________________
પારમાર્થિક સત્ય
૨૫૭
થાત. આમ અહિંસાદિ વ્રતમાં અલ્પ પણ શિથિલપણાને અનુકૂળ છટકબારી રાખવામાં આવી હોત, તો મહા અનર્થપરંપરા નિપજી જીવનું ઘોર અધ:પતન થાત.
કારણકે અહિંસા-સત્ય આદિ એક અખંડ યોગચકરૂપ છે. તેના કોઈ પણ એક ચક્રમાં કંઈ સ્કૂલના થતાં, ઘડિયાળના ચક્રની જેમ, આખા યોગચક્રને તેની અસર પહોંચે છે. ઉપયોગ ચૂકવાથી અહિંસાનો ભંગ થતાં સત્યાદિનો ભંગ થાય છે ને સત્યાદિનો ભંગ થતાં અહિંસાનો ભંગ થાય છે. આમ સકલ યોગચકનો પરસ્પર ગાઢ સંબંધ છે. એટલે તેમાં કયાંય પણ અલ્પ શિથિલપણાથી પણ મહાદોષની સંભાવના છે, એમ સમજી મુમુક્ષુએ આત્માનો ઉપયોગ ચૂકવો નહિ એ જ તાત્પર્ય છે. (દોહરા) શિથિલપણા છીંડા થકી, પેસે મોટા દોષ;
અધ:પતન કરી આત્મનું, કરે ગુણનો દોષ
. शिक्षापाठ ९५ : पारमार्थिक सत्य
ઉપયોગ ચૂકવારૂપ અલ્પ પણ શિથિલપણાથી મહાદોષ જન્મ છે, એટલા માટે જ જ્ઞાનીઓ પરમ પારમાર્થિક સત્ય પોકારી ગયા છે કે ઉપયોગ રાખો! ઉપયોગ રાખો! અર્થાત્ હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું અને આ દેહાદિ મારા નથી,-એ પારમાર્થિક સત્યનો અખંડ નિશ્ચય હૃદયમાં ધારણ કરી, આ પારમાર્થિક સત્ય સિદ્ધ થાય એવો વચનાદિ સર્વ વ્યવહાર આચરો. " પારમાર્થિક સત્ય એટલે પરમાર્થથી-શુદ્ધ નિશ્ચયથી જેવા પ્રકારે વસ્તુનું શુદ્ધ તત્વસ્વરૂપ, પરમાર્થ સતુ નિશ્ચયસ્વરૂપ છે તે. ત્રણે કાળમાં જે ન ફરે એવો નિશ્ચળ સિદ્ધાંત તે તે નિશ્ચય. જેમ બે ને બે ચાર, તે ગમે તે દેશમાં ને ગમે તે કાળમાં ફરે નહિ; તેમ ચેતન ને જડ એ ત્રણે કાળમાં ભિન્ન વસ્તુ છે, ચેતન છે તે ચેતન છે ને જડ છે તે જડ છે, ચેતન પલટીને જડ થાય નહિ ને જડ પલટીને ચેતન થાય નહિ, એ