________________
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ- ભાગ ૨
૮૯
આથી ઊલટું, (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મભ્રાંતિ છે, તે છોડી દઈ જીવ જો આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગુદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવથી વિરામ પામી ભાવવિરતિ થાય. (૩) એટલે તેનો આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદદોષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદ–અપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિ, રાગાદિ વિભાવથી રંગાય નહિ અને નિષ્કષાય–પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપાણે વર્તે, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય. આમ કમને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનકમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમોહને હણવાનો અચૂક ઉપાય બોધ છે ને ચારિત્રમોહને હણવાનો અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ-ચારિત્રમોહ એમ દ્વિવિધ મોહનીય કર્મની અને તેના ઉપભેદરૂપ મિથ્યાત્વાદિ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીઘ સમજાઈ જાય છે. કારણકે મોહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિષ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ, સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે.
આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કે દેહમાં આત્મભ્રાંતિરૂપ દર્શનમોહ એ જ આ ભવભ્રમણ-દુ:ખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મભ્રાંતિ ટળે તો. કારણકે ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ સંકલના થયા કરે છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle) ચાલ્યા કરી ભવચક ભમ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ કયારે તૂટે? આ દુષ્ટ ચક્રનો અંત કયારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકર્મ તૂટે તો આ સાંકળ તૂટે ને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