________________
૧૬૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६२ : परीषह जय
માયા ત્યજી નિર્દભપણે નિગ્રંથ માર્ગે વિચરતાં, ક્ષુધાદિ બાવીસ પરીષહ આવી પડે, તોપણ ક્ષોભ પામ્યા વિનાં મુમુક્ષુ મુનિ, દેહથી આત્માનું ભિન્નપણું ભાવન કરતાં, તે ક્ષુધા-તૃષા, શીત-ઉષ્ણ આદિને સમભાવથી સહે છે તે આ પ્રકારે :
તપસ્વી ખડતલ (ખરતર) એવો ભિક્ષુ ક્ષુધાથી ગમે તેટલો પીડાતો હોય, અને કાગડાના જંઘાપર્વ જેવા કૃશ ને નસો દેખાતી હોય એવા શરીરવાળો થઈ જાય, તોપણ તે અશુદ્ધ આહાર ગ્રહે જ નહિ; પણ નવ કોટિ વિશુદ્ધ આહાર જ ગ્રહે; અને તેવો આહાર ન મળે, તોપણ અદીનમને વિચરે અને તપની વૃદ્ધિ થઈ એમ ભાવે. નિર્જન અરણ્યમાં ગમે તેવી તૃષાથી મુખ સૂકાઈ જતું હોય, તો પણ સંયતિ સચિત્ત એવું શીતોદક ગવેષે નહિ; પણ અચિત્ત પ્રાસુક જળને જ ગવેશે. કડકડતી થંડી પડતી હોય, એવા શીતકાળમાં ટાઢે ઠરવા છતાં હું અગ્નિ સેવું એમ મુનિ ચિંતવે પણ નહિ, તો સેવે તો કયાંથી જ? ઉગ્ર ગ્રીષ્મમાં કે શરદમાં ઉષ્ણ તાપથી પરિતાપ પામતાં છતાં સાધુ સ્નાન ન જ પ્રાર્થે, ગાત્રને જલસિંચન ન કરે, શરીરને વિંઝણે ન નાંખે. દંશમશકથી (ડાંસ-મચ્છર આદિ) હેરાન થતાં છતાં સમભાવી મુનિ તેને વારે નહિ, હણે નહિ. મારા વસ્ત્ર સાવ જીર્ણ થઈ ગયા છે એટલે હું અચેલક થઈ જઈશ એવી ચિંતા મુનિ કરે નહિ. અકિંચન અનગારને કવિચત્ સંયમમાં અરિત ઉપજે, તો તે આત્મરક્ષિત મુનિ અરતિને પુંઠ દઈ, આત્મસ્વભાવરૂપ ધર્મઆરામમાં રમે. આ લોકમાં જે સ્ત્રી છે, તે મનુષ્યોને સંગરૂપ, જાળવત્ બંધનરૂપ છે, એમ સમજનારો મુનિ સ્ત્રીના હાવભાવથી મોહ પામી આત્માને ન હણે, પરંતુ આત્મગવેષક થઈને વિચરે.
આમ ક્ષુધાદિક પરીષહો જીતી રીઢો થયેલો અણગાર સાધુ ગ્રામ- નગરાદિમાં સર્વત્ર અપ્રતિબદ્ધપણે જ મુનિચર્યાથી એકાકી જ વિચરે; કોઈપણ સ્થળે મૂર્છાભાવ ધરે નહિ ને ગૃહસ્થો સાથે સંસક્તિ કરે નહિ. એકાકી વિચરતો તે સ્મશાનમાં, શૂન્યાગારમાં કે વૃક્ષમૂળે