાય છે; વિવિધ આશ્ચર્યકારક ઇંદ્રિયવૈજ્ઞાનિક (Physiological) પ્રક્રિયાથી જીવ ગર્ભ મધ્યે નવ માસ પર્યત વૃદ્ધિ પામે છે; અને પછી નિયત સમયે માતાના ગર્ભમાંથી વ્હાર નિકળે છે, જન્મ પામે છે–આ જે સમસ્ત વિસ્મયકારક ઘટનાઓનો ખુલાસો આધુનિક વૈજ્ઞાનિકો ઘણું ઘણું મથતાં
છતાં મેળવી શકતા નથી, તેનો સ્પષ્ટ ખુલાસો જ્ઞાનીઓએ પ્રસ્થાપિત કરેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળા કર્મના સિદ્ધાંતમાંથી સહેજે મળી આવે છે. વિચિત્ર પ્રકારનો આ કર્મરૂપ વિધાતા, ચિત્રકારની પેઠે, આ ચિત્રવિચિત્ર સૃષ્ટિ ઉત્પન્ન કરે છે ને જીવને પુનર્જન્મ પમાડે છે.
આમ જેમ અનુમાનથી તેમ અનુભવથી પણ પુનર્જન્મની પ્રતીતિ થાય છે. જાતિસ્મરણ જ્ઞાન એ એક તેવો વિશિષ્ટ અનુભવ છે. જેમકે- ‘પુનર્જન્મ છે-જરૂર છે એમ અનુભવથી હા કહેવામાં હું અચળ છું.” (શ્રીમદ્ રાજચંદ્ર) અને આ અંગે શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક દષ્ટાંતો પણ છે. આ જાતિસ્મરણથી ભૂત ભવ ગત રાત્રીના બનાવની જેમ યાદ આવી જાય છે. ભલે વિશેષથી સર્વને ભૂત ભવની સ્મૃતિ ન હોય, પણ સામાન્યથી તો સમસ્ત પ્રાણીને જાતિસ્મરણ હોય છે, અને તે જન્મદિને જ બાળક પોતાની મેળે સ્તનપાન કરે છે, ધાવવા માડે છે, તે પરથી વ્યક્તપણે જણાઈ આવે છે. આ જન્મમાં તો તેને તેવો અભ્યાસ નથી, એટલે તે પૂર્વજન્મનો જ અભ્યાસ સંસ્કાર છે એમ સ્પષ્ટ સૂચવે છે. વળી સર્પ આદિ કોઈમાં જન્મથી જ માંડી
Page #132
--------------------------------------------------------------------------
________________
પંચ મહાવ્રત વિશે વિચાર
૧૧૧
ક્રોધ-લોભ આદિ પ્રકૃતિની તરતમતા જોવામાં આવે છે; તેમજ સર્પ ને નકુલને, ઉદર ને બિલાડીને જન્મથી વેર હોય છે, તે પણ પૂર્વ જન્મનો સંસ્કાર દાખવે છે.
આ ઉપરાંત નૈસર્ગિક કવિત્વશક્તિવાળા આજન્મ કવિ જેમ, કોઈ આજન્મ યોગી-કુલયોગી એવા પૂર્વારાધક યોગભ્રષ્ટ પુરુષો જોવામાં આવે છે, તે પણ પુનર્જન્મના સિદ્ધાંતનું સમર્થન કરે છે. આવા યોગભ્રષ્ટ યોગીઓને પૂર્વારા ધિત યોગસંસ્કારની જાગૃતિ સ્વયં સહેજે સ્કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છોડેલા યોગની કડીનું અનુસંધાન શીઘ વિના પ્રયાસે હોય છે. મોક્ષપુરીના પ્રવાસે નીકળેલા આ યોગમાર્ગના અખંડ પ્રવાસી મુમુક્ષુઓ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરી વિશ્રાંતિ લે છે; અને આમ શ્રમ ઉતરી ગયે પુનર્જન્મરૂપ નવો અવતાર પામી તાજામાજા થઈને, અપૂર્વ ઉત્સાહથી યોગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે. બીજાઓને અન્ય પ્રાકૃતજનોને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઈક જ અલ્પમાત્ર જ થાય છે, તે આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે; અને તે પૂર્વજન્મનું અસાધારણ યોગારાધકપણું દર્શાવે છે. જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?”
(દોહરા) આત્મબુદ્ધિથી દેહમાં, પામે જ પુનર્જન્મ;
આત્મબુદ્ધિથી આત્મમાં, પામે અપુનર્જન્મ.
शिक्षापाठ ४३ : पंच महाव्रत विषे विचार
પુનર્જન્મનું–દેહાન્તર ગતિનું બીજ-મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિ છે, અને વિદેહપ્રાપ્તિનું બીજ આત્મામાં આત્મબુદ્ધિ છે; માટે પુનર્જન્મ ટાળવા ઇચ્છનાર મુમુક્ષુએ દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વ છોડી ને આત્મામાં આત્મબુદ્ધિરૂપ સમ્યકત્વ ધારી, તે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દેહાદિ-રાગાદિ પરભાવ-વિભાવથી સર્વથા વિરામ પામવારૂપ વિરતિભાવ-વ્રત પરિણામ આદરવા યોગ્ય છે. સર્વ પ્રાણાતિપાતથી, સર્વ મૃષાવાદથી, સર્વ અદત્તાદાનથી, સર્વ મૈથુનથી અને સર્વ પરિગ્રહથી મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધે વિરમણ તે સર્વવિરતિ કહેવાય છે. અને તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પંચ ‘મહાવ્રત' નામે પ્રસિદ્ધ છે. મહત્ પુરુષોએ આચરેલ હોવાથી, મહાન મોક્ષાર્થને પ્રસાધનાર હોવાથી, અને સ્વયં પણ મહાન હોવાથી આ મહાવ્રતો કહેવાય છે તે યથાર્થ છે. આ અહિંસાદિ પાંચ જેને જૈનો વ્રત કહે છે, તેને જ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, બૌદ્ધો શીલ કહે છે. એટલે આ પંચ વ્રત સર્વતંત્રસાધારણ હોઈ સર્વમાન્ય છે. આ અહિંસાદિ મહાવ્રત ધરનારો પુરુષ મનથી, વચનથી કે કાયથી હિંસાદિ કરે નહિ, કરાવે નહિ કે અનુમોદે નહિ; અને તે નિ:શલ્ય હોય, “ નિ:શુલ્યો વ્રતી' અર્થાતું માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય ને નિદાનશલ્ય રહિત હોય; નિર્દભી, નિષ્કામી ને સમકિતી એવો વીતરાગ સમદર્શી હોય. આ સમ્યકત્વમૂલ અહિંસાદિ વ્રતનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી બને પ્રકારે સમજવા યોગ્ય છે.
સર્વ જીવોને આત્મબંધુ સમાન જાણી, સ્થાવર કે ત્રસ કોઈ પણ પ્રાણીને મનથી વચનથી કે કાયાથી હણવો નહિ, હણાવવો નહિ કે હણતાં અનુમોદવો નહિ, તે પ્રથમ અહિંસા મહાવ્રત. ભાવથી તો રાગાદિ વિભાવ પરિણામે કરીને આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવપ્રાણની-શુદ્ધ આત્મપરિણામની હિંસા ન થવા દેવી તે અહિંસા. સૂક્ષ્મ મૃષાવાદથી પણ વિરમી, જે જેમ છે તેમ સાચું બોલવું તે બીજું સત્ય મહાવ્રત. ભાવથી તો એક શુદ્ધ આત્મા સિવાયની કોઈપણ વસ્તુ પોતાની નથી, પરવસ્તુ છે, તેને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય. તૃણ માત્ર પણ પારકી વસ્તુ અણદીધી ન લેવી તે ત્રીજું અસ્તેય મહાવ્રત. ભાવથી તો શુદ્ધ આત્મા સિવાય પરવસ્તુનું આત્મભાવે આદાનગ્રહણ તે અદત્તાદાન-ચોરી છે, તેથી વિરમવું તે અસ્તેય. મનવચન-કાયાથી અબ્રહ્મચર્યનું વર્જન તે ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત. અબ્રહ્મમાં-અનાત્મરૂપ પરવસ્તુમાં વિચરવારૂપ અબ્રહ્મચર્ય
Page #134
--------------------------------------------------------------------------
________________
પંચ મહાવત વિશે વિચાર
૧૧૩
વ્યભિચાર છોડી, બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય. ધન, ધાન્ય, ગૃહ, પુત્ર આદિ સર્વ સચિત્ત અચિત્ત પરિગ્રહથી વિરામ પામવું, કોઈ પણ પોતાની માલીકીની વસ્તુ ન હોવી એવું અકિંચનપણું ધારવું તે પાંચમું અપરિગ્રહ મહાવ્રત. ભાવથી તો મિથ્યાત્વ, વેદ, (કામેચ્છા) કષાય, નોકષાય એ ચૌદ આવ્યંતર પરિગ્રહનો પરિત્યાગ કરી, આત્મા સિવાયની પરમાણુ માત્ર પણ પરવસ્તુ પ્રત્યે મૂચ્છ-મમત્વ ન ધરવું તે અપરિગ્રહ. આવી જેની અપરિગ્રહભાવના હોય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠો કરે? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આ પ્રકારે પાંચે વ્રતોના દ્રવ્ય-ભાવ પ્રકારોનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે.
આ અહિંસાદિ વ્રતોની સંકલના અદ્ભુત છે: સ્વાર્થી મનુષ્ય સાંસારિક લોભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે– માને છે, એટલે પછી તે લેવા-અપહરવા-ચોરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેનો ગાઢ સંશ્લેષ-સંસર્ગ કરે છે, અને તેવા ગાઢ પરિચયથી તેના પ્રત્યે તેને મૂચ્છભાવ, મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પરપરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માર્થી મુમુક્ષુ જીવ તેવા હિંસાદિ કરતો નથી, પણ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચોરીથી, કે પરપ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમત્વરૂપ પરિગ્રહભાવથી તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતો નથી. કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હોઈ તેનું પાલન થતાં અહિંસાનું પણ પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે.
- હિંસાદિથી વિરમણરૂપ વિરતિ વા ઉપરમ કહો કે અહિંસાદિ વ્રત વા યમ કહો, બન્નેનો પરમાર્થ એક જ છે ને એકબીજાના પૂરક છે: પરભાવનું પ્રત્યાખ્યાન તે વિરતિ ને આત્મભાવમાં વર્તવાની પ્રતિજ્ઞા તે વ્રત. પરરૂપથી વિરમણ તે ઉપરમ ને સ્વરૂપમાં સંયમન તે યમ. આ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રશાવબોધ મોક્ષમાળા
અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના શુદ્ધિની તરતમતાના કારણે ચાર ચાર પ્રકાર છે: ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયમ તે અહિંસાદિ યોગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે. પ્રવૃત્તિયમ તે માર્ગે સંચરવારૂપ-ગમનરૂપ છે. સ્થિરયમ તે માર્ગે નિરતિચાર નિર્વિન ગમનરૂપ-અત્યંત સ્થિરતારૂપ છે. અને સિદ્ધિયમ તે માર્ગના અંતિમ ધ્યેયને પામી પરોપકાર કરવારૂપ છે. ઇચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતો જાય છે, તેમ તેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડતો જાય છે, ક્ષયોપશમબલ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે.
આ જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેમાં ઉત્કૃષ્ટ કોટિનું યમપાલન સમાઈ જાય છે. કારણકે ત્યારે આત્મા દ્રવ્યભાવથી પૂર્ણ અહિંસામય બને છે; અને સમસ્ત પરભાવ-વિભાવથી વિરામ પામી, આ આત્મારામી યોગી શુદ્ધ સ્વભાવમાં આરામ કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપપદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, ને તેનું નામ જ પરમ અપરિગ્રહ. (વસંતતિલકા) આત્મસ્વભાવ ન કદાપિ હણે વિભાવે,
આત્મા શિવાય પર ભાવ સ્વ જે ન ભાવે; ચોરે ન, ભોગ ન રમે, મમતા વમે છે, તે આત્મરામી મુનિને જન સૌ નમે છે.
शिक्षापाठ ४४ : देशबोध } भाग १
અહિંસાદિ પંચ મહાવ્રતરૂપ સર્વવિરતિ ધર્મ ધારણ કરવા જે અસમર્થ હોય, તે અન્ય સાધક મુમુક્ષુઓને દેશથી પણ તે અહિંસાદિનું યથાશક્તિ પાલન કરવાનો જ્ઞાની પુરુષોએ બોધ કર્યો છે. અનાગાર એવા સાધુધર્મમાં, હિંસાદિથી મન-વચન-કાયાથી ને કુત-કારિત-અનુમોદિતથી
Page #136
--------------------------------------------------------------------------
________________
દેશબોધ- ભાગ ૧
૧૧૫
એમ નવ પ્રકારથી સર્વથા નિવર્તવાનું કહ્યું છે. તેમાંથી જેટલા જેટલા પ્રકારે ને જેટલા જેટલા અંશે નિવર્તવાનું બને, તેટલા તેટલા પ્રકારે ને તેટલા તેટલા અંશે નિવર્તવાનું સાગાર એવા ગૃહસ્થધર્મમાં ઉપદેશ્ય છે. કારણકે પંચ મહાવ્રતનો મેરુ સમો મહાભાર ધારણ કરવાનું સામર્થ્ય કાંઈ બધામાં હોતું નથી. એટલે ગૃહસ્થ ધર્મના સમ્યક અભ્યાસથી પણ જીવને સન્માર્ગશ્રેણીએ ચઢાવવાનો દેશબોધ નિષ્કારણ કરૂણાશીલ જ્ઞાની પુરુષોએ કર્યો છે. અત્રે ગૃહપતિ પુત્રના મોક્ષનું દષ્ટાંત પ્રસિદ્ધ છે : કોઈ એક નગરમાં એક ગૃહસ્થના છ પુત્રોને રાજાએ કોઈ અપરાધ બદલ દેહાંતદંડની શિક્ષા કરી. ત્યારે તે ગૃહસ્થ રાજાને કરગરી કરગરીને તે પુત્રોને છોડવાની વિનંતિ કરી. પણ કોપ પામેલા રાજાએ માન્યું નહિ, એટલે તેણે અનુક્રમે પાંચને, ચારને, ત્રણ ને, બેને, ને છેવટે એક જ્યેષ્ઠ પુત્રને છોડવાની આજીજી કરી. ત્યારે પાસે રહેલા અમાત્યમહાજનાદિના અનુરોધથી જરાક પીગળીને રાજાએ એક જ્યેષ્ઠ પુત્રને છોડ્યો. આ દષ્ટાંતનો ઉપનય આ છે: સંસારરૂપ નગરમાં ગૃહસ્થરૂપ રાજા છે. ગુરુરૂપ શ્રેષ્ઠી છે ને ષજીવનિકાયરૂપ તેના છ પુત્રો છે. જેમ એક જ્યેષ્ઠ પુત્રને છોડાવતાં તે પિતાની શેષ પુત્રના વધમાં અનુમતિ નથી, તેમ જ્યેષ્ઠ પુત્ર સમા ત્રસકાયને છોડાવતાં ગુરુની પણ શેષ કાયના વધમાં અનુમતિ નથી. કારણકે દેશબોધ કરતા પરમ કૃપાળુ જ્ઞાનીનો આશય તો જીવને જેટલા બને તેટલા હિંસાદિ છોડાવવાનો જ છે.
એથી જ તેઓ બોધે છે કે-અહો મુમુક્ષુ! જો તમારાથી એકેન્દ્રિય સ્થાવરની હિંસા ન છોડી શકાતી હોય, તો ત્રસ જીવની હિંસા તો છોડો. અને સ્થાવરની હિંસા પણ યતના રાખી જેમ બને તેમ ઓછી થાય એવો સતત લક્ષ રાખો. તેમજ નિમ્પ્રયોજન હિંસાથી તથા કષાયાદિવર્ધક કાર્યરૂપ અનર્થદંડથી વિરામ પામો; અને હિંસાના આયતનરૂપ ભોગોપભોગ પદાર્થનું પ્રમાણ પણ જેમ બને તેમ ઓછું ને નિયત થાય તેમ કરો. રાત્રીભોજનનો ત્યાગ કરો ને મહા હિંસામય મધમાંસાદિ અભક્ષ્ય-અનંતકાયાદિનું સેવન મ કરો. ભોગોપલોગ સાધન માત્ર સાવઘ વચન છોડવા અસમર્થ હો, તો શેષ સમસ્ત અનંત વચન તો સદાયને માટે છોડો. સૂક્ષ્મ અદત્તાદાન ન છોડી શકતા હો, તો
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પરપ્રાણહરણ સમા પરધનહરણરૂપ બીજા બધા અદત્તાદાન તો છોડી ઘો ને અનીતિ ત્યજી ન્યાયનીતિ અનુસાર સર્વ પ્રમાણિક વ્યવહાર આચરો. મોહવશપણાને લીધે તમે નિજ કલત્રમાત્ર પરિહરવા અસમર્થ હો, તો નિશેષ શેષ સ્ત્રી પ્રત્યે મા-બ્લેનની દષ્ટિ રાખી મનસા વીસા કર્મા પરસ્ત્રીગમનનો ત્યાગ કરો. જો તમે સર્વથા પરિગ્રહ ત્યાગી શકો એમ ન હો, જેમ બને તમે બાહ્ય પરિગ્રહનું પ્રમાણ ઓછું કરતા જાઓ; અને સાથે સાથે વિષયકષાયાદિ અંતરંગ પરિગ્રહની પણ જેટલી બને તેટલી ક્ષીણતા કરતા જાઓ. આમ અહો ભવ્યજનો! દેશથી પણ આ અહિંસાદિ યથાશક્તિ પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરો; અને સર્વથી આ અહિંસાદિ પાલન કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ? એમ સર્વવિરતિ પ્રત્યે સદા ભાવ પ્રતિબંધ રાખો. આ સર્વવિરતિ ધર્મની વાનકીરૂપ શિક્ષા પામવા માટે સમતાભાવરૂપ સામાયિકનો, આત્મધર્મની પુષ્ટિરૂપ પૌષધોપવાસનો, અને અતિથિસંવિભાગ તથા ગૃહસ્થ યોગ્ય પ્રતિમા આદિનો અભ્યાસ કરો. અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, અને માધ્યસ્થ એ ચાર પ્રશસ્ત ભાવનાથી ચિત્તને સુવાસિત કરી, અનિત્યાદિ દ્વાદશ ભાવનાઓના ભાવનથી વૈરાગ્ય-ઉપશમની નિરંતર વૃદ્ધિ કરો! (દોહરા) સર્વથા પાળી શકે ન તે, પાળો દેશથી ધર્મ;
વૈરાગ્ય ઉપશમ વૃદ્ધિથી, કરો નિત્ય સત્કર્મ.
शिक्षापाठ ४५ : देशबोध } भाग २
સાધક જન તો તેને કહિયે
વૈષ્ણવ જન તો તેને કહિયે”—એ રાગ. સાધક જન તો તેને કહિયે, ચિત્ત શુદ્ધ જે ધારે રે; સત્ય પ્રમાણિક જીવન ગાળે, ન્યાય નીતિ અનુસાર રે ... સા૧
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્ત યોગ
૧૧૭.
ભૂત માત્રમાં મૈત્રી ધરાવે, ગુણ ભાળી આનંદે રે; પરનું દુ:ખ પોતાનું માની, પરદુ:ખે અનુકંપે રે ... સા. ૨ પરસ્ત્રી પ્રત્યે માત બહેન ને, પુત્રી દષ્ટિ રાખે રે; સ્વપ્ન પણ ભૂભંગ ન જેનો, વિકારરેખા દાખે રે ... સા૩ દીન દુ:ખી સેવાના કાર્યું, હાય કરે વણ માગ્યું રે; પરોપકાર કરણનું જેને, વ્યસન વસમું લાગ્યું રે ... સા. ૪ આત્મ સમા સહુ જીવ માનીને, સાધર્મિક નિજ જાણેરે; તન મન ધનથી સાર કરતો, વત્સલતા ખૂબ આણે રે .. સા. ૫ સપ્ત વ્યસનને દૂર કરતો, ભક્ષ્યાભઢ્ય સંભાળે રે; દ્રવ્યભાવથી શૌચ ચરતો, સદાચાર શુભ પાળે રે ... સા. ૬ નિત નિત નિર્મળ રત્નત્રયીનું, ભૂષણ ધરતો અંગે રે; શમ સંવેગાદિ ગુણવંતો, વૈરાગી અંતરંગે રે ... સા. ૭ રહ્યો સંસારે પણ સંસારી, રંગે નવ લેપાયે રે; જલમાં કમલ રહ્યું છે તોયે, જલનો સંગ ન થાયે રે .... સા. ૮ શ્રદ્ધાનું બખ્તર દઢ હેરી, ઢાલ વિવેકની ધારી રે; ભક્તિ અસિથી દાસ ભગવાને, મોહમંડલી મારી રે ... સા. ૯
शिक्षापाठ ४६ : प्रशस्त योग દેશથી કે સર્વથી શુદ્ધ ધર્મનું પાલન કરવું તે મોક્ષસાધક યોગ છે; અને સ્વરૂપલક્ષ્યવાળા તે પ્રત્યેક યોગને જ્ઞાનીઓએ પ્રશંસેલો છે. કારણ કે ધર્મ એટલે આત્મસ્વભાવ અને આ આત્મસ્વભાવ સાથે મુંજન થવું તે જ યોગ. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપનું અનુસંધાન પામે, એવો સ્વરૂપલક્ષ્યવાળો પ્રત્યેક પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે જ્ઞાનીઓએ પ્રશંસેલો પ્રશસ્ત યોગ છે. અથવા સ્વરૂપના લક્ષ્યપૂર્વક મન-વચન-કાયાના યોગનો સદ્ભક્તિ આદિમાં શુભ પ્રયોગ કરવો, તે પણ પ્રશસ્ત યોગ છે. કારણકે જેણે આત્મસ્વરૂપ યુજનરૂપ યોગની સિદ્ધિ કરી છે, એવા સત્ યોગીઓ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અને સત્યોગસાધન પ્રત્યે ભક્તિયુક્ત મન-વચન-કાયાના પ્રશસ્ત યોગ, આત્માને સ્વરૂપાનુસંધાન યોગના કારણભૂત થાય છે. એટલા માટે જ પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, સકૃતભક્તિ આદિને ઉત્તમ યોગબીજ કહ્યા છે,–કે જે નિર્વાણના અવંધ્ય–અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમોઘ યોગબીજ અંકુરિત થઈ, અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ ફલ આપે જ છે.
અને પ્રશસ્ત યોગરૂપ આ યોગબીજમાં સૌથી પ્રથમ ને સૌથી પ્રધાન એવું પરમ યોગબીજ, પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી વીતરાગદેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ કરવા તે અનુત્તમ યોગબીજ છે.” (શ્રી યોગદષ્ટિસમુચ્ચય). અત્રે સંશુદ્ધ ભક્તિને જ યોગબીજ કહ્યું છે, નહિ કે અસંશુદ્ધને. લોકોત્તર એવા આ જિનદેવને ઘણા જીવો તેમનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લોક-પરલોક સંબંધી લૌકિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા કોંધમાન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી; અને તે યોગબીજ નથી. શુદ્ધ સેવા તો પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, ક્રોધાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિતપણે અને આલોકપરલોક સંબંધી ફલકામના રહિતપણે કરવામાં આવે તો જ થાય. એટલે આખા જગત કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણવિશિષ્ટ છે, એવા આ મહા મહિમાવાન પરમ જગદ્ગુરુ ‘અતિ’ પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવનામાં શુદ્ધ નિષ્કામ ભાવે મન-વચન-કાયાથી લીન થઈ જવું, આવી જે સંશુદ્ધ ભક્તિ તે જ અત્રે પ્રશસ્ત યોગબીજ છે.
જેમ પ્રભુભક્તિ પ્રશસ્ત યોગબીજ છે, તેમ સદ્ગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે. મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે“ભાવયોગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્ત યોગ
તપસ્વી આદિ પ્રત્યે જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ હોવું, તે યોગબીજ છે,-હિ કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે.” અહીં ‘ભાવ' શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂક્યો છે. ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં યોગ પરિણમ્યો હોઈ જે સાચા ભાવયોગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્રોત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વર્તે છે, એવા ખરેખરા ભાવાચાર્યભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય ઉત્તમ પાત્ર છે,-નહિ કે ખોટા રૂપિયા જેવા દ્રવ્યાચાર્ય-દ્રવ્યસાધુ આદિ. એટલે વિચક્ષણ મુમુક્ષુ તો સમ્યક્ પરીક્ષા કરી, જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ દીવો પ્રગટયો છે, એવા જાગતી જ્યોત જેવા સાક્ષાત્ યોગીસ્વરૂપ ભાવાચાર્યાદિ પ્રત્યે મન-વચન-કાયાથી સંશુદ્ધ સેવાભક્તિ આદરે છે. તેનો આત્મા સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે. તેનો મનોયોગ તે સત્પુરુષના ગુણચિંતનમાં રમે છે. તેના વચનયોગને તે સત્પુરુષનું ગુણસ્તવન ગમે છે. તેનો કાયયોગ તે સત્પુરુષના ચરણે નમે છે. તેના સમસ્ત આત્મપ્રદેશ તે સત્પુરુષ પ્રત્યે પરિણમન-પરિનમન કરે છે. આમ તે સત્પુરુષ પ્રત્યેની ભક્તિક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. અને તે નિજ આત્માનું નૈવેદ્ય ધરી ભાવે છે કે ‘શું પ્રભુચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વરતું ચરણાધીન.’
૧૧૯
આ ભક્તિ ઉપર શાસ્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂક્યો છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ અને સશ્રુતભક્તિ એ યોગમાર્ગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય સદેવ આદર્શસ્થાને હોઈ, જીવને ઇષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્ગુરુ, મોક્ષમાર્ગરૂપ સન્માર્ગના પરમ સાધક સાધુચરિત સત્પુરુષ સાક્ષાત્ જીવતા જાગતા જોગી હોઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાબળ આપે છે; અને તથારૂપ સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સત્શાસ્ત્ર પણ પરમ અવલંબનરૂપ બની, આત્માર્થી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીવની નિર્મલ ચિત્તભૂમિમાં રોપાયેલા આ પ્રશસ્ત યોગબીજ,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રશાવબોધ મોક્ષમાળા
સંવેગ-વૈરાગ્ય જલથી અભિસિંચિત થઈ, અનુકમે વિકાસ પામી, અનુપમ મોક્ષફળ આપે છે. (દોહરા) આત્મસ્વભાવ પ્રયુંજતો, ધર્મ જ યોગ પ્રશસ્ત;
સતુભક્તિ વૈરાગ્ય એ, યોગબીજ સુપ્રશસ્ત.
शिक्षापाठ ४७ : सरलपणुं પ્રશસ્ત યોગ સરલપણા વિના સંભવતો નથી. જ્યાં લગી જીવમાં સરલપણું આવ્યું નથી, ત્યાંલગી મોક્ષસાધક યોગની વાત પણ આકાશકુસુમવત્ છે. કારણકે મોક્ષમાર્ગ જુ-સરલ છે અને જુનો જ મોક્ષ હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે અસરલનો-વકનો તે સરલ મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ ક્યાંથી હોય? માટે મુમુક્ષુએ તો દ્રવ્યથી અને ભાવથી સરલપણાનો ગુણ અંતરાત્મપરિણામી કરવા યોગ્ય છે.
સરલપણું એટલે મન-વચન-કાયાના યોગનું ઋજુપણું, અકુટિલપણું, અવકપણું. જેવું મનમાં તેવું વચનમાં, ને વચનમાં તેવું આચરણમાં, એવું મન-વચન-કાયાનું નિર્દભ નિષ્કપટ એકવાક્યપણું તે સરલપણું. સરલ પુરુષને તો જેવું છે તેવું હોઠે હોય. “સરલ તણે જે હઈડ આવે, તેહ જણાવે બોલીજી.” અથવા સરલપણું એટલે ‘આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરલપણું.' સરલ જીવ હોય તે કોઈનો પણ કંઈ પણ ગુણ ખુલ્લા દીલ ને મુક્ત કંઠે સ્વીકારે છે; કદી પણ કોઈનો ગુણ છુપાવતો નથી કે ઉપકાર ઓળવતો નથી. અથવા સરલપણું એટલે પ્રજ્ઞાપનીયપણું અર્થાત સુગમતાથી સમજાવી શકાવાપણું. જેના હૃદયમાં કપટરૂપ આંટીઘૂંટી નથી, એવો બાળો ભોળો સરળ જીવ પ્રજ્ઞાપનીય અર્થાત્ સુગમતાથી સમજાવી શકાય એવો અને “વાળ્યો વળે જિમ હેમ” એવો હોય છે. એટલે તેના આત્મામાં ગુણગ્રહણ સરળતાથી થાય છે; ને તે સત્ય વસ્તુનો કે યથાર્થ અર્થનો સ્વીકાર કરવા સદા તત્પર હોય છે. કેશીસ્વામી મોટા હતા, છતાં સાચું
Page #142
--------------------------------------------------------------------------
________________
સરલપણું
સમાતાં તેમણે ગૌતમસ્વામી પાસે સરલતાથી પંચ વ્રતનો સ્વીકાર કર્યો હતો.
૧૨૧
સરલ જીવ અવળાનો પણ સવળો અર્થ કરે છે ને વક્ર જીવ સવળાનો પણ અવળો અર્થ કરે છે. નટડો નાચતા જોવાનો ગુરુએ નિષેધ કર્યો, ત્યાં વક્ર જડ કહે છે-તમે મને નટડીને જોવાનો નિષેધ ક્યાં કર્યો. હતો ? તેમ આ ઉતરતા કાળના લોકોની વક્રતા જડતાની તો અવધિ છે ! પણ સરચિત્ત જીવ તો પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કદી અચકાતો નથી. પોતાની હિમાલય જેવડી ભૂલનો (Himalayan blunder) બાપોકાર જાહેર સ્વીકાર કરનારા મહાત્મા ગાંધીજીનો સરલતા ગુણ પ્રસિદ્ધ છે. તેમજ−‘મહાવીર સ્વામીએ કહ્યું-હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો. તહત્ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા.' કેવી અદ્ભુત સરલતા
,;
ભાવથી તો સ્વરૂપને છોડી આત્માનું ચેતનાવીર્ય પરભાવ અનુગત થઈ વાંકું ચાલે તે વક્રતાની ચાલ અર્થાત્ અસરલપણું છે. મહાત્મા દેવચંદ્રજીએ સાધુપદ સજ્ઝાયમાં કહ્યું છે તેમ “પરભાવાનુગત ચેતના રે, તેહ વક્તા ચાલ. આ વક્રતા ચાલથી આત્મા પરભાવ-વિભાવનો કર્તા બને, તે આત્માનું વક્રપણું અથવા અસરલપણું છે. આવું પરભાવ પ્રત્યેનું વક્ર ગમન ન કરતાં, આત્મા નિજ સ્વભાવને જ અનુસરી તેનો જ કર્તા ભોક્તા થાય તે સરલપણું.
આ પારર્થિક ભાવ સરલપણું સમજવા માટે યોગાવંચક, ક્રિયાવંચક અને લાવંચકનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. આ અવંચક ત્રિપુટીને બાણની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગોપાંગ ઘટે છે. શુદ્ધ આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ને ફળ અવંચક હોય, અવશ્ય પોતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે. પણ સ્વરૂપ-લક્ષ્યને ચૂકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ને ફલ પંચક હોય, સાધ્ય લક્ષ્યને ન સાધે. આમ આત્માનું સ્વરૂપ લક્ષ્ય ચૂકી જવારૂપ વંચકપણું-વક્રપણું તે જ વંચક યોગ છે; પરભાવ અનુગત ક્રિયારૂપ વક્ર .ગમન તે જ વંચક ક્રિયા છે; અને તેથી પ્રાપ્ત થતું
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પરભાવપ્રત્યયી સંસારફલ તે જ વંચક લ છે. આથી ઉલટું સ્વરૂપલક્ષ્ય ન ચૂકતાં સ્વરૂપલક્ષ્ય તાકવું તે અવચંક યોગ, સ્વરૂપલક્ષ્યના અનુસંધાનવાળી ક્રિયા તે અવંચક ક્રિયા, અને તેથી સાનુબંધ પ્રાપ્ત થતું સ્વરૂપપ્રત્યયી ફળ તે અવંચક ફળ. અર્થાત્ સ્વરૂપ ઓળખવું તે યોગાવંચક, સ્વરૂપ સાધવું તે ક્રિયાવંચક, ને સ્વરૂપ પામવું તે ફલાવંચક. આ અવંચક ત્રયી એ જ પરમાર્થથી સરલપણું છે.
૧૨૨
તેમાં યોગ અવંચક (સરલ) હોય અર્થાત્ સ્વરૂપલક્ષ્યનું અનુસંધાન હોય, તો જ પછી ક્રિયા અને ફલ પણ અવંચક હોય છે, નહિ તો વંચક હોય છે. કારણકે સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ યોગથી પ્રાપ્ત થતો આ સક્લ જોગજીવનરૂપ યોગાવંચક યોગ જીવનું આખું
જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવના સમસ્ત સાધન આત્મબાધક બની બંધનરૂપ થતા હતા, તે હવે સ્વરૂપલક્ષી થયા પછી આત્મસાધક બની સત્ય સાધનરૂપ થાય છે. પ્રથમ જે સ્વરૂપ લક્ષ વિના ષટ્કારક ચક્ર આત્મવિમુખપણે વક્ર ઊલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, તે હવે સંવર-નિર્જરારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત યોગ-ક્રિયાદિ સ્વરૂપલક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઈ, વંગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપલક્ષ્યને સાંધી, સીધા સરલ ચાલી, અવંકગામી થઈ, અવંચક-સરલ થઈને પ્રવર્તે છે. અને એટલે જ પછી આ સરલાત્મા મુમુક્ષુ જીવ નિરંતર આત્મસ્વભાવ અનુગતપણારૂપ ૠજુતામાંસરલતામાં રમે છે ને અનાદિ ઉપાધિને વમે છે. “તે માટે મુનિ ૠજુતાએ રમે રે, વમે અનાદિ ઉપાધિ.’
(દોહરા) માર્ગ ૠજુ છે મોક્ષનો, મોક્ષ જુનો હોય; મુમુક્ષુજન ૠજુ સદા, સરલપણાથી સ્નોય. સ્વરૂપલક્ષ્યના યોગથી, યોગ અવંચક ધાર; સ્વરૂપાનુગત ફલ ક્રિયા, સરલપણું તે સાર.
Page #144
--------------------------------------------------------------------------
________________
નિરભિમાનપણું.
૧૨૩
शिक्षापाठ ४८ : निरभिमानपणुं આત્મામાં આત્મબુદ્ધિરૂપ પારમાર્થિક સરલપણું જેને ઉપજ્યું છે, તે સરલાત્મા પરભાવમાં અહંબુદ્ધિરૂપ અભિમાન કેમ ધરે? આ દેહ તે હું નથી એમ દેહ સંબંધી અહંકાર પણ જેને નિવૃત્ત થયો છે, તે દેહાશ્રિત અન્ય ભાવનું અભિમાન કેમ કરે? કારણકે “અહંકાર તો ઝેર ઝેર ને ઝેર જ છે,’ એમ જેણે પ્રગટ જાણ્યું છે એવા તે ભાવે છે કે–અભિમાન એ આત્માનો મોટામાં મોટો શત્રુ છે. અભિમાન એ આત્માની પ્રગતિને અવરોધનાર મોટામાં મોટો કોટ ને મોટામાં મોટો પ્રતિબંધ છે. મહાતપસ્વી બાહુબલિજીને કૈવલ્યદશા પામતાં અટકાવનાર આ અભિમાન જ હતું; આ અભિમાન ગજેન્દ્રથી નીચે ઉતર્યા કે તત્કાણ જ કેવળજ્ઞાન પામ્યા. “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જિમ શ્વાન તાણે,”—એવા પરભાવના કર્તુત્વઅહંકારરૂપ અજ્ઞાનથી જ આ જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણદુ:ખ પામે છે. આ મારો આત્મા જે નિજ ભાન વિના અનંત કાળથી આથડડ્યો, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા ન્હોતા અને મારું અભિમાન મૂક્યું ન્હોતું એ છે. ‘સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.' તો હવે પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિ એવું, તો હજુ પણ હારે તે ને તે જ ભવદુ:ખ સહેવાનો વારો આવશે. માટે હું અભિમાન છોડી પરમ વિનયમાર્ગનું જ અનુસરણ કરૂં. કારણકે દીનતા-લઘુતા યુકત વિનય વિના ‘વિનય' અર્થાત્ આત્મવિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી; વિનયથી જ વિનયની-આત્મવિદ્યાની પ્રાપ્તિ હોય છે. એવી વિનયાન્વત ભાવનાથી નમ્ર બનેલા આ સંતજનો અભિમાનનો હાલાહલ ઝેરની જેમ ત્યાગ કરે છે. ફળથી તાડ ભલે અક્કડ બને, પણ આમ્ર તો નમ્ર બને છે; તેમ કોઈ પ્રકારની સફળતાથી અભિમાની ભલે અક્કડ બને, પણ સંતજનો તો ઉલટા વિનમ્ર બને છે. વર્ષાઋતુમાં જલલાભથી નદી ભલે ઉછાળા મારે, પણ સાગર તો ગંભીરપણું જ ધારે; તેમ પરવસ્તુના તુચ્છ લાભથી છીછરા પામર જનો ભલે ગર્વથી છલકાય, પણ સાગરવરગંભીરા સંતજનો ન મલકાય.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કવિચત્ પોતાના કોઈપણ પ્રકારના ક્ષયોપશમ આદિનું સૂક્ષ્મ અભિમાન પણ દેખા દે, તો આ સંતજનો તેને હાલાહલ વિષ જાણી તત્ક્ષણ જ દાબી દે છે, ને ચિંતવે છે કે-હે જીવ! તું પ્રભુતા (ગુરુતા) છોડી લઘુતા ધારણ કર! કારણકે “લઘુતામેં પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર.” વળી તું વિચાર કે આ વિશાળ જનસાગર છે, તેમાં હું તો માત્ર માનવ બુબુંદ છું. આ અનંત વિશ્વસિન્ધુના અનંતાનંતમા બિન્દુમાં પણ નહિ છતાં, આ અજ્ઞાન જીવનો અભિમાન સિન્ધુ કેટલો ? આ અભિમાન સિન્ધુને બિન્દુમાં (શૂન્યમાં) પલટાવું તો જ વિશ્વવ્યાપક જ્ઞાનસિન્ધુ ઉલ્લસે ! માટે હવે હું તો પરભાવમાં અહંભાવથી ઉપજતા અષ્ટ મદના ત્યાગની આવી ભાવના ΟΥ ભાવીશ :
હે જીવ! આ સંસારમાં ચારે ગતિને વિષે તું પુન: પુન: હીનઉત્તમ-મધ્યમ જાતિપણું પામ્યો છે, તો આ જાતિમદ શ્યો? કોની કઈ જાતિ શાશ્વતી છે? (પ્રશમતિ) એમ સમજી તું ત્હારી શુદ્ધ ચૈતન્ય જાતિને સંભાર! ઉચ્ચ કુલમાં જન્મેલા પણ નીચ લક્ષણવાળા હોય છે ને નીચ કુલમાં જન્મેલા પણ ઉચ્ચ લક્ષણવાળા હોય છે, અને સુશીલપણું એ જ સાચું કુલીનપણું છે, તો પછી કુલમદ શેનો ? એમ જાણી હે ચેતન! તું સુશીલ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ ત્હારા મૂલ આત્મ-કુલધર્મને ભજ! મલમૂત્ર, હાડમાંસ ને રુધિરથી ભરેલી જે ચામડાની કોથળી ત્વચાથી મઢેલી છે ત્યાંલગી જ રૂડીરૂપાળી લાગે છે, તે આ અશુચિ કાયાના રૂપનો મદ શો? એમ વિચારી દ્ઘારા શુચિ આત્મસ્વરૂપને નિહાળ! ચયાપચયક ને રોગ-જરાનું નિવાસધામ એવું આ બળવાન શરીર પણ ક્ષણવારમાં નિર્બલ ને શિથિલ થઈ પડે છે, અને બળવાન કાળ આગળ કોઈનું પણ કંઈ પણ બળ ચાલતું નથી, તો પછી બલનો મદ કોણ કરે? એમ ભાવી તું નિર્બલના બલરૂપ આત્મારામી પ્રભુનું સ્મરણ કર! લાભ-અલાભ એ કર્મને આધીન છે, ત્યાં કવિચત કંઈ તુચ્છ લાભ મળ્યો, તો તેનો મદ શો? એમ ચિંતવી હે જીવ! તું પરમ આત્મલાભની ચિંતા કર! શ્વાનની જેમ બીજાના ચાટુકર્મથી જે જનપ્રિયપણું પમાય, તેનો મદ શો? એમ વિમાસી તું આનંદઘન
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૫
બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું પ્રભુનું ચિત્ત પ્રસન્નતારૂપ પ્રિયપણું પ્રાપ્ત થાય એવો ઉપાય કર! ત્રિપદી માત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા મહાબુદ્ધિનિધાન મહાત્માઓ પૂર્વે થઈ ગયા છે, ત્યાં મારા જેવા બુદ્ધિવૈભવવિહીન મંદમતિને મદનું સ્થાન ક્યાં છે? એમ ભાવી છે જીવ! તું સબુદ્ધિના ઘરમાં આવ! પૂર્વ પુરુષસિંહોનો અનંત સાગર જેવો જ્ઞાનાતિશય સાંભળીએ છીએ, ત્યારે બિન્દુ જેવા પણ નહિ એવા અલ્પ જ્ઞાનથી આગમધર શ્રતધર કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ શ્રતમદનો અવકાશ નથી, તો પછી મારા જેવા અલ્પકૃતનું તો પૂછવું જ શું? વળી આ શ્રુતજ્ઞાન છે તે તો મદને હરનારું છે, તે મદ કરનારૂં થાય, તો તો તરવાનું સાધન બૂડવાનું સાધન બને એ કેમ કામ આવે? એમ સમજી હે જીવ! તું પરભાવપ્રત્યયી સર્વ મદસ્થાનોનો ત્યાગ કરી નિરભિમાનપણું ભજ! ને સદગુરુ સમીપે શ્રત કરેલા આત્મધર્મમાં લીન થા! (ત્રોટક) રઝળ્યો જીવ કાળ અનંત નથી,
નિજ ભાન વિના અભિમાન થકી; અભિમાન હલાહલ ઝેર ગણી, ન જ દષ્ટિ કરો મદસ્થાન ભણી.
शिक्षापाठ ४९ : ब्रह्मचर्य- सर्वोत्कृष्टपणुं
પરભાવમાં અહંકાર છૂટવારૂપ નિરભિમાનપણું વર્તે, તો જ બ્રહ્મમાં-આત્મસ્વરૂપમાં ચર્યારૂપ “બ્રહ્મચર્ય પામે. બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. કારણકે અબ્રહ્મમાં-અનાત્મમાં વિચરવું તે વ્યભિચારરૂપ અબ્રહ્મચર્ય અથવા પરવસ્તુના સંશ્લેષરૂપ દ્વત છે; આ પરવસ્તુમાં વિચરવારૂપ અબ્રહ્મચર્ય ત્યજી, અતિ એવા શુદ્ધ આત્મામાં રમવું તે ભાવબ્રમ્હચર્ય છે. આવું ભાવબ્રહ્મચર્ય એ જ સર્વ યોગસાધનનું અંતિમ ધ્યેય હોવાથી તેનું સર્વોત્કૃષ્ટપણું પ્રગટ છે. પણ આવું
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રશાવબોધ મોક્ષમાળા
સ્વરૂપરમાણતારૂપ ભાવબ્રહ્મચર્ય પ્રગટવા માટે પણ દ્રવ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી સાધન છે. અર્થાત્ મન-વચન-કાયાથી અબ્રહ્મચર્યનું વર્જન કરી, દ્રવ્યબ્રહ્મચર્યનું અખંડ સેવન કરવામાં આવે, તો જ આત્મા સ્વરૂપ રમણતારૂપ ભાવબ્રહ્મચર્યનું યોગ્ય પાત્ર બની શકે. ‘પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.’ આમ સર્વોત્કૃષ્ટ ભાવબ્રહ્મચર્યનું પરમ ઉપકારી કારણ હોવાથી આ દ્રવ્યબ્રહ્મચર્યનું પણ સર્વોત્કૃષ્ટપણું છે. અને આમ દ્રવ્યથી અને ભાવથી આ બ્રહ્મચર્યનું સ્થાન સર્વ યોગસાધનોમાં શ્રેષ્ઠ છે.
બ્રહ્મચર્ય એ મોક્ષમાર્ગની યોગ્યતા પામવા માટેનું સર્વોત્કૃષ્ટ સાધન છે. “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે.” જ્ઞાનીના આ પરમ અર્થગંભીર વચન અક્ષરે અક્ષર પરમ સત્ય છે. કારણકે બ્રહ્મચર્ય એ સર્વ ચારિત્રનો મૂળ આધારસ્તંભ છે. પંચ મહાવ્રતમાં આ વ્રતનો ભંગ થતાં સર્વ વ્રતનો ભંગ થાય છે અને મૂલછઘ પ્રાયશ્ચિત લાગે છે. ઇંદ્રિયોમાં જેમ રસનેંદ્રિય દુર્જે છે, તેમ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત દુર્જેય છે. આવા દુર્જય બ્રહ્મચર્યવ્રતનો જય કરે તે દુષ્કરકારીને પછી અન્ય વ્રતોનું પાલન સાવ સુગમ થઈ પડે છે અને તેને સર્વ ચારિત્ર વશીભૂત થાય છે. જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને અંગજાડચ, આલસ્ય, શિથિલતા, સત્વહીનતા, નિરુત્સાહ આદિ પ્રમાદચિન્હો ઉપજતા નથી; પણ અંગમાં ચેતનવંતી સ્કૂર્તિ, ઉત્સાહ, સત્ત્વશીલતા આદિ સ્કુરે છે; અને રાગ-દ્વેષ- મોહ આદિ આત્યંતર પ્રમાદ દોષ ટળી, આત્મા સ્વરૂપમાં સ્થિતિરૂપ અપ્રમત્ત દશાને પામે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેની પરભાવ પ્રત્યે ગમનરૂપ વ્યભિચારી વૃત્તિ સહેજે દૂર થાય છે; ને આત્મા સ્વરૂપશ્રેણીએ ચઢી, આત્મામાં અખંડ વૃત્તિ વર્તવારૂપ ભાવ બ્રહ્મચર્યને પામે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને આત્મવીર્યની વૃદ્ધિ ને પૌરુષની સ્કૂર્તિ થાય છે, અને તે અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી, મોક્ષ સંબંધી સર્વ સાધનોનો જય સુગમતાથી કરી શકવાને સમર્થ થાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૧૨૭ આવા અદ્ભુત અનુપમ બ્રહ્મચર્યનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે.
આત્મા શક્તિથી-સત્તાથી અનંત વીર્યનો સ્વામી છે. પણ આત્માનું આ શક્તિરૂપ અનંત વીર્ય વ્યક્ત કરવા માટે બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. કારણકે બ્રહ્મચર્યથી તન-મનની શક્તિનો સંચય થાય છે, તન-મનની નીરોગિતા સાંપડે છે, અને આત્મસાધન માટે તન-મનનું અનુકૂળપણું ઉપજે છે. “નાયમાત્મા નદીનેન ન " આ આત્મા બળહીનને પ્રાપ્ત થાય એમ નથી, એ સૂત્ર અત્રે સ્મરણમાં રાખવા યોગ્ય છે. આત્મબલ વિના આત્મા સાંપડતો નથી. આત્મબલનો આધાર મનોબલ પર છે, મનોબલનો આધાર શરીરબલ પર છે, ને શરીરબલનો આધાર બ્રહ્મચર્ય પર છે. કારણકે શુક્ર એ શરીરનો રાજા હોઈ શરીરના સત્ત્વનું સત્ત્વ છે, અને તે શરીરના સર્વ યંત્રોને બળ-વેગ આપનારી શકિત છે. તે જો અધોરેતા બની સંક્ષય પામે, તો અનુક્રમે શરીરયંત્રના સર્વ ચક્રો શિથિલ ને નિર્બળ બની નિસ્તેજ થાય છે, અને મને પણ ઉત્તરોત્તર અદઢ અને અસ્થિર થઈ ચેતનવીર્ય પણ મંદ બને છે. પરંતુ તે જો ઊર્ધ્વરેતા બની, શરીરમાં વ્યાપક થઈ પચીને સંચય પામે, તો શરીરના અંગેઅંગ પુષ્ટ થઈ ઓજસથી દીપે છે, ને મન પણ સુદઢ ને સ્થિર થઈ આત્મવીર્ય વધે છે.
આમ આત્માની સત્તાગત અનંત શક્તિ વ્યક્ત કરવા અપૂર્વ પુરુષાર્થની ફુરણાર્થે બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ ઉપાય છે. જે જે પરમ પુરુષો અનંત શક્તિમાન પ્રગટ પરમાત્મસ્વરૂપને પામ્યા છે, તે દ્રવ્યથી અને ભાવથી આ બ્રહ્મચર્યના સેવન થકી જ; અને બીજા જીવો પણ જે તેમ કરશે, તે પણ તેવા અનંતવીર્ય આત્મસ્વરૂપને પામશે. (દોહરા) બ્રહ્મચર્યથી નિત વધે, તન મન ચેતન વીર્ય;
બ્રહ્મ સ્વરૂપમાં વિચરતો, પ્રગટે અનંતવીર્ય.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પલાવબોધ મોલમાળા
- शिक्षापाठ ५० : दुष्करदुष्करकारी स्थूलभद्रजी
એકદા વિષકાળ આવ્ય સંભૂતિવિજ્ય ગુરુને પ્રણમીને ત્રણ મુનિઓએ આ અભિગ્રહ ગ્રહ્યા: એકે કહ્યું હું સિંહગુહાના દ્વારે કાયોત્સર્ગ કરી ચાતુર્માસ ઉપવાસી થઈને રહીશ. બીજાએ કહ્યું-હું ષ્ટિવિષ સર્પના રાફડા પાસે તેવી ચાતુર્માસ સ્થિતિ કરીશ. ત્રીજાએ કહ્યું-હું કુવાના ભારવટીયા પર ચાતુર્માસ ધ્યાનસ્થ રહીશ. તેઓને ગુરુએ અનુજ્ઞા આપી, ત્યાં તો સ્થૂલભદ્ર મુનિ ગુરુચરણે પ્રણમીને બોલ્યા-કોશા વેશ્યાના ગૃહે જે વિચિત્ર કામચિત્રોવાળી ચિત્રશાળા છે, ત્યાં હું વડુરસ ભોજન કરતો ચાતુર્માસ સ્થિતિ કરીશ. તેને પણ યોગ્ય જણી ગુરુએ અનુમતિ આપી. પછી તે ત્રણે સાધુઓ પ્રતિજ્ઞા પ્રમાણે સ્વ સ્વ સ્થાને ગયા; અને સ્થૂલભદ્ર મુનિ પણ જ્યાં પોતે પૂર્વાશ્રમમાં બાર વર્ષ અપૂર્વ ભોગવિલાસ ભોગવતાં વ્યતીત કર્યા હતા, તે કોશા વેશ્યાના આવાસે હો; ત્યાં કોશાએ અંજલિ જોડી કહ્યું-શી ફરમાશ છે? આ તન, ધન, પરિજન આદિ સર્વ તમારું જ છે. મુનિએ ચાતુર્માસ વસતિ માટે ચિત્રશાળાની યાચના કરી. કોશાએ અનુજ્ઞા આપી, એટલે સ્થૂલભદ્ર મુનિએ તે કામસ્થાનમાં પ્રવેશ કર્યો.
પછી ષડ્રરસ આહારના ભોજન પછી મુનિના ક્ષોભાર્થે કોશા વિશેષ શૃંગાર સજીને આવી. કોઈ ઉત્કૃષ્ટ અપ્સરા જેવી લાગતી તે કામિની તેની આગળમાં બેઠી. અને વારંવાર કામોદ્દીપક હાવભાવ દેખાડતી તે પૂર્વકાળે અનુભવેલ વિવિધ કામક્રીડાનું તેને વારંવાર
સ્મરણ કરાવવા લાગી. જે જે તે મદનમૂર્તિએ ક્ષોભ પમાડવા માટે કર્યું. તે તે આ નિષ્કામી મહામુનિમાં, વજમાં નખવિલેખનની જેમ, ફોગટ ગયું. જેમ જેમ તે ઉપસર્ગ કરતી ગઈ, તેમ તેમ આ આત્મારામી મુનિનો ધ્યાનઅગ્નિ ઓર પ્રજ્વલિત થયો. એટલે આ અક્ષોભ્ય મહામુનિના આવા પરમ ઇંદ્રિયજયથી ચમત્કાર પામેલી તે કોશા આત્માને નિન્દતી તેમના ચરણમાં પડી, અને પ્રતિબોધ પામી વેશ્યાપણું છાંડી
વ્રતધારિણી બની.. . કે પછી વર્ષમય વીત્યે તે ત્રણેય સાધુઓ અભિગ્રહ નિર્વાહિત
કરી કેમે કરીને ગુરુ પાસે આવ્યા. તે પ્રત્યેકને અહો દુષ્કરકારક! તને
Page #150
--------------------------------------------------------------------------
________________
દુરદુષ્કરકારી સ્થૂલભદ્રજી
૧૨૯
સ્વાગત છે! એમ કંઈક ઊઠીને ગુરુએ સત્કાર્યા. પછી સ્થૂલભદ્ર મુનિનું આગમન થતાં, ઊઠીને સામા જઈ ગુરુએ કહ્યું-અહો દુષ્કરદુષ્કરકાર મહાત્મન્! તમને સ્વાગત હો! એટલે મત્સર ધરતા તે અન્ય સાધુઓ ચિંતવવા લાગ્યા-અહો! ગુરુનું આ આમંત્રણ ખરેખર! તે મંત્રીનો પુત્ર છે તે કારણે છે. જે તે વરસઆહારથી દુષ્કરદુષ્કરકારી છે, તો આપણે પણ આવતે વર્ષે આ કરી દેખાડશું. એમ મનમાં સંકલ્પ કરી તે મત્સરવંત ઈર્ષાળુ મુનિઓએ આઠ માસ વ્યતીત કર્યા. એટલે સિંહગુહાવાસી સાધુએ ગુરુ પાસે અભિગ્રહ લીધો-હે ભગવન્! હું કોશા વેશ્યાના ગૃહે નિત્ય વરસ આહાર ભોજન કરતો ચાતુર્માસ સ્થિતિ કરીશ. ગુરુએ કહ્યું- હે વત્સ! સ્થૂલભદ્ર જેવો વિરલો મુનિરાજ જ જે દુષ્કરદુષ્કર કરવા સમર્થ છે, તેનું આંધળું અનુકરણ કરી ઝેરનું પારખું લેવા યોગ્ય નથી. આમ ગુરુએ નિષેધ્યા છતાં, આમાં તે શું છે એમ કહી ગુરુઆજ્ઞાને અવગણી, તે વીરંમન્ય મુનિ કામના નિવાસધામ સમી તે વેશ્યાના નિવાસે પહોંચ્યા.
સ્થૂલભદ્રની સ્પર્ધાથી આ તપસ્વી અહીં આવ્યા છે એમ ચતુર કોશાએ તરત સમજી જઈ ઊઠીને નમન કર્યું. મુનિએ વસતિ માટે ચિત્રશાલા યાચી. કોશાએ તે સમર્પ અને મુનિએ ત્યાં પ્રવેશ કર્યો. પછી મધ્યાન્હ જેણે પરસ આહારનું ભોજન કર્યું હતું, એવા તે મુનિની પરીક્ષાર્થે લાવણ્યકોશા પણ ત્યાં આવી પહોંચી. મુનિ તો તેને નીરખીને વારંવાર ક્ષોભ પામી યાચના કરવા લાગ્યા. કોશાએ કહ્યું-ભગવન! અમે તો વેશ્યા છીએ, ધનદાનથી વશ્ય હોઈએ છીએ. મુનિ બોલ્યા-વેળમાં તેલની જેમ અમારી પાસે તે દ્રવ્ય કયાંથી હોય? એટલે વેશ્યાએ તેને ઠેકાણે લાવવાના હેતુથી કહ્યું-નેપાલનો રાજા અપૂર્વ સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો. એટલે નિજ વ્રતમાં સ્કૂલના પામતા મુનિ વર્ષાકાલમાં પણ બાલની જેમ કાદવવાળી ભૂમિ પર ઠેબાં ખાતાં નેપાલ ભણી ચાલ્યા; પછી સજા પાસેથી રત્નકંબલ મેળવી પાછા આવ્યા, અને તે વેશ્યાને આપ્યું. પણ કોશાએ તો તે નિ:શંકપણે ઘરની પાળના પંકમાં ફેંકી દીધું! મુનિ એ કહ્યુ-તે આ મહામૂલ્ય મહામહેનતે મેળવેલું રત્નકંબલ અશુચિ કર્દમમાં કાં ફેંકી દીધું? કોશાએ જવાબ આપ્યો-હે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રશાવબોધ મોક્ષમાળા
મૂઢ! તું કંબલને શોચે છે, પણ અચિંત્ય ચિંતામણિ રત્ન સમા સ્વ આત્માને નરકમાં પડતાં નથી શોચતો! એટલે સંવેગ પામેલા મુનિએ કહ્યું-તે મને ભલી રીતે બોધી ભવસાગરમાં પડતાં બચાવ્યો. હું ગુરુ સમીપે જઈ મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ. વારુ ધર્મલાભ! કોશાએ પણ મિથ્યા દુષ્કૃત કહી ક્ષમા માગી.
પછી તે સાધુએ સંભૂતવિજય ગુરુ પાસે જઈ આજ્ઞાભંગ માટે ક્ષમા યાચી અને કહ્યું-ગુરુદેવ! હું મૂઢ મત્સરને લઈ મહામુનિ સ્થૂલભદ્રજીની સ્પર્ધા કરવા ગયો, પણ કોશાના ઉપદેશથી હું પતન પામતાં માંડમાંડ બચ્યો છું. ક્યાં એ મહાસત્ત્વ સિંહ સમા સ્થૂલભદ્રજી? ને ક્યાં શીયાળ જેવો કાયર હીનસત્વ હું? ખરેખર! દુષ્કરદુષ્કરકારી જે કોઈપણ હોય તો તે આત્મારામી મહાત્મા
સ્થૂલભદ્રજી જ છે. તે મહાબ્રહ્મચારીને નમસ્કાર હો! નમસ્કાર હો! (દોહરા) દુષ્કરદુષ્કરકારી તે, સ્થૂલભદ્રને પ્રણામ;
આત્મારામી જે રહ્યા, કામગૃહે નિષ્કામ.
शिक्षापाठ ५१ : आज्ञा આગલા શિક્ષાપાઠોમાં દયાથી માંડી બ્રહ્મચર્ય પર્વત જે જે સાધનો બતાવ્યો, તે તે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્માર્થના લક્ષપૂર્વક સેવવામાં આવે, તો અવશ્ય મોક્ષસાધક થઈ પડે. પણ આત્માર્થ ભૂલી જો સ્વચ્છેદે કરવામાં આવે, તો તે સાધન પણ બંધન બની ભવઉપાધિ વધારે. “દાન તપ શીલ વ્રત નાથ આપ્યા વિના, થઈ બાધક કરે ભવઉપાધિ.” કારણકે ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ જે જે આજ્ઞા જ્ઞાનીએ કરી છે, તે કેવલ જીવના કલ્યાણ હેતુએ, જેમ આત્માર્થ ઉત્પન્ન થઈ વર્ધમાન થાય ને સુરક્ષિત બને એ પ્રકારે કરી છે. દાખલા તરીકે-પંચમહાવ્રતમાં સર્વ પ્રાણાતિપાતથી નિવૃત્તિની ઉત્સર્ગરૂપ પ્રતિજ્ઞા છતાં, તેના અપવાદરૂપે નદી ઉતરવાની આજ્ઞા ભગવાને કરી
Page #152
--------------------------------------------------------------------------
________________
આશા
૧૩૧
છે; તે ક્ષેત્રપ્રતિબંધ ટાળી સંયમની રક્ષાર્થે કરી છે. પણ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ કહ્યો નથી, કારણકે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહિ. આમ સર્વ ઉત્સર્ગ-અપવાદ આજ્ઞા સંયમનું રક્ષણ થાય તેમ જીવના આત્મહિતાર્થે કહી છે.
સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વ્યાવૃત્ત કરી સ્વભાવમાં આણવો, “સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ જિન ભગવાનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સૂત્રપરમાર્થ છે. વિભાવરૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવરૂપ ધર્મ પમાડવો એ જ જિનપ્રવચનનું મુખ્ય પ્રયોજન છે, એ જ ઉદેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે અને એ જ વત્થસહાવો ધખો વસ્તુનો સ્વભાવ તે ધર્મ એ મહા સૂત્ર પ્રમાણે આત્માનો વાસ્તવિક ધર્મ છે. સમસ્ત દ્વાદશાંગી પણ આ મુખ્ય આજ્ઞા-ધર્મ પ્રવચનના વિવરણરૂપ છે; અને અન્ય સર્વ આજ્ઞા-સાધન પણ આ એક પરમાર્થ આજ્ઞાના યોગક્ષેમાર્ગે છે. આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. X Xઅનંત કાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. માટે ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન હિતકારી છે,'–એમ જાણી સ્વચ્છંદ છોડી આત્માથી જીવે, માબાપ ધુમ્મો મા તવો-આજ્ઞાએ ધર્મને આજ્ઞાએ તપ એ સૂત્ર હૃદયમાં ધારણ કરી, જ્ઞાનીની આજ્ઞાનું અખંડ એકનિષ્ઠ આરાધના કરવા યોગ્ય છે.
અને જે ખરેખરો આત્માર્થી જીવ હોય તે જ આ આજ્ઞાનો અધિકારી છે. આ આજ્ઞાના બે પ્રકાર છે-દ્રવ્ય અને ભાવ. દ્રવ્યના બે અર્થ છે. એક તો તથારૂપ ભાવવિહીન એવું અપ્રધાન દ્રવ્ય; અને બીજું તથારૂપ ભાવનું ઉત્પાદક એવું પ્રધાન દ્રવ્ય. આમાં આત્મભાવના કારણરૂપ પ્રધાન દ્રવ્ય તે જ પ્રશસ્ત હોઈ આત્માથને ઉપકારી છે. આ દ્રવ્ય આજ્ઞાના મુખ્ય અધિકારી તો અપુનબંધકાદિ છે; કારણકે આ લોક-પરલોકની કામનારહિતપણે જે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રશાવબોધ મોક્ષમાળા
કેવલ એક આત્માર્થે જ તાત્ત્વિક સમજણપૂર્વક ધમનુષ્ઠાન કરે છે, એવા આ સાચા આત્માર્થી મુમુક્ષુ આત્માઓ જ, સમદષ્ટિ આદિ ભાવ પામવાની યોગ્યતાવાળા હોવાથી, દ્રવ્યથી જિન આજ્ઞાના અધિકારી છે. અને ભાવઆજ્ઞાના અધિકારી તો તેથી પણ ઉંચી દશાવાળા સમ્યગૃષ્ટિ, ચારિત્રી આદિ જ છે. આ દ્રવ્ય-ભાવ આજ્ઞાના અધિકારીપણાની ઉત્તરોત્તર વૃદ્ધિ પણ જ્ઞાનીની આજ્ઞાના આરાધનથી હોય છે.
આ આજ્ઞાનું આરાધન એ જ જ્ઞાની ભગવાનની મોટામાં મોટી પૂજા-ભકિત-સેવા છે. કોઈ નોકર હોય ને શેઠની આજ્ઞા ન પાળે ને કહે કે હું તેનો સેવક છું, એ કેમ બને? આ તો “ચાકર તેરા, કહ્યા નહિ કરું” એના જેવો ઘાટ થયો! માટે સાચો ભક્ત સેવક તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે; અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્ પુષ્પોથી પ્રભુની પૂજા કરે. કારણકે–‘પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવાં સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે,–જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભકિત છે.’ માટે આત્મકલ્યાણને ઇચ્છનાર મુમુક્ષુએ આજ્ઞાપ્રધાન બની, જ્ઞાનીની મુખ્ય આજ્ઞારૂપ આ સદ્વર્તનનું અર્થાત્ આત્મસ્વભાવરૂપ સત્વશીલનું યથાશક્તિ સેવન કરવું જોઈએ; અને પરભાવ-વિભાવ પ્રત્યે ગમનરૂપ વ્યભિચારથી તે શીલનો ભંગ ન થવા દેતાં, આત્મસ્વભાવમાં રહી અહિંસાદિ સદ્વર્તનમય શીલ પાળવું જોઈ એ. આમ આશ્રવનું નિવારણ ને સંવરનું સેવન કરતો રહી, જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે, તે આત્માર્થી મુમુક્ષુ જીવ પરમ આત્મસમાધિમય પ્રભુનું પરમ પદ પામે છે. “પ્રભુ આણા ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” (દોહરા) આશ્રવ ત્યજી સંવર ભજી, પાળે જિન આજ્ઞા જ;
તે આત્માર્થી મુમુક્ષુ જન, શીઘ લહે શિવરાજ.
Page #154
--------------------------------------------------------------------------
________________
સમાધિ મરણ
૧૩૩
शिक्षापाठ ५२ : समाधि मरण આજ્ઞા આરાધનમાં જે જીવન ગાળે છે, તે અવિરાધક જીવને પ્રાયે સમાધિમરણની પ્રાપ્તિ હોય છે. જ્ઞાનીઓ કહે છે કે એકવાર જે સમાધિમરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળશે.’ મૃત્યુનું આવવું અનિયત છે. તે ગમે ત્યારે, ગમે તેને, ગમે તે અવસ્થામાં, અગમચેતી વિના આવી પડે છે ને વગર નોટિસે આ કાયાની કોટડી ખાલી કરવી પડે છે. માટે જન્મેલાને મૃત્યુ ધ્રુવ છે, નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ એમ જાણી, વિચક્ષણ જનો તેથી નહિ ડરતાં, ગાંસડા પોટલા બાંધી તેનું સામૈયું કરવાને સદા તૈયાર જ રહે છે. ‘વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે.
X X એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે.” શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું માર્મિક વચન છે કે-જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી પલાયન કરી શકે એમ હોય, અથવા હું નહિ જ મરૂં એમ જે જાણતો હોય તે ભલે સુખે સુએ! આનો પરમાર્થ બોધ એ છે કે આત્માર્થીએ પ્રથમથી જ અપ્રમત્ત જીવન ગાળી આત્મસમાધિનો અભ્યાસ કરવા યોગ્ય છે.
જેને દેહાદિમાં દઢ આત્મબુદ્ધિ છે, તે પોતાનો અંતકાળ આવ્યું, મિત્ર-સ્વજનાદિનો વિયોગ થશે એમ દેખી મૃત્યુથી અત્યંત ડરે છે. પણ જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે, તે તો દેહ મરે છે, હું મરતો નથી, હું તો અજર અમર અવિનાશી આત્મા છું, એમ ભાવતો હોઈ મૃત્યુથી લેશ પણ ડરતો નથી, અને તેનું જૂનું વસ્ત્ર બદલાવી નવું વસ્ત્ર ગ્રહવા જેવું લખે છે. આવી સમાધિભાવનાથી દેહાદિનું મમત્વ ત્યજી જે સમત્વ ભજે છે, તેને મૃત્યુ સમયે પણ સમાધિ રહે છે, અને તે મૃત્યુને મહોત્સવ માની આનંદથી ભેટે છે. આ સમાધિમરણની પ્રાપ્તિ અર્થે જ્ઞાની પુરુષોએ આલોચના, ક્ષમાપના, દુષ્કતનિન્દા, સુકૃતપ્રશંસા, પાપસ્થાનક ત્યાગ, વ્રતગ્રહણ, ભાવના, અનશન, ચઉશરણ,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રશાવબોધ મોક્ષમાળા
નવકારસ્મરણ એમ દશવિધ આરાધનાવિધિ પ્રદર્શિત કરેલ છે. તેનું ભાવન કરતાં મુમુક્ષુ આત્મા ભાવે છે કે
હું આ દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચેતનસ્વરૂપ આત્મા છું. આ જ્ઞાનદર્શનમય આત્મા શિવાય બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મારું નથી. અનાત્મીય એવા આ દેહાદિ પરભાવમાં આત્મબુદ્ધિએ કરીને તેના મિથ્યા અહંકાર-મમકારથી હું અનંત જન્મમરણ દુ:ખ પામ્યો; અને આ પરભાવ નિમિત્તે વિભાવ ઉપાધિ ઉત્પન્ન કરી આત્મસમાધિ ભૂલ્યો. આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી, કષાયથી આ ભવ-પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય. તેનો હવે હું પશ્ચાત્તાપ કરી મિથયાદુકૃત માગું છું. મિચ્છામિ તુવતું ! પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનક કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોઘા હોય, તે સર્વ હું ત્રિવિધ ત્રિવિધે વોસરાવું છું; આત્મસાક્ષીએ નિન્દુ છું, સસાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિન્દ્રામિ રિદ્વામિ પાળે વોસિરામિ ! હું સર્વ જીવને ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપો! મહારે સર્વ પ્રાણી સાથે મૈત્રી છે, કોઈ સાથે કંઈ પણ વૈરવિરોધ નથી. નિત્તિ सव्वभूएसु, वेरं मज्झं न केणइ ।
મમતા કરી જે બહુ પ્રકારનો પરિગ્રહ મેં એકત્ર કર્યો, તે કંઈ પણ સાથે લીધા વિના, ભવોભવને વિષે જે જ્યાંનો હતો તે ત્યાં જ મૂકીને હું ખાલી હાથે ચાલતો થયો,-તે પરિગ્રહના મૂચ્છમમત્વને હું વોસરાવું છું. “પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે
જ્યાંની તે ત્યાં રહીજી, કોઈ ન આવી સાથ રે...જિનાજી! મિચ્છા દુક્કડ આજ.” હું ખાલી હાથે એકલો જ આવ્યો છું ને એકલો જ જવાનો છું. સાથે માત્ર એક વફાદાર ધર્મમિત્ર જ આવવાનો છે. આ પરમ દુર્લભ આત્મધર્મની ને બોધિબીજની પ્રાપ્તિ મને ભવોભવને વિષે હો! પરમ યોગી શ્રી ઋષભદેવજી જેવા પણ જે દેહને નથી રાખી શક્યા, તે દેહને બીજો કોણ રાખી શકે એમ છે? માટે ભાડુતી ઘર જેવા આ નશ્વર
Page #156
--------------------------------------------------------------------------
________________
સમાધિ મરણ
૧૩૫
દેહનું મમત્વ ત્યજી, હું એવી રીતે મરું કે જેથી ફરી મરવું ન પડે. એટલે સમભાવમાં સ્થિત થઈ, હવે હું સારભૂત એવી સંખના કરી કાયની ને કષાયની ક્ષીણતા કરૂં છું; અનશન આદરી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરૂં છું; અને મારું અનાહારી એવું આત્મસ્વરૂપ સ્મરી, ઉત્તમ અનશન કરનારા શાલિભદ્ર મેઘકુમાર આદિ મહામુનીશ્વરોના અદ્ભુત આત્મપરાક્રમને સંભારું છું.
અનન્ય ભાવશરણના દાતાર અરિહંત ભગવંતોનું હું શરણ ગ્રહું છું. શુદ્ધ આત્મસ્વરૂપી સિદ્ધ ભગવંતોનું હું શરણ ગ્રહું છું. મૂર્તિમાનું સમાધિસ્વરૂપ સાધુ ભગવંતોનું હું શરણ ગ્રહું છું. કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણ ગ્રહું છું. ચઉગતિનો ઉચ્છેદ કરનારા આ ચઉશરણનો મેં આશ્રય કર્યો છે, તો મને હવે ભય શો? વિક્ષેપ શો? ચિંતા શી? “ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર ખેટ?– વિમલ જિન દીઠા લોયણ આજ.” “મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.” અરિહંત ભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું . ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરૂં છું. સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. સહજાન્મસ્વરૂપી એવા જે આ સર્વ પરમ આરાધ્ય ભગવંતો કાયાની માયા વિસારી, સ્વરૂપને વિશે સમાયા છે, તે આ પરમ પાવન પદોનું પુન: પુન: ભાવન કરી, હું પણ આ કાયાની માયા વિસારી મારા સ્વરૂપને વિષે લીન થાઉં છું. (દોહરા) માય વિસારી કાયની, થઈ પ્રભુ શરણાધીન;
સહજાત્મસ્વરૂપને સ્મરી, થલે આત્મામાં લીન.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ५३ : वैतालीय अध्ययन*
ભગવાન ઋષભદેવજી ભરતના તિરસ્કારથી સંવેગ પામેલા સ્વપુત્રોને સંબોધીને ઉપદેશે છે
તમે સંબૂઝો! તમે કેમ બૂઝતા નથી? પરલોકને વિષે નિશ્ચય કરીને સંબોધિ (સમ્યફ બોધિ) દુર્લભ છે. વ્યતીત થયેલી રાત્રીઓ પાછી આવતી નથી, તેમ ગયેલું જીવિત પણ પુન: પ્રાપ્ત થવું સુલભ નથી. જુઓ! કોઈ માનવો બાલ હોતાંજ જીવિત ત્યજે છે, કોઈ બુદ્દા થઈને જીવિત ત્યજે છે, કોઈ ગર્ભવસ્થ પણ જીવિત ત્યજે છે. સિંચાણો જેમ તેતરને હરે છે, તેમ આયુક્ષયે મૃત્યુ પ્રાણોને હરે છે ને મનુષ્યનું જીવિત તૂટે છે.
માતા-પિતાદિના મોહે કરીને જીવ લેપાય છે, તે જીવને ભવાંતરમાં સુગતિ સુલભ નથી. માટે આ મૃત્યુ તથા મોહ આદિ ભયોને દેખીને મુમુક્ષુ આત્મામાં સુસ્થિત એવો સુવ્રતી થઈ આરંભોથી વિરમે. કારણકે અવિરત એવા જૂદા જૂદા પ્રાણીઓ આ જગતમાં કર્મોથી લંપાય છે, પોતે જ કરેલા કર્મોને અવગાહે છે, અને તે કર્મના વિપાક ભોગવ્યા વિના મૂકાતા નથી. દેવો, ગાંધર્વો, રાક્ષસો, અસુરો, ભૂમિચરો, સર્પો, રાજા, નર, શ્રેષ્ટિ કે બ્રાહ્મણો,-એ સર્વ પોતપોતાના સ્થાન અંતકાળે દુ:ખિત થઈને છોડે છે. કામોથી અને સ્વજનાદિના પરિચયથી વૃદ્ધ થયેલા જંતુઓ તેના વિપાકકાલે કર્મોનિ સહે છે; અને બંધનથી છૂટેલા તાડફલની પેઠે આયુક્ષયે ત્રુટી પડે છે.
કોઈ બહુશ્રુત હોય કે ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય કે શ્રમણ હોય, તે પ્રગટપણે માયારૂપ કર્મો વિષે મૂચ્છિત સતા, તીવ્ર કર્મોથી કપાય છે. વળી જુઓ! બાહ્ય પરિગ્રહના પરિત્યાગરૂપ વિવેકને આશ્રીને ઉઠેલા એવા કોઈ જનો, સમ્યક જ્ઞાનના અભાવે પોતે નહિ તર્યા છતાં, અહીં ધ્રુવ એવા મોક્ષની કે તેના ઉપાયની માત્ર શબ્દની માંહ્ય’ કેવલ વાત જ કરે છે, પણ તે આચરતા નથી, તો પછી ‘બાહ્ય ત્યાગ પણ જ્ઞાન * શ્રી સૂક્તાંગ, પ્ર. યુ સ્ક, અ. ૨.
Page #158
--------------------------------------------------------------------------
________________
વૈતાલીય અધ્યયન”
૧૩૭
નહિ” એવા તે જનોના માર્ગને પ્રપન્ન થયેલો જીવ આ લોકને કે પરલોકને કેમ જાણશે? કારણકે દંભી માયાવી જનો ભલે નગ્ન કે કુશ થઈને વિચરે, ભલે માસને અંતે ભોજન લે (માસખમણ કરે), તો પણ તે અનંતા ગર્ભ લેશે.
માટે જ્ઞાની કહે છે કે હે પુરુષ! તું પાપકર્મથી વિરામ પામ! કારણકે મનુષ્યોનું જીવિત સાંત (મર્યાદિત) છે; અને તેમાં પણ જે કામમૂચ્છિત અસંવૃત નરો અહીં સંસારમાં મગ્ન છે, તે મોહને પામે છે. એટલા માટે યોગવાન એવો તું યત્નાવંત થઈને આ મોક્ષમાર્ગે વિહર! જ્ઞાન-દર્શનાદિ સૂક્ષ્મ ભાવપ્રાણવાળો આ પંથ દુત્તર-દુસ્તર છે. માટે જ્ઞાનીની આજ્ઞારૂપ અનુશાસન પ્રમાણે જ તું તે આત્મસંયમના માર્ગે પ્રકૃષ્ટપણે ગમન કર! આમ સર્વ વીરોએ સમ્યક પ્રવેદિત કર્યું છે, આત્માનુભવથી સંવેદું-અનુભવ્યું છે. તે વીરો કેવા છે? વિષયરૂપ પરભાવથી વિરત અને સ્વભાવને વિષે સમુસ્થિત એવા તે આત્મપરાક્રમી વીરો, ક્રોધ-માયા આદિ વિભાવને પીસનારા હોય છે. તેઓ સર્વ પ્રકારે સ્વ-પરના દ્રવ્ય ભાવ પ્રાણને હણતા નથી; અને આમ પાપથી વિરત થયેલા તે વીર પુરુષો અભિનિવૃત હોય છે, અર્થાત દેહ છતાં મુક્ત એવી જીવન્મુક્ત નિર્વાણ દશાને અનુભવે છે.
આવા વીરોના આત્મસંયમમય માર્ગમાં વિચરતાં કદાપિ પરીષહઉપસર્ગ આવી પડે, તો એમ ભાવે કે હું જ એકલો કાંઈ પરીષહઉપસર્ગોથી લોપાતો નથી, પણ લોકને વિષે અન્ય પ્રાણીઓ પણ અતિ દુ:સહ દુ:ખોથી લોપાય છે; અને આ દુ:ખો આવ્યા છે તેથી તો ઊલટો મને નિર્જરાલાભ જ થશે. એમ જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત એવો પુરુષ આત્મહિત દેખે; અને ક્રોધાદિથી અપીડિત એવો અણિહ રહી, તે પરીષહ-ઉપસર્ગોથી સ્પષ્ટ થતાં, તેને સમભાવે અંહિયાસે (સહન કરે). પોતે ચક્રવર્તી હોય અને બીજો દાસનો દાસ હોય, તોપણ પોતાની પૂર્વે મૌનપદમાં ઉપસ્થિત દાસાનુદાસને વંદન કરતો તે ચક્રવર્તી લજ્જા ન ધરે, અને તે દાસ પણ ગર્વ ન કરે,-એમ સમભાવે ભિક્ષુ સદા વિચરે. આવી સમભાવનાથી આત્મારૂપ ભીંતને લાગેલા કર્મ-લેપને ધૂણી નાંખી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રશાવબોધ મોક્ષમાળા
આ અવધૂત અહીં અનશનાદિથી પોતાના દેહને કુશ કરે ને સર્વથા અહિંસા પ્રત્યે જ પ્રવ્રજે-પ્રકૃષ્ટપણે ગમન કરે. ધૂલિથી ખરડાયેલી પંખિણી પાંખ ફફડાવી ૨જ ખંખેરી નાંખે, તેમ જ્ઞાનદર્શનાદિ ઉપધાનવાળો ભવ્ય તપસ્વી માહણ કમને ખપાવે. આ જ મોક્ષ પ્રત્યે નુકૂલ એવો ‘અનુધર્મ' મુનિએ પ્રવેદિત કર્યો છે, પોતે સંવેદન કરી અનુભવથી કહ્યો છે. આ સન્માર્ગ પૂર્વે જીવે કદી અનુશ્રુત કર્યો નથી ને શ્રત હોય તોપણ યથાવસ્થિત આચર્યો નથી. સદ્ગુરુ સમીપે આ અપૂર્વ માર્ગ શ્રવણ કરી, ગુરુના છેદે અનુવર્તતા એવા અનંતા જીવો પરભાવ-વિભાવથી વિરત થઈ મહા ઓઘને-સંસારપ્રવાહને તરી ગયા
તેથી અહો દ્રવ્ય! મુક્તિગમન યોગ્ય ભવ્ય! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિતિ કરતો એવો ‘દ્રવ્ય’–શુદ્ધોપયોગવંત થા! સદસવિવેકવંત પંડિત થઈ આ પાપકર્મના વિપાકને જો! અને પાપથી વિરત થઈ, ક્રોધાદિ કષાયના પરિત્યાગથી અભિનિવૃત થા! અત્યંત શાંતિભૂત થા! અને ‘દેહ છતાં નિર્વાણ' એવી દેહાતીત જીવન્મુક્ત દશાનો અનુભવ કર! આવા આ સિદ્ધિપથ પ્રત્યે લઈ જનારા ધ્રુવ મહામાર્ગને વીરો અત્યંત આત્મપરિણામી કરે છે. માટે કર્મનું વિદારણ કરનારા આ ‘વેયાલીય' (વૈતાલિક) વીરમાગને પામેલા અને મનવચન-કાયાથી સંવૃત થયેલો એવો વીર પુરુષ, વિત્ત જ્ઞાતિ અને આરંભને છોડીને આત્મામાં સુસંવૃત થઈ મોક્ષમાર્ગને વિષે વિચરે. (દોહરા) કર્મ વિદારક વીરનો, વૈતાલીય વીરમાર્ગ;
વીરપણે ત્યાં વિચરે, વીરજનો મહાભાગ.
Page #160
--------------------------------------------------------------------------
________________
સંયોગોનું અનિત્યપણું
૧૩૯ शिक्षापाठ ५४ : संयोगो, अनित्यपणुं
જગતની જાન્હવી વહ્યું જાય છે; અને તેના તટસ્થ દષ્ટાને ક્ષણે ક્ષણે નવનવા દશ્યોનું ચલચિત્ર દષ્ટિગોચર થાય છે. જૂનાં નામો ને જૂનાં રૂપો સમયસરિતાના પ્રવાહમાં ક્યાં તણાઈ ગયા તે ગોત્યા જડતા નથી. નવાં નામો છે. નવાં રૂપો પણ ક્ષણિક ચમકા કરી કાળની અનંતતામાં ક્યાં વિલીન થઈ જાય છે તેનો પત્તો મળતો નથી. કાળની એ ને એ રેતી પર અનંતા પગલાં પડયાં ને ભૂંસાયા. સંધ્યા સમયના અભ્રની પેઠે જ્યાં ક્ષણે ક્ષણે નવનવા રંગો પલટાય છે, એવા આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ ને ભાવથી પરાવર્તન પામતા પરિવર્તનશીલ સંસારમાં સર્વ સંયોગો અનિત્ય છે. એક રૂ૫ છોડીને બીજા ગ્રહણ કરતો આ યંત્રવાહક જીવ, કર્મ-સૂત્રધારના આદેશ પ્રમાણે નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ વિશ્વની રંગભૂમિ પર નાટક નાચી રહ્યો
છે.
ક્ષણવારમાં ખતમ થઈ હતો ન હતો થઈ જતો આ સંસારનો સર્વ ખેલ વિવેકીને મન બાલધૂલિગૃહ કીડા જેવો અનિત્ય અને અરમ્ય ભાસે છે. અરે! ચક્રવર્તી આદિ જગતની સર્વોત્કૃષ્ટ પદની પણ એ જ સ્થિતિ છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા ને ‘બ્રહ્માંડમાં બળવાન્ થઈને ભૂપ ભારી ઉપજ્યા’ હતા, ‘એ ચતુર ચકી ચાલિયા હોતા ન હોતા હોઈને,' હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. મુંજ રાજાએ ભોજને મારી નાંખવા માટે મારા મોકલ્યા હતા, ત્યારે ભોજે માર્મિક સંદેશો પાઠવ્યો હતો કે-માંધાતા વગેરે ઘણા બળવાન મહીપતિઓ થઈ ગયા છે. તેની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ હે મુંજ! હારી સાથે તો જરૂર આવશે! કહેવાય છે કે મૃત્યુશયા પર પડેલા મહાવિજેતા સીકંદરે આદેશ કર્યો હતો કે-મ્હારી ઠાઠડી લઈ જવામાં આવે ત્યારે હારી મુઠી ખુલ્લી રાખજે ને જગતને જાહેર કરજે કે આ સીકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે. “એક ધર્મ જ એવો સુહદ-મિત્ર છે કે જે મૂઆની પાછળ પણ જાય છે. બાકી બીજું બધુંય તો આ શરીરની સાથે જ ખાખ થાય છે.”
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(યોગદષ્ટિ-સમુચ્ચય) સ્વજનાદિ મૃતદેહને બાળી સ્મશાનમાંથી પાછા વળે છે ને બે-ચાર દિવસ સાચો ખોટો સ્વાર્થમય ખેદ કરી, થોડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે! આમ આ સંસારસમુદ્રમાં ક્ષણભંગુર મોજાંની જેમ અથડાતા જીવોને ઉપજતા સર્વ સંયોગ સંબંધો વિપત્તિના સ્થાન થઈ પડી, અંતે અત્યંત નીરસ નીવડે છે.
આ જીવે અનંત જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણ પીધું છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય! તે જન્મમાં મૃત્યુ થતાં, જૂદી જૂદી માતાઓની આંખમાંથી એટલું પાણી વછૂટ્યું છે કે તે એકઠું કરીએ તો સાગરજલ કરતાં પણ વધી જાય! આમ આ જીવના અનંતા જન્મમરણ થયા છે. તેમાં કોનો પુત્ર ને કોનો પિતા? કોની માતા ને કોની સ્ત્રી? જે પૂર્વે શત્રુઓ હતા તે આ જન્મમાં બંધુઓ બને છે ને બંધુઓ હતા તે શત્રુ બને છે! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને કર્મ વિશે કવચિત પુત્રી બને છે! બહેન હોય તે કવચિત સ્ત્રી થાય છે! આવી વિચિત્ર સ્થિતિ આ સંસારની છે. સાયંકાળે જૂદી જૂદી દિશામાંથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલવૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં એ પંખીઓ જેમ ઝાડને છોડીને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીઓ પણ પોતપોતાની દિશામાં કર્મ પ્રમાણે જૂદી જૂદી ગતિમાં કયાંય ચાલ્યા જાય છે! આમ આ બધોય પંખીમેળો છે. “પ્રિયજનોનો સંગમ ગગનનગર જેવો છે, યૌવન ને ધન વાદળા જેવા છે, શરીર આદિ વિજળી જેવા છે.” (જ્ઞાનાર્ણવ) આ જીવન ડાભની અણી પર રહેલા જલબિન્દુ જેવું છે. જગતની ધર્મશાળામાં ઉતરેલો આ જીવ મુસાફર ઘડીભર વિસામો લીધો ન લીધો ત્યાં તો પુન: જન્માંતર મુસાફરી ચાલુ કરે છે.
આમ આત્મબાહ્ય એવી આ દેહ-ગૃહાદિરૂપ સમસ્ત જગજ્જાલ મૃગજળ જેવી મિથ્યા છે, તે પોતાની નથી, છતાં મિથ્યાભાસરૂપ અસત્કલ્પનાથી પોતાની ભાસે છે! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તે
Page #162
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની અનંત સમતા
મેળવવાની દરાશાએ તેની પાછળ જેટલું દોડાય તેટલું દોડે છે! પણ તે તો હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ને આ જીવની જાણે દૂર મશ્કરી રૂપ વિડંબના કરે છે! અથવા આ દેહ-ગૃહાદિ સર્વ આત્મબાહ્ય સંયોગો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશામાં આ દેહાદિમાં આત્મભ્રાંતિરૂપ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યા જણાય છે. આ દેહ-ગૃહાદિ સર્વ સંયોગો ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે; ને સ્વપ્નમાં મહા રાજઋદ્ધિ પામેલા ભીખારીના ખેદ'ની પેઠે હાય! આ મારા ભોગ ચાલ્યા ગયા, એવો વસવસો મનમાં રહી જાય છે! માટે જ ભોજા ભગતે ચાબખો માર્યો છે કે “આ તો સપનું છે સંસાર.” (દોહરા) બાલધૂલિગૃહ કીડ સમા, સર્વ સંયોગો જાણ;
ઇંદ્રજાલ મૃગજલ સમા, અથવા સ્વપ્ન સમાન.
(
शिक्षापाठ ५५ : महात्माओनी अनंत समता
સર્વ બાહ્ય સંયોગોનું અનિત્યપણું જેણે જાણ્યું છે અને નિત્ય પ્રકાશમય અંતર્જ્યોતિનું દર્શન જેણે કર્યું છે, તે જ્ઞાન મહાત્માઓને સર્વત્ર અદ્ભુત સમતા વર્તે છે. સ્વરૂપમાં સમાયા છે એવા તે સમદર્શી મહાત્માઓ કયાંય પણ અહત્વ મમત્વ કરતા નથી, કયાંય પણ રાગદ્વેષ ધરતા નથી, કયાંય પણ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ચિતવતા નથી. ગોશાલાએ મહાવીરસ્વામી સમીપે આવી તેમના બે શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા, પણ નિર્મમ ભગવાન તો સમર્થ છતાં સમભાવમાં જ રહ્યા. “અબધૂ! ક્યા તેરા? ક્યા મેરા? તેરા હે સો તેરી પાસ, અવર સબહી અનેરા,”—એવા સમરસમાં ઝીલતા નમિ રાજર્ષિએ કહ્યું-મિથિલા દાઝે છે એમાં મારું કાંઈ દાઝતું નથી.
આવા સમદર્શી મહાત્માઓને સુખમાં કે દુ:ખમાં, હર્ષમાં કે શોકમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, તૃણમાં કે મણિમાં, સુવર્ણમાં કે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રશાવબોધ મોક્ષમાળા
પાષાણમાં, વનમાં કે ભવનમાં સર્વત્ર અનંત સમતા હોય છે. સુખમાં તે મગ્ન થતા નથી કે દુ:ખમાં તે ભગ્ન થતા નથી; પણ “સુખદુખરૂપ કરમફલ જાણો, નિશ્ચય એક આનંદો રે,” એમ જાણી સુખદુ:ખ સમભાવે વેદતા તે સ્થિતપ્રજ્ઞ જ્ઞાની તો સદા નિજાનંદમાં જ નિમગ્ન રહે છે. હર્ષના પ્રસંગથી તેમનું મુખ મલકાતું નથી કે શોકના પ્રસંગથી
પ્લાનિ પામતું નથી. સંપત્તિથી ફૂલાઈ તે છાકી જતા નથી કે આપત્તિથી દબાઈ તે દીનતા ભજતા નથી. તુચ્છ તણખલું હોય કે મહામૂલ્યવાન રત્ન હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો મેરુ હોય, રજકણ હોય કે વૈમાનિક દેવની ઋદ્ધિ હોય, પણ જ્ઞાની તો તે સર્વને એક પુદ્ગલસ્વભાવી માની સમભાવ જ ધરે છે. વનમાં ભૂમિશધ્યાને તે અનિષ્ટ માનતા નથી કે ભવનમાં પુષ્પશધ્યાને તે ઈષ્ટ માનતા નથી; પરંતુ નિરંતર આત્મામાં જ નિવાસ કરનારા તે આત્મદષ્ટાઓને ગ્રામવાસ હો કે અરણ્યવાસ હો તે પ્રત્યે સદા સમદષ્ટિ જ વર્તે છે.
શત્રુ હો કે મિત્ર હો, વંદક હો કે નિંદક હો, માન હો કે અપમાન હો, જીવિત હો કે મરણ હો, ભવ હો કે મોક્ષ હો,-એ સર્વ પ્રત્યે તે મહાત્માઓ સદા સમભાવી જ હોય છે. આ મારો શત્રુ છે કે આ મારો મિત્ર છે એવી કવચિત ભેદબુદ્ધિ પણ તેમનાં અંતરમાં ઉદ્દભવતી નથી; એટલું જ નહિ પણ અસંખ્યપ્રદેશી એવા આ સર્વ ચેતનલક્ષણ જીવો મારા સમાનધર્મી સાધર્મિક આત્મબંધુઓ છે, એમ માની તે સર્વ પ્રત્યે તેઓ અનન્ય વાત્સલ્ય ધરે છે; અને માત્મવત્ સર્વભૂતેષુ સર્વભૂત પ્રત્યે આત્મવત્ વર્તતા આ સમતામૂર્તિ ભાવે છે કે –“જેવી* દષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ.'
કોઈ વાંસીથી છેદે કે કોઈ ચંદનથી વિલેપન કરે, કોઈ કુવચનથી નિન્દા કરે કે કોઈ સ્તુતિવચનથી વંદન કરે, કોઈ કંઠમાં ફણિધર નાંખે કે * શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮૪.
Page #164
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની અનંત સમતા
કોઈ ફૂલની માલા આરોપે, કોઈ ભક્તિથી સન્માન કરે કે કોઈ તિરસ્કારથી અપમાન કરે, તોપણ તે સમતામૂર્તિ સંતો એક પ્રત્યે રીઝતા નથી ને બીજા પ્રત્યે ખીજતા નથી. કોઈ આક્રોશાદિ કરે તો તે ભાવે છે કે આણે મને હણ્યો તો નથી ને? કોઈ હણે તો ભાવે છે કે આણે મારા બે ટૂકડા તો કર્યા નથી ને ? કોઈ મારે તો ભાવે છે કે આ બંધુએ મારો ધર્મ તો હણ્યો નથી ને? ઇત્યાદિ ભાવનાથી ભાવિતાત્મા
આ મહાજનો ઘોર ઉપસર્ગો મધ્યે પણ અપૂર્વ સમતા દાખવે છે. સમતામૂર્તિ ભગવાન પાર્શ્વનાથજીએ ભયંકર ઉપસર્ગો કરનારા કમઠ પ્રત્યે અને ભક્તિથી સ્તુતિ કરનારા ધરણેન્દ્ર પ્રત્યે અદ્ભુત સમવૃત્તિ જ ધારણ કરી. ભગવાન મહાવીરે છ છ મહિના સુધી સંગમ દેવતાના મહા ઉપસર્ગો અનન્ય સમતાભાવે સહન કર્યાં. સ્કંધક આચાર્ય અને તેમના પાંચસો શિષ્યોને દુષ્ટ મંત્રીએ ઘાણીમાં પીલ્યા, પણ તે મહામુનિઓ તો સમતાતરંગિણીમાં જ ઝીલ્યા, અને અનુપમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ચાર મહાહત્યાનું પ્રાયશ્ચિત્ત કરતાં દઢપ્રહારી મુનિ નગરની ચારે ભાગોળે ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાને રહ્યા ને લોકોના યષ્ટિ મુષ્ટિ ને લોષ્ટના અસંખ્ય પ્રહારો સમભાવે સહ્યા, ને કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા. શ્વસુરે મસ્તક પર અગ્નિની સગડી મૂકાવી તો બાલ મુનિ ગજસુકુમારે ભાવ્યું કે આ સસરાએ તો મને મોક્ષની પાઘડી બંધાવી! શિયાળણનો જન્મ પામેલી માતા અર્ધું શરીર ખાઈ ગઈ, તોપણ આત્મભાવમાં રહેલા અવંતિસુકુમાર સમતાથી ચલાયમાન થયા નહિ.
૧૪૩
આવા અનંત સમતાવંત મહાત્માઓ સુખ આવ્યે જીવિત ઇચ્છતા નથી કે દુ:ખ આવ્યે મરણ વાંચ્છતા નથી. પણ જીવિતમાં કે મરણમાં જેને ન્યૂનાધિકપણું નથી એવા આ સંતોને જીવવાની તૃષ્ણા હોતી નથી, ને મરણયોગે ક્ષોભ ઉપજતો નથી. ‘નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ મોભ.' દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા આ વીતરાગોને મન સંસાર હો કે મોક્ષ હો તે બન્ને સમાન છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિત એવા આ જીવન્મુક્ત યોગીશ્વરો મુક્તિની પણ સ્પૃહા કરતા નથી, એવા તે ‘પરમ યોગ જિતલોભ’ હોય છે. આમ સર્વ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રજ્ઞાવબોધ મોલમાળા
હિન્દોથી પર-અસ્પૃશ્ય, એવા ઉત-ઉંચા આત્મસ્વરૂપના આસનમાં આસીન- બિરાજમાન આ ઉદાસીને મહાત્માઓની સમદર્શિતા પરમ અદ્ભુત આશ્ચર્યકારી છે.
(ધર) વાંસીથી કોઈ છેદે, મલયજથી વિલેપે ભલે કોઈ અંગે,
નિન્દ કુવાક્યથી કો, સુવચનથી પ્રશંસી ભલે કોઈ વદે; વર્ષે કો ઉપસર્ગો સુમનસગ ભલે કંઠમાં કોઈ રોપે,
ના રીઝે એક પ્રત્યે, ઈતર પ્રતિ ક્ષમામૂર્તિના લેશ કોપે. (દોહરા) સર્વ ધંધથી પર સદા, ઔદાસીન ધરંત:
સમતામૂર્તિ સંતની, સમતા અહો! અનંત
शिक्षापाठ ५६ : माथे न जोइए ધના-શાલિભદ્રની અદ્ધિ હજો! એમ જેની અઢળક ઢદ્ધિની કીર્તિગાથા હજુ પણ લોકસ્મૃતિમાં જળવાઈ રહી છે, તે આ મહાપુણ્યશાળીઓની ગદ્ધિ કેવી અદ્ભુત હશે? અને એ સર્વ અદ્ધિને પણ ક્ષણમાત્રમાં તૃણની જેમ છોડીને અનન્ય સમભાવે ચાલી નીકળેલા આ ત્યાગવીર મહાત્માઓનો ત્યાગ પણ કેવો ભવ્ય હશે? એ એમના પવિત્ર ચરિત્ર પરથી સ્વયં જણાઈ આવે છે.
એક દિવસ કોઈ વણિકો મહામૂલાં રત્નકંબલો લઈને મગધપતિ શ્રેણિક (બિંબિસાર) મહારાજા પાસે આવ્યા. પણ તે બહુ મોંઘા હોવાથી રાજાએ એક પણ ખરીદવા ઈચ્છા દર્શાવી નહિ. એટલે નિરાશ થયેલા વ્યાપારીઓ રાજગૃહી નગરીમાં ફરતા ફરતા શાલિભદ્રના આવાસે આવ્યા. ત્યાં તેની માતા ભદ્રા શેઠાણીએ પૂછયું–તમારી પાસે કેટલા કંબલ છે? તેઓએ કહ્યું– સોળ. ભદ્રાએ કહ્યું–બસ સોળ જ! હારે તો બત્રીસ પુત્રવધુઓ માટે બત્રીસ જોઈએ. વારુ, આ બધાય હું રાખી લઈશ; અર્ધા અર્થો ટુકડો કરી એમને પગલૂછણા માટે વહેંચી આપીશ. એમ કહી હોં માગ્યા મૂલ્ય આપી તે સોળસોળ કંબલો તેણે ખરીદી
Page #166
--------------------------------------------------------------------------
________________
માથે ન જોઈ
૧૪૫
લીધા. આ તરફ ચેલણા રાણીના આગ્રહથી શ્રેણિકે એક કંબલ ખરીદવા માટે તે વણિકોને પુન: બોલાવરાવ્યા. તેઓએ બનેલી હકીકત નિવેદન કરી. આ વાત સાંભળી રાજા આશ્ચર્યથી દિંગ થઈ ગયો; અને આ શાલિભદ્ર તે કઈ વ્યક્તિ છે તે જોવાનું કુતૂહલ થતાં પોતે તે શાલિભદ્રના ગૃહે આવ્યો.
ભદ્રા શેઠાણીએ તેનું ઉત્તમ સ્વાગત કરી તેને ચતુર્થ ભૂમિકાએ સિંહાસન પર બેસાડવો, અને સપ્તમ ભૂમિકાએ જઈ શાલિભદ્રને કહ્યું-વત્સ! અહીં શ્રેણિક આવેલ છે. તેથી તું ક્ષણવાર નીચે આવ. શાલિભદ્રે કહ્યું-બા! શ્રેણિક આવેલ છે, તો તેમાં મારું શું કામ છે? એવી બાબતમાં તમે જ તમારું ધ્યાન પડે તેમ કરો. ભદ્રાએ કહ્યું-આ શ્રેણિક કાંઈ કયવિજ્યનું કરિયાણું નથી, પણ આ તો સર્વલોકોનો અને હારો પણ પ્રભુ છે, નાથ છે. તે સાંભળી શાલિભદ્રને એકદમ આંચકો લાગ્યો અને તે વિષાદ પામી ચિંતવવા લાગ્યા-હે! શું મ્હારે માથે પણ બીજે પ્રભુ છે? જ્યાં આવો પ્રભુ માથે છે એવા આ પુણ્યની ન્યૂનતાવાળા મારા સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર હો! સાપની ફેણ જેવા આ ભોગોથી સર્યું! હવે હું શ્રીવીરનું ચરણશરણ ગ્રહી, માથે ન જોઇએ' એવો જ માર્ગ શોધીશ. એમ સંગરંગથી રંજિત છતાં તે વખતે તો તેણે માતાના અનુરોધથી રાજા પાસે જઈ વિનયથી નમન કર્યું. શ્રેણિકે તેને પુત્રવત પ્રેમથી આલિંગન કર્યું. પછી બધી ઉચિત સત્કારવિધિ થઈ. શાલિભદ્રની અદ્ભુત દ્ધિ નજરોનજર નિહાળી રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો, અને મારા રાજ્યમાં આવા મહા પુણ્યનિધાન ધન્ય ધનપતિઓ વસે છે એવું પ્રશસ્ત ગૌરવ અનુભવતો સ્વસ્થાને ગયો.
શાલિભદ્ર પણ જોવામાં ભવબંધનથી છૂટવાની ભાવના ભાવી રહ્યા છે, ત્યા તો ચતુર્કાનધારી મૂર્તિમાન ધર્મ જેવા ધર્મઘોષ નામના મહામુનિ ત્યાં રાજગૃહીના ઉદ્યાનમાં પધાર્યા. શાલિભદ્ર ભક્તિથી તેમના પદારવિંદ વંદી વિનયથી પૂછયું- હે ભગવન! કોઈ પણ પ્રભુ ‘માથે ન જોઈએ' એવી સ્થિતિ કેમ પ્રાપ્ત થાય? આત્મારામાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રશાવબોધ મોક્ષમાળા
મહામુનિએ કહ્યું–આખા વિશ્વ પર જેની એકછત્રી આણ પ્રવર્તી રહી છે એવો મોહ રાજા માથે બેઠો છે, તેને નીચે પટકાવી હણી નાંખવામાં આવે, તો કોઈ પણ પ્રભુ માથે ન હોય એવી પરમ પદવી પ્રાપ્ત થાય. આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખી, પરવસ્તુમાં મુંઝાયા વિના જે શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તવારૂપ ચારિત્રધર્મ પાળે, તે જ મોહનો સંહાર કરી સર્વોપરિ એવી લોકાગ્રસ્થિતિરૂપ મોક્ષપદવી પણ પામે. તો પછી ઈસુપલાલ જેવી આનુષંગિક ઇંદ્ર-ચક્રવર્તી આદિ પદવીનું તો પૂછવું જે શું? શાલિભદ્રે કહ્યું-એમ છે તો હે ભગવાન! હું તે અનુત્તર મોક્ષપદવી જ ઈચ્છું છું. માતાની અનુજ્ઞા લઈ હું શીઘ તે ચારિત્રધર્મ અંગીકાર કરવાનો અભિલાષી છું. આચાર્યે કહ્યું–તમારા જેવા મહાસવંતને આ છાજે છે. ધર્મમાં પ્રમાદ કર્તવ્ય નથી.
પછી શાલિભદ્રે જનની પાસે દીક્ષાની અનુજ્ઞા માગી. માતાએ કહ્યું- હે વત્સ! આ કાંઈ ખાવાના ખેલ નથી, પણ ખાંડાના ખેલ છે. આ તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે તે વેળુના કોળીઆ ગળે ઉતારવાના છે. અને તું તો પ્રકૃતિથી પણ અત્યંત સુકુમાર ને દિવ્ય ભોગોથી લાલિત છે, તો તું આ મેરુ જેવા દુધર મહાવ્રતભારને કેમ વહન કરી શકીશ? શાલિભદ્રે કહ્યું-અહો માતાજી! કાયર જનોને વ્રતભાર ભલે દુર્વહ હો, પણ ખરેખર તીવ્ર મુમુક્ષુ આત્મપરાક્રમી પુરુષને તો તે સાવ સુવહ જ છે. માતાએ કહ્યું- હે વત્સ! જો હારો વ્રતધારણનો આગ્રહ જ છે, તો તું ઉતાવળ મ કર ને કેમે કરીને ભોગો ત્યજવાનો અભ્યાસ પાડ. એટલે શાલિભદ્ર માતાનું વચન માથે ચઢાવી. પ્રતિદિન એક એક સ્ત્રી આદિ પરિચયનો ત્યાગ કરવા લાગ્યા.
તે સાંભળી તેમના બનેવી ધનાભદ્રના સહજ વૈરાગ્ય ઉદ્ગાર નીકળી પડ્યા–એવો બત્રીસ દિવસ સુધીનો કાળપારધિનો ભરૂસો શ્રી શાલિભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે!' એટલે શાલિભદ્રની બહેન બોલી ઊઠી-કહેવું હેલું છે, પણ તેમ કરવું તમને પણ દુર્લભ છે. જે સાંભળી કોઈ પણ પ્રકારના ચિત્તક્લેશ પરિણમાવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા. અને શ્રી શાલિભદ્ર પ્રત્યે
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉદયાદિ ભંગ
૧૪૭
કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છો? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા શ્રી શાલિભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસ કંઈ પોતાનું કર્યું નથી, એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હતા. આવા પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે તે કિયાં બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.' (દોહરા) માથે બેઠા મોહને, નીચે પાડવા કાજ;
માથે ન જોઈએ' ઇમ થવા, શાલિભદ્ર ઊડ્યા જ.
शिक्षापाठ ५७ : उदयादि भंग કર્મના ઉદયથી જ જીવ ઉચ્ચ-નીચ ગતિ પામતો સંસારમાં ભમે છે. મિથ્યાત્વાદિ હેતુ વડે કરીને આ કર્મનો કર્તા આ જીવ છે, અને પુરુષાર્થ કરી તે હેત ટાળે તો આ કર્મનો હર્તા પણ જીવ જ છે. શત્રુને પરાસ્ત કરવા માટે જેમ તેની પ્રકૃતિ, સ્થિતિ, બલાબલ આદિ જાણવા જોઈએ, તેમ કર્મ શત્રુને પરાજય પમાડવા મુમુક્ષુ જીવે તેની પ્રકૃતિ આદિની આંટીઘૂંટી સમજી, કર્મના બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા એ ચાર ભંગનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. અભિનવ કર્મનું ગ્રહણ તે બંધ. બંધાયેલ કર્મનું વિપાકવેદન-ફલભોગ તે ઉદય. ઉદય નહિ આવેલ કર્મને ઉદીરણ કરી, આત્મબલથી ખેંચી ઉદયાવલીમાં આણવા તે ઉદીરણા. અને બંધ પછી કર્મોનું આત્મપ્રદેશોમાં લાગી રહેવું તે સત્તા.
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે : (૧) જ્ઞાનાવરણીય. તે આંખે પાટા બાંધવા જેવું છે. (૨) દર્શનાવરણીય. તે રાજાનું દર્શન અટકાવનાર પ્રતીહારી જેવું છે. (૩) વેદનીય. તે મધુલિપ્ત ખગ્નધારા જેવું છે. (૪) મોહનીય. તે મધ જેવું છે. (૫) આયુષ્ય. તે હેડ જેવું છે. (૬) નામ. તે નાના પ્રકારના રૂપ ચિતરનાર ચિત્રકાર જેવું છે. (૭) ગોત્ર. તે ઉંચા-નીચા પ્રકારના ઘટાદિ બનાવનાર કુંભકાર જેવું છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રશાવબોધ મો માળા
(૮) અંતરાય. તે શ્રીગૃહિકભંડારી જેવું છે. આ અષ્ટ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર પ્રકૃતિ, આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન સ્વરૂની ઘાત કરનાર હોવાથી ‘ઘાતિ' કહેવાય છે. બાકીની વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર પ્રકૃતિ મૂળ આત્મસ્વરૂપની ઘાતક કે બાધક નહિ હોવાથી ‘અઘાતિ” કહેવાય છે.
આ આઠ મૂલ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિ ૯૭ કિ ૧૨૨, ૧૪૪ કે ૧૫૮) છે : (૧) જ્ઞાનાવરણીય ૫ : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ ને કેવલ એ પાંચના આવરણ. (૨) દર્શનાવરણીય ૯ : ચક્ષુ, અચકું, અવધિ ને કેવલ એ ચારના આવરણ, અને પાંચ નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, થીણક્કી. (૩) વેદનીય ૨ : સાતા, અસાતા. (૪) મોહની ૨૮ : સમ્યકત્વમોહની, મિથ્યાત્વમોહની, મિશ્રમોહની એ ત્રણ મોહની; અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખાનાવરણીય, સંજ્વલન એ પ્રત્યેકના કોધ-માન-માયાલોભ એ સોળ કષાય; હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુગચ્છા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસવેદ, એ નવ નોકષાય,–એમ ૨૮. (૫) આયુ ૪: દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક. (૬) ગોત્ર ૨ : ઉચ્ચ, નીચ. (૭) અંતરાય ૫ : દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય, વીર્યંતરાય. (૮) નામ કર્મ ૪૨ : (અ) ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ એ ચૌદ પિંડ પ્રકૃતિ. (વ) પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકરનામ, નિર્માણ, ઉપઘાત એ આઠ પ્રત્યેક પ્રકૃતિ. (૨) ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ એ ત્રણ દશક. (૩) સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, અપયશ, એ સ્થાવર દશક. એમ સર્વ મળી ૪૨ પ્રકૃતિ નામ કર્મની થાય. આમ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૯૭ થાય.
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉદયાદિ ભંગ
. ૧૪૯
પણ પિડ પ્રકૃતિનાં * ઉત્તર ભેદ ૬૫ ગણીએ તો નામ કર્મની ૯૩ પ્રકૃતિ થાય, ને તેમાં વળી બંધનના ૧૫ ભેદ ગણીએ તો ૧૦૩ પ્રકૃતિ થાય. (આ ૯૩ કે ૧૦૩ ભેદ સત્તામાં ગણવા) અને આ ૧૦૩ ભેદમાં પંદર બંધન તથા પાંચ સંઘાતન એ વીસ પ્રકૃતિનો શરીરમાં જ અંતભવ કરીએ, તથા વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વીસ ભેદ છે. તેમાંથી એક વર્ગ એક ગંધ એક રસ અને એક સ્પર્શ એમ સામાન્ય ચાર ભેદ લઈએ, તો આમ ૩૬ પ્રકૃતિ બાદ કરતાં નામ કર્મની ૬૭ પ્રકૃતિ થાય. (આ ૬૭ ભેદ બંધ-ઉદય ગણનામાં કરવા). આમ આઠે કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૪૮ અથવા ૧૫૮ સત્તામાં છે, અને ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિ છે; પણ સમ્યકત્વમોહની અને મિશ્રમોહની એ બે પ્રકૃતિ બંધમાં ન ગણવી, એટલે બંધમાં ૧૨૦ પ્રકૃતિ છે. આ ઉત્તર પ્રકૃતિના ઉદયાદિ ભંગની પ્રત્યેક ગુણસ્થાનાશ્રયી વિશેષ વિચારણા માટે જિજ્ઞાસુએ કર્મગ્રન્થ-ગોમટ્ટસાર આદિ અવલોકવા.
અત્રે તો કયા ગુણસ્થાનકે કઈ કઈ મૂલ પ્રકૃતિ બંધમાં, ઉદયઉદીરણામાં ને સત્તામાં હોય તેનું સંક્ષેપે દિગ્ગદર્શન કરશું : (૧) બંધ-નવમા ગુણસ્થાનક પર્યત સર્વ મૂલ પ્રકૃતિ બાંધનારને અંતમુહૂર્ત સુધી આઠે પ્રકૃતિનો બંધ હોય, આયુષ્ય સિવાય સાતનો બંધ હોય. ૧૦મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મોહનીય બંધ વિરામ પામે, એટલે આયુષ્ય બંધના અભાવે ૬ નો બંધ હોય. ૧૧ મા ઉપશાંતમોહ, ૧૨ મા ક્ષીણમોહ અને ૧૩ મા સયોગી કેવલિ ગુણસ્થાને સાત પ્રકૃતિનો બંધ વિરામ પામે, માત્ર એક સાતવેદનીયનો બંધ હોય. * જેના ઉત્તર ભેદ છે એવી પિંડરૂપ-સમૂહરૂપ પ્રકૃતિ તે પિંડ પ્રકૃતિ. તેના ઉત્તર ભેદ આ પ્રકારે : (૧) ગતિ ૪-દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક. (૨) જાતિ ૫ : એકૅક્રિયાદિ. (૩) શરીર ૫ : ઔદારિક, વૈકિય, આહારક, તેજસુ, કામણ. (૪) ઉપાંગ ૩ : ઔદારિક,
વૈકિય, આહારક. (૫) બંધન ૫ : ઔદારિકાદિ. (૬) સંઘાતન ૫ : ઔદારિકાદિ. . (૭) સંઘયણ ૬ : વજષભનારાચ, ૨ષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કલિકા, છેવ. . (૮) સંસ્થાન ૬ : સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, કુર્જ, વામન, હુંડ. (૯) વર્ણ
૫ : કૃષ્ણ, નીલ, લોહિત, પીત, શ્વેત. (૧૦) ગંધ ૨ : સુરભિ, દુરભિ. (૧૧) રસ ૫ : તિક્ત, ટુ, કષાયલ, અમ્લ, મધુર. (૧૨) સ્પર્શ ૮ : ગુરુ-લધુ, ખર-મૃદુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂા. (૧૩) આનુપૂર્વી ૪: દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી. (૧૦) વિહાયોગતિ ૨ : શુભ વિહાયોગતિ, અશુભ વિહાયોગતિ. એમ ૬૫ ભેદ થાય.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રજ્ઞાવબોધ મો માળા
૧૪ મા અયોગી કેવલી ગુણસ્થાને સર્વથા અબંધ હોય (૨) ઉદય-૧૦ મા ગુણસ્થાન પર્યત આઠે મૂલ પ્રકૃતિનો ઉદય હોય. ૧૧ મે ૧૨મે ગુણસ્થાને મોહનીયનો ઉપશમ વા ક્ષય થયે સાત પ્રકૃતિનો ઉદય હોય. ૧૩ માં ગુણસ્થાને ચાર ઘાતિકર્મનો ક્ષય થયે, વેદનીય-આયુ-નામ-ગોત્ર એ ચાર અઘાતિ ભવોપગ્રાહી પ્રકૃતિનો ઉદય શેષ રહે. ૧૪મા ગુણસ્થાનકના અંતે એ ચાર પ્રકૃતિનો પણ ક્ષય થયે, સર્વથા અનુદય હોય. (૩) ઉદીરણાર્પણ તેમજ ઉદય પ્રમાણે. (૪) સત્તા-૧૧મા ગુણસ્થાનક પર્યત આઠે કર્મ સત્તામાં હોય. ક્ષેપક શ્રેણીથી આરોહતાં ૧રમે ગુણસ્થાનકે મોહનીય ક્ષય થયે, સાત કર્મની સત્તા હોય. પછી શેષ ઘાતિ ત્રયનો ક્ષય થયે, ૧૩માં ગુણસ્થાને વેદનીયાદિ ચાર અઘાતિ કર્મની સત્તા હોય. ૧૪મા ગુણસ્થાનકના અંતે ચારે કર્મની સત્તા પણ ટળે, એટલે સત્તામાં શૂન્ય પ્રકૃતિ હોય. આમ બંધમાંથી, ઉદયમાંથી. ઉદીણામાંથી અને સત્તામાંથી એકે એક મૂલ પ્રકૃતિને ને એકે એક ઉત્તર પ્રકૃતિને ખતમ કરી, કર્મના ચોપડાનું નામું માંડી વાળી, અકર્મા એવો શુદ્ધ આત્મા સિદ્ધ થાય છે. (દોહરા) ઉદયાદિ ચાર ભંગના, ભંગથી સ્વરૂપ અભંગ.
સિદ્ધ કર્યું તે જિન નમું, આત્મા શુદ્ધ અસંગ. બંધ-ઉદય-ઉદીરણા,-સત્તાગત સહુ કર્મ; વિદારી વીર જિન અહો! પામી ગયા શિવ શર્મ.
शिक्षापाठ ५८ : जिनमतनिराकरण કર્મના ઉદયાદિ ભંગનો ભંગ કરી જેણે અભંગ એવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રગટાવ્યું, એવા જિન ભગવાનનું આ કર્મવિનાશન શાસન એક અખંડ અભંગ છે. પરભાવ-વિભાવ કર્મરૂપ અધર્મનો સર્વનાશ કરી, આત્મસ્વભાવ ધર્મનો પ્રકાશ કરવો એ જ એક જિન ભગવાને બોધેલો ને આચરેલો જિનધર્મ વા આત્મધર્મ છે. આવું એક અખંડ અભેદ જિનશાસન નાના પ્રકારના શુદ્ર મતભેદોથી ખંડ ખંડ થતું દેખી સહૃદયોનું હૃદય દ્રવે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
જિનમતનિરાકરણ
૧૫૧
જિનનો જો કોઈ સનાતન સંપ્રદાય હોય તો તે આ એક જ છે ને તે સર્વમાન્ય છે કે–સળવર્ગનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ અને તે જ જિનનો “મૂળ માર્ગ' છે. અર્થાત્ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો, એ આત્મધર્મ જ જિન ભગવાનનો સનાતન સંપ્રદાય અથવા મૂળ માર્ગ છે. જે પરમાર્થથી આ મૂળમાર્ગને સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. ત્રણે કાળમાં જિનનો આ પરમાર્થરૂપ મૂળમાર્ગ એક અખંડ અભેદ છે; અને તે પરમાર્થને પ્રેરે-સાધ્ય કરે એવો સદવ્યવહાર જ સંતજનોને સંમત છે. આ મૂળમાર્ગની તસ્વદષ્ટિએ વિચારતાં જિનમતની એકતા નિર્વિવાદ છે. આ જિનદર્શનરૂપ તત્ત્વવૃક્ષનું આત્મધર્મરૂપ મૂળ જે પકડે છે, તેને આખો માર્ગ હાથમાં આવે છે. જે બાહ્ય સાધનવ્યવહારના ભેદરૂપ ડાંખળા પાંદડાં પકડી તેનો કદાગ્રહ કરે છે તેને તે હાથમાં આવતો નથી. તે તો ભ્રાંતિમાં ભૂલા ભમે છે ને દોરા-તુંબડા જેવા કે ચોથ પાંચમ જેવા નિર્માલ્ય તત્ત્વશૂન્ય મતભેદોના ઓઠા નીચે ગચ્છભેદના ફોટા પાડી મિથ્યા ઝગડામાં પડે છે; અને સંઘર્ષો વધારી, સંઘબળ ઘટાડે છે. ક્યાં જિન ભગવાનનો પરમ ઉદાર સુવિશાલ તત્ત્વમાર્ગ? ને ક્યાં ક્ષુદ્ર તત્ત્વશૂન્ય મતભેદોના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદને નામે ચાલતા સાંકડા ચીલા? “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે!” (આનંદઘનજી) પણ તત્ત્વદષ્ટિએ અવલોકતાં આ સર્વ મતભેદો એક સપાટે પાનાના મહેલની જેમ પડી જાય છે! તેમજ
દિગંબર અને શ્વેતાંબર એ બે મુખ્ય પ્રાચીન સંપ્રદાયોમાં પણ મતભેદનો અવકાશ નથી. ‘કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગમ્બર અને શ્વેતામ્બર વચ્ચે તફાવત નથી; માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. દિગંબર અને શ્વેતાંબરપણું એ દેશકાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.” શ્વેતાંબર સ્થવિર કલ્પ માને છે, પણ ઉચ્ચ દશાવિશેષ માટે - જિનકલ્પીપણાનો સ્વીકાર કરે છે. બાકી મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે;
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
તેમાં દેહાશ્રિત બાહ્ય લિંગ કારણભૂત નથી, પણ ભાવસાધુપણારૂપ ભાવલિંગ જ મુખ્ય કારણભૂત છે. શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય, કે બીજો હોય, પણ જે કોઈ સમભાવભાવી સાધક આત્મા અંતર્ગત રાગદ્વેષ છોડી, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમય યથોકત મોક્ષમાર્ગ સાથે છે, તે જ મોક્ષ પામે છે. માટે ‘આત્માનો ધર્મ આત્મામાં છે' એમ જાણી દિગંબર-શ્વેતાંબરપણાના આગ્રહથી મતભેદમાં પડવું યોગ્ય નથી. તેમજ-કેવલિભુક્તિ, સ્ત્રીમુક્તિ આદિ મતભેદના સ્થાન પણ વર્તમાનમાં પરોક્ષ અને અપ્રયોજનભૂત છે; એટલે એવી ઝીણી ઝીણી બાબતોમાં પણ મતભેદોને તિલાંજલી આપવા યોગ્ય છે. ઘણા ખરા મુખ્ય મુદ્દામાં જે એકવાક્યતારૂપ અભેદ છે, તો પછી એકાદ ગૌણ અપ્રયોજનભૂત મતભેદના મુદ્દા પર ભાર ન મૂકતાં, સુજ્ઞ વિચક્ષણ જનોએ મતઅભેદના મુદ્દા પર જ વિશેષ ભાર મૂકવા યોગ્ય છે. જે અનેકાંત સર્વ દર્શનનો પણ બંધુત્વભાવે સમન્વય કરવાને પરિપૂર્ણ સમર્થ છે, તે અનેકાન્તના અનુયાયી સંપ્રદાયો પરસ્પર મતભેદ મિટાવી, ભગવાન મહાવીરની એકછત્ર શાસનની શીતળ છત્રછાયા નીચે કેમ એકત્ર ન થઈ શકે? (દોહરા) મૂળમાર્ગ છે જિનતણો, એક અખંડ અભેદ;
અવકાશ કાયમ ત્યાં લહે, ખંડ ખંડ મતભેદ?
