________________
પરીષહ જય :
૧૬૧
અચપળપણે નિષધા કરે, બેસે, બીજાને ત્રાસ ઉપજાવે નહિ; ત્યાં સ્થિતિ કરતાં ઉપસર્ગો પ્રાપ્ત થાય તો તે સમભાવે સહે, પરંતુ શંકાથી ભીત થઈ ઊઠીને અન્ય આસને જાય નહિ. આત્મસ્થિરતાવાન એવો ખરતર (ખડતલ) તપસ્વી ભિક્ષુ ઉંચા-નીચા પ્રકારના વિવિત થયા (એકાંત વસતિસ્થાન) પામી વિચારે કે આ મને એક રાત્રી ઉપયોગમાં આવનાર છે, તેમાં અનુકૂળ-પ્રતિકૂળ શું? આવા મુનિચર્યાથી વિચરતા ફરતારામ મુનિ પ્રત્યે ક્વચિત કોઈ આક્રોશ કરે, તાડુકે, તો તેના પ્રત્યે તે સંજ્વલે નહિ, લેશ પણ કોપ કરે નહિ; દારુણ અને કર્ણશલ્ય જેવી કઠોર ભાષા સાંભળીને પણ મુનિ મૌનપણે જ ઉપેક્ષા કરે. ક્વચિત કોઈ વધ કરે, દંડાદિથી હણે, તોપણ ક્ષમા જ મુનિધર્મનું મૂળ છે એમ ચિંતવી તે તિતિક્ષા કરી ક્ષમાશ્રમણ' નામ સાર્થક કરે. યાચના માટે હાથ પ્રસારવો અતિ દુષ્કર છે, તેથી અગાર વાસ શ્રેય છે, એમ ભિક્ષુ ન ચિંતવે. યાચના કરતાં પણ શુદ્ધ ભિક્ષા ન મળે, અલાભ થાય, તો તપની વૃદ્ધિ થઈ એમ ચિંતવે.
અંત પ્રાંત આહાર કરનારા પતિને કવચિત રોગ પણ થાય ત્યારે રોગાદિ વેદનાથી દુ:ખાર્તિત છતાં અદીન રહી પ્રજ્ઞાને સ્થાપે, સ્થિતપ્રજ્ઞ રહે, અર્થાત્ દેહાદિથી પોતાના આત્માનું ભિન્નપણે ચિંતવવારૂપ તત્ત્વબુદ્ધિ સ્થિર કરે અને ભાવે કે'હે જીવ! શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફલ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે.” આવા દેહમાં અમમત્વવંત સાધુ ચિકિત્સા અભિનંદે નહિ, પણ આત્મગવેષકપણે સ્થિતિ કરે. રોગાર્ત તપસ્વીને તૃણમાં શયન કરતાં ગાત્રવિરાધના થાય તે સહે; તેમજ પંકથી કે રજથી ક્લિન અંગવાળો છતાં યાવતુ શરીરભેદ થાય ત્યાંસુધી મલને કાયાથી ધારે. રાજાદિ તરફથી થતા સત્કાર પુરસ્કાર (સામૈયાં વગેરે) મુનિ ઇચ્છે નહિ, થાય તો ફૂલાય નહિ ને ન થાય તો અનુતાપ પામે નહિ.
પોતાનામાં પ્રજ્ઞા અલ્પ હોય તો તેથી ખેદ ન પામતાં મુનિ ભાવે કે આ અજ્ઞાન ફળવાળા પૂર્વકર્મનો વિપાક છે; અથવા તો પોતાનામાં અધિક પ્રજ્ઞા હોય તો ઉત્કર્ષ-મદ ન ધરતાં એમ ચિંતવે કે આ તો કર્મના