________________
૨૦૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વગેરે બાહ્ય ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે; તેમ કર્મરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મલતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયંમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. એટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે. અને તેનું નિરુપાલિકપણું સમગ્ગદષ્ટિ ગુણસ્થાનકથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યંત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. જેમ જેમ પર પરિણતિ ત્યજાતી જાય છે ને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતો જાય છે, વિકસતો જાય છે, યાવત્ મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે. ધર્મના દ્રવ્ય ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-સનાતન આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે જેટલે અંશે કારણભૂત થાય, તેટલે અંશે જ તેની સફળતા છે. નહિ તો મહામુનિ દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ વિના સહ આલ,” વસ્તુના સ્વભાવધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે.
આ સનાતન આત્મધર્મ એ જ સર્વ યોગીઓને સંમત એવો યોગીધર્મ છે. કારણકે આત્મસ્વરૂપનું ગુંજન- અનુસંધાન કરવું એ જ આ યોગીઓનો ધર્મ છે. એટલે આ ધર્મ ને અનુસરતા આ સમ્યગુદૃષ્ટિ યોગીપુરુષો સર્વત્ર આત્માને આગળ કરી, આત્મઅનુગત ભાવવાળી ભાવધર્મ-પ્રવૃત્તિ કરે છે; જેમ બને તેમ આત્મપદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, અને આત્મસ્વરૂપની આરાધના કરે છે. આ આરાધક યોગીપુરુષો જ્ઞાનદર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધર્મને આદરે છે ને રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે. આવો આ સર્વ યોગીઓને સંમત યોગીધર્મ વા વસુસ્વભાવરૂપ સનાતન આત્મધર્મ એ સાર્વજનિક એવો વિશ્વધર્મ બનવાને પરમ યોગ્ય છે. કારણકે “આત્માનો સનાતન ધર્મ શાંત થવું, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે.' આત્માનો