________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ચોથું પદ : આત્મા ભોકતા છે – જે કરે તે ભોગવે આ નિયમ પ્રમાણે આત્મા કર્મનો કર્તા હોવાથી તે કર્મના ફળનો ભોકતા છે. કારણકે ‘જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે.’ અત્રે જડ એવા કર્મ તે શું સમજે કે તે ફળ પરિણામ આપે? એવી શંકા શું પણ કરવા યોગ્ય નથી. કારણકે આત્મસ્રાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનુ સર્જન છે, માટે તે ચેતનરૂપ છે; અને આ ભાવકર્મરૂપ ચેતનવીર્યની સ્ફુરણા જડ પુદ્ગલવર્ગણા ગ્રહે છે. ઝેર કે અમૃત પોતે કાંઈ સમજતા નથી કે અમે આને આ ફળ આપીએ, પણ જે જીવ તે ખાય તેને તે તે ઝેર – અમૃતનું તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે; તેમ કર્મના સંબંધમાં પણ છે. ‘એક ટંક ને એક રાય’ એ આદિ જગતનું વિચિત્રપણું કર્મના ચમત્કારને લીધે છે, અને એ જ શુભાશુભ કર્મનું ભોક્તાપણ સિદ્ધ કરે છે. ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કંઈ પણ જરૂર નથી, કારણકે અચિંત્ય સામર્થ્યવાળા કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે, અને ભોગવ્યાથી નિ:સત્ત્વ થયે દૂર થાય છે. તેમજ શુભાશુભ અધ્યવસાયની તરતમતારૂપ મુખ્ય ગતિ પ્રમાણે તે તે ગતિમાં તે કર્મના જ પ્રભાવે દ્રવ્યસ્વભાવરૂપ એવા તે તે ભોગ્ય સ્થાન પણ ઘટે છે. આમ જીવના ભોકતાપણાનો નિશ્ચય થાય છે.
૧૯૪
(દોહરા) જેહ મુમુક્ષુ ષટ્યદો, ષટ્ચદમાંહિ રમંત; સમ્યગ્દર્શન પામી તે, આત્મસિદ્ધિ વરંત.
शिक्षापाठ ७३ : छ पद निश्चय } भाग २
પાંચમું પદ : મોક્ષ પદ છે – કષાયાદિ બંધહેતુઓના અનભ્યાસથી ને તે બંધભાવ ક્ષીણ થવાથી શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવારૂપ મોક્ષપદ છે. દેવ-નરકાદિ ગતિમાં ફળ ભોગવવા વડે કરીને જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમજ તે શુભાશુભ કર્મની નિવૃત્તિની પણ સફળતા સંભવે છે, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. શુભાશુભ કર્મ ભોગવતાં