________________
દાન
કીર્તિદાન–કીર્તિલોભની ખાતર દાન કરવું તે કીર્તિદાન. આ દાન કેવળ કનિષ્ઠ પ્રકારનું છે; તુચ્છ ફળ ખાતર મહતફળ હારી જવા જેવું, “સાંઠાની ખાતર જારને હણી નાંખવા જેવું” છે. માટે કીર્તિ અર્થે નહિ, પણ પરમાર્થે જ દાન કર્તવ્ય છે.–આમ દાનના આ પાંચ પ્રકાર છે. તેમાં અભયદાન, સુપાત્રદાન ઉત્તમ છે; અનુકંપાદાન મધ્યમ છે; અને ઉચિતદાન, કીર્તિદાન કનિષ્ઠ છે. પ્રથમ બે પ્રકારથી પરમ નિર્જરા ને મહાન પુણ્યરાશિ, મધ્યમથી પુણ્યરાશિ તેમજ નિર્જરા; અને કનિષ્ઠથી અલ્પ પુણ્ય થાય, પણ નિર્જરા નહિ.
આમ દાનનું સ્વરૂપ વિચારી આ દાન વિધિથી આપવું જોઈએ. વિધિથી એટલે ન્યાયોપાર્જિત, ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનનો જ આવા સત્કાર્યમાં સદુપયોગ થવો જોઈએ. લોકોને લૂંટીને, ચૂંસીને, અપ્રમાણિકતાથી અનીતિથી કમાયેલા ધનને આવા દાન જેવા સત્કાર્યમાં સ્થાન જ નથી. કોઈ એમ જાણતો હોય કે હું અનેક છળપ્રપંચ કરી હમણાં તો પૈસો ભેગો કરું અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તો તે મૂર્ખના સ્વર્ગમાં જ (Fool's paradise) વસે છે! “વાધરી ખાતર ભેંસ મારવા” જેવું કરે છે! મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે,-એમ જાણીને કે મારું કલ્યાણ થશે. આમ સમજી હજારો રૂપઆ ખર્ચી નાંખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે ને સામટા હજારો રૂપીઆ ખર્ચી નાંખે છે! જુઓ જીવનું કેટલું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે!” માટે ન્યાયોપાર્જિત ધન એ જ અત્ર વિધિ છે. તેમજ
આ દાનકાર્યમાં ઉચિતપણું જાળવવાની પણ બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે બરાબર જોઈ વિચારીને જેમ ઘટે તેમ દાન કરવા યોગ્ય છે. દાન આપવું તે પણ લે! રાંકા લેતો જા! એવા તુચ્છભાવથી અથવા “ઉપર હાથ રાખવા” ના ભાવથી આપવું તે ઉચિત નહિ, પણ અનુચિત છે. યથાયોગ્ય પાત્રને યોગ્ય કાળે યોગ્ય દાન યોગ્ય રીતે આદરથી આપવું, તે પાત્રને પોતાનું દીન-લાચારપણું કે ઓશીયાળાપણું ન લાગે, એમ જમણો હાથ આપે ને ડાબો હાથ ન