________________
૧૯૮
પ્રશાવબોધ મોક્ષમાળા
(દોહરા) ટુ દર્શન જિન અંગ તે, ષટું પદમાંહિ શોધ!
મત આગ્રહ ત્યજી ભજ સદા, મોક્ષમાર્ગ અવિરોધ.
शिक्षापाठ ७४ : मोक्षमार्गनी अविरोधता
આત્માની શુદ્ધ સ્વભાવરૂપ સ્વસ્થ આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે; અને તેનો જે યોગ કરાવે તે આગલા પાઠમાં પ્રદર્શિત કરેલ યોગરૂપ મોક્ષમાર્ગમાં સર્વ દર્શનોનો અવિરોધ છે. જાતિ-વેષના ભેદ વિના કે મતદર્શનના આગ્રહ વિના જે કોઈ તે માગને આરાધે છે, તે પરમ શાંતિસ્વરૂપ મોક્ષને પામે છે. આ મોક્ષરૂપ પરંતત્ત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હોય, પણ તેના સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતો નથી. આ સહજાન્મસ્વરૂપી મોક્ષપદ એ જ સર્વ દર્શનોનું એક નિશ્ચિત સાધ્ય ધ્યેય (Goal) છે. અને એનો યોગ કરાવનાર સસાધનરૂપ યોગમાર્ગ પણ શમનિષ્ઠ એવો એક શાંતિમાર્ગ જ છે. અર્થાત્ સહજ આત્મસ્વરૂપ પદમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું તે શમ છે, પરભાવ-વિભાવથી વિરામ પામી આત્મસ્વભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ એક સર્વ દર્શનોને સંમત એવો મોક્ષનો શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મોક્ષરૂપ પરમ શાંતિ પામવા ઈચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઇચ્છે છે. એટલે તે સર્વનો માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે,–પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે મોક્ષરૂપ તીરની નિકટ હોય ને કોઈ દૂર હોય, પણ તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો, આરાધકો, ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે. માટે “મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.”