________________
જિનમતનિરાકરણ
૧૫૧
જિનનો જો કોઈ સનાતન સંપ્રદાય હોય તો તે આ એક જ છે ને તે સર્વમાન્ય છે કે–સળવર્ગનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ અને તે જ જિનનો “મૂળ માર્ગ' છે. અર્થાત્ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધન વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો, એ આત્મધર્મ જ જિન ભગવાનનો સનાતન સંપ્રદાય અથવા મૂળ માર્ગ છે. જે પરમાર્થથી આ મૂળમાર્ગને સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. ત્રણે કાળમાં જિનનો આ પરમાર્થરૂપ મૂળમાર્ગ એક અખંડ અભેદ છે; અને તે પરમાર્થને પ્રેરે-સાધ્ય કરે એવો સદવ્યવહાર જ સંતજનોને સંમત છે. આ મૂળમાર્ગની તસ્વદષ્ટિએ વિચારતાં જિનમતની એકતા નિર્વિવાદ છે. આ જિનદર્શનરૂપ તત્ત્વવૃક્ષનું આત્મધર્મરૂપ મૂળ જે પકડે છે, તેને આખો માર્ગ હાથમાં આવે છે. જે બાહ્ય સાધનવ્યવહારના ભેદરૂપ ડાંખળા પાંદડાં પકડી તેનો કદાગ્રહ કરે છે તેને તે હાથમાં આવતો નથી. તે તો ભ્રાંતિમાં ભૂલા ભમે છે ને દોરા-તુંબડા જેવા કે ચોથ પાંચમ જેવા નિર્માલ્ય તત્ત્વશૂન્ય મતભેદોના ઓઠા નીચે ગચ્છભેદના ફોટા પાડી મિથ્યા ઝગડામાં પડે છે; અને સંઘર્ષો વધારી, સંઘબળ ઘટાડે છે. ક્યાં જિન ભગવાનનો પરમ ઉદાર સુવિશાલ તત્ત્વમાર્ગ? ને ક્યાં ક્ષુદ્ર તત્ત્વશૂન્ય મતભેદોના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદને નામે ચાલતા સાંકડા ચીલા? “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે!” (આનંદઘનજી) પણ તત્ત્વદષ્ટિએ અવલોકતાં આ સર્વ મતભેદો એક સપાટે પાનાના મહેલની જેમ પડી જાય છે! તેમજ
દિગંબર અને શ્વેતાંબર એ બે મુખ્ય પ્રાચીન સંપ્રદાયોમાં પણ મતભેદનો અવકાશ નથી. ‘કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગમ્બર અને શ્વેતામ્બર વચ્ચે તફાવત નથી; માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. દિગંબર અને શ્વેતાંબરપણું એ દેશકાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.” શ્વેતાંબર સ્થવિર કલ્પ માને છે, પણ ઉચ્ચ દશાવિશેષ માટે - જિનકલ્પીપણાનો સ્વીકાર કરે છે. બાકી મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે;