________________
માયા
૧૫૭
આ એક એક પદ પણ તે પરમ પદ પમાડવાને પરિપૂર્ણ સમર્થ છે. તો પછી બે ત્રણ કે સર્વ પદ ઉત્કૃષ્ટપણે આરાધે, તે તે પરમ તીર્થંકર પદ પામે એમાં આશ્ચર્ય શું? (દોહરા) સ્વરૂપ પદના લક્ષ્યથી, વીશ પદ સેવે જેહ;
તીર્થંકર પદ તે લહે, ભગવાન નિજ ગુણગેહ;
शिक्षापाठ ६१ : माया ઉત્તમ ધર્મસ્થાનકોની જે માયારહિતપણે નિષ્કપટ આત્માર્પણ ભાવથી આરાધના કરે તે પરમ પદને પામે. “કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહા” બહિરાત્મભાવ ત્યજી, શુદ્ધ અંતરાત્મભાવથી ધર્મારાધન કરવું, એ જ નિષ્કપટ આત્માર્પણનો વિધિ છે ને એ જ માયાચારરહિતપણું છે. આથી ઊલટું તે સકપટ માયાચરણ છે. કારણકે “અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા; ઠંડું ન અવગણ ચાલ, અનાદિની જે પ્રિયા!” અર્થાત્ પોતાના અવગુણ ઢાંકવા માટે જિનમતની ક્રિયા કરે, પણ પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરતી વક્ર માયાવી અવગુણ ચાલ છોડે નહિ; બાહ્ય ત્યાગાદિ કરે, પણ અંતથી બક ભક્તની જેમ વિષયનું ધ્યાન ધરે,- આ પ્રગટ માયાચાર છે. આવો માયાચાર જે આચરે છે તેને શાસ્ત્રમાં “વિષ્ટાના ઉકરડા''ની ઉપમા આપી છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે-“દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયાવંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.” ધર્મમાં માયા એ ધર્મના દ્રોહરૂપ છે. માયા એ આત્માને મુક્તિસુખથી વંચિત કરનારી વંચના છે. કારણકે માયાની ગતિ ભુજંગની જેમ વક છે ને મુકિતની ગતિ જુ-સરલ છે; એટલે તેમાં વક્રગામી માયાવીનો પ્રવેશ સ્વપ્ન પણ સંભવતો નથી. માટે મુકિતકામી મુમુક્ષુએ દ્રવ્યથી અને ભાવથી માયાનો પરિત્યાગ કરી, સાચા ભાવથી નિર્દભપણે નિષ્કપટ ધર્મારાધન કરવા યોગ્ય છે.