________________
૧૫૦
પ્રજ્ઞાવબોધ મો માળા
૧૪ મા અયોગી કેવલી ગુણસ્થાને સર્વથા અબંધ હોય (૨) ઉદય-૧૦ મા ગુણસ્થાન પર્યત આઠે મૂલ પ્રકૃતિનો ઉદય હોય. ૧૧ મે ૧૨મે ગુણસ્થાને મોહનીયનો ઉપશમ વા ક્ષય થયે સાત પ્રકૃતિનો ઉદય હોય. ૧૩ માં ગુણસ્થાને ચાર ઘાતિકર્મનો ક્ષય થયે, વેદનીય-આયુ-નામ-ગોત્ર એ ચાર અઘાતિ ભવોપગ્રાહી પ્રકૃતિનો ઉદય શેષ રહે. ૧૪મા ગુણસ્થાનકના અંતે એ ચાર પ્રકૃતિનો પણ ક્ષય થયે, સર્વથા અનુદય હોય. (૩) ઉદીરણાર્પણ તેમજ ઉદય પ્રમાણે. (૪) સત્તા-૧૧મા ગુણસ્થાનક પર્યત આઠે કર્મ સત્તામાં હોય. ક્ષેપક શ્રેણીથી આરોહતાં ૧રમે ગુણસ્થાનકે મોહનીય ક્ષય થયે, સાત કર્મની સત્તા હોય. પછી શેષ ઘાતિ ત્રયનો ક્ષય થયે, ૧૩માં ગુણસ્થાને વેદનીયાદિ ચાર અઘાતિ કર્મની સત્તા હોય. ૧૪મા ગુણસ્થાનકના અંતે ચારે કર્મની સત્તા પણ ટળે, એટલે સત્તામાં શૂન્ય પ્રકૃતિ હોય. આમ બંધમાંથી, ઉદયમાંથી. ઉદીણામાંથી અને સત્તામાંથી એકે એક મૂલ પ્રકૃતિને ને એકે એક ઉત્તર પ્રકૃતિને ખતમ કરી, કર્મના ચોપડાનું નામું માંડી વાળી, અકર્મા એવો શુદ્ધ આત્મા સિદ્ધ થાય છે. (દોહરા) ઉદયાદિ ચાર ભંગના, ભંગથી સ્વરૂપ અભંગ.
સિદ્ધ કર્યું તે જિન નમું, આત્મા શુદ્ધ અસંગ. બંધ-ઉદય-ઉદીરણા,-સત્તાગત સહુ કર્મ; વિદારી વીર જિન અહો! પામી ગયા શિવ શર્મ.
शिक्षापाठ ५८ : जिनमतनिराकरण કર્મના ઉદયાદિ ભંગનો ભંગ કરી જેણે અભંગ એવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રગટાવ્યું, એવા જિન ભગવાનનું આ કર્મવિનાશન શાસન એક અખંડ અભંગ છે. પરભાવ-વિભાવ કર્મરૂપ અધર્મનો સર્વનાશ કરી, આત્મસ્વભાવ ધર્મનો પ્રકાશ કરવો એ જ એક જિન ભગવાને બોધેલો ને આચરેલો જિનધર્મ વા આત્મધર્મ છે. આવું એક અખંડ અભેદ જિનશાસન નાના પ્રકારના શુદ્ર મતભેદોથી ખંડ ખંડ થતું દેખી સહૃદયોનું હૃદય દ્રવે છે.