________________
મોક્ષમાર્ગની અવિરોધતા
૧૯૯
આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યોજના જિન ભગવાને દાખવી છે. સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અવિરોધ એવી અભેદ એકતા આત્મામાં પરિણમાવવી એ જ જિનનો ‘મૂળમાર્ગ છે. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા જે સાધે, તે નિજ સ્વરૂપને અથવા જિનના મૂળમાર્ગને પામે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે, કે થશે, તે સર્વ જિન વીતરાગના આ મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ, એમ સર્વ જ્ઞાની પુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન પરમાર્થ મોક્ષમાર્ગ છે; અને તે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર સપુરુષોને સંમત છે. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” ‘છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ;
મૂળ મારગ સાંભળો જિનનોરે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ. જેમ આવી પ્રતીતિ જીવનરે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ.
અને વ્યવહાર માર્ગ પણ આ પરમાર્થનું જ પ્રતિપાદન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે પ્રરૂપવામાં આવ્યો છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ કેંદ્રિત કરવા માટે બોધવામાં આવ્યો છે. અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાનો પ્રયોગ કરવો પડે, તેમ પરમાર્થથી અજાણ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારનો ઉપયોગ આવશ્યક છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે-“જે નિશ્ચયને-પરમાર્થને છેદે છે, તે તત્ત્વને છેદે છે; અને જે વ્યવહારને છેદે છે, તે તીર્થને છેદે છે.” પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તો સાધન