________________
૨૪૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ભ્રષ્ટ એવો આ આત્મા અનંત ભવભ્રમણ દુ:ખ ભોગવે છે. પણ આ સ્વરૂપપદભ્રષ્ટ ચિધન આત્મા ‘પ્રતિક્રમણ કરી, પીછેહઠ કરી, મૂળ અસલ સહજ સ્વસ્વભાવપણાનો યોગ સાધ, વિભાવરૂપ પરધર છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે, ત્યારે તેનો જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે અને સહજાન્મસ્વરૂપ સ્થિતિરૂપ મોક્ષ પ્રગટે, ને “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ માલ” થાય.
ધાર તરવારની સોહલી'–એ રાગ. લઈ પુદ્ગલ મૂડી, ભવ બજારે કૂડી, ખોટ વ્યાપાર તેં ખૂબ કીધો; મૂળ થોડું કહ્યું, વ્યાજ ન્હોળું થયું, પ્રાંતમાં શૂન્યનો લાભ લીધો. જ્ઞાનદર્શનતાણી, મૂડી લઈ આત્મની, શુદ્ધ ચારિત્ર વ્યાપાર કર તું; શ્રણ પર ફેડીને, ત્રોડી ભવ બેડીને, મુક્તિનો લાભ સ્વાધીન ધર તું. જગતજીવતારિણી, મોહતમતારિણી, જ્ઞાનીનીવાણીએ એમ ભાખ્યું; જાણી પરમાર્થને, સાધ આત્માથને, દાસ ભગવાન આ સત્ય દાખ્યું.
शिक्षापाठ ९१ : विभाव} भाग २
દોહરા ચેતન! કર નિજ આત્મામાં સર્વ પ્રકારે વાસ; વિભાવ સર્વ વિસર્જ તું, કરી મોહનો નાશ. ૧ બાહ્ય ભાવ સઘળો ત્યજી, અંતર્મુખ અવલોક! વૃત્તિ જોડી પરમાત્મમાં, પેખ જ્ઞાન આલોક. ૨ પર પ્રદેશમાં પેસીને, વહોરી આપદા આપ; પરિભ્રમણમાંહી પડી, તેં ખાધી ભૂલ થાપ. ૩ પરકીય ક્ષેત્રપ્રવેશનો, કીધો તે અપરાધ; તેથી ભવની ઘાણીમાં, પીલાયો તું ગાઢ. ૪ પર વસ્તુની ચોરીનો, બીજો તુજ અપરાધ; મમકાર કરી ત્યાં વળી, દીધી વધારી બાપ. ૫