________________
૨સાસ્વાદ
૨૫૧
છે. રસાસ્વાદથી જે અકરાંતીઆ થઈને જમે છે, તે કાં તો વમે છે, કાં તો અજીર્ણ-પેટપીડા-વિપૂચિકાદિથી પીડાય છે. જીભની સજા બાપડા પેટને ભોગવવી પડે છે! અને પેટના રોગને લીધે બીજા અનેક રોગની પણ ઉત્પત્તિ થાય છે. આમ જીભડીએ ક્ષણભર ભોગવેલા આનંદનો દંડ લાંબા વખત સુધી આખા શરીરને વેઠવો પડે છે! ને સજામાંથી છટકી ગયેલી મૂળ ગુન્હેગાર જીભડી તો તે રોગ દરમ્યાન પણ પોતાનો સળવળાટ છોડતી નથી, એટલું જ નહિ પણ આરામથી પોતાનું કામ ઓર જોરથી ચાલુ રાખી શરીરની સજામાં વધારો કરે છે!
| માટે આવી આ દુષ્ટ રસનાનો જય કરવા માટે રસાસ્વાદની લોલુપતા ત્યજવી એ જ યોગ્ય છે. કંઠનાલથી નીચે ઉતર્યું કે ગમે તેવા સરસ ભોજનનો કંઈ પણ સ્વાદ રહેતો નથી અને તે વિષ્ટા તુલ્ય બને છે. એમ સમજી મુમુક્ષુએ મધ, માંસ, માખણ, મધ, પંચ ઉદુંબર, અભક્ષ્ય, અનંતકાય આદિ અનંત હિંસામય પદાર્થોને તેમજ વિકૃતિકર (વિગઈ) પદાર્થોનો ત્યાગ કરી, રસાસ્વાદ જીતવા યોગ્ય છે. રસત્યાગ અર્થાત્ સ્વાદનો જય એ મોટું તપ છે. આયંબિલ આદિ તપમાં નીરસ રૂક્ષ લૂખો આહાર કરવાનો હોય છે. તે રસાસ્વાદનો જય કરવા માટેનો ઉત્તમ અભ્યાસ છે. દિવસમાં બે-ત્રણવાર આહાર નહિ કરતાં, માત્ર પ્રાય: એકજ વાર ગોચરી કરી મુનિએ એકાશન કરવું એવી આજ્ઞાનો ઉદેશ પણ આ રસાસ્વાદનો જય છે. દેહ સંયમહેતુ છે, અર્થાત ભોગ માટે નહિ પણ યોગ માટે છે, એમ માની સંયમયાત્રાર્થે દેહના નિર્વાહ પૂરતો આહાર લેવો અને તે પણ રસાસ્વાદરહિતપણે અર્થાત્ સ્વાદીઆ ન થવું; અને જીવવા માટે ખાવું છે, ખાવા માટે જીવવું નથી એ સૂત્ર નિરંતર લક્ષમાં રાખી મુમુક્ષુ રસાસ્વાદને જય કરે. કારણકે તુચ્છ બે ઇંચની જીભડી જેટલું ક્ષેત્ર ન જીતાયું, તો આખી પૃથ્વી જેટલા ગમે તેટલા ક્ષેત્રો જીતવાની મોટી મોટી વાતોથી પણ શું?
તાત્પર્ય કે તુચ્છ પૌદ્ગલિક રસાસ્વાદનો જેમ બને તેમ જ કરી મુમુક્ષુએ જિતેંદ્રિય બની, આત્માનુભવરસ આસ્વાદના રસીયા થવું એ જ યોગ્ય છે. અશુચિ, તુચ્છ, ક્ષણિક, દુષ્ટ પૌદ્ગલિક એઠના વિરસ