शिक्षापाठ ५९ : त्रीश महामोहनीय स्थानक
મિથ્યા મતભેદાદિ કારણે જે તીર્થનો ભેદ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. જ્ઞાનીઓએ મહામોહનીયના આ ત્રીશ સ્થાનક કહ્યા છે : ૧. જલ મળે અવગાહન કરી, જે ત્રણ પ્રાણીને પણ હિસે. ૨. હાથથી મુખ છાંદી, અંતમાં રુદન કરતા અજાદિને ગુંગળાવી
મારે. ૩. વાધરીથી મસ્તકને વીંટી સંકલેશથી મારે. ૪. મસ્તકે મુરાદિના ફટકા મારી દુખમારથી મારે.
Page #174
--------------------------------------------------------------------------
________________
ત્રીશ મહામોહનીય સ્થાનક
૧૫૩
૫. બહુજનના નેતાને ને પ્રાણીના તારણહારને હણે.
સાધારણ ગ્લાન પ્રત્યે છતી શક્તિએ ઔષધાદિ ન કરે. ૭. ધર્મમાં ઉપસ્થિત સાધુને ધર્મકર્મથી ભ્રષ્ટ કરે. ૮. મોક્ષ પ્રત્યે લઈ જનારા એવા ન્યાયયુક્ત મોક્ષમાર્ગના
અપકારમાં જે વર્તે. ૯. અનંતજ્ઞાની એવા જિનોના જે અવર્ણવાદ ભાખે. ૧૦. મંદ બુદ્ધિથી જે આચાર્ય-ઉપાધ્યાયને નિન્ટે. ૧૧. તે જ જ્ઞાનીઓની સમ્યક વૈયાવચ્ચાદિ ન કરે. ૧૨. પુનઃ પુન: કલાહાદિ અધિકરણ (મતભેદ-કલહાદિ) ઉપજાવી
જે તીર્થનો ભેદ કરે. ૧૩. જાણીને જે (વશીકરણાદિ) અધાર્મિક યોગ પદે પદે પ્રયુંજે. ૧૪. કામોને વમીને જે એને આ જ ભવમાં પ્રાર્થે. ૧૫. પોતે અબહુશ્રુત છતાં હું બહુશ્રુત છું એમ જે અભિક્ષણે ભાખે. ૧૬. પોતે અતપસ્વી છતાં હું તપસ્વી છું એમ વદે. ૧૭. ઘર વગેરેને આગ લગાડી જે અંદરમાં રહેલા બહુજનને હિંસે. ૧૮. પોતે અકૃત્ય કરી, આણે (બીજાએ) કર્યું એમ કહે. ૧૯. માયાયોગથી મુક્ત થઈને પ્રણિધિ દ્વારા છેતરપિંડી કરે. ૨૦. સત્ય વદનારને તું સર્વ મૃષા વદે છે એમ કહે. ૨૧. સદા જે ઝંઝા-ઝઘડા કર્યા કરે. ૨૨. માર્ગે ધાડ પાડી જે પ્રાણીઓનું ધન હરે. ૨૩. ઉપાયથી વિશ્વાસ ઉપજાવી, તેની જ દારાને લુપે. ૨૪. પોતે અકુમાર છતાં હું કુમાર છું એમ અભિક્ષણે કહે.
પોતે અબ્રહ્મચારી છતાં હું બ્રહ્મચારી છું એમ કહે. ૨૬. જેનાથી ઐશ્વર્ય પમાડવામાં આવ્યો, તેના જ વિત્તનો લોભ
ધરે. જેના પ્રભાવ થકી પોતે ઊઠ્યા-ઉંચે આવ્યા તેને જ અંતરાય
૨૫.
૨૮.
સેનાપતિને, શાસન કરનારને, ભર્તારને અથવા ઈષ્ટ નિગમના નાયકને અથવા શ્રેષ્ઠિને હણે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પશાવબોધ મોશમાળા
૨૯. નહિ દેખતાં છતાં હું દેવને દેખું છું એમ કહે. ૩૦. અને દેવોનો જે અવર્ણવાદ કરે.
તે સર્વ મહામહનીય કર્મ બાંધે. અર્થાત્ આવા નિર્ધસપણાથી, તીવ્ર હિંસાથી, મહા મૃષાવાદથી, મહા માયા કપટયુક્ત દાંભિકપણાથી, ચોરીથી, વ્યભિચારથી, વિશ્વાસઘાતથી, કૃતઘ્નપણાથી, મતભેદ કલહાદિ ઉપજાવવારૂપ તીર્થભેદથી એ આદિ મહામોહરૂપ કારણોથી જીવ સિત્તેર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મહામોહનીય કર્મનો બંધ કરે, એમ શ્રી તીર્થકરે કહ્યું છે. (દોહરા) નિર્ધ્વસ પરિણામે કરી, હિંસાદિથી મતિઅંધ;
- તીર્થભેદાદિથી કરે, મહા મોહનીય બંધ..
शिक्षापाठ ६० : तीर्थंकर पद प्राप्ति स्थानक
તીર્થવિરાધનાથી મહામોહનીય કર્મ બાંધે, તેમ તીર્થઆરાધનાથી તીર્થકર નામકર્મ બાંધે. તીર્થંકર પદ એ આ વિશ્વનું સર્વોત્કૃષ્ટ પદ છે. જગતતારક ધર્મતીર્થ સ્થાપી જે શુદ્ધ ધર્મચક્રનું પ્રવર્તન કરે તે તીર્થકર. આ પરમોત્તમ પદની પ્રાપ્તિ આ અરિહંતાદિ ઉત્તમ વીસ સ્થાનકની સમદષ્ટિપણે ઉત્કૃષ્ટ આરાધનાથી થાય છે :
- પહેલું અરિહંત પદ : ચાર ઘાતિકર્મ ક્ષય કરી જેણે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે, એવા દેહ છતાં દેહાતીત દશામાં વિચરતા જીવન્મુક્ત શુદ્ધ આત્મા તે અરિહંત. બીજું સિદ્ધ પદ : અષ્ટ કર્મ નષ્ટ કરી જે વિદેહમુક્ત સહજાન્મસ્વરૂપી શુદ્ધ ચૈતન્યમૂર્તિ લોકાગ્રે સુસ્થિત છે તે સિદ્ધ. ત્રીજું પ્રવચન પદ : વીતરાગ સર્વજ્ઞપ્રણીત પરમ આગમ તે પ્રવચન. આ પ્રવચનના આધારભૂત ચતુર્વિધ સંઘ છે, એટલે તે પણ પ્રવચન કહેવાય છે. આ પ્રવચનનું વાત્સલ્ય કરવું, સપ્ત ક્ષેત્રમાં સીદાતા ક્ષેત્રની વિવેકથી સારસંભાળ સેવાભક્તિ કરવી તે પ્રવચન પદની આરાધના. ચોથું આચાર્ય પદ : શુદ્ધ આત્મસ્વરૂપની
Page #176
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર પદ પ્રાપ્તિ સ્થાનક
૧૫૫
સાધનાને અનુકૂળ પંચ આચાર જે પાળે છે ને પળાવે છે, એવા સમદષ્ટિ વીતરાગ સત્પુરુષો તે આચાર્ય. પાંચમું સ્થવિર પદ : આત્મસ્વરૂપસ્થિતિમાં જે અત્યંત સ્થિર થયેલા છે અને અન્ય સીદાતા જીવને જે સ્થિર કરે છે, એવા જ્ઞાનવૃદ્ધ આત્માનુભવી આર્ય સંતજનો તે સ્થવિર. છઠું ઉપાધ્યાય પદ : સમસ્ત વ્યુતરહસ્યના પારગામી થઈ જે અન્યને તે પરમ કૃતનો ઉપદેશ આપે છે, એવા આત્મારામજ્ઞાની મહામુનિઓ તે ઉપાધ્યાય. સાતમું સાધુ પદ : શુદ્ધ આત્મસ્વભાવની નિર્મળ સાધનામાં નિરંતર સાવધાન એવા સાધુચરિત સમ્યગદષ્ટિ સંતો તે સાધુ.
આઠમુ જ્ઞાન પદ : દેહાદિથી ભિન્ન એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક સ્વભાવી આત્માને સદ્ગુરુ ઉપદેશથી જાણવો તે જ્ઞાન. જ્ઞાનના મતિ-શ્રુતાદિ પાંચ ભેદ છે. નવમું દર્શન પદ : જ્ઞાન વડે કરીને જે આત્મસ્વરૂપ જાણ્યું, તેની આત્માનુભવજન્ય સમ્યક પ્રતીતિ તે સમ્યગુદર્શન; અથવા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મ એ ત્રણ સતત્ત્વની કે જીવાજીવાદિ નવ તત્ત્વની શુદ્ધ શ્રદ્ધા તે દર્શન. આ દર્શન વિના જ્ઞાન પ્રમાણ નથી ને ચારિત્ર તરુ ફળતું નથી. દશમું વિનય પદ : અરિહંત, સિદ્ધ આચાર્ય આદિ પ્રત્યે અનાશાતનાથી, ભક્તિથી, ગુણસ્તુતિથી, બહુમાનથી પરમાદરયુક્ત વિનમ્રપણે દાખવવું તે વિનય. આ વિનય વિના જ્ઞાનદર્શનાદિની પ્રાપ્તિ થતી નથી. અગીઆરમું ચારિત્ર પદ : જે જ્ઞાન-દર્શને કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણ્યુંપ્રતીત્યું તેવો સ્થિર સ્વભાવ ઉપજવો, પરભાવ-વિભાવથી વિરમી આત્મસ્વભાવમાં વર્તવું, સ્વરૂપ-રમાણતા કરવી તે ચારિત્ર. બારમું બ્રહ્મચર્ય પદ : પંચમહાવ્રતમાં પણ બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે. મનવચન-કાયાથી નવવાડ વિશુદ્ધપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન તે બ્રહ્મચર્ય.
તેરમું ક્રિયા પદ : નિજ સ્વરૂપને સાધે એવી આત્મપરિણતિમય ષડું આવશ્યકાદિ શુભ કરણી તે ક્રિયા. તે સ્વરૂપલક્ષ્મપૂર્વક એવી રીતે કરવી કે જેથી બાણની લક્ષ્મક્રિયાની પેઠે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દ્રવ્ય
યોગાવંચક ક્રિયાવંચક ને લાવંચક હોય અને આત્મા ધર્મધ્યાન-શુક્લ ધ્યાનની અધ્યાત્મ ગુણશ્રેણીએ ચઢતો જાય. ચૌદમું તપ પદ : આત્મસ્વરૂપના લક્ષ્યપૂર્વક આત્માર્થે જ બાર પ્રકારનું તપ યથાશક્તિ તપવું, કે જેથી નિર્જરા થઈ આત્મા સ્વરૂપને વિષે પ્રતપે. પંદરમું દાન પદ : જ્ઞાન-દર્શનાદિના પરમ પાત્ર એવા સુપાત્ર સત્પુરુષોને નિજ અનુગ્રહબુદ્ધિથી ભક્તિ-બહુમાનપૂર્વક આહારાદિ આપવા તે દાન. સોળમું વૈયાવચ્ચ પદ : અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, સંઘ, સાધુ, ગૃહસ્થ, એ સર્વની વ્યાધિ આદિ આવી પડયે નિષ્કામપણે ભક્તિ-બહુમાનથી સેવાશુશ્રુષા કરવી તે વૈયાવચ્ચ. સત્તરમું સંયમ સમાધિ પદ : સ્વ સ્વરૂપને વિષે સ્થિતિરૂપ પરમાર્થસંયમ અને તેના કારણભૂત વ્યવહારસંયમ,-એમ ભાવસંયમથી આત્માનું સ્વરૂપને વિષે સમાવું તે સંયમ સમાધિ પદ. અઢારમું અભિનવ જ્ઞાન પદ : નિત્ય નિત્ય નવનવા અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરી, આત્માનું અનુભવજ્ઞાન વધારવું તે અભિનવ જ્ઞાન પદ. ઓગણીસમું શ્રુત પદ : સદ્ભુતનું શ્રી સદ્ગુરુ મુખે અપૂર્વ શુષારસથી શ્રવણ કરી મનન કરવું અથવા સ્વયં સ્વાધ્યાય કરવો તે શ્રુત પદ. વીસમું તીર્થ પદ : ભવજલથી તારે એવો આત્મધર્મ તે તીર્થ. તીર્થંકરાદિ સદેહે વિચરતા ધર્મમૂર્તિ સત્પુરુષો તે જંગમ તીર્થ; તે તે સત્પુરુષોની ચરણરેણુથી પાવન થયેલી ભૂમિઓ તે સ્થાવર તીર્થ. આ ધર્મતીર્થની દર્શનપ્રભાવક ગ્રંથથી, વિદ્યા આદિથી પ્રભાવના કરવી તે તીર્થપદની ઉત્તમ સેવા છે. ભગવાન્ તીર્થંકર આ ધર્મતીર્થના ચક્રવર્તી છે. આ તીર્થને સેવવાનું ફલ પરમ સારભૂત એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ છે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર. જે આ તીર્થને સેવે છે, તે આનંદધન અવતારને પામે છે.
""
આમ આ તીર્થંકર પદની પ્રાપ્તિ કરાવનારા વીસ સ્થાનકોનું સંક્ષેપે સ્વરૂપ છે. તે તે પદનું સ્વરૂપ સમજી નામથી, સ્મરણથી, નમનથી, વંદનથી, અર્ચનથી, પૂજનથી, ભાવનથી, ધ્યાવનથી, આચરણથી આત્મસ્વરૂપના લક્ષ્યપૂર્વક, જે સમ્યગ્દષ્ટ જીવ તેનું એકનિષ્ઠ આરાધન, ઉપાસન, સેવન કરે છે, તે તીર્થંકર પદને પામે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
માયા
૧૫૭
આ એક એક પદ પણ તે પરમ પદ પમાડવાને પરિપૂર્ણ સમર્થ છે. તો પછી બે ત્રણ કે સર્વ પદ ઉત્કૃષ્ટપણે આરાધે, તે તે પરમ તીર્થંકર પદ પામે એમાં આશ્ચર્ય શું? (દોહરા) સ્વરૂપ પદના લક્ષ્યથી, વીશ પદ સેવે જેહ;
તીર્થંકર પદ તે લહે, ભગવાન નિજ ગુણગેહ;
शिक्षापाठ ६१ : माया ઉત્તમ ધર્મસ્થાનકોની જે માયારહિતપણે નિષ્કપટ આત્માર્પણ ભાવથી આરાધના કરે તે પરમ પદને પામે. “કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહા” બહિરાત્મભાવ ત્યજી, શુદ્ધ અંતરાત્મભાવથી ધર્મારાધન કરવું, એ જ નિષ્કપટ આત્માર્પણનો વિધિ છે ને એ જ માયાચારરહિતપણું છે. આથી ઊલટું તે સકપટ માયાચરણ છે. કારણકે “અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા; ઠંડું ન અવગણ ચાલ, અનાદિની જે પ્રિયા!” અર્થાત્ પોતાના અવગુણ ઢાંકવા માટે જિનમતની ક્રિયા કરે, પણ પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરતી વક્ર માયાવી અવગુણ ચાલ છોડે નહિ; બાહ્ય ત્યાગાદિ કરે, પણ અંતથી બક ભક્તની જેમ વિષયનું ધ્યાન ધરે,- આ પ્રગટ માયાચાર છે. આવો માયાચાર જે આચરે છે તેને શાસ્ત્રમાં “વિષ્ટાના ઉકરડા''ની ઉપમા આપી છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે-“દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયાવંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.” ધર્મમાં માયા એ ધર્મના દ્રોહરૂપ છે. માયા એ આત્માને મુક્તિસુખથી વંચિત કરનારી વંચના છે. કારણકે માયાની ગતિ ભુજંગની જેમ વક છે ને મુકિતની ગતિ જુ-સરલ છે; એટલે તેમાં વક્રગામી માયાવીનો પ્રવેશ સ્વપ્ન પણ સંભવતો નથી. માટે મુકિતકામી મુમુક્ષુએ દ્રવ્યથી અને ભાવથી માયાનો પરિત્યાગ કરી, સાચા ભાવથી નિર્દભપણે નિષ્કપટ ધર્મારાધન કરવા યોગ્ય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વ્યવહારથી માયાના મુખ્ય બે પ્રકાર કહી શકાય-એક તો અર્થકામનિમિત્તક (દ્રવ્યાદિ અર્થે થતી) અને બીજી ધર્મનામનિમિત્તક (ધર્મને નામે થતી). દ્રવ્યાદિ અર્થે થતી માયા અનેક પ્રકારના છળકપટ આદિ વંચનારૂપે વ્યક્ત થાય છે. ધર્મને નામે થતી માયા પ્રાય: દંભનું સ્વરૂપ પકડે છે અને તે અત્યંત દુર્વાહ્ય ને વિશેષ દુખદાયી છે. લોકેષણાથી જગતને રૂડું દેખાડવા માટે જે ગુણ પોતાનામાં નથી તે છે એમ બતાવવું તે દંભ છે. વાણીમાં કાંઈ અને વર્તનમાં કાંઈ, અથવા મન-વચન-કાયાનું પરસ્પર વિભિન્નપણું, અસંગતપણું તે દંભ. પોતે દુરાચારી હોવા છતાં સજજનતાનો આડંબર કરવો, પોતાનામાં જ્ઞાન કે ત્યાગ-વૈરાગ્ય સમ્યફ પરિણમ્યા વિના તેની મોટી મોટી વાતો કરવી, હુંપદ માતું ન હોય અને નમ્રતાનો ડોળ કરવો, જીભે અમૃત જમાવવું અને હૃદયે હાલાહલ જમાવવું, કરમાં જપમાળા ફેરવવી અને અંતમાં કપટકળા કેળવવી, પોતાનામાં યતિપણાનું સામર્થ્ય નહિ છતાં પોતાના યતિપણાનું ખ્યાપન કરવું, ઇત્યાદિ પ્રકારોમાં દંભરૂપ માયાનો અવિષ્કાર થાય છે. આ દંભસેવન અતિ દુરૂજ છે. શ્રી અખાભો કહ્યું છે તેમ “ઝીણી માયા છાની છરી,” તે ભલભલાને-જ્ઞાનીને પણ અંદરથી કાપી નાંખે છે.
જગતમાં દંભી-માયાવીનો કોઈ વિશ્વાસ કરતું નથી. માયાના પરિણામે આ લોકમાં અપકીર્તિ, અર્થહાનિ, દંડ, તાડન, કારાવાસ આદિ અનર્થો આવી પડે છે; અને પરલોકમાં નરક-તિર્યંચગતિ, સ્ત્રીત્વ આદિ સાંપડે છે. અરે ! તપ-ધર્મ નિમિત્તે સેવેલી અલ્પ માયા પણ અનર્થના કારણરૂપ થાય છે, તે શ્રી મલ્લિસ્વામીના ચરિત્રથી સુપ્રતીત થાય છે. શાસ્ત્રમાં માયાને “શલ્ય' નામ આપ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી આત્મપ્રદેશમાં ખેંચ્યા કરતું આ માયાશલ્ય નીકળતું નથી ત્યાં સુધી વાસ્તવિક વ્રતીપાનું પણ ઘટતું નથી. કારણકે “ નિ:શો વ્રતી" નિ:શલ્ય હોય તે જ વ્રતી. એટલા માટે વંચનારૂપ કે દંભરૂપ માયાનો સર્વથા ત્યાગ કરી, આત્માર્થીએ નિદભ ધર્મારાધન કરવું એ જ શ્રેયસ્કર છે. અર્થાત્ ધર્મારાધન એવું શુદ્ધ હોવું જોઈએ કે તેમાં લેશ પણ માયાકપટ કે દંભ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા કે માયાચાર ન
Page #180
--------------------------------------------------------------------------
________________
માયા
૧૫૯
હોય
,
હોય, પોતાના દોષના આચ્છાદાનરૂપ ધર્મનો ડોળ કે ધર્મ-ઢોંગીપણું ન હોય, પોતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” જેવી વંચક વૃત્તિ ન હોય, ટીલાં-ટપકાં તાણી જગતને છેતરવાની ચાલબાજી ન હોય.
હવે પરમાર્થથી માયાનો વિચાર કરીએ. માયા એટલે કપટ, વંચના, વક ગમન; અથવા માયા એટલે છા-આવરણ; અથવા માયા એટલે જગત. આ બધા અર્થનો પરસ્પર સંબંધ છે. આત્માનું સ્વરૂપ છોડી, પરભાવ પ્રત્યે ગમન એ જ વકગમનરૂપ માયા છે; અને એ જ સ્વરૂપથી વંચિત થવારૂપ, સ્વરૂપ ચૂકવારૂપ માયા અર્થાત આત્મવંચના છે. આ આત્મવંચનારૂપ અથવા વકગમનરૂપ માયા એ જ જીવને છદ્મ-આવરણરૂપ માયાનું મૂળ કારણ છે; અને આ કર્મ-આવરણરૂપ માયા છે એ જ જગતરૂપ માયાનું અર્થાત્ સંસારનું કારણ છે. આત્મા સ્વરૂપ ચૂકી પરભાવમાં ગમનરૂપ વક-વાંકી ચાલ ચાલે, તેથી કરીને રાજનીતિથી વક ચાલનારની પેઠે ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ દુ:ખ પામે. આમ માયાથી જ જગતની-સંસારની ઉત્પત્તિ છે,-એમ જાણી પરભાવની માયાજાળમાં ન મુંઝાતાં, જીવ જે સ્વરૂપથી ચૂકવારૂપ આત્મવંચના ન પામે, તો માયારૂપ જગતને વિલય થતાં વાર ન લાગે. એટલા માટે વ્યવહારથી ને પરમાર્થથી સર્વ પ્રકારના માયા કપટને ત્યજી, આત્માથીં પરષ આર્જવ ભાવમાં રમે; અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા’ નિગ્રંથના માર્ગે નિર્દભપણે અનુગમન
(દોહરા) પરભાવ ગમન વક્તા, માયા ભુજંગી ચાલ;
જે છોડે તે છેદતો, ભવની માયા જાલ.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६२ : परीषह जय
માયા ત્યજી નિર્દભપણે નિગ્રંથ માર્ગે વિચરતાં, ક્ષુધાદિ બાવીસ પરીષહ આવી પડે, તોપણ ક્ષોભ પામ્યા વિનાં મુમુક્ષુ મુનિ, દેહથી આત્માનું ભિન્નપણું ભાવન કરતાં, તે ક્ષુધા-તૃષા, શીત-ઉષ્ણ આદિને સમભાવથી સહે છે તે આ પ્રકારે :
તપસ્વી ખડતલ (ખરતર) એવો ભિક્ષુ ક્ષુધાથી ગમે તેટલો પીડાતો હોય, અને કાગડાના જંઘાપર્વ જેવા કૃશ ને નસો દેખાતી હોય એવા શરીરવાળો થઈ જાય, તોપણ તે અશુદ્ધ આહાર ગ્રહે જ નહિ; પણ નવ કોટિ વિશુદ્ધ આહાર જ ગ્રહે; અને તેવો આહાર ન મળે, તોપણ અદીનમને વિચરે અને તપની વૃદ્ધિ થઈ એમ ભાવે. નિર્જન અરણ્યમાં ગમે તેવી તૃષાથી મુખ સૂકાઈ જતું હોય, તો પણ સંયતિ સચિત્ત એવું શીતોદક ગવેષે નહિ; પણ અચિત્ત પ્રાસુક જળને જ ગવેશે. કડકડતી થંડી પડતી હોય, એવા શીતકાળમાં ટાઢે ઠરવા છતાં હું અગ્નિ સેવું એમ મુનિ ચિંતવે પણ નહિ, તો સેવે તો કયાંથી જ? ઉગ્ર ગ્રીષ્મમાં કે શરદમાં ઉષ્ણ તાપથી પરિતાપ પામતાં છતાં સાધુ સ્નાન ન જ પ્રાર્થે, ગાત્રને જલસિંચન ન કરે, શરીરને વિંઝણે ન નાંખે. દંશમશકથી (ડાંસ-મચ્છર આદિ) હેરાન થતાં છતાં સમભાવી મુનિ તેને વારે નહિ, હણે નહિ. મારા વસ્ત્ર સાવ જીર્ણ થઈ ગયા છે એટલે હું અચેલક થઈ જઈશ એવી ચિંતા મુનિ કરે નહિ. અકિંચન અનગારને કવિચત્ સંયમમાં અરિત ઉપજે, તો તે આત્મરક્ષિત મુનિ અરતિને પુંઠ દઈ, આત્મસ્વભાવરૂપ ધર્મઆરામમાં રમે. આ લોકમાં જે સ્ત્રી છે, તે મનુષ્યોને સંગરૂપ, જાળવત્ બંધનરૂપ છે, એમ સમજનારો મુનિ સ્ત્રીના હાવભાવથી મોહ પામી આત્માને ન હણે, પરંતુ આત્મગવેષક થઈને વિચરે.
આમ ક્ષુધાદિક પરીષહો જીતી રીઢો થયેલો અણગાર સાધુ ગ્રામ- નગરાદિમાં સર્વત્ર અપ્રતિબદ્ધપણે જ મુનિચર્યાથી એકાકી જ વિચરે; કોઈપણ સ્થળે મૂર્છાભાવ ધરે નહિ ને ગૃહસ્થો સાથે સંસક્તિ કરે નહિ. એકાકી વિચરતો તે સ્મશાનમાં, શૂન્યાગારમાં કે વૃક્ષમૂળે
Page #182
--------------------------------------------------------------------------
________________
પરીષહ જય :
૧૬૧
અચપળપણે નિષધા કરે, બેસે, બીજાને ત્રાસ ઉપજાવે નહિ; ત્યાં સ્થિતિ કરતાં ઉપસર્ગો પ્રાપ્ત થાય તો તે સમભાવે સહે, પરંતુ શંકાથી ભીત થઈ ઊઠીને અન્ય આસને જાય નહિ. આત્મસ્થિરતાવાન એવો ખરતર (ખડતલ) તપસ્વી ભિક્ષુ ઉંચા-નીચા પ્રકારના વિવિત થયા (એકાંત વસતિસ્થાન) પામી વિચારે કે આ મને એક રાત્રી ઉપયોગમાં આવનાર છે, તેમાં અનુકૂળ-પ્રતિકૂળ શું? આવા મુનિચર્યાથી વિચરતા ફરતારામ મુનિ પ્રત્યે ક્વચિત કોઈ આક્રોશ કરે, તાડુકે, તો તેના પ્રત્યે તે સંજ્વલે નહિ, લેશ પણ કોપ કરે નહિ; દારુણ અને કર્ણશલ્ય જેવી કઠોર ભાષા સાંભળીને પણ મુનિ મૌનપણે જ ઉપેક્ષા કરે. ક્વચિત કોઈ વધ કરે, દંડાદિથી હણે, તોપણ ક્ષમા જ મુનિધર્મનું મૂળ છે એમ ચિંતવી તે તિતિક્ષા કરી ક્ષમાશ્રમણ' નામ સાર્થક કરે. યાચના માટે હાથ પ્રસારવો અતિ દુષ્કર છે, તેથી અગાર વાસ શ્રેય છે, એમ ભિક્ષુ ન ચિંતવે. યાચના કરતાં પણ શુદ્ધ ભિક્ષા ન મળે, અલાભ થાય, તો તપની વૃદ્ધિ થઈ એમ ચિંતવે.
અંત પ્રાંત આહાર કરનારા પતિને કવચિત રોગ પણ થાય ત્યારે રોગાદિ વેદનાથી દુ:ખાર્તિત છતાં અદીન રહી પ્રજ્ઞાને સ્થાપે, સ્થિતપ્રજ્ઞ રહે, અર્થાત્ દેહાદિથી પોતાના આત્માનું ભિન્નપણે ચિંતવવારૂપ તત્ત્વબુદ્ધિ સ્થિર કરે અને ભાવે કે'હે જીવ! શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફલ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે.” આવા દેહમાં અમમત્વવંત સાધુ ચિકિત્સા અભિનંદે નહિ, પણ આત્મગવેષકપણે સ્થિતિ કરે. રોગાર્ત તપસ્વીને તૃણમાં શયન કરતાં ગાત્રવિરાધના થાય તે સહે; તેમજ પંકથી કે રજથી ક્લિન અંગવાળો છતાં યાવતુ શરીરભેદ થાય ત્યાંસુધી મલને કાયાથી ધારે. રાજાદિ તરફથી થતા સત્કાર પુરસ્કાર (સામૈયાં વગેરે) મુનિ ઇચ્છે નહિ, થાય તો ફૂલાય નહિ ને ન થાય તો અનુતાપ પામે નહિ.
પોતાનામાં પ્રજ્ઞા અલ્પ હોય તો તેથી ખેદ ન પામતાં મુનિ ભાવે કે આ અજ્ઞાન ફળવાળા પૂર્વકર્મનો વિપાક છે; અથવા તો પોતાનામાં અધિક પ્રજ્ઞા હોય તો ઉત્કર્ષ-મદ ન ધરતાં એમ ચિંતવે કે આ તો કર્મના
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
યોપશમનો પ્રભાવ છે, અને આ ગમે તેવો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ ક્ષાયક ભાવની પાસે કંઈ ગણનામાં નથી. પૂર્વ કર્મ ઉદયથી અજ્ઞાનના કારણ ન ટળી શકતા હોય તો ધીરજ ધરવી ને તે ટાળવા માટે ઓર વિશેષ બળથી સત્સંગ-સપુરુષાદિની આરાધના કરવી, તો અજ્ઞાન પરીષહનો જય થાય. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું તેને દર્શન પરીષહ કહ્યો છે. એ પરીષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જે ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.” આમ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષઘા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન એ બાવીશ પ્રકારના પરીષહને મુનિ જીતે છે.
રણમોખરા પર શત્રને ભાળી કાયરનાં કાળજાં કંપે છે ને ગાત્ર ઢીલાં થાય છે, પણ શૂરવીર તો શત્રુનો શૈર્યથી સામનો કરી વિજય વરે છે. તેમ કર્મને સંહરનારા વીરના સંયમરૂપ રણસંગ્રામમાં પરીષહ-સેનાને દેખી કાયરજનો ભાગે, પણ કેસરી સમા શૂરવીર સાધુજનો તો અનુપમ પૈર્યથી તેનો જય કરે છે. આમ વીરમાગને અનુસરનારા વીર મુનિવરો પરીષહ જય કરી, અપ્રમત્તપણે ગમન કરતાં કર્મશત્રુનો સંહાર કરી, અપૂર્વ વીરપણે દાખવે છે. (દોહરા) ધીર વીર પરીષહ સહે, રણશિરે જ્યમ શૂર,
ભગ્નપરિણામી થઈ, કાયર ભાગે દૂર
Page #184
--------------------------------------------------------------------------
________________
વીરત્વ
शिक्षापाठ ६३ : वीरत्व
વીર ગીતા વિંશિકા
અનુષ્ટુપ્
આત્મ ને કર્મના ઉગ્ર, સનાતન રણાંગણે, વિજયશ્રી વર્યા વીર, ધન્ય તેહ વીરત્વને! ધર્મક્ષેત્રે* કુરુક્ષેત્રે, યુદ્ધાર્થે એકઠા થયા; ધર્મ ને કર્મના સૈન્યો, રણના રસિયા ભયા. મિથ્યાદર્શન સેનાની, નેજા નીચે જ નાચતી; મોહની. કર્મસેના તો, કૃષ્ણ વર્ણ ધરાવતી. સમ્યગ્દર્શન સેનાની, સરદારી નીચે હતી; વીરની ધર્મસેના તો શુક્લ વર્ણ ધરાવતી. કાળી તે કર્મસેના શું, અંધકારે અહીં ઘડી ? શુક્લ તે ધર્મસેના શું પ્રકાશે ઉજળી ઘડી ? મચી રહ્યો;
રણનો શંખ ફૂંકાયો, યુદ્ધ શોર સિંહનાદ કરી વીર, રણ, રસે લસી રહ્યો. શુક્લ ને કૃષ્ણ વૃત્તિનું, તુમુલ ત્યાં મચી રહ્યું; દેવ દાનવને દૃશ્ય, દિવ્ય દૃશ્ય રચી રહ્યું.
૧૬૩
ર
૩
જ
૫
* આ દેહરૂપ ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્રમાં આત્મા અને કર્મનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે; તેમાં આત્મસ્વભાવરૂપ ધર્મ ને વિભાવરૂપ કર્મના સૈન્યો પરસ્પર લડે છે. શુક્લ-ઉજ્જવલ-શુદ્ધ વૃત્તિરૂપ ધર્મસેના સમ્યગ્દર્શનની સરદારી નીચે છે, ને કૃષ્ણ-કાળી દુષ્ટ વૃત્તિરૂપ કર્મ· સેના મિથ્યા દર્શનની સરદારી નીચે છે. મોહનિદ્રામાંથી જાગેલો વીર આત્મા પ્રથમ અનંતાનુબંધી કષાય હણી મિથ્યા દર્શનને (દર્શન મોહને) ઊડાવે છે. અને પછી અપ્રત્યાખ્યાનાવરણીય ને પ્રત્યાખ્યાનાવરણીય એ બે કષાયરૂપ ચારિત્રમોહના બે પાદ-પગ ઊડાવે છે: પછી અપ્રમત્ત થઈ તે સંજ્વલન કષાયને ઊડાવવા આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને ક્ષેપકશ્રેણી આરોહે છે, અને તેના અંતે મોહનો ક્ષય કરે છે. એટલે શેષ ત્રણ ઘાતિકર્મ પણ તત્ક્ષણ નષ્ટ થાય છે. એટલે કર્મશત્રુને હણી નાંખવાનું આવું વીરત્વ દાખવનારા આ વીર અરિહંતને કેવલશ્રી વરે છે, અર્થાત્ આ વીર આત્મા સર્વજ્ઞ સર્વદર્શી બને છે.
* મિથ્યાદર્શન સેનાપતિના નેજા-ધ્વજા નીચે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રશાવબોધ મોક્ષમાળા
સુદર્શન ધર્મચક, મહા વીરે ઉપાડિયું; મિથ્યાદર્શન સેનાની, તણું શિર ઉડાડિયું. ૮ કર્મના સૈન્યમાં ત્યારે, ભંગાણ જ પડયું તહીં; હાહાકાર મઓ ભારી, નાશભાગ થઈ રહી. ૯ ચારિત્રમોહ રાજે ત્યાં, સરદારી લીધી અને; હિંમત આપીને રોક્યું, નાશતા કર્મ સૈન્યને. ૧૦ ચારિત્રધર્મ યોછે ત્યાં, મુગર વ્રતનો ધર્યો; ચારિત્રમોહના પાદ, ઉચ્છેદી લંગડો કર્યો. ૧૧ જાગ્રતિ બાણ તાકીને, અપ્રમાદ ધનુધર; મોહના મર્મમાં મારી, મૂચ્છિત જ કર્યો અરે! ૧૨ મૃતપ્રાય છતાં મોહ, અંતરે સંજ્વલી” રહ્યો; વીર વિક્રમ ભાળી શું, ઈર્ષાથી તે જલી રહ્યો! ૧૩ મહામોહ મહાશત્રુ, કદાચ ઉછળે વળી; ક્ષય કર્યા વિના તેને, રેઢો ના મૂકવો જરી. સતત લાગતા વીર, અપૂર્વ કરણે વધ્યા; ખતમ કરવા મોહ, શ્રેણી-ગજ પરે ચઢયા. ૧૫ તેના પદ તળે જીંદી, માર્યો જ મોહ મૂલથી; આત્મપરાક્રમી વીરે, રત્નત્રયી ત્રિશૂલથી. કર્મના અન્નદાતા આ, મરાતાં મોહ વીરથી; ટપોટપ પડયા ત્રણે ઘાતિ યોદ્ધા મહારથી. ૧૭
* ચારિત્રમોહના અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ કપાયરૂપ બે પગ.
લગભગ મરી ગયેલો. સંજ્વલન કષાયના હોવાપણાને લીધે સંજ્વલી રહ્યો, જરા જરા જ્વલતો રહ્યો. * અપૂર્વકરણ ગુણસ્થાને અપૂર્વ આત્મસામર્થથી. * સપક શ્રેણીરૂપ ગજરાજ પર આરુઢ થયા. " જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાય એ ત્રણ ઘાતકર્મરૂપ યોદ્ધા.
Page #186
--------------------------------------------------------------------------
________________
ભગવાન નેમિનાથજી અને મહાસતી રામતી
૧૬૫
૧૮
શત્રુસંહારથી ત્યારે, “યથાખ્યાત' અહીં, કહ્યું; સ્વરૂપતેજ તે તેવું, વીરનું પ્રતપી રહ્યું. કેવલ લક્ષ્મીએ આવી, વીરના કંઠ નાલમાં; વિજયમાલ આરોપી, કર્યું તિલક ભાલમાં. સર્વજ્ઞ સર્વદર્શી આ, વિજેતા વિશ્વવિજયી; સર્વ વીર વિષે શ્રેષ્ઠ, સાચા વીર થયા નથી. વીરત્વ દાખવ્યું સાચું, આત્મપરાક્રમે ભર્યું; તે વીર ભગવાન દાસે, સ્તવ ભક્તિ ભરે કર્યું.
૨૦
૨૧
शिक्षापाठ ६४ : भगवान नेमनाथजी अने -
महासती राजीमती શ્રી કૃષ્ણ વાસુદેવ આદિ સાજન-મહાજનથી શોભતી નેમનાથજીની જાન નિયત દિને મોટા ઠાઠમાઠથી રવાના થઈ. ત્યાં માર્ગમાં પાંજરામાં પૂરેલાં પશુઓનો કરુણ પોકાર સાંભળી જેનું હૃદય દ્રવી ગયું હતું, એવા કરુણાસિબ્ધ નેમનાથજી તોરણથી રથ પાછો ફેરવી ચાલ્યા ગયા. તેમના પિતા રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી, પિત્રાઈ ભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ આદિએ ઘણું ઘણું સમજાવ્યા, પણ વિરક્તચિત્ત નેમનાથજી પાછા વળ્યા નહિ.
આ તરફ રાજકન્યા રાજમતી પણ લાગલાચટ આઠ ભવનો અખંડ પ્રેમસંબંધ સંભારી કરુણ વિલાપ કરવા લાગી-“અષ્ટ ભવંતર વાલહી રે, તું મુજ આતમરામ .. મનરા વાલા! મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ .. મનરા વાલા! ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિશરામ... મારા વાલા! રથ ફેરો હો સાજન રથ ફેરો, મારા મનના મનોરથ સાથ... મારા વાલા! પશુ જનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર ... મનરા વાલા! માણસની કરુણા નહિ રે, એ
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોણમાળા
કુણ ઘર આચાર? ... મનરા વાલા!”(આનંદઘનજી) પણ આવા કરુણ વિલાપોની કે ઓળભાની કે અન્યના સમજાવટભર્યા પ્રયાસોની વિરક્તચિત્ત નેમનાથજી પર કંઈ અસર પડી નહિ. તે તો પાછા ફર્યા તે
ફર્યા.
અને આમ તીણ મોહબંધનના તત્પણ છેદનનું અપૂર્વ વીરત્વ દાખવી જેણે સર્વસંગપરિત્યાગનો દઢ નિશ્ચય કર્યો હતો, એવા આ યદુવંશચંદ્રમા નેમનાથજી સંવત્સરી દાન દઈ, સમસ્ત રાજલક્ષ્મીનો તૃણવત્ ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રવ્રજ્યા સમયે જ આ અમોહરૂપ વીતરાગ મુનીશ્વરને ચોથું મન:પર્યવજ્ઞાન ઉપર્યુંઅને પછી અલ્પ સમયમાં જ તેમને લોકાલોકનો પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન પ્રગટ્યું. “નેમિ જિસેસર નિજ કારજ કર્યું, છાંડયો સર્વ વિભાવોજી; આતમશક્તિ સક્લ પ્રગટ કરી, આસ્વાદ્યો ભાવોજી.” દિવચંદ્રજી)
દરમ્યાનમાં તીવ્ર વિરહવ્યથા અનુભવતાં જેનો એકેક દિવસ વરસ જેવો જતો હતો અને એકેક ક્ષણ દિવસ જેવી જતી હતી, તે વિરહિણી રાજમતી મોહદશાવાળી ભાવના ભાવતી રહી; અને “પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર! મનરા વાલા! ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર? મનરા વાલા!” ઇત્યાદિ પ્રકારે કવચિત્ ઉપાલંભરૂપ, ક્વચિત આક્ષેપરૂપ, કવચિત વિનવણીરૂપ કરુણ વિલાપ કરતી હતી. છેવટે તેની આ મોહદષ્ટિ ફરે છે ને તેનું ચિત્ત તત્ત્વવિચાર પામે છે કે-અમોહસ્વરૂપ પ્રાણનાથે તો ચોક્કસ વીતરાગતા આદરી છે. “વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર.” માટે આ સેવક પણ જો તે વીતરાગતા આદરે, તો જ સેવકની લાજ રહે, એમ સમજી ચિત્તસમાધાન પામી તે મહાસતી વિરકતચિત્ત થઈને વૈરાગ્યતરંગિણીમાં ઝીલવા લાગી.
હવે આ તરફ એવું બન્યું કે-રથનેમિ નામે નેમનાથજીના નાના ભાઈ હતા. તેને રાજીમતી પ્રત્યે મોહ ઉત્પન્ન થયો અને તે તેનો હાથ મેળવવા માટે અનેક ફાંફા મારવા લાગ્યા. પણ ભગવતી રાજીમતીજી તો વરવું તો તેમનાથને એ પોતાની પ્રતિજ્ઞામાં અચળ રહ્યા હતા, અને હવે
Page #188
--------------------------------------------------------------------------
________________
ભગવાન નેમિનાથજી અને મહાસતી રામતી
૧૬૭
તો તે મોહ પણ છોડી દઈ ભવભોગથી વિરક્ત થયા હતા. તેમના જાણવામાં આવ્યું કે રથનેમિ મારા પર આસક્ત છે, એટલે યોગ્ય મોકો જોઈ તેને બોધપાઠ આપવા તેમણે નિશ્ચય કર્યો.
એક દિવસ રાજીમતીએ રાબ પીધી. ત્યાં રથનેમિ આવી ચઢયા. રાજીમતીએ મુખમાં મદનલ મૂકી વમન કર્યું અને કહ્યું-આ રાબ પી જા! રથનેમિએ કહ્યું–વમેલું તે કેમ પીવાય? રાજીમતીએ જવાબ આપ્યો-જે ન પીવાય, તો હું પણ અરિષ્ટનેમિ સ્વામીથી વણાયેલ છું, તો તે અયશ: કામી! વાંતને (વમેલને) પીવા ઇચ્છે છે એવા તને ધિક્કાર હો! આના કરતાં તો હારૂં મરણ થાય એ શ્રેય છે. ઇત્યાદિ પ્રકારે તેને પ્રતિબોધ પમાડયો: એટલે સંવેગરંગથી રંગાઈને રથનેમિ, ભગવાન નેમનાથજી પાસે પ્રજિત થયા. બાલબ્રહ્મચારિણી મહાસતી રાજીમતીજી પણ વૈરાગ્યવાસિત થઈ નેમનાથજી પાસે આવી વિનવવા લાગ્યા...હે નાથ! વિવાહ અવસરે જે તમે મારા હાથ પર હાથ ન દીધો, તો હવે “દીક્ષા અવસર દીજિયે રે, શિર પર જગનાથ!”-એમ તે પરમ સદગુરુને શરણે જઈ તેમણે નિગ્રંથ પ્રવ્રજ્યા અંગીકાર કરી
પછી એક દિવસ એવું બન્યું કે મુનિ રથનેમિ ભિક્ષા લઈને નેમનાથજી સમીપે આવતા હતા. ત્યાં વર્ષાદ આવવાથી તે આશ્રયાર્થે એક ગુફામાં પેઠા. આ સમયે રાજીમતી પણ નેમનાથજીના વંદનાર્થે ગયા હતા, તે વાંદી ઉપાશ્રયે આવતા હતા, ત્યાં વચ્ચમાં વર્ષોથી ભીંજાયા. એટલે અજાણતાં તે રથનેમિ હતા તે જ ગુફામાં પેઠા, અને સૂકવવા માટે વસ્ત્ર ઉતાર્યા. રથનેમિએ તેના અંગપ્રત્યંગ દીઠા અને તેને વિકાર ઉપજ્યો. ત્યાં રથનેમિ પણ રાજીમતીના જોવામાં આવતાં તેણે વસ્ત્ર સંકોય. ઇંગિતાકારમાં કુશલ રાજીમતીએ તરતજ તેનો વિકારી ભાવ દીઠો, એટલે તેના પ્રત્યે કહ્યું-હું ભોગવંશી રાજા ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃણિ સમુદ્રવિજયનો પુત્ર છે. આ કારણથી અનેક પ્રધાન કુલમાં આપણે ગંધન મ હોઈએ! ગંધન કુલમાં જન્મેલા નાગની પેઠે વમેલનું પાન કરનારા ન થઈએ! પ્રજવલિત ચિતામાં ઝંપલાવે પણ અગંધન કુલમાં જન્મેલા નાગ વાત (મેલ) ભોગવવા ઇચ્છે નહિ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રશાવબોધ મો માળા
એટલા માટે તું અવ્યાક્ષિપ્ત રહી સંયમ આચર! જે તું જે જે નારીને દેખશે, તે પ્રત્યે પ્રાર્થનારૂપ ભાવ કરશે, તો તું વાયુથી પ્રેરિત હડો નામના ઘાસની જેમ, સંસારસાગરમાં અહીંથી તહીં આથડતો હતો અંડો થઈશ. તે સંયતિ એવા મહાસતી રાજીમતીજીના આ પરમ સંવેગજનક સુભાષિત વચન સાંભળી રથનેમિ મુનિ, અંકુશથી હાથીની જેમ, ધર્મમાં સંપ્રતિષ્ઠાપિત થયા; અને પછી અપ્રમત્તપણે આદર્શ નિગ્રંથ જીવન ગાળી અનુક્રમે કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ભગવતી રાજીમતીજી પણ તેવુંજ યથાસૂત્ર અપ્રમત્ત આત્મચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, મુક્તિ પામ્યા.
અને બાવીસમા તીર્થંકર ભગવાન નેમનાથજી પણ પ્રાણીઓને તારનારૂં અનુપમ ધર્મતીર્થ સ્થાપી, પરમાર્થમઘની અમૃતધારા વર્ષાવવા લાગ્યા; અને શ્રીકૃષ્ણ વાસુદેવ આદિ જેવા અનેક ભવ્ય મુમુક્ષુ આત્માઓને શુદ્ધ આત્મધર્મનો પ્રતિબોધ પમાડતા રહી, આ પરમ સદ્ગુરુ ભારત અવનિને પાવન કરતા વિચરવા લાગ્યા; અને આયુપ્રાંતે ગિરનાર પર્વત પર પાદપોપગમન અનશન કરી અનુપમ સિદ્ધ ગતિને પામ્યા. સિદ્ધ થયેલા તે પરમ પવિત્રાત્મા દંપતીને નમસ્કાર હો! નમસ્કાર હો! (અનુષ્ટ્રપ) યદુવંશ સમુદ્રન્દુ, નેમિનાથ નમું નમું;
સતી રાજમતી વન્દી, મોહભ્રાંતિ વમું વમું.
Page #190
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુ સ્મ્રુતિ
शिक्षापाठ ६५ : सद्गुरु स्तुति ઉપજાતિ
હે સદગુરુ દેવ! પરં કૃપાળુ! ગાવા ગુણો શક્તિ ન મુજ ભાળું; અમાપ છે આપ તણી કરુણા,
થવું નથી શક્ય પ્રભો! અટ્ટણા. અનાદિથી આત્મ સ્વરૂપ ભૂલ્યો,
હું ભોગના કાદવમાંહિ ફૂલ્યો; દુ:ખો તણા સાગર મધ્ય રૂલ્યો,
તાર્યો તમે બોધ ઈ અમૂલ્યો. સ્વરૂપનું ભાન તમે જગાડયું,
ભ્રાંતિ તણું ભૂત તમે ભગાડયું; મિથ્યાત્વનું વિષ તમે ઉતાર્યું,
સમ્યક્ત્વ પીયૂષ તમે પીવાડયું. ઉંચા ચિદાકાશ વિષે ઉડતા,
હે હંસ ! સ્હેજાત્મસ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો,.
મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના,
રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મ તણા ગુણોના,
યોગી તમે આત્મ અનુભવોના. અનંતકાળે તમ યોગ લાધ્યો,
ૐ આત્મનો સાધન જોગ સાધ્યો; તો આપનો કેમ પીછો જ છોડું? ના જ્યાંલગી પૂરણ તત્ત્વ જોડું.
૧૬૯
૨
૩
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦.
પ્રશાવબોધ મોક્ષમાળા
શું પાદપઘે પ્રભુના ધરું હું?
શી રીત આત્મા અનુણો કરું હું? એ આત્મ તો આપથી કાંઈ વેદું,
નૈવેદ્ય આ આત્મતણો ૭ નિવેદું. ગુરૂ ગુણે ગૂંથી ભરી સુવાસે,
આ વર્ણમાલા ભગવાન દાસે; આ પ્રાજ્ઞ કઠે ગત પુષ્પમાલા,
ઘો આત્મસિદ્ધિમય મોક્ષમાલા! ૮
(૨)
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.”
હે શ્રી સદગર ભગવંત! આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિ હોવાથી, આ જીવ ચારે ગતિમાં ગોથાં ખાતો અનંત દુ:ખ પામતો હતો. તેને નિજ સ્વરૂપના અવંચક યોગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ દર્શાવી, આપે અનંત પરિભ્રમણ દુ:ખથી ઉગાર્યો. આ આપના અનંત ઉપકારની સ્મૃતિ કરી, હું આપના ચરણકમળમાં નમસ્કાર કરું .
હે આત્મજ્ઞાનના નિધાન! આ મારો આત્મા જે અનાદિથી આત્મભ્રાંતિરૂપ મહારોગથી પીડાતો હતો, અને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આપ સુવૈદ્ય સ્વરૂપસમજણરૂપ દિવ્ય ઔષધિ વડે આરોગ્યસંપન્ન કર્યો, અને પરમ અમૃતરૂપ સહજત્મસ્વરૂપ પ્રકાશનારા સમ્યગદર્શન મંત્ર પ્રયોગવડે બોધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી, યોગિકુલે જન્મરૂપ નવો જન્મ આપ્યો. હે કરુણાસિન્ધ! આપે આ પામર પર અપાર ઉપકાર કર્યો.
Page #192
--------------------------------------------------------------------------
________________
સદગુરુ સ્તુતિ
૧૭૧
હે સમદર્શિતાના અવતાર! આ નિજસ્વરૂપનું ભાન નહિ હોવાથી આ જીવ પોતાનું ઘર છોડીને પરઘેર ભીખ માંગતો ફરતો હતો. તેને જ્ઞાનશ્રીસંપન્ન એવા આપ શ્રીમત્ પરમશ્રુતે અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિ ભર્યા સ્વગૃહનો લક્ષ કરાવી, નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવ્યો. આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજા બધી વસ્તુ ઉતરતી છે ને આ આત્મા તો આપ પ્રભુએ જ મને આપ્યો છે. માટે આત્માર્પણ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વતું એ જ એક ઉપાય છે. મારા મન-વચન-કાયાના યોગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વર્તા! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણરેણું છું.
અહો! અહો! શ્રી સદ્ગુરુ! કરુણાસિબ્ધ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.”
‘હે પરમ કૃપાળુ દેવ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.”
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६६ : पांच परम पद विषे विशेष विचार } १
સમસ્ત વિશ્વમાં ઉંચામાં ઉંચા એવા પાંચ પરમ પદ છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સકલ જગત કરતાં આ જગદગુરુઓનું ગુણગૌરવ અનંતગુણવિશિષ્ટ હોવાથી આ ‘પંચ પરમ ગુરુ' કહેવાય છે. આ પાંચે પદ ઈષ્ટ હોવાથી “પંચ પરમેષ્ઠિ' ને નામે પ્રસિદ્ધ છે. પરમ આત્મવિભૂતિથી વિભૂષિત હોવાથી આ પાંચે વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિઓ છે. એટલે જ પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય એવા આ પંચ પરમ પદને મુમુક્ષુઓ સદા પરમ ભક્તિથી નમસ્કાર કરે છે. અહંતોને નમસ્કાર હો! સિદ્ધોને નમસ્કાર હો! આચાનિ નમસ્કાર હો! ઉપાધ્યાયોને નમસ્કાર હો! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો!
પદ એટલે શું? પદ એટલે સ્થિરતાવાળું સ્થાન. આત્મસ્વભાવ અર્થાત્ સહજ એવું આત્મસ્વરૂપ એ જ એક એવું સ્થાન છે કે જે સદા સ્થાયિ અને સ્થિર છે. માટે પરમાર્થથી આત્મસ્વભાવ–‘મૂળ શુદ્ધ તે આત્મપદ' એ જ એક વાસ્તવિક પદ છે; તે સિવાયના બીજા બધા અસ્થિર હોવાથી અપદ જ છે. અરિહંતાદિ જે પંચ પરમેષ્ઠિ પદ કહ્યા તે સ્થિર એવા પરમ શુદ્ધ આત્મસ્વભાવ પદમાં નિરંતર સ્થિતિ કરે છે, એટલે તે વિભૂતિઓને પણ ‘પદ' નામ છાજે છે. યોગિઓને પ્રિય એવા સહજાત્મસ્વરૂપ પદમાં સ્થિત એવી આ પરમ વિભૂતિઓ સર્વ પરભાવ-વિભાવથી પર છે, એટલે તેને ‘પરમ પદ' નામ આપ્યું તે યથાર્થ છે. આ પરમ પદોની પાસે ઈંદ્ર-ચકવર્તી આદિ પદવીઓ તુચ્છ અને પામર છે. આવા આ મેરુ કરતાં પણ મહામહિમાવાન પંચ પરમેષ્ઠિ પદોનું સ્વરૂપ મુમુક્ષુઓએ મનન કરી પદે પદે નમન કરવા યોગ્ય છે.
જેણે કર્મરૂપી વૈરીનો પરાજય કર્યો છે એવા અહંત ભગવાન તે પહેલું અરિહંત પદ. આ અરિહંત ભગવંતોએ મોહનીયાદિ ચાર ઘાતિકર્મનો સંક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે. આત્મગુણને અપાય-હાનિ કરનારા આ ઘાતિકર્મોનો અપગમ થયો હોવાથી, એમનો અપાયાપરમ અતિશય જગતમાં અન્ય કોઈ પણ
Page #194
--------------------------------------------------------------------------
________________
પાંચ પરમ પદ વિશે વિશે વિચાર-૧
૧૭૩
વ્યકિત કરતાં ચઢીયાતો એવો અતિશયવંત ગુણ વર્તે છે. કેવલજ્ઞાનકેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ સર્વદર્શીનો જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતો અસાધારણ વર્તે છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એવો શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો હોવાથી એમનો પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વર્તે છે. અને દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષા વર્ષોવી જગતજીવોનું પરમ કલ્યાણ કરતા હોવાથી એમનો વચનાતિશય ગુણ સર્વોત્કૃષ્ટ વર્તે છે. અને આ અહંતોમાં પણ જેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે એવા તીર્થકર ભગવંતોનો પરમ પુણ્યપ્રભાવ તો અષ્ટ પ્રાતિહાર્ય આદિ બાહ્ય વિભૂતિઓથી ઓર વિશેષ આશ્ચર્યકારી અને પરમ અભુત વર્તે છે. આ તીર્થકર ભગવંતો જગતને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સંસ્થાપન કરી, શુદ્ધ ધર્મચક્રના પ્રવર્તન વડે પરમ લોકોપકાર કરે છે. આવા વિશ્વકલ્યાણકારી વિશ્વવંદ્ય અહંત ભગવંતોને સંત કવિજનોએ મહાવૈઘ, મહાગોપ, મહામહાણ, નિયામક, સાર્થવાહ આદિ યથાર્થ ઉપમાઓ આપી એમનો મહામહિમા સંગીત કર્યો છે.
જે “શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે બિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન” તે બીજું સિદ્ધ પદ, અહંત ભગવંતો જ આયુના અંતે વેદનીયાદિ ચાર શેષ કર્મનો સંક્ષય કરી, અયોગી અવસ્થા પામી દેહ રહિત એવા સિદ્ધ થાય છે; ત્યાં મન-વચન-કાયાના યોગની ને કર્મની સર્વ વળગણાઓ છૂટી જાય છે; સકલ પુદ્ગલ સાથેનો સંબંધ તૂટી જાય છે; એક પરમાણુમાત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી; અને પૂર્ણ કલંક રહિત આત્માની શૈલેશ મેરુ જેવી નિષ્કપ અડોલ અવસ્થા પ્રગટે છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ નષ્ટ કર્યા હોવાથી એમને આ અષ્ટ આત્મગુણ સ્પષ્ટપણે વર્તે છે : અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અમૂર્તત્વ, અક્ષય સ્થિતિ, અગુરુલઘુત્વ, અનંતવીર્ય. એટલે એક શુદ્ધ આત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ પણ છે નહિ એવી અનન્યમય, શુદ્ધ નિરંજન ચૈતન્યમય, અગુરુલઘુ, અમૂર્ત એવા સહજ પદરૂપ આત્માની જ્યાં પૂર્ણ સિદ્ધિ થઈ છે, એવી સિદ્ધ
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મો માળા
દશ ત્યાં પ્રગટ વર્તે છે. પછી ચરમ શરીરથી ત્રિભાગ ન્યૂન એવી અવગાહના લઈ આ પુરુષાકાર પ્રભુ, ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથીઉર્ધ્વગમન કરી, સમય માત્રામાં લોકશિખરાગ્રે સિદ્ધાલયમાં
ગે છે. અને ત્યાં જેની અનુપમ જ્યોતિ જ્યોતિમાં મળી ગઈ છે. એવા આ અનંત આત્મલક્ષ્મીના સ્વામી “રમાપતિ આતમરામ”. સિદ્ધ ભગવાન અનંત સમાધિસુખમાં સાદિ અનંતો કાળ સ્થિતિ કરે છે. જંગલમાં વસનારો ભિલ્લ નગરના ગુણ જાણે પણ કહી ન શકે, તેમ કેવલી ભગવાન પણ અનુભવથી જાણે છે છતાં આ સહજાન્મસ્વરૂપ પ્રભુના અનુપમ સિદ્ધિસુખનું વર્ણન કરવાને સમર્થ નથી. તો બીજાનું તો શું ગજું? (દોહરા) સદેહ મુકત આત્મા નમું, અરિહંત અહેત;
વિદેહ મુક્ત આત્મા નમું, સિદ્ધ શુદ્ધ ભગવંત.
