________________
૧૫૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વ્યવહારથી માયાના મુખ્ય બે પ્રકાર કહી શકાય-એક તો અર્થકામનિમિત્તક (દ્રવ્યાદિ અર્થે થતી) અને બીજી ધર્મનામનિમિત્તક (ધર્મને નામે થતી). દ્રવ્યાદિ અર્થે થતી માયા અનેક પ્રકારના છળકપટ આદિ વંચનારૂપે વ્યક્ત થાય છે. ધર્મને નામે થતી માયા પ્રાય: દંભનું સ્વરૂપ પકડે છે અને તે અત્યંત દુર્વાહ્ય ને વિશેષ દુખદાયી છે. લોકેષણાથી જગતને રૂડું દેખાડવા માટે જે ગુણ પોતાનામાં નથી તે છે એમ બતાવવું તે દંભ છે. વાણીમાં કાંઈ અને વર્તનમાં કાંઈ, અથવા મન-વચન-કાયાનું પરસ્પર વિભિન્નપણું, અસંગતપણું તે દંભ. પોતે દુરાચારી હોવા છતાં સજજનતાનો આડંબર કરવો, પોતાનામાં જ્ઞાન કે ત્યાગ-વૈરાગ્ય સમ્યફ પરિણમ્યા વિના તેની મોટી મોટી વાતો કરવી, હુંપદ માતું ન હોય અને નમ્રતાનો ડોળ કરવો, જીભે અમૃત જમાવવું અને હૃદયે હાલાહલ જમાવવું, કરમાં જપમાળા ફેરવવી અને અંતમાં કપટકળા કેળવવી, પોતાનામાં યતિપણાનું સામર્થ્ય નહિ છતાં પોતાના યતિપણાનું ખ્યાપન કરવું, ઇત્યાદિ પ્રકારોમાં દંભરૂપ માયાનો અવિષ્કાર થાય છે. આ દંભસેવન અતિ દુરૂજ છે. શ્રી અખાભો કહ્યું છે તેમ “ઝીણી માયા છાની છરી,” તે ભલભલાને-જ્ઞાનીને પણ અંદરથી કાપી નાંખે છે.
જગતમાં દંભી-માયાવીનો કોઈ વિશ્વાસ કરતું નથી. માયાના પરિણામે આ લોકમાં અપકીર્તિ, અર્થહાનિ, દંડ, તાડન, કારાવાસ આદિ અનર્થો આવી પડે છે; અને પરલોકમાં નરક-તિર્યંચગતિ, સ્ત્રીત્વ આદિ સાંપડે છે. અરે ! તપ-ધર્મ નિમિત્તે સેવેલી અલ્પ માયા પણ અનર્થના કારણરૂપ થાય છે, તે શ્રી મલ્લિસ્વામીના ચરિત્રથી સુપ્રતીત થાય છે. શાસ્ત્રમાં માયાને “શલ્ય' નામ આપ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી આત્મપ્રદેશમાં ખેંચ્યા કરતું આ માયાશલ્ય નીકળતું નથી ત્યાં સુધી વાસ્તવિક વ્રતીપાનું પણ ઘટતું નથી. કારણકે “ નિ:શો વ્રતી" નિ:શલ્ય હોય તે જ વ્રતી. એટલા માટે વંચનારૂપ કે દંભરૂપ માયાનો સર્વથા ત્યાગ કરી, આત્માર્થીએ નિદભ ધર્મારાધન કરવું એ જ શ્રેયસ્કર છે. અર્થાત્ ધર્મારાધન એવું શુદ્ધ હોવું જોઈએ કે તેમાં લેશ પણ માયાકપટ કે દંભ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા કે માયાચાર ન