________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પામીયે તે જ મોક્ષમાર્ગ છે. તેમજ-કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ છે, અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે; આ મોહનીયના બે ભેદ છે-દર્શનમોહનીય ને ચારિત્રમોહનીય; દર્શનમોહનીયને આત્મબોધ હણે છે ને ચારિત્રમોહનીયને વીતરાગતા હણે છે, આમ મોહને હણવાનો અચૂક ઉપાય છે, અને એ જ સર્વ કર્મથી મુક્ત થવારૂપ મોક્ષના અમોઘ ઉપાયરૂપ મોક્ષમાર્ગ છે. આત્માના અસ્તિત્વથી માંડી આ મોક્ષના ઉપાય સુધીના છએ પદની સર્વાંગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે. આવો આ સર્વસંમત અવિરોધ મોક્ષમાર્ગ છે. મતદર્શનનો આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, જે કોઈ પણ ખરેખરો મુમુક્ષુ આ કહ્યો તે સર્વસંમત મોક્ષમાર્ગ સાધશે, તેના જન્મ અલ્પ છે. ‘છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.’ આ જે કહ્યો તે માર્ગ હોય, તો એમાં જાતિ-વેષનો કોઈ પણ ભેદ છે નહિ; તે માર્ગને જે કોઈ સાધે છે, તે મુક્તિ પામે છે, એમાં ઊંચ નીચ આદિ કોઈ પણ ભેદ નથી. આવા આ સર્વસંમત અવિરોધ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અવિલ ક્રમ જ્ઞાનીઓએ આ પ્રકારે પ્રકાશ્યો છે :
૧૯૬
‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર્ દયા, તે કહિયે જિજ્ઞાસ.' અર્થાત્ કષાયનું ઉપશાંતપણું, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા નહિ, સંસાર પ્રત્યે ખેદ (અંતરંગ વૈરાગ્ય), અને અંતમાં દયા, આ ગુણ જેના આત્મામાં હોય, તે સાચો ‘જિજ્ઞાસુ’ કહેવાય. આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના બોધનું શ્રવણ થાય તો તે સમક્તિને પામે ને અંતર્શોધમાં વર્તે. અને પછી મત-દર્શનનો આગ્રહ ત્યજી જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. એટલે પછી નિજ સ્વભાવનો અનુભવ લક્ષ ને પ્રતીતિ જ્યાં વર્તે છે અને વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે, એવું પરમાર્થ સમક્તિ પ્રાપ્ત થાય. તે સમક્તિ વધતી જતી ધારાથી વર્ધમાન થઈ મિથ્યાભાસ ટાળે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય ને વીતરાગપદે વાસ હોય. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન જ્યાં વર્તે છે એવું કેવલજ્ઞાન પ્રગટે અને દેહ છતાં દેહાતીત એવી નિર્વાણ દશાનો અનુભવ