________________
તીર્થંકર પદ પ્રાપ્તિ સ્થાનક
૧૫૫
સાધનાને અનુકૂળ પંચ આચાર જે પાળે છે ને પળાવે છે, એવા સમદષ્ટિ વીતરાગ સત્પુરુષો તે આચાર્ય. પાંચમું સ્થવિર પદ : આત્મસ્વરૂપસ્થિતિમાં જે અત્યંત સ્થિર થયેલા છે અને અન્ય સીદાતા જીવને જે સ્થિર કરે છે, એવા જ્ઞાનવૃદ્ધ આત્માનુભવી આર્ય સંતજનો તે સ્થવિર. છઠું ઉપાધ્યાય પદ : સમસ્ત વ્યુતરહસ્યના પારગામી થઈ જે અન્યને તે પરમ કૃતનો ઉપદેશ આપે છે, એવા આત્મારામજ્ઞાની મહામુનિઓ તે ઉપાધ્યાય. સાતમું સાધુ પદ : શુદ્ધ આત્મસ્વભાવની નિર્મળ સાધનામાં નિરંતર સાવધાન એવા સાધુચરિત સમ્યગદષ્ટિ સંતો તે સાધુ.
આઠમુ જ્ઞાન પદ : દેહાદિથી ભિન્ન એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક સ્વભાવી આત્માને સદ્ગુરુ ઉપદેશથી જાણવો તે જ્ઞાન. જ્ઞાનના મતિ-શ્રુતાદિ પાંચ ભેદ છે. નવમું દર્શન પદ : જ્ઞાન વડે કરીને જે આત્મસ્વરૂપ જાણ્યું, તેની આત્માનુભવજન્ય સમ્યક પ્રતીતિ તે સમ્યગુદર્શન; અથવા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મ એ ત્રણ સતત્ત્વની કે જીવાજીવાદિ નવ તત્ત્વની શુદ્ધ શ્રદ્ધા તે દર્શન. આ દર્શન વિના જ્ઞાન પ્રમાણ નથી ને ચારિત્ર તરુ ફળતું નથી. દશમું વિનય પદ : અરિહંત, સિદ્ધ આચાર્ય આદિ પ્રત્યે અનાશાતનાથી, ભક્તિથી, ગુણસ્તુતિથી, બહુમાનથી પરમાદરયુક્ત વિનમ્રપણે દાખવવું તે વિનય. આ વિનય વિના જ્ઞાનદર્શનાદિની પ્રાપ્તિ થતી નથી. અગીઆરમું ચારિત્ર પદ : જે જ્ઞાન-દર્શને કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણ્યુંપ્રતીત્યું તેવો સ્થિર સ્વભાવ ઉપજવો, પરભાવ-વિભાવથી વિરમી આત્મસ્વભાવમાં વર્તવું, સ્વરૂપ-રમાણતા કરવી તે ચારિત્ર. બારમું બ્રહ્મચર્ય પદ : પંચમહાવ્રતમાં પણ બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે. મનવચન-કાયાથી નવવાડ વિશુદ્ધપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન તે બ્રહ્મચર્ય.
તેરમું ક્રિયા પદ : નિજ સ્વરૂપને સાધે એવી આત્મપરિણતિમય ષડું આવશ્યકાદિ શુભ કરણી તે ક્રિયા. તે સ્વરૂપલક્ષ્મપૂર્વક એવી રીતે કરવી કે જેથી બાણની લક્ષ્મક્રિયાની પેઠે