________________
૧૫૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
તેમાં દેહાશ્રિત બાહ્ય લિંગ કારણભૂત નથી, પણ ભાવસાધુપણારૂપ ભાવલિંગ જ મુખ્ય કારણભૂત છે. શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય, કે બીજો હોય, પણ જે કોઈ સમભાવભાવી સાધક આત્મા અંતર્ગત રાગદ્વેષ છોડી, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમય યથોકત મોક્ષમાર્ગ સાથે છે, તે જ મોક્ષ પામે છે. માટે ‘આત્માનો ધર્મ આત્મામાં છે' એમ જાણી દિગંબર-શ્વેતાંબરપણાના આગ્રહથી મતભેદમાં પડવું યોગ્ય નથી. તેમજ-કેવલિભુક્તિ, સ્ત્રીમુક્તિ આદિ મતભેદના સ્થાન પણ વર્તમાનમાં પરોક્ષ અને અપ્રયોજનભૂત છે; એટલે એવી ઝીણી ઝીણી બાબતોમાં પણ મતભેદોને તિલાંજલી આપવા યોગ્ય છે. ઘણા ખરા મુખ્ય મુદ્દામાં જે એકવાક્યતારૂપ અભેદ છે, તો પછી એકાદ ગૌણ અપ્રયોજનભૂત મતભેદના મુદ્દા પર ભાર ન મૂકતાં, સુજ્ઞ વિચક્ષણ જનોએ મતઅભેદના મુદ્દા પર જ વિશેષ ભાર મૂકવા યોગ્ય છે. જે અનેકાંત સર્વ દર્શનનો પણ બંધુત્વભાવે સમન્વય કરવાને પરિપૂર્ણ સમર્થ છે, તે અનેકાન્તના અનુયાયી સંપ્રદાયો પરસ્પર મતભેદ મિટાવી, ભગવાન મહાવીરની એકછત્ર શાસનની શીતળ છત્રછાયા નીચે કેમ એકત્ર ન થઈ શકે? (દોહરા) મૂળમાર્ગ છે જિનતણો, એક અખંડ અભેદ;
અવકાશ કાયમ ત્યાં લહે, ખંડ ખંડ મતભેદ?
शिक्षापाठ ५९ : त्रीश महामोहनीय स्थानक
મિથ્યા મતભેદાદિ કારણે જે તીર્થનો ભેદ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. જ્ઞાનીઓએ મહામોહનીયના આ ત્રીશ સ્થાનક કહ્યા છે : ૧. જલ મળે અવગાહન કરી, જે ત્રણ પ્રાણીને પણ હિસે. ૨. હાથથી મુખ છાંદી, અંતમાં રુદન કરતા અજાદિને ગુંગળાવી
મારે. ૩. વાધરીથી મસ્તકને વીંટી સંકલેશથી મારે. ૪. મસ્તકે મુરાદિના ફટકા મારી દુખમારથી મારે.