________________
૧૪૬
પ્રશાવબોધ મોક્ષમાળા
મહામુનિએ કહ્યું–આખા વિશ્વ પર જેની એકછત્રી આણ પ્રવર્તી રહી છે એવો મોહ રાજા માથે બેઠો છે, તેને નીચે પટકાવી હણી નાંખવામાં આવે, તો કોઈ પણ પ્રભુ માથે ન હોય એવી પરમ પદવી પ્રાપ્ત થાય. આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખી, પરવસ્તુમાં મુંઝાયા વિના જે શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તવારૂપ ચારિત્રધર્મ પાળે, તે જ મોહનો સંહાર કરી સર્વોપરિ એવી લોકાગ્રસ્થિતિરૂપ મોક્ષપદવી પણ પામે. તો પછી ઈસુપલાલ જેવી આનુષંગિક ઇંદ્ર-ચક્રવર્તી આદિ પદવીનું તો પૂછવું જે શું? શાલિભદ્રે કહ્યું-એમ છે તો હે ભગવાન! હું તે અનુત્તર મોક્ષપદવી જ ઈચ્છું છું. માતાની અનુજ્ઞા લઈ હું શીઘ તે ચારિત્રધર્મ અંગીકાર કરવાનો અભિલાષી છું. આચાર્યે કહ્યું–તમારા જેવા મહાસવંતને આ છાજે છે. ધર્મમાં પ્રમાદ કર્તવ્ય નથી.
પછી શાલિભદ્રે જનની પાસે દીક્ષાની અનુજ્ઞા માગી. માતાએ કહ્યું- હે વત્સ! આ કાંઈ ખાવાના ખેલ નથી, પણ ખાંડાના ખેલ છે. આ તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે તે વેળુના કોળીઆ ગળે ઉતારવાના છે. અને તું તો પ્રકૃતિથી પણ અત્યંત સુકુમાર ને દિવ્ય ભોગોથી લાલિત છે, તો તું આ મેરુ જેવા દુધર મહાવ્રતભારને કેમ વહન કરી શકીશ? શાલિભદ્રે કહ્યું-અહો માતાજી! કાયર જનોને વ્રતભાર ભલે દુર્વહ હો, પણ ખરેખર તીવ્ર મુમુક્ષુ આત્મપરાક્રમી પુરુષને તો તે સાવ સુવહ જ છે. માતાએ કહ્યું- હે વત્સ! જો હારો વ્રતધારણનો આગ્રહ જ છે, તો તું ઉતાવળ મ કર ને કેમે કરીને ભોગો ત્યજવાનો અભ્યાસ પાડ. એટલે શાલિભદ્ર માતાનું વચન માથે ચઢાવી. પ્રતિદિન એક એક સ્ત્રી આદિ પરિચયનો ત્યાગ કરવા લાગ્યા.
તે સાંભળી તેમના બનેવી ધનાભદ્રના સહજ વૈરાગ્ય ઉદ્ગાર નીકળી પડ્યા–એવો બત્રીસ દિવસ સુધીનો કાળપારધિનો ભરૂસો શ્રી શાલિભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે!' એટલે શાલિભદ્રની બહેન બોલી ઊઠી-કહેવું હેલું છે, પણ તેમ કરવું તમને પણ દુર્લભ છે. જે સાંભળી કોઈ પણ પ્રકારના ચિત્તક્લેશ પરિણમાવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા. અને શ્રી શાલિભદ્ર પ્રત્યે