________________
૧૫૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દ્રવ્ય
યોગાવંચક ક્રિયાવંચક ને લાવંચક હોય અને આત્મા ધર્મધ્યાન-શુક્લ ધ્યાનની અધ્યાત્મ ગુણશ્રેણીએ ચઢતો જાય. ચૌદમું તપ પદ : આત્મસ્વરૂપના લક્ષ્યપૂર્વક આત્માર્થે જ બાર પ્રકારનું તપ યથાશક્તિ તપવું, કે જેથી નિર્જરા થઈ આત્મા સ્વરૂપને વિષે પ્રતપે. પંદરમું દાન પદ : જ્ઞાન-દર્શનાદિના પરમ પાત્ર એવા સુપાત્ર સત્પુરુષોને નિજ અનુગ્રહબુદ્ધિથી ભક્તિ-બહુમાનપૂર્વક આહારાદિ આપવા તે દાન. સોળમું વૈયાવચ્ચ પદ : અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, સંઘ, સાધુ, ગૃહસ્થ, એ સર્વની વ્યાધિ આદિ આવી પડયે નિષ્કામપણે ભક્તિ-બહુમાનથી સેવાશુશ્રુષા કરવી તે વૈયાવચ્ચ. સત્તરમું સંયમ સમાધિ પદ : સ્વ સ્વરૂપને વિષે સ્થિતિરૂપ પરમાર્થસંયમ અને તેના કારણભૂત વ્યવહારસંયમ,-એમ ભાવસંયમથી આત્માનું સ્વરૂપને વિષે સમાવું તે સંયમ સમાધિ પદ. અઢારમું અભિનવ જ્ઞાન પદ : નિત્ય નિત્ય નવનવા અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરી, આત્માનું અનુભવજ્ઞાન વધારવું તે અભિનવ જ્ઞાન પદ. ઓગણીસમું શ્રુત પદ : સદ્ભુતનું શ્રી સદ્ગુરુ મુખે અપૂર્વ શુષારસથી શ્રવણ કરી મનન કરવું અથવા સ્વયં સ્વાધ્યાય કરવો તે શ્રુત પદ. વીસમું તીર્થ પદ : ભવજલથી તારે એવો આત્મધર્મ તે તીર્થ. તીર્થંકરાદિ સદેહે વિચરતા ધર્મમૂર્તિ સત્પુરુષો તે જંગમ તીર્થ; તે તે સત્પુરુષોની ચરણરેણુથી પાવન થયેલી ભૂમિઓ તે સ્થાવર તીર્થ. આ ધર્મતીર્થની દર્શનપ્રભાવક ગ્રંથથી, વિદ્યા આદિથી પ્રભાવના કરવી તે તીર્થપદની ઉત્તમ સેવા છે. ભગવાન્ તીર્થંકર આ ધર્મતીર્થના ચક્રવર્તી છે. આ તીર્થને સેવવાનું ફલ પરમ સારભૂત એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ છે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર. જે આ તીર્થને સેવે છે, તે આનંદધન અવતારને પામે છે.
""
આમ આ તીર્થંકર પદની પ્રાપ્તિ કરાવનારા વીસ સ્થાનકોનું સંક્ષેપે સ્વરૂપ છે. તે તે પદનું સ્વરૂપ સમજી નામથી, સ્મરણથી, નમનથી, વંદનથી, અર્ચનથી, પૂજનથી, ભાવનથી, ધ્યાવનથી, આચરણથી આત્મસ્વરૂપના લક્ષ્યપૂર્વક, જે સમ્યગ્દષ્ટ જીવ તેનું એકનિષ્ઠ આરાધન, ઉપાસન, સેવન કરે છે, તે તીર્થંકર પદને પામે છે.