________________
પ્રશાવબોધ મોક્ષમાળા
યોપશમનો પ્રભાવ છે, અને આ ગમે તેવો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પણ ક્ષાયક ભાવની પાસે કંઈ ગણનામાં નથી. પૂર્વ કર્મ ઉદયથી અજ્ઞાનના કારણ ન ટળી શકતા હોય તો ધીરજ ધરવી ને તે ટાળવા માટે ઓર વિશેષ બળથી સત્સંગ-સપુરુષાદિની આરાધના કરવી, તો અજ્ઞાન પરીષહનો જય થાય. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું તેને દર્શન પરીષહ કહ્યો છે. એ પરીષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જે ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.” આમ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષઘા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન એ બાવીશ પ્રકારના પરીષહને મુનિ જીતે છે.
રણમોખરા પર શત્રને ભાળી કાયરનાં કાળજાં કંપે છે ને ગાત્ર ઢીલાં થાય છે, પણ શૂરવીર તો શત્રુનો શૈર્યથી સામનો કરી વિજય વરે છે. તેમ કર્મને સંહરનારા વીરના સંયમરૂપ રણસંગ્રામમાં પરીષહ-સેનાને દેખી કાયરજનો ભાગે, પણ કેસરી સમા શૂરવીર સાધુજનો તો અનુપમ પૈર્યથી તેનો જય કરે છે. આમ વીરમાગને અનુસરનારા વીર મુનિવરો પરીષહ જય કરી, અપ્રમત્તપણે ગમન કરતાં કર્મશત્રુનો સંહાર કરી, અપૂર્વ વીરપણે દાખવે છે. (દોહરા) ધીર વીર પરીષહ સહે, રણશિરે જ્યમ શૂર,
ભગ્નપરિણામી થઈ, કાયર ભાગે દૂર