________________
સાર્વજનિક શ્રેય
૯૧
शिक्षापाठ ३६ : सार्वजनिक श्रेय
તત્ત્વવિજ્ઞાનથી જીવાજીવનો ભેદ કરી જેણે સર્વ આત્માનું સમાનપણું જાણ્યું છે, એવો આત્માર્થી જીવ સર્વ જીવને સમાનધર્મી સાધર્મિક આત્મબંધુઓ માની, તે પ્રત્યે વત્સ પ્રત્યે ગાય જેવું વાત્સલ્ય ધરે છે; અને પરસ્પર ઉપકાર એ જીવનો ધર્મ છે એમ જાણી સાર્વજનિક શ્રેય અર્થે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. કારણકે સત્પુરુષોની વિભૂતિઓ પરોપકારાર્થે હોય છે. પરોપારાય સાં વિભૂતય: I એટલે આત્માર્થી પુરુષ પરોપકારનો વ્યસની બની, જનકલ્યાણના યજ્ઞની વેદી પર પોતાના સર્વ અંગ હોમી ઘે છે, મન-વચન-કાયાની સમસ્ત શકિત સમર્પણ કરે છે; પોતાને જે આત્માર્થનો-પરમાર્થનો લાભ થયો તે અન્ય જીવોને પણ થાય, એવા નિ:સ્વાર્થ પરમાર્થપ્રેમી તે પરમાર્થપ્રવૃત્તિ શુદ્ધ સેવાભાવથી જ કરે છે.
વ્યક્તિના શ્રેયમાં સમાજનું શ્રેય છે ને સમાજના શ્રેયમાં વ્યક્તિનું શ્રેય છે. એમ બન્નેનો પરસ્પર ગાઢ સંબંધ સમજી પ્રત્યેક વ્યક્તિએ આખા સમાજના ઉત્કર્ષમાં પોતાનો બનતો ફાળો આપવો ઉચિત છે, કે જેથી આદર્શ સમાજનું ઘડતર થઈ સર્વ જનોનું આ લોક-પરલોકનું શ્રેય થાય. અને દેશની અધોગતિ કરનારા હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, અસહિષ્ણુતા, અન્યાય, અનીતિ, વિરુદ્ધ આહાર વિહાર, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિ દૂર થઈ, દેશની ઉન્નતિ કરનારા અહિંસા, સત્ય, સંપ, સહિષ્ણુતા, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહાર વિહાર, નિર્વ્યસન, ઉદ્યમ આદિની વૃદ્ધિ થાય. લોકોનું સામાજિક નૈતિક ધોરણ ઉંચું આવે ને સર્વ પ્રકારે સર્વોદય થઈ સામાજિક નૈતિક ઉન્નતિ થાય, એવી વ્યવહારશુદ્ધિ કરવી એ સાર્વજનિક શ્રેયનો ઉત્તમ સન્માર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ મુખ્ય છે, કારણકે ધર્મથી જ બીજા બધા પુરુષાર્થ સિદ્ધ થાય છે. “ધનાર્થીઓને ધન આપનારો ધર્મ છે, કામીને સર્વ કામ આપનારો ધર્મ છે, અને પરંપરાએ મોક્ષનો સાધક પણ ધર્મ છે.'' માટે અર્થ-કામની સિદ્ધિમાં પણ ધર્મને બાધા ન ઉપજે એવી વ્યવહારશુદ્ધિ આચરવી આવશ્યક છે. જેમકે