शिक्षापाठ ६७ : पंच परम पद विषे विशेष
विचार } भाग २ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવતવિ છે એવા આચાર્ય ભગવાન, તે ત્રીજું આચાર્ય પદ. દેહાદિ સર્વ પરભાવથી ભિન્ન આત્માને જાણવારૂપ જે જ્ઞાન, તેનું આ આત્મજ્ઞાની પુરુષ આત્માનુભવરૂપ આચરણ કરે છે. આત્મસાક્ષાતકારથી ઉપજતી પ્રતીતિરૂપ જે દર્શન તેના નિ:શંક નિશયરૂપ આચરણમાં આ સમગુદષ્ટિ પરષ દઢતા ધરે છે. સર્વથી ભિન્ન એવો અસંગ આત્મા જાગ્યો-પ્રતીત્યો તેવો સ્થિર સ્વભાવ ઉપજવારૂપ જે ચારિત્ર, તેના આત્મરણારૂપ આચરણમાં આ આત્મારામ વીતરાગ પુરુષ નિરંતર રમે છે. ઈચ્છાનિરોધરૂપ દ્વાદશવિધ તપના બલથી આત્મસ્વરૂપમાં પ્રતપનરૂપ જે તપ, તેના આચરણથી આ તપોધન મહાત્મા પ્રતાપે છે. દર્શન-જ્ઞાન પ્રધાન આ
Page #196
--------------------------------------------------------------------------
________________
પંચ પરમ પદ વિશે વિશેષ વિચાર-ભાગ ૨
૧૭૫
સર્વ આચારમાં આત્માનું જે બલ-વીર્ય, તેનું ગોપવ્યા વિના પૂર્ણ સ્કુરણરૂપ આચરણ કરી આ વીર પુરુષ અપૂર્વ આત્મપરાક્રમ દાખવે છે. આમ દ્રવ્યથી અને ભાવથી પંચ આચારના આત્મપરિણમનરૂપ આદર્શ આચરણમાં સર્વાત્માથી પ્રવૃત્ત એવા આ સાધુચરિત પુરુષો પોતાના જીવંત દષ્ટાંતથી બીજાઓને તેના સમ્યક આચારનો ચેપ લગાડે છે. પંચ આચારના પાલનમાં સમર્થ એવા આ આચાર્ય ભગવાન્ પાંચ ઇંદ્રિયને જીતનારા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યની નવવાડને અખંડપણે સાચવનારા મહા બ્રહ્મચારી હોય છે; પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્તપણે અને ક્રોધ, માન, માયા ને લોભ એ ચાર કષાયનું ઉન્મેલન કરનારા નિષ્કષાય મહા શાંતમૂર્તિ હોય છે. આમ ઉત્તમ છત્રીસ ગુણના ગૌરવથી શોભતા આ જગદ્ગુરુ વીતરાગ આચાર્યો, વિષમ અસિધારા જેવી દોહલી આત્મચારિત્રરૂપ ચરણધારા પર બાજીગરની જેમ કુશળતાથી નાચે છે. આ આત્મજ્ઞાની સમદર્શી પરમકૃત મહાત્માઓ પરમાર્થપ્રકાશક અપૂર્વ વાણી વડે ભવ્ય આત્માઓને પ્રતિબોધ પમાડતા, સર્વત્ર અપ્રતિબદ્ધપણે વિચરે છે; સન્માર્ગનું વિસ્મરણ કરતા લોકોને તેનું સ્મારણ કરે છે, ઉન્માર્ગે જનારાઓને વારણ કરે છે, અને સર્વને શુદ્ધ આત્માર્થમય સન્માર્ગે જવાની પ્રેરણા ને પુન: પુન: પ્રતિપ્રેરણા કરે છે. આવા આ પરમ લોકોપકારી જગદ્ગુરુઓ, વીતરાગદેવના વીતરાગપણારૂપ ઉત્તમ પટ્ટને ધારણ કરનારા ખરેખરા “પટ્ટધરો” છે; વીતરાગ માર્ગે ગમન કરી રહેલા “ગચ્છ” ના આધારસ્થંભો છે; મુમુક્ષ મુનિજનોના માનસસરમાં રમનારા હંસ છે; નિર્મલ ગુણમણિના નિવાસરૂપ રોહણાચલ છે. જિન ભગવાનરૂપ સૂર્યને કેવલી ભગવાનરૂપ ચંદ્ર અસ્ત પામતાં જગમાં જે દીવા જેવા છે, એવા “ભુવન પદારથ પ્રગટન પટું તે, આચારજ ચિરંજીવો!”
- ‘દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન” તે ચોથું ઉપાધ્યાય પદ. એક શુદ્ધ આત્મ પદાર્થ જ આદેય છે અને બાકી બીજું બધુંય હેય છે, એવું દ્વાદશાંગીનું પરમ રહસ્ય જેને હૃદયગત થયું છે, એવા આ આત્મારામી ઉપાધ્યાય ભગવંતો સ્વશુદ્ધ આત્માના
Page #197
--------------------------------------------------------------------------
________________
પલાવબોધ મોક્ષમાળા
સ્વાધ્યાયમાં સદા નિમગ્ન હોય છે; અને પરમાર્થપ્રધાન ધર્મના પ્રતિપાદક સૂત્ર-અર્થના વિસ્તારમાં રસીયા એવા આ પરમ તત્ત્વરસિક મહામતિઓ મૂર્ખ શિષ્યને પણ વ્યુત્પન્ન કરે, “પાષાણને પણ પલ્લવ આણે” એવા સમર્થ હોય છે. શ્રમણગણના શુદ્ધ આત્મધર્મની પરમાર્થચિંતા રાખનારા આ પરમ ઉપકારી ગણિવરો “બાવના ચંદન સમ રસ વયણે, અહિત તાપ સવિ ટાળે,” એવા પ્રશમરસનિમગ્ન શાંતમૂર્તિ ધર્માત્મા હોય છે. અરિહંત મહારાજે પ્રણીત કરેલા જિનશાસનમાં રાજા સમાન આચાર્ય ભગવાન છે; તેના પદને યોગ્ય રાજકુમાર જેવા આ પચીસ ગુણરત્નોથી વિરાજમાન ઉપાધ્યાય ભગવાનું શુદ્ધ આત્મધર્મરૂપ જિનશાસનનો અપૂર્વ ઉદ્યોત કરે છે. '
“મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાન” તે પાંચમું સાધુ પદ. સમગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણેની અભેદ એકતારૂપ મોક્ષમાર્ગની આત્મપરિણતિમય અખંડ આરાધના આ મુમુક્ષુ મુનિવરો કરે છે. આત્માને જાણી, દેખી, આ આત્મારામી મુનિઓ આત્મામાં જ વર્તાવારૂપ શુદ્ધ 'વૃત્ત'-ચારિત્ર પાળે છે. આમ શુદ્ધ આત્માની અખંડ ઉપયોગ-જાગ્રતિ જેને વર્તે છે, એવા આ શુદ્ધોપયોગવંત શ્રમણ ભગવંતો સર્વત્ર સમભાવી વીતરાગ હોય છે. અહિંસાદિ પંચમહાવ્રતનું દ્રવ્યભાવથી સમ્યફ પાલન કરનારા આ યતિવરો છ કાયની રક્ષામાં નિરંતર યતનાવંત હોય છે. પાંચ ઇંદ્રિય અને ચાર કષાયના નિગ્રહમાં નિપુણ આ સંયમીજનો સંયમ યોગમાં કૌશલ્યવંત હોય છે. મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિથી ગુપ્ત એવા આ શાંતમૂર્તિ સ્વરૂપગુપ્ત સંતો, પ્રતિક્ષણે આત્મસ્વરૂપની પ્રતિલેખના-અનુપ્રેક્ષા કરતા રહી સદા શુદ્ધોપયોગવંત હોય છે. ગમે તેટલા ઘોર પરીષહો કે ઉપસર્ગો આવી પડે તો પણ આ ભાવિતાત્મા મહાત્માઓ આત્મભાવમાં અખંડ સ્થિરતાવંત હોય છે. આવા સત્યાવીસ ગુણરત્નોથી વિભૂષિત આ મહા તપસ્વી પુરુષો નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન રહે છે; આત્મસિદ્ધિની સાધનાર્થે અપ્રમત્તપણે આવું સાધુજીવન ગાળી રહેલા આ સર્વ સાધુચરિત સાધક પુરુષો આ જીવનમાં જ દેહ છતાં દેહાતીત એવી જીવનમુકત દશાનો
Page #198
--------------------------------------------------------------------------
________________
પંચ પરમ પદ વિષે વિશેષ વિચાર–ભાગ ૨
૧૭૭
સાક્ષાત અનુભવ કરે છે. સોનાની પરીક્ષાની જેમ દિવસે દિવસે જેનો આત્મશુદ્ધિરૂપ ‘વાન” વધતો જાય છે, એવા આ સાધુ ભગવાન શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ, સ્ફટિક જેવા સ્વચ્છ અને અમૃત જેવા મધુર હોય છે. માર્દવની મૂર્તિ, આર્જવના અવતાર, ‘શાંતિના સાગર અને દયાના આગર,' એવા આ ક્ષમાનિધાન ખરેખરા ક્ષમાશ્રમણ ભગવંતોના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે.
આવા આ પાંચ પરમ પદ મુમુક્ષુએ નમન કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ભાવન કરવા યોગ્ય છે, ધ્યાવન કરવા યોગ્ય છે. આ પાંચે પદ આત્મરૂપ છે; અને તે સિદ્ધ ને સાધક અથવા પરમાત્મા અને અંતરાત્મા એમ બે કોટિમાં સમાય છે. સદેહમુક્ત સાકાર પરમાત્મા તે અરિહંત, વિદેહમુકત નિરાકાર પરમાત્મા તે સિદ્ધ. આ બને પરમ આરાધ્ય એવી સિદ્ધ કોટિમાં આવે છે. મહામુમક્ષ એવા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણેય ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ કોટિના સાધકો-આરાધકો છે. આ ત્રણેય કક્ષાના સાધુપુરુષો ઉચ્ચ ગુણસ્થાનસ્થિતિને પામેલા આત્મારામી મહાત્માઓ છે. એટલે ગુણાધિકપણાને લીધે તેઓ પણ અન્ય મુમુક્ષુ આત્માઓને પરમ આરાધ્ય છે. આ પાંચે પરમ પદ આત્મારૂપ હોવાથી પ્રવાહથી શાશ્વત છે. એટલે એના પરૂપ આ પંચ પરમ પદનો મંત્ર પણ શાશ્વત છે. તે સદા જયવંત વર્તા! (દોહરા) આચાર્ય તે આત્મા નમું, પંચાચાર પ્રધાન;
ઉપાધ્યાય આત્મા નમું, સ્વાધ્યાય ધ્યાન નિધાન. સાધુ સકલ આત્મા નમું, ભાવસાધુ ગુણધામ; આત્મારામાં જે સદા, વિભાવ વિરતિ પામ.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६८ : अविरति સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામી જે આત્મારામી થયા છે, એવા સર્વ સર્વવિરતિ સમષ્ટિ સાધુ પુરુષોનું પૂજ્યપણું આગલા પાઠમાં દર્શાવ્યું. પણ અંતરથી મોહ છૂટવારૂપ સમ્યગુદર્શનયુક્ત તથારૂપ ભાવવિરતિપણું ન હોય, તો બાહ્ય દ્રવ્યવિરતિ માત્રથી તેવું પૂજ્યપણું ઘટતું નથી. અર્થાત્ સમ્યગુદર્શનભાવસંપન્ન યથોક્ત સાધુગુણથી ભૂષિત એવા ભાવાચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય પાત્ર છે; નહિ કે સમ્યગદર્શનાદિ ગુણ વિહીન એવા માત્ર દ્રવ્ય લિંગ ધારણ કરનારા દ્રવ્યાચાર્ય, દ્રવ્ય ઉપાધ્યાય, દ્રવ્ય સાધુ આદિ. “તંગદળો | વંદ્રિવ્યો' કારણકે “સંસમૂનો ધો' સમ્યગુદર્શન એ ધર્મવૃક્ષનું મૂલ છે. એ મૂલ વિના ધર્મવૃક્ષ ઊગે જ નહિ. દ્રવ્યથી સર્વવિરતિ આદિ પણ સમગ્ગદર્શનભાવરૂપ મૂલ હોય તો જ ભાવથી વિરતિ છે, નહિ તો ભાવથી અવિરતિ જ છે. “ગુડિવિવારે પત્તો વિરગો વિરગો નિયમ ” (યશોવિજયજી). વ્રતને સમ્યકત્વમૂલ કહ્યા છે તેનું આ જ રહસ્ય છે. માટે પરમાર્થથી સાધુત્વ તો સર્વ પરભાવની ઈચ્છાથી વિરામ પામેલા ‘સ્વરૂપસ્થિત ઇચ્છારહિત’ એવા આત્મજ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષમાં જ ઘટે છે; અને ત્યાં ક્વચિત પ્રારબ્ધોદયથી બાહ્ય દ્રવ્યવિરતિ ન હોય તો પણ અંતથી મોહ છૂટવારૂપ ભાવવિરતિ તો અવશ્ય હોય જ છે. " સમ્મતિ પાસદ તે નો રિ પસંદા" જે સમકત્વ-આત્મજ્ઞાન છે તે જ મૌન- મુનિપણું છે, “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે,” ઈત્યાદિ વચનો આની સાક્ષી પૂરે છે.
આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ જ વસ્તુ ધાતુ અને છાપના દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. ધાતુ ખોટી અને છાપ ખોટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર લઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો ખોટા રૂપીઆની જેમ સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે. અને ધાતુ સાચી, પણ છાપ ખોટી અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી,
Page #200
--------------------------------------------------------------------------
________________
અવિરતિ
એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન્ ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સાચા રૂપીઆની જેમ સર્વથા માન્ય સ્વીકાર્ય છે. અર્થાત્ દ્રવ્યથી તેમજ ભાવથી જે અવિરતિ છે, અને ભાવથી વિરતિ નહિ છતાં જે દ્રવ્યથી વિરતિ છે,-એ બે મિથ્યાદષ્ટિ પ્રકારોની સાધુપણામાં ગણના જ નથી. પણ દ્રવ્યથી તેમજ ભાવથી જે વિરતિ છે, અને દ્રવ્યથી વિરતિ નહિ છતાં ભાવથી જે વિરતિ છે,-એ બે સમ્યગ્દષ્ટ પ્રકારોની જ સાધુપણામાં ગણના છે.
૧૭૯
આ ઉપરથી એ ફલિત થાય છે કે બાહ્ય વિરતિ એ કાંઈ સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ નથી, પણ અંતર્થી મોહભાવ છૂટવારૂપ આત્યંતર વિરતિ એ જ સાચા સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ છે. અર્થાત્ જેમ જેમ કષાયરૂપ વિભાવ ઘટે ને આત્મસ્વભાવસ્થિરતા વધે, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ સાચું ભાવસાધુપણું પ્રગટે છે. પણ જ્યાંલગી અંદરથી મોહભાવરૂપ મિથ્યાત્વશલ્ય નિકળ્યું નથી, ત્યાંલગી વાસ્તવિક વ્રતીપણું કે સાધુપણું ઘટતું નથી. કારણકે “કંચુકત્યાગથી ભુજંગ નિર્વિષ થતો નથી,” તેમ અંતર્ગત મોહ-મિથ્યાત્વ વિષ નીકળ્યા વિના બાહ્ય ત્યાગ માત્રથી આત્મા નિર્વિષ થતો નથી. ‘મિથ્યાત્વરૂપી પાડો જે અનંતાનુબંધી કષાયે અનંતા ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી બાહ્ય વ્રતથી કેમ ડરે ?' અર્થાત્ અવિરતિના મૂલરૂપ મિથ્યાત્વ ટળે નહિ, ત્યાંસુધી અંતર્થી અવિરતપણું જાય નહિ અને વાસ્તવિક વિરતિપણું આવે નહિ. એટલે જ મિથ્યાદષ્ટિ જીવ દ્રવ્યથી સર્વવિરતિ હોય તોપણ ભાવથી અવિરત હોઈ પ્રથમ ગુણસ્થાને છે; અને સમ્યગ્દષ્ટ જીવ દ્રવ્યથી અવિરતિ હોય તોપણ ચતુર્થાદિ ગુણસ્થાને છે. આમ દ્રવ્યથી અવિરતિ એવો સભ્યષ્ટિ પણ દ્રવ્યથી સર્વવિરતિ એવા મિથ્યાદષ્ટિ કરતાં ગુણસ્થાનસ્થિતિમાં અનંતગણો મહાન્ છે, તોપછી અવિરતિ મિથ્યાદષ્ટિ કરતાં તો તે અનંત અનંતગણો મહાન્ હોય એમાં પૂછવું જ શું?
કારણકે અવિરતિ મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટ એ બન્નેમાં આકાશપાતાલનું અંતર છે. સમ્યગ્દષ્ટ પુરુષ સર્વ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રશાવબોધ મોક્ષમાળા
હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. એટલે ભલે કદાચ પૂર્વ કર્મઉદયથી તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, તોપણ આ વસ્તુ ચોક્કસ છોડી દેવા યોગ્ય છે અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કાંઈ પણ ફેર પડતો નથી. કર્મદોષ વશે ક્વચિત તેમ કરવાની પોતાની અશક્તિ – નિર્બળતા હોય, તો તેને માટે પણ તેને નિરંતર ખરેખરો આત્મસંવેદનમય તીવ્ર ખેદ રહે છે કે–અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ આદરી શકતો નથી. આમ સમ્યગુદર્શનરૂપ વેદ્યસંવેદ્ય પદના અનુભવનથી તે જ્ઞાનીના અંતમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તેવો સંવેદનરૂપ અંતર્ભેદ હોતો નથી. આમ જ્ઞાની-અજ્ઞાનીની દષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. અત્રે અવિરતિ છતાં લાયક સમદષ્ટિ એવા શ્રીમાનું શ્રેણિક મહારાજનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે, ભાવથી જોઈએ તો તેવા સમગૃષ્ટિ જ્ઞાની પુરુષો અંતથી મોહ છૂટો હોઈ અંતરાત્માથી પરભાવની આસકિતથી વિરામ-વિરતિ પામ્યા જ હોય છે.
આમ સર્વત્ર ભાવવિરતિનું જ મુખ્યપણું છે. છતાં દ્રવ્ય અને ભાવ વિરતિનો સુમેળ મળે તે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. એટલે ભાવના લક્ષપૂર્વક ને ભાવના કારણરૂપ થાય એવી દ્રવ્ય વિરતિ પણ પ્રશસ્ત ને ઉપકારી હોઈ, તેનું અત્રે યથાયોગ્ય સ્થાન છે જ. માટે ચારિત્રમોહનીયરૂપ મોહભાવનો જ્યાં અભાવ વર્તે છે એવી સમ્યગદર્શન સંયુક્ત સર્વવિરતિ જ સુપ્રશસ્ત છે. દ્રવ્યથી અને ભાવથી તેવી વિરતિ કર્યો જ છૂટકો છે. કારણકે જ્યાંલગી જીવ વિરતિ કરતો નથી, ત્યાંલગી અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે, તે પાપ ચાલ્યું આવે છે. પાંચ ઇંદ્રિય અને મનનું અસંયમન, તથા પાંચ સ્થાવર અને વ્યસનું હિંસન-એમ અવિરતિપણું બાર પ્રકારનું છે. એવો સિદ્ધાન્ત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી,' ત્યાંસુધી સમસ્ત એવા ચૌદ રાજલોકમાં તેની પાપક્રિયા ચાલી આવી અવિરતિપણાનું પાપ લાગે છે. દાખલા તરીકે-કોઈ જીવ જેનાથી પાપક્રિયા થયા કરે એવું અધિકરણ-પાપયુક્ત
Page #202
--------------------------------------------------------------------------
________________
અવિરતિ
પદાર્થ યોજી મરણ પામે, તો જ્યાંલગી મોહભાવ મૂકી વિરતિ ન કરે ત્યાંલગી તેને અવ્યક્તપણે તેની પાપક્રિયા લાગ્યા કરે; મોહ મૂકી વિરતિપણું કરે તો તે પાપક્રિયા બંધ થાય.
૧૮૧
આમ ‘મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્ર મોહનીયની ક્રિયા બંધ પડે છે, તે પહેલાં બંધ પડતી નથી.’ કારણકે ઉપરમાં કહ્યું તેમ મિથ્યાત્વ હોય ત્યાંસુધી અવિરતિપણું નિર્મૂળ થાય નહિ, પણ મિથ્યાત્વ ટળે તો અવિરતિપણું જાય જ. એટલે ‘મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાંસુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી’ અને આમ અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી ક્વચિત ઉદયાધીનપણે બ્રાહ્મ વિરતિપણું ન આદરી શકે, તોપણ ઉદય વીત્યે સહેજે બાહ્ય વિરતિ પણ પામે છે.
(દોહરા) મોહભાવ અંતર્ છૂટયે, સાચી વિરતિ છાપ; સાધુપણાનું માપ એ, દ્રવ્યલિંગ ના માપ. દ્રવ્યથી વિરતિ ભાવથી, વિરતિ વિરતિ સાવ; દ્રવ્યથી અવિરતિ ભાવથી, વિરતિ વિરતિ ભાવ. દ્રવ્યથી વિરતિ ભાવથી, અવિરતિ અવિરતિ ભાવ; દ્રવ્યથી અવિરતિ ભાવથી, અવિરતિ અવિરતિ સાવ. પાપક્રિયા લાગ્યા કરે, જ્યાંલગી અવિરતિ હોય; જ્યાંલગી અવિરતિ ત્યાંલગી, અધ્યાતમ ક્યમ સ્હોયં?
Page #203
--------------------------------------------------------------------------
________________
પશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६९ : अध्यात्म જેમ જેમ મોહજન્ય અવિરતપણે છૂટે ને જેમ જેમ જીવ પરભાવ– વિભાવથી વિરામ પામે તેમ તેમ તેનો અધ્યાત્મમાં પ્રવેશ થાય છે. “નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ કહિયે રે.” (આનંદઘનજી) અર્થાત જે ક્રિયા નિજ સ્વરૂપને સાધે તે અધ્યાત્મ, જે ક્રિયા વડે કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિ. “અધ્યાતમ વિણ જે કિયા, તે તનમલ તોલે” (યશોવિજયજી) જે પ્રક્રિયા વડે કરીને આત્મા અંતર્મુખ થઈ, અંતર્યામી બની, શુદ્ધ આત્મસ્વરૂપ પદનું મુંજન પામે તે યોગ અને તે જ અધ્યાત્મ. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવો પાંચ તબક્કાવાળો (Stages) યોગ કહ્યો છે; તે સર્વ યોગમાં અધ્યાત્મ તો સર્વ ચારિત્રમાં સામાયિકની જેમ વ્યાપક જ છે. નિશ્ચય નયથી અધ્યાત્મનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનથી છે, પણ વ્યવહાર નથી તો ઉપચારથી તેની પૂર્વે પણ હોય છે, અર્થાત્ ખરેખરા મુમુક્ષુ એવા અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક પર્યત કર્મ કરીને શુદ્ધિ પામતી જતી એવી સ્વરૂપસાધક અધ્યાત્મક્રિયાથી આત્માનો ગુણવિકાસ હોય છે.
ગુણસ્થાનકની જેમ મિત્રા આદિ આઠ યોગદષ્ટિ પણ, થર્મોમીટરની પેઠે, આત્માના આધ્યાત્મિક ગુણવિકાસના માપરૂપ છે. ગુણસ્થાનકની યોજના મોહઅપગમ પર નિર્ભર હોઈ, જેમ જેમ મોહાંધકાર ઓછો થતો જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે. યોગદષ્ટિની યોજના સમ્યગુ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ, જેમ જેમ બોધપ્રકાશ વધતો જાય, તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આધ્યાત્મિક વિકાસની આ બન્ને ઉત્તમ યોજના એક સીક્કાના બે પાસા જેવી છે. મોહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બોધપ્રકાશ એ યોગદષ્ટિની ફટપટ્ટી છે. તે તે દષ્ટિના યથોક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ કરતાં, આત્માર્થી મુમુક્ષુ પોતાની આત્મદશાનું માપ કાઢી શકે છે; અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણા (Inspiration) પામી, અપ્રાપ્ત ગુણના યોગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્યપણે પ્રવર્તી શકે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૧૮૩
અત્રે રૂપકઘટના કરીએ તો યોગરૂપ અષ્ટદલકમલ છે. આ આઠ યોગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ યોગકર્ણિકા છે. તે આત્મભાવરૂપ કર્ણિકામાં ભગવાન આત્મા-ચૈતન્યદેવ પરંબ્રહ્મ બિરાજે છે. યોગદષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યોગકમલ વિકાસ પામતું જાય છે. એકેક યોગદષ્ટિરૂપ પાંખડી ખૂલતાં અનકમે એક ચિત્તદોષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એકેક યોગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉન્મીલન પામતાં, યોગરૂપ અષ્ટદલકમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રાદષ્ટિમાં તૃણ અગ્નિકણ સમા બોધપ્રકાશથી શરૂ થયેલો યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતો જઈ, પરાદષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમો સોળે કળાએ ખીલી ઊઠે છે.
અષ્ટાંગ યોગની ઘટના પણ અધ્યાત્મપણે આ પ્રકારે : યોગમાર્ગે પ્રવર્તતો જોગીજન પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિસન ન થવા દેવાનો નિરંતર જાગ્રત ઉપયોગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે; શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું સેવન કરે છે; પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાંઆસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી, અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇંદ્રિયોને પ્રત્યાહત કરી, પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણા ધરે છે; સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે; અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે.
અને જિનનો રત્નત્રયીરૂપ મૂળમાર્ગ પણ કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ, મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, અંતરંગ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રશાવબોધ મો માળા
ભાવમાર્ગ છે. આવા અધ્યાત્મમાર્ગનું જ્યાં મુખ્યતાએ આત્માને પુરસ્કૃત કરી કથન કર્યું છે તે અધ્યાત્મ શાસ્ત્ર છે. એ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મ રસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ગર્દભે વહેલા ચંદનભારની જેમ ભારરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રનો પાર પામીને વિદ્વાનવિબુધ થયો હોય, પણ અનુષ્ઠાન કરવા યોગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્ત્વ ન જાણ્યું, તો તે અજ્ઞાની જ કહેવાય છે. વિબુધોએ દિવોએ) મંદર પર્વત વડે સાગરમંથન કરી સારભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી એમ પુરાણોક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ તો વિબુધો (વિદ્વજનો) અધ્યાત્મશાસ્ત્રરૂપે મંદરાચલ વડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્ત્વરત્ન ખોળી કાઢી પરમ અમૃતરૂપ આત્મતત્ત્વને ન પામે, તો તે તેમનું વિબુધપણું પણ અબુધપણારૂપ જ છે. નામ અધ્યાત્મી, શબ્દ અધ્યાત્મી ને દ્રવ્ય અધ્યાત્મીનો જગતમાં સુકાળ છે, પણ ભાવ અધ્યાત્મીની વિરલતા છે. એટલા માટે જ શ્રી આનંદઘનજી જેવા જ્ઞાની પુરુષો પોકારી ગયા છે કે-“નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે.” તાત્પર્ય કે માત્ર શુષ્ક વાત કરવારૂપ શબ્દ અધ્યાત્મ છોડી, આત્માર્થી મુમુક્ષુએ શબ્દનયે યથાર્થ એવું તથારૂપ આત્મપરિણમનરૂપ ભાવ અધ્યાત્મ ભજવા યોગ્ય છે.
અને નિજ સ્વરૂપના સાધક એવા આ ભાવઅધ્યાત્મના માર્ગે ચઢવા માટે પડું આવશ્યકાદિ આત્મપરિણતિમય અધ્યાત્મક્રિયા પરમ ઉપકારી છે. કારણકે પૂર્વ દોષના તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક જેમાં પરભાવ-વિભાવનું પ્રત્યાખ્યાન કરી, સ્વભાવમાં પ્રતિપાછું કમણ-ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરવાનું હોય છે, અને આ
સ્વભાવમાં સમવસ્થિતિરૂપ સામાયિક કરી જેમાં દેહ છતાં દેહાતીત દશાનો અનુભવ, અનુભવ કરવારૂપ કાયોત્સર્ગ કરવાનો હોય છે, એવી આ ષડું આવશ્યક ક્રિયા, આત્મારામ વીતરાગ સદ્ગુરુના ચરણશરણના આશ્રયે અને પ્રગટ પરમાત્મસ્વરૂપ વીતરાગ સદેવના
Page #206
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૧૮૫
ભક્તિ અવલંબને કરવાની હોઈ મુખ્યપણે ભક્તિપ્રધાન છે. એટલે સ્વાભાવિક અધ્યાત્મણીએ ચઢવાનું તે ઉત્તમ નિમિત્ત સાધન છે. - તેવા ભક્તિરૂપ અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે; પણ પૂર્ણ અધ્યાત્મયોગની પરાકાષ્ઠાને પામી, જે સહજ એવી મુક્તિ ગતિને પામ્યા છે, એવા સાક્ષાત્ સહજત્મસ્વરૂપી અહસિદ્ધ ભગવંતના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. એક્લા નિરાલંબન અધ્યાત્મસ્વરૂપ ચિંતનમાં સ્વચ્છંદતા, શુષ્કતા, ઉન્મત્તપ્રલાપતા, કૃત્રિમતા આદિ અનેક દોષરૂપ ભયસ્થાનો રહેલા છે; પણ ભગવદ્ભક્તિના પુષ્ટ આલંબનથી તેવા કોઈ પણ દોષની સંભાવના નથી હોતી; અને આત્મા સ્વાભાવિક એવી આધ્યાત્મિક ગુણશ્રેણીએ આરોહણ કરતો જાય છે. અંતમાં ગમન કરવારૂપ અંતર્યામિપણું આદરી જે અંતના જાણનાર અંતર્યામિ થયા છે,-એવા આદર્શરૂપ પ્રભુના અવલંબનથી આત્મા અંતમાં ગમન કરવારૂપ અંતયમિપણાની પ્રેરણા પામે છે. આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દોષરૂપ પતનસ્થાનો (Pitfalls) હોતા નથી; એટલું જ નહિ પણ ભક્તિપ્રધાનપણે વર્તતાં, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી સહજ અધ્યાત્મ દશા પ્રગટે છે, અને જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ અધ્યાત્મ ગુણસ્થાનો સ્પર્શ પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. (દોહરા) જ્યાં જ્યાં મોહ ઘટે અને, વાધે બોધ પ્રકાશ;
ત્યમ યમ અધ્યાત્મ શ્રેણીએ, ચઢતાં આત્મવિકાસ. અંતર્યામી પ્રભુ તણા, ભક્તિ તણે અવલંબ; અંતર્યામી જીવ લહે, સહજ અધ્યાતમ અંબ.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७० : मंत्र . યોગનો પ્રથમ ભેદ અધ્યાત્મ છે અને તે અધ્યાત્મનો પ્રાથમિક પ્રકાર મંત્ર જપે છે; આ દેવતાસ્તવરૂપ મંત્ર એ પણ ભક્તિપ્રધાન હોઈ, ભક્તિમય અધ્યાત્મના માર્ગે ચઢવાનો એક ઉત્તમ પ્રકાર છે. કારણકે પુન: પુન: તે ને તે મંત્રપદના પરાવર્તનરૂપ જપથી, ભાવનથી, રટણથી, ધૂનથી તેના અંતસ્તવત્વ પ્રત્યે જીવનું લક્ષ્ય કેન્દ્રિત થાય છે. એટલે પરમાત્માના નામમંત્રનું પદસ્થ ધ્યાન એ જીવને સ્વરૂપારોહણ માટે પુષ્ટ આલંબન થઈ પડે છે.
આવો સન્મત્રવિષયી જપ ક્યાં અને કેવી રીતે કરવા યોગ્ય છે, તેનો યોગબિન્દુમાં આ વિધિ પ્રદર્શિત કરેલો છે : દેવતાની આગળમાં, અથવા નિર્મલ જલ સમીપમાં, અથવા વિશિષ્ટ કૂમકુંજમાં સ્થિર આસન, પર્વ-આંગળીના વેઢાથી કે રૂદ્રાક્ષની માળાથી (નોકારવાળીથી) ગાગના કરતાં, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપિત કરી, પ્રશાન્ત અંતરાત્માથી મંત્રજપ કરવા યોગ્ય છે; અને તે જપ કરતાં તે મંત્રપદના વણમાં, અર્થમાં આલંબનમાં ચિત્તનું અનુસંધાન કરવા યોગ્ય છે. પરંતુ મનોવિસ્ત્રોતસિકારૂપ ઉપપ્લવ થાય અર્થાત્ મન ડોળાઈને આડુંઅવળું ભમવા માટે, તો જપનો ત્યાગ કરવો ઈષ્ટ છે. કારણકે તેવી ડામાડોળ ઉપપ્લવ અવસ્થામાં જપનો ત્યાગ કરવાથી મિથ્યાચારનો પરિત્યાગ હોય છે; અર્થાત્ અંદરમાંથી ઇંદ્રિયાદિ વિકાર રોધ્યા નથી ને વ્હારમાં પ્રણિધાનથી પ્રશંત આકાર ધારણ કર્યો છે એવા દાંભિક દેખાવનો પરિત્યાગ હોય છે. એટલે મંત્રભંગ મ થાઓ એવા ત્રાણપરિણામને લીધે તેની શુદ્ધિકામનાથી થતો ત્યાગ પણ અત્યાગ જ છે.
આમ વિધિથી પવિત્ર મંત્રના જપથી, તથાવિધ મંત્રથી સ્થાવરજંગમ વિષની જેમ, મિથ્યાત્વાદિ સર્વ પાપનો પ્રણાશ થાય છે. ‘મંત્ર’ શબ્દનો અર્થ પણ તે જ સૂચવે છે. મં+ત્ર અર્થાત પાપમાંથી ત્રાણ કરે. રક્ષે-બચાવે તે મંત્ર. મં+ગલ-પાપને ગાળનારા આ મંગલ મંત્રોમાં પ્રથમ મંગલરૂપ મંત્રશિરોમણિ નમસ્કાર મંત્ર છે. નવકાર મહા પદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો.” આ પંચ પરમેષ્ઠિ
Page #208
--------------------------------------------------------------------------
________________
મંત્ર
૧૮૭
પદના વાચક મંત્રાક્ષરોમાં લબ્ધિ સિદ્ધિ સભર ભરેલી છે. અને તેથી આત્મસાધનનો સંગ-અનુસંધાન ઉપજે છે. “લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધન સંગ.” દિવચંદ્રજી) કારણકે એ મંત્રપદોના
સ્મરણથી અરિહંત કોણ? સિદ્ધ કોણ? આચાર્ય કોણ? ઉપાધ્યાય કોણ? સાધુ કોણ? એમ તેનું અંતસ્તત્વ સ્વરૂપ ચિંતવતાં તાત્વિક રંગ પ્રગટે છે ને સમજાય છે કે-સહજત્મસ્વરૂપમાં સુસ્થિત એવા જીવન્મુક્ત આત્મા તે અરિહંત. સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્મા તે સિદ્ધ. સહજાત્મસ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુકત સાધક આત્માઓ તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ ગુણનિધાન પંચપરમેષ્ઠિ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર આત્મગુણોના અધિષ્ઠાન છે, એટલે ગુણીથી અભિન્ન એવા આ ચારે પદ પણ આત્મારૂપ હોઈ સહજાત્મસ્વરૂપ
આમ આ પાંચે પદ અથવા નવે પદ આત્મારૂપ છે અને તેનું અંતસ્તત્ત્વ સહજાત્મસ્વરૂપ છે. ચૌદ પૂર્વ એ એક આત્મા પ્રગટ કરવા માટે છે અને આ પંચ પરમેષ્ઠિ ને નવ પદ એ પ્રગટ મૂર્તિમંત આત્મારૂપ છે; એટલે આ પંચ પરમેષ્ઠિનો નમસ્કાર મંત્ર ચૌદ પૂર્વનો સાર કહ્યો છે તે સર્વથા યથાર્થ છે. અને આ નમસ્કાર મંત્રના અથવા સિદ્ધચક્ર મંત્રના પરમ સારરૂપ જે ‘સહજાત્મસ્વરૂપ” છે, તે તેના અંતસ્તત્વરૂપ બીજમંત્ર હોઈ આત્મારૂપ નવે પદની એકી સાથે પરમ તત્ત્વસ્તુતિ, પરમ નિશ્ચયસ્તુતિ, પરમ ભાવસ્તુતિ અને પરમ પરમાર્થસ્તુતિરૂપ છે; એટલે તે પણ ચૌદ પૂર્વના સારરૂપ પરમ નમસ્કાર મંત્રથી અભિન્ન છે. આવા પરમ ચમત્કારિક પરમાર્થ લબ્ધિસંપન્ન નમસ્કાર મંત્રના પદસ્થ ધ્યાનથી આત્મધ્યાનની શ્રેણીએ ચઢતા આત્માને, મહા ભાગ્યવંત શ્રીપાળ રાજા ને મયણાસુંદરીની જેમ, સર્વ દ્રવ્ય-ભાવ ઋદ્ધિ-સિદ્ધિ આવીને મળે એમાં આશ્ચર્ય શું? ભાવિતાત્મા મહાત્મા શ્રી વિનયવિજયજી કૃત શ્રીપાળરાસમાં ગાયું છે કે- “વીર જિસેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, દ્ધિ મળે સવિ આઈ રે.”
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પશાવબોધ મોક્ષમાળા
(દોહરા) ચૌદ પૂર્વનો સાર છે, નવપદરૂપ નવકાર;
આત્મારૂપ નવપદ તણો, સહજાન્મસ્વરૂપ સાર.
शिक्षापाठ ७१ : श्रीपाल राजा अने मयणासुंदरी
મારા પસાથે સક્લ લોક સુખ ભોગવે છે–એવી અભિમાનવાણી રાજસભામાં રાજા પ્રજાપાલે ઉચ્ચારી, ત્યારે તેની પુત્રી મયણાસુંદરી બોલી ઊઠી- પિતાજી! વિવેકથી વિચારો. “એ અદ્ધિ અથિર નિદાન.” સર્વ જીવો સુખદુ:ખ અનુભવે છે, તે કેવલ કર્મના પસાથે કરીને છે. તેમાં અધિકું ઓછું કોઈથી પણ કર્યું જતું નથી. માટે “પિતાજી! મા કરો જૂઠ ગુમાન.” આ વચન સાંભળી રાજા કોપથી કળકળી ઊઠયો ને બોલ્યો - તું વ્હાલી પણ વેરણ થઈ. મેં મારા વચનનો વિઘાત કર્યો ને મહારી લાજ લોપી. “રે! બેટી! ભલીરે જાણી તું આજ!” તું ખરેખર મૂર્ખ શિરતાજ છે. તું જે આ લીલાલ્હેર કરી રહી છો તે બધોય મારો જ પ્રસાદ છે. મયણાએ કહ્યું- પિતાજી! તમે તત્ત્વ વિચારો. મનમાં રોષ મ આણો. “કમેં તુમ કુલ અવતરી રે, મે કિહાં જોયો જોષ?” મોટા મને તમે મને મલ્હાવો છો, તે સર્વ કર્મપ્રસાદે કરીને જ છે, એ ભેદ આપ અવધારો. રાજાએ કહ્યું- જે તને એકાંત કર્મ ઉપર આટલો બધો હઠવાદ છે, તો અમે તમને કમેં આણેલો કંથ પરણાવશું. એમ મનમાં દોષ રાખીને રાજાએ સભા વિસર્જન કરી.
એક દિવસ રાજા રવાડીએ ચઢયો હતો. ત્યાં રસ્તામાં અંગ દેશનો રાજકુંવર શ્રીપાલકુમાર-જે કોઢીયાની સંગતિથી કોઢીયો થયો હતો તેની સાતસો કોઢીયાની સેના સામી મળી. તે કોઢીઆ ઉબર રાણાનો એક દૂત આવીને પ્રજાપાલ રાજાને પ્રણમીને કહેવા લાગ્યો- રાજ! અમારા રાજાને સઘળી ઋદ્ધિ મળી છે. પણ સુકુલની એવી કન્યા કોઈ તેને દીએ તો અમારા મનોરથ ફળે. એટલે રોષાવિષ્ટ રાજાએ તેને મયણા આપવાનો સંકલ્પ કરી દૂતને કહ્યું – તું હારા રાજાને અમારા ઘરે લઈ આવ. હું એને રૂપમાં રંભા સમી
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીપાલ રાજ અને મયણાસુંદરી
૧૮૯ રાજકુમારી આપીશ. પછી શ્રીપાલ રાજા સાથે કુષ્ટિ સેના રાજદ્વારે આવી. પ્રજપાલ રાજાએ મયાણાને કહ્યું – આ તમારો નાથ આવ્યો છે. કર્મે આ તમારો વિવાહ કર્યો છે. હવે સંપૂર્ણ સુખ અનુભવો! મયાણા તો પિતાનું વચન પ્રમાણ કરી, ઉબર રાજાના વામ અંગે આવીને ઊભી રહી. ત્યારે ઉંબર રાણો બોલી ઊઠ્યો- હે રાજન! આ અનુચિત કાર્ય થાય છે. કાગના કઠે મુક્તાફલની માળા ઘટતી નથી. પ્રજાપાલે કહ્યુંકન્યાના કર્મબલે આ કર્યું છે. એમાં મારો દોષ નથી. એમ કહી મયણાને તેની સાથે પરણાવી.
પછી મયણા અને શ્રીપાલ ભુવનમાં બેઠા છે. ઉબર રાણો મયણાને કહે છે – સુંદરી હજીય વિમાસ. મારા સંગે તમારો સોવન સરખો દેહ વિણસશે. માટે નિજ માતા પાસે જઈ સુંદર રાજાને વર કરો. તેના આ વચન સાંભળી દડદડ આંસુ સારતી મયણાયે પ્રણમીને વિનવ્યું – હે વાલેસર! તમે વચન વિચારી ઉચ્ચરો. તમે ચતુર સુજાણ છો, તમે જ મારા જીવજીવન વ્હાલા છો. “અવર ના નામ ખમાય રે.” “પચ્છમ રવિ નવિ ઉગમે રે લો, જલધિ ન લોપે સીમ રે; સતી અવર ઈચ્છે નહીં રે લો, જાં જીવે તો સીમ રે.”
પછી મયણાસુંદરી અને શ્રીપાલ કુમારે સદગુરૂના ઉપદેશથી શુદ્ધ આત્માર્થે નિષ્કામપણે સિદ્ધચકની પરમ ભક્તિથી એકનિષ્ઠ આરાધના કરવા માંડી. “જસ જગ જાગતી જ્યોત રે” એવા તે સિદ્ધચકના સહજ પ્રભાવે ક્લિષ્ટ કર્મનો ઉદય નષ્ટ થતાં તેનો કુષ્ટ રોગ નષ્ટ થયો, દિને દિને તેનો વાન વધવા લાગ્યો ને દેહ સુવર્ણ સમાન થયો. સાતસો કોઢિયા હતા તે પણ રોગમુક્ત થયા ને હર્ષ પામી નિજ નિજ સ્થાનકે ગયા. “સિદ્ધચકનો મહિમા જુઓ! સકલ લોક મન અચરિજ હુઓ.” આ સર્વ મહિમાથી મયણાસુંદરીની માતા રૂપસુંદરી હર્ષથી બોલી ઉઠી “ વખતવંત મયણા સમી, નારી ન કો સંસાર; જિણો બેહુ કુલ ઉદ્ધર્યા, સતી શિરોમણિ સાર.” અનુક્રમે રાજા પ્રજાપાલે પણ આ વાત સાંભળી, એટલે તે પણ આશ્ચર્યચકિત થઈ પશ્ચાતાપ પામી બોલી ઊઠયો- હે મયણા! તે સભામાં સર્વ વાત સાચી કહી હતી.
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
મેં અજ્ઞાનમાં કહ્યું હતું તે સઘળું મિથ્યાત્વ છે. મેં તને દુ:ખ દેવા માટે આ ઉપાય દીધો, તે દુ:ખ ટળીને સુખ થયું, તે ત્હારો પુણ્યપસાય છે. મયણા કહે – હે પિતાજી ! અહીં તમારો વાંક નથી “જીવ સયલ વશ કર્મને, કુણ રાજા ? કુણ રાંક?'
૧૯૦
અને પછી – ભાવિતાત્મા મહાત્મા વિનયવિજયજી અને યશોવિજયજીએ શ્રીપાલ રાસમાં વિસ્તારથી રસમય વર્ણન કર્યું છે તેમ, “પગ પગ ઋદ્ધિ રસાળ” પામતા મહાભાગ્યવંત શ્રીપાળ રાજા મયણાસુંદરી સાથે નિષ્કામ ભક્તિથી સિદ્ધચક્રનું એકનિષ્ઠ આરાધન કરવા લાગ્યા. અને – “અરિહંત પદ ધ્યાતો થકો, દધ્વહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આત્મા, અરિહંતરૂપી થાય રે... વીર જિનેસર ઉપદિશે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમા, હોયે સિદ્ધ ગુણખાણી રે...વીર. યોગ અસંખ્ય જે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણો રે...વીર.” – ઇત્યાદિ પ્રકારે આત્મારૂપ સહજાત્મસ્વરૂપનું ભાવન કરતાં તેઓ આત્મધ્યાનની શ્રેણીએ ચઢી આત્માની જ્ઞાનાદિ ઋદ્ધિની નિરંતર વૃદ્ધિ કરવા લાગ્યા; અને આમ તાત્ત્વિક શુદ્ધ ભક્તિથી આત્માર્થરૂપ અમૃતાનુષ્ઠાન વડે આત્માને ધન્ય કરી, આ બન્ને ભાવિતાત્મા મહાત્માઓ ઉત્તમ ગતિને પામ્યા. (દોહરા) આત્મારૂપ સિદ્ધચક્રના, આરાધનથી નિષ્કામ; શ્રીપાલ મયણાએ કર્યું, આત્મસિદ્ધિનું કામ.
નવપદજીના
Page #212
--------------------------------------------------------------------------
________________
છ પદ નિશ્ચય-ભાગ ૧
૧૯૧
शिक्षापाठ ७२ : छ पद निश्चय } भाग १
સાક્ષાત્ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયા છે એવા પરમ આપ્ત જ્ઞાની પુરુષોએ આ છ પદને ‘સમદર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક’ કહ્યા છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષપદ છે. (૬) તે મોક્ષનો ઉપાય છે. છયે દર્શન જેમાં સમાય છે એવા આ છ પદ જ્ઞાનીએ પરમાર્થ સમજાવવા માટે કહ્યા છે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકાર :
પહેલું પદ : આત્મા છે – જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે.’ ઘટપટાદિ પૌગલિક જડ પદાર્થ છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટપટાદિ રૂપી હોઈ ઇંદ્રિયગમ્ય છે, આત્મા અરૂપી હોઈ અતીન્દ્રિય અનુભવગમ્ય છે. આ નહિ, આ નહિ, નેતિ નેતિ એમ બાધ કરતાં કરતાં બાધ ન કરી શકાય એવો જે “અબાધ્ય અનુભવ’ બાકી રહે એ જ આ અરૂપી આત્માનું સ્વરૂપ છે. આવો આ અરૂપી આત્મા દષ્ટિથી દેખાય જ કેમ? ને એનું રૂપ પણ કેમ જણાય? કારણકે એ દષ્ટિનો દષ્ટા આત્મા છે, ને રૂપનો જ્ઞાતા પણ આત્મા જ છે. વળી બીજી ઇંદ્રિયોથી પણ આત્મા કેમ જણાય વારુ? કારણકે પ્રત્યેક ઇંદ્રિયની જ્ઞાન-સત્તા 'તો નાના ઠાકરડાની પેઠે પોતપોતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે, પણ આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. આવી સર્વ ઇંદ્રિયોની સત્તાથી જે પર છે એવો આત્મા તો ઇંદ્રિયોનો પણ ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે. દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી, અને પ્રાણ પણ તેને જાણતો નથી; પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે સર્વ પોતપોતાના નિયત વિષયમાં પ્રવર્તે છે. આત્મા તે બધા યંત્રનો ચલાવનારો યંત્રવાહક છે. મોટરનો ચલાવનારો (ડ્રાઈવર) મોટરથી જુદો છે, તેમ દેહયંત્રનો ચલાવનારો આત્મા દેહથી જૂદો છે. તથાપિ દેહમાં આત્મબુદ્ધિરૂપ અનાદિના દેહાધ્યાસને લીધે અજ્ઞાની જીવને દેહ એ જ આત્મા ભાસે છે, પણ તે બન્ને માન ને તલવારની જેમ પ્રગટ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પાવબોધ મોક્ષમાળા
લક્ષણથી ભિન્ન છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. આમ આ બન્નેનો સ્વભાવ પ્રગટપણે કેવળ ભિન્ન છે, તે ત્રણે કાળમાં એકપણું પામે નહિ. ‘પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય”, જેને હાજર છે, એવો આ આત્મા જાગ્રત સ્વપ્ન ને નિદ્રા એ સર્વ અવસ્થાને વિષે ન્યારો ને ન્યારો જ તરી આવે છે; અને હું ઉંધી ગયો હતો, મને સ્વપ્ન આવ્યું હતું, ઈત્યાદિ પ્રકારે તે તે અવસ્થાને તે જાણે છે. આમ જ્ઞાયક સ્વભાવી આત્માનું પ્રગટ અનુભવરૂપ અસ્તિત્વ છે. તોપણ પોતે જ આત્મા છતાં આત્માની જે શંકા કરે છે, એ જ અમાપ આશ્ચર્ય છે! ‘આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫; શંકાનો કરનાર તે, અચરિજ એહ અમાપ!
બીજું પદ : આત્મા નિત્ય છે – આત્મા ત્રિકાળવર્તી નિત્ય પદાર્થ છે. આત્મા દેહસંયોગથી ઉપજે છે ને દેહવિયોગે નાશ પામે છે એમ અજ્ઞાની જીવ કહ્યું છે, પણ તેમ નથી કારણકે માત્ર પરમાણુના સંયોગરૂપ એવો દેહ આત્મા સાથે, ક્ષીર-નીર અથવા અગ્નિ-લોહ જેમ, માત્ર સંયોગસંબંધ રહ્યો છે, તાદાત્મસંબંધે નહિ. વળી દેહ જડ ને રૂપી છે, આત્મા ચેતન ને અરૂપી છે; દેહ દશ્ય છે, આત્મા દષ્ટા છે. એ વિચારતાં જણાય છે કે દેહની ઉત્પત્તિ-લયની સાથે આત્માનો સંબંધ નથી. કારણકે જડમાંથી ચેતનની ઉત્પત્તિ ને ચેતનમાંથી જડની ઉત્પત્તિ કોઈ કાળે થવા યોગ્ય નથી. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના ગમે તેટલા પ્રયોગો કરી મરી મથે, તો પણ કોઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી. અર્થાત્ આત્મા અસંયોગી એવો સ્વાભાવિક પદાર્થ છે, ને સ્વભાવનો તો કોઈ કાળે નાશ થાય નહિ, માટે આત્મા પ્રત્યક્ષપણે નિત્ય છે. આમ આત્મા અનુત્પન્ન છે, એટલે અવિનાશી પણ છે. ક્રોધ આદિ પ્રકૃતિનું અધિકપણું સર્પ આદિમાં જન્મથી જ દેખવામાં આવે છે, તે પૂર્વજન્મનો જ સંસ્કાર છે, – જે પૂર્વજન્મ પરથી પણ જીવની નિત્યતા જ સિદ્ધ થાય છે. કોઈ આત્માને એકાંતે ક્ષણિક માને છે, કોઈ એકાંતે નિત્ય માને છે, આ બન્ને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે. તેની પ્રતીતિ બાલ, યુવાન ને
Page #214
--------------------------------------------------------------------------
________________
છ પદ નિશ્ચય-ભાગ ૧
૧૯૩
વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે એ દગંત પરથી થાય છે. આ વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી, એ વસ્તુનો અનુભવથી નિશ્ચય થાય છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ હોય નહિ, માત્ર અવસ્થાંતર હોય. “નાસતો વિદ્યતે માવો, નામાવો વિદ્યતે સતઃ" (ગીતા) અસતનો ભાવ (હોવાપણું) હોય નહિ ને સતનો અભાવ હોય નહિ. એક સમય હોય તે સર્વ સમય હોય, માત્ર અવસ્થાંતર હોય તે ભલે. ‘હોય તેહનો નાશ નહિ, નહિ તેહ નહિ હોય; એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.”
- ત્રીજું પદ : આત્મા કર્તા છે– સર્વ પદાર્થ અર્થકિયાસંપન્ન છે,” તેમ આત્મા પણ છે, માટે તે પરિણામ ક્રિયાનો અર્થાત્ કર્મનો કર્તા છે. પુરુષ (આત્મા) તો સદા અસંગ છે ને પ્રકૃતિ બંધ કરે છે એમ કોઈ કહે છે, તે યથાર્થ નથી. કારણકે ચેતનની પ્રેરણા વિના કર્મ કોણ ગ્રહણ કરશે વારુ? જડનો સ્વભાવ કાંઈ પ્રેરણા નથી, માટે ચેતન એવા આત્માના કર્યા વિના કર્મ થતા નથી, અર્થાત્ જીવ કરે તો જ કર્મ થાય છે. નહિ તો નહિ. તેથી કર્મ સહજ સ્વભાવે અનાયાસે થતા નથી, તેમજ કર્મ એ જીવનો ધર્મ પણ નથી. વળી આ આત્મા જે સર્વથા કેવળ અસંગ હોત, તો પ્રથમથી તેનો સ્પષ્ટપણે તેવો ભાસ થવો જોઈતો હતો. હા, પરમાર્થથી તે અસંગ છે, પણ તે તો નિજ સ્વરૂપનું ભાન પ્રગટયે તેમ હોય છે. ઈશ્વરની પ્રેરણાથી કર્મ થયા કરે છે, તેથી જીવ અબંધ છે એમ કોઈ કહે છે. પણ જગતનો અથવા જીવોના કર્મોનો કર્તા એવો કોઈ ઈશ્વર નથી, કારણકે શુદ્ધ આત્મસ્વભાવ જેનો પ્રગટયો છે તે જ ઈશ્વર છે. અને ઈશ્વરને જે કર્મનો પ્રેરનાર ગણવામાં આવે તો તે જ દોષિત ઠરે ને તેના જ દોષનો પ્રભાવ થાય. માટે આત્મા ‘પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્યા છે. અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે.” “ચેતન જે નિજ ભાનમાં, જ્જ આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, જ્જ કર્મ પ્રભાવે.
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ચોથું પદ : આત્મા ભોકતા છે – જે કરે તે ભોગવે આ નિયમ પ્રમાણે આત્મા કર્મનો કર્તા હોવાથી તે કર્મના ફળનો ભોકતા છે. કારણકે ‘જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે.’ અત્રે જડ એવા કર્મ તે શું સમજે કે તે ફળ પરિણામ આપે? એવી શંકા શું પણ કરવા યોગ્ય નથી. કારણકે આત્મસ્રાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનુ સર્જન છે, માટે તે ચેતનરૂપ છે; અને આ ભાવકર્મરૂપ ચેતનવીર્યની સ્ફુરણા જડ પુદ્ગલવર્ગણા ગ્રહે છે. ઝેર કે અમૃત પોતે કાંઈ સમજતા નથી કે અમે આને આ ફળ આપીએ, પણ જે જીવ તે ખાય તેને તે તે ઝેર – અમૃતનું તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે; તેમ કર્મના સંબંધમાં પણ છે. ‘એક ટંક ને એક રાય’ એ આદિ જગતનું વિચિત્રપણું કર્મના ચમત્કારને લીધે છે, અને એ જ શુભાશુભ કર્મનું ભોક્તાપણ સિદ્ધ કરે છે. ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કંઈ પણ જરૂર નથી, કારણકે અચિંત્ય સામર્થ્યવાળા કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે, અને ભોગવ્યાથી નિ:સત્ત્વ થયે દૂર થાય છે. તેમજ શુભાશુભ અધ્યવસાયની તરતમતારૂપ મુખ્ય ગતિ પ્રમાણે તે તે ગતિમાં તે કર્મના જ પ્રભાવે દ્રવ્યસ્વભાવરૂપ એવા તે તે ભોગ્ય સ્થાન પણ ઘટે છે. આમ જીવના ભોકતાપણાનો નિશ્ચય થાય છે.
૧૯૪
(દોહરા) જેહ મુમુક્ષુ ષટ્યદો, ષટ્ચદમાંહિ રમંત; સમ્યગ્દર્શન પામી તે, આત્મસિદ્ધિ વરંત.
शिक्षापाठ ७३ : छ पद निश्चय } भाग २
પાંચમું પદ : મોક્ષ પદ છે – કષાયાદિ બંધહેતુઓના અનભ્યાસથી ને તે બંધભાવ ક્ષીણ થવાથી શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવારૂપ મોક્ષપદ છે. દેવ-નરકાદિ ગતિમાં ફળ ભોગવવા વડે કરીને જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમજ તે શુભાશુભ કર્મની નિવૃત્તિની પણ સફળતા સંભવે છે, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. શુભાશુભ કર્મ ભોગવતાં
Page #216
--------------------------------------------------------------------------
________________
છ પદ નિશ્ચય- ભાગ ૨
૧૯૫
અનંતકાળ વીત્યો, તોપણ જીવનો આ કર્મદોષ હજુ એમ ને એમ જ વર્તમાન પડયો છે, માટે એનો મોક્ષ ક્યાંથી હોય? એમ આશંકા કરવા યોગ્ય નથી. કારણકે અનંત કાળ વીત્યો તે “શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે તે શુભાશુભ ભાવ છેદી શુદ્ધ ભાવમાં વર્તતાં આત્માનો મોક્ષસ્વભાવ પ્રગટે; અને “દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ,” – એવી શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય.
છઠું પદ : તે મોક્ષનો ઉપાય છે – કર્મબંધનથી છૂટવારૂપ મોક્ષ છે, તો તેનો ઉપાય પણ છે. કારણકે ‘કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે.' મિથ્યાત્વાદિ બંધહેતા તેના પ્રતિપક્ષી સમ્યકત્વાદિથી છેદાય છે, કોધાદિ કષાય તેના પ્રતિપક્ષી ક્રમાદિથી હણાય છે, આ સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત છે, અનંતકાળના કર્મ અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહમાં શાથી છેદ્યા જાય? એવો વિકલ્પ પણ કરવા યોગ્ય નથી. જીવ જ અજ્ઞાન નિદ્રામાંથી જાગે તો અનંતકાળના કર્મ પણ શીધ્ર ભાગે, – એવું આ પુરૂષાર્થનું બળ છે. કારણકે ‘કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ,” અર્થાતુ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે ને મોક્ષભાવ છે તે નિજ સ્વરૂપમાં વાસ છે; આ અજ્ઞાન છે તે અંધકાર સમાન છે, એટલે ચિરકાળના અંધકારની જેમ આ અજ્ઞાનઅંધકાર જ્ઞાનપ્રકાશ થતાં તત્ક્ષણ જ નાશ પામે છે. વળી આ આટલા બધા મતદર્શન છે, તે “સહુ થાપે અહમેવ,” તેમાં ક્યો મત સાચો માનવો? એમ મતની મારામારીમાં પણ મતિને મુંઝવી દેવા યોગ્ય નથી. કારણકે અવિરોધ એવો સર્વસંમત મોક્ષમાર્ગ આ પ્રકારે છે :
જે જે બંધના કારણ છે, તે બંધનો માર્ગ છે, તે કારણની છેદક એવી આત્મદશા તે જ મોક્ષમાર્ગ છે. આ બંધ કારણોમાં રાગ દ્વેષ ને અજ્ઞાન એ જ મુખ્ય કર્મગ્રંથિ (ગાંઠ) છે, તે જેથી છેદાય તે જ મોક્ષમાર્ગ છે. આ રાગાદિ સર્વ વિભાવના અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો સત, ચૈતન્યમય કેવળ–શુદ્ધ આત્મા. જેથી
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પામીયે તે જ મોક્ષમાર્ગ છે. તેમજ-કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ છે, અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે; આ મોહનીયના બે ભેદ છે-દર્શનમોહનીય ને ચારિત્રમોહનીય; દર્શનમોહનીયને આત્મબોધ હણે છે ને ચારિત્રમોહનીયને વીતરાગતા હણે છે, આમ મોહને હણવાનો અચૂક ઉપાય છે, અને એ જ સર્વ કર્મથી મુક્ત થવારૂપ મોક્ષના અમોઘ ઉપાયરૂપ મોક્ષમાર્ગ છે. આત્માના અસ્તિત્વથી માંડી આ મોક્ષના ઉપાય સુધીના છએ પદની સર્વાંગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે. આવો આ સર્વસંમત અવિરોધ મોક્ષમાર્ગ છે. મતદર્શનનો આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, જે કોઈ પણ ખરેખરો મુમુક્ષુ આ કહ્યો તે સર્વસંમત મોક્ષમાર્ગ સાધશે, તેના જન્મ અલ્પ છે. ‘છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.’ આ જે કહ્યો તે માર્ગ હોય, તો એમાં જાતિ-વેષનો કોઈ પણ ભેદ છે નહિ; તે માર્ગને જે કોઈ સાધે છે, તે મુક્તિ પામે છે, એમાં ઊંચ નીચ આદિ કોઈ પણ ભેદ નથી. આવા આ સર્વસંમત અવિરોધ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અવિલ ક્રમ જ્ઞાનીઓએ આ પ્રકારે પ્રકાશ્યો છે :
૧૯૬
‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર્ દયા, તે કહિયે જિજ્ઞાસ.' અર્થાત્ કષાયનું ઉપશાંતપણું, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા નહિ, સંસાર પ્રત્યે ખેદ (અંતરંગ વૈરાગ્ય), અને અંતમાં દયા, આ ગુણ જેના આત્મામાં હોય, તે સાચો ‘જિજ્ઞાસુ’ કહેવાય. આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના બોધનું શ્રવણ થાય તો તે સમક્તિને પામે ને અંતર્શોધમાં વર્તે. અને પછી મત-દર્શનનો આગ્રહ ત્યજી જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. એટલે પછી નિજ સ્વભાવનો અનુભવ લક્ષ ને પ્રતીતિ જ્યાં વર્તે છે અને વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે, એવું પરમાર્થ સમક્તિ પ્રાપ્ત થાય. તે સમક્તિ વધતી જતી ધારાથી વર્ધમાન થઈ મિથ્યાભાસ ટાળે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય ને વીતરાગપદે વાસ હોય. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન જ્યાં વર્તે છે એવું કેવલજ્ઞાન પ્રગટે અને દેહ છતાં દેહાતીત એવી નિર્વાણ દશાનો અનુભવ
Page #218
--------------------------------------------------------------------------
________________
છ પદ નિશ્ચય – ભાગ ૨
'
૧૯૭
થાય. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.’ આમ કોડો વર્ષનું સ્વપ્ન હોય, તે પણ જાગ્રત થતાં તરત જ સમાય છે, તેમ અનાદિનો વિભાવ પણ આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તાત્પર્ય કે–દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિરૂપ દેહાધ્યાસ છૂટે, તો આત્મા કર્મનો કર્તા પણ નથી અને ભોકતા પણ નથી,-એ જ ધર્મનો મર્મ છે, ને એ જ ધર્મથી મોક્ષ છે. સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને શમાય છે.
