________________
૨૫૬
પ્રશાવબોધ મોક્ષમાળા
પૃથ્વીકાય આદિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની રક્ષાર્થે પુન: પુન: પ્રતિલેખનાનો ઉપદેશ કર્યો, તે એટલા માટે કે તે કરતાં કરતાં તેના અનુસ્મરણથી નિરંતર આત્મસ્વરૂપની પ્રતિલેખના-અનુપ્રેક્ષા રહ્યા કરે. આવી ષકાયની રક્ષાની આજ્ઞા છતાં અપવાદરૂપે નદી ઉતરવાની આજ્ઞા કરી, તે જીવનું ક્ષેત્રપ્રતિબંધરૂપ શિથિલપણું દૂર કરવા માટે. કારણકે જો તેમ ન ક્ય હોત, તો ગામમાં એક રાત્રી ને નગરમાં ત્રણ રાત્રીથી વધારે (ચાતુર્માસ સિવાય) મુનિએ નિવાસ કરવો નહિ, એવી આજ્ઞાનો ભંગ કરવાનું શિથિલાચારીને સહેજે કારણ મળી રહેત; અને આ ક્ષેત્ર મારૂં છે, આ તો મારા છે, આ ઉપાશ્રય મારો છે, એવો મમત્વ પ્રતિબંધ કરી તે થાણાથપી થઈ ને ત્યાંને ત્યાં જ પડ્યો રહેત, અને આમ અલ્પ શિથિલપણાથી તેને અનુક્રમે પાંચે વ્રતથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવત. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અસત્ય વચન ન વધવાનો ઉપદેશ કર્યો તે એટલા માટે કે અલ્પ પણ અસત્ય વદશે તો અનુક્રમે મોટું જૂઠાણું બોલતાં પણ તે અચકાશે નહિ ને તેના સર્વ, વ્રતનો ભંગ થશે. સળી માત્ર પણ અદત્ત લેવાનો મુનિને નિષેધ કર્યો તે એટલા માટે કે તે નાની વસ્તુની પણ ‘ચોરી' છે, અને ચોરીનો ગુન્હો શીખ્યો તેને મોટી ચોરી કરતાં વાર નહિ લાગે. ગૃહસ્થને ત્યાંથી આણેલી સોય ખોવાઈ જવાના કારણે મુનિ પાછી ન આપે તો તેને ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેનું કારણ એ છે કે તે ઉપયોગશૂન્ય રહ્યો, અને તેથી અનુક્રમે શિથિલપણું પામી તે મુનિપણું ખોઈ બેસત. બ્રહ્મચર્યની બાબતમાં લેશ પણ શિથિલપણું ન ચલાવી લેવાય એટલા માટે તેની નવવાડની મજબૂત રક્ષણવિધિ બતાવી છે. તે અંગે એટલે સુધી કહ્યું છે કે ‘હજારો દેવાંગનાથી પણ ન ચળી શકે તેવા મુનિએ પણ નાક-કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહિ. કારણકે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે.' અકિંચન એવા અપરિગ્રહ વ્રતમાં એક ફૂટી બદામ પણ રાખવાની મુનિને મનાઈ કરી છે. તેમ ન કર્યું હોત તો પાઈ પાઈ ભેગી કરીને પણ બૅન્કમાં પૈસા જમા કરાવત! અથવા પરિગ્રહધારી બની ઠાઠમાઠથી ફરત, કે મોટો મહંત બની મઠ ચલાવત! ને એમ કરતાં અનુક્રમે સર્વ અનર્થ પ્રાપ્ત