________________
૧૧૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અને સત્યોગસાધન પ્રત્યે ભક્તિયુક્ત મન-વચન-કાયાના પ્રશસ્ત યોગ, આત્માને સ્વરૂપાનુસંધાન યોગના કારણભૂત થાય છે. એટલા માટે જ પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, સકૃતભક્તિ આદિને ઉત્તમ યોગબીજ કહ્યા છે,–કે જે નિર્વાણના અવંધ્ય–અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમોઘ યોગબીજ અંકુરિત થઈ, અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ ફલ આપે જ છે.
અને પ્રશસ્ત યોગરૂપ આ યોગબીજમાં સૌથી પ્રથમ ને સૌથી પ્રધાન એવું પરમ યોગબીજ, પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી વીતરાગદેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ કરવા તે અનુત્તમ યોગબીજ છે.” (શ્રી યોગદષ્ટિસમુચ્ચય). અત્રે સંશુદ્ધ ભક્તિને જ યોગબીજ કહ્યું છે, નહિ કે અસંશુદ્ધને. લોકોત્તર એવા આ જિનદેવને ઘણા જીવો તેમનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લોક-પરલોક સંબંધી લૌકિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા કોંધમાન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી; અને તે યોગબીજ નથી. શુદ્ધ સેવા તો પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, ક્રોધાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિતપણે અને આલોકપરલોક સંબંધી ફલકામના રહિતપણે કરવામાં આવે તો જ થાય. એટલે આખા જગત કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણવિશિષ્ટ છે, એવા આ મહા મહિમાવાન પરમ જગદ્ગુરુ ‘અતિ’ પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવનામાં શુદ્ધ નિષ્કામ ભાવે મન-વચન-કાયાથી લીન થઈ જવું, આવી જે સંશુદ્ધ ભક્તિ તે જ અત્રે પ્રશસ્ત યોગબીજ છે.
જેમ પ્રભુભક્તિ પ્રશસ્ત યોગબીજ છે, તેમ સદ્ગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે. મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે“ભાવયોગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવ