________________
વિભાવ- ભાગ ૨
૨ ૪૯
તે વિભાવ પરિણામથી, અવરાયું તુજ જ્ઞાન; ખાતો ગોથાં મોહમાં, ભૂલી ગયો નિજ ભાન. ૬ રાગદ્વેષના તાંતણે, બાંધી આપને આપ; કોશકાર કૃમિ જેમ તું, પામો દુ:ખ અમાપ. ૭
ત્યારા પોતાના ગૃહે, પેઠા આંતર ચોર; તુજ વૈભવ લૂંટી રહ્યા, જાગ! જા! મત ઘોર. ૮ ચેતન! ચેતનવંત હે! ચેત! ચેત! તું ચેત! કાઢી તે ગૃહાવિષ્ટને, કર સ્વાધીન નિજ ખેત. ૯ આત્મવીર્યમય વજૂનો , દંડ ગ્રહી નિજ હાથ; ચિત્તધાર પર બેસીને, કર ચોકી દિન રાત. ૧૦ વિભાવના પરિણામથી, પાછો વળીને આમ; પ્રતિક્રમણ કરી બેસ તું, જઈ પાછો નિજ ઠામ. ૧૧ સામાયિક કરતો સદા, ધરતો સ્થિર સ્વભાવ; નિરત થઈ સ્વાધ્યાયમાં, આત્મભાવના ભાવ. ૧૨ પુન: વિભાવ ગ્રહણ તણું, કર સદા પચ્ચખાણ; દેહ અહંન્દુ મમત્વ ત્યજી, ધર કાયોત્સર્ગ ધ્યાન. ૧૩ આત્મારામી સદ્ગર, ચરણે વંદ સદાય; જિન સહજત્મસ્વરૂપ સ્તવી, સ્મર નિજ રૂપ સદાય. ૧૪ ષડુ આવશ્યક છમ કરી, ભકિતભરે ભરપૂર; વિભાવ વૈરિ જે જીતે, દાસ ભગવાન તે શૂર. ૧૫