________________
પ્રશાવબોધ મોથમાળા शिक्षापाठ ३५ : नव तत्त्व- सामान्य संक्षेप
- સ્વA૫} મમ ૨. આ દિગ્ગદર્શન પરથી બંધમોક્ષની તાત્વિક વ્યવસ્થાનો અત્રે કંઈક વિચાર કરી, ઉક્ત નવ તત્વની અવિકલા સંકલના ને તેનો હેયોપાદેય વિવેક બતાવશું. આગલા શિક્ષાપાઠમાં કહ્યું તેમ બંધ બે પ્રકારે છે–આત્માના રાગાદિ પરિણામરૂપ ભાવકર્મ તે ભાવબંધ અને દ્રવ્યકર્મ તે દ્રવ્યબંધ. પરભાવમાં આત્મભ્રાંતિને લીધે ઉપજતી આસક્તિરૂપ ભાવકર્મ એ જ દ્રવ્યકર્મબંધનું મૂળ કારણ છે. કારણકે પરવસ્તુમાં મોહ પામવારૂપ દર્શનમોહ ઉપજ્યો, એટલે ચારિત્રમોહ ઉપજ્યો; અને તેના અવખંભને અન્ય સર્વ કર્મનો બંધ થવા લાગ્યો. દર્શનમોહ-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) સેનાનાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મસેનાએ આત્મા પર આક્રમણ કર્યું, અને પોતાના પુદ્ગલક્ષેત્રમાં અતિક્રમણ (Tresspass) કરવાના અપરાધ બદલ તેને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂર્યો!
અથવા પ્રકારાંતરે વિચારીએ તો જગતની મોહમાયાજાળમાં લપટાવનાર આ નામચીન મોહનીયના બે ભેદ છે. દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિરૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે જીવ પરભાવથી વિરામ પામતો નથી ને અવિરતિ રહે છે. (૩) તેથી તે સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ-અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવભાવને ભજે છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિઘારૂપ આત્મભ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુરૂપ આશ્રવદ્વાર– કર્મઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે કર્મની બેડીથી બંધાયેલો આત્મા ભવભ્રમણ દુ:ખ પામે છે.