________________
છ પદ નિશ્ચય – ભાગ ૨
'
૧૯૭
થાય. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.’ આમ કોડો વર્ષનું સ્વપ્ન હોય, તે પણ જાગ્રત થતાં તરત જ સમાય છે, તેમ અનાદિનો વિભાવ પણ આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તાત્પર્ય કે–દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિરૂપ દેહાધ્યાસ છૂટે, તો આત્મા કર્મનો કર્તા પણ નથી અને ભોકતા પણ નથી,-એ જ ધર્મનો મર્મ છે, ને એ જ ધર્મથી મોક્ષ છે. સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને શમાય છે.
‘છૂટે દેહાધ્યાસ તો, નહિં કર્તા તું કર્મ: નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીયે કેટલું? કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.”
આવા આ પરમ નિશ્ચયરૂપ છ પદનો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી અપૂર્વ નિશ્ચય કરાવ્યો છે,–જેનો સારભૂત આશય ઉપરમાં કહ્યો છે. આ અવનિના અમૃત સમી આ આત્મસિદ્ધિના કર્તા પરશે, આ છ પદ અંગેની તલસ્પર્શી મીમાંસા કરતા પ્રસિદ્ધ છ પદના પત્રમાં છેવટે ટંકોત્કીર્ણ વચન પ્રકાશ્ય છે કે- ‘આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને
પામે.'