________________
૨૭૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
મુમુક્ષુઓને વૈરાગ્યતરંગિણીમાં નિમજ્જન કરાવે છે. જેમાં દર્શનને સાર સમાવ્યો છે અને જેમાં શ્રુતસમુદ્ર મંથી તસ્વનવનીત જમાવ્યું છે, એવી અનુભવરસગંગા સમી શ્રીમદ્ભી આત્મસિદ્ધિ તો આ અવનિ પરનું સાક્ષાત્ અમૃત છે.
પદે પદે જેની પરમ વીતરાગ ભક્તિ નિઝર છે, એવા આ વીતરાગના ખરેખરા અનુયાયી ‘રાયે' તે વીતરાગને અનુસરી “પંથ પરમ પદ બોધ્યો' છે. આ દેવજિ-નંદે દેવ-જિનંદ ભાખ્યો, ‘મૂળ મારગ સાંભળો જિનને રે’ ‘ભવ્ય જનોના હિતને કારણે સંભળાવ્યો છે. આ સત્ય ધર્મના ઉદ્ધારકે અપૂર્વ આત્મશાંતિના ઉલ્લાસમાં ‘ધન્ય રે દિવસ આ અહો!” ગાઈ નિજ જીવનધન્યતા લલકારી છે ‘અપૂર્વ અવસર'ની ઝંખના કરતા આ સાધુચરિત દિવ્યદ્રષ્ટા કવીશ્વરે પરમપદપ્રાપ્તિનો ભવ્ય મનોરથ પરમ ભાવાવેશથી ગાયો છે. “કરુના હમ પાવત હે તુમકી” એમ કરુણાસિબ્ધ આ પરમ કૃપાળુએ “યમ નિયમ સંયમ આ૫ કિયો' એ જોગીન્દ્ર ગર્જના કરી છે. ‘લોકરૂપ અલોકે દેખ’ એમ આ આત્મદષ્ટા પરમ પુરુષે ‘લોક પુરુષ’નો અલૌકિક ભેદપ્રકાશ્યો છે. સર્વ યોગશાસ્ત્રોના પરમ રહસ્યરૂપ “ઇચ્છે છે જે જોગીજન' એ છેલ્લી અમર કૃતિમાં જિનપ્રવચનસિબ્ધ બિન્દુમાં સમાવી આ યોગીન્દ્ર ‘સુખધામ અનંત સુસંત ચહી” એ તેના છેલ્લા પદમાં સર્વ યોગશાસ્ત્રોનો છેલ્લામાં છેલ્લો શબ્દ કહ્યો છે. .
આ ઉપરાંત પરમ વિશ્રામ શ્રી સૌભાગ્ય' આદિ જેવા હૃદયજ્ઞ પરમાર્થસહદ્ સત્સંગીઓ પ્રત્યે પાઠવેલા આત્મસંવેદનમય પત્રોમાં તો આ મહાજ્ઞાની વીતરાગ પુરુષે પોતાનું હૃદય ઠાલવી પોતાની ઉત્કૃષ્ટ યોગશ્રેણીએ શીધ્ર આરોહતી અદભુત આત્મદશાની આપણને ઝાંખી કરાવી છે. અથથી તે ઇતિ સુધી જેમની પ્રત્યેક કૃતિમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્માનો જ દિવ્ય ધ્વનિ ગૂંજ્યા કરે છે, એવા આ મહાગીતાર્થ યોગીશ્વરે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથરૂપ આત્માની મહાગીતાનું જ દિવ્ય સંગીત ગાયું છે, અને પહેલેથી તે છેલ્લે સુધી આ આત્મભાવનામય સંતે “જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વ!' એ જ ભાવના ભાવી છે.