________________
૨૫૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પારમાર્થિક સત્વસ્વરૂપ નિશ્ચય ત્રણે કાળમાં ચળે નહિ. આત્મા શુદ્ધ એક જ્ઞાયક ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ નથી; દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ તે જ્ઞાયક ભાવમાં જે અંતર્ભાવ પામે છે. આત્મામાં પરભાવ-વિભાવની છાયા પડે તે “પરસમય નિવાસ” છે ને આત્મા સદા શુદ્ધ આત્માનુભવમાં વિલસે તે “સ્વસમય વિલાસ” છે. આમ સર્વ પરદ્રવ્યથી ભિન્ન એવો ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યન’ આત્મા જ માત્ર આદેય છે ને બાકી બીજું બધુંય હેય છે, એ જ દ્વાદશાંગીનો સારભૂત પરમાર્થસત્ય નિશ્ચય અથવા સમયનો સાર છે.
આ પરમાર્થસત્ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, એટલે કે સમયસારનું અર્થાત શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે સસાધન ઉપકારી થાય તે સત્ વ્યવહાર છે; અને જ્યાં શુદ્ધ આત્મસ્વભાવની આત્યંતિક સ્થિરતા વર્તે છે, એવું કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાંલગી આ વ્યવહાર આવશ્યક છે. અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિર્મલતા થાય, તે સર્વ સસાધનરૂપ સવ્યવહાર અવશ્ય સેવન કરવા યોગ્ય છે. કેટલાક લોકો ગચ્છકદાગ્રહ સાચવવામાં ને પોષવામાં જ વ્યવહારની પર્યાપ્તિ ને ધર્મની સમાપ્તિ માની બેઠા છે. “ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ!” (દેવચંદ્રજી) પણ આ ગચ્છમતની જે કલ્પના છે તે કાંઈ સવ્યવહાર નથી; શુદ્ધ આત્મસ્વભાવરૂપ પરમાર્થનો સાધક થાય તે જ સદ્વ્યવહાર છે. કારણકે વ્યવહાર નિશ્ચય સાપેક્ષ જોઈએ ને નિશ્ચય વ્યવહારસાપેક્ષ જોઈએ એમ જિનવચન છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” માટે પરમાર્થસત્યરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય નિરંતર લક્ષ્યમાં રાખી સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ “શુદ્ધ નય દીપિકા” પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમાર્થસાધક શુદ્ધ વ્યવહાર સેવવો, નિશ્ચય-વ્યવહારનો સમન્વય સાધવો, તે જ પરમાર્થ સત્ય મોક્ષમાર્ગ