________________
માયા
૧૫૯
હોય
,
હોય, પોતાના દોષના આચ્છાદાનરૂપ ધર્મનો ડોળ કે ધર્મ-ઢોંગીપણું ન હોય, પોતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” જેવી વંચક વૃત્તિ ન હોય, ટીલાં-ટપકાં તાણી જગતને છેતરવાની ચાલબાજી ન હોય.
હવે પરમાર્થથી માયાનો વિચાર કરીએ. માયા એટલે કપટ, વંચના, વક ગમન; અથવા માયા એટલે છા-આવરણ; અથવા માયા એટલે જગત. આ બધા અર્થનો પરસ્પર સંબંધ છે. આત્માનું સ્વરૂપ છોડી, પરભાવ પ્રત્યે ગમન એ જ વકગમનરૂપ માયા છે; અને એ જ સ્વરૂપથી વંચિત થવારૂપ, સ્વરૂપ ચૂકવારૂપ માયા અર્થાત આત્મવંચના છે. આ આત્મવંચનારૂપ અથવા વકગમનરૂપ માયા એ જ જીવને છદ્મ-આવરણરૂપ માયાનું મૂળ કારણ છે; અને આ કર્મ-આવરણરૂપ માયા છે એ જ જગતરૂપ માયાનું અર્થાત્ સંસારનું કારણ છે. આત્મા સ્વરૂપ ચૂકી પરભાવમાં ગમનરૂપ વક-વાંકી ચાલ ચાલે, તેથી કરીને રાજનીતિથી વક ચાલનારની પેઠે ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ દુ:ખ પામે. આમ માયાથી જ જગતની-સંસારની ઉત્પત્તિ છે,-એમ જાણી પરભાવની માયાજાળમાં ન મુંઝાતાં, જીવ જે સ્વરૂપથી ચૂકવારૂપ આત્મવંચના ન પામે, તો માયારૂપ જગતને વિલય થતાં વાર ન લાગે. એટલા માટે વ્યવહારથી ને પરમાર્થથી સર્વ પ્રકારના માયા કપટને ત્યજી, આત્માથીં પરષ આર્જવ ભાવમાં રમે; અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા’ નિગ્રંથના માર્ગે નિર્દભપણે અનુગમન
(દોહરા) પરભાવ ગમન વક્તા, માયા ભુજંગી ચાલ;
જે છોડે તે છેદતો, ભવની માયા જાલ.