________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
..
જાણે એવી રીતે વિધિથી આપવું તે ઉચિતપણું છે. માટે “હાથે તે સાથે” એમ વિચારી મુમુક્ષુએ નિષ્કામપણે અનિદાનબુદ્ધિથી જ દાન દેવા યોગ્ય છે. આ અંગે એક સુંદર ઉત્પ્રેક્ષા સ્મરણમાં રાખવા યોગ્ય છે કે ઉદાર દાનેશ્વરીઓના ભવનમાં રમી રમી અને તેમના હાથે જનોમાં ભમી ભમીને થાકી ગયેલી લક્ષ્મી કૃપણોના ઘરમાં જઈ ઉંધી જાય છે!
८०
(દોહરા) અભયદાન ઘો સર્વને, દીએ સુપાત્રે દાન; અનુકંપાવત્ સંત છે, સ્વને સ્વરૂપનું દાન.
शिक्षापाठ ३२ : नियमितपणुं
પરિગ્રહને નિયમમાં આણી, તેની મૂર્છા ટાળવા મુમુક્ષુ પુરુષ દાનાદિ નિયમ સેવે છે, તેનો અંતિમ ઉદ્દેશ સ્વરૂપમાં નિયતપણારૂપ આત્માનું નિયમિતપણું પામવાનો છે. અને એ પ્રયોજનની સિદ્ધિ અર્થે નિયમિતપણું એ એક ઉત્તમ આવશ્યક સદ્ગુણ છે. ‘નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે ને આનંદના કારણરૂપ થઈ પડે છે.’ જ્ઞાનીના આ વચનો અત્યંત સાચા છે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અવતારવા યોગ્ય છે.
કુદરતનું આખું તંત્ર જોઈએ તો નિયમિતપણે ચાલે છે. સકલ વિશ્વને પ્રકાશનારો સૂર્ય પ્રતિદિન નિયત સમયે ઉદય પામી, નિયત સમયે અસ્ત પામે છે. નેત્રને આહ્લાદ આપનારો ચંદ્ર અનુક્રમે કૃષ્ણ-શુક્લ પક્ષમાં નિયમિતપણે હાનિ-વૃદ્ધિ પામ્યા કરે છે. સમસ્ત ગ્રહચક પોતાના નાયક સૂર્યમંડળની આસપાસ નિયમિત ગતિએ પ્રદક્ષિણા ફર્યા કરે છે. પોતાની નિયત મર્યાદાને કદી પણ નહિ ઉલ્લંઘનારો એવો સમુદ્ર પણ નિયમિતપણે ભરતી-ઓટના ક્રમને અનુસરે છે. ‘એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે.’ નિસર્ગમાં સર્વત્ર નિયમિતપણાનું એકછત્ર સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. વનસ્પતિવિજ્ઞાન કે પ્રાણીવિદ્યા લ્યો, રસાયનશાસ્ત્ર લ્યો કે