________________
૭૮
vશાવબોધ મોક્ષમાળા
વ્યવહારધર્મનું પ્રથમ અંગ છે, તેનું ઉત્તમ ઉદાહરણ ભગવાને પોતે પણ પ્રવજ્યા પૂર્વે સંવત્સર દાન દઈ પૂરું પાડ્યું છે. આ દાનના અભયદાનાદિ. પાંચ મુખ્ય ભેદ છે. .
પહેલું અભયદાન–આ દાનનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે. દ્રવ્ય અને ભાવ એમ તેના બે ભેદ છે. કોઈપણ જીવને મરણભયથી બચાવી અભય આપવું એ દ્રવ્ય અભયદાન. નિષ્કારણ કરૂણાથી જીવને સન્માર્ગ બોધી અનંત જન્મમરણથી બચાવવો એ ભાવ અભયદાન,–તે પરમોત્કૃષ્ટ અભર્યદાન છે. અભયદાનથી પરમ નિર્જરા અને અનંત પુણ્યની રાશિ વધે છે. બીજું સુપાત્ર દાનપાત્રના ત્રણ ભેદ પડે છે : અપાત્ર કુપાત્ર અને સુપાત્ર. સુપાત્રદાનમાં યોગ્યાયોગ્યનો વિચાર અવશ્ય કર્તવ્ય છે. સુપાત્ર કોણ? આત્મધ્યાનમાં નિમગ્ન ને દેહમાં પણ નિર્મમ, એવા એકાંત આત્માથને જ સાધનારા સાચા સાધુપુરુષ એ જ સુપાત્ર. “આ સુપાત્રપણું ગુણને લઈને છે, વેષને લઈને નથી.” એવા સાચા સાધુગુણસંપન્ન સુપાત્ર મળવા સર્વ કાળમાં દુર્લભ છે. એવા સુપાત્ર પુરુષને યથાશક્તિ વિધિપૂર્વક યોગ્ય દાન દેવું તે સુપાત્રદાન, આત્મામાં તેવા પ્રકારની યોગ્યતાનું રોપણ કરી ‘યોગબીજરૂપ થઈ પડે છે. આ સુપાત્રદાનના પ્રભાવે ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે, એમ તેનો અત્યંત મહિમા વર્ણવનારા પુષ્કળ દષ્ટાંતો શાસ્ત્રમાં કહ્યા છે. ઉત્તમ પાત્ર ભગવાન ઋષભદેવજી અને ઉત્તમ દાતા શ્રેયાંસકુમારનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
ત્રીજું અનુકંપાદાન-પરદુ:ખે અનુકંપવું તે અનુકંપા. એમાં યોગ્યાયોગ્યનો વિચાર કરવા યોગ્ય નથી, પણ દુ:ખી એવા ગમે તેવા દુષ્ટ પાપી જીવ પ્રત્યે પણ અનુકંપા જ કર્તવ્ય છે. અત્રે નાગને બચાવનારા શ્રી પાર્થપ્રભુજીનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. અનુકંપાદાનથી પુણ્યરાશિ વધે છે. ચોથું ઉચિતદાન-લોકવ્યવહારમાં ઉચિત પ્રસંગે યોગ્ય દાન આપવું તે ઉચિતદાન. અને તે પણ વિવેકપૂર્વક પ્રસન્નચિત્તે ને યથાશક્તિ જ દેવા યોગ્ય છે, ફૂલણજી થઈ ગજા ઉપરવટ દેવા યોગ્ય નથી. આ ઉચિત દાનથી કાંઈ પરભવનો લાભ થતો નથી. પાંચમું