‘છૂટે દેહાધ્યાસ તો, નહિં કર્તા તું કર્મ: નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીયે કેટલું? કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.”
આવા આ પરમ નિશ્ચયરૂપ છ પદનો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી અપૂર્વ નિશ્ચય કરાવ્યો છે,–જેનો સારભૂત આશય ઉપરમાં કહ્યો છે. આ અવનિના અમૃત સમી આ આત્મસિદ્ધિના કર્તા પરશે, આ છ પદ અંગેની તલસ્પર્શી મીમાંસા કરતા પ્રસિદ્ધ છ પદના પત્રમાં છેવટે ટંકોત્કીર્ણ વચન પ્રકાશ્ય છે કે- ‘આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને
પામે.'
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રશાવબોધ મોક્ષમાળા
(દોહરા) ટુ દર્શન જિન અંગ તે, ષટું પદમાંહિ શોધ!
મત આગ્રહ ત્યજી ભજ સદા, મોક્ષમાર્ગ અવિરોધ.
शिक्षापाठ ७४ : मोक्षमार्गनी अविरोधता
આત્માની શુદ્ધ સ્વભાવરૂપ સ્વસ્થ આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે; અને તેનો જે યોગ કરાવે તે આગલા પાઠમાં પ્રદર્શિત કરેલ યોગરૂપ મોક્ષમાર્ગમાં સર્વ દર્શનોનો અવિરોધ છે. જાતિ-વેષના ભેદ વિના કે મતદર્શનના આગ્રહ વિના જે કોઈ તે માગને આરાધે છે, તે પરમ શાંતિસ્વરૂપ મોક્ષને પામે છે. આ મોક્ષરૂપ પરંતત્ત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હોય, પણ તેના સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતો નથી. આ સહજાન્મસ્વરૂપી મોક્ષપદ એ જ સર્વ દર્શનોનું એક નિશ્ચિત સાધ્ય ધ્યેય (Goal) છે. અને એનો યોગ કરાવનાર સસાધનરૂપ યોગમાર્ગ પણ શમનિષ્ઠ એવો એક શાંતિમાર્ગ જ છે. અર્થાત્ સહજ આત્મસ્વરૂપ પદમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું તે શમ છે, પરભાવ-વિભાવથી વિરામ પામી આત્મસ્વભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ એક સર્વ દર્શનોને સંમત એવો મોક્ષનો શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મોક્ષરૂપ પરમ શાંતિ પામવા ઈચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઇચ્છે છે. એટલે તે સર્વનો માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે,–પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે મોક્ષરૂપ તીરની નિકટ હોય ને કોઈ દૂર હોય, પણ તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો, આરાધકો, ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે. માટે “મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.”
Page #220
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગની અવિરોધતા
૧૯૯
આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યોજના જિન ભગવાને દાખવી છે. સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અવિરોધ એવી અભેદ એકતા આત્મામાં પરિણમાવવી એ જ જિનનો ‘મૂળમાર્ગ છે. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા જે સાધે, તે નિજ સ્વરૂપને અથવા જિનના મૂળમાર્ગને પામે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે, કે થશે, તે સર્વ જિન વીતરાગના આ મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ, એમ સર્વ જ્ઞાની પુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન પરમાર્થ મોક્ષમાર્ગ છે; અને તે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર સપુરુષોને સંમત છે. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” ‘છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ;
મૂળ મારગ સાંભળો જિનનોરે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ. જેમ આવી પ્રતીતિ જીવનરે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ.
અને વ્યવહાર માર્ગ પણ આ પરમાર્થનું જ પ્રતિપાદન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે પ્રરૂપવામાં આવ્યો છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ કેંદ્રિત કરવા માટે બોધવામાં આવ્યો છે. અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાનો પ્રયોગ કરવો પડે, તેમ પરમાર્થથી અજાણ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારનો ઉપયોગ આવશ્યક છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે-“જે નિશ્ચયને-પરમાર્થને છેદે છે, તે તત્ત્વને છેદે છે; અને જે વ્યવહારને છેદે છે, તે તીર્થને છેદે છે.” પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તો સાધન
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
છે. પરમાર્થરૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપયોગિતા છે. વ્યવહાર સમગુદર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ કમે કરીને આત્માનું સ્વરૂપ પર આરોપવા માટે છે. કારણકે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસારપરિભ્રમણ થયું છે. માટે સમસ્ત વ્યવહારનું પ્રથમ ને એક જ પ્રયોજન આત્માને સ્વરૂપમાં આણી નિજ ઘર પધરાવવાનું છે. અને પછી વ્યવહાર રત્નત્રયી દ્વારા આ
સ્વરૂપઆરોપણરૂપ પ્રથમ ભૂમિકા, ‘નિજ પદ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતો સ્પર્શતો આગળ વધતો જાય છે; અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે, સિદ્ધ બને છે.
આમ શુદ્ધ આત્મજ્ઞાન અને રાગદ્વેષ રહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાનો સુમેળ સાધવો, એ જ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિનો અવિરુદ્ધ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજી આત્મપરિણતિને ભજવી, તે મોક્ષમાર્ગની અવિરોધ આરાધના છે; પરપરિણતિને ભજી આત્મપરિણતિને ત્યજવી, તે મોક્ષમાર્ગની વિરોધિની વિરાધના છે. આ પ્રમાણે જિનપ્રણીત મોક્ષમાર્ગની ત્રિકાલાબાધિત સનાતન સ્થિતિ છે. (દોહરા) મોક્ષ શું યોજે યોગ તે, મોક્ષમાર્ગ અવિરોધ;
શાંતિમાર્ગ મૂળમાર્ગ તે, રત્નત્રયીમય શોધ. માર્ગ મુમુક્ષુ સર્વનો, શંમપરાયણ છેક; સાગરના તીરમાર્ગ શું, મોક્ષમાર્ગ આ એક.
Page #222
--------------------------------------------------------------------------
________________
સનાતન ધર્મ
૨૦૧
शिक्षापाठ ७५ : सनातन धर्म સનાતન ધર્મ એટલે શું? સનાતન એટલે શાશ્વત, સદા સ્થાયી રહેનારો; અને ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. “વત્થસદાવો છો !' સનાતન વસ્તુ કોઈ હોય તો તે આત્મા છે. એટલે આ આત્માનો જે વસ્તુસ્વભાવરૂપ ધર્મ તે જ સનાતન શાશ્વત ધર્મ છે. બાકી બીજું બધું કલ્પના માત્ર છે. જગતમાં સર્વ કોઈ પોતપોતાના ધર્મને સનાતન
સ્થાપન કરવા મથે છે, અને આખું જગત “ધર્મ ધર્મ કરતું ફરે છે, “ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે,” પણ તેને આ ધર્મના મર્મની ખબર નથી.
આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમય સ્વભાવમાં વર્તે, તે જ વાસ્તવિક એવો વસ્તુ ધર્મ છે. આ આત્મધર્મ આત્માનો સ્વભાવભૂત હોઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક સનાતન ધર્મ એ જ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માનો સ્વધર્મ-સ્વસમય છે; અને આત્માથી અન્ય એવા પરભાવ વિભાવમાં વર્તવું એ જ પરધર્મ–પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ” માં વર્તતાં નિધન-મૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વર્તવારૂપ ‘પરધર્મ' ખરેખર ભયાવહ છે! સ્વધર્ષે નિધનં યઃ પર મયાદા
આ ધર્મ તો પોતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભત-પ્રગટ કરવાનો છે;” અથવા આ આત્મા પોતે જ ધર્મ છે એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ સૂંઢતા ફરે છે, પણ પોતાને ઘેર જ ધર્મ છે તે દેખતા નથી! અને કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે! આ ધર્મમૂર્તિ આત્મારૂપ “પરમ નિધાન પ્રગટ મુખ આગળ” ખુલ્લો પડ્યો છે, તેને ઉલ્લંઘી જઈને તેઓ તેની શોધમાં ન્હાર નીકળી પડયા છે!
જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોઈ તેનો ધર્મ છે; તેમ કષાયઅભાવરૂપ નિર્મલતા એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. પણ સ્ફટિક રત્નનો સ્વભાવ નિર્મલ છતાં રાતું ફૂલ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વગેરે બાહ્ય ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે; તેમ કર્મરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મલતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયંમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. એટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે. અને તેનું નિરુપાલિકપણું સમગ્ગદષ્ટિ ગુણસ્થાનકથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યંત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. જેમ જેમ પર પરિણતિ ત્યજાતી જાય છે ને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતો જાય છે, વિકસતો જાય છે, યાવત્ મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે. ધર્મના દ્રવ્ય ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-સનાતન આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે જેટલે અંશે કારણભૂત થાય, તેટલે અંશે જ તેની સફળતા છે. નહિ તો મહામુનિ દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ વિના સહ આલ,” વસ્તુના સ્વભાવધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે.
આ સનાતન આત્મધર્મ એ જ સર્વ યોગીઓને સંમત એવો યોગીધર્મ છે. કારણકે આત્મસ્વરૂપનું ગુંજન- અનુસંધાન કરવું એ જ આ યોગીઓનો ધર્મ છે. એટલે આ ધર્મ ને અનુસરતા આ સમ્યગુદૃષ્ટિ યોગીપુરુષો સર્વત્ર આત્માને આગળ કરી, આત્મઅનુગત ભાવવાળી ભાવધર્મ-પ્રવૃત્તિ કરે છે; જેમ બને તેમ આત્મપદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, અને આત્મસ્વરૂપની આરાધના કરે છે. આ આરાધક યોગીપુરુષો જ્ઞાનદર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધર્મને આદરે છે ને રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે. આવો આ સર્વ યોગીઓને સંમત યોગીધર્મ વા વસુસ્વભાવરૂપ સનાતન આત્મધર્મ એ સાર્વજનિક એવો વિશ્વધર્મ બનવાને પરમ યોગ્ય છે. કારણકે “આત્માનો સનાતન ધર્મ શાંત થવું, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે.' આત્માનો
Page #224
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ
આ સનાતન ધર્મ જે કોઈ મુમુક્ષુ સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મોક્ષ પામે છે. આ ‘જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વો!' (દોહરા) વસ્તુ સનાતન આત્મ છે, વસ્તુ સ્વભાવ જ ધર્મ; આત્મસ્વભાવે વર્તવું, તે જ આત્મધર્મ જ સનાતનો, તે જ તે જ યોગિનો ધર્મ છે, તે જ
સનાતન ધર્મ. જિનનો ધર્મ; વિશ્વનો ધર્મ.
૨૦૩
शिक्षापाठ ७६ : सूक्ष्म तत्त्व प्रतीति
આત્માનો સનાતન ધર્મ સમજીને તે પામવા માટે આત્મા અને તેના બંધમોક્ષની વ્યવસ્થાનું સૂક્ષ્મ તત્ત્વ સમજવા યોગ્ય છે. “બંધાનારો એવો આત્મા અને બાંધનારૂં એવું કર્મબંધન' એ બન્ને જો પરમાર્થસત્ એવી મુખ્ય નિરુપચરિત વસ્તુ હોય, તો જ બંધમોક્ષ વ્યવસ્થા ઘટે, નહિ તો કલ્પનામાત્ર થઈ પડે. અને આ બંધ છે તે કનકોપલની જેમ પ્રવાહથી અનાદિ છે; તેનું કૃતકપણું-કૃત્રિમપણું છતાં, અતીત કાલની અપરાપર ક્ષણની જેમ અનુબંધથી તેનું અનાદિમંતપણું ઘટે છે. આ કર્મબંધ બે પ્રકારે છે : જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલપરમાણુરૂપ તે દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ-મોહ એ અશુધ્ધ આત્મપરિણામ તે ભાવકર્મ. આ ભાવકર્મ-દ્રવ્યકર્મનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે.
આ “બંધના હેતુઓ હિંસાદિ છે ને મોક્ષના હેતુઓ અહિંસાદિ છે. આ હિંસા–અહિંસાદિ પણ પરિણામી અને દેહથી ભિન્નાભિન્ન આત્મામાં જ ઘટે છે,– અન્યથા પ્રકારે નહિં.” (ધર્મબિન્દુ) કારણકે (૧) અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ એવો એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તો પૂર્વ સ્વરૂપથી અવસ્થાંતરપ્રાપ્તિના અભાવે હિંસાનો અસંભવ થશે. તેમજ એકાંતે અનિત્ય આત્મામાં પણ અન્યદ્વારા અહિંસનને લિધે હિંસાનો અસંભવ થશે; ત્યાં પછી કોણ કોનો હિંસક વા કોણ કોનો હિંસ્ય? આમ એકાંત નિત્ય કે એકાંત
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પશાવબોધ મોક્ષમાળા
અનિત્ય પક્ષમાં હિંસાદિ નહિ ઘટે, માત્ર પરિણામી નિત્ય આત્મામાં જ ઘટશે. (૨) દેહથી આત્મા એકાંતે અભિન્ન જ હોય, તો મરણનો અભાવ થશે. કારણકે મૃત દેહમાં પણ પંચભૂતોનુ કંઈ પણ વિકલપણું જોવામાં આવતું નથી; અને જે મરણ ઘટે છે એમ કહો, તો પરલોકગામી જૂદો જીવ નહિં હોવાથી સર્વ શિષ્ટ જનને ઇષ્ટ એવા પરલોકનો અભાવ થશે. અને (૩) દેહથી આત્મા એકાંતે ભિન્ન જ હોય તો પુરુષને ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શ આદિનું વેદન નહિ થાય; નિગ્રહ-અનુગ્રહ પણ નિરર્થક થઈ પડશે; અને દેહે કરેલા કર્મનો આત્માથી સુખદુ:ખ અનુભવરૂપ ભોગવટો નહિ થાય, તેમજ આત્માએ કરેલા કર્મનો દેહથી પણ તેવો ભોગવટો નહિ થાય; અને આમ સર્વલોકપ્રતીત દષ્ટનો અને શાસ્ત્રસિદ્ધ એવા ઈષ્ટનો અપલાપ થશે. માટે દેહથી એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન આત્મામાં હિંસાદિ ઘટતા નથી, પણ દેહથી ભિન્નભિન્ન આત્મામાં જ ઘટે છે. આમ એકાન્તવાદથી અન્યથા એવા અનેકાન્તવાદથી જ આ હિંસાદિની સિદ્ધિ થાય, એમ તત્ત્વવાદ છે.
એમ સૂક્ષ્મ તત્વ પ્રતીતિ કરી, મુમુક્ષુએ સર્વ તત્વના તસ્વરૂપ આત્મતત્વનો સૂક્ષ્મ વિચાર કરવા યોગ્ય છે. કારણકે જ્ઞાનીઓ કહે છે કે- “હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જૂદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિર્વસ્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે,-કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સતુશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે.* આ જગતમાં જે કોઈ પરમ સર્વોત્કૃષ્ટ, પરમોત્તમ તત્વ હોય તો તે આ અંતમાં ઝળહળી રહેલી કેવલ એક, શુદ્ધ, અદ્વૈત જ્ઞાનજ્યોતિ જ છે. શુદ્ધ ચૈતન્યચમત્કારરૂપ આ કેવળ જ્ઞાનજ્યોતિજ અબાહ્ય છે, બાકી બીજું બધું બાહ્ય છે. અર્થાત્ કર્મ, નોકર્મ આદી આત્માથી બાહ્ય છે, તે ભલે વ્હાર આળોટત્યા કરે, પણ તેનો આત્મામાં અન્ત:પ્રવેશ નથી. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ સાથે * શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૫૩૯
Page #226
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મ તત્વ પ્રતીતિ
૨૦૫
જીવનો માત્ર વ્યવહાર નયથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. રાગ-દ્વેષાદિ ભાવકર્મ સાથે અશુદ્ધ નિશ્ચયથી પરિણામ-પરિણામી સંબંધ છે, પણ શુદ્ધ નિશ્ચય નથી તો આ આત્મા સર્વ કર્મíકપંકથી રહિત એવો શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે.
વળી જેમ ભીંત બહાર લગાડેલી ખડી ભીંતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, જૂદી છે, એટલે ખડી ભીંતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય જ્ઞય છે, પણ તે જ્ઞાયક શેયથી બાહ્ય છે, જૂદો છે, એટલે તે જ્ઞાયક કાંઈ જ્ઞય એવા પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયક ને જ્ઞાયક જ રહે છે, કારણકે એ જ એનો સ્વભાવ છે. અને આમ જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી,- વિશ્વપ્રકાશક ‘ચંદ્ર ભૂમિરૂપ થતો નથી તેમ.” આમ જ્ઞાયક સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ શેયને જાણે છે; તથાપિ પરમાર્થથી આ સર્વ બાહ્ય પરભાવો સાથે આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે; તે પરભાવને વિષે આત્મબુદ્ધિરૂપ અહેવ-મમત્વ જન્ય રાગાદિ તે છોડી દીએ, એટલે તે પરમાર્થથી મુકત જ છે. (દોહરા) દેહથી ભિન્નભિન્ન નિત, પરિણામી આત્મામાં જ,
બંધ મોક્ષ આદિ ઘટે, ઘટે અન્યથા ના જ. જ્ઞાયક અંતર્ જ્યોતિ આ, સર્વ તત્ત્વનું તત્ત્વ; બાહ્ય જ શેય જગત બધું, તેમાં કેમ મમત્વ? જ્ઞાયક આત્મ જાણે સહુ, તે જાણે સહુ જાણ; જ્ઞાન કુવારો છોડી કાં, શેય કણે મતિ આણ? ખડી ઉજાળે ભીંતને, ખડી ભીંતની નો'ય; ચંદ્ર પ્રકાશે ભૂમિને, ભૂમિ ચંદ્રની નો'ય.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७७ : समिति गुप्ति ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેહથી આ આત્મા માનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરવો? તો કે ઉપયોગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યક યોગથી. આ મન-વચન-કાયાનો એવો સમ્યક યોગ કરવો, એવું કર્મકૌશલ દાખવવું, કે જેથી તે આત્માને સ્વરૂપ સાધનામાં બાધક ન થતાં સાધક થઈ પડે. “યો : હું શતમ્ " અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગનું એવું સંક્ષિપ્તપણું કરવું, ગુપ્તપણુંસુરક્ષિતપણું કરવું કે જેથી કરીને ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, સ્વરૂપગુપ્ત થાય. આનું નામ જ મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ છે. હવે જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી મન-વચન-કાયાના યોગની જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, તે એવી સમ્યક કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ, નિજ સ્વરૂપના લક્ષપૂર્વક ને જિન આજ્ઞા અનુસાર, મન-વચન-કાયાની જે સમ્યક પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. અને આવી જે સમ્યક પ્રવૃત્તિ તે પણ ક્ષણ પણ ઘટતી જઈ છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ‘સમિતિ’ કહી છે, જેમાં સમસ્ત દ્વાદશાંગી સમાય છે. સમ્ = સમક, જિનવચનાનુસાર, ઈતિ = આત્માની ચેષ્ટા,-એ અપેક્ષાએ ગુપ્તિ પણ સમિતિ જ છે. ત્રણ ગુપ્તિ અને પંચ સમિતિ મળીને અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. કારણકે જનની જેમ પુત્રનું હિત અને શુભ કરે, તેમ આ અષ્ટ પ્રવચન માતા સાધક સંયમીને પ્રવચનનું– આગમજ્ઞાનનું પરિણમન કરાવી, ચારિત્રગુણગણની વૃદ્ધિ કરી શિવસુખ પમાડે છે. આમાં ગુપ્તિ છે તે સંવરમયી છે ને તે ઉત્સર્ગ માર્ગ છે; સમિતિ છે તે સંવર-નિર્જરારૂપ છે ને તે અપવાદ માર્ગ છે. અયોગી ભાવ કરવાની રુચિવાળા મુનિવર યોગનિવૃત્તિરૂપ ગુપ્તિ ધારે; અને જે
Page #228
--------------------------------------------------------------------------
________________
સંમિતિ ગુપ્તિ
ગુપ્તિ ન રહી શકે તો સમ્યક્ યોગપ્રવૃત્તિરૂપ સમિતિથી વિચરે. આ સમિતિગુપ્તિનું સ્વરૂપ દ્રવ્યથી ને ભાવથી સમજી આચરવા યોગ્ય છે :
૨૦૭
ઇર્યાસમિતિ – સ્વાધ્યાયનિમગ્ન સાધુ નિજવંદનાર્થે, ગ્રામાંતર અર્થે કે આહાર-નિહાર અર્થે એમ ચાર કારણે જ જવા માટે ઊઠે; અને યુગમાત્ર ક્ષેત્ર ચક્ષુથી જોતાં જોતાં ઉપયોગ રાખીને જયણાપૂર્વક ગમન કરે તે ઇર્યા સમિતિ. ભાષા સમિતિ-મૌનધારી એવા મુનિ ક્રોધથી, માનથી, લોભથી, હાસ્યથી, ભયથી, મૌખર્યથી, કે વિથાથી ઉપર્યુક્તપણે આશ્રવગેહરૂપ સાવદ્ય વચન ન વદે; પણ યોગ્ય કાળે અસાવઘ એવું હિત મિત ને પ્રીત વચન જ વદે; પોતાને ને પરને બોધ પ્રગટે એમ ઉંચેથી સ્વાધ્યાય કરતા હોય એવું વ્યાખ્યાન કરે; અનેકાંતિક સાપેક્ષ સત્ વાણી સ્વપર હિતાર્થે ઉચ્ચરે, ને પ્રભુગુણના ગાનથી રસનાને ધન્ય કરે. આમ સાધ્ય એવા ચિપને સાધતા સાધુ ભાષાના સમ્યક્ પ્રયોગથી આશ્રવરૂપ વચનયોગને નિર્જરારૂપ કરી લોઢાનું સોનું બનાવે. એષણા સમિતિ-સંયમ-સ્વાધ્યાયના સાધનરૂપ દેહના નિર્વાહાર્થે મુનિ ઉદ્ગમાદિ સડતાલીસ દોષ રહિત વિશુદ્ધ આહાર, ઉપધિ ને શય્યાની ગવેષણા કરે; ભમરો રસ ચૂસે પણ ફૂલને પીડા ન ઉપજાવે એવી માધુકરી વૃત્તિથી ગોચરી કરે. આદાનનિક્ષેપ સમિતિધર્મોપકરણો ગ્રહતાં મૂકતાં સૂક્ષ્મ જંતુને પણ કિલામણા ન થાય, એમ ચક્ષુથી પ્રતિલેખીને અને પ્રમાર્જીને યતનાવંત યદિ ગ્રહે ને મૂકે. આ દ્રવ્ય જયણા સાચવતાં સાથે સાથે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રતિલેખીને– પુન: પુન: લક્ષમાં રાખીને, બાધક ભાવરૂપ કચરો પૂંજો પ્રમાર્જી નાંખે ને શુદ્ધ સાધક ભાવનું ગ્રહણ કરે. પારિષ્ઠાપનિકા સમિતિ-શરીરના મળમૂત્ર, શ્લેષ્મ આદિને,–ચરાચર જંતુને દૂભવ્યા વિના ને દુગંચ્છા ઉપજાવ્યા વિના,-જીવાકુલ નહિ એવી સ્થંડિલ નિર્જીવ ભૂમિમાં પરઠવવા; અથવા શરીરને ધ્યાનમાં–જ્ઞાનચરણમાં સ્થિર સ્થાપવું તે પારિષ્ઠાપનિકા. ભાવથી તો આત્માની અંદરના જે વિભાવરૂપ ભાવમલ છે તે પરઠવવા, આત્મામાંથી વોસરાવવા અને આત્માને સ્વભાવને વિષે સ્થાપન કરવો તે પારિષ્ઠાપનિકા.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રશાવબોધ મોક્ષમાળા
મનગુપ્તિ-મનને આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ અસત્ ચિંતનમાંથી નિવર્તાવી ધર્મ- ધ્યાનરૂપ સચિંતનમાં પ્રવર્તાવી તેનું ગોપનરક્ષણ કરવું તે મનોગુપ્તિ. દુષ્યયોજન કે નિપ્રયોજન સંકલ્પવિકલ્પનું રટણ ન કરતાં મનને જે નિર્વિકલ્પ કરે, તે જ નિર્વિકલ્પ ધ્યાનસમાધિનો અનુભવરસ ચાખી પૂર્ણાનંદ અનુભવે. વચનગુપ્તિસત્ય, મૃષા, સત્યામૃષા, અસત્ય અમૃષા એ પ્રમાણે વચનગુપ્તિ ચાર પ્રકારની છે. વચન-અગોચર આત્માના અનુભવરસને આસ્વાદતા ને આત્મધ્યાન ધ્યાવતા મુનિ વચનને બાધક ભાવ જાણી તેનું ગોપન કરે છે, પ્રાય: વદતા નથી; અને કવચિત્ વદે તો વચન આશ્રવને સંવરમાં પલટાવવા માટે સ્વાધ્યાય સાધે છે. કાયગુપ્તિ-ઊઠવા-બેસવા આદિમાં કાયનું ગોપન કરવું, ચંચલભાવ છોડી કાયાને સ્થિર કરવી તે કાયગુપ્તિ. તાત્પર્ય કે- સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવર્તતા મનને, વચનને ને કાયને યતનાવંત મુનિ નિવત્તવિ, એ જ અનુક્રમે મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયમુખિ છે.
અને પરમાર્થથી વિચારીએ તો આત્માનું સ્વરૂપને વિષે સંવરથી સંવૃત થવું–ગુખ થવું, તે જ ગુપ્તિ. આત્માનું સ્વરૂપને વિષે વિચરવું તે ઈર્યાસમિતિ. દેહાદિથી ભિન્ન એવો હું આત્મા છું એ નિરંતર દષ્ટિ સન્મુખ રાખી, સાપેક્ષ પરમાર્થસત્ સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ. આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઇચ્છવી તે એષણા સમિતિ. સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને પરભાવવિભાવનો ત્યાગ કરવો તે આદાનનિક્ષેપ સમિતિ. અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી, શુદ્ધ આત્મસ્વભાવસ્થિત આત્મવસ્તુનો ઉત્સર્ગ કરવો, આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સર્ગ સમિતિ. આવી આ અષ્ટ પ્રવચન માતા જે મુનિ સમ્યફપણે આચરે છે, તે જ્ઞાની શીધ્ર સર્વ સંસારથી વિપ્રમુક્ત થાય
Page #230
--------------------------------------------------------------------------
________________
સમિતિ ગુપ્તિ
૨૦૯
કૂતવિલંબિત અવનિ જે યુગમાત્ર નિરીક્ષતાં,
ગમન આગમને જીવ રક્ષતા; ત્રિજગબાંધવ સંયમ માર્ગમાં,
વિચરતા ઉપયોગથી સર્વદા. અમૃતની વરસે ઘનધાર શું?
શીકર ચંદનના હિમ શીત શું? સુમનપંક્તિ મુખાક્નથી શું ખરે?
વિભ્રમ એ મુનિના વચનો કરે. અશન દોષનિવર્જિત સર્વથા,
શરીરની સ્થિતિ અર્થ ગવેષતા; રસ ચૂસે પણ પુષ્પ ન પીડતા,
તૃણ ચરે મૂલને ન ઉખેડતા. ગ્રહણ ત્યાગ કરે મૂઢ વ્હારમાં,
શ્રમણ તો નિજ અંતર આત્મમાં; પરિહરે પરભાવ પ્રવૃત્તિઓ,
પરિગૃહે સ્વ સ્વભાવ સુવૃત્તિઓ. મલવિસર્જન આત્મતણું કરે,
સકલ કર્મલંક વો રે; અમલ માનસ શુભ્ર સરોવરે,
નિત ઝીલે મુનિ રાજહંસો ખરે! (અનુષ્ટ્રપ) ત્રિયોગ તણી સાવધ, પ્રવૃત્તિથી નિવર્તતા;
ત્રિગુપ્તિ કવચદ્વારા, સાધે છે આત્મગુપ્તતા.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ७८ : कर्मना नियमो
૧. કર્મ બે પ્રકારના છે : એક તો તેના સ્થિતિ આદિ જે પ્રકારે હોય તે જ પ્રકારે ભોગવ્યે છૂટકો થાય એવા હોય છે. જેમકે–વેદનીય, નામ, આયુ. આદિ અઘાતિ કર્મ. અને ‘બીજાં જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવાં હોય છે.' જેમકે-જ્ઞાનાવરણીય, મોહનીય આદિ ઘાતિકર્મ. એટલે ધાતિકર્મ પુરુષાર્થથી નિવૃત્ત કર્યા છતાં કેવલી ભગવાનને પણ વેદનીયાદિ ચાર અઘાતિ કર્મ તે ભવના અંત પર્યંત અવશ્ય ભોગવવા જ પડે છે. આમ મોહનીયાદિ ચાર ઘાતિકર્મ એક અપેક્ષાએ ખપાવવાં સહેલાં છે, ને વેદનીયાદિ અઘાતિ કર્મ પ્રદેશબંધરૂપ હોવાથી ખપાવવા આકરા છે. મોહનીય કર્મ સર્વથી બળવાન્ છતાં ‘ભોળું પણ છે. જેમ તેની આવણી (વેણ) આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે, તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે.'
"
૨. જિને જીવને પ્રવાહથી અનંત કર્મનો કર્તા કહ્યો છે. પણ મોહનીયનો ઉત્કૃષ્ટ બંધ સીત્તેર કોડાકોડીનો થાય, તેનું રહસ્ય એ છે કે ‘જો અનંતકાળનું બંધન થતું હોય, તો પછી જીવનો મોક્ષ ન થાય. તેમજ, આયુષુ કર્મ માટે એવો નિયમ કહ્યો છે કે–‘એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ્ય છે, તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય બાંધે, તે પ્રથમ બાંધે નહીં. અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહિ એવી સ્થિતિ છે. આમ જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.' અર્થાત્ જીવ કોઈ પણ ભવમાં અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કુરાવી છૂટવા ધારે તો છૂટી શકે, એમ જીવના પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડયો છે.
૩. માટે ‘જીવમાં જાગ્રત અને પુરુષાર્થ જોઇએ.' કર્મબંધ પડયા પછી પણ તેમાંથી છૂટવું હોય તો અબાધાકાલ સુધીમાં છૂટી શકાય.
જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૭, ૪૨૨, ૭૫૩, ૭૯૩, ૮૬૪ આદિ.
*
Page #232
--------------------------------------------------------------------------
________________
કર્મના નિયમો
૨૧૧
૪. જીવ જે કર્મબંધ કરે છે તે દેહસ્થિત આકાશમાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહી કરે છે, વ્હારથી લઈને નહિ.
૫. ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ-પ્રદેશબંધ યોગથી થાય છે અને સ્થિતિબંધ-અનુભાગબંધ કષાયથી થાય છે. એક સમયે સાત અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે, અને “ખોરાક તથા વિષના દષ્ટાંતે' બધી પ્રવૃતિઓમાં તેના ભાગની વહેંચણી થાય છે. કેવલિ ભગવાનને માત્ર એક સમયનો સાતા વેદનીયનો જ બંધ હોય છે.
૬. ‘જેમ જેમ જીવ કર્મ પુદગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.'
૭. “જે આત્માનો અંત વ્યાપાર (અંતર્ પરિણામની ધારા) તે બંધ અને મોક્ષની વ્યવસ્થાનો હેતુ છે. માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી.'
૮. આયુષ્ય કર્મ બા.-(૧) કોઈ પણ એક ભવમાં ભાવી એક જ ભવનું આયુષ્ય બંધાય. (૨) કોઈપણ ભવની આયુષ પ્રકૃતિ તે એક જ ભવમાં વેદાય,–બીજી પ્રકૃતિઓ અન્ય ભવમાં પણ વેદાય. (૩) “જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે, તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે.’ તે ભવની શરૂઆતથી જ આ આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે. એટલે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ અપકર્ષાદિ હોઈ શકે નહિ. (૪) ‘આયુષુ ઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહિ;' જે જે પ્રકારે બંધ પડ્યો હોય તે તે પ્રકારે ઉદયમાં આવી ભોગવાય. કારણકે આયુષ્યના બે પ્રકાર છે : સોપકમ-અપવર્તનીય અર્થાત્ શીઘ ભોગવી લેવાય એવું, અને નિરુપકમ-અનાવર્તનીય અર્થાત નિકાચિત. (૫) મનુષ્ય તિર્યંચ આદિ જે જે પર્યાયમાં જીવ વર્તતો હોય તેને તે તે આયુનો ઉદય હોય.
૯. ઉદય બે પ્રકારનો છે–પ્રદેશોદય અને વિપાકોદય. ‘વિપાકોદય બાહ્ય રીતે વેચાય છે, અને પ્રદેશોદય અંદરથી વેદાય છે.'
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧ ૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
૧૦. ઉદયાગત પ્રકૃતિના ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ થઈ શકે નહિ, સત્તાગત પ્રકૃતિના જ થઈ શકે.
૧૧. ઉદયાગત પ્રકૃતિની ઉદીરણા ન હોય, ઉદયમાં નહિ આવેલી પ્રકૃતિની ઉદીરણા હોય.
૧૨. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ‘ઉપશમ ભાવમાં હોઈ શકે જ નહિ, ક્ષયોપશમ ભાવે જ હોય. એ પ્રકૃતિ જે ઉપશમ ભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય.'
૧૩. સર્વ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પ્રકટે છે, એટલે સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય.
૧૪. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ કર્મની ૧૫૮ પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિ સમ્યકત્વ આવ્યા વિના મૂળથી ક્ષય પામતી નથી. પણ ‘સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. કારણકે અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે.'
૧૫. યુજનકરણનો ક્ષય ગુણકરણ વડે કરી શકાય છે. કર્મપ્રકૃતિનું યુજન કરવું તે યુજનકરણ, અને આત્મગુણનું ગુણન કરવું તે ગુણકરણ. અર્થાત્ જ્ઞાન તે આત્મગુણ છે; આ જ્ઞાનગુણ વડે કરીને દર્શનગુણની વૃદ્ધિ કરવી, ને દર્શનગુણ વડે કરીને ચારિત્રગુણની વૃદ્ધિ કરવી તે ગુણકરણ ગુણાકાર (Multiplication). આમ આત્મગુણની વૃદ્ધિરૂપ ગુણકરણ વડે કરીને કર્મથું જનરૂપ મુંજનકરણનો ભંગ (ક્ષય) થાય છે. “યુંજનકરણે હો વિરહ તુજ પડયો, ગુણકારણે કરી ભંગ.” તાત્પર્ય કે- સમ્યગુદર્શન-જ્ઞાનાદિ આત્મગુણની વૃદ્ધિ કરવી એ જ કર્મક્ષયનો ઉપાય છે, મોક્ષનો હેતુ છે.
ભવ્યો! વિષમ આ સંસાર, ભવ્યો! ભીષણ આ સંસાર; કર્મનિયમથી ચાલી રહ્યો છે, વિચિત્ર આ સંસાર ... ભવ્યો. મોહ ધીવરે અહીં બીછાવી, કર્મ પ્રપંચી જાલ; જીવ મીનને લલચાવીને, આપે દુ:ખ કરાલ ... ભવ્યો.
Page #234
--------------------------------------------------------------------------
________________
મહત્ પુરુષોની અનંત દયા
ભવરૂપી આ રંગભૂમિમાં, ધારી નવ જીવ નટડો આ નાટક નાચે, યથા
નવ વેષ; કર્મ આદેશ
ક્વચિત ભજવે પાઠ દેવનો, ક્વચિત નારક રૂપ; ક્વચિત નાચે તિર્યંચ રૂપે, ક્વચિત નર સ્વરૂપ પ્રાયે તેહ બિચારો કરતો, ખોટ તણો વેપાર; કર્મ લેણદારો આવીને, મારે પુષ્કળ માર બીજું તો ક્યાંથી તે જાણે? જો ભૂલે નિજ ભાન; ક્યાંથી સ્મરે વા ક્યાંથી ભજે તે, ચેતનધન ભગવાન ?
शिक्षापाठ ७९ : महत् पुरुषोनी अनंत दया
""
૨૧૩
ભવ્યો.
ભવ્યો.
ભવ્યો.
ભવ્યો.
આ જગત જીવ હે કર્માધીના, અચરજ કછુઅ ન લીના’’ એમ જાણી જેના હૃદયઝરામાંથી સર્વ જીવ પ્રત્યે વાત્સલ્યધારા જ ઝરે છે, તે દયાર્દ મહાત્માઓ કેવા અક્ષય દયાનિધિ હશે ? નાનામાં નાના પ્રાણીને પણ ન હણવુ એટલું જ નહિ, પણ તેની રક્ષામાં જેમ બને તેમ યત્નથી પ્રવર્ત્તવું એવો જેણે નિર્મલ ઉપદેશ કર્યો છે, તે કરુણાસિન્ધુ મહાત્માઓની દયા કેવી અનંત હશે ? પંચેન્દ્રિયાદી જીવની દયા તો દૂર રહી, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રિયાદી જીવની પણ જેણે ‘દયા દયા નિર્મલ અવિરોધ' જ બોધી છે, તે દયામૂર્તિ મહત્ પુરુષોની દયા કેવી અખૂટ હશે ? પુષ્પપાંખડીને પણ દૂભવતાં કે લીલોતરીને પણ મોળતાં દેખી જાણે પોતાનું અંતર્ કપાઈ જતું હોય, એવી અનુકંપા જેને ઉપજે છે, તે વિશ્વવત્સલ પરમ કૃપાળુ મહાત્માઓનું હ્રદય કેવું કોમળપરિણામી હશે ?
પોતાના પ્રત્યે મહા અપરાધ કરનારા દુષ્ટ જીવો પ્રત્યે પણ આ પરમ કૃપાળુ મહાત્માઓ કરુણા જ ભાવે છે. દુષ્ટ સંગમ દેવે ભગવાન મહાવીરને છ છ મહિના સુધી ભીષણમાં ભીષણ ઉપસર્ગો કરી ખૂબ પજવ્યા, પણ ભગવાને તો તેના પ્રત્યે કરુણા જ વર્ષાવી. કમઠ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રશાવબોધ મોક્ષમાળા
અસુરે અનેક પ્રકારના મહા ઉપસર્ગો કરી, છેવટ થાકીને લાગત ત્રણ દિવસ મૂશળધાર વૃષ્ટી કરી, એટલે કંઠ સુધી જલમાં ડુબી ગયા છતાં કરુણામૂર્તિ ભગવાન પાર્શ્વનાથજીએ તો તે કમઠ પ્રત્યે પણ દયામય અમીદષ્ટીની જ વૃષ્ટી કરી. શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજના ભવમાં બાજ પક્ષીને પોતાની જાંગનુ માંસ કાપી શરણે આવેલા નિર્દોષ પારેવાનું રક્ષણ કર્યું. ભાવદયાસાગર શ્રી મુનિસુવ્રતસ્વામી એક અશ્વ જેવા સુપાત્ર જીવને પ્રતિબોધ પમાડવા લાંબો વિહાર કરી ભરૂચ પધાર્યા,–કે જ્યાં અશ્વાવબોધ તીર્થ પ્રસિદ્ધિ પામ્યું. મેઘકુમારે પૂર્વે હાથીના ભવમાં સસલાની રક્ષા કરી અનુપમ દયા દાખવી હતી. વનમાં દાવાનલ લાગ્યો હતો. સર્વ પ્રાણીઓ જીવ બચાવવા નાશભાગમાં પડયા હતા. હાથી પણ ભાગીને એક સ્થળે આશ્રય લઈને ઉભો રહ્યો. તેણે એક પગ ઉંચો કર્યો. ત્યાં એક શરણાર્થી સસલું તે પગની જગ્યા તળે આવી ઊભું રહું હાથીએ તે જોયું, એટલે દયાદ્રિ પરિણામથી વિચાર્યું કે અરે ! હું પગ નીચે મૂકીશ તો આ બિચારું જે અત્રે આશ્રયાર્થે આવેલ છે તે ચગદાઈ મરશે. એમ વિચારી શુભ ધ્યાનથી એ પગ એમ જ ઊંચો રહેવા દઈ યોગીની જેમ રિઘેર રહ્યો. એમ ને એમ લાગટ ત્રણ દિવસ વ્યતીત થયા, ત્યારે દાવાનલ શમ્યો, અને સસલું અન્યત્ર ચાલ્યું ગયું. એટલે પછી હાથી પગ નીચે મૂકતાં ત્રણ દિવસના થાકથી તૂટી પડયો. આમ સકામ નિર્જરા કરી શુભ ધ્યાને મરણ પામી તે હાથી શ્રેણિક રાજાની રાણી ધારિણીના પુત્ર મેઘકુમારરૂપે જન્મ્યો; અને પછી ભગવાન મહાવીરનું ઉપદેશામૃત પામી આ ભવસાગર તરી ગયો.
ભવરોગથી આર્ત જીવોને અનંત જન્મ-જરા-મરણાદિ મહા દુ:ખ ભોગવી રહેલા દેખીને કરુણાસિન્ધ મહાત્માઓને દયા વછૂટે છે કે-આ બિચારા જીવોના આ અનંત દુ:ખનો અંત કેમ આવે? વિષયકષાયથી આર્ન થઈ ત્રિવિધ તાપ પામી રહેલા આ જીવો બાપડા પોતાના હાથે દુર્ગતિની ખાડમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે, તેને કેમ ઊંચે આણવા? વીતરાગ વચનામૃતના હસ્તાવલંબ વિના તેઓનો આ દુર્ગતિ ગર્તામાંથી નિસ્તાર કેમ ઘટે? વીતરાગ દેવરૂપ ભાવવૈદ્યના
Page #236
--------------------------------------------------------------------------
________________
મહત્વ પુરુષોની અનંત દયા
૨૧૫
રત્નત્રયી ઔષધ વિના તેઓનો આ મહા જન્મરોગ કેમ મટે? હરણની જેમ કુગુરુના પાશમાં સપડાયેલા આ મોહમૂઢ જીવો ભ્રાંતિમય કરુણ દશા પામી રહ્યા છે, તેઓ સદ્ગુરુના ચરણશરણ વિના આ ભ્રમજાળમાંથી મુક્ત કેમ થાય? આત્મસ્વરૂપના અજ્ઞાનથી અસત્ ધર્મનું સેવન કરતા આ અજ્ઞ જીવો ઉન્માર્ગે ગમન કરી રહ્યા છે, તેઓ નિજ સ્વરૂપના ભાન વિના સધર્મરૂપ સન્માર્ગે અવતાર કેમ પામે? એમ વિચારતાં કર્ણાવતાર બોધિસત્વ મહાત્માઓ ભાવે છે કે હું જ્ઞાનનો પ્રકાશ પાથરી આ સર્વ લોકોને આ ગહન મોહાંધકારમાંથી બચાવી, શુદ્ધ આત્મધર્મરૂપ સત્શાસનના રસિક કરૂં. “સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉલસી.” આવી ભાવદયામય શુદ્ધ પરોપકાર ભાવનાથી આવા બોધિસત્વ મહાત્માઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. અને પછી તીર્થકર જન્મમાં આ નિષ્કારણ કરુણારસસાગર પરમ પરોપકારી જિન ભગવાનો, સર્વ જીવને અભય આપનારા પરમ દયામય ધર્મનો ઉપદેશ વષવિ છે; અને રાગાદિ વડે શુદ્ધ આત્મસ્વરૂપની ઘાત ન થવા દેવાનો નિર્મલ બોધ કરી, અનંત જન્મમરણપરંપરાથી છોડાવનારું ભાવ અભયદાન આપે છે. આવો જે પરમ પરોપકાર કરે છે એવા આ પરમ કૃપાળુ દેવ અરિહંત ભગવંતોમાં દયાના આદર્શની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. કારણકે પરભાવના સ્પર્શલેશથી પણ જેનો આત્મગુણ વિરાધના પામતો નથી, એવા આ ભાવદયાસાગર ભગવંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી પરમ અહિંસક એવા અનંત દયામય હોય છે.
(માલિની) સક્લ જીવગણોને આત્મ જેવા જ જાણી,
તન મન વચને જે ના હણે કોઈ પ્રાણી; હૃદય હદ થકી વાત્સલ્ય ધારા સૂવે છે, પરદુ:ખ દુ:ખી સંતો તે દયાર્દો કવે છે.
CCT
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રશાવબોધ મોક્ષમાળા
શિક્ષાપતિ ૮૦ : “ઋત્નિશનિ સર્વજ્ઞ'
અહિંસાના મહામંત્ર ફૂંકી જેણે જગતમાં “અમારિનો ડંકો વગડાવ્યો, તે “કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્યનો દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળો છે. આ મહા જ્યોર્તિધરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેમને ગુજરાતનું ગૌરવ ગણી બહુમાનથી સન્માનતા; અને મહારાજા કુમારપાળ તો તેમના આજ્ઞાંક્તિ શિષ્ય બની, દયામય વીતરાગ ધર્મના કેવા પ્રભાવક પરમાઈત થયા તે વાર્તા ઈતિહાસ પ્રસિદ્ધ છે.
આ મહા જ્યોર્તિધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાચિંગની ગૃહિણી પાહિણીની કુલિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને થયો. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુવયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનારો આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવા લક્ષણ દીઠા. એટલે લઘુવયમાં દીક્ષા પ્રાય: ઉચિત નહિ છતાં, આવા કોઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષ શાસનપ્રભાવનાનો હેતુ જાણી, તેમણે પાહિણી પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણીએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સોમચંદ્ર થયો, અને સ્વલ્પ સમયમાં સર્વ આગમ સાહિત્યમાં પારંગત થઈ સત્તર વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યો! શાસનધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન્ન યુવાન આચાર્યે અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારું તો ગમે તે થાઓ, અમે ભલે થોડા ભાવ વધારે હોરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મ પ્રવર્તક પરમ લોકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઇએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે લોકાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાર્થે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય જિસસનું કાર્ય કર્યું.
Page #238
--------------------------------------------------------------------------
________________
‘કલિકાલ સર્વજ્ઞ'
શ્રી હેમચંદ્રાચાર્યે વિઘાસિદ્ધ-મંત્રસિદ્ધ પુરુષ હતા. ગૂર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન્ન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે? એવો સીધો પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછયો. જવાબમાં હેમચંદ્રે શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવનીચાર ન્યાયનું દૃષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે-હે રાજન્! હે પુરુષર્ષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ તમે પણ જો સત્યતત્ત્વગવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્ત્વનું માર્ગણ-સંશોધન કરશો, તો તમને પણ સત્ય ધર્મનો માર્ગ મળી આવશે. હેમચંદ્રાચાર્યના આ અદ્ભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તો દિંગ થઈ જઈ ફીદા ફીદા થઈ ગયા. એક વખત માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછયું–મારા રાજ્યમાં એવો કોઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું નવું વ્યાકરણ રચી શકે? સર્વની દષ્ટિ મહાપંડિત-શિરોમણિ હેમચંદ્ર પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું, અને પાણિનિ આદિ વ્યાકરણને ભૂલાવી દે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છએ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણ ‘સિદ્ધહૈમ’ નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આરોપી તેનું પરમ ગૌરવ બહુમાન કર્યું.
૨૧૭
પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યાસન લીધું, ત્યારે પોતાને અભયદાન, આપનારા પોતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા; અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગ ધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાર્હત કુમારપાળે અવિનને જિનમંદિરમંડિત કરી; પોતાના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભયદાન આપનારો અમારિ પટહ વગડાવ્યો; મઘ અસુરને દેશવટો દીધો; અપુત્રીઆના ધનહરણનો અન્યાય દૂર કર્યો; સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દૃષ્ટિ દાખવી. સર્વત્ર
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય ફેલાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાર્થે વીતરાગસ્તવ અને યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; તેમજ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય છતાં હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ ગ્રહ્યો નહિ, એ એમની પરમ નિ:સ્પૃહિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યેનો સમભાવ અદ્ભુત હતા. એક વખત તેઓ વિહાર કરતાં સોમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાલ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનોએ રાજાના કાન ભંભેર્યા– [-આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિ. પણ હેમચંદ્રાચાર્યે તેમની આ ધારણા ખોડી પાડી. તેમણે તો સાષ્ટાંગ દંડવત્ કરી, મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારૂં મહાદેવસ્તોત્ર લલકાર્યું અને છેવટે ગાયું 3-'' भववीजाङ्कुरजनना रागादायः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિષ્ણુર્વા હરો નિનો વા નમસ્તસ્મૈ ।।'' અર્થાત્ ભવબીજાંકુર ઉત્પન્ન કરનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો, વા જિન હો, તેને નમસ્કાર હો! વિરોધીઓ અને રાજા કુમારપાળ આદિ તો દિંગ જ થઈ ગયા.
હેમચંદ્રાચાર્ય આવા મહાન્ છતાં તેમની ગુણગ્રાહિતા, સરળતા ને નિર્માનિતા આશ્ચર્યકારક હતા. એક વખત તેઓ શત્રુંજયની યાત્રાર્થે ગયા હતા. ત્યાં ભગવાન ઋષભદેવજીની સન્મુખ આ નિરભિમાની મહાન્ આચાર્યે, એક ગૃહસ્થ કવિ-મહાકવિ . ધનપાલકૃત ઋષભપંચાશિકા અપૂર્વ ભાવથી ગાઈ;અને બાણ કાદંબરીને આંટી ઘે એવી તિલકમંજરી મહાક્થાના સર્જક આ મહાકવિ ધનપાલ પંડિતની આ કાવ્યકૃતિ તો પદે પદે કેવો અદ્ભુત ભક્તિરસ નિર્ઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારોભાર પ્રશંસા કરી, પોતાનું અનુપમ ગુણગ્રાહિપણું દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમોદ દાખવવાને બદલે મત્સરથી મુખ મચકોડનારાઓને ભવિષ્યમાં ધડો લેવા યોગ્ય દાખલો પૂરો પાડયો.
Page #240
--------------------------------------------------------------------------
________________
કલિકાલ સર્વશ’
૨૧૯
શ્રી હેમચંદ્રાચાર્યે શાસનપ્રભાવનાર્થે અનેક ચમત્કારો કરી બતાવ્યા કહેવાય છે. પણ તેમનો મોટામાં મોટો ચમત્કાર (Miracle) તો તેમનું અદ્ભુત સર્વાગીણ (All round) સાહિત્યસર્જન છે. કોઈ કાવ્યમાં, કોઈ નાટ્યમાં, કોઈ શબ્દશાસ્ત્રમાં, કોઈ ન્યાયમાં, કોઈ અલંકારમાં, કોઈ છંદમાં દક્ષ હોય, પણ સર્વપટુ (All rounder) આ 'કલિકાલ સર્વજ્ઞ’નું પાટવ તો સર્વત્ર હતું. સાડા ત્રણ કોડ શ્લોક પ્રમાણ વિપુલ સાહિત્ય સર્જનારા આ સાહિત્ય જગતના વિરાટ પુરુષે (Colosus) એવું કોઈ પણ વાલ્મય ક્ષેત્ર નથી, કે જે પોતાના પદન્યાસથી સુણ ન કર્યું હોય. સાહિત્ય સુંદરીને સર્વ અંગે અલંકૃત કરનારા આ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી (Literary Giant) મહાકવિની એકએથી સરસ ચિરંજીવ કુતિઓ, આ મહાજ્યોર્તિધરની યશ-પ્રભા અખિલ ભારતમાં પ્રસારી, પ્રાજ્ઞજનોને જ્ઞાનચંદ્રિકામાં નિમજ્જન કરાવતી અનુપમ આનંદ વિતરી રહી છે. (શાર્દૂલવિ૦) સ્પર્ધા પાણિનિ વાણીનીય કરતી વાણી વહ્યું હેમની,
સૌ પાંડિત્ય ગુમાનિતા ગળી ગઈ સૌ પંડિતંમચની; બીડાયા વદનાન્જ વાદી જનના શ્રી હેમચંદ્ર કુર્યો,
સર્વે વાલ્મય વકત્રપદ્મ વિકસ્યા વાવ્યોમમાં તે ઉગે. (સધરા) પામી સદ્ગોધ જેનો નૃપકુલતિલકે ભૂપ કુમારપાલે,
આખા રાષ્ટ્ર અમારિપટહતણી કરી ઘોષણાઓ કૃપાળે; લાખો મુંગા જીવોને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરો નિત્ય રક્ષા અમારી !
Page #241
--------------------------------------------------------------------------
________________
૨ ૨૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
- शिक्षापाठ ८१ : निर्जराक्रम દયામૂર્તિ મહતુ પુરુષો આ ક્રમે કર્મની નિર્જરા કરી લપક શ્રેણી આશ્રી, શાશ્વત મોક્ષને પામે છે :
પ્રથમ તો યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ પૂર્વક જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને ખપાવે; પછી મિથ્યાત્વમોહની, મિશ્રમોહની ને સમ્યકત્વમોહની એ ત્રણને ખપાવે. આમ દર્શનમોહની સાત પ્રકૃતિ ક્ષય થયે, ક્ષાયિક સમ્યગૃષ્ટિ હોય. આ સાત પ્રકૃતિ અસંયત સમદષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત પર્યત કોઈ પણ ખપાવે. જેણે આયુષ્ય બાંધ્યું છે તે શ્રેણિક રાજા જેમ, અત્રે જ અવસ્થિત રહે છે; પણ જેણે નથી બાંધ્યું તે ચારિત્રમોહના ક્ષપણાર્થે આગળ વધે છે, અને આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક પામી ત્યાં અપૂર્વ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને સ્થિતિબંધ કરે છે.
આ અપૂર્વકરણનો સંખ્યય ભાગ ગયે, નિદ્રા-પ્રચલાનો બંધવ્યવચ્છેદ હોય છે; પછી ચરમ સમયે પરભવિક એવી દેવગતિ આદિ નામકર્મની ત્રીસ પ્રવૃતિઓનો, તેમજ હાસ્ય, રતિ-ભય-જુગુપ્સાનો બંધવ્યવચ્છેદ હોય છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી જ્યાં આ પ્રકૃતિઓનો નવો બંધ ટળવારૂપ બંધવ્યવચ્છેદ થાય છે, એવા આ અપૂર્વકરણમાં ક્ષપકશ્રેણી પર આરોહે છે.
પછી નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં,– સત્યાનદ્ધિત્રિક, નરક-તિર્યંચગતિ, એ બેની આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ સાધારણ–એ સોળ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. પછી અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪ એમ કષાય અષ્ટકને ખપાવે છે. પછી નપુસંકવેદ, હાસ્યાદિ ષક, પુવેદ, સ્ત્રીવેદ ખપાવે છે. પછી કુમે કરીને સંજ્વલન ક્રોધ-માન-માયાને ખપાવે છે, અને લોભને ખંડ ખંડ કરી ખપાવે છે. તેમાં બાદર ખંડોને ખપાવતો નવમા અનિવૃત્તિનાદર ગુણસ્થાને ને સૂક્ષ્મ ખંડોને ખપાવતો દશમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
નિર્જરાકમ
૨૨૧
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને હોય છે. તેના અંતે જ્ઞાનાવરણીય ૫, અંતરાય ૫, દર્શનાવરણીય ૪, યશ-કીર્તિ અને ઉચ્ચગોત્ર એ સોળ પ્રકૃતિઓનો બંધવ્યવચ્છેદ હોય છે.
પછી બારમાં ક્ષીણમોહ ગુણસ્થાને અંતર્મુહૂર્ત સ્થિતિ કરી તેના અંતે છેલ્લા બે સમયમાં નિદ્રા-પ્રચલા ખપાવે છે; અને અંત સમયે જ્ઞાનાવરણ ૫, અંતરાય ૫, દર્શનાવરણ ૪-એ ૧૪ પ્રકૃતિ ખપાવી, નિરાવરણ જ્ઞાન-દર્શન સમન્વિત કેવલી થાય છે; અને યાવત્ સયોગ હોય
ત્યાં સુધી માત્ર એક સમય સ્થિતિનું સાતા વેદનીય જ બાંધે છે. આમ તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે આયુષ્ય પ્રમાણે અંતર્મુહૂર્તથી માંડી દેશ ઊન પૂર્વકોટિ વર્ષ સુધી સ્થિતિ કરે છે.
પછી તે સયોગી કેવલી આયુષ્ય અંતર્મુહૂર્ત અવશેષ રહ્ય, વેદનીય જો આયુષ્ય કરતાં અધિક હોય તો તે બન્નેના સમીકરણ અર્થે સમુદ્યાત કરે છે. અર્થાત્ આત્મપ્રદેશનો વિસ્તાર કરી-વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશ વડે આખો લોક દંડ-કપાટ-પ્રતર આકારે પૂરી દે છે; અને તે તે કર્મપ્રદેશોને સ્પર્શી, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખે છે; અને પછી તે આત્મપ્રદેશોને ઉલટા ક્રમે ઉપસંહરે છે. આ બધો સમુઘાતનો વિધિ માત્ર આઠ સમયમાં પતાવી, સયોગી કેવલી ભગવાન યોગનિરોધ કરી ચૌદમું અયોગી કેવલી ગુણસ્થાન પામે છે. ને ત્યાં નામકર્મ આદિની શેષ સર્વ પ્રકૃતિઓનો ક્ષય કરી, આ અયોગી કેવલી ભગવાન તત્સાણ જ સર્વ કર્મથી રહિત એવા શુદ્ધ આત્મા બની સિદ્ધ ગતિને પામે છે.
આમ ગુણસ્થાનની શ્રેણીએ ચઢતા જ્ઞાનીને સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન થયા કરે છે અને તેથી કરીને ઉત્તરોત્તર અસંખ્ય ગુણી નિર્જરા થયા કરે છે : (૧) ગ્રંથિક સત્ત્વો જે થોડા સમયમાં ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામવાના છે, તે સાચા માર્ગજિજ્ઞાસુ મિથ્યાદષ્ટિ જીવો કરતાં અવિરતિ સમ્યગુદષ્ટિ અસંખ્યગુણી નિર્જરા કરે છે. (૨) તેના કરતાં દેશવિરતિ સમ્યગદષ્ટિ, (૩) તેના કરતાં સર્વવિરતિ સમ્યગુદષ્ટિ, (૪) તેના કરતાં અનંતાનુબંધીનો વિસંયોજક, (૫) તેના
Page #243
--------------------------------------------------------------------------
________________
૨ ૨ ૨
પ્રશાવબોધ મોક્ષમાળા
કરતાં દર્શનમોહનો ક્ષપક, (૬) તેના કરતાં ઉપશમશ્રેણી આરૂઢ ઉપશમક, (૭) તેના કરતાં ઉપશાંતમોહ, (૮) તેના કરતાં ક્ષપકશ્રેણી આરૂઢ કૃપક, (૯) તેના કરતાં ક્ષીણમોહ, અને (૧૦) તેના કરતાં જિન ભગવાન અસંખ્યગણી નિર્જરા કરે છે. અને તેનો કાળ તો તેથી વિપરીત છે. અર્થાત્ જેટલા કાળે જેટલું કર્મ જિન ખપાવે, તેટલું કર્મ ક્ષીણમોહ તેનાથી સંખ્યયગણા કાળે ખપાવે,-એમ પ્રતિલોમતાથી (ઉલટા કમે) થાવત્ મિશ્રાદષ્ટિ પર્યત સંખ્યયગણો કાળ સમજવો. (દોહરા) સમકિત ગુણથી માંડીને, અસંખ્ય ગુણ નિર્જરા જ;
કર્મરક્યુ જર્જર બને, ગુણશ્રેણે ચઢતાં જ.
