________________
પ્રશસ્ત યોગ
તપસ્વી આદિ પ્રત્યે જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ હોવું, તે યોગબીજ છે,-હિ કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે.” અહીં ‘ભાવ' શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂક્યો છે. ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં યોગ પરિણમ્યો હોઈ જે સાચા ભાવયોગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્રોત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વર્તે છે, એવા ખરેખરા ભાવાચાર્યભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય ઉત્તમ પાત્ર છે,-નહિ કે ખોટા રૂપિયા જેવા દ્રવ્યાચાર્ય-દ્રવ્યસાધુ આદિ. એટલે વિચક્ષણ મુમુક્ષુ તો સમ્યક્ પરીક્ષા કરી, જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ દીવો પ્રગટયો છે, એવા જાગતી જ્યોત જેવા સાક્ષાત્ યોગીસ્વરૂપ ભાવાચાર્યાદિ પ્રત્યે મન-વચન-કાયાથી સંશુદ્ધ સેવાભક્તિ આદરે છે. તેનો આત્મા સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે. તેનો મનોયોગ તે સત્પુરુષના ગુણચિંતનમાં રમે છે. તેના વચનયોગને તે સત્પુરુષનું ગુણસ્તવન ગમે છે. તેનો કાયયોગ તે સત્પુરુષના ચરણે નમે છે. તેના સમસ્ત આત્મપ્રદેશ તે સત્પુરુષ પ્રત્યે પરિણમન-પરિનમન કરે છે. આમ તે સત્પુરુષ પ્રત્યેની ભક્તિક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. અને તે નિજ આત્માનું નૈવેદ્ય ધરી ભાવે છે કે ‘શું પ્રભુચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વરતું ચરણાધીન.’
૧૧૯
આ ભક્તિ ઉપર શાસ્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂક્યો છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ અને સશ્રુતભક્તિ એ યોગમાર્ગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય સદેવ આદર્શસ્થાને હોઈ, જીવને ઇષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્ગુરુ, મોક્ષમાર્ગરૂપ સન્માર્ગના પરમ સાધક સાધુચરિત સત્પુરુષ સાક્ષાત્ જીવતા જાગતા જોગી હોઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાબળ આપે છે; અને તથારૂપ સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સત્શાસ્ત્ર પણ પરમ અવલંબનરૂપ બની, આત્માર્થી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીવની નિર્મલ ચિત્તભૂમિમાં રોપાયેલા આ પ્રશસ્ત યોગબીજ,