________________
દેશધર્મ વિશે વિચાર
૧૦૧
નિશ્ચયથી તો પર વસ્તુનું આદાન-ગ્રહણ ન કરવું તથા તેની ઇચ્છાથી વિરમવું તે અ. વિ. ચોથું પરસ્ત્રીગમનવિરમણ અથવા સ્વદારા સંતોષ વ્રત: પરસ્ત્રી પ્રત્યે ગમનથી વિરમવું તે વ્યવહારથી, અને પરભાવ પ્રત્યે વ્યભિચારથી-વિષયાભિલાષથી વિરમવું તે નિશ્ચયથી ચતુર્થ વ્રત. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત: ધન-ધાન્ય, દાસદાસી આદિ સચિત્ત-અચિત્ત એમ બે પ્રકારના બાહ્ય પરિગ્રહનું ચોક્કસ પરિમાણ નિયત કરવું ને તે પણ જેમ બને તેમ ઘટાડતા જવું તે વ્યવહારથી પરિ. ૫. મિથ્યાત્વ, વેદ, કષાય, હાસ્યાદિ નો કષાય એમ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહથી જેટલું બને તેટલું નિવૃત્ત થતા જવું તે નિશ્ચયથી પરિ. ૫. આમ પાંચ અણુવ્રત.
છઠું દિવ્રત: સર્વ દિશામાં અમુક નિયત મર્યાદાથી હાર ગમનથી વિરમવું તે વ્યવહારથી દિવ્રત. એક સિદ્ધગતિ જ ઇચ્છી, ચતુર્ગતિમાં ભ્રમણેચ્છાથી વિરમવું તે નિશ્ચયથી દિવ્રત. સાતમું ભોગોપભોગમાન વત: અભક્ષ્ય-અનંતકાયાદિ વર્જી, ભોગઉપભોગ પદાર્થનું પરિમાણ નિયત કરવું તે વ્યવહારથી ભો. ઉ.માન વ્રત; નિશ્ચયથી તો જેમ બને તેમ પરભાવનું ભોક્તાપણું ત્યજી, આત્મભાવનું ભોક્તાપણું ભજવું તે ભો. ઉ. માન વ્રત. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત: અર્થ-પ્રયોજન વિનાના જે હિંસાકષાયાદિવર્ધક અનર્થરૂપ કાર્યથી આત્માને અનર્થ-નિમ્પ્રયોજન દંડ, લેવા દેવા વિનાની નાહકની શિક્ષા પ્રાપ્ત થાય છે, તે અનર્થદંડથી વિરમવું, તે વ્યવહારથી અ. ૮. વિ. જેમકે–પાપદ્ધિ , યુદ્ધ, પરદારાગમન આદિ ચિંતવવારૂપ અપધ્યાન અનર્થદંડથી વિરમવું, કૃષિ વાણિજ્ય આદિ અંગે પાપનો ઉપદેશ આપવારૂપ પાપોપદેશ અનર્થદંડથી વિરમવું, નિષ્કારણ ભૂમિ ખોદવી, હરિયાળી ચગદવી, ફલ-ફૂલ ચૂંટવા આદિ પાપચયરૂપ અનર્થદંડથી વિરમવું. તલવાર, છરી, વિષ, બંક, બૉમ્બ આદિ હિંસાસાધનો દેવારૂપ હિંસપ્રદાન અનર્થદંડથી વિરમવું. રાગાદિનું વર્ધન કરનારી વિકથાઓના શ્રવણશ્રાવણાદિરૂપ દુકૃતિ અનર્થદંડથી વિરમવું. ઇત્યાદિ પ્રકારે વ્યવહારથી અ. દ. વિ. શુભાશુભ કર્મ તેને જીવ પોતાના કરી જાણે છે તેથી વિરમવું