________________
છ પદ નિશ્ચય- ભાગ ૨
૧૯૫
અનંતકાળ વીત્યો, તોપણ જીવનો આ કર્મદોષ હજુ એમ ને એમ જ વર્તમાન પડયો છે, માટે એનો મોક્ષ ક્યાંથી હોય? એમ આશંકા કરવા યોગ્ય નથી. કારણકે અનંત કાળ વીત્યો તે “શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે તે શુભાશુભ ભાવ છેદી શુદ્ધ ભાવમાં વર્તતાં આત્માનો મોક્ષસ્વભાવ પ્રગટે; અને “દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ,” – એવી શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય.
છઠું પદ : તે મોક્ષનો ઉપાય છે – કર્મબંધનથી છૂટવારૂપ મોક્ષ છે, તો તેનો ઉપાય પણ છે. કારણકે ‘કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે.' મિથ્યાત્વાદિ બંધહેતા તેના પ્રતિપક્ષી સમ્યકત્વાદિથી છેદાય છે, કોધાદિ કષાય તેના પ્રતિપક્ષી ક્રમાદિથી હણાય છે, આ સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત છે, અનંતકાળના કર્મ અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહમાં શાથી છેદ્યા જાય? એવો વિકલ્પ પણ કરવા યોગ્ય નથી. જીવ જ અજ્ઞાન નિદ્રામાંથી જાગે તો અનંતકાળના કર્મ પણ શીધ્ર ભાગે, – એવું આ પુરૂષાર્થનું બળ છે. કારણકે ‘કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ,” અર્થાતુ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે ને મોક્ષભાવ છે તે નિજ સ્વરૂપમાં વાસ છે; આ અજ્ઞાન છે તે અંધકાર સમાન છે, એટલે ચિરકાળના અંધકારની જેમ આ અજ્ઞાનઅંધકાર જ્ઞાનપ્રકાશ થતાં તત્ક્ષણ જ નાશ પામે છે. વળી આ આટલા બધા મતદર્શન છે, તે “સહુ થાપે અહમેવ,” તેમાં ક્યો મત સાચો માનવો? એમ મતની મારામારીમાં પણ મતિને મુંઝવી દેવા યોગ્ય નથી. કારણકે અવિરોધ એવો સર્વસંમત મોક્ષમાર્ગ આ પ્રકારે છે :
જે જે બંધના કારણ છે, તે બંધનો માર્ગ છે, તે કારણની છેદક એવી આત્મદશા તે જ મોક્ષમાર્ગ છે. આ બંધ કારણોમાં રાગ દ્વેષ ને અજ્ઞાન એ જ મુખ્ય કર્મગ્રંથિ (ગાંઠ) છે, તે જેથી છેદાય તે જ મોક્ષમાર્ગ છે. આ રાગાદિ સર્વ વિભાવના અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો સત, ચૈતન્યમય કેવળ–શુદ્ધ આત્મા. જેથી