________________
૧૯૨
પાવબોધ મોક્ષમાળા
લક્ષણથી ભિન્ન છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. આમ આ બન્નેનો સ્વભાવ પ્રગટપણે કેવળ ભિન્ન છે, તે ત્રણે કાળમાં એકપણું પામે નહિ. ‘પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય”, જેને હાજર છે, એવો આ આત્મા જાગ્રત સ્વપ્ન ને નિદ્રા એ સર્વ અવસ્થાને વિષે ન્યારો ને ન્યારો જ તરી આવે છે; અને હું ઉંધી ગયો હતો, મને સ્વપ્ન આવ્યું હતું, ઈત્યાદિ પ્રકારે તે તે અવસ્થાને તે જાણે છે. આમ જ્ઞાયક સ્વભાવી આત્માનું પ્રગટ અનુભવરૂપ અસ્તિત્વ છે. તોપણ પોતે જ આત્મા છતાં આત્માની જે શંકા કરે છે, એ જ અમાપ આશ્ચર્ય છે! ‘આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫; શંકાનો કરનાર તે, અચરિજ એહ અમાપ!
બીજું પદ : આત્મા નિત્ય છે – આત્મા ત્રિકાળવર્તી નિત્ય પદાર્થ છે. આત્મા દેહસંયોગથી ઉપજે છે ને દેહવિયોગે નાશ પામે છે એમ અજ્ઞાની જીવ કહ્યું છે, પણ તેમ નથી કારણકે માત્ર પરમાણુના સંયોગરૂપ એવો દેહ આત્મા સાથે, ક્ષીર-નીર અથવા અગ્નિ-લોહ જેમ, માત્ર સંયોગસંબંધ રહ્યો છે, તાદાત્મસંબંધે નહિ. વળી દેહ જડ ને રૂપી છે, આત્મા ચેતન ને અરૂપી છે; દેહ દશ્ય છે, આત્મા દષ્ટા છે. એ વિચારતાં જણાય છે કે દેહની ઉત્પત્તિ-લયની સાથે આત્માનો સંબંધ નથી. કારણકે જડમાંથી ચેતનની ઉત્પત્તિ ને ચેતનમાંથી જડની ઉત્પત્તિ કોઈ કાળે થવા યોગ્ય નથી. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના ગમે તેટલા પ્રયોગો કરી મરી મથે, તો પણ કોઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી. અર્થાત્ આત્મા અસંયોગી એવો સ્વાભાવિક પદાર્થ છે, ને સ્વભાવનો તો કોઈ કાળે નાશ થાય નહિ, માટે આત્મા પ્રત્યક્ષપણે નિત્ય છે. આમ આત્મા અનુત્પન્ન છે, એટલે અવિનાશી પણ છે. ક્રોધ આદિ પ્રકૃતિનું અધિકપણું સર્પ આદિમાં જન્મથી જ દેખવામાં આવે છે, તે પૂર્વજન્મનો જ સંસ્કાર છે, – જે પૂર્વજન્મ પરથી પણ જીવની નિત્યતા જ સિદ્ધ થાય છે. કોઈ આત્માને એકાંતે ક્ષણિક માને છે, કોઈ એકાંતે નિત્ય માને છે, આ બન્ને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે. તેની પ્રતીતિ બાલ, યુવાન ને