________________
પ્રશાવબોધ મોક્ષમાળા
પછી અનેક પ્રકારની રસપ્રદ ધર્મગોષ્ઠિ વડે તે રાત્રી નિર્ગમન કરતાં જંબૂકુમારે આઠ પત્નીઓના મનનું પણ સમાધાન કર્યું, અને મોહભાવ દૂર કરાવી તેમને પ્રતિબોધ પમાડી. આમ ધર્મજાગરણરૂપ આ રાત્રી વ્યતીત થયે આ સર્વ મુમુક્ષુ મહાત્માઓએ છતી એવી અઢળક ઋધ્ધિનો તૃણવત્ ત્યાગ કરી, શ્રી સુધર્માસ્વામી પાસે નિગ્રંથ પ્રવજ્યા અંગીકાર કરી. (દોહરા) મહામુમુક્ષુ જંબૂનો, અહો! અહો વૈરાગ!
છતી ઋદ્ધિને છાંડતાં, કેવો અદ્ભુત ત્યાગ!
शिक्षापाठ १५ : व्यावहारिक जीवोना भेद
આ સંસારમાં સંસરતા વ્યાવહારિક જીવોના ભેદનું એકથી માંડી ચૌદ પ્રકારે વર્ણન કરવામાં પ્રજ્ઞાવંત મહાત્માઓએ અપૂર્વ બુદ્ધિવૈભવ દાખવ્યો છે : (૧) ‘સર્વ જીવને ઓછામાં ઓછો કૃતજ્ઞાતનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ઉપયોગરૂપ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે.” (૨) ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે–ભયથી ત્રાસે તે ત્રસ, તડકામાંથી છાંયામાં ને છાંયામાંથી તડકામાં આવે, ગમનાગમન આકુંચન - પ્રસારણ આદિ કરે; અને એક જ સ્થળે સ્થિર સ્થિતિ કરે તે સ્થાવર. અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ એમ બે પ્રકારે. (૩) વેદ (લિંગ) અપેક્ષાએ ત્રણ પ્રકારે : સ્ત્રી, પુરુષ કે નપુંસક એ ત્રણ લિંગમાં સર્વ જીવનો સમાવેશ થાય છે. અથવા સંયત, અસંયત અને સંયતાસંયત એમ ભાવલિંગથી ત્રણ પ્રકારે. (૪) ચાર પ્રકારે ગતિ અપેક્ષાએ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
(૫) પાંચ પ્રકારે ઇંદ્રિય અપેક્ષાએ : (1) જેને એક સ્પર્શન ઈન્દ્રિય છે તે એકેન્દ્રિય જીવ. પૃથ્વી, અપ, તેજસ, વાયુ અને વનસ્પતિ. (II) જેને સ્પર્શન તથા રસના એમ બે ઇંદ્રિય છે તે બે ઇંદ્રિય