________________
૨૬૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
જેના જીવનમાં પ્રવહે છે, તે મુનિવેષ વિના પણ મુનિ છે, અને તેવા આત્મોપયોગનું જેને ભાન કે ઠામઠેકાણું નથી તે મુનિવેષ છતાં પણ અમુનિ છે. તાત્પર્ય કે એવી પરમાર્થસત્ય વાણી વદનારા જે નિરંતર આત્માના શુદ્ધ ઉપયોગમાં રમણ કરી રહ્યા છે તે જ સાચા સાધુ અથવા ભાવશ્રમણ છે.
અને આવા ભાવશ્રમણ તે જ પરમ પરમાર્થસત્ય વીતરાગ સદેવના સન્માર્ગે ગમન કરી રહેલા પરમ માનનીય પરમાર્થસત્ય સદ્ગુરુ છે. એવા મૂર્તિમાનૢ સત્યસ્વરૂપ ભાવયોગી સદ્ગુરુના યોગે જ પરમાર્થ દષ્ટિ ખૂલી જીવને પરમાર્થસત્ય શુદ્ધ આત્મધર્મનું ભાન થાય છે. એટલે તે વિભાવરૂપ અધર્મ છાંડી સ્વભાવરૂપ ધર્મ આદરે છે; અને દેહાદિથી ભિન્ન એવું પરમ પરમાર્થસત્ સહજાત્મસ્વરૂપ સમજી, વિચારમાં ઉચ્ચારમાં ને આચારમાં તેનો પરમાર્થસત્ય પ્રયોગ કરતો રહી, આત્મભાવનાની શ્રેણીએ ચઢે છે.
(દોહરા) પરમાર્થથી સત્ વસ્તુનું, જેહ જ સત્ય સ્વરૂપ; તે આચાર વિચાર ને, ઉચ્ચારે સપ.
शिक्षापाठ ९६ : आत्मभावना ‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.’
આત્મભાવનાનું ભાવન કરતાં જીવ કેવલજ્ઞાન પામે છે. હું દેહાદિથી ભિન્ન એવો કેવલ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છું, એવું નિરંતર ભાવન કરતાં અનંતા આત્માઓ મુક્ત ગતિને પામ્યા છે. “અમ્માનં માવેમાળે વિહરફ ।'' એ સૂત્રવચનો આની સાક્ષી પૂરે છે. આ દેહ તે હું એવી દેહમાં આત્મભાવના એ જ અન્ય દેહ ધારણ કરવાનું બીજ છે;