________________
૨૦૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
છે. પરમાર્થરૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપયોગિતા છે. વ્યવહાર સમગુદર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ કમે કરીને આત્માનું સ્વરૂપ પર આરોપવા માટે છે. કારણકે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસારપરિભ્રમણ થયું છે. માટે સમસ્ત વ્યવહારનું પ્રથમ ને એક જ પ્રયોજન આત્માને સ્વરૂપમાં આણી નિજ ઘર પધરાવવાનું છે. અને પછી વ્યવહાર રત્નત્રયી દ્વારા આ
સ્વરૂપઆરોપણરૂપ પ્રથમ ભૂમિકા, ‘નિજ પદ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતો સ્પર્શતો આગળ વધતો જાય છે; અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે, સિદ્ધ બને છે.
આમ શુદ્ધ આત્મજ્ઞાન અને રાગદ્વેષ રહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાનો સુમેળ સાધવો, એ જ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિનો અવિરુદ્ધ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજી આત્મપરિણતિને ભજવી, તે મોક્ષમાર્ગની અવિરોધ આરાધના છે; પરપરિણતિને ભજી આત્મપરિણતિને ત્યજવી, તે મોક્ષમાર્ગની વિરોધિની વિરાધના છે. આ પ્રમાણે જિનપ્રણીત મોક્ષમાર્ગની ત્રિકાલાબાધિત સનાતન સ્થિતિ છે. (દોહરા) મોક્ષ શું યોજે યોગ તે, મોક્ષમાર્ગ અવિરોધ;
શાંતિમાર્ગ મૂળમાર્ગ તે, રત્નત્રયીમય શોધ. માર્ગ મુમુક્ષુ સર્વનો, શંમપરાયણ છેક; સાગરના તીરમાર્ગ શું, મોક્ષમાર્ગ આ એક.