शिक्षापाठ ८२ : आकांक्षा स्थानके केम वर्तवू? - નિર્જરા વડે કરીને પૂર્વોપાર્જિત કર્મનું દેવું પરમાણુએ પરમાણુ જેમ બને તેમ ત્વરાથી ચૂકવી દેવું એ જ એક જેની આકાંક્ષા છે, તે જ્ઞાની પુરુષ સ્વપ્ન પણ પૌદ્ગલિક પરભાવની આકાંક્ષા કેમ કરે? ધોબીને ઘેરથી ભૂલથી આવી ગયેલું પારકું વસ્ત્ર તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે જે પરવસ્તુ પાછી આપી દેવા ઈચ્છે છે, તે જ્ઞાની પુરુષ તે પરવસ્તુની પ્રાપ્તિ કેમ ઈચ્છે? કારણકે તે ભાવિતાત્મા ભાવે છે કે-હે જીવ! આ પુદ્ગલ ભોગની કાંક્ષાથી જ તે અનંત જન્મમરણ કર્યા છે. “જન્મમરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે.” માટે 'હે જીવ! ક્યા ઇચ્છતા હવે? હૈ ઇચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' એટલે સર્વ ઇચ્છા-આશાને મારી નાંખી જ્ઞાની સ્વરૂપથી જીવે છે. અને અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારબ્ધના યોગથી ક્વચિત ભોગપ્રવૃત્તિરૂપ આકાંક્ષા સ્થાનકે વર્તવું પડે, તો પણ જ્ઞાની તો જાગ્રત ઉપયોગ રાખી જલમાં કમલવત્ નિર્લેપ રહી, અનાસક્ત ભાવે તે ભોગકર્મ નિર્જરી નાંખે છે. જ્ઞાનીની આ ઉદાસીન ભોગપ્રવૃત્તિ પણ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુકત હોય છે. જેને જ્ઞાનદશા વર્તે છે, એવા અનાસક્ત
Page #244
--------------------------------------------------------------------------
________________
આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૨૨૩
જ્ઞાની પણ જ્યાં માંડ માંડ બચી શકે છે, ત્યાં અન્ય સામાન્ય મુમુક્ષુએ તો વિષયભોગથી વિષયવિરક્તિ થશે એવો ભ્રાંત ખ્યાલ છોડી દઈ, જેમ બને તેમ વિષયોના આકાંક્ષા સ્થાનકોનો દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય હોય એમાં પૂછવું જ શું?
કારણકે ભોગથી તેની ઈચ્છાવિરતિ માનવી તે તો એક ખાધેથી ભાર ઉતારી બીજી ખાતે ભાર આરોપવા બરાબર છે. અર્થાત્ વાસનાનો અનુબંધ ચાલુ હોવાથી ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. આમ સમજી મુમુક્ષુ પુરુષે વિષયાકાંક્ષા દૂરથી પરિહરવી ઘટે છે, અને કદાચિત પ્રારબ્ધોદયથી તેના આકાંક્ષા સ્થાનકે વર્તવું પડે, તોપણ તેમાં ઉદાસીનતા રાખી, ‘અહબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી’ પ્રવર્તવું ઘટે છે. તેમજ-આ જે દુષ્ટ અનિષ્ટ ભોગપ્રવૃત્તિમાં હું પ્રવર્તે છું, તે માત્ર મારૂં શિથિલપણું-મંદવીર્યપણું છે, એમ ક્ષણે ક્ષણે પુન: પુન: ખેદ પામતા રહી, મુમુક્ષુ પુરુષે મહતુ પુરુષોના ચરિત્રનું સ્મરણ કરી, તે આકાંક્ષા સ્થાનકોથી પાછા હઠી, શૂરવીરપણે વિષયવાસનાનો જય કરવા યોગ્ય છે. અને આ જય માટે જેમ બને તેમ ત્વરાથી પંચ વિષયના સાધનોના પ્રસંગની નિવૃત્તિ કરી પુન: પુન: વિચારથી કરી તેનું તુચ્છપણું ભાવવા યોગ્ય છે. જેમકે
હે ચેતન! તને આ જડને ચલ જગતની એકરૂપ પુદ્ગલનો ભોગ ઘટતો નથી. આ પુગલો સર્વ જીવોએ અનંતવાર ભોગવીને મૂકી દીધેલા છે. તે તેઓના ઉચ્છિષ્ટ ભોજન જેવા, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કોણ ખાય? ને પોતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે? વળી હે ચેતન! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણધ્વસી છે. જે પૌદ્ગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે. રાજસંપદાથી કે સ્વર્ગસંપદાથી પ્રાપ્ત થતા ભોગ પણ દુર્ગધી કદન જેવા છે. માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપનો આસ્વાદ છોડીને, તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદન્તને કોણ ચાખે? વળી હે ચેતન! પાંચે ઇંદ્રિયના વિષયભોગ પરિણામે અત્યંત દુ:ખદાયી છે. સ્પર્શનેંદ્રિયને
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રશાવબોધ મોક્ષમાળા
વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે. રસનેંદ્રિયને વશ થવાથી માછલું સપડાઈને તરફડી તરફડીને મરે છે. ઘાણેદ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુ:ખ પામે છે. ચક્ષુ ઇંદ્રિયને વશ થવાથી પતંગીઓ દીપકમાં ઝંપલાવી બળી મરે છે. શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાળમાં ફસાઈ પડે છે. આમ એકેક ઇંદ્રિયવિષયના પરવશપણાથી પ્રાણી દારુણ વિપાક પામે છે. તો પછી પાંચે ઇંદ્રિય જ્યાં મોકળી હોય, ત્યાં તો પૂછવું જ શું? વળી હે ચેતન! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવલોકાદિના અનંત સુખ ભોગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજી નથી અને હજુ ભૂખાળવાની જેમ જાણે કોઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલોકના તુચ્છ કામભોગની આકાંક્ષા કરે છે! તો તેથી તેને શી રીતે તૃપ્તિ ઉપજશે? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે? માટે આવા તૃષ્ણાતાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી શું સયું! આ પુદ્ગલભોગ સર્વથા અશુચિ, અનિત્ય, દુ:ખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે; અને ત્યારું સ્વરૂપ તો હે ચેતન! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે. માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલભોગની આકાંક્ષા છોડી દઈ, સ્વસ્વરૂપરસના ભોગનો આસ્વાદ લે! (દોહરા) અશુચિ અશરણ અશાશ્વતો, પુદ્ગલભોગ કદન્ન;
શુચિ શરણ તું શાશ્વતો, ભોગવ સ્વરૂપ સદન.
Page #246
--------------------------------------------------------------------------
________________
મુનિધર્મ યોગ્યતા
૨ ૨૫
शिक्षापाठ ८३ : मुनिधर्म योग्यता
જ્યાં સર્વ પરભાવ-વિભાવની આકાંક્ષા વિરામ પામે છે, એવા સર્વવિરતિરૂપ મહાન મુનિધર્મના ગ્રહણ માટે કેટલી બધી યોગ્યતા હોવી જોઇએ? કારણકે મુનિધર્મ અથવા ભાગવતી દીક્ષા એ નામ જ ઉત્તમ ગૌરવ ભરેલું છે. ભગવાન વીતરાગદેવે જે અંગીકાર કરી પરમ ધન્ય કર્યો હતો, તે ઉત્તમ મુનિભાવરૂપ સંસ્કારનું આત્મામાં સ્થાપિતપણું તેનું નામ ભાગવતી દીક્ષા. વીતરાગ જ્ઞાની પુરુષ જેવા પુરુષસિંહે આચરેલી દ્રવ્ય-ભાવ નિગ્રંથ ચર્યા આદરવી, તે મહા ક્ષમાશ્રમણે આશ્રય કરેલા વિશુદ્ધ દર્શન-જ્ઞાનપ્રધાન આશ્રમનો આશ્રય કરી સામને-સમભાવરૂપ શ્રમાણપણાને ભજવું તેનું નામ ભાગવતી દીક્ષા. આવી ભગવંતના જેવી ઉત્તમ વીતરાગ દશા સાધવાની જ્યાં પ્રતિજ્ઞા લેવાની હોય, તે ભાગવતી દીક્ષા કેવી ઉત્તમ વસ્તુ છે? અને તેનું પાત્ર પણ કેવું ઉત્તમ હોવું જોઈએ ? આ વીરમાર્ગે ગમન કરવામાં કાયર જનોનું કામ નથી. આત્મપરાક્રમી એવા વીર પુરુષસિંહો જ આને ગ્રહણ કરી દીપાવી શકે છે. એટલા માટેજ શ્રી હરિભદ્રસૂરિએ ષોડશકમાં સમ્યગુદર્શનયોગથી સમ્યજ્ઞાન સતે સત્ત્વવંતનેજ તત્ત્વથી આ દીક્ષાનો અધિકારી કહ્યો છે; પણ ઇતરની દીક્ષાને તો વેષવિડંબક ‘વસંત નૃપ સદશ’ કહી છે. શ્રેયનું દાન કરનારી અને અશિવનું પણ કરનારી આ યથાર્થનામાં “દીક્ષા” યથોદિત જ્ઞાનીને જ નિયોગથી સાધ્વી હોય છે; અથવા તેવા જ્ઞાની ગીતાર્થનિશ્રિત તથારૂપ સુપાત્રને પણ તેમજ હોય છે.
કારણકે આવો મેરુ સમો વ્રતભાર જ્યાં ધારણ કરવાનો છે એવી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે પણ કેટલી બધી યોગ્યતા જોઈએ? કેટલી બધી પૂર્વસેવા-પૂર્વ તૈયારી જોઈએ? કેટલો બધો દીર્ઘકાલીન આત્મભાવનામય અભ્યાસ જોઇએ? કેટલો બધો ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ? કેવા સંવેગગ જોઈએ? કેવો આત્મોલ્લસમય પરમ ઉત્સાહ જોઈએ? કેવી ધીરતા જોઇએ? કેવી વીરતા જોઇએ? કેવી સ્થિરતા જોઈએ? તેની પાત્રતા માટેના આ ઉત્તમ લક્ષણો ધર્મબિન્દુમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે : (૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન હોય,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(૨) વિશિષ્ટ જાતિ-કુલસંપન્ન હોય, (૩) જેના કર્મમલ ક્ષીણપ્રાય હોય, (૪) એથી કરીને જ જે વિમલબુદ્ધિ હોય, (૫) મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, સંપદાઓ ચપલ છે, વિષયો દુ:ખના હેતુ છે, સંયોગમાં વિયોગ છે, પ્રતિક્ષણે મરણ છે, કર્મનો વિપાક દારુણ છે, એમ જેણે સંસારનું નિર્ગુણપણું-નિ:સારપણું જાયું હોય, (૬) તેથી કરીને જ તે સંસારથી જે વિરક્ત હોય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હોય અર્થાત્ જે મંદકષાયી હોય, (૮) અલ્પ હાસ્ય-રતિ-અરતિ હોય, (૯) કૃતજ્ઞ હોય, (૧૦) વિનીત હોય, (૧૧) પૂર્વ પણ રાજા-અમાત્ય આદિને બહુમત હોય, (૧૨) અદ્રોહકારી હોય, અર્થાત્ દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેનો જે દ્રોહ કરનાર ન હોય, (૧૩) કલ્યાણ અંગવાળો ભદ્રમૂર્તિ હોય, (૧૪) શ્રાદ્ધ-સમ્યક શ્રદ્ધાવંત હોય, (૧૫) સ્થિર હોય, (૧૬) સમુ૫૫ન્ન હોય, અર્થાત્ સમ્યક પ્રકારે સદ્ગુરુશરણે આવેલો-આત્મસમર્પણ કરનારો હોય. આ સોળે ગુણ જેનામાં હોય તે ઉત્તમ પાત્ર છે, પાદ ન્યૂન ગુણ હોય તે મધ્યમ પાત્ર છે, અને અર્ધન્યૂન ગુણ હોય તે જઘન્ય પાત્ર છે. તેમાં એટલી વિશિષ્ટતા છે કે અલ્પ પણ અસાધારણ ગુણો હોય તો તે કલ્યાણ-ઉત્કર્ષના સાધક હોય છે.
દીક્ષા દેનાર ગુરુએ પણ પોતાની જોખમદારી બરાબર સમજી આ ગુણોની સમ્યક પરીક્ષાપૂર્વક, લેનાર પાત્રની મુનિધર્મ યોગ્યતા ચકાસવા યોગ્ય છે. મહીનાના મહીના સુધી સાથે ફેરવી, ‘તું દીક્ષા લે! દીક્ષા લે!' એવી પ્રેરણા કરવાની, કે અનેક પ્રકારના કાવાદાવા કરી ભગાડવાની વાત તો કયાંય દૂર રહી, પણ સ્વયં દીક્ષા લેવા ઉપસ્થિત થયેલાને પ્રથમ તો ઊલટો સામો પ્રશ્ન કરવા યોગ્ય છે-હે વત્સ! તું દીક્ષા શું નિમિત્તે લેવા ઇચ્છે છે? ઉત્તરમાં સહજ ભવવૈરાગ્ય સિવાય બીજું કંઈ પણ કારણ ન હોય, તો તે પ્રશ્નશુદ્ધ છે એમ જાણી, તેને મુનિધર્મના આચારની કઠિનતાનો ને દુષ્કરતાનો પૂરેપૂરો ખ્યાલ આપવા યોગ્ય છે,–કે આ દીક્ષા તે તો લોઢાના ચણા ચાવવાના છે તે વેળુના કોળીઆ ભરવાના છે; જિનોની આજ્ઞા સમ્યક આરાધવામાં આવતાં જેમ મહા સુખદાયી મોક્ષફલ છે, તેમ સંયમભંગથી વિરાધવામાં આવતાં
Page #248
--------------------------------------------------------------------------
________________
મુનિધર્મ યોગ્યતા
૨૨૭
મહાદુઃખદાયી સંસારફલ છે; કારણકે કર્મવ્યાધિના લયનિમિત્ત એવી સંયમરૂપ ભાવકિયા અંગીકાર કરી, પછી અસંયમરૂપ અપથ્ય સેવે, તો આજ્ઞાભંગાદિ કારણે અધિક તીવ્ર કર્મ ઉપાર્જ, ઈત્યાદિ પ્રકારે સમ્યક આચાર કથન કરી, બાહ્ય દેખાવોથી છેતરાયા વિના તેની નિપુણપણે પરીક્ષા કરવા યોગ્ય છે; અર્થાત્ તેના સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રપરિણામ આદિ કેવા છે, તેની યાવત્ છ માસ પર્યત વિચક્ષણપણે ચકાસણી કરવા
ગ્ય છે. આ સમસ્ત નિર્દભ વિધિની અગ્નિપરીક્ષામાંથી સમુત્તીર્ણ થા તો જ તેની મુનિધર્મયોગ્યતા જાણી, તેના ગુરુજનાદિની અનુજ્ઞાપૂર્વક સવિધિ દીક્ષા આપવા યોગ્ય છે.
આમ સ્વયં દીક્ષા લેવા ઉપસ્થિત થયેલો પુરુષ ગુરુને આત્મનિવેદન-આત્મસમર્પણ કરે; અને ગુરુ પણ શિષ્યમાં સમ્યકત્વાદિ ગુણારોપણ કરવાની એકાંત અનુગ્રહબુદ્ધિથી જ તેનો અભ્યપગમ-સ્વીકાર કરે,-નહિ કે ચેલાએલી મૂડી પોતાનો શિષ્ય પરિવાર વધારવાની અધમ ક્ષુદ્ર બુદ્ધિથી. મુનિધર્મ-યોગ્યતા અંગે આ બધું એટલા માટે વિચારવા યોગ્ય છે કે દ્રવ્યસાધુત્વ ભાવસાધુત્વ સંયુક્ત હોય અથવા ભાવસાધુત્વનું કારણ થઈ પડે તો જ તેનું સફળ પણું છે, નહિ તો વેષવિડંબના માત્ર જ થાય અને નામ મોટું ને દર્શન ખોટું થઈ પડે! (દોહરા) દીક્ષા ભાગવતી જ જે, કરી ભગવંતે ધન્ય;
તે ભાગવતી દીક્ષાની, યોગ્યતા પણ અનન્ય. મહાન આ મુનિધન, યોગ્ય મહાગુણપાત્ર; યોગ્યતા વિણ લીધે દીધે, વેષવિડંબન માત્ર.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ८४ : प्रत्यक्ष अने परोक्ष
પ્રત્યક્ષ કે પરોક્ષ જ્યાંલગી આત્મસ્વરૂપ જાણ્યું નથી, ત્યાંલગી જ જીવ મોહ પામી પરવસ્તુની આકાંક્ષાથી વિરતિરૂપ વિરામ પામતો નથી; પણ સ્વપર-પ્રકાશક જ્ઞાન થયે તેનો આ મોહ નિવર્તે છે આ જ્ઞાન એ જ પ્રમાણ છે, અને પ્રમેયનો વિનિશ્ચય પ્રત્યક્ષ-પરો એમ બે પ્રકારે થાય છે, એટલે પ્રમાણ પણ પ્રત્યક્ષ અને પરો પ્રકારનું છે. અપરોક્ષપણુ અર્થનું ગ્રાહક એવું જે પ્રમાણ તે રક્ષ પ્રમાણ; અને તેથી ઇતર એટલે કે પરોક્ષપણે અર્થનું ગ્રાહક તે ગ્રહણ અપેક્ષાએ પરોક્ષ પ્રમાણ આ પ્રમાણ છે તે અભ્રાંત છે. કારણકે પ્રમાણ ભ્રાંત છે એમ કહેવું તે વદતોવ્યાઘાત છે. એટલે કલ્પનાથી પર એવું પ્રત્યક્ષ પ્રમાણ તો સાક્ષાત પરમાર્થસત્ અનુભવરૂપ હોવાથી અભ્રાંત છે જ; પરંતુ સાધ્ય અવિનાભાવી લિંગથી સાધ્યનો નિશ્ચય કરાવનારૂં એવું પરોક્ષ અનુમાન પ્રમાણ તેમજ આપ્તપ્રણીત આગમનરૂપ શાબ્દ પ્રમાણ પણ અભ્રાંત છે. આ પ્રત્યક્ષ-પરોક્ષ બન્ને પ્રમાણ સ્વનિશ્ચયની જેમ બીજાઓને પણ તેવો નિશ્ચય ઉપજાવનાર છે, એટલે પરાર્થ પ્રમાણરૂપ પણ છે.
ઇંદ્રિયોથી દેખાય તે પ્રત્યક્ષ એમ લોકદષ્ટિમાં મનાય છે, પણ શાસ્રકારની દૃષ્ટિએ તો જે ઇંદ્રિયપ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ છે. કારણકે આત્માથી અતિરિક્ત-પર એવા મન-ઇંદ્રિયના પરાવલંબનની જ્યાં અપેક્ષા છે તે પરોક્ષ છે; અને જ્યાં તેવી અપેક્ષા નથી એવું જે આત્મસાક્ષાત્ છે તે પ્રત્યક્ષ છે. એટલા માટે જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ ને કેવલ એમ જે પાંચ પ્રકારનું જ્ઞાન કહ્યું છે, તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પર એવા મન-ઇંદ્રિયના નિમિત્તથી ઉપજતા હોવાથી પરોક્ષ છે; અને અવધિ મન:પર્યવ ને કેવલ એ ત્રણ જ્ઞાન પરસહાયની અપેક્ષા વિના આત્માને સાક્ષાત્ થતા હોવાથી પ્રત્યક્ષ છે. તેમાં પણ અવિધ અને મન:પર્યવ સર્વથા સંપૂર્ણ પ્રત્યક્ષ નહિ હોવાથી દેશ-પ્રત્યક્ષ છે; અને કેવલજ્ઞાન સર્વથા સંપૂર્ણ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ અને પરોક્ષ
૨૨૯
આત્મસાક્ષાત્કારરૂપ હોવાથી સર્વપ્રત્યક્ષ છે. આ પરોક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનનું સ્વરૂપ આ પ્રકારે :
પરોક્ષ જ્ઞાન-(૧) પાંચ ઇંદ્રિય અને મનથી ઉપજતા મતિજ્ઞાનના મૂળ ચાર ભેદ છે : અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા. અવગ્રહ એટલે વિષયનું કિંચિત ગ્રહણ, ઈહા એટલે તેની વિચારણા, અપાય એટલે નિશ્ચય અને ધારણા એટલે તે નિશ્ચયનું સ્મૃતિ સંસ્કારરૂપે અવધારણ. અવગ્રહના બે ભેદ છે-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. પદાર્થ અને ઇંદ્રિયના સંન્નિકર્ષથી-નિકટ સંપર્કથી થતું જે અવ્યકત ગ્રહણ તે વ્યંજનાવગ્રહ. પદાર્થનો તેવો સંપર્ક સાધ્ય વિના સ્વસ્થાને સ્થિત રહીને જ સ્વવિષય ગ્રહતા એવા ચહ્યું અને મન અપ્રાપ્યકારી હોવાથી, તે વડે વ્યંજનાવગ્રહ હોઈ શકે નહિ. એટલે શેષ ચાર ઇંદ્રિયથી જ થતા વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર; અને વ્યક્ત ગ્રહણરૂપ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ પ્રત્યેકના, પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી થતા છ છ પ્રકાર,–એમ ગણતાં મતિજ્ઞાનના ઉત્તર ભેદ અઠ્ઠાવીસ થાય છે. (૨) શ્રુતજ્ઞાન છે તે મતિપૂર્વક હોય છે અને તે શ્રુતશ્રવણથી-પરોપદેશથી ઉપજે છે. અંગપ્રવિષ્ટઅંગબાહ્ય આદિ એના ઘણા ભેદ છે. મતિજ્ઞાન વર્તમાનકાળ વિષયક ને શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે. મતિ-શ્રુતનો વિષય સર્વ દ્રવ્યોના અસર્વ પર્યાયામાં છે. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન બળવાન બને છે. ચૌદ પૂર્વ આદિ એક ને એક મૃત જાણનારાઓમાં પણ અસંખ્ય ભેદ પડે છે તેનું રહસ્ય કારણ મતિજ્ઞાનની તરતમતારૂપ ક્ષયોપશમ ભેદ છે.
પ્રત્યક્ષ જ્ઞાન-(૧) અવધિજ્ઞાન બે પ્રકારે : ભવપ્રત્યયી, તે નારક-દેવોને હોય; ક્ષયોપશમનિમિત્તક, તે મનુષ્ય-તિર્યંચને હોય. અમુક અવધિ-મર્યાદા સુધી જાણે એવા આ અવધિજ્ઞાનના છે ભેદ છે : અનાનુગામિક-અનુગામિક, હીયમાન-વર્ધમાન, અનવસ્થિતઅવસ્થિત. (૨) મન:પર્યવ જ્ઞાનના બે ભેદ છે-2 જુમતિ અને વિપુલમતિ. જુમતિ કરતાં વિપુલમતિ વિશુદ્ધતર હોય છે; ઋજુમતિ પ્રતિપાતિ પણ હોય, આવીને ચાલ્યું પાણ જાય, અને વિપુલમતિ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અપ્રતિપાતિ જ હોય. મનોગત ભાવ જાણનારા મન:પર્યવનું ક્ષેત્ર અવધિ કરતાં ઓછું છતાં વિશુદ્ધિ અધિક હોય છે. અવધિજ્ઞાન સંયત વા અસંયતને સર્વ ગતિમાં હોય, મન:પર્યવ તો સંત એવા મનુષ્યને જ હોય, અન્યને નહિ. અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યમાં અસર્વ પર્યાયોમાં હોય, મન:પર્યાયનો વિષય તેના અનંતમા ભાગમાં હોય. અને (૩) નિર્વિકલ્પ, નિરાવરણ એવા કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યોમાં ને સર્વ પર્યાયોમાં હોય અર્થાત નિર્વિકલ્પ, નિરાવરણ, કેવલ શુદ્ધ એવું કેવલજ્ઞાન સર્વભાવગ્રાહક, લોકાલોકપ્રકાશક છે. ‘આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવલજ્ઞાન મુખ્યપણે છે. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિક પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવલજ્ઞાન છે.” . આમાં “મતિ આદિ ચાર જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.’ આ મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનમાં આત્મજ્ઞાન સર્વત્ર વ્યાપક છે. કારણકે જ્યાં આત્મજ્ઞાન (સમ્યગુદર્શન) નથી તે જ્ઞાન અજ્ઞાનરૂપ છે; આત્મજ્ઞાન રહિત એવા મતિ-શ્રુત-અવધિને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન કહ્યા છે તેનું રહસ્ય એ જ છે. માટે જ્યાં આત્મજ્ઞાન છે તે જ જ્ઞાન છે. જેમ જેમ મોહનાશ થઈ આત્માની ચારિત્રશુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્માનો બોધપ્રકાશ વધતો જઈ આ જ્ઞાનવિકાસ થતો જાય છે. યાવત્ મોહનો સર્વનાશ થતાં રાગદ્વેષ ક્ષય થયે, જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત અથવા આખ્યાત છે, તેવું શુદ્ધ આત્મસ્વભાવ રમણતારૂપ “યથાખ્યાત' વીતરાગ ચારિત્ર પ્રગટતાં કેવલજ્ઞાન ઉપજે છે. અર્થાત જ્યાં કેવલ, શુદ્ધ, અદ્વૈત આત્માનો અખંડ અનુભવ વર્તે છે એવી કૈવલ્ય જ્ઞાનદશા પ્રગટે છે. કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન: કહિયે કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'
આ કેવલ જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે, અર્થાત્ આત્મા કેવલ જ્ઞાનમય છે. “ચંદ્ર છૂપે નહિ બાદલ છાયો,” તેમ આ
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ અને પરોક્ષ
૨૩૧
કેવલજ્ઞાનસ્વરૂપ આત્મચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મ પટલના આવરણથી આવૃત હોય, તોપણ તેની કાંઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોન્ઝા ડોકીઉં કરી ચૈતન્યસ્વરૂપનો ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડો જ રહે છે એમ શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે. નહિ તો તે પણ જો અવરાઈ જાય તો જીવ અજીવપણાને પામી જાય. એટલે છદ્મસ્થને કેવલજ્ઞાનાવરણને લીધે જોકે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતો નથી, તોપણ અંશ-પ્રકાશરૂપ મંદ પ્રકાશ તો સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છદ્મસ્થિક જ્ઞાન ઉપજે છે.
આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ચિત્રવિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી કે ભતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અભ્રાચ્છાદિત સૂર્યના મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ આદિ ઇતર જ્ઞાનાવરણ કર્મને લીધે કેવલજ્ઞાનાવરણાચ્છાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે; અને તેથી કરીને મતિ-અવધિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમના અનંત ભેદથી મતિ-અવધિ આદિ પરોક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાનો કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે, આણઢાંક્યો જ રહે છે. એટલા માટે જ જ્ઞાન એ ચંદ્ર-સૂર્ય કે દીપકની પેઠે આત્માનો
સ્વપરઅવભાસક અસાધારણ વિશિષ્ટ ગુણ છે; અને તેના આવરણ દૂર થવા પ્રમાણે તે મતિ શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષ પ્રકારે ને અવધિ મન:પર્યવકેવલરૂપ પ્રત્યક્ષ પ્રકારે વ્યક્ત થઈ, મોહરૂપ અજ્ઞાન અંધકારને નિવૃત્ત કરે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨ ૩૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(દોહરા) મન ઇંદ્રિય સાપેક્ષ છે, પરોક્ષ મતિ શ્રુતજ્ઞાન;
આત્મપ્રત્યક્ષ અવધિ મન:- પર્યવ કેવલ જ્ઞાન.
જ્યાં જ્યાં જ્ઞાન પ્રકાશથી, મોહતિમિરનો નાશ; ત્યમ ત્યમ ઉન્મત્તતા ત્યજી, પ્રગટે આત્મવિકાસ.
शिक्षापाठ ८५ : उन्मत्तता જ્યાંલગી જ્ઞાનપ્રકાશ સાંપડ્યા નથી, ત્યાંલગી જીવ મહઅંધકારમાં ગોથાં ખાય છે ને ઉન્મત્તની જેમ વર્તે છે. શ્રી ભર્તુહરિનું વચન છે કે “પીવા મોદમયીમિમાં ૨ મહિનામુન્નીમૂત નતિ '' આ મોહમયી મદિરા પીને આ જગત ઉન્મત્ત (ગાંડું-પાગલ) થઈ ગયું છે. કારણ કે સ્વરૂપથી પ્રમત્ત થયેલું જગત મોહમદિરાથી મત્ત બની, પરભાવમાં અહંભાવરૂપ મદ ધરે છે ને તેનો ફાંકો રાખી છાકીને ફરે છે! મદ્યપાનથી મદ ચઢેલા મનુષ્યની જેમ પોતાનું આત્મભાન ભૂલી ઉન્મત્ત પ્રલાપ કરે છે અને અસમંજસ આચરણ કરી સ્વરૂપથી ચૂકે છે. જ્ઞાન અંતરૂપરિણામી થયું નથી, અંતરનો મોહ છૂટયો નથી, ‘સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન' જાણ્યું નથી, અને એવી અમોહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, એવા શુષ્કજ્ઞાની જનો ભલે ઉન્મત્તની જેમ મુખેથી વાચા જ્ઞાન' દાખવે કે હમ જ્ઞાની હૈ, બંધેલા જ નહિ તો મુકત કૈસે હોવે? તોપણ તે તો તેઓનો જ્ઞાનના અજીર્ણરૂપઅપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ જ છે.
આત્મસ્વરૂપના અજ્ઞાનથી જ જીવ પરભાવમાં મુંઝાઈ મોહ પામે છે; અને પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપે આ મોહને લીધે જ આ જીવ રાગદ્વેષ કરે છે. આ મોહ-રાગ-દ્વેષ એ ત્રિદોષ જ જીવનો મોટામાં મોટો ઉન્મત્તપણાનો રોગ છે. ત્રિદોષ સન્નિપાતનો રોગી જેમ પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યદ્રાવદ્રા અસમંજસ બોલે છે, ટુંકામાં જાણે બદલાઈ ગયો હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પાર્ગ
Page #254
--------------------------------------------------------------------------
________________
ઉન્મત્તતા
૨૩૫
વિભાવપણે વર્તે છે, અને પોતાના સત્સ્વરૂપથી નિપાતને પામી સન્નિપાતી નામને યથાર્થ કરે છે; તેમ રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદોષ સન્નિપાતનું ઉન્મત્તપણું જે જીવને લાગુ પડયું છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પોતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલયે છે-લવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે-વિભાવપણે વર્તે છે. આમ ત્રિદોષ સન્નિપાતની ઉન્મત્તતાથી જીવને નિજ સ્વરૂપથી નિપાતઅધ:પાતરૂપ પ્રમત્તતા થાય છે. એટલે પછી ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ જેને ઉપજી છે એવા ઉન્મત્ત પુરુષની જેમ, દેહાદિમાં જેને આત્મભ્રાંતિ ઉપજી છે એવો આ મોહમૂઢ જીવ ઉન્મત્ત ચેષ્ટિત કરે છે; અર્થાત્ પરભાવમાં રાચી, પર વસ્તુની તુચ્છ પ્રાપ્તિથી ઉન્મત્ત બની
આ પામર જીવ કાકીડાની પેઠે નાચે છે; અને જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, ઐશ્વર્ય, બુદ્ધિ, શ્રુત, એ આઠ પ્રકારના મદથી છકી જઈ, પોતાની પામરતાનું પ્રદર્શન કરે છે.
કારણકે ઉપમિતિભવપ્રપંચ કથામાં ભાવિતાત્મા મહાત્મા સિદ્ધિર્ષિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી વર્ણવ્યું છે તેમ મોટા મનોરથોને સેવનારા એવા મહા કુલવાન, મહા બલવાન, મહા સમૃદ્ધિમાન ચક્રવર્તી આદિ પણ સત્પુરુષોને મન, “જડ ચલ જગની એઠ’ ચાટનારા ક્ષુદ્ર “નિપુણ્યક ટ્રંક” જેવા પામર ભાસે છે, તો પછી બીજાઓનું તો પૂછવું જ શું? ઉચ્ચ જાતિ-કુલઆદિ સંપન્નજનો જ મદને સેવે છે એવું નથી, પણ હીનજાતિ આદિવાળા પણ મદોન્મત્તપણાથી મુક્ત નથી, બ્રાહ્મણ, ભરવાડઆદિ કોઈ પણ જાતિવાળો પણ પોતપોતાની જાતિનું અભિમાન ધરી, અમારૂં કુલ આવું ને અમારા બાપદાદા આવા, એવો ફાંકો રાખીને ફરે છે, ને પોતાના તુચ્છ પરિવારને પણ ઇંદ્રના પરિવાર જેવો લેખે છે! ક્વચિત્ કોઈ પોતે વિરૂપ છતાં પોતાને મકરધ્વજ જેવો સ્વરૂપવાન માને છે! ક્વચિત્ બિલાડીથી ડરનારો પણ હું વાઘને હરાવી દઉં એવો બળવાન છું એવી શેખી કરતો દેખાય છે! ક્વચિત્ બે-ચાર હજાર રૂપિયા જેવા ધનલાભને ધનદનો વૈભવ માની મનમાં મલકાય છે ! ક્વચિત બે-ત્રણ ક્ષુદ્ર ગામના
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રશાવબોધ મોક્ષમાળા
ઠાકરડાપણાને ચક્રવર્તિપણે માને છે! ક્વચિત માતૃકાક્ષર જેટલું પણ નહિ ભણ્યો છતાં પોતાના બુદ્ધિબળની બડાઈ હાંકે છે! કવચિત્ ઈધર ઉપરથી બુધજન પાસેથી થોડું ઘણું શીખી લઈ, હું કેટલું બધું જાણું છું એવા મિથ્યાભિમાનથી ફૂલાઈને હાથીની જેમ મદોન્મત્ત બની ફરે છે! આમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં અષ્ટ મદથી ઉન્મત બનેલા જનોની પામરતાનું જાણે પ્રદર્શન (Vanity fair) ભરાયું છે!
આ આઠે મદસ્થાનોમાં નિશ્ચય કરીને કોઈ પણ ગુણ છે નહિ, કેવલ ઉન્માદ અને સંસારવૃદ્ધિ છે. પ્રશમરતિમાં કહ્યું છે તેમ જાતિ આદિ મદથી ઉન્મત્ત થએલો જીવ આ લોકમાં “પિશાચની જેમ”દુ:ખી થાય છે, અને પરલોકમાં નીચ ગોત્રકમને લીધે નિ:સંશયપણે જાતિઆદિની હીનતા પામે છે. માટે આ સર્વ પદસ્થાનોનો મૂળનાશ કરી મુમુક્ષુએ સર્વ પ્રકારનું ઉન્મત્તપણે ત્યજી, આત્મસ્વરૂપનું અપ્રમત્તપણું જ ભજવા યોગ્ય છે. (દોહરા) મોહમદિરા પાનથી, થયું જગત ઉન્મત્ત;
પામરતા પ્રદર્શન ભરે, જુઓ! અષ્ટ મદમત્ત. પરભાવે અહંભાવની, બુદ્ધિથી મદઅંધ; ઉન્મત્તવત્ છેષ્ટા કરે, જ્ઞાનચક્ષુ હીણ અંધ.
Page #256
--------------------------------------------------------------------------
________________
એક અંતર્મુહૂર્ત
૨ ૩૫
शिक्षापाठ ८६ : एक अंतर्मुहूर्त
ઉન્મત્તપણાનું મૂળ કારણ આત્મભ્રાંતિરૂપ મિથ્યાદર્શન છે, તે સમ્યગદર્શનથી ટાળી જીવ જે અપ્રમત્ત યોગ સ્કુરાવે, તો અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામે. ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ ટળતાં જેમ મનુષ્યની ચેષ્ટા સમ્યક હોય છે, તેમ દેહાદિમાં આત્મભ્રાંતિ નિવૃત્ત થતાં સમ્યગુદર્શનથી આત્માની ચેષ્ટા પણ સમ્યક હોય છે; અને તેથી અનુક્રમે સ્વરૂપસ્થિતિરૂપ અપ્રમત્તપણે પામે, એટલે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામવું સાવ સુલભ છે. કારણકે અપ્રમત્ત ગુણસ્થાનકથી કેવલજ્ઞાન પર્યંતનો ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્તનો છે. અંતમુહૂર્ત એટલે નવ સમયથી માંડી બે ઘડીમાં એક સમય ન્યૂન જેટલો કાળ. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે “જીવ જો પુરુષાર્થ કરે તો શું ન થાય?' અનંત કાળના કર્મગંજને પણ એક અંતર્મુહૂર્તમાં શુક્લ-શુદ્ધ આત્મધ્યાનના પ્રચંડ અગ્નિવડે બાળી નાંખે એવું આ પુરુષાર્થનું બળ છે.
આ કર્મના લયમાં ‘અપૂર્વકરણ” મોટામાં મોટો ભાગ ભજવે છે, એ હકીકત જ આત્માના પુરુષાર્થનું અપૂર્વ બળવાનપણું સૂચવે છે. આ અપૂર્વકરણ બે છે : પહેલું અપૂર્વકરણ, જેનું ફળ ગ્રંથિભેદ છે; અને બીજું અપૂર્વકરણ, જેનું ફળ સામર્થ્યયોગ-ક્ષપકશ્રેણી છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળના ભવભ્રમણમાં કદી પણ પૂર્વે પ્રાપ્ત થયો નથી, એવો શુભ પ્રશસ્ત આત્મપરિણામ. જીવ જો અંતરાત્મ પરિણામી થઈ, 'અપૂર્વ આત્મભાવનો ઉલ્લાસ પામી, પુરુષાર્થ ખુરવે, તો અપૂર્વકરણથી અંતમુહૂર્તમાં ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે ઉત્તરોત્તર વધતા તીવ્ર સંવેગરંગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તો પલ્યોપમસાગરોપમાદિ જેટલી, કર્મસ્થિતિ પણ શીઘ ક્ષય કરી, અંતમુહૂર્તમાં પાંચમું દેશવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સ્પર્શ ભાવશ્રાવક બને, ને અંતમુહૂર્તમાં જ છઠું સર્વવિરતિ સમદષ્ટિ ગુણસ્થાનક સ્પર્શી ભાવસાધુ બને.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રશાવબોધ મોક્ષમાળા
આમ ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો જઈ, મન-વચન-કાયાના પ્રમત્ત યોગથી આત્માની વેડફાઈ જતી ચારેકોર વેરણછેરણ થતી શક્તિને અટકાવી, જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્મવીર્યની અત્યંત જમાવટ (Mobilisation) કરે, શાસ્ત્રોકત રીતિ પ્રમાણે આદર્શ યોગસાધના કરી વિષયકષાયદિ સર્વ પ્રમાદ વર્જી યથાસૂત્ર સર્વ આચરણ કરે, તો તે અપ્રમત્ત શાસ્ત્રયોગી અંતર્મુહૂર્તમાં સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાને પહોંચે. અને આમ અપ્રમત્ત આત્મસંયમના યોગે તીક્ષ્ણ આત્મોપયોગવંત રહી, જેણે અત્યંત શક્તિસંચય કર્યો છે, એવો આ અપ્રમત્ત યોગી અંતર્મુહૂર્તમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવી બીજું “અપૂર્વકરણ પામે,કે જેથી અપૂર્વ આત્મશકિતના ઉદ્રકવાળો સામર્થ્યયોગ પામી તે ક્ષપકશ્રેણી આરંભે.
આવો અપૂર્વ આત્મસામર્થ્યવાળો આ સામર્થ્યયોગ શાસ્ત્રથી પર ને શાસ્ત્રવાણીને અગોચર-અવાચ્ય છે. “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર ભેદ.” (આનંદઘનજી) ક્ષપકશ્રેણીગત યોગીને પ્રાપ્ત થતો આ આત્માનુભવગમ્ય સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનથી સંગત હોય છે. જેમાં અસાધારણ અપૂર્વ આત્મનુભાવપ્રકાશની પ્રતિભા ઝળકે છે, એવા આ પ્રાભિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-light) પ્રકાશથી આગળનો માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે, ઝળહળી રહે છે. એટલે જેને ‘મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ” એવો આ સામર્થ્યયોગી આત્માનુભવ સામર્થ્યથી પ્રગટ માર્ગ દેખતો દેખતો, આ અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષપકશ્રોણી પ્રારંભી, કર્મપ્રકૃતિઓને જડમૂળથી સર્વથા ખપાવતો ખપાવતો, ખતમ કરતો કરતો, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે; અને ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને શીઘ વટાવી જઈ, અંતર્મુહૂર્તમાં તેરમા સયોગી કેવલિ ગુણસ્થાને પહોંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે; અને ત્યાં આયુષ્ય પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટ દેશ ઊન પૂર્વ કોટિ વર્ષ સ્થિતિ કરે છે. અને પછી આયુ પ્રાંતે મન-વચન-કાયાના યોગનો સંન્યાસ-ત્યાગ (યોગસંન્યાસ) કરી, જ્યાં શૈલેશ મેરુ જેવી અડલ
Page #258
--------------------------------------------------------------------------
________________
એક અંતર્મુહૂર્ત
૨૩૭
નિપ્રકંપ શૈલેશી અવસ્થા વર્તે છે, એવા ચૌદમા અયોગી કેવલિ ગુણસ્થાનકને પામે છે; ને ત્યાં પાંચ હસ્વ અક્ષર (અ, ઇ, ૩, ૫, લુ) ઉચ્ચારાય એટલો કાળ સ્થિતિ કરી, આ યોગીશ્વર મોક્ષ પામે છે. આમ અનંતકાળના કર્મોનો એક સામટો ગોટો વાળી નાંખવાની આ બધી પ્રક્રિયા અંતર્મુહૂર્તમાં બની જાય છે ! એવું અપૂર્વ સામર્થ્ય આ સામર્થ્યયોગનું છે!
અને આમ અપૂર્વ પુરુષાર્થરૂપ અપૂર્વકરણવ પ્રાપ્ત કરેલા ચોથા સમદષ્ટિ ગુણસ્થાનથી માંડીને જીવ જે આત્મોપયોગની અખંડ એકધારાથી આગળ વધે, તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી, થાવત્ મોક્ષ પણ પામે,-એવું અપૂર્વ આ આત્મપુરુષાર્થનું બળ છે. આરીસા ભવનમાં વૈરાગ્યતરંગિણીમાં ઝીલતા ભરત મહારાજા, બાજીગરનો ખેલ ખેલતાં શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢેલા ઇલાયચી કુમાર, આ શ્વસુરે તો મોક્ષની બંધાવી એવી ભાવના ભાવતા ગજસુકુમાર, ગૌતમસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલા પાંચસો તાપસ, અને અનંતા અંતકૃત કેવલી ભગવંતો,-એ સર્વ શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની શ્રેણીએ ચઢી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા હતા, એ અત્રે જ્વલંત ઉદાહરણો છે. આ બધા મહાપ્રભાવનો મૂળ યશ કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન’ને જ ઘટે છે,-કે જે મહાયશના કૃપાટાક્ષથી ‘અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાન એક સમયમાત્રમાં જાયંતર' થઈ, અંતમુહૂર્ત જેટલા અલ્પ સમયમાં મોક્ષપદ પમાડવા સમર્થ થાય છે. (દોહરા) ઉન્મત્તપણે છાંડી જ, અપ્રમત્ત જીવ થાય;
પુરુષાર્થથી કેવલ લહે, અંતર્મુહૂર્તમાંય. અપૂર્વ પુરુષાર્થે લહી, અપૂર્વ ભાવ ઉલ્લાસ; અપૂર્વકરણે શ્રેણિએ, કેવલજ્ઞાન પ્રકાશ સમગ્ગદર્શન મિત્રનો, આ સઘળો પ્રતાપ; જેના કૃપાકટાક્ષથી, ભવનો ટળે ઉતાપ.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
શિક્ષાપડ ૮૭ :
માલિની
૧
૨
ચતુર ગતિ ભમતાં ના મળ્યો મિત્ર! ક્યાંઈ,
કઈ ગહન ગુહામાં તું ગયોતો લપાઈ? અબ તુજ કંઈ ઝાખી અંતરે મેં નિહાળી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી! તુજ પરમ કૃપાથી દેહના માનમાંથી,
અસિ ચિનમય જ્યોતિરૂપ મેં બહાર કાઢી; ચમકતી અનુભૂતિ ધારથી તીણ ભારી; | દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ક્ષીર નીર શું વિવેચી આત્મને ભિન્ન દીઠો
અનુભવ પય પીધો આત્મહંસે સુમીઠો; અનુગ્રહ સહુ હારો મિત્ર કલ્યાણકારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. સુચિરથી ભવહેતુ જ્ઞાન અજ્ઞાન થાતું,
ક્ષણમહિં વટલાવી નાંખતો તે સખા! તું; ભવનિવૃતિરૂપે તે કીધ સંસારહારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ભવજલનિધિથી હું ના હવે તો ડરું છું,
ગઉપદ શું લીલાથી તુજ સ્વાયે તરૂં છું; નચિંત થઈ રહ્યો છું હું મહામોહ મારી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. તુજ દરિશન પામ્યો તે કલિકાલ ધન્ય,
સુભગ પણ મને શું કામનો કાળ અન્ય? ભવ રણ વીરડી તું આપતી મિષ્ટ વારિ,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી.
૪
૫
Page #260
--------------------------------------------------------------------------
________________
ભકત ત્રિમૂર્તિ-ભાગ ૧
૨૩૯
ભૂલચૂકથી કરી કો સંગ લ્હારો કદાપિ,
કુમતિથી પછી છોડે, તું ન છોડે તથાપિ; પરમ પદ પમાડચા વિણ ના જંપધારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. કલ્પતરુ મહિમા તુચ્છ છે તુજ પાસે,
અણમૂલ મણિ ચિંતારત્ન ઝાંખું જ ભાસે; સુરઘટ સુરધેનું કીર્તિ તે મંદ પાડી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૮ દરિદ્રપણું જ સારું તુજ સંયોગવાળું,
ચકવરતિપણે ના તુ વિયોગવાળું; ભવ ભવ તુજ હોજો સંગતિ મિત્ર! હારી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૯ કદી પણ ન બુઝાતો સ્થિર તું રત્નદીવો,
મુજ મન પ્રગટેલો હે ચિરંજીવ! જીવો!. જય જય ભગવાન હે મોહ અંધારહારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૧૦
शिक्षापाठ ८८ : भक्त त्रिमूर्ति } भाग १
આનંદઘનજી, યશોવિજ્યજી અને દેવચંદ્રજી એ ત્રણે પરમાત્મ દર્શનનો સાક્ષાત્કાર પામેલા ભક્તશિરોમણિ મહાત્માઓ થઈ ગયા, તે તેમના પરમ ભાવોલ્લાસમય અનુભવોલ્ગાર પરથી સ્વયં સુપ્રતીત થાય છે. “વિમલ જિન દીઠા લોયણ આજ,” “દીઠી હો પ્રભુ!દીઠી જગગુરૂ તુજ,” “દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે જાર્યો રે” એ વચનો તેની સાક્ષી પૂરે છે. આ વિરલ વિભુતિરૂપ મહાગીતાર્થ મહાત્માઓ વીતરાગ દર્શનની અપૂર્વ પ્રભાવના કરનારા મહાજ્યોતિર્ધરો થઈ ગયા આ ભક્ત ત્રિમૂર્તિએ અદભુત ભકતિરસનો
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અને ઉત્તમ અધ્યાત્મયોગનો પ્રવાહ વહાવી જગત પર પરમ ઉપકાર ક્યાં છે. મતદર્શન આગ્રહથી પર એવા આ વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાપ્રતિભાસંપન્ન તત્ત્વદષ્ટાઓ કોઈ સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત જગતના છે.
આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આનંદઘનજી અને યશોવિજ્યજી બન્ને સમકાલીન હતા. આનંદઘનજી જેવા સંતનો દર્શન-સમાગમ એ યશોવિજયજીના જીવનની એક કાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતનો સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી સપુરૂષને ઓળખી ન શક્યો ને આ ‘લાભાનંદજી” નો (આનંદઘનજી) યથેચ્છ લાભ ઊઠાવી ન શક્યો. પણ શ્રી દેવચંદ્રજી એ કહ્યું છે તેમ “તેહ જ એહનો જાણંગ ભોકતા, જે તુમ સમ ગુણરાયજી!” અર્થાત્ તેવો જ તેવાને ઓળખે, સાચો ઝવેરી ઝવેરાત પારખી શકે, તેમ તે સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષરત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂત, ભાવનિગ્રંથ આનંદઘનજીના દર્શનસમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણો આત્મલાભ ને અપૂર્વ આત્માનંદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રીયશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલ્લાસથી મસ્ત દશામાં વિહરતા આનંદઘનજીની મુક્તકંઠે ભારોભાર પ્રશંસા કરતા ગાયું છે કેપારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો!કેવી ભવ્ય ભાવાંજલિ!
હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે-આવો ન્યાયનો એક ધુરંધર આચાર્ય, પદર્શનનો સમર્થ વેત્તા, સક્લ આગમ રહસ્યનો જાણકાર, વિદ્રદશિરોમણિ યશોવિજયજી ઉપાધ્યાયજી જેવો પુરૂષ, આ અનુભવયોગી આનંદઘનજીના પ્રથમ દર્શન સમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય, એમ આનંદતરંગિણીમાં ઝીલે છે, અને તે યોગીશ્વરની અદ્ભુત
Page #262
--------------------------------------------------------------------------
________________
ભક્ત ત્રિમૂર્તિ-ભાગ ૧
૨૪૧
આત્માનંદમય વીતરાગ દશા દેખીને સાનંદાશ્ચર્ય અનુભવે છે! અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું સર્વ અભિમાન એકસપાટે ફગાવી દઈ, બાલક જેવી નિર્દોષ પરમ સરલતાથી કહે છે કે લોઢા જેવો હું આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યો! અહો કેવી નિર્માનિતા કેવી સરલતા! કેવી નિર્દભતા! કેવી ગુણગ્રાહિતા! આને બદલે બીજો કોઈ હોત તો તેને અભિમાન આડું આવી ઊભું રહેત. પણ યશોવિજયજી ઓર પુરૂષ હતા, એટલે આનંદઘનજીનો દિવ્ય ધ્વનિ એમના આત્માએ સાંભળ્યો ને તે સતના ચરણે ઢળી પડ્યો; અને આ પરમાર્થગરૂ આનંદઘનજીના સમાગમ પછી એમનો અંતપ્રવાહ અધ્યાત્મયોગ ને ભક્તિવિષયના પંથે વિશેષ કરીને મુખ્યપણે ઢળ્યો હશે એમ આ ઉપરથી સ્વાભાવિક અનુમાન થાય છે. અને તેમના પછી થોડા વર્ષે થયેલા તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી પણ આ પોતાના પુરોગામી બને ભકતરાજોની જેમ ભક્તિ અમૃતરસમાં કેવા સોળે કળાએ ખીલ્યા છે ને અધ્યાત્મતરંગિણીમાં કેવા અપૂર્વ ભાવથી ઝીલ્યા છે, એ એમની સુધાર્ષિણી સ્તવનાવલી પરથી સમજાય છે.
. આ ભક્ત ત્રિમૂર્તિમાં પ્રત્યેકની શૈલી કંઈ ને કંઈ વિશિષ્ટતાવાળી છે.શ્રી આનંદઘનજીના સ્તવનોમાં સહજ સ્વયંભૂ અધ્યાત્મપ્રધાન ભક્તિરસ પ્રવહે છે; અને તેની શૈલી સરલ, સાદી ને સંસ્કારી તેમજ અર્થગૌરવવંતી ને આશય ગંભીર છે. શ્રીમાન દેવચંદ્રજીના સ્તવનોમાં ઉત્તમ તાત્વિક ભક્તિની પ્રધાનતા છે; દ્રવ્યાનુયોગની મુખ્યતાથી પ્રભુનું શુધ્ધ તત્ત્વ સ્વરૂપ વિસ્તારથી વર્ણવી ને તેની ભકિતની કાર્યકારણભાવની તલસ્પર્શી સૂક્ષ્મ મમાસા કરી, પ્રભુના ગુણાતિશયથી ઉપજત પરમ પ્રીતિમય અદ્ભુત ભક્તિ અત્રે મુખ્યપણે ગાવામાં આવી છે, અને તેની શૈલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન ને પ્રૌઢ છતાં ઊંડા ભક્તિરસપ્રવાહવાળી પ્રતીત થાય છે. શ્રી યશોવિજયજીના સ્તવનાવલીમાં પ્રેમ લક્ષણા ભકિત મુખ્યપણે વર્ણવી હોઈ, તે પરમ પ્રેમરસપ્રવાહથી છલકાતી છે; ને તેની શૈલી આબાલવૃધ્ધ સમજી શકે એવી અત્યંત સરલ, સાવ સાદી ને સુપ્રસન્ન છે. આ પરમ ભક્ત ત્રિમૂર્તિની કૃતિની સામાન્ય તુલના માટે એક સ્કૂલ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દષ્ટાંત યોજીએ તો શ્રી આનંદઘનજીની કવિતા સાકરના ઘન જેવી છે ને તેમાં સર્વત્ર અમૃત સમી મીઠાશ ભરી છે. શ્રી દેવચંદ્રજીની કવિતા શેરડીના ટૂકડા જેવી છે, એટલે તેમાં મીઠાશ તો સર્વ પ્રદેશ ભરેલી જ છે, પણ તેમાં ચાવવાની મહેનત કરવી પડે તેમ છે,તો જ તેની અમૃત સમી મીઠાશની ખબર પડે. શ્રી યશોવિજયજીની કવિતા શેરડીના તાજા રસ જેવી છે. અને તેનું યથેચ્છ મધુર અમૃતપાન સહુ કોઈ તત્કાળ સુગમતાથી કરી શકે છે.
આમ આ માધુર્યમૂર્તિ ભક્ત ત્રિમૂર્તિના પરમ ભક્તિ ભાવનિર્ભર ને ચૈતન્યરસની છોળો ઉછાળતા સ્તવનો આત્માનુભવના પરમ પરિપાકરૂપ હોઈ, ગાતાં કે સાંભળતાં, કોઈ અદ્ભુત આહલાદ આપે છે, ને મનનો થાક ઉતારી નાંખી પરમ ચિત્તપ્રસન્નતા અર્પે છે.આ ભક્ત ત્રિમૂર્તિના વચનામૃતોમાં એવા તો અદ્ભુત માધુર્ય, પ્રસાદ, ઓજસ્ ને
ધ્વનિ ભર્યા છે, એવું તો ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વભર્યું છે, કે તેનો રસાસ્વાદ લેતાં આત્મા જાણે તૃપ્ત થતો નથી. જાગતી જયોત જેવી આ ભક્ત ત્રિમૂર્તિ ભકિતરસની એવી અપૂર્વ જાન્હવી વહાવી ગયેલ છે, કે જે કોઈ ભાગ્યવંત જન તેમાં નિમજ્જન કરે છે, તે પાવન થઈ પરમ આત્માનંદ લૂટે છે. (શિખરિણી) નમું આનંદોના ઘન વરષિ આનંદઘનને
નમું દેવચંદ્રા અમૃતઝરણા જ્ઞાનઘનને; યશ:શ્રીના સ્વામી શ્રતનિધિ યશોવિજયે નમું, ત્રિમૂર્તિ ગીતાર્થે ગીત અમૃત ભક્તિરસ રમે.
Page #264
--------------------------------------------------------------------------
________________
ભન્ક ત્રિમૂર્તિ-ભાગ ૨
૨૪૩
शिक्षापाठ ८९ : भक्त त्रिमूर्ति} भाग २
આ ભક્ત ત્રિમૂર્તિએ આદર્શ સમાજસુધારક અને પ્રખર ધર્મ ઉદ્ધારક તરીકે અનન્ય શાસનદાઝ દાખવી છે. એ ખાસ નોંધવા જેવું છે કે તેમનો સુધારો આધુનિકોની જેમ યુદ્ધાતદ્દા સ્વચ્છંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુધ્ધ આદર્શવાદી છે. ભગવાને પ્રણીત કરેલા મૂળ આદર્શ વીતરાગ માર્ગથી સમાજને ભષ્ટ થયેલો દેખી, ગૃહસ્થોને તેમજ સાધુઓને તેથી વિપરીતપણે-વિમુખપણે વર્તતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ સમાજને ખંડખંડ છિન્નભિન્ન થયેલો ભાળી, આ ભાવિતાત્મા મહાત્માઓનું ભાવનાશીલ સાચી અંતર્દાઝવાળું હૃદય અંત્યત દ્રવીભૂત થયું હતું, કકળી ઊઠયું હતું. એટલે જ તે સમાજનો સડો દૂર કરવાના એકાંત નિર્મલ ઉદેશથી તેઓએ ઠેરઠેર પોકાર પાડયો છે.“પુરૂષ પરંપરા અનુભવ જવતાં, અંધોઅંધ પલાય .. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે” ઈત્યાદિ આનંદઘનજીના વેઇક વચનો તેમની સાચી શાસનદાઝના સહજ ઉદ્ગાર છે. “દ્રવ્ય કિયા રૂચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન?... ચંદ્રાનન જિન! સંભળિયે અરદાસ,” ઈત્યાદી શ્રી દેવચંદ્રજીના વચનો તેમનું તીવ્ર ખેદમય આંતરુસંવેદન દાખવે છે. અને શ્રીમાનુ યશોવિજયજીએ તો ભગવાન સીમંધર સ્વામી પાસે સાડી ત્રણસો અને સવાસો ગાથાના સ્તવનાદિના ન્હાને કરૂણ પોકાર પાડયો છે કે હે ભગવાન! આ જિનશાસનની શી દશા? અને એમ કરી નિષ્કારણ કરૂણાથી સુષુપ્ત સમાજને કેટલીક વાર સખ્ત શબ્દપ્રહારના ચાબખા મારી ઢંઢોળ્યો છે, ને તેની અંધશ્રધ્ધા ઉડાડી જાગ્રત કર્યો છે; તથા ગૃહસ્થનો ને સાધુનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજુ કરી, સમાજને ઘેરી વળેલા કુગુરૂઓ ને કુસાધુઓની નીડરપણે સખા ઝાટકણી કાઢી છે. જેમકે– “આર્ય થોડા અનારજ જનથી, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, બાકી મુડાં ન્હોળા ... રે જિનજી! વિનતડી અવધારે! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જે નવિ નિશ્ચય દરિયો .... રે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જિનજી! વિનતડી અવધારો! નિજ ગાગ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ ન મુંચે માયા; તે ન રહે વ્રત પંચે.”-ઈત્યાદિ પ્રકારે કુસાધુઓની સખ્ત ઝાટકણી કાઢી, નિર્મલ મુનિપણાના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી, પોતાની શાસન પ્રત્યેની સાચી અંતરુદાઝ વેધક શબ્દોમાં વ્યકત કરી છે.
આ ભકત ત્રિમૂર્તિનું આગમ અને અનુમાન-ન્યાય વિષયનું જ્ઞાન અગાધ હતું. આનંદઘનજીના એકેક વચન પાછળ આગમોના તલસ્પર્શી જ્ઞાનનું ને અનન્ય તત્વ ચિંતનનું સમર્થ પીઠબળ દેખાઈ આવે છે. શ્રીદેવચંદ્રજીનું આગમજ્ઞાન પણ તેવું જ અદ્ભુત હતું, તે તેમના આગમસાર આદિ ગ્રંથ પરથી દેખાઈ આવે છે; તેમજ ન્યાય વિષયની તેમની તીણ પર્યાલોચના પ્રભુભક્તિમાં તેમણે કરેલી અદભુત પારમાર્થિક નયઘટના આદિ પરથી જણાઈ આવે છે. અને સર્વશાસ્ત્રપારંગત ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી તો ન્યાયના ખાસ નિષ્ણાત તજજ્ઞ (Specialist) હતા, એટલે ન્યાયને એમણે યથાયોગ્ય
ન્યાય આપ્યો હોય એ સમુચિત જ છે. તેઓશ્રીએ ખોટી બડાઈથી નહિ પણ પૂરેપૂરાં આત્મવિશ્વાસથી પોતાના માટે એક સ્થળે દાવો કર્યો છે કે “વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.” એ અક્ષરે અક્ષર પ્રત્યક્ષ સત્ય છે, તેની પ્રતીતિ આપણને તેમના ન્યાયસંબંધી દર્શનવિષયક ગ્રંથો પરથી આવે છે.
