________________
૨૫૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ९२ : रसास्वाद | વિરસ એવા વિષયકષાયરૂપ વિભાવનો રસાસ્વાદ ત્યજે, તો જ આત્માનુભવરસનો સ્વાદ પામે. ચાર કષાયનું મૂલ પંચ વિષય અને પંચ વિષયનું મૂલ રસના છે. કારણકે તે જ સર્વ ઇંદ્રિયને પોષણ આપનારી અન્નદાત્રી છે. રસનેંદ્રિય જીત્યા વિના કામ જીતાય નહિ, માટે જ પ્રણીત-રસદાર આહાર છોડી દેવો એવી બ્રહ્મવ્રતની રક્ષાની નવ વાડમાંની એક વાડ કહી છે. ‘પાંચ ઇંદ્રિયમાં જિહેંદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે.” પણ આ રસનેંદ્રિય સર્વથી દુર્જે છે. ભલભલા મહાનુભાવો પણ રસલોલુપતા આગળ લાચાર બની, વદનકોટરમાં સળવળતી રસનાસુંદરીની લોલતા' દાસીનું દાસાનુદાસપણે હોંશે હોંશે સ્વીકારે છે! જડ કે વિચક્ષણ સર્વ જન આ રસનાના રસમાં મુગ્ધ બની, નિરંતર તેનું તર્પણ કરવા તત્પર દેખાય છે! “ગતિ ચારે કીધા, આહાર અનંત નિ:શંક પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચિયો રંક.” ચારે ગતિમાં આ રંક જીવે નિ:શંકપણે અનંત આહાર કર્યા છે, પણ તેથી એ તૃપ્તિ પામ્યો નથી, અને તેની લાલચ હજુ તેવી ને તેવી તાજી રહી છે!
આ બે ઇંચની જીભડીને રાજી રાખવા જગતમાં કેટલી બધી હિંસા થાય છે? રસનેંદ્રિયના રસાસ્વાદને સંતોષવા ખાતર માંસાદિ અર્થે પ્રતિદિન કેટલા બધા નિર્દોષ જીવોનો સંહાર જગતમાં કરાય છે? સ્વાદિષ્ટ વાનીઓ (Delicious Dishes) માટે લોકો કેટલા બધાં હવાતી નાંખે છે? મુખેથી અન્ય આસ્તિક ધમનુયાયી હોવાનો દાવો કરવા છતાં આચરણમાં તો જાણે ચાર્વાકનું અનુયાયી હોય એમ ચાવી ચાવ કરવારૂપ ચર્વણપણું કરતું આ જગત રસગારવામાં કેટલું બધું ગૂંચી ગયું છે? આ જગત ભલે રસાસ્વાદમાં આનંદ માણે, પણ આ રસલોલુપતાનો વિપાક ઘણો દારુણ છે. હમણાં આ રસાસ્વાદ વેળાએ લોકોના મુખમાંથી પાણી છૂટે છે, પણ વિપાકકાળે આંખમાંથી પાણી છૂટશે, તેની તે બિચારાને ખબર નથી. રસાસ્વાદ પરલોકમાં જ દુ:ખદાયી થશે એમ નથી, પણ આ લોકમાં જ એના પ્રત્યક્ષ ફળ દેખાય