________________
૨૭૩
શ્રીમદ્ રાજચંદ્ર કે મહાવિભૂતિ-ભાગ ૩
આવો મહાપ્રતિભાસંપન્ન સંસ્કારસ્વામી જ્ઞાનાવતાર પુરુષ સેંકડો વર્ષોમાં કોઈ વિરલો જ પાકે છે. સહસ્રમુખ પ્રતિભાથી શોભતા શ્રીમદ્ રાજચંદ્રજી સહસ્રરમિ તેજસ્વી સૂર્ય સમા છે. જે વિરલ વિભૂતિરૂપ મહા જ્યોતિર્ધરો ભારત ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. મત-દર્શન આગ્રહ ને સંપ્રદાયથી પર વિશ્વગ્રાહી વિશાળ દષ્ટિવાળા આવા ગણગણગુરુ સમર્થ તત્ત્વદ્રષ્ટા કાંઈ કોઈ એક સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત ભારતના ભૂષણરૂપ છે. તેઓ એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે. (માલિની) અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ શ્રી રાજચંદ્ર,
અમૃતમયી પ્રસારી જ્ઞાનજ્યોત્સના સુરે; તહિ સુજન ચકોરો ન્હાઈ આનંદ પામે, સુમન કુમુદ કેરો પૂર્ણ ઉદ્ધોધ જામે.
शिक्षापाठ १०० : श्रीमद् राजचंद्र
एक महाविभूति } भाग ३ શ્રીમદ્દ અને આનંદઘનજી : એક તુલના
મહાત્મા આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં અને વનમાં ઘણું સામ્ય દશ્ય થાય છે. બન્નેનું જીવન પરમ અધ્યાત્મપ્રધાન છે; બન્ને આત્મગુણવિકાસની ઉચ્ચ દશાને પામેલા સમદષ્ટિ જ્ઞાની વીતરાગ પુરુષો છે; બન્ને વિશિષ્ટ આત્માનુભવને પામેલા સમર્થ યોગીન્દ્રો છે–આ એમના પ્રગટ અનુભવની આરસી જેવા વચનામૃતોથી સુપ્રતીત થાય છે. ભક્તશિરોમણિ શ્રીઆનંદઘનજીની પરમ વીતરાગ ભક્તિ એમની સ્તવનાવલીમાં પ્રત્યક્ષ થાય છે; પરાભક્તિની પરાકાષ્ઠા વટાવી ગયેલા શ્રીમદ્