અને અધ્યાત્મ-યોગવિષયમાં પણ આ ભક્ત ત્રિમૂર્તિએ અસાધારણ અભુત પ્રગતિ સાધી હતી. યોગિરાજ આનંદઘનજી તો આ અધ્યાત્મ માર્ગમાં એક્કા અતિ ઉચ્ચ દશાને પામેલા જ્ઞાની પુરૂષ હતા, તે તેમના સ્તવનો અને પદોમાં દેખાઈ આવતી અનુભવની ઝલક પરથી દેખાઈ આવે છે. મોટા મોટા પંડિતોના વાગાડંબરભર્યા શાસ્ત્રાર્થોથી કે મોટા મોટા વ્યાખ્યાનધરા ધ્રુજાવનારા - વાચસ્પતિઓના વ્યાખ્યાનોથી અનંતગણો બોધ ને આનંદ શ્રીમાન આનંદઘનજીની એકાદ સીધી, સાદી, સચોટ ને સ્વયંભૂ વચનપંક્તિથી ઉપજે છે, અને એમનું એકેક અનુભવવચન હજારો ગ્રંથો કરતાં કેવું
Page #266
--------------------------------------------------------------------------
________________
ભન્ક ત્રિમૂર્તિ-ભાગ ૨
૨૪૫
બળવાન છે તે બતાવી આપે છે. અને આ પરમાર્થગુરૂ આનંદઘનજીના પગલે અધ્યાત્મયોગ વિષયમાં ઘણા આગળ વધેલા શ્રીયશોવિજયજીએ પણ તેની ઉત્તમ પ્રસાદી આપણને અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ, બત્રીશ બત્રીશી, યોગદષ્ટિસજઝાય આદિ એમના ચિરંજીવ કીર્તિસ્થંભ સમા અનેક મહાગ્રંથો દ્વારા આપી છે. પાતંજલઆદિ યોગ સાથે મૈત્રીભર્યો સમન્વય સાધતા આ અધ્યાત્મવિષયક ગ્રંથરત્નો એ અધ્યાત્મ વિષયમાં છેલ્લામાં છેલ્લા શબ્દ છે, Most up-to-date છે, અધ્યાત્મસંબંધી સર્વ વિષયોનો તે જાણે મહાકોષ-ખજાનો છે. અધ્યાત્મપરિણત મહાયોગી દેવચંદ્રજી પણ કેવા અંતરાત્મપરિણામી હતા, તે તેમની સ્તવનાવલીમાં પ્રહવતી સહજ સુપ્રસન્ન અધ્યાત્મધારા પરથી, અને અધ્યાત્મગીતા-દ્રવ્યપ્રકાશ આદિ તેમના કીર્તિલિશ સમા ગ્રંથરત્નોથી સુપ્રતીત થીય છે.
આમ યોગદષ્ટિરૂપ દિવ્ય નયનથી પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી આ દિવ્ય દષ્ટાઓએ પોતાના સંગીતમય દિવ્ય ધ્વનિથી આ દિવ્ય જિનમાર્ગનું આપણને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ જલનિધિ એવો આ દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે. આ ભક્ત ત્રિમૂર્તિનો દિવ્ય ધ્વનિ હજ તેવોને તેવો તાજો સકર્ણ જનો સાંભળે છે અને નિરવધિ કાળ પર્યત સાંભળશે! (શિખરિણી) વહાવી છે જેણે સરસ સરિતા ભક્તિરસની,
બહાવી છે ધારા અમૃતમય આત્માનુભવની; જગાવી છે જોગાનવતણી ધૂણી જાગતી જગે, ત્રિમૂર્તિ જોગીન્દ્રો પ્રણમું જસ જ્યોતિ ઝગઝગે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રશાવબોધ મોક્ષમાળા
( શિક્ષાપાઠ ૨૦ : વિમવિ ફેમી ૨
- રાગ, દ્વેષ ને મોહ એજ મુખ્ય વિભાવ અર્થાત વિકૃત ચેતન ભાવ છે. આત્માના સ્વભાવથી વિપરીત-વિરુદ્ધ તે વિભાવ; અથવા આત્માના સ્વભાવને અતિક્રમતો ‘વિશેષ ભાવ” તે વિભાવ. આત્માનું શુદ્ધ ચેતનભાવની મર્યાદામાં, મરજાદમાં, મર્યાદાધર્મમાં વર્તન તે સ્વભાવ અને તે જ ધર્મ છે; આ શુદ્ધ ચેતનભાવની મર્યાદાનું ઉલ્લંઘન તે વિભાવ અને તે જ અધર્મ છે. આમ આત્માનું જ્ઞાનાદિ સ્વભાવમાં વર્તવું તે ધર્મ અને રાગાદિ વિભાવમાં વર્તવું તે અધર્મ છે. સ્વભાવરૂપ સ્વધર્મને છોડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગ્યો; અને તેથી કરીને કર્મ-રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-ગ્રસન કર્યું. તેનો દારુણ વિપાક આત્માને પોતાને જ ભોગવવો પડયો; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ અપરાધનો બદલો મળ્યો; “પરધર્મો માયાવદ :''-પરધર્મ ભયાવહ થઈ પડયો!
કારણકે દેહાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ઉપજ્યા. એટલે તે તે વિષયના યોગમાર્થી-વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપ સ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચનકાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપયોગ ચૂક્યો એટલે યોગ ચૂક્યો. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિતિત થવા લાગ્યું; વચનથી પરભાવ-વિભાવ મારા છે એવું મૃષાવચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું; અને કાયાથી પરભાવવિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુશ્લેષ્ટિત આચરાવા લાગ્યું. આમ “વિંતિમ કુમાસિક વૈgિ" રૂપ મન-વચન-કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘તુ ' દુષ્કત ઉભરાવા લાગ્યું, અને તે આશ્રવદ્યારથી જીવ કર્મબંધનોથી ગાઢ બંધાવા લાગ્યો. તે આ પ્રકારે :
રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવ એ ભાવકર્મ છે. તે જીવનું પોતાનું જ સર્જન હોઈ ચેતનરૂપ છે. આ જીવવીર્યની ફુરણા જડ એવું પુદ્ગલ
Page #268
--------------------------------------------------------------------------
________________
વિભાવ -ભાગ ૧
૨૪૭
ગ્રહણ કરે છે. અર્થાત્ આ ભાવકર્મનું નિમિત્ત પામી પુદ્ગલ દ્રવ્ય
સ્વયં દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે; અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકર્મનો ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ-મોહ વિભાવભાવે પરિણમે, તો તે નવીન ભાવકર્મનો બંધ કરે છે; અને આ ભાવકર્મના નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધન ને તેથી દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. ભાવકર્મને માટે “મલ’ અને દ્રવ્યકમને માટે “રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. મલ-ચીકાશ હોય તો રજ ચોંટે, તેમ ભાવમલરૂપ આસક્તિસ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચુંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવે ભાવકર્મ-દ્રવ્યકર્મનો અરઘટ્ટઘટ્ટીન્યાયે અનુબંધ થયા કરે છે. વિભાવરૂપ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટચક (Vicious circle) ચાલ્યા કરે છે; અને તેથી જન્મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘૂમ્યા કરે છે.
આમ અનાદિકાળથી આ વિભાવરૂપ ભાવકર્મથી આત્માના જ્ઞાનદર્શન સ્વભાવનો ઉપમર્દ થયો છે, કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ ક્યરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, આવૃત થયો છે, પણ આત્મવસ્તુનો તે જાતિસ્વભાવ મૂળનાશ નથી પામ્યો. આ જે વિભાવ છે તે પણ પરભાવ નૈમિત્તિક છે; અર્થાત વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધર્મ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા પરભાવનો કર્તા થઈ સંસારમાં રખડે છે. જેમ પરચકના આક્રમણથી પુરમાં ઉપમર્દ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (Chaos) ફેલાઈ જાય છે, સ્વપરનો ભેદ પરખાતો નથી ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે; તેમ વિભાવરૂપ પરચકના આક્રમણથી ચૈતન્યપુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, સ્વપરનો ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતનરાજના ‘પદભ્રષ્ટપણાથી અરાજકતાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ‘ઠેકાણા વિનાનો” સ્વરૂપપદથી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ભ્રષ્ટ એવો આ આત્મા અનંત ભવભ્રમણ દુ:ખ ભોગવે છે. પણ આ સ્વરૂપપદભ્રષ્ટ ચિધન આત્મા ‘પ્રતિક્રમણ કરી, પીછેહઠ કરી, મૂળ અસલ સહજ સ્વસ્વભાવપણાનો યોગ સાધ, વિભાવરૂપ પરધર છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે, ત્યારે તેનો જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે અને સહજાન્મસ્વરૂપ સ્થિતિરૂપ મોક્ષ પ્રગટે, ને “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ માલ” થાય.
ધાર તરવારની સોહલી'–એ રાગ. લઈ પુદ્ગલ મૂડી, ભવ બજારે કૂડી, ખોટ વ્યાપાર તેં ખૂબ કીધો; મૂળ થોડું કહ્યું, વ્યાજ ન્હોળું થયું, પ્રાંતમાં શૂન્યનો લાભ લીધો. જ્ઞાનદર્શનતાણી, મૂડી લઈ આત્મની, શુદ્ધ ચારિત્ર વ્યાપાર કર તું; શ્રણ પર ફેડીને, ત્રોડી ભવ બેડીને, મુક્તિનો લાભ સ્વાધીન ધર તું. જગતજીવતારિણી, મોહતમતારિણી, જ્ઞાનીનીવાણીએ એમ ભાખ્યું; જાણી પરમાર્થને, સાધ આત્માથને, દાસ ભગવાન આ સત્ય દાખ્યું.
शिक्षापाठ ९१ : विभाव} भाग २
દોહરા ચેતન! કર નિજ આત્મામાં સર્વ પ્રકારે વાસ; વિભાવ સર્વ વિસર્જ તું, કરી મોહનો નાશ. ૧ બાહ્ય ભાવ સઘળો ત્યજી, અંતર્મુખ અવલોક! વૃત્તિ જોડી પરમાત્મમાં, પેખ જ્ઞાન આલોક. ૨ પર પ્રદેશમાં પેસીને, વહોરી આપદા આપ; પરિભ્રમણમાંહી પડી, તેં ખાધી ભૂલ થાપ. ૩ પરકીય ક્ષેત્રપ્રવેશનો, કીધો તે અપરાધ; તેથી ભવની ઘાણીમાં, પીલાયો તું ગાઢ. ૪ પર વસ્તુની ચોરીનો, બીજો તુજ અપરાધ; મમકાર કરી ત્યાં વળી, દીધી વધારી બાપ. ૫
Page #270
--------------------------------------------------------------------------
________________
વિભાવ- ભાગ ૨
૨ ૪૯
તે વિભાવ પરિણામથી, અવરાયું તુજ જ્ઞાન; ખાતો ગોથાં મોહમાં, ભૂલી ગયો નિજ ભાન. ૬ રાગદ્વેષના તાંતણે, બાંધી આપને આપ; કોશકાર કૃમિ જેમ તું, પામો દુ:ખ અમાપ. ૭
ત્યારા પોતાના ગૃહે, પેઠા આંતર ચોર; તુજ વૈભવ લૂંટી રહ્યા, જાગ! જા! મત ઘોર. ૮ ચેતન! ચેતનવંત હે! ચેત! ચેત! તું ચેત! કાઢી તે ગૃહાવિષ્ટને, કર સ્વાધીન નિજ ખેત. ૯ આત્મવીર્યમય વજૂનો , દંડ ગ્રહી નિજ હાથ; ચિત્તધાર પર બેસીને, કર ચોકી દિન રાત. ૧૦ વિભાવના પરિણામથી, પાછો વળીને આમ; પ્રતિક્રમણ કરી બેસ તું, જઈ પાછો નિજ ઠામ. ૧૧ સામાયિક કરતો સદા, ધરતો સ્થિર સ્વભાવ; નિરત થઈ સ્વાધ્યાયમાં, આત્મભાવના ભાવ. ૧૨ પુન: વિભાવ ગ્રહણ તણું, કર સદા પચ્ચખાણ; દેહ અહંન્દુ મમત્વ ત્યજી, ધર કાયોત્સર્ગ ધ્યાન. ૧૩ આત્મારામી સદ્ગર, ચરણે વંદ સદાય; જિન સહજત્મસ્વરૂપ સ્તવી, સ્મર નિજ રૂપ સદાય. ૧૪ ષડુ આવશ્યક છમ કરી, ભકિતભરે ભરપૂર; વિભાવ વૈરિ જે જીતે, દાસ ભગવાન તે શૂર. ૧૫
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ९२ : रसास्वाद | વિરસ એવા વિષયકષાયરૂપ વિભાવનો રસાસ્વાદ ત્યજે, તો જ આત્માનુભવરસનો સ્વાદ પામે. ચાર કષાયનું મૂલ પંચ વિષય અને પંચ વિષયનું મૂલ રસના છે. કારણકે તે જ સર્વ ઇંદ્રિયને પોષણ આપનારી અન્નદાત્રી છે. રસનેંદ્રિય જીત્યા વિના કામ જીતાય નહિ, માટે જ પ્રણીત-રસદાર આહાર છોડી દેવો એવી બ્રહ્મવ્રતની રક્ષાની નવ વાડમાંની એક વાડ કહી છે. ‘પાંચ ઇંદ્રિયમાં જિહેંદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે.” પણ આ રસનેંદ્રિય સર્વથી દુર્જે છે. ભલભલા મહાનુભાવો પણ રસલોલુપતા આગળ લાચાર બની, વદનકોટરમાં સળવળતી રસનાસુંદરીની લોલતા' દાસીનું દાસાનુદાસપણે હોંશે હોંશે સ્વીકારે છે! જડ કે વિચક્ષણ સર્વ જન આ રસનાના રસમાં મુગ્ધ બની, નિરંતર તેનું તર્પણ કરવા તત્પર દેખાય છે! “ગતિ ચારે કીધા, આહાર અનંત નિ:શંક પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચિયો રંક.” ચારે ગતિમાં આ રંક જીવે નિ:શંકપણે અનંત આહાર કર્યા છે, પણ તેથી એ તૃપ્તિ પામ્યો નથી, અને તેની લાલચ હજુ તેવી ને તેવી તાજી રહી છે!
આ બે ઇંચની જીભડીને રાજી રાખવા જગતમાં કેટલી બધી હિંસા થાય છે? રસનેંદ્રિયના રસાસ્વાદને સંતોષવા ખાતર માંસાદિ અર્થે પ્રતિદિન કેટલા બધા નિર્દોષ જીવોનો સંહાર જગતમાં કરાય છે? સ્વાદિષ્ટ વાનીઓ (Delicious Dishes) માટે લોકો કેટલા બધાં હવાતી નાંખે છે? મુખેથી અન્ય આસ્તિક ધમનુયાયી હોવાનો દાવો કરવા છતાં આચરણમાં તો જાણે ચાર્વાકનું અનુયાયી હોય એમ ચાવી ચાવ કરવારૂપ ચર્વણપણું કરતું આ જગત રસગારવામાં કેટલું બધું ગૂંચી ગયું છે? આ જગત ભલે રસાસ્વાદમાં આનંદ માણે, પણ આ રસલોલુપતાનો વિપાક ઘણો દારુણ છે. હમણાં આ રસાસ્વાદ વેળાએ લોકોના મુખમાંથી પાણી છૂટે છે, પણ વિપાકકાળે આંખમાંથી પાણી છૂટશે, તેની તે બિચારાને ખબર નથી. રસાસ્વાદ પરલોકમાં જ દુ:ખદાયી થશે એમ નથી, પણ આ લોકમાં જ એના પ્રત્યક્ષ ફળ દેખાય
Page #272
--------------------------------------------------------------------------
________________
૨સાસ્વાદ
૨૫૧
છે. રસાસ્વાદથી જે અકરાંતીઆ થઈને જમે છે, તે કાં તો વમે છે, કાં તો અજીર્ણ-પેટપીડા-વિપૂચિકાદિથી પીડાય છે. જીભની સજા બાપડા પેટને ભોગવવી પડે છે! અને પેટના રોગને લીધે બીજા અનેક રોગની પણ ઉત્પત્તિ થાય છે. આમ જીભડીએ ક્ષણભર ભોગવેલા આનંદનો દંડ લાંબા વખત સુધી આખા શરીરને વેઠવો પડે છે! ને સજામાંથી છટકી ગયેલી મૂળ ગુન્હેગાર જીભડી તો તે રોગ દરમ્યાન પણ પોતાનો સળવળાટ છોડતી નથી, એટલું જ નહિ પણ આરામથી પોતાનું કામ ઓર જોરથી ચાલુ રાખી શરીરની સજામાં વધારો કરે છે!
| માટે આવી આ દુષ્ટ રસનાનો જય કરવા માટે રસાસ્વાદની લોલુપતા ત્યજવી એ જ યોગ્ય છે. કંઠનાલથી નીચે ઉતર્યું કે ગમે તેવા સરસ ભોજનનો કંઈ પણ સ્વાદ રહેતો નથી અને તે વિષ્ટા તુલ્ય બને છે. એમ સમજી મુમુક્ષુએ મધ, માંસ, માખણ, મધ, પંચ ઉદુંબર, અભક્ષ્ય, અનંતકાય આદિ અનંત હિંસામય પદાર્થોને તેમજ વિકૃતિકર (વિગઈ) પદાર્થોનો ત્યાગ કરી, રસાસ્વાદ જીતવા યોગ્ય છે. રસત્યાગ અર્થાત્ સ્વાદનો જય એ મોટું તપ છે. આયંબિલ આદિ તપમાં નીરસ રૂક્ષ લૂખો આહાર કરવાનો હોય છે. તે રસાસ્વાદનો જય કરવા માટેનો ઉત્તમ અભ્યાસ છે. દિવસમાં બે-ત્રણવાર આહાર નહિ કરતાં, માત્ર પ્રાય: એકજ વાર ગોચરી કરી મુનિએ એકાશન કરવું એવી આજ્ઞાનો ઉદેશ પણ આ રસાસ્વાદનો જય છે. દેહ સંયમહેતુ છે, અર્થાત ભોગ માટે નહિ પણ યોગ માટે છે, એમ માની સંયમયાત્રાર્થે દેહના નિર્વાહ પૂરતો આહાર લેવો અને તે પણ રસાસ્વાદરહિતપણે અર્થાત્ સ્વાદીઆ ન થવું; અને જીવવા માટે ખાવું છે, ખાવા માટે જીવવું નથી એ સૂત્ર નિરંતર લક્ષમાં રાખી મુમુક્ષુ રસાસ્વાદને જય કરે. કારણકે તુચ્છ બે ઇંચની જીભડી જેટલું ક્ષેત્ર ન જીતાયું, તો આખી પૃથ્વી જેટલા ગમે તેટલા ક્ષેત્રો જીતવાની મોટી મોટી વાતોથી પણ શું?
તાત્પર્ય કે તુચ્છ પૌદ્ગલિક રસાસ્વાદનો જેમ બને તેમ જ કરી મુમુક્ષુએ જિતેંદ્રિય બની, આત્માનુભવરસ આસ્વાદના રસીયા થવું એ જ યોગ્ય છે. અશુચિ, તુચ્છ, ક્ષણિક, દુષ્ટ પૌદ્ગલિક એઠના વિરસ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫ ૨.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
રસને છાંડી, શુચિ પરમ નિત્ય અનુપમ એવા આત્માનંદમય સરસ રસના આસ્વાદનો અભ્યાસ કરવો એ જ આત્માથીન શ્રેયસ્કર છે.
પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત!” માટે લોલુપતા રાખવી હોય તો આત્માનુભવરસની રાખવી; રસાસ્વાદ લેવો હોય તો પ્રભુગુણનો રસાસ્વાદ લેવો; રસનાને સફળ કરવી હોય તો પ્રભુભક્તિ ગાઈને સફળ કરવી. “ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાનો ફળ લીધો રે.” (ઉપજાતિ) વિભાવની વિરસતા ત્યજીને,
સ્વભાવની સુરસતા ભજીને; અધ્યાત્મનો જે રસસ્વાદ આખે, કદન્ન ભોગે રસ કેમ રાખે?
शिक्षापाठ ९३ : अहिंसा अने स्वच्छंदता
અહિંસા પરત્વે સ્વચ્છેદે વર્તતા આ જગતમાં રસાસ્વાદ આદિ ખાતર કેટલી બધી હિંસા પ્રવર્તી રહી છે? પંચ વિષયના ઉપભોગની સામગ્રી માટે, રેશમી વગેરે મુલાયમ વસ્ત્રો માટે, પીંછાવાળી રૂંછાવાળી ટોપીઓ માટે, ફેલ્ટ હેટ, હર કોટ વગેરે માટે કેટલા બધા જીવોનો ઘાતકી સંહાર આ સુધરેલા કહેવાતા જગતમાં ચાલી રહ્યો છે? વળી પોતે રોગનો ભોગ ન બને અથવા બળવાન દેદીપ્યમાન તેજસ્વી બને તેટલા ખાતર, લાખો નિર્દોષ પ્રાણીઓનો ભોગ લઈ બનાવવામાં આવતી ઔષધિઓનો આ લોક હોંસથી ઉપભોગ કરે છે! તેમજ રોગનિવારણાર્થે પ્રયોગના ન્હાને રસી આદિ માટે બિચારાં નિરપરાધી પ્રાણીઓને રીબાવી રીબાવીને મારી નાંખવાની ઘાતકી પદ્ધતિ જ્યાં નિરંકુશપણે ચાલી રહી છે, એવું આ સ્વછંદે વિચરતું હિંસાખોર જગત ભીષણ હિંસા આચરી રહ્યું છે. એટલું જ નહિ પણ અહિંસાના સૂત્રધાર કહેવાતા લોકો પણ જ્યારે મત્સ્યઉદ્યોગની અથવા વાનર આદિના સંહારની પ્રેરણા કે અનુમોદના કરતાં અચકાતા નથી, ત્યારે તો અહિંસા અંગેના સ્વચ્છંદની અવધિ થાય છે. તેમજ ધર્મના નામે ને ધર્મના
Page #274
--------------------------------------------------------------------------
________________
અહિંસા અને સ્વચ્છંદતા
બ્હાને અહિંસા અંગે જે વિચિત્ર કલ્પનાતરંગો પ્રવર્તે છે, તેમાં પણ સ્વચ્છંદની પરાકાષ્ઠા જ દેખાય છે. જેમકે
૨૫૩
ધર્માર્થે હિંસનમાં દોષ નથી એમ ધર્મમુગ્ધ હૃદયવાળા કોઈ યજ્ઞાદિ નિમિત્તે અનેક નિર્દોષ સત્ત્વોને હણે છે. (૨) દેવોને સર્વ કંઈ દેવા યોગ્ય છે, એવા દુર્વિવેકથી કોઈ દેવદેવીને બલિદાન ધરે છે. (૩) પૂજ્ય ઋષિ આદિ અતિથિ નિમિત્તે ધેટા આદિની ઘાતમાં કાંઈ પણ દોષ નથી, એવી દુર્બુદ્ધિથી કોઈ અતિથિ અર્થે હિંસા કરે છે. (૪) વનસ્પતિ જન્ય આહારમાં તો અનેક પ્રાણીની હિંસા થાય છે, એના કરતાં તો એક પ્રાણીના ઘાતથી ઉપજતો માંસાહાર સારો, એમ યુક્તિથી કોઈ મહાસત્ત્વની ઘાતમાં પ્રવર્તે છે. (૫) આ એક હિંસક પાપી જીવના પ્રાણહરણથી ઘણા જીવોની રક્ષા થશે અથવા આ પાપી પ્રાણી પાપ ઉપાર્જતો અટકશે, એવી દુર્બુદ્ધિથી કોઈ હિંસ સત્ત્વોનું હિંસન કરવા ઇચ્છે છે અને પોતે જ હિંસ બને છે! (૬) આ અશ્વ-ગાય આદિ બહુ દુ:ખી પ્રાણીઓને મારી નાંખવામાં આવતાં એમના દુ:ખનો એકદમ અંત આવશે, એવી દુર્વાસનાથી કોઈ દુ:ખાત્ત જીવોને હણવા ઇચ્છે છે. (પુરુષાર્થસિદ્ધિઉપાય) ઇત્યાદિ અનેક પ્રકારના કુતર્કોથી અહિંસા બાબત. સ્વચ્છંદે પ્રવર્તતા દુર્બુદ્ધિજનો પોતાની બુદ્ધિનું દીવાળું દાખવે છે.
આમ અહિંસા ધર્મને ભૂલી હિંસામય સ્વચ્છંદ આચરણ કરી રહેલા જગતને દેખી પરમકૃપાળુ સંતજનોનો અંતરાત્મા પોકારી ઊઠે છે-હે હિંસા! લોકો ત્હારૂં આટલું બધું તર્પણ કરે છે, છતાં હારૂં ખપ્પર હજુ કાં ભરાતું નથી? અનેક અનર્થકારક ધર્મમતોએ તને અનુકૂળ વિધાન કરી, અનાડીને ઉત્તેજન આપી ત્હારો નિધાન વધાર્યો, તોપણ હે હિંસા! ત્હારૂં ખપ્પર કાં ભરાતું નથી? રસલોલુપના સ્વાદને પોષવા અનંત નિર્દોષ પ્રાણીઓને નિઘૃણ નરપશુઓ રેસે છે, તોપણ હે હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? મૃગયા અર્થે મૃગ જેવા ભીરુ તૃણમુખ પ્રાણીઓને હણતાં કોઈ શૂમન્યો મલકાતાં ત્હારો ઉત્સવ ઉજવે છે, તો પણ હું હિંસા! ત્હારૂં ખપ્પર કાં ભરાતું નથી? જાલિમ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રશાવબોધ મોક્ષમાળા
જુલ્મગારોની જમાતો ભીષણ યુદ્ધ માંડી નિ:શસ્ત્ર જનતા પર અગ્નિઅસ્ત્રોની પ્રચંડ વર્ષા વષવિ છે ને જગતને શોણિતસરિતામાં સ્નાન કરાવે છે, તોપણ હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? વિપરીત જ્ઞાનવાળા વિજ્ઞાનીઓએ સંહારસાધનરૂપ ભયંકર યુદ્ધસામગ્રી સર્જી, મર્કટને જાણે મદિરા પાઈ વા વાંદરાને નિસરણી બતાવી, હારો ઉત્કર્ષ કર્યો, તોપણ તે હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? વૈજ્ઞાનિક પ્રયોગના ન્હાને મૂંગા જીવોનો અંનત સંહાર કરી લ્હારા ચરણને ચૂંબનારા જગતે માનવતાનું દીવાળું કાઢયું, તોપણ તે હિંસા! હારૂં ખપ્પર હજુ કાં ભરાતું નથી?
આમ આ જ વિદ્યુત જેવા ચંચલ ક્ષણિક જીવિતના વંદનાદિ અર્થે, દુઃખનિવારણ અર્થે અને સુખસંપાદન અર્થે જગજીવો સ્વચ્છેદ વર્તી અનેક હિંસામય આરંભ-સમારંભ કરે છે, તેથી ખેદ પામેલા કરુણાસિબ્ધ જ્ઞાનીઓ પોકારી ગયા છે કે તે તેને અહિતાર્થે હોય છે, તે તેને અબોધિ અર્થે હોય છે, “પણ તુ થે, પણ તુ મોદે, તું મારે, પસ નું નિરણ ' (શ્રી આચારાંગ) આ હિંસા સમારંભ છે તે કર્મગ્રંથના હેતુપણાથી ખરેખર ગ્રંથ છે, મોહના હેતુપણાથી ખરેખર મોહ છે, ભાવભરણના હેતુપણાથી ખરેખર માર છે, અને નરકના હેતુપણાથી ખરેખર નરક છે.
હિંસા રાક્ષસી! આ જગતનો કેડો હવે તો મૂક; નહિ તો વીર કો ઉભો થશે તો, હણશે તને અચૂક
હિંસા હારૂં! ખપ્પર કાં ન ભરાય? (૨)
Page #276
--------------------------------------------------------------------------
________________
અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ
शिक्षापाठ ९४ : अल्प शिथिलपणाथी महादोषना जन्म
૨૫૫
અહિંસાદિ બાબત સ્વચ્છંદજન્ય અલ્પ પણ શિથિલપણાથી મહાદોષના જન્મ થાય છે. ઉપયોગરૂપ વિવેક ચૂકતાં આત્માનો શતમુખ વિનિપાત થતાં વાર લાગતી નથી. विवेक भ्रष्टानां भवति विनिपातः શતમુર્હો: ।'' એટલા માટે જ જ્ઞાનીપુરુષોએ ‘સિદ્ધાંતનો બાંધો’ એવો સખ્ત બાંધ્યો છે ને આચારની પ્રરૂપણા એવી કડક રાખી છે, કે ગમે તેવો સ્વચ્છંદી જીવ પણ તેમાં છીંડું પાડવા ધારે તોપણ પાડી શકે નહિ, મજબૂત વજ્રમય કિલ્લામાં ભંગાણ પડી શકે નહિ, તેમ જ્ઞાનીઓએ ઉપયોગમય વજબંધવાળો સિદ્ધાંતનો ગઢ એવો દૃઢ બાંધ્યો છે કે તેની કાંકરી પણ ખસી શકે નહિ. આવું દૃઢ બંધારણ રાખવાનું કારણ એટલું જ છે કે જીવનો સ્વભાવ મૂળે પ્રમાદી છે, એટલે લેશ પણ છૂટ કે છટકબારી રાખી હશે, તો તે ઉપયોગથી ચૂકી તેમાં મોટું છીંડું પાડશે, તે તેમાંથી મહામોહની સેના ધસી આવી આત્માના ચૈતન્યપુરમાં મોટું ધમસાણ મચાવશે. એમ વિચારી વિચક્ષણ જ્ઞાનીઓએ સંકુચિત નહિ, પણ જીવનો અંતર્મુખ ઉપયોગ રહે એવી વિશાળ ‘રહસ્યદષ્ટિ થી જ અહિંસાદિનું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે.
44
કારણકે ‘સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે.' પણ સંયમસાધન દેહાદિ જ્યાં લગી છે, ત્યાંલગી ઉપયોગના બાહર્મુખ થવાના નિમિત્તરૂપ મન-વચન-કાયના યોગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ રહેવાની જ. ત્યારે તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ વર્ત્ય કરે એવા પ્રકારની ‘અદ્ભુત સંક્લના' થી તે તે પ્રવૃત્તિ સમ્યક્ષણે કરવાની આજ્ઞા કરી છે,- કે જે ‘પંચ સમિતિ’. ને નામે પ્રખ્યાત છે. આમ સૂતાં-બેસતાં, ઊઠતાં-જાગતાં સર્વત્ર સતત જાગ્રત ઉપયોગ રહે એવી ‘અપ્રમત્ત સંયમ દષ્ટિ' ન ભૂલાય તે હેતુએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળી સંયમક્રિયા ઉપદેશી છે,- કે જેથી જીવને અલ્પ પણ શિથિલપણાનો અવકાશ કે બ્હાનું ન રહે. જેમકે
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રશાવબોધ મોક્ષમાળા
પૃથ્વીકાય આદિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની રક્ષાર્થે પુન: પુન: પ્રતિલેખનાનો ઉપદેશ કર્યો, તે એટલા માટે કે તે કરતાં કરતાં તેના અનુસ્મરણથી નિરંતર આત્મસ્વરૂપની પ્રતિલેખના-અનુપ્રેક્ષા રહ્યા કરે. આવી ષકાયની રક્ષાની આજ્ઞા છતાં અપવાદરૂપે નદી ઉતરવાની આજ્ઞા કરી, તે જીવનું ક્ષેત્રપ્રતિબંધરૂપ શિથિલપણું દૂર કરવા માટે. કારણકે જો તેમ ન ક્ય હોત, તો ગામમાં એક રાત્રી ને નગરમાં ત્રણ રાત્રીથી વધારે (ચાતુર્માસ સિવાય) મુનિએ નિવાસ કરવો નહિ, એવી આજ્ઞાનો ભંગ કરવાનું શિથિલાચારીને સહેજે કારણ મળી રહેત; અને આ ક્ષેત્ર મારૂં છે, આ તો મારા છે, આ ઉપાશ્રય મારો છે, એવો મમત્વ પ્રતિબંધ કરી તે થાણાથપી થઈ ને ત્યાંને ત્યાં જ પડ્યો રહેત, અને આમ અલ્પ શિથિલપણાથી તેને અનુક્રમે પાંચે વ્રતથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવત. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અસત્ય વચન ન વધવાનો ઉપદેશ કર્યો તે એટલા માટે કે અલ્પ પણ અસત્ય વદશે તો અનુક્રમે મોટું જૂઠાણું બોલતાં પણ તે અચકાશે નહિ ને તેના સર્વ, વ્રતનો ભંગ થશે. સળી માત્ર પણ અદત્ત લેવાનો મુનિને નિષેધ કર્યો તે એટલા માટે કે તે નાની વસ્તુની પણ ‘ચોરી' છે, અને ચોરીનો ગુન્હો શીખ્યો તેને મોટી ચોરી કરતાં વાર નહિ લાગે. ગૃહસ્થને ત્યાંથી આણેલી સોય ખોવાઈ જવાના કારણે મુનિ પાછી ન આપે તો તેને ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેનું કારણ એ છે કે તે ઉપયોગશૂન્ય રહ્યો, અને તેથી અનુક્રમે શિથિલપણું પામી તે મુનિપણું ખોઈ બેસત. બ્રહ્મચર્યની બાબતમાં લેશ પણ શિથિલપણું ન ચલાવી લેવાય એટલા માટે તેની નવવાડની મજબૂત રક્ષણવિધિ બતાવી છે. તે અંગે એટલે સુધી કહ્યું છે કે ‘હજારો દેવાંગનાથી પણ ન ચળી શકે તેવા મુનિએ પણ નાક-કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહિ. કારણકે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે.' અકિંચન એવા અપરિગ્રહ વ્રતમાં એક ફૂટી બદામ પણ રાખવાની મુનિને મનાઈ કરી છે. તેમ ન કર્યું હોત તો પાઈ પાઈ ભેગી કરીને પણ બૅન્કમાં પૈસા જમા કરાવત! અથવા પરિગ્રહધારી બની ઠાઠમાઠથી ફરત, કે મોટો મહંત બની મઠ ચલાવત! ને એમ કરતાં અનુક્રમે સર્વ અનર્થ પ્રાપ્ત
Page #278
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક સત્ય
૨૫૭
થાત. આમ અહિંસાદિ વ્રતમાં અલ્પ પણ શિથિલપણાને અનુકૂળ છટકબારી રાખવામાં આવી હોત, તો મહા અનર્થપરંપરા નિપજી જીવનું ઘોર અધ:પતન થાત.
કારણકે અહિંસા-સત્ય આદિ એક અખંડ યોગચકરૂપ છે. તેના કોઈ પણ એક ચક્રમાં કંઈ સ્કૂલના થતાં, ઘડિયાળના ચક્રની જેમ, આખા યોગચક્રને તેની અસર પહોંચે છે. ઉપયોગ ચૂકવાથી અહિંસાનો ભંગ થતાં સત્યાદિનો ભંગ થાય છે ને સત્યાદિનો ભંગ થતાં અહિંસાનો ભંગ થાય છે. આમ સકલ યોગચકનો પરસ્પર ગાઢ સંબંધ છે. એટલે તેમાં કયાંય પણ અલ્પ શિથિલપણાથી પણ મહાદોષની સંભાવના છે, એમ સમજી મુમુક્ષુએ આત્માનો ઉપયોગ ચૂકવો નહિ એ જ તાત્પર્ય છે. (દોહરા) શિથિલપણા છીંડા થકી, પેસે મોટા દોષ;
અધ:પતન કરી આત્મનું, કરે ગુણનો દોષ
. शिक्षापाठ ९५ : पारमार्थिक सत्य
ઉપયોગ ચૂકવારૂપ અલ્પ પણ શિથિલપણાથી મહાદોષ જન્મ છે, એટલા માટે જ જ્ઞાનીઓ પરમ પારમાર્થિક સત્ય પોકારી ગયા છે કે ઉપયોગ રાખો! ઉપયોગ રાખો! અર્થાત્ હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું અને આ દેહાદિ મારા નથી,-એ પારમાર્થિક સત્યનો અખંડ નિશ્ચય હૃદયમાં ધારણ કરી, આ પારમાર્થિક સત્ય સિદ્ધ થાય એવો વચનાદિ સર્વ વ્યવહાર આચરો. " પારમાર્થિક સત્ય એટલે પરમાર્થથી-શુદ્ધ નિશ્ચયથી જેવા પ્રકારે વસ્તુનું શુદ્ધ તત્વસ્વરૂપ, પરમાર્થ સતુ નિશ્ચયસ્વરૂપ છે તે. ત્રણે કાળમાં જે ન ફરે એવો નિશ્ચળ સિદ્ધાંત તે તે નિશ્ચય. જેમ બે ને બે ચાર, તે ગમે તે દેશમાં ને ગમે તે કાળમાં ફરે નહિ; તેમ ચેતન ને જડ એ ત્રણે કાળમાં ભિન્ન વસ્તુ છે, ચેતન છે તે ચેતન છે ને જડ છે તે જડ છે, ચેતન પલટીને જડ થાય નહિ ને જડ પલટીને ચેતન થાય નહિ, એ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પારમાર્થિક સત્વસ્વરૂપ નિશ્ચય ત્રણે કાળમાં ચળે નહિ. આત્મા શુદ્ધ એક જ્ઞાયક ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ નથી; દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ તે જ્ઞાયક ભાવમાં જે અંતર્ભાવ પામે છે. આત્મામાં પરભાવ-વિભાવની છાયા પડે તે “પરસમય નિવાસ” છે ને આત્મા સદા શુદ્ધ આત્માનુભવમાં વિલસે તે “સ્વસમય વિલાસ” છે. આમ સર્વ પરદ્રવ્યથી ભિન્ન એવો ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યન’ આત્મા જ માત્ર આદેય છે ને બાકી બીજું બધુંય હેય છે, એ જ દ્વાદશાંગીનો સારભૂત પરમાર્થસત્ય નિશ્ચય અથવા સમયનો સાર છે.
આ પરમાર્થસત્ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, એટલે કે સમયસારનું અર્થાત શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે સસાધન ઉપકારી થાય તે સત્ વ્યવહાર છે; અને જ્યાં શુદ્ધ આત્મસ્વભાવની આત્યંતિક સ્થિરતા વર્તે છે, એવું કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાંલગી આ વ્યવહાર આવશ્યક છે. અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિર્મલતા થાય, તે સર્વ સસાધનરૂપ સવ્યવહાર અવશ્ય સેવન કરવા યોગ્ય છે. કેટલાક લોકો ગચ્છકદાગ્રહ સાચવવામાં ને પોષવામાં જ વ્યવહારની પર્યાપ્તિ ને ધર્મની સમાપ્તિ માની બેઠા છે. “ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ!” (દેવચંદ્રજી) પણ આ ગચ્છમતની જે કલ્પના છે તે કાંઈ સવ્યવહાર નથી; શુદ્ધ આત્મસ્વભાવરૂપ પરમાર્થનો સાધક થાય તે જ સદ્વ્યવહાર છે. કારણકે વ્યવહાર નિશ્ચય સાપેક્ષ જોઈએ ને નિશ્ચય વ્યવહારસાપેક્ષ જોઈએ એમ જિનવચન છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” માટે પરમાર્થસત્યરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય નિરંતર લક્ષ્યમાં રાખી સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ “શુદ્ધ નય દીપિકા” પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમાર્થસાધક શુદ્ધ વ્યવહાર સેવવો, નિશ્ચય-વ્યવહારનો સમન્વય સાધવો, તે જ પરમાર્થ સત્ય મોક્ષમાર્ગ
Page #280
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક સત્ય
અને તેવા પરમાર્થસત્ય મોક્ષમાર્ગનું નિર્દભ આરાધન કરતાં તથારૂપ સાચા આત્મભાવનું પ્રગટવું તે જ પરમાર્થસત્ ભાવ છે. કારણકે પરમાર્થસત્ એટલે નિરુપચરિતપણે પરમાર્થથી જે સત્-છતું (પ્રગટ હોવારૂપ) છે તે. આ પરમાર્થસમાં ઉપચારનો કે કલ્પનાનો અવકાશ નથી, પણ તથારૂપ સાચા ભાવનો જ અવકાશ છે. ‘મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાંઈ’ પરંતુ શ્રી આનંદધનજીએ ગાયું છે તેમ “અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.’’ એટલે જ પ્રાયે આવું અકલ્પિત વસ્તુગતે વસ્તુ અનુભવરૂપ ‘સત્ હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જૂદી જૂદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંત-શુષ્ક વગેરેથી), પણ તે તેવું નથી' કારણકે કલ્પનાથી માનવું અને તથારૂપ હોવું એમાં ઘણો તફાવત છે. કલ્પનારૂપ માન્યાનું ફળ નથી, તથારૂપ ભાવનું-દશાનું ફળ છે. માટે સર્વ કલ્પનાથી રહિત નિરુપચરિત એવા તથારૂપ આત્મભાવનો આવિર્ભાવઆત્મપરિણમન જ્યાં હોય, તે જ પરમાર્થસત્ ભાવ છે. જેમકેઆત્માનુભવરૂપ ખરેખરૂં સમ્યગ્દષ્ટિપણું, આત્મારામીપણારૂપ મુનિપણું આદિ જ્યાં પ્રગટ્યું છે, તે જ નિશ્ચયથી પરમાર્થસત્ એવા સમ્યગ્દષ્ટિ, મુનિ આદિ ભાવ છે.
૨૫૯
આ પરમાર્થસત્ય નિશ્ચય લક્ષ્યમાં રાખી, પરમાર્થથી-તત્ત્વથી જે વસ્તુ જેમ છે તેમજ કહેવી તે પરમાર્થસત્ય વચન છે. અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી પણ આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, અર્થાત્ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પોતાની નથી, પર વસ્તુ છે એવો નિશ્ચય ઉપયોગ હૃદયગત રાખી વ્યવહારમાં વચન બોલવું તે પરમાર્થસત્ય છે. ‘પરમાર્થસત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ આત્માનો થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી, બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, ગૃહઆદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કંઈ મારૂં નથી એ ઉપયોગ રહેવો જોઇએ. એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક ભાષા છે.’ આવા પરમાર્થ સત્યમય શુદ્ધ આત્મોપયોગની અખંડ ધારા
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જેના જીવનમાં પ્રવહે છે, તે મુનિવેષ વિના પણ મુનિ છે, અને તેવા આત્મોપયોગનું જેને ભાન કે ઠામઠેકાણું નથી તે મુનિવેષ છતાં પણ અમુનિ છે. તાત્પર્ય કે એવી પરમાર્થસત્ય વાણી વદનારા જે નિરંતર આત્માના શુદ્ધ ઉપયોગમાં રમણ કરી રહ્યા છે તે જ સાચા સાધુ અથવા ભાવશ્રમણ છે.
અને આવા ભાવશ્રમણ તે જ પરમ પરમાર્થસત્ય વીતરાગ સદેવના સન્માર્ગે ગમન કરી રહેલા પરમ માનનીય પરમાર્થસત્ય સદ્ગુરુ છે. એવા મૂર્તિમાનૢ સત્યસ્વરૂપ ભાવયોગી સદ્ગુરુના યોગે જ પરમાર્થ દષ્ટિ ખૂલી જીવને પરમાર્થસત્ય શુદ્ધ આત્મધર્મનું ભાન થાય છે. એટલે તે વિભાવરૂપ અધર્મ છાંડી સ્વભાવરૂપ ધર્મ આદરે છે; અને દેહાદિથી ભિન્ન એવું પરમ પરમાર્થસત્ સહજાત્મસ્વરૂપ સમજી, વિચારમાં ઉચ્ચારમાં ને આચારમાં તેનો પરમાર્થસત્ય પ્રયોગ કરતો રહી, આત્મભાવનાની શ્રેણીએ ચઢે છે.
(દોહરા) પરમાર્થથી સત્ વસ્તુનું, જેહ જ સત્ય સ્વરૂપ; તે આચાર વિચાર ને, ઉચ્ચારે સપ.
शिक्षापाठ ९६ : आत्मभावना ‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.’
આત્મભાવનાનું ભાવન કરતાં જીવ કેવલજ્ઞાન પામે છે. હું દેહાદિથી ભિન્ન એવો કેવલ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છું, એવું નિરંતર ભાવન કરતાં અનંતા આત્માઓ મુક્ત ગતિને પામ્યા છે. “અમ્માનં માવેમાળે વિહરફ ।'' એ સૂત્રવચનો આની સાક્ષી પૂરે છે. આ દેહ તે હું એવી દેહમાં આત્મભાવના એ જ અન્ય દેહ ધારણ કરવાનું બીજ છે;
Page #282
--------------------------------------------------------------------------
________________
આત્મભાવના
૨૬૧
અને આ આત્મા તે હું એમ આત્મામાં જ આત્મભાવના તે વિદેહપ્રાપ્તિનું બીજ છે. એટલા માટે મુમુક્ષુએ આત્મભાવનાનો એવો દઢ અભ્યાસ કરવો યોગ્ય છે, કે જેથી કરીને પુન: સ્વપ્ન પણ દેહમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન ન થાય. જેમકે –
હું આ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન એવો ઉપયોગવંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપી અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી. વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ થતો નથી, તેમ દેહ નષ્ટ થતાં હું નષ્ટ થતો નથી. વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થતો નથી, તેમ દેહ જીર્ણ થતાં હું જીર્ણ થતો નથી. માટે દેહથી વસ્ત્ર જૂદું છે, તેમ દેહથી હું જૂદો છું. માનથી તલવાર જૂદી છે, તેમ આ દેહથી હું જૂદો છું. દૂધ ને પાણી હંસ જૂદા અનુભવે છે, તેમ હું આ ચૈતન્યસ્વરૂપ આત્માને દેહથી પ્રગટ જૂદો અનુભવું છું. જે દેહમાં દૂધ ને પાણીની જેમ એકત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહથી પણ આ આત્મા જો ભિન્ન છે, તો પછી દેહ સિવાયની બીજી બધી વસ્તુઓથી તો આ આત્મા અત્યંત અત્યંત ભિન્ન હોય એમાં પૂછવું જ શું? ચિત્રશાળા ન્યારી છે, તેમાં પલંગ ન્યારો છે, તેમાં સેજ ન્યારી છે, તેની પર બીછાવેલી ચાદર પણ ન્યારી છે. આવો પરવસ્તુ સાથેનો મારો સંયોગસંબંધ છે, એમાં મારી આત્મબુદ્ધિરૂપ સ્થાપના કરવી જૂઠી છે.
માટે હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મારા નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યા, તેમાં કયો દેહ આ જીવનો ગણવો? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાનો માનવા જાય છે, તે દેહ તો ખલજનની માફક દગો દઈ ને તેનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ ‘મેં ' (મારૂં મારૂ) કરતો હાથ ઘસતો રહે છે! આ વહાલામાં વહાલો દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તો પછી આ દેહને આશ્રયે દેહ હોઈ ને રહેલી એવી અન્ય પરિગ્રહરૂપ વળગણા તો તેની કયાંથી થાય? માટે આ સમસ્ત પરવસ્તુમાં પરમાણુમાત્ર પણ મારું નથી, એની સાથે મારે કંઈપણ લેવાદેવા નથી.
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પૂર્વે મોહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલકર્મથી બંધાયો છું, તે આ કર્મપુદ્ગલો પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે. તે ભલે પોતાનું લેણું લઈ લઇ મને ઝટ ઋણમુક્ત કરો! બાકી હું તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મ્હારી નથી ને હું તેનો નથી. હું તે હું છું. તે તે તે છે. મારૂં તે મારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! ત્હારૂં તે ત્હારી પાસે જ છે, બાકી બધુંય અનેરૂં છે. તો પછી આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારૂં મારૂં શું કરે છે? આત્માનો હુંકાર કરી એ હંકારનો હુંકાર તું તોડી નાંખ! ‘મારૂં' ને મારૂં એમ નિશ્ચય કર! એક સહજાત્મસ્વરૂપી શાશ્વત આત્મા જ મારો છે, બાકી બીજા બધા બાહ્ય ભાવો માત્ર સંયોગરૂપ છે. એમ ભાવી હે જીવ! તું સમસ્ત પરભાવપ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભજ!
૨૬૨
(દોહરા) વસ્ર-દેહ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; મ્યાન-અસિ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ. દેહ ન હું હું દેહ ના, દેહ ન મુજ કો દિન; હું આત્મા આત્મા જ મુજ, થઉં આત્મામાં લીન.
शिक्षापाठ ९७ : जिनभावना
""
જેવું જિન ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ આ મારા આત્માનું સ્વરૂપ છે, એમ જિનસ્વરૂપની ભાવનાથી આત્મા જિનસ્વરૂપને પામે છે. “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; શૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.’ (આનંદઘનજી) જે જેને ભાવે તે તેવો થાય. જેવી ભાવના તેવી સિદ્ધિ. ભમરીના ધ્યાનથી ઇયળ જેમ ભમરી બને છે, તેમ જિનભાવનાથી આત્મા જિન થાય છે. કારણકે શ્રીજિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે. આવરણ વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરોભાવ પામેલું હોઈ
Page #284
--------------------------------------------------------------------------
________________
જિનભાવના
૨૬૩
અવ્યક્ત-શક્તિપણે રહ્યું છે. આમ કર્મઆવરણરૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આત્મામાં અંતર પડ્યું છે; જીવ અને શિવનો ભેદ પડ્યો છે. પણ મૂળ સ્વરૂપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું ‘અનંત સુખસ્વરૂપ’ તે જિનપદ છે, તેવું જ આ ‘મૂળ શુદ્ધ તે આત્મપદ' છે આ જિનપદ ને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરુપણ છે, અને એ જ આ ભક્તિમય જિનભાવનાનું પ્રયોજન છે. ‘જિનપદ નિજ પદ એકતા ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” એટલે એવા અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઇચ્છે છે તે જોગીજને તે સયોગી જિનપદની અખંડ એકનિષ્ઠાથી આરાધનાભાવના અવશ્ય કરવી જોઈએ.
અત્રે ઘેટાના ટોળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી ઘેટાના ટોળામાં વસ્યું છે, ઉછર્યું છે, અને ચિરસંવાસથી તે પોતાને ઘેટું જ માની બેઠું છે. ત્યાં કોઈ સિંહ દેખાય છે તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે અને પાછું પોતાનું સ્વરૂપ નિહાળે છે, તો બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી, પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પરભાવના સંવાસમાં વસેલો છે, અને પોતાને પરરૂપ જ માની બેઠો છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી-ભાવનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે. અને આમ તે જિન સમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રગટ આવિર્ભાવની ઇહા-ઇચ્છા તેને પ્રગટે છે કે આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ મને પ્રગટે તો કેવું સારૂં? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઇચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ બની આત્મપરિણામ ભણી વળે છે.
અને પછી એવો તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જેવો ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદર્શને (Model) નિરંતર દસિમ્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રશાવબોધ મોક્ષમાળા
છે; તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજસ્વરૂપનું દર્શન કરે છે. મહર્ષિ કુન્દકુન્દાચાર્યજી દે છે કે-“જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે.” આમ જિન ભગવાનના સ્વરૂપનું ભાવન કરવું તે ગૌણતાથી આત્મસ્વરૂપનું જ ભાવન છે; જિનનું પૂજન તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. “જિનવર પૂજારે તે નિજ પૂજના રે.” (દવચંદ્રજી)
જેમ જેમ જિનવરના અવલંબને જીવ આગળ વધતો જઈ એકતાનતા સાધતો જાય છે, તેમ તેમ તે આત્માલંબની થતો જાય છે, અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાલંબની થાય છે, એટલે કે પ્રભુના સ્વરૂપધ્યાનાવલંબન વગર-નિરાલંબનપણે વૃત્તિઆત્મા-કારતા ભજે છે.’ આમ પુષ્ટ નિમિત્તરૂપ પ્રભુનું આલંબનધ્યાન આત્માને સ્વરૂપારોહરણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. શ્રીપૂજ્યપાદસ્વામીજીએ કહ્યું છે તેમ વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે અને “નમો મુજ! નમો મુજ!” એવી યોગીશ્વર આનંદઘનજીએ ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. આમ તે પરમ પુરુષના અવલંબને પરમ પદની પ્રાપ્તિ સાવ સુઘટ ને સુગમ થઈ પડે છે; જે સંસાર સમુદ્ર સમાન તરવો અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગોષ્પદ સમાન લીલામાત્રમાં પાર ઉતરી જવાય એવો બની જાય છે! એટલા માટે જ શ્રી દેવચંદ્રજી જેવા ભકતશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે “જિન આલંબની નિરાલંબની થાય છે, તિણે હમે રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો.” તે અટલે સુધી કે આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિ થાય ત્યાંસુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવત્ બારમા લીગમાંહ
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૫
ગુણસ્થાનના અંત પયંત જિનભાવના ભાવત રહી હું તેનું અવલંબન છોડીશ નહિ.
આમ જિનભાવનામય ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. ભક્તિ એ મુક્તિનો ભવ્ય રાજમાર્ગ છે. “જિનપતિભક્તિ મુકિતનો મારગ, અનુપમ શિવસુખકંદો રે,” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો છે, કે ભગવદ્રની ભક્તિ એ જ પરમાનંદસંપદાઓનું બીજ છે,” એમ સર્વ શાસ્ત્રપારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત વદે છે. “જિનમેં ભાવ વિના કબૂ નહિ છૂટત દુ:ખદાવ,’ એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. (દોહરા) જિનસ્વરૂપ આદર્શમાં, દેખી નિજ સ્વરૂપ;
શિલ્પી જ્યમ સાધક સદા, સાધે જિન સ્વરૂપ.
शिक्षापाठ ९८ : श्रीमद् राजचंद्र
ओक महाविभूति } भाग १ રાજ-ચંદ્ર ઉગ્યો દિવ્ય, ભારત ગગનાંગણે;
જ્યોતિ વિસ્તારતો સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. આત્મભાવના અને જિનભાવનાનું અનન્યભાવન જેણે જીવનમાં કર્યું હતું, તે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના* જીવનનું અન્ને દિગ્ગદર્શન કરશું. મહાત્મા ગાંધીજી જેવા પર પણ જે સાધુચરિત સપુરુષના ઉદાત્ત સચ્ચારિત્રનો ઘેરો પ્રભાવ પડયો હતો, એવા આ એક ભારતઅવનિને પાવન કરી ગયેલા અલૌકિક * આ ગ્રંથના ચરિત્રો સિવાયના પાઠોની નામાવલીની અદભુત સંકલના શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કરેલી છે. એટલે તેઓશ્રી જ આ ગ્રંથના પ્રેરણામૂર્તિ હોવાથી, આ ઉપકારની કૃતજ્ઞતાપૂર્ણ સ્મૃતિમાં તેમના સચ્ચરિત્રનું સંકીર્તન અત્રે સમુચિત જ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્રશાવબોધ મોક્ષમાળા
સંતશિરોમણિના જીવન પ્રત્યે માત્ર ઊડતો દષ્ટિપાત કરવા જેટલો જ અત્રે અવકાશ છે.
“નિર્મલ ગુણમણિરોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; ધન્ય તે નગરી રે ધન્ય વેળા ઘડી, માત પિતા કુલ વંશ.” .
સંતભૂમિ સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલું નાનકડું ગામડું વવાણીઆ, તે આ જંગમ કલ્પવૃક્ષ સમા સંતના જન્મથી પાવન પુણ્યધામ બન્યું! દેવબાઈના પુત્ર “મહાદિવ્યાકુરિત્ન” અને રવજીભાઈના કુલદીપક “શબ્દજિતુવરાત્મજ' આ “દેવજીન' રવજી પંચાણની એકોતેર પેઢીને તારી દીધી. સં. ૧૯૨૪ ના કાર્તિક પૂર્ણિમાના ધન્ય દિને ભારતના ગગનાંગણમાં ઊગેલો આ ભારતનો જ્યોતિર્ધર રાજ-ચંદ્ર અખિલ વિશ્વમંડલમાં પરમ શાંતિ સુધારસમથી સૌમ્ય
જ્યોતિ વિસ્તારી ગયો. વવાણીઆનો આ વાણીઓ-અપૂર્વ રત્નવણિક (ઝવેરી) રત્નત્રયીનો અનન્ય વ્યાપાર કરી પરમ ધન્ય આત્મલાભ પામી ગયો. મહા બ્રહ્મજ્ઞાની એવો આ મહાબ્રાહ્મણ બ્રહ્મરસનો અનન્ય ભોગી મહાયોગી થઈ ગયો. આંતર્ શત્રુઓને જીતનારો આ મહા વીર ક્ષત્રિય આત્મસ્થાને અપૂર્વ વીરત્વ દાખવનારો આત્મવીર ધર્મવીર થઈ ગયો.
- શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ એક આત્મસિદ્ધિ માટે સતત મથતા એક પરમ ઉચ્ચ કોટિના દિવ્ય આત્માનું જીવન છે. તેઓ કેવા અંતરંગ આત્મપરિણામી ને નિર્માની હતા તેનો ખ્યાલ, તેઓ અમે (અ + મે) શબ્દનો મારૂં નહિ તે અથવા હું નહિ એવા વિશિષ્ટ અર્થમાં પરમાર્થસત્ય પ્રયોગ કરતા, તે પરથી આવી શકે છે. પ્રાકત સામાન્ય દેહાધ્યાસી જનો હું એટલે દેહ એવો અર્થ કરે છે, પણ હું એટલે આ દેહની અંદર બેઠેલો આત્મા (દહી) એવો ભાવ જ-સતત ઉપયોગ જ શ્રીમના હૃદયમાં છે,-એ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી આત્મોપયોગી પરમાર્થધારા ઉપરથી સહજપણે સુપ્રતીત થાય છે.
સાત વર્ષની લઘુ વયમાં જેને કોઈ યુવાનના મરણપ્રસંગ પરથી ઊહાપોહ કરતાં જસ્તિસ્મરણ ઉપર્યું હતું અને અપૂર્વ તત્ત્વસંસ્કારો
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૭
જાગ્યા હતા, એવા આ પૂર્વના પ્રબળ આરાધક પુરુષ આ જન્મમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસ વિના પંદર-સોળ વર્ષની વય પૂર્વે સર્વ આગમશાસ્ત્રો ને દર્શનગ્રંથો અવગાહી ગયા હતા, એટલું જ નહિ પણ તેના ફળપરિપાકરૂપ મોક્ષમાળા-ભાવનાબોધ આદિ પ્રૌઢ ગંભીર દર્શનપ્રભાવક ગ્રંથો તેમણે ગૂંથ્યા હતા! અસાધારણ ક્ષયોપશમી ને અસામાન્ય પ્રતિભાસંપન્ન આ સાક્ષાત સરસ્વતી' નું બિરુદ પામેલા શતાવધાની કવિએ તેટલી નાની વયે, મુંબઈ નગરીમાં મુખ્ય ન્યાયાધીશના (Chief justice) પ્રમુખપદે મળેલ સભામાં શતાવધાનના અદ્વિતીય પ્રયોગ કરી બતાવી, સર્વને આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. પણ તેમનો નૈસર્ગિક લક્ષ કેવળ આત્માર્થ ભણી જ હોઈ, ઓગણીસ વર્ષની વય પછી તેવા બાહ્ય પ્રયોગો પણ તેમણે છોડી દીધા હતા; અને જગતની દષ્ટિથી લગભગ અદશ્ય-અલોપ જેવા થઈ જઈ, કેવલ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા. આત્મામાં સમાઈ ગયા હતા.
આવો અપૂર્વ આત્મસંયમ જેણે દાખવ્યો હતો એવા શ્રીમદ્ ઝવેરાતનો વ્યવસાય કરતાં છતાં અહોનિશ તેમનું ચિંતન તો પરમાર્થનું જ હતું, અને વારંવાર તેઓ નિવૃત્તિ સમય મેળવી ગુજરાતના જંગલોમાં મહીનાના મહીના સુધી આત્મધ્યાનમાં નિમગ્ન રહેતા. યથાયોગ્ય પરિપક્વ દશા ન થાય ને ગૃહવાસ ઉદયમાં હોય ત્યાં સુધી પ્રગટપણે માર્ગપ્રકાશ ન કરવો, “પરમાર્થ મૌન ધારણ કરવું એ મુદ્રાલેખ તેમને માન્ય હતો, અને તેમાં તેઓ ભગવાન મહાવીરના ઉત્તમ આદર્શને અનુસર્યા હતા, એમ તેમના સહજ ઉદ્ગારો પરથી ધ્વનિત થાય છે. અને પછી તથારૂપ યથાયોગ્ય પરિપક્વ દશા થયે, જ્યારે તેઓ બાહ્ય વ્યવહાર ઉપાધિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તો અસાધ્ય રોગથી તેમનો દેહ ગ્રસ્ત થયો ને દુર્ભાગ્યે તે પ્રાણઘાતક 'નિવડ્યો. એટલે એમના પરમ આત્મલાભની પરમાર્થ મેઘવૃષાના લાભથી સમાજ વંચિત રહ્યો, એ આ વિષમ દુ:ષમ કલિકાલનો જ દોષ કહી શકાય. તથાપિ ‘સત્ય ધર્મના ઉદ્ધારરૂપ પરમાર્થમાર્ગની સુરેખ રેખાનો જે અપૂર્વ નિર્દેશ તેમણે કર્યો છે, તે પણ સાચા મુમુક્ષુ આત્માથીને અવંધ્ય-અચૂક માર્ગદર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
શ્રીમદ્ પહેલેથી તે છેલ્લે સુધી, શ્રી જિનના પરમાર્થમાર્ગના-વીતરાગ દર્શનના જ સાચેસાચા પરમાર્થસત અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા છે, તેમાં જ તમેની પરમાવગાઢ શ્રદ્ધા છે, તેનો જ તેમને અવિચળ અખંડ વિનિશ્ચય છે, અને તેના સેંકડો ઉલ્લેખો તેમના ગ્રંથમાં ઠેરઠેર મળે છે.
