________________
૯૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ધરવાની ના પાડે, પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ. તો ભાવકર્મ ન બંધાય એટલે તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મ પણ ન બંધાય અને આ કર્મબંધની સાંકળ તૂટે. આમ આ બંધસંકલના ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે; વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિ પરિણમવાની બ્રેઇક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્યચાવી (Masterkey) પુરુષના (આત્માના) ગજવામાં જ છે. તાત્પર્ય કે જીવ પરભાવ નિમિત્તે રાગ–ષ– મોહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તો મોક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડ્યો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાનાં છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. ‘જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.'.
આ બંધ-મોક્ષની વ્યવસ્થા પરથી નવતત્વની અવિકલ સંકલના અને તેનો હેયોપાદેય વિવેક પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ : રોગ, રોગહેતુ, ઔષધ અને આરોગ્ય. તેમાં અત્રે કર્મ તે રોગ છે, માટે હેય છે. આશ્રવ-બંધ તે કર્મરોગના હેતુ છે, માટે તે પણ હય છે. સંવર-નિર્જરા તે કર્મરોગને મટાડવાના અમોઘ ઔષધ છે, માટે આદેય છે. અને મોક્ષ તે કર્મરોગનું મટી જવું અર્થાત્ આત્માનું આરોગ્ય છે, માટે પરમ આદેય છે. આવા પ્રકારે જીવના આ કર્મરોગની અમોઘ ચિકિત્સા ભાવવ્યાધિના ભિષવર ભગવાન તીર્થકરોએ દાખવી છે. (દેહરા) આત્મબુદ્ધિ પરભાવમાં, બંધનું મૂળ નિદાન;
આત્મબુદ્ધિ નિજ આત્મમાં, મોક્ષનું મૂળ નિદાન. આસ્રવ બંધ ભવરોગના, હેતુ ત્યજવા યોગ્ય; સંવર નિર્જરા ઔષધિ, મોક્ષ આત્મઆરોગ્ય.