________________
માથે ન જોઈ
૧૪૫
લીધા. આ તરફ ચેલણા રાણીના આગ્રહથી શ્રેણિકે એક કંબલ ખરીદવા માટે તે વણિકોને પુન: બોલાવરાવ્યા. તેઓએ બનેલી હકીકત નિવેદન કરી. આ વાત સાંભળી રાજા આશ્ચર્યથી દિંગ થઈ ગયો; અને આ શાલિભદ્ર તે કઈ વ્યક્તિ છે તે જોવાનું કુતૂહલ થતાં પોતે તે શાલિભદ્રના ગૃહે આવ્યો.
ભદ્રા શેઠાણીએ તેનું ઉત્તમ સ્વાગત કરી તેને ચતુર્થ ભૂમિકાએ સિંહાસન પર બેસાડવો, અને સપ્તમ ભૂમિકાએ જઈ શાલિભદ્રને કહ્યું-વત્સ! અહીં શ્રેણિક આવેલ છે. તેથી તું ક્ષણવાર નીચે આવ. શાલિભદ્રે કહ્યું-બા! શ્રેણિક આવેલ છે, તો તેમાં મારું શું કામ છે? એવી બાબતમાં તમે જ તમારું ધ્યાન પડે તેમ કરો. ભદ્રાએ કહ્યું-આ શ્રેણિક કાંઈ કયવિજ્યનું કરિયાણું નથી, પણ આ તો સર્વલોકોનો અને હારો પણ પ્રભુ છે, નાથ છે. તે સાંભળી શાલિભદ્રને એકદમ આંચકો લાગ્યો અને તે વિષાદ પામી ચિંતવવા લાગ્યા-હે! શું મ્હારે માથે પણ બીજે પ્રભુ છે? જ્યાં આવો પ્રભુ માથે છે એવા આ પુણ્યની ન્યૂનતાવાળા મારા સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર હો! સાપની ફેણ જેવા આ ભોગોથી સર્યું! હવે હું શ્રીવીરનું ચરણશરણ ગ્રહી, માથે ન જોઇએ' એવો જ માર્ગ શોધીશ. એમ સંગરંગથી રંજિત છતાં તે વખતે તો તેણે માતાના અનુરોધથી રાજા પાસે જઈ વિનયથી નમન કર્યું. શ્રેણિકે તેને પુત્રવત પ્રેમથી આલિંગન કર્યું. પછી બધી ઉચિત સત્કારવિધિ થઈ. શાલિભદ્રની અદ્ભુત દ્ધિ નજરોનજર નિહાળી રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો, અને મારા રાજ્યમાં આવા મહા પુણ્યનિધાન ધન્ય ધનપતિઓ વસે છે એવું પ્રશસ્ત ગૌરવ અનુભવતો સ્વસ્થાને ગયો.
શાલિભદ્ર પણ જોવામાં ભવબંધનથી છૂટવાની ભાવના ભાવી રહ્યા છે, ત્યા તો ચતુર્કાનધારી મૂર્તિમાન ધર્મ જેવા ધર્મઘોષ નામના મહામુનિ ત્યાં રાજગૃહીના ઉદ્યાનમાં પધાર્યા. શાલિભદ્ર ભક્તિથી તેમના પદારવિંદ વંદી વિનયથી પૂછયું- હે ભગવન! કોઈ પણ પ્રભુ ‘માથે ન જોઈએ' એવી સ્થિતિ કેમ પ્રાપ્ત થાય? આત્મારામાં