________________
ઉદયાદિ ભંગ
૧૪૭
કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છો? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા શ્રી શાલિભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસ કંઈ પોતાનું કર્યું નથી, એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હતા. આવા પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે તે કિયાં બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.' (દોહરા) માથે બેઠા મોહને, નીચે પાડવા કાજ;
માથે ન જોઈએ' ઇમ થવા, શાલિભદ્ર ઊડ્યા જ.
शिक्षापाठ ५७ : उदयादि भंग કર્મના ઉદયથી જ જીવ ઉચ્ચ-નીચ ગતિ પામતો સંસારમાં ભમે છે. મિથ્યાત્વાદિ હેતુ વડે કરીને આ કર્મનો કર્તા આ જીવ છે, અને પુરુષાર્થ કરી તે હેત ટાળે તો આ કર્મનો હર્તા પણ જીવ જ છે. શત્રુને પરાસ્ત કરવા માટે જેમ તેની પ્રકૃતિ, સ્થિતિ, બલાબલ આદિ જાણવા જોઈએ, તેમ કર્મ શત્રુને પરાજય પમાડવા મુમુક્ષુ જીવે તેની પ્રકૃતિ આદિની આંટીઘૂંટી સમજી, કર્મના બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા એ ચાર ભંગનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. અભિનવ કર્મનું ગ્રહણ તે બંધ. બંધાયેલ કર્મનું વિપાકવેદન-ફલભોગ તે ઉદય. ઉદય નહિ આવેલ કર્મને ઉદીરણ કરી, આત્મબલથી ખેંચી ઉદયાવલીમાં આણવા તે ઉદીરણા. અને બંધ પછી કર્મોનું આત્મપ્રદેશોમાં લાગી રહેવું તે સત્તા.
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે : (૧) જ્ઞાનાવરણીય. તે આંખે પાટા બાંધવા જેવું છે. (૨) દર્શનાવરણીય. તે રાજાનું દર્શન અટકાવનાર પ્રતીહારી જેવું છે. (૩) વેદનીય. તે મધુલિપ્ત ખગ્નધારા જેવું છે. (૪) મોહનીય. તે મધ જેવું છે. (૫) આયુષ્ય. તે હેડ જેવું છે. (૬) નામ. તે નાના પ્રકારના રૂપ ચિતરનાર ચિત્રકાર જેવું છે. (૭) ગોત્ર. તે ઉંચા-નીચા પ્રકારના ઘટાદિ બનાવનાર કુંભકાર જેવું છે.