________________
વીરત્વ
शिक्षापाठ ६३ : वीरत्व
વીર ગીતા વિંશિકા
અનુષ્ટુપ્
આત્મ ને કર્મના ઉગ્ર, સનાતન રણાંગણે, વિજયશ્રી વર્યા વીર, ધન્ય તેહ વીરત્વને! ધર્મક્ષેત્રે* કુરુક્ષેત્રે, યુદ્ધાર્થે એકઠા થયા; ધર્મ ને કર્મના સૈન્યો, રણના રસિયા ભયા. મિથ્યાદર્શન સેનાની, નેજા નીચે જ નાચતી; મોહની. કર્મસેના તો, કૃષ્ણ વર્ણ ધરાવતી. સમ્યગ્દર્શન સેનાની, સરદારી નીચે હતી; વીરની ધર્મસેના તો શુક્લ વર્ણ ધરાવતી. કાળી તે કર્મસેના શું, અંધકારે અહીં ઘડી ? શુક્લ તે ધર્મસેના શું પ્રકાશે ઉજળી ઘડી ? મચી રહ્યો;
રણનો શંખ ફૂંકાયો, યુદ્ધ શોર સિંહનાદ કરી વીર, રણ, રસે લસી રહ્યો. શુક્લ ને કૃષ્ણ વૃત્તિનું, તુમુલ ત્યાં મચી રહ્યું; દેવ દાનવને દૃશ્ય, દિવ્ય દૃશ્ય રચી રહ્યું.
૧૬૩
ર
૩
જ
૫
* આ દેહરૂપ ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્રમાં આત્મા અને કર્મનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે; તેમાં આત્મસ્વભાવરૂપ ધર્મ ને વિભાવરૂપ કર્મના સૈન્યો પરસ્પર લડે છે. શુક્લ-ઉજ્જવલ-શુદ્ધ વૃત્તિરૂપ ધર્મસેના સમ્યગ્દર્શનની સરદારી નીચે છે, ને કૃષ્ણ-કાળી દુષ્ટ વૃત્તિરૂપ કર્મ· સેના મિથ્યા દર્શનની સરદારી નીચે છે. મોહનિદ્રામાંથી જાગેલો વીર આત્મા પ્રથમ અનંતાનુબંધી કષાય હણી મિથ્યા દર્શનને (દર્શન મોહને) ઊડાવે છે. અને પછી અપ્રત્યાખ્યાનાવરણીય ને પ્રત્યાખ્યાનાવરણીય એ બે કષાયરૂપ ચારિત્રમોહના બે પાદ-પગ ઊડાવે છે: પછી અપ્રમત્ત થઈ તે સંજ્વલન કષાયને ઊડાવવા આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને ક્ષેપકશ્રેણી આરોહે છે, અને તેના અંતે મોહનો ક્ષય કરે છે. એટલે શેષ ત્રણ ઘાતિકર્મ પણ તત્ક્ષણ નષ્ટ થાય છે. એટલે કર્મશત્રુને હણી નાંખવાનું આવું વીરત્વ દાખવનારા આ વીર અરિહંતને કેવલશ્રી વરે છે, અર્થાત્ આ વીર આત્મા સર્વજ્ઞ સર્વદર્શી બને છે.
* મિથ્યાદર્શન સેનાપતિના નેજા-ધ્વજા નીચે.