શ્રીમદ્દ અધ્યાત્મ જીવનવિકાસ. શ્રીમદ્ભા આ અધ્યાત્મ જીવનવિકાસના મુખ્ય ત્રણ વિભાગ વા તબક્કા પાડી શકાય : (૧) સંવત ૧૯૪૭ પહેલાંનો સમય. ઉત્તરોત્તર બળવત્તર બનતો જતો ક્ષયોપશમ અત્રે ઝળહળી ઊઠે છે. તેમાં કુશાગ્રબુદ્ધિના સ્વામીપણાને લીધે પરીક્ષાપ્રધાનીપણે સ્વસમયપરસમયના તલસ્પર્શી અવગાહન, પડ્રદર્શનનો સુક્ષ્મ ઊહાપોહ આદિ દષ્ટિગોચર થાય છે; પરમ વૈરાગ્યની ફુરણા વર્તે છે. ‘ઓગણીસમેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.' વીતરાગ માર્ગની અનુપમ દૃઢ શ્રદ્ધા છે. (૨) બીજો તબક્કો સંવત ૧૯૪૭થી ૧૯૫૩ સુધીનો સમય. ‘ઓગણીસમેં ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે : શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાચું રે.’ આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્ય છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ ઉપજ્યો છે, ગ્રંથિભેદ થઈ સ્વસંવેદનજ્ઞાનરૂપ નિશ્ચય વેધસંવેદ્ય પદ પ્રગટયું છે, નિર્વિકલ્પ દશારૂપ પરમ આત્મશાંતિ આવિર્ભત થઈ છે; અને તે તેમણે “ધન્ય રે દિવસ આ અહો! જાગી જે રે શાંતિ અપૂર્વ રે,' એ નામના અદ્ભુત આત્માનુભવના ઉદ્ગારરૂપ પરમ આત્મોલ્લાસમય કાવ્યમાં અમર કરેલ છે. આ બીજા તબક્કામાં તેમની દર્શન-શ્રદ્ધા સાક્ષાત નિશ્ચય અનુભવરૂપ હોઈ અત્યંત વજલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભકત પ્રતીત થાય છે. દર્શનમોહ વીત્યા પછી ચારિત્રમોહની ક્ષીણતા ભણી તેમનું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે. તેમની વીતરાગતા સમયે સમયે પ્રવર્ધમાન થતી જાય છે ત્યાં બાહ્ય ઉપાધિનો પ્રારબ્ધોદય ઉગ્ર રૂપ પકડે છે ને તેનો ખેદમય ચીત્કાર શ્રીમદ્ આ શબ્દોમાં વ્યક્ત કર્યો
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ-ભાગ ૧
૨૬૯
છે–‘ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે.... કર્મની વિચિત્રતાએ અનિચ્છતા છતાં તેમને બાહ્ય ઉપાધિની મધ્ય મૂકી જાણે તેમના સત્ત્વની કસોટી કરી હતી! છતાં આવી બાહ્ય ઉપાધિની મધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવી તેમણે પરમ અભુત “રાધાવેધ' સાધ્યો હતો ને છેવટે તે ઉદયકર્મનો ગર્વ પણ તોડી નાંખ્યો હતો. આવી આત્મસમાધિ જાળવી, શ્રીમદ્ “ધાર તરવારની” કરતાં પણ દોહલી એવી “ચૌદમા જિનતાણી ચરણ સેવા” સોહલી જ કરી બતાવી છે. વિષમ સંજોગોમાં પણ તેઓ અવિષમ આત્મભાવે-સમભાવે રહ્યા એ જ અદ્દભુતાદભુત છે. એ તો એમના જેવા અપવાદરૂપ (Exceptional) ઓલીઆ પુરુષ જ, સિદ્ધહસ્ત પરમ યોગી જ કરી શકે. બીજાનું ગજું નથી.
ત્રીજો તબક્કો ૧૯૫૩ની સાલથી ૧૯૫૭ માં તેમના દેહોત્સર્ગ સુધીનો કહી શકાય. આમાં વીતરાગ ચારિત્રની ગવેષણા પરાકાષ્ઠાને પામે છે. બાહ્ય વ્યવહાર ઉપાધિ સમેટી લઈ, સર્વસંગપરિત્યાગની ભાવના અત્રે ઉગ્ર સ્વરૂપ પકડે છે ને તથારૂપ પ્રવૃત્તિ પણ આરંભાય છે. પણ અફસોસ! જ્યાં તે ભાવના ફલરૂપે પરિપકવ થવાનો સમય આવે છે, ત્યાં ગંભીર રોગથી તેમનો દેહ રોગગ્રસ્ત થાય છે અને અંતે રાજકોટમાં ચૈત્ર વદી પંચમીને દિને અપૂર્વ સમાધિભાવથી તેમનો દેહોત્સર્ગ થાય છે. આ તબક્કામાં તેમણે વીતરાગ ભાવની સવિશેષ સિદ્ધિ કરેલી જણાય છે. નિષ્પન્ન-સિદ્ધ યોગી જેવી પરિપકવ આત્મદશા તેમની પ્રગટી છે. દેહ છતાં જાણે દેહાતીત સ્થિતિ હોય એવી પરમ અવધૂત મહામુનીશ્વર જેવી અપૂર્વ આત્મવૃત્તિ વર્તે છે. શ્રીમનો દિવ્ય આત્મા અદ્ભુત આત્મનિશ્ચયથી ગર્જના કરે છે કે‘આવી અપૂર્વ વૃત્તિ અહો! થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે ... ધન્ય રે.'
શ્રીમનો આ જીવનવિકાસક્રમ લક્ષમાં રાખી તેમના ગ્રંથનું કાળાનકમે વર્ષવાર મધ્યસ્થ ભાવે અવલોકન કરવામાં આવે તો તેમના ચરિત્ર સંબંધી ઘણો પ્રકાશ સાંપડે એમ છે કારણકે તેમાં જ તેમનું
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
: છે.
પ્રજ્ઞા
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અધ્યાત્મ જીવન ઓતપ્રોત છે, ને તેમાં જ તેમનું ખરૂં ચરિત્ર-સ્વરૂપાચરણરૂપ ચરણ પ્રગટ છે. અને તે વિશુદ્ધ અંતરાત્માથી વિચારવામાં આવતાં સહજ જણાઈ આવે એમ છે કે તેઓ એક સાચા પરમાર્થ સાધુપુરુષ હતા, અત્યંત નિષ્કષાયી ભાવનિગ્રંથ હતા, આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા હતા, સરલતા અને વૈરાગ્યની મૂર્તિ હતા, પરમાર્થમય દઢ ધર્મરંગથી રંગાયેલા ધર્મમૂર્તિ હતા. આવા શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ ને સ્ફટિક જેવા શુક્લ અંત:કરણવાળા સરલહૃદયી, વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા પરમ ઉદારચિત્ત, સાગરવરગંભીર આશયવાળા સમભાવભાવી, “દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા જીવનમુક્ત એવા “ગુણગણમણિઆગરુ” આ શ્રીમદ્ એક અલૌકિક સંતશિરોમણિ થઈ ગયા. વિશેષ તો—‘તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે..ધન્ય રે દિવસ આ અહો!” એમ છાતી ઠોકીને આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી જ, નિરહંકારપણે, પોતાની આત્મસંવેદનમય જીવનધન્યતા ગાનાર, આ દિવ્ય દ્રષ્ટા કવિ'ની આત્મદશા કેટલી બધી ઉચ્ચ કોટિની હશે તે તો વિરલા સહદયો જ સમજી શકે એમ છે. (મંદાક્રાંતા) બાલ્યાવસ્થામહિં મરણ કો ભાળી સંવેગવેગે,
જેને જાતિસ્મરણ ઉપજયું પૂર્વજન્મો જ દેખે; એવી એવી સ્મૃતિ બહુ થઈ કર્મના બંધ છૂટ્યા, તૂટટ્યા જ્ઞાનાવરણ પડદા જ્ઞાન અંકુર ફૂટ્યા. જાગ્યો આત્મા વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તત્ત્વોદ્ધોધે લઘુવય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી; ને ભાવંતો જિન સ્વરૂપને ભાવિતાત્મા મહાત્મા, આરોહ્યો આ સ્વરૂપ પદની શ્રેણિએ દિવ્ય આત્મા.
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૨
शिक्षापाठ ९९ : श्रीमद् राजचंद्र एक महाविभूति } भाग २ શ્રીમદ્દ્ની કૃતિઓનું દિગ્દર્શન
૨૭૧
આવા સત્પુરુષોનું આપણે ચરિત્રસંકીર્તન કરીએ કે ન કરીએ, ગુણગાન ગાઈએ કે ન ગાઈએ, જયંતિઓ ઉજવીએ કે ન ઉજવીએ. પણ તે તો પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. શ્રી ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે કે-સુકૃતી એવા તે રસસિદ્ધ ક્વીશ્વરો જયવંત છે, કે જેમની યશ:કાયમાં જરામરણજન્ય ભય નથી. ભર્તૃહરિની આ ઉક્તિ શ્રીમના સંબંધમાં અક્ષરશ: ચરિતાર્થ થતી દેખાય છે. પોતાની એકએકથી સરસ ઉત્તમ કાવ્યમય સુકૃતિથી જયવંત એવા આ શ્રીમદ્ વીશ્વર પોતાની યશ:કાયથી સદા જીવંત જ છે: શ્રીમદ્ રાજચંદ્રની કીર્તિકૌમુદી વિસ્તારતી એમની એકેક ચિરંજીવ કૃતિ એટલી બધી અમૃતમારીથી ભરી છે કે તેનો રસાસ્વાદ લેતાં રસના થાકતી નથી, પણ લમ થાકે છે. તથાપિ અત્રે તે પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને જ સંતોષ માનશું.
આ પૂર્વના પ્રબલ આરાધક આજન્મ યોગીએ દશબાર વર્ષની લઘુ વયે સર્જેલી કાવ્યકૃતિઓમાં પણ એમની નૈસર્ગિક કવિપ્રતિભા (Poetic genius) અત્યંત ઝળકી ઊઠી છે. સોળમા વર્ષ પહેલાં આ શતાવધાની કવિએ પ્રૌઢ વિચારણામય સુંદર કલાત્મક સંકલનાથી ગૂંથેલી પુષ્પમાળા તેમજ મહાનીતિ આદિ, જાણે કોઈ પ્રાચીન મહર્ષિ અભિનવ સૂત્રરચના કરતા હોય એવો ભાસ આપે છે. સોળ વર્ષની વયે માત્ર ત્રણ દિવસમાં મોક્ષમાળા (બાલાવબોધ) જેવો અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રંથ આ મહાત્માએ સુમધુર ભાષામાં પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી ગૂંથ્યો છે. (જે અનુપમ કૃતિની લઘુ ભિંગની હોવાનું સૌભાગ્ય આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાને પ્રાપ્ત થયું છે). તે જ અરસામાં આ મોક્ષમાળાના ઉપહારરૂપે આ ભાવિતાત્માએ રચેલો ભાવનાબોધ જેવો શાંતસુધારસસરિતા સમો ભાવવાહી ગ્રંથ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
મુમુક્ષુઓને વૈરાગ્યતરંગિણીમાં નિમજ્જન કરાવે છે. જેમાં દર્શનને સાર સમાવ્યો છે અને જેમાં શ્રુતસમુદ્ર મંથી તસ્વનવનીત જમાવ્યું છે, એવી અનુભવરસગંગા સમી શ્રીમદ્ભી આત્મસિદ્ધિ તો આ અવનિ પરનું સાક્ષાત્ અમૃત છે.
પદે પદે જેની પરમ વીતરાગ ભક્તિ નિઝર છે, એવા આ વીતરાગના ખરેખરા અનુયાયી ‘રાયે' તે વીતરાગને અનુસરી “પંથ પરમ પદ બોધ્યો' છે. આ દેવજિ-નંદે દેવ-જિનંદ ભાખ્યો, ‘મૂળ મારગ સાંભળો જિનને રે’ ‘ભવ્ય જનોના હિતને કારણે સંભળાવ્યો છે. આ સત્ય ધર્મના ઉદ્ધારકે અપૂર્વ આત્મશાંતિના ઉલ્લાસમાં ‘ધન્ય રે દિવસ આ અહો!” ગાઈ નિજ જીવનધન્યતા લલકારી છે ‘અપૂર્વ અવસર'ની ઝંખના કરતા આ સાધુચરિત દિવ્યદ્રષ્ટા કવીશ્વરે પરમપદપ્રાપ્તિનો ભવ્ય મનોરથ પરમ ભાવાવેશથી ગાયો છે. “કરુના હમ પાવત હે તુમકી” એમ કરુણાસિબ્ધ આ પરમ કૃપાળુએ “યમ નિયમ સંયમ આ૫ કિયો' એ જોગીન્દ્ર ગર્જના કરી છે. ‘લોકરૂપ અલોકે દેખ’ એમ આ આત્મદષ્ટા પરમ પુરુષે ‘લોક પુરુષ’નો અલૌકિક ભેદપ્રકાશ્યો છે. સર્વ યોગશાસ્ત્રોના પરમ રહસ્યરૂપ “ઇચ્છે છે જે જોગીજન' એ છેલ્લી અમર કૃતિમાં જિનપ્રવચનસિબ્ધ બિન્દુમાં સમાવી આ યોગીન્દ્ર ‘સુખધામ અનંત સુસંત ચહી” એ તેના છેલ્લા પદમાં સર્વ યોગશાસ્ત્રોનો છેલ્લામાં છેલ્લો શબ્દ કહ્યો છે. .
આ ઉપરાંત પરમ વિશ્રામ શ્રી સૌભાગ્ય' આદિ જેવા હૃદયજ્ઞ પરમાર્થસહદ્ સત્સંગીઓ પ્રત્યે પાઠવેલા આત્મસંવેદનમય પત્રોમાં તો આ મહાજ્ઞાની વીતરાગ પુરુષે પોતાનું હૃદય ઠાલવી પોતાની ઉત્કૃષ્ટ યોગશ્રેણીએ શીધ્ર આરોહતી અદભુત આત્મદશાની આપણને ઝાંખી કરાવી છે. અથથી તે ઇતિ સુધી જેમની પ્રત્યેક કૃતિમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્માનો જ દિવ્ય ધ્વનિ ગૂંજ્યા કરે છે, એવા આ મહાગીતાર્થ યોગીશ્વરે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથરૂપ આત્માની મહાગીતાનું જ દિવ્ય સંગીત ગાયું છે, અને પહેલેથી તે છેલ્લે સુધી આ આત્મભાવનામય સંતે “જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વ!' એ જ ભાવના ભાવી છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૩
શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૩
આવો મહાપ્રતિભાસંપન્ન સંસ્કારસ્વામી જ્ઞાનાવતાર પુરુષ સેંકડો વર્ષોમાં કોઈ વિરલો જ પાકે છે. સહસ્રમુખ પ્રતિભાથી શોભતા શ્રીમદ્ રાજચંદ્રજી સહસ્રરમિ તેજસ્વી સૂર્ય સમા છે. જે વિરલ વિભૂતિરૂપ મહા જ્યોતિર્ધરો ભારત ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. મત-દર્શન આગ્રહ ને સંપ્રદાયથી પર વિશ્વગ્રાહી વિશાળ દષ્ટિવાળા આવા ગણગણગુરુ સમર્થ તત્ત્વદ્રષ્ટા કાંઈ કોઈ એક સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત ભારતના ભૂષણરૂપ છે. તેઓ એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે. (માલિની) અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ શ્રી રાજચંદ્ર,
અમૃતમયી પ્રસારી જ્ઞાનજ્યોત્સના સુરે; તહિ સુજન ચકોરો ન્હાઈ આનંદ પામે, સુમન કુમુદ કેરો પૂર્ણ ઉદ્ધોધ જામે.
शिक्षापाठ १०० : श्रीमद् राजचंद्र
एक महाविभूति } भाग ३ શ્રીમદ્દ અને આનંદઘનજી : એક તુલના
મહાત્મા આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં અને વનમાં ઘણું સામ્ય દશ્ય થાય છે. બન્નેનું જીવન પરમ અધ્યાત્મપ્રધાન છે; બન્ને આત્મગુણવિકાસની ઉચ્ચ દશાને પામેલા સમદષ્ટિ જ્ઞાની વીતરાગ પુરુષો છે; બન્ને વિશિષ્ટ આત્માનુભવને પામેલા સમર્થ યોગીન્દ્રો છે–આ એમના પ્રગટ અનુભવની આરસી જેવા વચનામૃતોથી સુપ્રતીત થાય છે. ભક્તશિરોમણિ શ્રીઆનંદઘનજીની પરમ વીતરાગ ભક્તિ એમની સ્તવનાવલીમાં પ્રત્યક્ષ થાય છે; પરાભક્તિની પરાકાષ્ઠા વટાવી ગયેલા શ્રીમદ્
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
રાજચંદ્રજીની અન્નય વીતરાગ ભક્તિ પદે પદે નિઝર છે. બન્ને પરમાત્મદર્શનને પામેલા સાક્ષાત દ્રષ્ટા પુરુષો છે.
બન્નેની વીતરાગ શાસન પ્રત્યેની સાચી અંતર્દાઝ નિષ્કારણ કરુણાથી શાસનપ્રભાવનની ભાવના સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. બન્નેએ અપૂર્વ ભક્તિથી વીતરાગમાર્ગની અનન્ય સેવા કરી છે, દર્શનપ્રભાવક ગ્રંથાદિ વડે ‘સત્ય ધર્મના ઉદ્ધારરૂપ અનન્ય ઉપકાર કર્યો છે. જેમ જેમ આ મહાત્માઓની યથાર્થ પીછાન-ઓળખાણસ્વરૂપદર્શન થતું જશે, તેમ તેમ તેમના પરમ ઉપકારનો જનતાને પરિચય થતો જશે. પણ તે પૂજ્યપણું પીછાનતાં લોકોને વખત લાગે છે, તેટલો તેમને પોતાને જ લાભઅંતરાય રહે છે. જગત વદે કે નિંદે તેનું આવા સમદર્શી સત્પુરુષોને કાંઈ પ્રયોજન નથી કે તેથી તેમને કંઈ લાભ-હાનિ નથી. લાભ-અલાભ તો વંદક-નિંદકને પોતાને જ છે. સ્વદેહમાં પણ નિ:સ્પૃહ અને નિર્મમ એવા આ અવધૂત વીતરાગ સત્પુરુષોએ તો વંદક-નિંદક બન્નેને સમ ગણ્યા છે, અને સ્તુતિનિંદાથી નિરપેક્ષપણે નિષ્કારણ કરુણાથી જગતનું કલ્યાણકાર્ય કરી તેઓ ચાલતા થયા છે.
સમાનશીલ અને સમાનધર્મી સત્સંગી સાચા સંત સુહદોનો વિરહ બન્નેને અત્યંતપણે સંવેદાયો છે, છતાં તેઓનો પુરુષાર્થ અસીમ છે, અસાધારણ છે. મોક્ષમાર્ગના પ્રવાસી આ વિરલા પુરુષસિંહોએ અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક મોક્ષમાર્ગે અપ્રમત્ત અખંડ પ્રયાણ આદર્યું છે. “ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ” એ શ્રી આનંદઘનજીના ઉદ્ગાર, તથા ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો,’ ગમે તેટલા દુ:ખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો–ઈત્યાદિ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો આ વાતની સાક્ષી પૂરે
જ
બન
બન્ને ઉચ્ચતમ કોટિના નૈસર્ગિક કવીશ્વર (Born poets) છે, “કવિ' પ્રભાવકો છે. પણ તેઓએ પોતાની અપૂર્વ કવિત્વશક્તિ પરમ શાંતરસમય પરમાર્થમાં જ અવતારી છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાખવાની બન્નેની આશયશક્તિ અદ્ભુત છે, અસાધારણ છે. બન્નેનું
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૩
કવન અધ્યાત્મપ્રધાન હોઈ સર્વત્ર આત્માનું સંકીર્તન છે. બન્નેની શૈલી સીધી, સાદી, સરલ, સહજ, સુપ્રસન્ન અને માધુર્ય અમૃતથી સભર ભરેલી છે. એમનો એકેક અક્ષર આત્માનુભવરૂપ તીવ્ર સંવેદનથી અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો સુપ્રતીત થઈ, સહૃદય શ્રોતાના હ્રદય સોંસરો નીકળી જાય એવો વેધક અને માર્મિક છે. બન્નેનો આશય પરમાર્થપૂર્ણ ‘સાગરવરગંભીર' છે. આમ સામાન્યપણે આ બન્ને જ્ઞાની મહાત્માઓનું સામ્ય સમજાય છે.
૨૭૫
અને છેવટે એટલું ઉમેરવું યોગ્ય થઈ પડશે કે કાકાસાહેબ કાલેલકરે શ્રીમદ્ રાજચંદ્રને માટે ‘પ્રયોગવીર' એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય, તો જોઇ લ્યો ‘શ્રીમદ્’! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ જોઇતું હોય તો જોઈ લ્યો શ્રીમદ્દ્ન જીવનવૃત્ત ! અને શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલા પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ ‘આત્મસિદ્ધિ’ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત પ્રગટ અનુભવાય છે. બાકી તો ‘સત્’ ને પ્રકાશિત કરવાને કોઈના પ્રમાણપત્રની કે સીફારસની જરૂર નથી. સત્પુરુષ તો સ્વરૂપથી ‘સત્' હોઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સુદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં, અને નિર્મલ સહજ સ્વયંભૂ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ · પ્રતિબિંબિત છે. સ્વસ્વ યોગ્યતા પ્રમાણે પાત્ર જીવો તે પ્રતિબિંબ ઝીલી
આત્મપ્રકાશ પામે છે ને પામશે.
(અનુષ્ટુપુ) શ્રીમદ્ જ્ઞાનશ્રીસંપન્ન, વંઘ જે બુધવૃન્દને; ભગવાનદાસ તે વંદે, યોગીન્દ્ર રાજચંદ્રને
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬
(વંશસ્થ) સ્વયંપ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રી રાજને હો મનનંદ વંદના!
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ १०१ : हितार्थी प्रश्नो } भाग १
પ્રશ્ન : જિનનો ‘મૂળ માર્ગ' શું? ઉત્તર : સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું અભેદ એકપણું આત્મામાં પરિણમવું તે જિનનો મૂળ માર્ગ.
પ્રશ્ન : તે મૂળ માર્ગનું મૂળ શું?
ઉત્તર : સમ્યગ્દર્શન. કારણકે ‘વંસળમૂતો થમ્યો' સમ્યગ્દર્શન મૂલ હોય તો જ ધર્મવૃક્ષ ઊગે; અને દર્શન સમ્યક્ હોય તો જ જ્ઞાન-ચારિત્ર સમ્યક્ હોય.
પ્રશ્ન : સમ્યગ્દર્શન એટલે શું?
ઉત્તર : તત્ત્વનું સ્વરૂપ જેમ છે તેમ સમ્યપણે દેખવું, અનુભવવું, અત એવ સહવું તે સમ્યગ્દર્શન.
પ્રશ્ન : તત્ત્વ શું?
ઉત્તર : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ નવ; અથવા પુણ્ય-પાપનો બંધમાં અંતર્ભાવ કરતાં
સાત તત્ત્વ.
7
પ્રશ્ન : આ નવ તત્ત્વનો પરમાર્થ શો?
ઉત્તર : આ નવે તત્ત્વ જીવ અને અજીવ એ બે તત્ત્વમાં સમાય છે. જીવ તે ચેતન અને અજીવ તે અચેતન-જડ. એ બન્નેનો સ્વભાવ પ્રગટ ભિન્ન છે, એવું ભેદજ્ઞાન પામી શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન.
Page #298
--------------------------------------------------------------------------
________________
હિતાર્થી પ્રો-ભાગ ૧
૨૭૭
પ્રશ્ન : આત્માનું લક્ષણ શું? ઉત્તર : ચેતના અથવા ઉપયોગ એ આત્માનું લક્ષણ છે; અને તે | દર્શનોપયોગ ને જ્ઞાનોપયોગ એમ બે પ્રકારનો છે. પ્રશ્ન : દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગનું સ્વરૂપ શું? ઉત્તર : પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે. તેમાં સામાન્ય ભાવને
ગ્રહે તે દર્શનોપયોગ અને વિશેષ ભાવને ગ્રહે તે જ્ઞાનોપયોગ. પ્રશ્ન : તેના ભેદ કયા? ઉત્તર : મતિઆદિ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ જ્ઞાનોપયોગના
આઠ ભેદ; અને ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એમ
દર્શનોપયોગના ચાર ભેદ. પ્રશ્ન : જીવનું સ્વતત્ત્વ શું? ઉત્તર : ઔપથમિક, સાયિક, સાયોપથમિક ઔદયિક અને પરિણામિક
એ પાંચ ભાવ જીવનું સ્વતત્ત્વ છે, અર્થાત્ બીજી કોઈ પણ
વસ્તુમાં નથી એવું જીવનું પોતાનું ખાસ વિશિષ્ટ તત્ત્વ છે. પ્રશ્ન : ઔપથમિકાદિ ભાવનો અર્થ શું? ઉત્તર : કર્મના ઉપશમથી ઉપજતો ભાવ તે ઔપથમિક. કર્મના ક્ષયથી
ઉપજતો તે ક્ષાયિક. કર્મના ક્ષય અને ઉપશમથી ઉપજતો ભાવ તે ક્ષાયોપથમિક. કર્મના ઉદયથી ઉપજતો તે ઔદયિક. કર્મથી નિરપેક્ષ એવું જે જીવનું સ્વત:સિદ્ધ પરિણામ તે પારિમાણિક
ભાવ. પ્રશ્ન : ઔપથમિક ભાવ કયા? ઉત્તર : સમત્વ અને ચારિત્ર એ બે. પશન : ક્ષાયિક ભાવ કયા? ઉત્તર : જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને
સમ્યકત્વ, ચારિત્ર-એમ નવ. પ્રશ્ન : માયોપથમિક ભાવ કયા? ઉત્તર : જ્ઞાન ૪, અજ્ઞાન ૩, દર્શન ૩, દાનાદિ લબ્ધિ ૫, સમ્યકત્વ,
ચારિત્ર સંયમસંયમ-એમ અઢાર
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રશાવબોધ મોક્ષમાળા
પ્રશ્ન : ઔદયિક ભાવ કયા? ઉત્તર : ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયત,
અસિદ્ધત્વ, વેશ્યા ૬,-એમ એકવીસ. પ્રશ્ન : પારિણામિક ભાવ કયા? ઉત્તર : જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ. (આદિ એટલે
અસ્તિત્વ, નિત્યત્વ આદિ જે અન્ય દ્રવ્યોમાં પણ સમાન
છે.) આમ પ૩ ભાવ તે જીવનું સ્વતત્ત્વ છે. (દોહરા) મૂળમાર્ગ શ્રી જિનતણો, ચારિત્ર દર્શન જ્ઞાન;
મૂળમાર્ગનું મૂળ પણ, સમ્યગદર્શન જાણ.
शिक्षापाठ १०२ : हितार्थी प्रश्नो} भाग २ પ્રશ્ન : જીવત્વ એ પારિણામિક ભાવ છે એટલે શું? ઉત્તર : જીવત્ત્વ એટલે ચેતનત્વ. ચેતના એ જ જીવનું પરિણામ હોય.
જીવ-ચેતન, ઔપશમિકાદિ કર્મજનિત ભાવો મળે પણ, શુદ્ધ કે અશુદ્ધ આ ચેતના પરિણામ કદી પણ ચૂકે નહિ. “ચેતનતા
પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે” (શ્રી આનંદઘનજી) . પ્રશ્ન : ચેતના કેટલા પ્રકારની ? ઉત્તર : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતના. તેમાં અજ્ઞાન ચેતના બે
પ્રકારની-કર્મચેતના અને કર્મફલચેતના. પ્રશ્ન : જ્ઞાનચેતના ને અજ્ઞાનચેતનાનો અર્થ શો? ઉત્તર : હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવું ચેતન-સંવેદન તે જ્ઞાનચેતના;
જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય આ હું છું એવું ચેતન-વેદન તે
અજ્ઞાનચેતના. . પ્રશ્ન : કર્મચેતના ને કર્મફલચેતનાનો અર્થ શો ? ઉત્તર : જ્ઞાન સિવાયનું આ શું કરું છું એવું ચેતન તે કર્મચેતના; અને
જ્ઞાન સિવાયનું આ હું વેદું છું એવું ચેતન તે કર્મફલચેતના.
Page #300
--------------------------------------------------------------------------
________________
હિતાર્થી પ્રશ્નો-ભાગ ૨
પ્રશ્ન : આ ત્રણ પ્રકારની ચેતના કોને કોને હોય? ઉત્તર : કર્મચેતના મુખ્યપણે ત્રસ જીવને, એકેન્દ્રિયાદિને, અને જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટ જ્ઞાનીને.
૨૭૯
કર્મફળચેતના
પ્રશ્ન : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતનાનું ફળ શું? ઉત્તર : કર્મચેતના અને કર્મલચેતના એ બન્ને પ્રકારની અજ્ઞાનચેતના અશુદ્ધ ઉપયોગરૂપ હોવાથી સંસારનું બીજ છે, અને જ્ઞાનચેતના એ શુદ્ધોપયોગરૂપ હોવાથી મોક્ષનું બીજ છે.
પ્રશ્ન : શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ એટલે શું?
ઉત્તર : ચેતનાનું શુદ્ધ-અશુદ્ધ પરિણમન તે શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ. પ્રશ્ન : તેવું શુદ્ધ-અશુદ્ધ પરિણમન કેમ થાય છે?
ઉત્તર : પારિણામિક સ્વભાવને લીધે જીવ જેવા જેવા ભાવે પરિણમવા ઇચ્છે તેવા તેવા ભાવે પરિણમી શકે છે. અશુદ્ધભાવે પરિણમે તો અશુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ભાવે પરિણમે તો શુદ્ધ ઉપયોગ થાય.
પ્રશ્ન : શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ કેવા પ્રકારે ?
ઉત્તર : હું દેહાદિ પરભાવથી ભિન્ન શુદ્ધ આંત્મા છું એમ શુદ્ધ આત્માનો અનુભવ કરતાં આત્મસ્વભાવમાં વર્ણવું તે શુદ્ધોપયોગ; અને દેહાદિ પરભાવમાં આત્મબુદ્ધિ રાખી વિભાવમાં વર્તવું તે અશુદ્ધોપયોગ. અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર-શુભ અને અશુભ. આમ ઉપયોગ શુદ્ધ, શુભ, અશુભ એમ ત્રણ પ્રકારનો છે.
પ્રશ્ન :
આ ત્રણે પ્રકારના ઉપયોગનું ફળ શું?
ઉત્તર : શુભ ઉપયોગ પુણ્યબંધરૂપ હોવાથી તેનું ફળ દેવ-મનુષ્યાદિ સુગતિ છે, અશુભ ઉપયોગ પાપબંધરૂપ હોવાથી તેનું ફળ નરક-તિર્યંચાદિ દુર્ગતિ છે. આમ બન્ને પ્રકારનો અશુદ્ધ ઉપયોગ કર્મરૂપ હોવાથી તેનું ફળ સંસાર છે; અને શુદ્ધ ઉપયોગ ધર્મરૂપ હોવાથી તેનું ફળ મોક્ષ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦.
vશાવબોધ મોક્ષમાળા
પ્રશ્ન : શુદ્ધ ઉપયોગને ધર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : વત્થસદાવો ધબ્બો | આત્માનો-વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને
આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવમાં વર્ષે તે જ શુદ્ધોપયોગ. એટલે
શુદ્ધોપયોગ એ જ ધર્મ છે. પ્રશન : અશુદ્ધ ઉપયોગને કર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : આત્મા શુદ્ધ જ્ઞાયક ભાવ છોડી રાગાદિથી શેયમાં કરૂંવાદિ
ભાવે પરિણમે, એ જ અશુદ્ધ ઉપયોગ હોઈ કર્મ છે. પ્રશ્ન : ધર્મ અને ચારિત્રમાં કંઈ ફેર ખરો? ઉત્તર : કંઈ પણ નહિ. ધર્મ એ જ ચારિત્ર છે, ને ચારિત્ર એ જ ધર્મ છે. પ્રશ્ન : તે કેવી રીતે? ઉત્તર : સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર; અને ધર્મ એટલે સમ અથવા શમ,
અર્થાત્ “મોહ ક્ષોભ વિહીન આત્માનો પરિણામ તે સમ,” (કુંદકુંદાચાર્યજી) અથવા સ્વરૂપમાં શમાવું તે શમ. આમ ધર્મ,
ચારિત્ર, સમ અને શમ એ સર્વ એક જ છે. પ્રશ્ન : ધર્મ અને કર્મમાં શો ફેર? ઉત્તર : સ્વભાવ તે ધર્મ અને વિભાવ તે કર્મ. અર્થાત્ આત્મા જ્ઞાન
દર્શન-ચારિત્રમય આત્મસ્વભાવમાં વર્ષે તે ધર્મ અને રાગ
લેષ-મોહરૂપ વિભાવ કર્મમાં વર્તે તે અધર્મ. (દોહરા) શુદ્ધોપયોગે ચેતના, પરિણમે તો મોક્ષ,
અશુદ્ધોપયોગે ચેતના, પરિણમે ભવદોષ. આત્મા આત્મસ્વભાવમાં, વર્તે તેહ જ ધર્મ; રાગાદિક વિભાવમાં, વર્તે તે જ અધર્મ,
Page #302
--------------------------------------------------------------------------
________________
હિતાર્થી પ્રશ્નો-ભાગ ૩
૨૮૧
- शिक्षापाठ १०३ : हितार्थी प्रश्नो} भाग ३
પ્રશ્ન : કર્મના પ્રકાર કયા? તેનું સામાન્ય સ્વરૂપ શું? ઉત્તર : દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ કર્મના ત્રણ પ્રકાર છે.
જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મ તે દ્રવ્ય કર્મ, રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવિક ચેતન પરિણામ તે ભાવકર્મ, અને શરીર તે નોકર્મ. દ્રવ્યકર્મ-નોકર્મ પુદગલાશ્રિત હોઈ જડ છે, અને ભાવકર્મ આત્માશ્રિત હોઈ ચેતન છે. અત્રે ચોખાની કોઠીનું દષ્ટાંત: ધાન્ય તે દ્રવ્યકર્મ, કોઠી તે નોકર્મ અને ચોખાને લાગેલો
મીણો તે ભાવકર્મ. પ્રશ્ન : આ કર્મ પ્રકારો સાથે આત્માનો સંબંધ કેવા પ્રકારનો છે? ઉત્તર : શિલ્પીની જેમ આત્મા દ્રવ્યકર્મનો નિમિત્ત-નૈમિત્તિક ભાવે
કર્તા છે, ભાવકર્મનો પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. નોકર્મ અર્થાત્ શરીર સાથે આત્માનો પીરનીરવત, અગ્નિલોહવત
એકોત્રાવગાહ સંબંધ છે. પ્રશ્ન : એ ત્રણ કર્મની સંકલના શી છે? ઉત્તર : નોકર્મ એ દ્રવ્યકર્મ અને ભાવકર્મનું વાહન છે, અર્થાત્ એમાં
સ્થિતિ કરતો આત્મા રાગ-દ્વેષ-મોહરૂપ ભાવકર્મ કરે, તો તેના નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુન: નોકર્મ-શરીર
ધારણ, એમ પરિપાટી ચાલ્યા કરે છે. પ્રશ્ન : એ કર્મબંધની સાંકળ કેમ તૂટે? ઉત્તર : જીવ ભાવકર્મ-રાગદ્વેષમોહરૂપ વિભાવ ન કરે, તો દ્રવ્યકર્મ ન
બંધાય, એટલે અનુક્રમે નોકર્મ-શરીર ધારણ કરવું ન પડે અને બંધસંકલના તૂટે. કર્મના અન્નદાતા રાજા મોહને મારે એટલે
બધાં કર્મ આપોઆપ મરે. પ્રશ્ન : મોહને મારવાનો ઉપાય શો? ઉત્તર : દર્શનમોહને હણવાનો અચૂક ઉપાય સમ્યગુ બોધ અને ચારિત્ર
મોહને હણવાનો અચૂક ઉપાય વીતરાગતા. આમ સમ્યગુદર્શન
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રશાવબોધ મોક્ષમાળા
જ્ઞાન-ચારિત્રરૂપ જિનના મૂળમાર્ગથી મોહકર્મનો નાશ કરી આત્મધર્મના પ્રકાશ વડે જીવ મોક્ષરૂપ નિજ સાધ્યની સિદ્ધિ
પ્રશન : સાધ્ય સાધન ને સિદ્ધિ તે શું? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપ તે સાધ્ય, સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર તે
સાધન અને શુદ્ધ આત્મસિદ્ધિ તે સિદ્ધિ. સાધ્યને લક્ષ્યમાં
રાખી, સાધન સેવે તો સિદ્ધિ પામે. પ્રશ્ન : સાધ્યઆદિ ન ચૂકાય તે માટે શું કરવું જોઈએ? ઉત્તર : યોગાવંચક, કિયાવંચક અને ફલાવંચકની પ્રાપ્તિ કરવી
જોઈએ. લક્ષ્ય નિશાનને તાકી બાણ છોડે તો નિશાન વિંધાય, તેની જેમ, લક્ષ્યને ચૂકે નહિ-વંચક થાય નહિ એવા
યોગ-કિયા-ફલ સાધવા જોઇએ. પ્રશન : એ ત્રણ અવંચકનું સ્વરૂપ શું? ઉત્તર : આત્મસ્વરૂપ સત્ સાધ્યના લક્ષ્યનો યોગ ન ચૂકવો તે
યોગાવંચક; તે સાધ્યને અનુલક્ષીને સત્ સાધન સેવવાં તે કિયાવંચક; અને તે સસાધનથી જે આત્મસ્વરૂપની સિદ્ધિરૂપ ફળપ્રાપ્તિ થવી તે ફલાવંચક. અથવા સ્વરૂપને ઓળખવું તે યોગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્રિયાવંચક,
સ્વરૂપને પામવું તે ફલાવંચક. પ્રશ્ન : આ ત્રણ અવંચકની પ્રાપ્તિ કેમ થાય? ઉત્તર : સાચા સદ્ગુરુના યોગે દ્રવ્ય યોગાવંચક આદિની પ્રાપ્તિથી.
અર્થાત્ સત્પુરુષનું સપુરુષસ્વરૂપે ઓળખાણ તે યોગાવંચક, તેવી ઓળખાણ થયે તે સસ્પેરુષ પ્રત્યે વંદનાદિ ક્રિયા તે ક્રિયાવંચક, અને તે વંદનાદિનું એક મોક્ષપ્રત્યયી સાનુબંધ ફળ મળે તે ફલાવંચક. મૂર્તિમાનું આત્મસ્વરૂપ સદ્ગુરુના યોગે પ્રાપ્ત થતા આ ત્રણે દ્રવ્ય અવંચક જીવને આત્મસ્વરૂપનો અદ્ભુત લક્ષ કરાવી ઉપરોક્ત ભાવ અવંચકની પ્રાપ્તિમાં પરમ ઉપકારી કારણ થઈ પડે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
હિતાથી પ્રશ્નો-ભાગ ૩
૨૮૩
પ્રશ્ન : આવો અદ્ભુત માર્ગ જેથી પ્રાપ્ત થાય તે સદ્ગુરુ કેવા હોય? ઉત્તર : આત્મજ્ઞાની ગીતાર્થ એવા વીતરાગ સત્પુરુષ તે સદગુરુ, પ્રશ્ન : ગીતાર્થ એટલે શું? ઉત્તર : ગીતાર્થ એટલે જેણે શાસ્ત્રનો-સૂત્રનો અર્થ-પરમાર્થ ગીત કર્યો
છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય એકતાર આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે ગીતા. આવા સાક્ષાત્ દષ્ટા યોગી પુરુષ જ જીવને દિવ્ય યોગદષ્ટિ
અપ દિવ્ય જિનમાર્ગનું સમ્યગુદર્શન કરાવે છે. પ્રશ્ન : દરિાગ અને સમ્યગુદર્શનમાં શો ફેર? ઉત્તર : દષ્ટિરાગથી થતું દર્શન રાગભાવથી રંગાયેલું હોય છે ને
સમ્યગદર્શન તેવા રંગ વિનાનું સ્વચ્છ હોય છે. દષ્ટિરાગમાં મતનું માન્યપણું ને સમ્યગુદર્શનમાં સનું માન્યપણું છે. દષ્ટિરાગી મારું તે સાચું માને છે ને સમદષ્ટિ સાચું તે મારૂં માને છે. એટલે જ ઓઘદષ્ટિવાળા અંધશ્રદ્ધાળુ દષ્ટિરાગી પોતાના કુલધર્મના ગમે તેવા ગુરુને પણ સદ્ગુરુ માની બેસે છે; પણ યોગદષ્ટિવાળા સત્યશ્રદ્ધાળુ સમદષ્ટિ તો કથારૂપ
ગુણલક્ષણસંપન્ન સદ્દગુરુને જ સદ્ગુરુ માને છે. પ્રશન : યોગદષ્ટિ અને ઓઘદષ્ટિમાં શો ફેર? ઉત્તર : યોગદષ્ટિ તે સમદષ્ટિ મુમુક્ષુનીદષ્ટિ, અને ઘષ્ટિ તે
મિથ્યાદષ્ટિ ભવાભિમંદીની દૃષ્ટિ. ઓઘદષ્ટિ લૌકિક, ગાડરીઆ પ્રવાહ જેવી, અંધ શ્રધ્ધાવાળી હોય. યોગદષ્ટિ અલૌકિક તત્ત્વમાર્ગાનુસારિણી, અને શ્રદ્ધાવાળી હોય; ઓઘદૃષ્ટિ જનો દર્શનભેદ બાબત પરસ્પર વિવાદ કરે, પણ
યોગદષ્ટિ જનો વિવાદ ન કરે. (દોહરા) ભાવકમ છૂટે તો ત્રુટે, બંધ સંકલના આપ;
મોહને મારે તો મરે, કર્મો આપોઆપ. ગીતાર્થ સદ્ગુરુ યોગથી, સ્વરૂપ અવંચક યોગ; કિયા ફલ અવંચક વળી, યોગદષ્ટિ સંયોગ.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પશાવબોધ મોટાગાળા
शिक्षापाठ १०४ : हितार्थी प्रश्नो} भाग ४ પ્રશ્ન : યોગદષ્ટિ જનોમાં દર્શનવિવાદ કેમ ન હોય? ઉત્તર : સમદષ્ટિ એવા યોગદષ્ટિ જોગીજનો પડદર્શનને શુદ્ધ
આત્મદર્શનના અથવા જિનદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેઓ સમન્વય કરી, છએ દર્શનને આત્મબન્ધરૂપ જાણી સમદૃષ્ટિથી આરાધે છે. “પદર્શન જિન અંગ ભણીજે.
(શ્રી આનંદઘનજી) પ્રશ્ન : તેવો દર્શનસમન્વય તેઓ શી રીતે સાધે છે,? . ઉત્તર : તે સમદષ્ટિ જનો યથાયોગ્ય ન વિભાગ કરી જાણે છે.
એટલે તે મહાજનો સ્યાદ્વાદશ હોઈ, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કથંચિત-કોઈ અપેક્ષાએ સાચા છે, એમ “સાત પદનો ન્યાસ કરીને તે સમાધાન-સમન્વય કરે છે. એટલે જ “જિનવરમાં દર્શન સઘળા છે, દર્શન જિનવર ભુજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર
ભજના રે.” (શ્રી આનંદઘનજી) પ્રશ્ન : સ્યાદ્વાદને કોઈ સંશયવાદ કહે છે તેનું કેમ? ઉત્તર : એમ કહે છે તેને મહાન અનેકાન્ત સિદ્ધાન્તના સ્વરૂપનું ભાન
જ નથી. કારણકે ભિન્ન ભિન્ન નયઅપેક્ષાઓનો અનેકાન્ત સ્વીકાર કરે છે, છતાં અમુક કોઈ એક નયની અપેક્ષાએ તો તે
આ આમ જ છે એવો નિ:સંશય નિશ્ચય કરાવે જ છે. પ્રશ્ન : એકાંતવાદ અને અનેકાંતવાદમાં શો ફેર? ઉત્તર : એકાંતવાદ આ વસ્તુ એકાંત આમ જ છે એમ નિરપેક્ષ કથન
કરી આગ્રહ કરે છે; અનેકાંતવાદ આ વસ્તુ આ અમુક અપેક્ષાએ આમ છે એમ સાપેક્ષ નિરાગ્રહ કથન કરે છે. એટલે એકાંતવાદી ભલે આગ્રહી હોય, પણ સર્વસમન્વયકારી અનેકાંતવાદી તો સર્વથા સર્વત્ર નિરાગ્રહીજ હોય.
Page #306
--------------------------------------------------------------------------
________________
હિતાથી પ્રશ્નો-ભાગ ૪
૨૮૫
પ્રશ્ન : જે વિશાલ અનેકાન્તદષ્ટિએ સર્વ દર્શનની એકતા છે, તો તે
તે દર્શનોની દેશનાપદ્ધતિમાં કેમ ભેદ પડે છે? ઉત્તર : તેવા તેવા પ્રકારના શિષ્યવિશેષને ગુણ-ઉપકાર થાય, કલ્યાણ
થાય એમ તેને ઠેકાણે આણવા, આત્મસ્થાને લાવવા, એકાંત હિતeતએ તેઓએ “સમજાવ્યાની શૈલી કરી છે, તેથી તેઓની દેશના જૂદી પડી છે. બાકી તો‘જે ગાયો તે સઘળે એક, સકલ દર્શને એ જ વિવેક;
સમજાવ્યાની શૈલી કરી, આાવાદ સમજણ પણ ખરી.” પ્રશ્ન : સર્વ દર્શનની એક્તા કેવી રીતે છે? ઉત્તર : એક જ આત્મતત્ત્વતા મૂળમાં એ સર્વ દર્શનો વ્યાપ્ત છે. માત્ર
દષ્ટિનો જ ભેદ છે. એટલે એક શુદ્ધ આત્મધર્મનો જોગ એ જ એક માત્ર જેનું પ્રયોજન છે, એવા સર્વદર્શનસંમત
યોગમાર્ગમાં સર્વદર્શનની એકતા છે. પ્રશ્ન : આ યોગમાર્ગમાં સર્વમાન્ય મુખ્ય સાધન કયા છે? ઉત્તર : ભક્તિયોગ, કર્મયોગ, અને જ્ઞાનયોગ. પ્રશ્ન : ભક્તિયોગ એટલે શું? ઉત્તર : સદેવ, સદ્ગુરુ, અને સદ્યુતની શુદ્ધ ભક્તિ કરવી તે
ભક્તિયોગ. આ ભક્તિયોગ સર્વ યોગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. પ્રશ્ન : શુદ્ધ ભક્તિ એટલે શું? ઉત્તર : આ લોક-પરલોક સંબંધી કંઈ પણ કામના રહિતપણે તાત્વિક
સમજણપૂર્વક પર તત્વની ભક્તિ કરવી તે શુદ્ધ ભક્તિ. આ શુદ્ધ ભક્તિ એ જ યોગબીજ છે, જે મોક્ષનું અવંધ્ય અચૂક
કારણ થઈ પડે છે. પ્રશ્ન : કર્મયોગ એટલે શું? ઉત્તર : પરંતત્ત્વની ભક્તિપૂર્વક તાત્ત્વિક સમજણથી મોક્ષસાધક
ધર્મક્રિયા અર્થાત્ નિજ સ્વરૂપની સાધક આત્મપરિણતિમય
અધ્યાત્મકિયા તે કર્મયોગ. પ્રશન : જ્ઞાનયોગ એટલે શું? . ઉત્તર : પરંતત્વને પરમ નિધાન જેમ ભક્તિથી હૃદયમાં ધારણ કરી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
અધ્યાત્મક્રિયાયુક્તપણે
તથારૂપ ઉપાસના તે જ્ઞાનયોગ.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જ્ઞાનની–અનુભવયોગની
પ્રશ્ન : આ ત્રણ યોગનો સંબંધ શો? ભેદ શો?
ઉત્તર : આ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ નથી કે વિભિન્ન નથી, પણ એક જ યોગના ત્રણ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હોઈ એક બીજાના કેવા પૂરક અને સમર્થક છે તે તેની ઉપરોક્ત વ્યાખ્યા પરથી સમજી શકાય છે.
(દોહરા) આત્મદર્શનના અંગ સૌ, દર્શનને દેખંત; અનેકાંત સમ્યગ્દષ્ટ ના, દર્શનવાદ વદંત આત્મધર્મ યુંજન કરે, યોગમાર્ગ તે એક; ભક્તિ કર્મ ને જ્ઞાનની, યોગ એકતા છે.
शिक्षापाठ १०५ : हितार्थी प्रश्नो } भाग ५
પ્રશ્ન : આ મોક્ષમાર્ગરૂપ યોગમાર્ગના અધિકારી કોણ ? ઉત્તર : સાચા મુમુક્ષુ આત્માર્થી જોગીજન એ જ તેના અધિકારી, ભવાભિનંદી જીવો અધિકારી નહિ.
પ્રશ્ન : ભવાભિનંદીનું લક્ષણ શું?
...ઉત્તર : સંસાર ભલો છે, રૂડો છે, એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા વિષયાસક્ત જીવો તે ભવાભિનંદી. ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞ એવો ભવાભિનંદી જીવ નિષ્ફલારંભી હોય; અને તે માનાર્થનો-લોકેષણાનો ભૂખ્યો હોઈ ‘લોકપંક્તિ ”માં બેસનારો હોય, અર્થાત્ તે ધર્મક્રિયા પણ લોકારાધન હેતુએ, લોકને રીઝવવા ખાતર મિલન અંતરાત્માથી કરે.
પ્રશ્ન: ભવાભિનંદીને અનધિકારી કહેવાનું કારણ શું
ઉત્તર : ભવાભિનંદી યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તો પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીતપણે પરિણમે. કારણકે તેની
Page #308
--------------------------------------------------------------------------
________________
હિતાર્થી પ્રશ્નો-ભાગ ૫
૨૮૭
મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે. અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વ છે, એટલે તેને યોગ પણ અયોગ થઈ પડે છે. આમ ભવાભિનંદીની યોગક્રિયા પણ નિષ્ફળ હોય છે ને બોધ પણ વાસિત બોધ આધારરૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોઈ અબોધરૂપ હોય છે, એટલે જ તેના બધા મંડાણ નિષ્ફળ
હોવાથી તે નિષ્ફળારંભી એવો અનધિકારી છે. પ્રશ્ન : અધિકારી મુમુક્ષુ આત્માથનું લક્ષણ શું? ઉત્તર : ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ
સાચા મુમુક્ષુ. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળો ઉપજ્યો હોય, અને સર્વ પ્રાણી પ્રત્યે જેને અનુકંપા વર્તતી હોય, એવો આત્માર્થી જીવ જ આ યોગમાર્ગ પામવાને યોગ્ય છે. આવી જોગદશા જ્યાં લગી જીવ પામે નહિ, ત્યાંલગી તે મોક્ષમાર્ગને પામે નહિ ને તેનો અંત રોગ પણ મટે
નહિ. પ્રશ્ન : એક જ ધર્મક્રિયા કરવા છતાં ભવાભિનંદી ને મુમુક્ષને ફળમાં ભેદ કેમ પડે છે? - ઉત્તર : ભવાભિનંદીની ક્રિયા વિક્રિયારૂપ કે અક્રિયારૂપ હોઈ
આત્માને વિષઅનુષ્ઠાન, ગરઅનુષ્ઠાન કે અનનુષ્ઠાનરૂપ થઈ પડે છે, અને મુમુક્ષુની ક્રિયા સક્રિયારૂપ હોઈ આત્માને
તતુ કે અમૃતઅનુષ્ઠાનરૂપ થઈ પડે છે. પ્રશ્ન : તે કેવી રીતે તે સમજાવો. ઉત્તર : માનાર્થી ભવાભિનંદી આ લોક સંબંધી ધન-કીર્તિ પૂજાસત્કાર
આદિ ફલકામનાથી કે પરલોક સંબંધી ફલકામનાથી ક્રિયા કરે છે, એટલે તે આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે. અને આત્માર્થી મુમુક્ષુ આ લોક-પરલોક સંબંધી કામના રહિતપણે શુદ્ધ આત્માર્થે જ કિયા કરે છે, એટલે તે આત્માને અમૃતપણે પરિણમી અમૃતઅનુષ્ઠાન થઈ પડે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રશાવબોધ મોક્ષમાળા
આમ ભવાભિનંદીની સર્વ ક્રિયા પણ અયોગરૂપ છે; મુમુક્ષુની
સર્વ યોગક્રિયા યોગરૂપ છે. પ્રશ્ન : યોગ એટલે શું? યોગની મુખ્ય વ્યાખ્યા શું? ઉત્તર : મોક્ષની સાથે અર્થાત્ શુદ્ધ આત્મસ્વભાવની સાથે યોજે,
મુંજન કરે તે યોગ. “મોક્ષે યોગનાન્ યોઃ ”
(શ્રીહરિભદ્રસૂરિ) પ્રશ્ન : યોગની બીજી વ્યાખ્યા શું? ઉત્તર : સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ. અથવા ચિત્તવૃત્તિનિરોધ તે
યોગ. અથવા સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે યોગ અથવા મન:સ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ. આ ચારે વ્યાખ્યાનુસાર યોગ એક બીજાના પૂરક ને સમર્થક છે, અને
મૂળ મુખ્ય વ્યાખ્યાનુસાર યોગનો સાધક છે. પ્રશન : આ મોક્ષસાધક યોગનું ઉદાહરણ દર્શાવો. ઉત્તર : અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ
ઊત્તરોત્તર શ્રેષ્ઠ પાંચ તબક્કાવાળો યોગ યોગબિન્દુમાં કહ્યો છે,
તે યોગનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન : આ અધ્યાત્માદિ યોગનું સ્વરૂપ શું? ઉત્તર : “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ કહિયે રે,”
અથવા “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે' ત્યાં ત્યાં તે તે આચરનારા આત્માર્થી પુરુષનું મૈત્રી આદિ ચાર ભાવનાથી સાર એવું શાસ્ત્રવચન થકી તત્ત્વચિંતન તે અધ્યાત્મ. આ અનુભવસિદ્ધ અમૃતસમાં અધ્યાત્મનું જ પુન: પુન: ભાવન તે ભાવના. શુભ એક આલંબનવાનું તથા સૂક્ષ્મ ઉપયોગથી યુક્ત એવું સ્થિર પ્રદીપ સમું ચિત્ત તે ધ્યાન. “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી' ઈષ્ટ-અનિષ્ટ પ્રત્યે સર્વત્ર સમભાવ તે સમતા. અન્યસંયોગજન્ય વૃત્તિઓનો ફરી ઉદ્ભવ ન થાય એવા અપુનર્ભવથી તેવા તેવા પ્રકારે નિરોધ તે વૃત્તિસંક્ષય.
Page #310
--------------------------------------------------------------------------
________________
હિતાર્થી પ્રો-ભાગ ૬
૨૮૯
પ્રશ્ન : આ વૃત્તિ કઈ? ને તેના સંક્ષયનું ફળ શું? ઉત્તર : વૃત્તિ બે પ્રકારની છે : (૧) મનોદ્રવ્ય સંયોગજન્ય
વિકલ્પરૂપ. (૨) શરીરસંયોગજન્ય પરિસ્પન્દરૂપ. વિકલ્પરૂપ વૃત્તિ કેવલજ્ઞાન લાભકાળે સંક્ષય પામે છે, ને પરિસ્પન્દરૂપ વૃત્તિ અયોગિ કેવલિકાળે સંક્ષય પામે છે. સર્વોત્કૃષ્ટ એવા આ વૃત્તિસંક્ષય યોગનું ફળ કેવજ્ઞાન, શૈલેશી અવસ્થા અને
મોક્ષપ્રાપ્તિ છે. (દોહરા) યોગમાર્ગના પાત્ર છે, મુમુક્ષુ જોગીજન;
ભવાભિનંદી અપાત્ર છે, નિષ્ફળારંભી અધન્ન. મોક્ષ શું યોજે યોગ તે, શુદ્ધ ધર્મવ્યાપાર; અધ્યાત્મ ભાવના આદિ એ, યોગ પંચવિધ સાર.
शिक्षापाठ १०६ : हितार्थी प्रश्नो} भाग ६ પ્રશ્ન : આમ આત્મદશાના વિકાસરૂપ અધ્યાત્માદિ પંચવિધ યોગ
કહ્યો, તેવી બીજી કોઈ સુંદર યોજના છે ખરી? ઉત્તર : હા, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણ
તબક્કાવાળો યોગ પણ તેવી જ સુંદર રસપ્રદ યોજના છે. પ્રશ્ન : ઇચ્છાયોગનું સ્વરૂપ શું? ઉત્તર : ધર્મ કરવાની ઇચ્છાવાળા, શ્રુતજ્ઞાની એવા જ્ઞાનીનો પણ
પ્રમાદને લીધે જે વિકલ-અસંપૂર્ણ ધર્મયોગ તે ઇચ્છાયોગ. પ્રશ્ન : તે ઈચ્છા કેવી અને કઈ? ઉત્તર : સાચેસાચી, નિર્દભ, નિષ્કપટ, નિર્વાજ, અંતરંગ ઇચ્છા,
રુચિ, પ્રીતિ, ભક્તિભાવ, પ્રશસ્ત રાગ, સાચો રંગ તે ઇચ્છા. અને તે પણ “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની
મોક્ષની ઇચ્છા સિવાય બીજી કોઈ પણ ઇચ્છા નહિ. પ્રશ્ન : ઇચ્છાયોગીના લક્ષણમાં શ્રુતજ્ઞાની વિશેષણ મૂક્યા છતાં
જ્ઞાની' વિશેષણ કેમ મૂક્યું? ઉત્તર : શ્રુતજ્ઞાન-આગમજ્ઞાન હોય છતાં કદાચ તે અજ્ઞાનીપણ હોય,
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા એટલા માટે ઇચ્છાયોગી જ્ઞાની' અર્થાત્ સમ્યગુદષ્ટિ
આત્મજ્ઞાની હોવો જોઈએ એવું ખાસ વિશેષણ મૂક્યું. પ્રશ્ન : શ્રુતજ્ઞાન છતાં અજ્ઞાની હોય કેમ બને? ઉત્તર : ગમે તેટલું શ્રુત ભણ્યો હોય, અરે! નવ પૂર્વ જેટલું શ્રત પણ
ભણ્યો હોય, પણ જો આત્મારૂપ મૂળ વસ્તુનું જ્ઞાન ન હોય,
તો તે સર્વ શ્રુતજ્ઞાન પણ અજ્ઞાન છે. પ્રશ્ન : ઇચ્છાયોગીને પ્રમાદજન્ય વિક્લતા કેમ હોય? ઉત્તર : ઇચ્છાયોગી સમદષ્ટિ આત્મજ્ઞને દર્શનમોહ તો દૂર થયો છે,
પણ ચારિત્રમોહની હજુ સંભાવના છે, એટલે હજુ તેને કવચિતું
પ્રમાદને લીધે તેવી સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હોતી નથી. પ્રશ્ન : ઈચ્છાયોગના પાત્ર અધિકારી કોણ? ઉત્તર : પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા પ્રમાણે (૧) અવિરતિ
સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમદષ્ટિ (ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સમ્યગદષ્ટિ (ભાવસાધુ)- આ ત્રણ અત્રે નિશ્ચયથી મુખ્ય અધિકારી છે. વ્યવહારથી ધર્મ કરવાની સાચી નિર્દભ ઇચ્છાવાળો એવો અપુનબંધકાદિ દશાવાળો કોઈ
પણ સાચો મુમુક્ષુ આત્માર્થી અધિકારી છે. પ્રશ્ન : શાસ્ત્રયોગનું સ્વરૂપ શું? ઉત્તર : યથાશકિત અપ્રમાદી એવા શ્રાદ્ધ-શ્રદ્ધાનંત તીવ્રશાસ્ત્ર
બોધવાળા પુરુષનો જે યથાસૂત્ર આદર્શ આચરણરૂપ અવિકલ
યોગ તે શાસ્ત્રયોગ. પ્રશ્ન : તીવ્ર શાસ્ત્રબોધવાળો એટલે શું? ઉત્તર : શાસ્ત્રનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યભૂત ગૂઢ નિપુણ જ્ઞાન જેને છે,
દ્વાદશાંગીના સારભૂત શુદ્ધ આત્મતત્વ જેણે જાણ્યું છે
એવો ગીતાર્થ. પ્રશ્ન : શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એટલે શું? ઉત્તર : સુવર્ણની જેમ શાસ્ત્રની કષ-છેદ-તાપ પરીક્ષા વડે તત્ત્વની
ચકાસણીથી જેને સમ્યફપ્રતીતિરૂપ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા
Page #312
--------------------------------------------------------------------------
_