________________
છ પદ નિશ્ચય-ભાગ ૧
૧૯૧
शिक्षापाठ ७२ : छ पद निश्चय } भाग १
સાક્ષાત્ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયા છે એવા પરમ આપ્ત જ્ઞાની પુરુષોએ આ છ પદને ‘સમદર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક’ કહ્યા છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષપદ છે. (૬) તે મોક્ષનો ઉપાય છે. છયે દર્શન જેમાં સમાય છે એવા આ છ પદ જ્ઞાનીએ પરમાર્થ સમજાવવા માટે કહ્યા છે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકાર :
પહેલું પદ : આત્મા છે – જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે.’ ઘટપટાદિ પૌગલિક જડ પદાર્થ છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટપટાદિ રૂપી હોઈ ઇંદ્રિયગમ્ય છે, આત્મા અરૂપી હોઈ અતીન્દ્રિય અનુભવગમ્ય છે. આ નહિ, આ નહિ, નેતિ નેતિ એમ બાધ કરતાં કરતાં બાધ ન કરી શકાય એવો જે “અબાધ્ય અનુભવ’ બાકી રહે એ જ આ અરૂપી આત્માનું સ્વરૂપ છે. આવો આ અરૂપી આત્મા દષ્ટિથી દેખાય જ કેમ? ને એનું રૂપ પણ કેમ જણાય? કારણકે એ દષ્ટિનો દષ્ટા આત્મા છે, ને રૂપનો જ્ઞાતા પણ આત્મા જ છે. વળી બીજી ઇંદ્રિયોથી પણ આત્મા કેમ જણાય વારુ? કારણકે પ્રત્યેક ઇંદ્રિયની જ્ઞાન-સત્તા 'તો નાના ઠાકરડાની પેઠે પોતપોતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે, પણ આત્માને તો પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. આવી સર્વ ઇંદ્રિયોની સત્તાથી જે પર છે એવો આત્મા તો ઇંદ્રિયોનો પણ ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે. દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી, અને પ્રાણ પણ તેને જાણતો નથી; પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે સર્વ પોતપોતાના નિયત વિષયમાં પ્રવર્તે છે. આત્મા તે બધા યંત્રનો ચલાવનારો યંત્રવાહક છે. મોટરનો ચલાવનારો (ડ્રાઈવર) મોટરથી જુદો છે, તેમ દેહયંત્રનો ચલાવનારો આત્મા દેહથી જૂદો છે. તથાપિ દેહમાં આત્મબુદ્ધિરૂપ અનાદિના દેહાધ્યાસને લીધે અજ્ઞાની જીવને દેહ એ જ આત્મા ભાસે છે, પણ તે બન્ને માન ને તલવારની જેમ પ્રગટ