________________
પારમાર્થિક સત્ય
અને તેવા પરમાર્થસત્ય મોક્ષમાર્ગનું નિર્દભ આરાધન કરતાં તથારૂપ સાચા આત્મભાવનું પ્રગટવું તે જ પરમાર્થસત્ ભાવ છે. કારણકે પરમાર્થસત્ એટલે નિરુપચરિતપણે પરમાર્થથી જે સત્-છતું (પ્રગટ હોવારૂપ) છે તે. આ પરમાર્થસમાં ઉપચારનો કે કલ્પનાનો અવકાશ નથી, પણ તથારૂપ સાચા ભાવનો જ અવકાશ છે. ‘મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાંઈ’ પરંતુ શ્રી આનંદધનજીએ ગાયું છે તેમ “અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.’’ એટલે જ પ્રાયે આવું અકલ્પિત વસ્તુગતે વસ્તુ અનુભવરૂપ ‘સત્ હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જૂદી જૂદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંત-શુષ્ક વગેરેથી), પણ તે તેવું નથી' કારણકે કલ્પનાથી માનવું અને તથારૂપ હોવું એમાં ઘણો તફાવત છે. કલ્પનારૂપ માન્યાનું ફળ નથી, તથારૂપ ભાવનું-દશાનું ફળ છે. માટે સર્વ કલ્પનાથી રહિત નિરુપચરિત એવા તથારૂપ આત્મભાવનો આવિર્ભાવઆત્મપરિણમન જ્યાં હોય, તે જ પરમાર્થસત્ ભાવ છે. જેમકેઆત્માનુભવરૂપ ખરેખરૂં સમ્યગ્દષ્ટિપણું, આત્મારામીપણારૂપ મુનિપણું આદિ જ્યાં પ્રગટ્યું છે, તે જ નિશ્ચયથી પરમાર્થસત્ એવા સમ્યગ્દષ્ટિ, મુનિ આદિ ભાવ છે.
૨૫૯
આ પરમાર્થસત્ય નિશ્ચય લક્ષ્યમાં રાખી, પરમાર્થથી-તત્ત્વથી જે વસ્તુ જેમ છે તેમજ કહેવી તે પરમાર્થસત્ય વચન છે. અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી પણ આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, અર્થાત્ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પોતાની નથી, પર વસ્તુ છે એવો નિશ્ચય ઉપયોગ હૃદયગત રાખી વ્યવહારમાં વચન બોલવું તે પરમાર્થસત્ય છે. ‘પરમાર્થસત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ આત્માનો થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી, બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, ગૃહઆદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કંઈ મારૂં નથી એ ઉપયોગ રહેવો જોઇએ. એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક ભાષા છે.’ આવા પરમાર્થ સત્યમય શુદ્ધ આત્મોપયોગની અખંડ ધારા