________________
છ પદ નિશ્ચય-ભાગ ૧
૧૯૩
વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે એ દગંત પરથી થાય છે. આ વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી, એ વસ્તુનો અનુભવથી નિશ્ચય થાય છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ હોય નહિ, માત્ર અવસ્થાંતર હોય. “નાસતો વિદ્યતે માવો, નામાવો વિદ્યતે સતઃ" (ગીતા) અસતનો ભાવ (હોવાપણું) હોય નહિ ને સતનો અભાવ હોય નહિ. એક સમય હોય તે સર્વ સમય હોય, માત્ર અવસ્થાંતર હોય તે ભલે. ‘હોય તેહનો નાશ નહિ, નહિ તેહ નહિ હોય; એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.”
- ત્રીજું પદ : આત્મા કર્તા છે– સર્વ પદાર્થ અર્થકિયાસંપન્ન છે,” તેમ આત્મા પણ છે, માટે તે પરિણામ ક્રિયાનો અર્થાત્ કર્મનો કર્તા છે. પુરુષ (આત્મા) તો સદા અસંગ છે ને પ્રકૃતિ બંધ કરે છે એમ કોઈ કહે છે, તે યથાર્થ નથી. કારણકે ચેતનની પ્રેરણા વિના કર્મ કોણ ગ્રહણ કરશે વારુ? જડનો સ્વભાવ કાંઈ પ્રેરણા નથી, માટે ચેતન એવા આત્માના કર્યા વિના કર્મ થતા નથી, અર્થાત્ જીવ કરે તો જ કર્મ થાય છે. નહિ તો નહિ. તેથી કર્મ સહજ સ્વભાવે અનાયાસે થતા નથી, તેમજ કર્મ એ જીવનો ધર્મ પણ નથી. વળી આ આત્મા જે સર્વથા કેવળ અસંગ હોત, તો પ્રથમથી તેનો સ્પષ્ટપણે તેવો ભાસ થવો જોઈતો હતો. હા, પરમાર્થથી તે અસંગ છે, પણ તે તો નિજ સ્વરૂપનું ભાન પ્રગટયે તેમ હોય છે. ઈશ્વરની પ્રેરણાથી કર્મ થયા કરે છે, તેથી જીવ અબંધ છે એમ કોઈ કહે છે. પણ જગતનો અથવા જીવોના કર્મોનો કર્તા એવો કોઈ ઈશ્વર નથી, કારણકે શુદ્ધ આત્મસ્વભાવ જેનો પ્રગટયો છે તે જ ઈશ્વર છે. અને ઈશ્વરને જે કર્મનો પ્રેરનાર ગણવામાં આવે તો તે જ દોષિત ઠરે ને તેના જ દોષનો પ્રભાવ થાય. માટે આત્મા ‘પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્યા છે. અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે.” “ચેતન જે નિજ ભાનમાં, જ્જ આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, જ્જ કર્મ પ્રભાવે.